અમદાવાદઃ આ વર્ષે યોજાનાર 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતમાં ચૂંટણીઝુંબેશ શરૂ કરી છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને હસ્તે લોકસભાની 26 બેઠકોના ભાજપના મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જે.પી નડ્ડાએ લોકસભાની ચૂંટણી માટે ભાજપના પ્રથમ ઉમેદવારની નામની પણ જાહેરાત કરી છે. છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી છે. આ વખતે પણ ભાજપાધ્યક્ષે રાજ્યની બધી સીટો જીતવાનો દાવો કરતાં જણાવ્યું હતું રાજ્યની બધી સીટો પર કેસરિયો લહેરાશે.
ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તૈયારીઓ તેજ કરી દીધી છે અને તમામ લોકસભા બેઠકો જીતવા એક્શન પ્લાન પણ તૈયાર કરી લીધો છે. આ સાથે જ સંગઠનને મજબૂત બનાવીને પાર્ટીએ ત્રણ સભ્યોને ચૂંટણીને લઈને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે જેમાં ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંક તરીકે નાયક, ગાંધીનગર બેઠકના સંયોજક તરીકે ધારાસભ્ય હર્ષદ પટેલને જવાબદારી સોંપાઈ હતી જ્યારે સહસંયોજક તરીકે અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપ ડોડીયાને જવાબદારી આપવામાં આવી હતી.
Addressing the inauguration ceremony of the Gandhinagar LokSabha Constituency Karyalaya in Ahmedabad, Gujarat. https://t.co/HEaZ0TIp3e
— Jagat Prakash Nadda (@JPNadda) January 23, 2024
આ સાથે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યલય ખોલવામાં આવ્યું હતું, જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં એક બેઠકમાંથી 156 બેઠકો સુધી પહોંચી ગયા છીએ અને કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે અને કોંગ્રેસનાં મૂળિયાં રાજ્યમાંથી ઉખેડવાનાં છે.










અમેરિકા વિશ્વમાં સૌથી વધુ પરિવર્તનશીલ દેશ છે, જેણે અનેક દેશોના લોકોને પોતાનામાં સમાવ્યા છે, અનેક તકો આપી છે અને ટેલેન્ટની ઊંચી કદર પણ કરી છે. આ દેશમાં રિસેશન ચાલી રહ્યું હોવાની વાત આધારવિહોણી છે. અમેરિકા તેની ઈકોનોમીને સારી રીતે મેનેજ કરી શકે છે અને ઘણી વાર તે અનેક પ્રકારના પડકારોમાંથી બહાર આવ્યું છે. અમેરિકામાં રહેતા યા ભણતા ભારતીયોએ આ વિષયમાં ચિંતા કરવાની જરૂર નથી. અમેરિકામાં ભારતીયોની સારી ડિમાંડ છે અને ટેલેન્ટની વધુ માગ છે… આ શબ્દો છે, ફાઇનાન્સિયલ એકસપર્ટ, પ્રોફેસર, લેખક નટવર ગાંધીના છે.
તેમણે પોતાની સરળ અને સ્પષ્ટ શૈલીમાં શ્રોતાઓને રસપ્રદ વાતો કરતાં કહ્યું હતું કે હાલ અમેરિકામાં અનેક ભારતીય મિલિયનર છે, આ દેશમાં લોકો ત્રણ તબકકામાં આવ્યા છે. પ્રથમ તબકકો ૧૯૧૮, બીજો ૧૯૬૫-૭૦ અને ત્રીજો તબકકો હાલનાં વરસોનો છે. અહીં જે રીતે વિવિધ દેશોમાંથી લોકો આવે છે તેને ધ્યાનમાં રાખતા ૨૦૪૦ સુધીમાં આ દેશ માત્ર ગોરાઓનો દેશ નહીં રહે. નટવર ગાંધી સાથે તેમનાં જીવનસંગિની કવિયત્રી પન્ના નાયકે આ પ્રસંગે હાજર રહી પોતાના કેટલાંક સંવેદનશીલ કાવ્યો રજૂ કર્યાં હતાં. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડો. દિનકર જોશીએ નટવર ગાંધી અને પન્નાબેનનો પરિચય આપવા સાથે પ્રાસંગિક વિચારો વ્યકત કર્યા હતા. કાંદિવલી એજયુકેશન સોસાયટી વતી વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહે નોખી શબ્દ શૈલીમાં આવકાર વિધિ કરી હતી.

