Home Blog Page 2122

ભાજપ કરાવશે માત્ર 1 હજારમાં રામલલાના દર્શન, મળશે તમામ સુવિધાઓ

અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એક દમ મસ્ત રીતે થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરને ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે અત્યારે પણ અયોધ્યામાં લાખો રામ ભક્તો હાજર છે. ત્યારે હવે ભાજપે ‘શ્રી રામ જન્મભૂમિ દર્શન’ અભિયાન શરુ કરવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે તેની શરૂઆત કરી છે. આ અંતર્ગત દરેક લોકસભામાંથી 6 હજાર શ્રદ્ધાળુઓને રામલલાના દર્શન માટે અયોધ્યા લઈ જવામાં આવશે. આ અભિયાન 25 માર્ચ સુધી ચાલશે.

ભાજપે 25 હજાર ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરી હતી

શ્રદ્ધાળુઓને માત્ર એક હજાર રૂપિયામાં અયોધ્યા યાત્રા, રહેવા, ભોજન અને દર્શનની સુવિધા આપવામાં આવી રહી છે. જો તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગતા હોવ તો માત્ર એક હજાર રૂપિયા ખર્ચીને આ સુવિધા મેળવી શકો છો. ભાજપે તેના તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ અને સંગઠનના વરિષ્ઠ અધિકારીઓને તેમના સંબંધિત મતવિસ્તારમાંથી એવા તમામ લોકોને અયોધ્યા લઈ જવાની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે જેઓ ભગવાન રામના દર્શન કરવા ઈચ્છે છે. ભાજપે અયોધ્યામાં 25 હજાર શ્રદ્ધાળુઓના રહેવાની વ્યવસ્થા કરી છે. આ સ્થળોએ રામ ભજન, કીર્તન અને રામલીલા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

VHP પણ 5000 કાર્યકરોને દર્શન આપશે

ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર, 1 હજાર રૂપિયાની રકમ માત્ર એટલા માટે રાખવામાં આવી છે કે ભગવાન રામના દર્શન માટે માત્ર ગંભીર લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે. દેશભરના તમામ રાજ્યોમાંથી રામભક્તોને અયોધ્યા લઈ જવાની અને તેમને દર્શન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ તેના સ્તરે ભગવાન રામના દર્શન કરવા માટે લગભગ 5000 કાર્યકરોને અયોધ્યા લઈ જવાની યોજના બનાવી રહી છે.

ગુજરાત: સરકારી ભરતી માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર

ગુજરાતમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર છે. જેમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ એપ્રિલમાં યોજાશે નહિ. તેમાં ECIના ઈન્ટરનલ મેમોથી ચૂંટણીની સ્થિતિ સ્પષ્ટ છે. તથા લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. રાજ્ય સરકારોને 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરીક નોંધ પાઠવી છે. એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહી.

ભારતના ચૂંટણી કમિશન- ECIએ દેશની તમામ રાજ્ય સરકારોને 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરીક નોંધ પાઠવી છે. જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં સરકારી ભરતીઓ અંતગર્ત માર્ચના મધ્યભાગથી શરૂ કરીને સમગ્ર એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહી !

વર્ગ-3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળે તાજેતરમાં વર્ગ-3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. તદ્ઉપરાંત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ નવી ભરતીની જાહેરાત આવી રહી છે. આ બંને મોટી ભરતીઓ ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગમાં પણ ભરતી પ્રક્રિયાઓમાં વિવિધ તબક્કે પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યુ છે. આ તમામ સ્થિતિ વચ્ચે ECIએ રાજ્યોની સરકારોને 16મી એપ્રિલ પૂર્વે લોકસભા ચૂંટણી માટે સજ્જ થવાના ભાગરૂપ તમામ પ્રકારના કાર્યક્રમો અને પરીક્ષાઓના આયોજનો આખરી ઓપ આપવા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી છે.

કેવી રીતે નક્કી થાય છે ભારત રત્ન? અત્યારે સુધીમાં કોને અપાયા?

ભારત સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં વ્યક્તિના અભૂતપૂર્વ યોગદાનને ધ્યાનમાં રાખીને આ સમ્માન આપવામાં આવે છે. ત્યારે જાણીએ અત્યાર સુધી કઈ કઈ હસ્તીઓને ભારત રત્ન મળ્યો છે. અને શુ છે આ સમ્માનની વિશેષતા.

 ક્યારે થઈ આ એર્વોડ આપવાની શરૂઆત ?

ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સમ્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર વેંકટ રામનને 1954માં આપવામાં આવ્યું હતું. ત્યારથી લોકોને એમના સંબંધિત ક્ષેત્રમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ સમ્માન આપવામાં આવે છે. 1954માં આ સમ્માન જીવતી વ્યક્તિને જ આપવામાં આવ્યું હતું, પરંતુ 1955માં મરણોત્તર ભારત રત્ન આપવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી. ત્યારથી મરણોત્તરને પણ ભારત રત્ન આપવામાં આવે છે. ભારત રત્ન પ્રાપ્તકર્તાઓની સત્તાવાર જાહેરાત ગેઝેટ ઓફ ઈન્ડિયામાં સૂચના જારી કરીને કરવામાં આવે છે. આ સમ્માન દર વર્ષે 26 જાન્યુઆરીએ આપવામાં આવે છે.

ભારત રત્ન માટે પસંદગી પ્રક્રિયા

ભારત રત્ન પુરસ્કાર માટે પસંદગીની પ્રક્રિયા પદ્મ પુરસ્કારોથી અલગ છે. જેમાં ભારતના વડાપ્રધાન ભારત રત્ન માટે રાષ્ટ્રપતિને એક વ્યક્તિના નામની ભલામણ કરે છે. જો કે ભારત રત્ન માટે કોઈ ઔપચારિક ભલામણની જરૂર નથી. કોઈપણ વ્યક્તિ જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગના આધારે કોઈપણ ભેદભાવ વિના આ પુરસ્કાર માટે પાત્ર ગણી શકાય.નોંધનીય છે કે વર્ષમાં માત્ર ત્રણ જ ભારત રત્ન આપવામાં આવે છે. તેમજ ભારત રત્ન એવોર્ડ દર વર્ષે આપવામાં આવે તે પણ જરૂરી નથી.

અત્યાર સુધીમાં કુલ 48 લોકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે. છેલ્લી વખત આ સમ્માન વર્ષ 2019માં આપવામાં આવ્યું હતું. જેમાં 2019 માં, નાનાજી દેશમુખ (મરણોત્તર) ને સમાજ સેવાના ક્ષેત્રમાં ભારત રત્ન, ડૉ. ભૂપેન હજારિકા (મરણોત્તર) ને કલાના ક્ષેત્રમાં અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને જાહેર કાર્ય માટે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

ભારત રત્ન મેળવનારને વ્યક્તિને શું મળે છે ?

ભારત રત્ન પ્રાપ્તકર્તાઓને ભારત સરકાર તરફથી પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. આ સમ્માન સાથે કોઈ પૈસા આપવામાં આવતા નથી. સરકારી વિભાગો તેના પ્રાપ્તકર્તાઓને સુવિધાઓ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, ભારત રત્ન પ્રાપ્તકર્તાઓને રેલવે તરફથી મફત મુસાફરીની સુવિધા મળે છે. ઉપરાંત મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. સરકાર એમને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. ભારત રત્ન મેળવનારાઓને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભાના અધ્યક્ષ, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન પછી પ્રોટોકોલમાં સ્થાન આપવામાં આવે છે. જુદી-જુદી રાજ્ય સરકાર ભારત રત્ન પુરસ્કાર મેળવનારને એમના રાજ્યોમાં સુવિધાઓ પૂરી પાડે છે.

 નામની આગળ આ એર્વોડનું નામ ન લખી શકાય

આ સમ્માન તમારા નામની આગળ કે પાછળ ઉમેરી શકાય નહીં. જો કે, ‘રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન એનાયત’ અથવા ‘ભારત રત્ન પ્રાપ્તકર્તા’. એમ એના પ્રાપ્તકર્તાઓ એમના બાયો-ડેટા, લેટરહેડ અથવા વિઝિટિંગ કાર્ડ જેવા સ્થળોએ લખી શકે છે.

ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિઓની યાદી

  • વર્ષ 1954માં પ્રથમ વખત પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડૉ.રાધાકૃષ્ણન, ડૉ.ચંદ્રશેખર વેંકટ રામન અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને ભારત રત્નથી સન્માનિત કરવામાં
  • વર્ષ 1955 માં, મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ અને ડૉ. ભગવાન દાસને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો.
  • વર્ષ 1957માં પંડિત ગોવિંદ વલ્લભ
  • વર્ષ 1958 માં, આ સમ્માન ડો. ધોંડો કેશવ કર્વે
  • વર્ષ 1961માં પુરૂષોત્તમ દાસ ટંડન અને  બિધાનચંદ્ર રોય
  • વર્ષ 1962માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ 
  • વર્ષ 1963માં પૂર્વ રાષ્ટ્રપતિ ડો.ઝાકિર હુસૈન અને ડૉ. પાંડુરંગ વામન કાણેને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1966માં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1971માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી.
  • વર્ષ 1975માં વીવી ગિરી

  • વર્ષ 1976માં કે. કામરાજને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1980માં સામાજિક કાર્યકર મધર ટેરેસાને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
  • વર્ષ 1983માં આચાર્ય વિનોવા ભાવેને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1987માં ખાન અબ્દુલ ગફાર ખાન
  • વર્ષ 1988માં મણિદુર ગોપાલન રામચંદ્રનને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1990માં દક્ષિણ આફ્રિકાના ડૉ. નેલ્સન રોલિહલાહલા મંડેલા અને ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (મરણોત્તર)ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1991 માં, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી (મરણોત્તર), મોરારજી રણછોડજી દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1992 માં સત્યજીત રેને મરણોત્તર ભારત રત્ન, જહાંગીર રતનજી દાદાભોય ટાટા, મૌલાના અબુલ કલામ આઝાદ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા હતા.
  • વર્ષ 1997માં, અરુણા અસફ અલી (મરણોત્તર), ગુલઝારી લાલ નંદા (મરણોત્તર) અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ આઝાદને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1998 માં, મદુરાઈ સન્મુખવાદિવુ સુબ્બાલક્ષ્મી, ચિદમ્બરમ સુબ્રમણ્યમ, ગોપીનાથ બોરદોલોઈ (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1999 માં, જયપ્રકાશ નારાયણ (મરણોત્તર), પ્રો. અમર્ત્ય સેન, પંડિત રવિશંકરને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

  • વર્ષ 2001 માં, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, સુશ્રી લતા દીનાનાથ મંગેશકરને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2009માં પંડિત ભીમસેન ગુરુરાજ જોશીને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
  • વર્ષ 2014માં ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન સચિન રમેશ તેંડુલકર અને પ્રોફેસર ચિંતામણિ નાગેસા રામચંદ્ર રાવને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • વર્ષ 2015 માં, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીય (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2019 માં, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ડૉ. ભૂપેન્દ્ર કુમાર હજારિકા (મરણોત્તર), નાનાજી દેશમુખ (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા.

ભાજપે વિરોધ પક્ષો પાસેથી ‘જાતીય રાજકારણ’નો મુદ્દો છીનવ્યો?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્નથી સન્માનિત કરવાનું એલાન કર્યું હતું. સરકારે આ નિર્ણય તેમની 100મી જયંતીના પ્રસંગે જાહેર કર્યો હતો. સરકારના આ પગલાથી વિપક્ષ પાસેથી જાતીય રાજકારણનો મુદ્દો છીનવી લેવામાં આવ્યો હોવાની શક્યતા છે, એવું એક સર્વેમાં બહાર આવ્યું છે.

આ સર્વેમાં 1300 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપીરને ભાજપે વિરોધ પક્ષો પાસેથી જાતીય રાજકારણનો મુદ્દો છીનવી લીધો છે? એના જવાબમાં 44 ટકા જનતાએ હા પાડી હતી, જ્યારે 35 ટકાએ નામાં જવાબ આપ્યો હતો. એ સિવાય 21 ટકાએ આ સવાલનો જવાબ નહોતો આપ્યો.

વિરોધ પક્ષો છેલ્લા કેટલાક સમયથી જાતીય જનગણનાની માગ કરી રહ્યો છે. એ સિવાય એ ભાજપ પર પછાતોનું સન્માન નહીં કરવાનો આરોપ પણ લગાવતો રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન સભાઓમાં જાતીય જનગણનાની માગ કરી હતી. આટલું જ નહીં, કેન્દ્રના આ દાવથી વિરોધ પક્ષોના ગઠબંધનને તૂટવાનું જોખમ છે. નીતીશકુમારના પલટી મારવાની સંભાવના વધી ગઈ છે. કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની જાહેરાત પર બિહારના CMએ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની 100મી જયંતી પર આ સર્વોચ્ચ સન્માન દલિતો, વંચિતો અને ઉપેક્ષિત લોકોની વચ્ચે સકારાત્મક ભાવ પેદા કરશે. તેમણે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

 

 

 

,

 

 

 

 

 

 

 

જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલાં બજારમાં તેજી

અમદાવાદઃ HDFC બેન્ક જેવા હેવીવેઇટ શેરોમાં શાનદાર રિકવરીને પગલે બજારને સપોર્ટ મળ્યો હતો. HDFC શેર બે ટકા વધવા સાથે IT શેરોમાં લવાલીને પગલે સેન્સેક્સ અને નિફ્ટી એક ટકા મજબૂત થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.21 લાખ કરોડનો વધારો થયો હતો.આ સાથે જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલાં શેરબજારમાં વેચાણો કપાતાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સારીએવી તેજી થઈ હતી. રિયલ્ટી ઇન્ડેક્સ છોડીને BSEના બધા સેક્ટર તેજીની સાથે બંધ થયા હતા.

શેરબજારમાં ટ્રેડિંગ સેશનમાં ભારે ઉતાર-ચઢાવ થયા બાદ સેન્સેક્સ 696 પોઇન્ટની તેજી સાથે 71,066ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 227 પોઇન્ટ ઊછળીને 21,466 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 અને BSE સ્મોલ કેપ ઇન્ડેક્સમાં બે ટકાની તેજી થઈ હતી, જ્યારે નિફ્ટી IT અને બેન્ક નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા.

ભારતીય શેરબજારોમાં વિદેશી ફંડોએ છેલ્લા 19 મહિનામાં ગયા સપ્તાહમાં સૌથી વધુ શેરોમાં વેચવાલી કરી હતી અને પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ગયા સપ્તાહે વિદેશી ફંડોએ 2.4 અબજ ડોલરના શેરોનું વેચાણ કર્યું હતું., જે જૂન-2022 પછી  સૌથી વધુ હતી. ફંડોએ મંગળવારે 37.4 લાખ શેરોનું વેચાણ કર્યું હતું. જોકે વિદેશી ફંડોએ વર્ષ 2023માં ભારતીય શેરોમાં 21 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું.

કેટલીક કંપનીઓનાં અંદાજ કરતાં નબળાં પરિણામો અને બેન્કોના લોન ગ્રોથમાં સ્લોડાઉન આગામી દિવસોમાં બજારની ચાલ નક્કી કરશે.

 

 

 

 

 

 

 

અયોધ્યામાં Gen Z શ્રદ્ધાળુઓની સાથે ધાર્મિક ટુરિઝમમાં વધારો

નવી દિલ્હીઅયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ અયોધ્યા આવ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના બનવા સાથે દેશમાં ધાર્મિક ટુરિઝમમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને યુવાનોમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું ચલણ વધ્યું છે. ઇન્ટરનેટ સર્ચમાં પણ ધાર્મિક ટુરિઝમમાં 350 ટકાનો વધારો થયો છે, જેમાં નવા વર્ષે રામનગરીમાં સૌથી વધુ બુકિંગ થયાં છે.

 કેન્દ્રીય પર્યટન મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં 143.30 કરોડ સ્થાનિક શ્રદ્ધાળુઓએ ખાસ કરીને યુવાનોએ તીર્થ સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન 66 લાખથી વધુ વિદેશી શ્રદ્ધાળુઓએ પણ દેશનાં ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. અયોધ્યામાં નવનિર્મિત રામલલ્લા મંદિરની મુલાકાત માટે બસ દ્વારા પ્રવાસ કરતાં શ્રદ્ધાળુઓનો મોટો હિસ્સો 20-25 વયજૂથનો છે, જે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રત્યે યુવાનોનું ગાઢ જોડાણ દર્શાવે છે. દેશમાં ઓનલાઇન બસ-ટિકિટિંગ પ્લેટફોર્મ અભિબસે વર્તમાન સપ્તાહની શરૂઆતથી વિશેષ કરીને Gen Z (1995થી 2010ની વચ્ચે જન્મેલા યુવા) પ્રવાસીઓમાં અયોધ્યાની મુસાફરીની માગમાં માસિક ધોરણે 86 ટકાનો વધારો જોયો છે. આ વધારો રામલલ્લા મંદિરની મુલાકાત માટે યુવા પેઢી વચ્ચે જબરદસ્ત ઉત્સાહ અને આધ્યાત્મિક ઝુકાવનો નોંધપાત્ર ટ્રેન્ડ દર્શાવે છે.

અયોધ્યાની મુલાકાત માટે અભિબસ ઉપર બસ પ્રવાસની સૌથી વધુ માગ દિલ્હી, વારણસી અને લખનઉ જેવાં શહેરોમાંથી જોવા મળી છે. શહેરોના સંદર્ભમાં હૈદરાબાદ અને મુંબઇ ચોથા અને પાંચમા ક્રમે છે, જ્યાંથી શ્રદ્ધાળુઓ બસ દ્વારા અયોધ્યાનો પ્રવાસ કરી રહ્યા છે.આ ટ્રેન્ડ વિશે પ્રતિક્રિયા આપતાં અભિબસના ચીફ ઓપરેટિંગ ઓફિસર રોહિત શર્માએ કહ્યું હતું કે છેલ્લાં એક વર્ષમાં અમે આધ્યાત્મિક સ્થળોની શોધમાં યુવા પ્રવાસીઓ વચ્ચે તીર્થયાત્રાની વધતી રુચિ જોઈ છે.  વળી, નવા અયોધ્યા એરપોર્ટના લોંચથી અયોધ્યા જવા અને પરત ફરવા માટે ફ્લાઇટ ટ્રાવેલની શોધમાં આ મહિને 300 ટકાથી વધુનો વધારો જોયો છે. જાન્યુઆરીમાં ટ્રેન ટ્રાવેલ સર્ચમાં પણ માસિક 100 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

 

 

 

 

 

 

 

કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં, AAP પંજાબમાં 13 સીટો જીતશેઃ માન

ચંડીગઢઃ મા મને પણ છમ્મવડું. ઇન્ડિયા ગઠબંધનને પશ્ચિમ બંગાળ પછી પંજાબમાં પણ મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી પંજાબમાં એકલા ચૂંટણી લડશે. CM ભગવંત માને કહ્યું હતું કે પાર્ટી કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કરે, પંજાબની બધી 13 લોકસભા ચૂંટણી પર આપ એકલા જ ચૂંટણી લડશે. પંજાબ સંગઠનના એકલા ચૂંટણી લડવાની દરખાસ્તને કેજરીવાલે પણ મંજૂરી આપી દીધી છે.

મુખ્ય મંત્રી ભગવંત માન અનેક વાર જાહેર મંચ પર આ વાત કહી ચૂક્યા છે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે પશ્ચિમ બંગાળના CM અને તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ મમતા બેનરજીએ પણ એલાન કરી દીધું હતું કે તેમની પાર્ટી પશ્ચિમ બંગાળમાં બધી સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. મમતા બેનરજીએ કહ્યું હતું કે પશ્ચિંમ બંગાળમાં કોંગ્રેસની સાથે તૃણમૂલ કોંગ્રેસનું ગઠબંધન નથી.

એકલા હાથે ચૂંટણી લડવાના એલાન કરતા સમયે આમ આદમી પાર્ટી પણ મમતા બેનરજીની રાહ પર ચાલતાં કોંગ્રેસ પર અડિયલ વલણનો આરોપ લગાવી શકે છે. ટૂંક સમયમાં આપ આનું એલાન પણ કરી દેશે.

આમ પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાથી ઇનકાર કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ, TMC અને આમ આદમી પાર્ટી- આ ત્રણે પક્ષો ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે- જે લોકસભા ચૂંટણીમાં કેન્દ્રની વિરુદ્ધ એકજૂટ છે, પણ રાજ્યોમાં આ પક્ષોના રસ્તા અલગ છે. ઇન્ડિયા ગઠબંધનની અંદરની તિરાડો હવે બહાર આવવા લાગી છે. ઇન્ડિયા ગઠબંધનનો સંઘ કાશીએ પહોંચે એવી શક્યતા લાગતી નથી.

 

 

 

 

 

 

 

 

 

કોંગ્રેસ સાથે નહીં, એકલા ચૂંટણી લડીશું: મમતાનું મમત્વ

કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2024થી પહેલાં ઇન્ડિયા ગઠબંધનને આંચકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટતા કરી છે કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે સાફ વાત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસની સાથે તેમની પાર્ટીને કોઈ સંબંધ નથી. તૂણમૂલ કોંગ્રેસની બંગાળની 42 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. જોકે ચૂંટણી પરિણામો આવ્યા પછી કોંગ્રેસની સાથે ગઠબંધન પર વિચાર કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

બંને પક્ષો ઇન્ડિયા ગઠબંધનનો મહત્ત્વનો ભાગ છે. છેલ્લા કેટલાય દિવસોથી બંગાળમાં TMC અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. બંને પક્ષોના ગઠબંધનને લઈને રાજ્ય કોંગ્રેસના નેતાઓ વચ્ચે મતમતાંતર હતા. હવે મમતાએ કહી દીધું છે કે તેમને કોંગ્રેસની સાથે કોઈ સંબંધ નથી.

દીદીના જણાવ્યા મુજબ તેમના પક્ષને બંગાળમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની કોઈ માહિતી નથી આપવામાં આવી. ના તો કોંગ્રેસે કે ના એ વિશે એ લોકોએ કોઈ ચર્ચા કરી.CM મમતા તરફથી જે પણ પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા, એ તેમણે ફગાવી દીધા હતા. TMC સુપ્રીમોએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું પશ્ચિમ બંગાળથી કોઈ લેવા-દેવા નથી. પહેલા દિવસે જ તેમનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.

અમે એકલા લડીશું, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને તેમની ભારત જોડો ન્યાય યાત્રા પર તેમણે નિશાન સાધ્યું હતું. તેઓ મારા રાજ્યમાં આવી રહ્યા છે અને મને જાણ કરવાનો શિષ્ટાચાર પણ નથી કરતા, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

કોણ છે કર્પૂરી ઠાકુર જેમને મળશે દેશનુ સર્વોચ્ચ સન્માન ભારત રત્ન, જાણો..

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોત્તર)  આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે. જનનાયક (પબ્લીક હીરો) તરીકે લોકોમાં સન્નમાન મેળવનાર કર્પૂરી ઠાકુરની કહાણી પણ રસપ્રદ છે.

કોણ હતા કર્પૂરી ઠાકુર..?

કર્પૂરી ઠાકુરને બિહારના રાજકારણમાં સામાજિક ન્યાયની જ્યોત પ્રજ્વલિત કરનાર નેતા માનવામાં આવે છે. એમનો જન્મ 1924માં સમસ્તીપુર જિલ્લાના પિતુઝિયા ગામમાં એક સામાન્ય વાળંદ પરિવારમાં થયો હતો. એમણે 1940માં પટનામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. કર્પૂરી ઠાકોરે આર્ચાય નરેન્દ્ર દવેની સાથે રહેવાનું પસંદ કર્યુ. આ પછી એમણે સમાજવાદનો માર્ગ અપનાવ્યો. 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો. જેના કારણે એમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો. એવું કહેવાય છે કે કર્પૂરી ઠાકુર જીવનભર કોંગ્રેસ વિરોધી રાજનીતિ ચલાવી અને પોતાનું રાજકીય સ્થાન હાંસલ કર્યું. ઈમરજન્સી દરમિયાન પણ તમામ પ્રયાસો છતાં ઈન્દિરા ગાંધી એમની ધરપકડ કરી શક્યા ન હતા.

કર્પૂરી ઠાકુર 19701977માં મુખ્યમંત્રી

કર્પૂરી ઠાકુર 1970માં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 22 ડિસેમ્બર 1970 ના રોજ, એમણે પ્રથમ વખત રાજ્યનો હવાલો સંભાળ્યો. એમનો પ્રથમ કાર્યકાળ માત્ર 163 દિવસ ચાલ્યો હતો. 1977ની જનતા લહેરમાં જનતા પાર્ટીને જોરદાર જીત મળી ત્યારે પણ કર્પૂરી ઠાકુર બીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેઓ પોતાનો કાર્યકાળ પણ પૂરો કરી શક્યા નથી. આ પછી પણ એમના બે વર્ષથી ઓછા કાર્યકાળ દરમિયાન એમણે સમાજના દલિત લોકોના હિત માટે કામ કર્યું હતું.

..અને બની ગયા સમાજવાદીનો મોટો ચહેરો

1945માં જેલમાંથી બહાર આવ્યા બાદ કર્પૂરી ઠાકુર ધીમે-ધીમે સમાજવાદી ચળવળનો ચહેરો બની હયા. જેનો હેતુ અંગ્રેજોથી આઝાદીની સાથે સમાજમાં પ્રવર્તતા જાતિ અને સામાજિક ભેદભાવ દૂર કરવાનો હતો. જેના કારણે દલિત, પછાત વર્ગ અને વંચિતોને સન્નમાનજનક જીવન જીવવાનો અધિકાર મળી શકે. બિહારમાં મેટ્રિક સુધી શિક્ષણ મફત હતું. સાથે જ રાજ્યના તમામ વિભાગોમાં હિન્દીમાં કામ કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. એમના કાર્યકાળ દરમિયાન એમણે ગરીબો, પછાત અને અત્યંત પછાત લોકોના પક્ષમાં આવા ઘણા કામો કર્યા, જેનાથી બિહારની રાજનીતિમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ પછી, કર્પૂરી ઠાકુરની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને તેઓ બિહારની રાજનીતિમાં સમાજવાદનો મોટો ચહેરો બની ગયા.

 અંગ્રેજીની આવશ્યકતા અને વિદ્યાર્થિઓની ફી કરી હતી નાબૂદ

કર્પૂરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી. જેના પરિણામે બિહારહમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી પક્ષની સરકાર બની. જ્યારે મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા ત્યારે કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યમંત્રી બનાયા. એમને શિક્ષણ મંત્રાલયનો હલાવો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુરે શિક્ષણ મંત્રી બન્યા અને એમને શિક્ષણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુર શિક્ષણ મંત્રી રહીને વિદ્યાર્થિઓની ફી નાબૂદ કરી હતી અને અંગ્રેજીની આવશ્યકતા પણ નાબૂદ કરી હતી.

આ લોકો રહ્યાં કર્પૂરી ઠાકુરના શિષ્યો

બિહારમાં સમાજવાદની રાજનીતિ કરી રહેલા લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર કર્પૂરી ઠાકુરના શિષ્યો છે. જનતા પાર્ટીના જમાનામાં લાલુ અને નીતીશે કર્પૂરી ઠાકુરની આંગળી પકડીને રાજકારણની યુક્તિઓ શીખી હતી. આવી સ્થિતિમાં બિહારમાં લાલુ યાદવ સત્તા પર આવ્યા ત્યારે તેમણે કર્પૂરી ઠાકુરના કામને આગળ વધાર્યું. તે જ સમયે, નીતિશ કુમારે અત્યંત પછાત સમુદાયના પક્ષમાં ઘણી વસ્તુઓ પણ કરી.

 બિહારના રાજકારણમાં કર્પૂરી ઠાકુરનું મહત્ત્વ છે

ચૂંટણી વિશ્લેષકોના મતે બિહારના રાજકારણમાં કર્પૂરી ઠાકુરને અવગણી શકાય નહીં. કર્પૂરી ઠાકુરનું 1988માં અવસાન થયું, પરંતુ આટલા વર્ષો પછી પણ તેઓ બિહારના પછાત અને અત્યંત પછાત મતદારોમાં ખૂબ જ લોકપ્રિય છે. નોંધનીય છે કે બિહારમાં પછાત અને અત્યંત પછાત લોકોની વસ્તી લગભગ 52 ટકા છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો પ્રભાવ મેળવવાના હેતુથી કર્પૂરી ઠાકુરનું નામ લેતા રહે છે. આ જ કારણ છે કે 2020માં કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં ‘કર્પૂરી ઠાકુર સુવિધા કેન્દ્ર’ ખોલવાની જાહેરાત કરી હતી.

પોતાનું દરેક કાર્ય સ્વયંમ કરતા

કહેવાય છે કે કર્પૂરી ઠાકુર બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. ઠાકુર ડિસેમ્બર 1970થી જૂન 1971 સુધી મુખ્યમંત્ર હતા. મુથ્યમંત્રી બન્યા બાદ એમણે મુંગેરીલાલ કમિશન લાગુ કર્યુ અને ગરીબ અને પછાત લોકોને નોકરીમાં અનામત આપી. આ પછી તેઓ જૂન 1977થી એપ્રિલ 1979 સુધી ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ અવસાન થયું. જેટલા લોકપ્રિય એ રાજકારણમાં હતા. એટલી જ લોકપ્રિયતા એમની સાદગી પણ રહી છે. કર્પૂરી ઠાકુર પોતાનું દરેક કામ જાતે જ કરવામાં માનતા. મુખ્યમંત્રી જેવા હોદ્દા પર હતા છતા પોતાના કપડા પણ જાતે જ ધોતા. બિહારમાં પ્રથમ વખત દારૂબંધી લાદવાનો શ્રેય પણ એમના નામે જ છે. આજે એ હયાત નથી પરંતુ પોતાના સારા કાર્યો, માનવતા, અને દરેક જન માટે આદરભાવના કારણે સત્તા પક્ષની સાથે વિરોધ પક્ષ પણ એમનું સન્નમાન કરે છે.

પહેલા જાણ કરો અને પછી અયોધ્યા આવો… CM યોગીની VIP-VVIPને અપીલ

પ્રાણ પ્રતિષ્ઠાના બીજા જ દિવસે ભગવાન રામના દર્શન કરવા માટે રામ ભક્તોની ભીડ ઉમટી હતી. લાખો રામ ભક્તો પોલીસ બેરીકેડ તોડીને રામલલાના દર્શન કરવા મંદિરમાં પ્રવેશ્યા હતા, ત્યારબાદ પોલીસ પ્રશાસનને ભીડને કાબૂમાં લેવા ભારે મહેનત કરવી પડી હતી. ત્યાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પરિસ્થિતિનો તાગ મેળવવા અયોધ્યા પહોંચ્યા. તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે વ્યક્તિગત રીતે મંદિરની મુલાકાત લીધી હતી.

સાથે જ સીએમ યોગીએ કહ્યું છે કે દરેક રામ ભક્તને રામલલાના સરળ દર્શન કરાવવાની અમારી ફરજ છે. આ માટે તેમણે પ્રશાસનને આદેશ આપ્યો છે કે તેઓ તમામ ભક્તોને લાઇનમાં ઉભા કરે અને તેમને ભગવાનના દર્શન કરવા દે. આ સિવાય મુખ્યમંત્રીએ VIP અને VVIP લોકોને અયોધ્યા આવતા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરવા કહ્યું છે. VIPને તેમના આગમનના એક સપ્તાહ પહેલા જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને, મંદિરની વ્યવસ્થા વધુ વિસ્તૃત કરવામાં આવી છે. CMએ વાતાવરણ બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

ભક્તો માટે વોટર-વ્હીલચેર

આ ઉપરાંત દર્શનાર્થે આવતા ભક્તોની સુવિધાની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે શ્રદ્ધાળુઓ માટે પાણી, વ્હીલચેર અને જ્યુટ મેટિંગ જેવી વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ ભગવાનના દર્શન કરી ચૂકેલા ભક્તો માટે બસ અને સેવાઓ પણ સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ.

પોલીસકર્મીઓએ યોગ્ય વર્તન કરવું જોઈએ

સીએમએ કહ્યું કે જ્યાં પણ રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને જન્મભૂમિ પથ પર ભક્તો હોય ત્યાં તેમને એક કતારમાં ઊભા રાખવા જોઈએ જેથી કોઈ નાસભાગ ન થાય. બાળકો, વૃદ્ધો અને મહિલાઓની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ માર્ગો પર રામ ભજન લો-ટ્યુન પર વગાડવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સીએમએ કહ્યું કે સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલા પોલીસકર્મીઓનું વર્તન ગૌરવપૂર્ણ હોવું જોઈએ.