Home Blog Page 2129

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 22/01/2024 થી 28/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

રાશિ ભવિષ્ય 22/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

રહસ્યવાદી અને ભૂલ કરનારા લોકો વિશે…

સદગુરુ: વિશ્વમાં ફક્ત બે પ્રકારના લોકો છે – રહસ્યવાદી અને ભૂલ કરનારા. તેને ખૂબ સરળ શબ્દોમાં કહીએ તો – જો તમે જીવનને જીવનની જેમ જોઈ રહ્યાં છો, તો તમે વિશ્વની નજરમાં રહસ્યવાદી છો. જો તમે ખરેખર જાણવા ઇચ્છતા હોવ, તો જેટલી વહેલી તકે તમે તમારામાં રહેલી બધી બકવાસને દૂર કરશો, તેટલું સારું. જો તમારી ધારણા તમારા જીવનમાં સમયાંતરે બદલાતી રહે છે, તો સ્વાભાવિક છે કે તમે ગઈકાલે શું કર્યું અથવા ગઈકાલે તમે જીવનને કેવી રીતે જોયું, તેમાં ભૂલ હશે. તમે અત્યારે જે કરો છો તે તમને યોગ્ય લાગશે, પરંતુ તે તમને આવતીકાલે એક ભૂલ જેવું લાગી શકે છે, અને તમે જે આવતીકાલે કરશો, તે પછાડથી યોગ્ય પણ લાગી શકે છે. શું આવું કાયમ નથી થતું?

તેથી, આપણે જીવનને કેવી રીતે અનુભવીએ છીએ તેમાં એક મોટી ભૂલ છે. જ્યારે એ સુધરશે, ત્યારે લોકો માનશે કે તમે એક રહસ્યવાદી છો કારણ કે તમે જીવનને એવી રીતે સમજવા લાગશો કે તમે એ તર્કમાં બંધબેસી નહી શકો; તે તર્કથી ઉપર છે. તર્ક એ તમારા જીવનનો એક નાનો ભાગ છે – તમે તેમાં ક્યારેય જીવનને બેસાડી શકતા નથી. તમે તર્કને તમારા જીવનમાં બેસાડી શકો, પરંતુ જીવનને ક્યારેય તર્કમાં બંધ કરી શકો નહીં.

જ્યારે તમે તમારી માતાના ગર્ભાશયમાં હોવ, તમારી આંખો હોવા છતાં, તમે જોઈ શકતા નથી, કાન હોવા છતાં સાંભળી શકતા નથી – નહીંતર તમે જાણતા કે અંદર કેવું છે. જન્મના ક્ષણે, તમારા ઇન્દ્રિયો કુદરતી રીતે ખૂલે છે કારણ કે તે અસ્તિત્વ માટે જરૂરી છે. પરંતુ જો અસ્તિત્વની બહારની કોઈ પણ વસ્તુ ખોલવી હોય, તો થોડા પ્રયત્ન કરવા પડે છે.

ઉદાહરણ રૂપે, ધારો કે શિશુ તરીકે, તમે એક જંગલમાં છોડી દીધા અને તમે ક્યારેય માનવ સમાજ સાથે સંપર્કમાં નથી આવ્યા. તો તમને ખાદ્ય વસ્તુનો ઉપયોગ ખબર હશે પણ શું તમે જાણશો કે કોઈ ભાષા કેવી રીતે વાંચવી, લખવી કે બોલવી? ના. અસ્તિત્વની બહારની કોઈપણ બાબત તમારા માટે ખુલશે નહીં સિવાય કે તમે પ્રયત્ન કરો.

ટેક્નોલોજી ઉપકરણો વિશે નહીં પરંતુ આપણા જીવનને એવી રીતે ગોઠવવા માટે હોવી જોઈએ કે અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રક્રિયા વગર મહેનતે થાય અને માનવીઓ પાસે અન્ય પાંસાઓ અને પરિમાણો શોધવાનો સમય અને જગ્યા હોય. મનુષ્યના ગહન આંતરિક શોધખોળના આધારા ઊભા કરવા માટે સમય અને સાધનમાં રોકાણ કરવાનો સમય હવે આવી ગયો છે, જ્યાં સુખાકારી અને મુક્તિ છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

પંચાંગ 22/01/2024

રામ મંદિરના અભિષેક સમારોહ માટે જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા

અયોધ્યામાં સોમવારે યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 10,000 સીસીટીવી કેમેરા લોકોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે અને સાદા વસ્ત્રોમાં પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. યોધ્યાના ધરમપથ અને રામપથથી લઈને, જ્યાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, હનુમાનગઢી વિસ્તાર અને અશરફી ભવન રોડની શેરીઓ સુધી, પોલીસકર્મીઓ શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોઈ શકાય છે.

ઉત્તર પ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ની ટીમે પણ શનિવારે અયોધ્યામાં પેટ્રોલિંગ કર્યું હતું. કાંટાળા તાર વડે ફરતા રસ્તાઓ શહેરના લગભગ દરેક મુખ્ય ચોક પર જોઇ શકાય છે, કારણ કે પોલીસકર્મીઓ તેનો ઉપયોગ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કરે છે, ખાસ કરીને VIPની અવરજવર વખતે. યુપીના પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે તાજેતરમાં કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ યોજાનાર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. આ માટે ઉત્તર પ્રદેશ પોલીસે સમગ્ર વિસ્તારમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી છે અને તેની સાથે દરેક રસ્તા પર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે.

અયોધ્યામાં આયોજિત કાર્યક્રમના સ્થળે સારી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે સમગ્ર અયોધ્યા જિલ્લામાં 10,000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અમે આમાંના કેટલાક CCTV કેમેરામાં AI-આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ જેથી કરીને અમે મુસાફરો પર નજીકથી નજર રાખી શકીએ. સાદા વસ્ત્રોમાં બહુભાષી નિપુણ પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત રહેશે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે NDRF અને SDRF ટીમોની મદદથી સરયૂ નદીના કિનારે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

તેમણે કહ્યું, ‘અમે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદ પર તપાસ ચાલી રહી છે. ભીડને નિયંત્રિત કરવા અને વધુ ભીડને દૂર કરવા માટે પોલીસ ડ્રોનનો ઉપયોગ કરશે. અગાઉ અયોધ્યામાં ડ્રોન તૈનાત વિશે વિગતો આપતા, સુરક્ષા મુખ્યાલયના પોલીસ અધિક્ષક (એસપી) ગૌરવ બંસવાલે કહ્યું હતું કે ત્યાં ડ્રોન વિરોધી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય નજીકમાં ઉડતા કોઈપણ અનધિકૃત ડ્રોનને શોધી કાઢવાનો છે, જે તેના ટેક-ઓફ અને ડેસ્ટિનેશન પોઈન્ટને તરત જ જણાવશે.


એસપીએ કહ્યું, ‘તેની વિશેષતા એ છે કે તે કોઈપણ ડ્રોનને સરળતાથી કંટ્રોલ કરી શકે છે, જેના કારણે તેનું રિમોટ ધરાવનાર વ્યક્તિનું તેના પર કોઈ નિયંત્રણ રહેશે નહીં. આ (અનિચ્છનીય ડ્રોન) પછી અમારા નિયંત્રણમાં હશે અને અમે તેને જ્યાં જોઈએ ત્યાં લેન્ડ કરી શકીએ છીએ.

જાણો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું સમગ્ર શેડ્યૂલ

અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ લલ્લાના જીવનના અભિષેક માટે ઘણા ભક્તો બંધ પાંપણો સાથે બેઠા છે. સોમવારે રામ મંદિરના ગર્ભગૃહમાં બપોરે 12:15 થી 12:45 વાગ્યાની વચ્ચે ભગવાન રામલલાનો અભિષેક થવાની ધારણા છે. રામ લલ્લાના અભિષેક માટેનો શુભ સમય 84 સેકન્ડનો છે, જે 12:29 મિનિટ 8 સેકન્ડથી શરૂ થશે અને 12:30 મિનિટ 32 સેકન્ડ સુધી ચાલશે. 23 જાન્યુઆરીથી ભક્તો માટે મંદિરના દર્શનનો સમય સવારે 7 થી 11:30 અને પછી બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. રામ મંદિરમાં સવારે 6:30 વાગ્યે સવારની આરતી થશે, જેને શૃંગાર અથવા જાગરણ આરતી કહેવામાં આવે છે. આ પછી બપોરે ભોગ આરતી અને સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી થશે. આરતીમાં હાજરી આપવા માટે પાસ જરૂરી રહેશે.

22મી જાન્યુઆરીએ પૂજા આ ક્રમમાં થશે

સૌપ્રથમ નિત્ય પૂજન, હવન પારાયણ પછી દેવપ્રબોધન ત્યારબાદ પ્રતિષ્ઠા પૂર્વાકૃતિ, દેવપ્રાણ પ્રતિષ્ઠા, મહાપૂજા, આરતી, પ્રસાદોત્સર્ગા, ઉત્તરાંગકર્મ, પૂર્ણાહુતિ, આચાર્યને ગોદાન, કર્મેશ્વરપણમ, બ્રાહ્મણ ભોજન, પ્રતિષ્ઠા, બ્રાહ્મણ પુણ્ય, દાન, દાન, હવન. વગેરે સંકલ્પ, આશીર્વાદ અને પછી કર્મ પૂર્ણ થશે.

10 વાગ્યાથી મંગલ ધ્વનીનું ભવ્ય પ્રદર્શન થશે

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર અયોધ્યાની શ્રી રામ જન્મભૂમિ ખાતે ભક્તિભાવથી ભરપૂર આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સવારે 10 વાગ્યાથી ‘મંગલ ધ્વનિ’નું ભવ્ય વગાડવામાં આવશે. વિવિધ રાજ્યોના 50 થી વધુ મનમોહક સંગીતનાં સાધનો લગભગ 2 કલાક સુધી આ શુભ અવસરના સાક્ષી બનશે. અયોધ્યાના યતીન્દ્ર મિશ્રા આ ભવ્ય મંગલ વદનના આર્કિટેક્ટ અને આયોજક છે, જેમાં કેન્દ્રીય સંગીત નાટક એકેડમી, નવી દિલ્હીએ સહયોગ કર્યો છે. ટ્રસ્ટે કહ્યું છે કે ભગવાન શ્રી રામના સન્માનમાં વિવિધ પરંપરાઓને એક કરીને આ ભવ્ય કોન્સર્ટ દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.

કેમ્પસમાં પ્રવેશવા માટે તમારે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, ભગવાન રામલલા સરકારના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં પ્રવેશ ફક્ત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા જારી કરાયેલ એડમિટ કાર્ડ દ્વારા જ શક્ય છે. ફક્ત આમંત્રણ પત્ર મુલાકાતીઓને પ્રવેશ સુનિશ્ચિત કરશે નહીં. એન્ટ્રી ગેટ પરના QR કોડ સાથે મેચ કર્યા પછી જ પરિસરમાં પ્રવેશ શક્ય બનશે. અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક સમારોહ પહેલા ગુરુવારે બપોરે રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામલલાની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. મૈસૂર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની 51 ઇંચની મૂર્તિને ટ્રકમાં મંદિરમાં લાવવામાં આવી હતી.

PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા મહાનુભાવો 22 જાન્યુઆરીએ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપશે. PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે 11 દિવસ સુધી યમ-નિયમાસનું અવલોકન કરી રહ્યા હતા અને દેશના દક્ષિણ ભાગોમાં રામાયણ-સંબંધિત મંદિરોના આધ્યાત્મિક પ્રવાસ પર હતા, જે રવિવારે અરિચલ મુનાઈ નજીકના રામ મંદિરમાં પ્રાર્થના કરીને સમાપ્ત થઈ હતી.  તેમની વિશેષ ધાર્મિક પરંપરાના ભાગ રૂપે, પીએમ મોદી ફ્લોર પર ધાબળો પર સૂઈ રહ્યા છે અને માત્ર નારિયેળ પાણી પી રહ્યા છે. તે ગાયની પૂજા કરે છે અને ગાયની સેવા કરે છે. આ સિવાય તે ભોજન અને અન્ય વસ્તુઓનું દાન પણ કરી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર તે વસ્ત્રોનું દાન પણ કરી રહ્યો છે. તાજેતરમાં પીએમ મોદીએ મંદિરોને સાફ કરવાની પહેલ પણ શરૂ કરી હતી અને નાશિકમાં શ્રી કાલારામ મંદિરના પરિસરની સફાઈ કરી હતી.

એન્ટ્રી અને એક્ઝિટ ક્યાં હશે?

ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પત્રકારોને જણાવ્યું હતું કે મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશામાંથી અને બહાર નીકળવાનો માર્ગ દક્ષિણ દિશામાંથી હશે અને સમગ્ર મંદિરનું સુપરસ્ટ્રક્ચર ત્રણ માળનું હશે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે, પ્રવાસીઓ પૂર્વ બાજુથી 32 સીડીઓ ચઢશે. પરંપરાગત નાગારા શૈલીમાં બનેલું મંદિર સંકુલ 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે.

ઈસરોએ સેટેલાઈટથી તસવીર લીધી

હૈદરાબાદમાં ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની સેટેલાઇટ ઇમેજ જાહેર કરી છે. ISROએ રવિવારે અવકાશમાં ભારતીય રિમોટ સેન્સિંગ સેટેલાઇટથી લીધેલી તસવીર શેર કરી છે, જેમાં અયોધ્યામાં બની રહેલું ભવ્ય મંદિર દેખાઈ રહ્યું છે. ગયા વર્ષે 16 ડિસેમ્બરે લીધેલી તસવીરમાં દશરથ પેલેસ, અયોધ્યા રેલવે સ્ટેશન અને પવિત્ર સરયૂ નદી પણ દેખાઈ રહી છે.

આસામમાં ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા

આસામના નાગાંવ ક્ષેત્રના અંબાગન વિસ્તારમાં રવિવારે સાંજે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ટોળાએ ઘેરી લીધા હતા અને વિરોધ કર્યો હતો. ભીડમાં હાજર લોકોના હાથમાં પોસ્ટર હતા જેના પર રાહુલ ગાંધી, ‘ગોબેક’ લખેલું હતું. સમાચાર એજન્સી દ્વારા આ ઘટનાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ રાહુલ ગાંધીને ભીડમાંથી સુરક્ષિત બહાર કાઢી રહ્યા છે. વીડિયોમાં ભીડને નારા લગાવતા પણ સાંભળી શકાય છે.

 

બસ રોકવી પડી હતી

આ પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની બસને ભીડે રોકી હતી. ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા બસમાંથી ઉતરતા અને ભાજપના ઝંડા લઈને લોકોની ભીડ તરફ જતા જોઈ શકાય છે. જો કે, કોંગ્રેસના સાંસદો બસમાંથી નીચે ઉતર્યા કે તરત જ સુરક્ષાકર્મીઓ અને પાર્ટીના કાર્યકરો તેમને બસની અંદર લઈ ગયા.

ભીડે મોદી-મોદીના નારા લગાવ્યા હતા

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તેમના ભૂતપૂર્વ (પ્રથમ ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કેટલાક લોકો હાથમાં ભાજપના ઝંડા લઈને રસ્તા પર ઉભા જોવા મળે છે. રાહુલ ગાંધી જેવા લોકો પાસે પહોંચ્યા કે તરત જ ત્યાં ઉભેલા લોકોએ જય શ્રી રામ અને મોદી મોદીના નારા લગાવવા માંડ્યા.

 

 

 

રામલલ્લાના વધામણાંને આવકારવા અમદાવાદના આ દિવ્યાંગ યુવાન પણ સહભાગી થયો

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને પગલે સમગ્ર દેશ રામના રંગે રંગાયો છે. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ન માત્ર અયોધ્યા પરંતુ તમામ શહેર, નગર, અને ગામોમાં આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્યાતિભવ્ય આયોજનો થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેર પણ રામમય બન્યુ છે.

અમદાવાદના યુવાનો પણ રામલલ્લાના વધામણાંને આવકારવા થનગની રહ્યા છે. ઠેર-ઠેર યુવાનો દ્વારા અવનવા આયોજનો થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદના આ દિવ્યાંગ યુવાનની અનોખી રામભક્તિ તમને પણ પ્રેરણા આપશે. 25 વર્ષીય જય મહેશભાઈ ગાંગડીયાએ પોતાની આગવી ચિત્રકળાથી ‘જય શ્રી રામ’ નું સુંદર કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ અવસરે જય ગાંગડીયાએ ‘જય શ્રી રામ’નો નારો આપી ભગવાન શ્રી રામ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિશ્વ દિવ્યાંગજન દિવસે જય ગાંગડીયાને શ્રેષ્ઠ દિવ્યંગજન 2023નો નેશનલ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રોપદી મૂર્મુજીના હસ્તે પ્રાપ્ત થયો છે.

અમદાવાદના દિવ્યાંગ યુવાને આયોધ્યા ખાતે રામરક્ષા સ્ત્રોત કંઠસ્થ કરી સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું

આજે વાત કરીશું અમદાવાદના એવા દિવ્યાંગ યુવાનની કે જેણે શહેરને ગૌરવ અપાવ્યું છે. 17 વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યાસ કે જે લખી કે વાંચી શકતો નથી તથા પોતાની દૈનિક દિનચર્યા પણ જાતે કરી શકતો નથી. પરંતુ કુદરતી બક્ષિસના કારણે ઓમ સાંભળીને સંસ્કૃતના અનેક શ્લોકો બોલી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઓમને સંસ્કૃતના હજારો શ્લોકો મોઢે કંઠસ્થ છે.

આયોધ્યા ખાતે 22 જાન્યુઆરીએ આયોજિત થનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે યોજાયેલ રામકથાના ભાગરૂપે સમગ્ર દેશભરમાંથી 75 જેટલા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ દિવ્યાંગ લોકોમાં ઈશ્વરે ભેટ રૂપે આપલી કંઇક ને કંઇક ખૂબીઓ સમાયેલી હતી. વિવિધ ક્ષેત્રમાં નિપુણતા કેળવેલા આ દિવ્યાંગ યુવાનોએ સુંદર પરફોર્મન્સ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

જેમાં અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે રામરક્ષા સ્ત્રોત સુંદર રીતે કંઠસ્થ કર્યા હતા. ઓમના આ પરફોર્મન્સથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઓમના આ ટેલેન્ટના કારણે રામાનંદ મિશનના સંસ્થાપક પદ્મવિભૂષણ જગદગુરુ રામાનન્દાચાર્યજી મહારાજ દ્વારા 15 જાન્યુઆરીના રોજ યોજાયેલ રામકથામાં રામરક્ષા શ્લોકનું કઠન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે અત્યાર સુધી 400થી પણ વધુ શો કર્યા છે જેમાં કાંકરિયા કાર્નિવલ, નવરાત્રી, ભાદરવી પૂનમ અંબાજી ખાતે, સોમનાથ મંદિર ખાતે જેવી અનેક ખ્યાતનામ જગ્યાએ પરફોર્મન્સ કર્યા છે. ઓમને અનેક વાર એવોર્ડ્સ, મેડલ્સ, ટ્રોફી, સર્ટિફિકેટ થી સન્માનિત કરવામાં આવ્યો છે. ઓમના આ ટેલેન્ટના કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ, ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડસ જેવી અલગ અલગ 18 બુક્સમાં નામ નોમીનેટ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમ વ્યાસને 2017માં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા ‘નેશનલ એવોર્ડ’ એનાયત કરાયો હતો.