પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ત્રીજા લગ્ન પર સાનિયા મિર્ઝાના પરિવાર તરફથી પહેલીવાર સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. અને આ સાથે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચારને પણ સમર્થન મળ્યું છે. સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં એ પણ ખુલાસો થયો છે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના ઘણા સમય પહેલા છૂટાછેડા થઈ ગયા હતા.
સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ એક પોસ્ટ કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, સાનિયાએ હંમેશા તેના અંગત જીવનને જાહેર પ્લેટફોર્મથી અલગ રાખ્યું છે. પણ હવે એવો પ્રસંગ આવ્યો છે જ્યારે બધું જ કહેવાની જરૂર છે. અમે જણાવવા માંગીએ છીએ કે શોએબ અને સાનિયાના થોડા મહિના પહેલા જ છૂટાછેડા થયા હતા. હવે સાનિયાએ શોએબને તેના નવા જીવન માટે અભિનંદન પાઠવ્યા છે.
અનમ મિર્ઝાએ એક નિવેદન બહાર પાડ્યું
અનમ મિર્ઝાના નિવેદનમાં આગળ લખ્યું છે કે અમે સાનિયાના જીવનની આ ભાવનાત્મક ક્ષણમાં તેની સાથે છીએ, અમે તમામ ચાહકો અને પ્રિયજનોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અટકળો ન કરે અને ગોપનીયતાનું સન્માન જાળવે. મિર્ઝા પરિવાર અને ટીમ સાનિયા તરફથી અપીલ. તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. તેમનો સંબંધ લગભગ 14 વર્ષ સુધી ચાલ્યો, તેઓ કેટલાક સમયથી અલગ રહેતા હતા અને છૂટાછેડાની અટકળો સતત ચાલી રહી હતી. દરમિયાન શોએબ મલિકના લગ્નના સમાચાર સામે આવ્યા હતા, શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. સાનિયા અને શોએબને એક પુત્ર ઇઝાન પણ છે, જે છૂટાછેડા પછી દુબઈમાં રહેશે.
દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.
——————————————————————————————————
આ વિવાદ આમ તો પાંચસો વર્ષથી ચાલ્યો આવે છે, પણ ૧૯૮૯ પછીનો ઘટનાક્રમ ઝડપી તેમ જ નાટકીય છે. ‘ચિત્રલેખા’એ ૧૯૮૯થી અયોધ્યા સંબંધિત અનેક ઘટનાનું રિપોર્ટિંગ કર્યું છે. અયોધ્યાથી લઈને દિલ્હી, લખનઉ, મુંબઈ, અમદાવાદ કે ગુજરાતનાં અન્ય સ્થળોમાંથી પણ ‘ચિત્રલેખા’ના પત્રકારોએ સતત રામજન્મભૂમિ આંદોલનની માહિતી વાચકોને પીરસી છે. અહીં સંક્ષિપ્તમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો અથથી ઈતિ સુધીનો સાલવાર ઘટનાક્રમ રજૂ કર્યો છે.
૧૫૨૮: મોગલ સમ્રાટ બાબરના સેનાપતિ મીર બાકીએ બે લાખની સેના સાથે અયોધ્યા પર આક્રમણ કર્યું ત્યારે પડખેના રજવાડાના મહારાજાએ ૧૭ દિવસ પ્રતિકાર કર્યો હતો. એમની વીરગતિ પછી જ બાકીએ મંદિર તોડીને એના સ્થાને મસ્જિદનું નિર્માણ કરાવ્યું, જે બાબરી મસ્જિદ તરીકે ઓળખાઈ. ત્યાર પછી ઔરંગઝેબના કાળ સુધી વખતોવખત મોગલ સેના અને હિંદુ રાજાઓ વચ્ચે છમકલાં થતાં રહ્યાં.
૧૮૫૮: સ્થાનિક પોલીસે નોંધ્યા મુજબ પચ્ચીસેક નિહંગ શીખો બાબરી મસ્જિદમાં ઘૂસી ગયેલા અને દિવસો સુધી હવન કર્યો હતો. સાથે દીવાલોને રામનામથી ભરી દીધી હતી.
૧૮૫૯: બાબરી મસ્જિદના આસપાસના કેટલાક વિસ્તારમાં મસ્જિદના વિવાદને કારણે કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. સમાધાનના ભાગ રૂપે ૧૮૫૯માં બ્રિટિશરોએ બાબરી ફરતે વાડ ઊભી કરાવી હતી. નિયમ એવો બનાવ્યો કે મસ્જિદનો અંદરનો ભાગ મુસલમાનો ઉપયોગમાં લઈ શકશે અને બહારના ભાગે હિંદુઓ પૂજા કરી શકશે.
૧૮૮૫: આ વર્ષે મહંત રઘુબર દાસે પ્રથમ વાર મસ્જિદને અડીને આવેલા રામ ચબૂતરા પર મંદિર બનાવવાની પરવાનગી માગતો કેસ દાખલ કર્યો હતો, પણ ફૈઝાબાદના મેજિસ્ટ્રેટે એ નકાર્યો. મહંતે પછી નવો કેસ દાખલ કરીને બાબરી મસ્જિદના ફળિયામાં મંદિર બનાવવાની માગ કરી હતી, જે પણ નકારવામાં આવી.
૧૯૪૯-૧૯૫૧: ૧૫૨૮થી ૧૯૧૪ સુધી રામજન્મભૂમિ માટે ૭૬ નાનાં-મોટાં યુદ્ધ કે છમકલાં કે ઘર્ષણ થયાં. ૧૯૪૯ના અંતે કોઈ હિંદુએ રાતોરાત વિવાદિત સ્થળે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા શરૂ કરી દીધી. ઘણા કહે છે કે એ મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ હતી. અબુ બકર નામનો ચોકીદાર રામલલ્લાની મૂર્તિ કઈ રીતે પ્રગટ થઈ એનો ખુલાસો કરી શક્યો નહોતો. ૧૯૫૦માં ગોપાલસિંહ અને પરમહંસ રામચંદ્ર દાસે ફૈઝાબાદ કોર્ટમાં બે અરજી દાખલ કરીને રામ ભગવાનની મૂર્તિની પૂજા કરવાની પરવાનગી માગી હતી. કોર્ટે એમની વાત માન્ય રાખી અને સાથે જણાવ્યું કે મસ્જિદનો અંદરનો ભાગ બંધ રહેશે. જો કે મુસ્લિમોના વિરોધને કારણે ૧૯૫૧માં સત્તાવાળાએ એ ઓરડાને તાળું મારી દીધું. પૂજા કરવાની પરવાનગી સરકારે નીમેલા એક પૂજારીને આપી.
૧૯૬૧: ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે મસ્જિદ અને એની બાજુનો વિસ્તાર કબ્રસ્તાન હોવાની દલીલ કરતી અરજી દાખલ કરી.
૧૯૭૬-૧૯૭૭: આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ બી.બી. લાલની આગેવાનીમાં નિષ્ણાતોની ટુકડીએ વિવાદિત સ્થળે ખોદકામ કરીને જૂના મંદિરના ૧૨ સ્તંભ શોધી કાઢ્યા હતા, જે આ સ્થળ ભૂતકાળમાં હિંદુ મંદિર હતું એ પુરવાર કરતા સજ્જડ પુરાવા હતા. આવાં વધુ ખોદકામ પછીનાં વર્ષોમાં પણ થયાં, જેમાં વધુ ચિહ્નો મળી આવ્યાં હતાં.
૧૯૮૩-૧૯૮૪: ૧૯૮૩માં કોંગ્રેસના એક નેતા દાઉ દયાલ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં એક સભાને સંબોધિત કરતી વખતે અયોધ્યા, મથુરા અને કાશી પર ફરીથી દાવો કરવાની હાકલ કરી. ૧૯૮૪માં વિશ્ર્વ હિંદુ પરિષદે રામજન્મભૂમિ ચળવળ ચલાવવા માટે સેના રચી, જેના સેનાપતિ લાલકૃષ્ણ અડવાણીને બનાવવામાં આવ્યા. એ જ વર્ષે બિહારના સીતામઢીથી રામ-જાનકી રથયાત્રા શરૂ કરવામાં આવી.
૧૯૮૯: હિંદુઓને રાજી રાખવા રાજીવ ગાંધીએ વિશ્ર્વ હિંદુ પરિષદને વિવાદિત જમીન નજીક શિલાન્યાસવિધિ કરવાની મંજૂરી આપી હતી. વિશ્ર્વ હિંદુ પરિષદના અશોક સિંઘલે ગામેગામથી શિલાન્યાસ માટે ઈંટ એકઠી કરવાનું, બે હજારની વસતિદીઠ એક ઈંટ પૂજન કરીને અયોધ્યા મોકલાવવાનું આયોજન કર્યું. ગુજરાતે ૩૦ સપ્ટેમ્બરથી ૨૩ ઑક્ટોબર સુધીમાં ૨૦,૦૦૦ ઈંટ મોકલવાનો સંકલ્પ કરેલો, જે સમય પહેલાં જ પૂરો થયેલો. ગુજરાતમાં પ્રમુખ સ્વામી, મોરારિબાપુ, ડોંગરે મહારાજ અને ૧૦૮ પાર્શ્ર્વનાથ જિનાલયના આચાર્ય પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજે પણ રામશિલાનું પૂજન કર્યું હતું.
ગુજરાતમાં શોભાયાત્રા-શિલાપૂજનના કાર્યક્રમમાં હુલ્લડો પણ થયાં, જેમાં દસેકનાં મોત થયેલાં. પોલીસ અધિકારી, કલેક્ટર સહિત ઘણા સરકારી કર્મચારીએ બિનધાસ્ત પૂજા કરી હતી. અમુક કોંગ્રેસી અને મુસ્લિમો પણ શિલાપૂજનમાં સામેલ થયેલા. મુંબઈમાં કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ મુરલી દેવરાના ઉદ્યોગપતિ ભાઈએ શિલાપૂજન માટે તગડું ડોનેશન આપ્યું હતું. એ વખતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યક્રમનો વિરોધ કરેલો. એમને સરકારી સંત તરીકે બદનામી પણ મળી હતી. મજાની વાત એ કે કાંચીકામકોટિ પીઠના તત્કાલીન શંકરાચાર્ય ચંદ્રશેખર સરસ્વતીએ સૌથી પહેલી ઈંટની પૂજા કરી હતી.
બિન-વિવાદિત સ્થળે શિલાન્યાસ અને ભૂમિપૂજન વખતે બજરંગ દળના છ હજાર કાર્યકરો અને ૧૦,૦૦૦ ભગવાધારી સાધુઓના રહેવા માટે ૧૦૦ એકરમાં રામનગરી બનાવવામાં આવી હતી. આખા અયોધ્યામાં તલવાર નિકલેગી મ્યાન સે… મંદિર બનેગા શાન સે તથા કસમ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે… જેવાં સૂત્રો પોકારાતાં હતાં. રામનગરીમાં ઘૂસી ગયેલા મુસ્લિમો અને સામ્યવાદી પક્ષના કાર્યકરોની સારી પેઠે ધુલાઈ પણ થઈ હતી. એ વખતે અર્ધલશ્કરી દળોની ૧૦૦ કંપની અયોધ્યામાં તૈનાત હતી. બિહારના કામેશ્ર્વર ચૌપાલ નામના દલિત રામભક્ત દ્વારા સૂચિત મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. એ જ વર્ષે અયોધ્યા મામલાને લગતા તમામ મામલા અલાહાબાદ હાઈ કોર્ટમાં લઈ જવામાં આવ્યા, જેમાં એક નવો કેસ રામલલ્લા વિરાજમાનના નામે પણ ઉમેરાયો હતો.
૧૯૯૦: લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. રામરથને રોકવા માટે લાલુપ્રસાદ યાદવે બિહારના સમસ્તીપુરમાં અડવાણીની ધરપકડ કરાવીને એમને હેલિકૉપ્ટરમાં ડુમકા લઈ ગયા. અડવાણીજી થોડા દિવસમાં છૂટી ગયા, પણ રથયાત્રાનો અંત આવ્યો. એ પછી અયોધ્યામાં કારસેવા માટે હજારો હિંદુઓ એકઠા થયા ત્યારે મુખ્ય મંત્રી મુલાયમસિંહ યાદવની સરકારે એમના પર ગોળીબાર કરાવ્યો, જેમાં ૨૮ કારસેવક મૃત્યુ પામ્યા. પરિણામે ભારતમાં ઘણી જગ્યાએ કોમી રમખાણ થયાં.
એ દરમિયાન એવું પણ બહાર આવેલું કે કેન્દ્રમાં ભાજપના ટેકાથી જનતા દળના વી.પી. સિંહની સરકાર (ડિસેમ્બર, ૧૯૮૯થી નવેમ્બર, ૧૯૯૦) હતી ત્યારે બાબરી મસ્જિદ ઍક્શન કમિટી વતી જાવેદ હબીબે મસ્જિદનો વચ્ચેનો ગુંબજ, જ્યાં રામજન્મભૂમિ હોવાનું કહેવાય છે એ હિંદુઓને મંદિર બનાવવા સોંપીને બાકીના બે ગુંબજ મસ્જિદ તરીકે જાળવવાની દરખાસ્ત વી.પી. સિંહ સમક્ષ મૂકીને ભાજપનો દાણો દાબી જોવાનું કહ્યું હતું, પણ વી.પી. સિંહ આ દરખાસ્ત પર ચપ્પટ બેસી ગયા અને એમની સરકાર જતાં આ વાત પણ પડી ભાંગી.
૧૯૯૨: સપ્ટેમ્બરમાં વિશ્ર્વ હિંદુ પરિષદે સમગ્ર ભારતમાં શ્રીરામ પાદુકાપૂજનનું આયોજન કર્યું. છ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે ભારતભરમાંથી આવેલા આશરે દોઢ લાખ કારસેવકોએ બાબરી મસ્જિદની ઘેરાબંધી કરી અને મસ્જિદના સંપૂર્ણ માળખાને જમીનદોસ્ત કરી દીધું. બાબરીધ્વંસની ન્યાયિક તપાસ માટે ૧૬ ડિસેમ્બરે લિબરહાન કમિશન રચવામાં આવ્યું.
૧૯૯૩: પી.વી. નરસિંહ રાવની સરકારે અયોધ્યાની કુલ ૬૭.૭ એકર જમીન કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ લીધી, જેને બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદનના અયોધ્યા ઍક્ટ, ૧૯૯૩ થકી કાયદેસર કરવામાં આવી.
૨૦૦૨: ૨૭ ફેબ્રુઆરીએ અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોની ટ્રેન પર ગોધરામાં કેટલાક સ્થાનિક મુસલમાનોએ હુમલો કરીને એક કમ્પાર્ટમેન્ટને આગ લગાડી, જેમાં ૫૮ કારસેવકો જીવતાં ભૂંજાઈ ગયા. પછી ગુજરાતભરમાં થયેલાં રમખાણોમાં બન્ને પક્ષે હજારથી વધુ લોકો માર્યા ગયા. એ જ વર્ષે એપ્રિલમાં અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે રામમંદિર વિવાદના કેસની સુનાવણી શરૂ કરી.
૨૦૦૩: ભારતીય પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓએ હાઈ કોર્ટના નિર્દેશ અનુસાર તપાસ કરી રિપોર્ટ રજૂ કર્યો કે બાબરી મસ્જિદ જે જગ્યાએ ઊભી હતી ત્યાં દસમી સદીના મંદિરના અવશેષ મળી આવ્યા છે.
૨૦૦૯: અગાઉ માત્ર ત્રણ મહિના માટે રચાયેલા લિબરહાન કમિશને ૧૭ વર્ષ બાદ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી, કલ્યાણસિંહ, પ્રમોદ મહાજન, ઉમા ભારતી, ગિરિરાજ કિશોર, અશોક સિંઘલ, બાળાસાહેબ ઠાકરે, વગેરેને બાબરીધ્વંસ અને પછીનાં કોમી રમખાણો માટે જવાબદાર ગણાવ્યાં.
૨૦૧૦: સપ્ટેમ્બરમાં અલાહાબાદ હાઈ કોર્ટે રામજન્મભૂમિની જમીનને ત્રણ સરખા ભાગે વિભાજિત કરવાનો ચુકાદો આપ્યો, જેમાંથી એક ભાગ રામજન્મભૂમિ માટે નિર્મોહી અખાડાને, બીજો ભાગ મસ્જિદ માટે સુન્ની વક્ફ બોર્ડને અને ત્રીજો ભાગ રામલલ્લા માટે હિંદુ મહાસભાને આપવાનો વિચિત્ર નિર્ણય હતો, જેની સામે બધા પક્ષો સુપ્રીમ કોર્ટમાં ગયા અને સ્ટે મેળવી લીધો.
૨૦૧૬: ભાજપના નેતા સુબ્રમણ્યન્ સ્વામીએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની ઈચ્છા સાથે સુપ્રીમ કોર્ટમાં વધુ એક કેસ દાખલ કર્યો, જેને કારણે ખટલો થોડો ગૂંચવાઈ ગયો અને લંબાઈ પણ ગયો.
૨૦૧૯: ૧૪ ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં ૧૦ ડિસેમ્બર સુધી ૧૪૪ની કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો. નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં વિવાદિત સ્થળને રામજન્મસ્થાન તરીકે માન્ય રખાયું, એનો કબજો ભારત સરકાર દ્વારા ચરિત ટ્રસ્ટને સોંપવાનો તથા મસ્જિદના નિર્માણ માટે ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જગ્યા અન્યત્ર ફાળવવાનો સરકારને આદેશ આપ્યો.
૨૦૨૦: પાંચ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર માટે ભૂમિપૂજન કર્યું.
૨૦૨૪: આનુષંગિક વિધિઓ પૂરી કર્યા પછી બાવીસ જાન્યુઆરીએ બપોરે ૧૨:૨૦ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભુ શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં એક વિમાન ક્રેશ થયું છે. અફઘાનિસ્તાન મીડિયાએ જણાવ્યું કે તે ભારતીય વિમાન હતું અને મોસ્કો જઈ રહ્યું હતું. જોકે, ભારત સરકારનું કહેવું છે કે આ વિમાન ભારતનું નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં ગત રાત્રે જે વિમાન ક્રેશ થયું તે ભારતીય નથી. ડીજીસીએના અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ ભારતીય વિમાન નથી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બદખશાન પ્રાંતના પહાડોમાં ક્રેશ થયેલું પ્લેન રશિયાનું હતું.
“The unfortunate plane crash that has just occurred in Afghanistan is neither an Indian Scheduled Aircraft nor a Non Scheduled (NSOP)/Charter aircraft. It is a Moroccan registered small aircraft. More details are awaited,” posts @MoCA_GoI. pic.twitter.com/5dIbG9TyuR
મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે અફઘાનિસ્તાનમાં જે દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટના થઈ છે તે ભારતીય વિમાન નથી. આ વિમાન રશિયામાં નોંધાયેલું હતું. ભારતની જે ફ્લાઈટ દિલ્હીથી મોસ્કો ગઈ હતી તે આજે મોસ્કોમાં લેન્ડ થઈ છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં કુલ 6 લોકો સવાર હતા જેમાંથી 6 મુસાફરો હતા.
રશિયન ઉડ્ડયન અધિકારીઓનું કહેવું છે કે શનિવારે સાંજે એક રશિયન વિમાન અફઘાનિસ્તાન ઉપર રડારથી ગાયબ થઈ ગયું હતું. વિમાનમાં 6 લોકો સવાર હતા. આ એરક્રાફ્ટ ફ્રાંસનું ડેસોલ્ટ ફાલ્કન 10 જેટ હતું. આ એક ચાર્ટર પ્લેન હતું જે ભારતથી મોસ્કો થઈને ઉઝબેકિસ્તાન જઈ રહ્યું હતું. ભારત સરકારે એ પણ જાણકારી આપી કે અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું તે એર એમ્બ્યુલન્સ હતું. થાઈલેન્ડથી રશિયા જતી વખતે ગયા એરપોર્ટ પર વિમાનમાં ઈંધણ ભરાયું હતું.
ઘટના અંગે માહિતી આપતા બદખ્શાનમાં તાલિબાનના માહિતી અને સંસ્કૃતિના વડા ઝબીહુલ્લા અમીરીએ જણાવ્યું હતું કે વિમાન ઝેબક જિલ્લાના આર્ટિલરી વિસ્તારમાં ક્રેશ થયું હતું. અધિકારીએ જણાવ્યું કે અકસ્માતની તપાસ માટે એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
જ્યારે રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિરનું ઉદ્ઘાટન સોમવારે એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજ યુપીના અયોધ્યામાં થશે, ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ રામ લલ્લાની શોભાયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. AAP નેતાના જણાવ્યા અનુસાર, સમગ્ર દિલ્હીમાં સરઘસ કાઢવામાં આવશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી સમગ્ર દિલ્હીમાં ભંડારાનું પણ આયોજન કરશે. શોભાયાત્રા અને ભંડારામાં પાર્ટીના મોટા નેતાઓ પણ ભાગ લેશે.
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ તમામ સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. આ સંદર્ભમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના એલજી વિનય સક્સેનાને પ્રસ્તાવ મોકલ્યો હતો. શનિવારે એલજીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અડધા દિવસની રજાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. એલજી તરફથી રજાની મંજૂરી મળ્યા બાદ દિલ્હી સેવા વિભાગના વિશેષ સચિવે આ અંગે જરૂરી આદેશો જારી કર્યા હતા.
.@ArvindKejriwal सरकार द्वारा 3 दिन तक बहुत सुंदर राम लीला का आयोजन किया गया है।
6 दशकों से ज्यादा से श्री राम भारतीय कला केंद्र इस रामलीला का प्राइवेट आयोजन करा रही है, टिकट पर
इस बार दिल्ली सरकार द्वारा sponsored ये आयोजन है जिससे निःशुल्क सभी लोग इसका आनंद उठा सकें।
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના મહત્વને ધ્યાનમાં રાખીને સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર 20 જાન્યુઆરીથી શનિવારથી ત્રણ દિવસીય ભવ્ય રામલીલાનું આયોજન કરી રહી છે. આજે દિલ્હીના સીએમ પોતે રામલીલા જોવા પહોંચશે. દિલ્હી સરકાર દ્વારા ITO નજીક સ્થિત પ્યારેલાલ ઓડિટોરિયમમાં 22 જાન્યુઆરી સુધી રામલીલાનું આયોજન કરવામાં આવશે. ખાસ રામલીલા બધા માટે મફત છે. શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર દ્વારા સાંજે 4 થી 7 કલાક સુધી રામલીલાનું લાઈવ મંચન કરવામાં આવશે.
હિમાચલમાં આવતીકાલે આખો દિવસ રજા છે
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત આસામ, છત્તીસગઢ, ઓડિશા, હરિયાણા, રાજસ્થાન સહિત અન્ય રાજ્ય સરકારોએ પણ સરકારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજાની જાહેરાત કરી છે. હવે હિમાચલ પ્રદેશની સુખુ સરકારે પણ 22 જાન્યુઆરી 2024ના રોજ આખા દિવસની રજા જાહેર કરી છે.
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.
આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનું આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સંભાળવા મળી શકે કે લાભની વાત સંભાળવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું, કામકાજમાં મહેનત કરતા ઓછું ફળ મળે, જીવનસાથે ખોટી વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે ,ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમાં કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મેહનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રના કામકરનારવર્ગમાં નવીનતા જોવા મળે, તમે જુનાકામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.
દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.
——————————————————————————————————
રામજીની લીલા ન્યારી એટલા માટે છે કે ત્રેતાયુગમાં એમણે 14 વર્ષનો વનવાસ વેઠ્યા પછી અયોધ્યામાં 11,000 વર્ષ શાસન કર્યું. હવે કળિયુગમાં પાંચસો કરતાં વધુ વર્ષ ઘર વિના રહ્યા પછી રામજી એવા મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેનું 2500 વર્ષ ટકી શકે એ પ્રમાણેનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. દેખીતી વાત છે કે માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર જગતના હિંદુઓ માટે યુગપ્રવર્તક ગણાય એવી પ્રાણપ્રતિષ્ઠાનો આ અવસર હોવાથી અયોધ્યા નગરીની ધરમૂળથી કાયાપલટ કરવામાં આવી છે. તો ચાલો, જઈએ અવધપુરીની નગરચર્યાએ…
અયોધ્યા જિલ્લામાં સિવિલ લાઈન્સની નિવાસી અને નોઈડાની બીટેક કૉલેજમાં ફાઈનલ વર્ષમાં ભણતી 21 વર્ષી નિહારિકા શર્મા એક વર્ષ પછી, હમણાં નાતાલના વૅકેશનમાં અયોધ્યાના સઆદતગંજ વિસ્તારમાં પહોંચી ત્યારે એનું મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું.
સઆદતગંજની સાંકડી અને ટ્રાફિકથી ખદબદતી સડક એકદમ પહોળી થઈ ગઈ હતી. બન્ને તરફ ચમકદાર ફૂટપાથે રાહદારીઓને મોકળાશથી ચાલવાની સગવડ આપી હતી. પર્યાપ્ત પ્રકાશ આપતી સ્ટ્રીટ લાઈટ તથા ચોકમાં પ્રણામની મુદ્રામાં મુકાયેલી ત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા આ નગરીને એક નવો લુક આપતી હતી. રોમાંચિત થઈને નિહારિકાએ પેલા નવા પૂતળા નીચે ઊભાં રહીને સેલ્ફી લઈ એ ફોટો મિત્રોને મોકલીને પૂછ્યું: બોલો, હું ક્યાં છું?
નિહારિકા હસીને ચિત્રલેખા.કોમ ને કહે છે: ‘મારા એકેય દોસ્ત ન કહી શક્યા કે હું અયોધ્યામાં છું. મેં એમને અયોધ્યાની કાયાપલટની વાત કરી તો બધાએ ઉનાળાના વૅકેશનમાં અયોધ્યા આવવાનું પ્લાનિંગ કરી લીધું.’
રામજન્મભૂમિ સ્થળે નિર્માણાધીન રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ થવાની છે ત્યારે અયોધ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પૂરપાટ ઝડપે થયેલો વિકાસ લોકોને અચંબિત કરી રહ્યો છે. સઆદતગંજના પહોળા થયેલા માર્ગની જ વાત કરીએ તો નયા ઘાટ સુધી જતો આશરે ૧૩ કિલોમીટરનો રામ પથ નામનો આ રસ્તો માત્ર ૧૦ મહિનામાં તૈયાર થયો છે. આ માર્ગ નવનિર્મિત ધર્મ પથ, ભક્તિ પથ અને રામજન્મભૂમિ પથ સાથે જોડાઈને દર્શનાર્થીઓના પ્રવાસને ન માત્ર સુગમ બનાવી રહ્યો છે, પણ એમને અનેરો સંતોષ આપી રહ્યો છે.
2022માં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના આંતરિક રસ્તાના કાયાકલ્પની એક મોટી યોજનાને મંજૂરી આપી હતી. ત્યાર પછી અયોધ્યાના મહાપાલિકા કમિશનર ગૌરવ દયાલ, જિલ્લાધીશ નીતિશ કુમાર, અયોધ્યા વિકાસ પ્રાધિકરણના ઉપાધ્યક્ષ વિશાલસિંહ સાથે અધિકારીઓની ટીમે અયોધ્યાને અત્યાધુનિક ઈન્ફ્રાથી શણગારવાનું કામ માથે લીધું. અયોધ્યાના હોટેલિયર કંવલજિત સિંહ કહે છે: ‘કલાકો સુધી વીજળીની અનુપસ્થિતિ, નાળાંઓની અનિયમિત અને અપૂરતી સફાઈ, રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ, સડકના નામ પર સિંગલ લેનના ખાડાગ્રસ્ત રસ્તા અને એના પર કાચબાની ગતિથી વહેતો ટ્રાફિક અયોધ્યાની ઓળખ હતાં, પણ ૨૦૧૭ પછી અયોધ્યાના વિકાસે જે તેજી પકડી એ યોગીજી સરકારના અયોધ્યા માટેના આધ્યાત્મિક લગાવને કારણે જ શક્ય બની છે.’
અયોધ્યામાં રામ કી પૈડીથી નયા ઘાટ ચોક સુધી જે ર્જીણોદ્ધાર અને સૌંદર્યીકરણનું કામ થયું એને સુરસમ્રાજ્ઞી લતા મંગેશકરને સમર્પિત કરીને લતા ચોક નામ આપવામાં આવ્યું. અહીં એક મોટા કદની વીણા સ્થાપિત કરવામાં આવી છે. સપ્ટેમ્બર, ૨૦૨૨માં લોકાર્પણ પામેલો આ ચોક અયોધ્યાનો પહેલો સેલ્ફી પૉઈન્ટ પણ છે. ૩૦ ડિસેમ્બરે અયોધ્યાના ઍરપોર્ટ તથા નવા રેલવેસ્ટેશનના ઉદ્ઘાટન માટે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં સેલ્ફી લીધી હતી. આ રસ્તો સિંગલ લેનમાંથી ફોર લેન બન્યો છે. ૧૩ કિલોમીટર લાંબા રામ પથ તથા બે કિલોમીટર લાંબા ધર્મ પથનું મિલનસ્થળ પણ અહીં જ છે. લખનઉ-ગોરખપુર હાઈ-વે પર સરયૂ નદીની પહેલાં રામ કી પૈડી તરફ જતી સડક હવે ધર્મ પથ નામે ઓળખાય છે. રસ્તાની બન્ને તરફ પ્રસ્થાપિત સૂર્યસ્તંભ આ પથને ગરિમામયી બનાવે છે. ફૂટપાથની ભીંતો પર રામાયણના પ્રસંગોનાં ચિત્ર છે.
બીજી તરફ, રામ પથને હનુમાન પથ સાથે જોડતો ભક્તિ પથ 14 મીટર પહોળો થઈ ગયો છે. આ માર્ગ પરની ઈમારતો, ભવનોને સિંદૂરી રંગથી સજાવાયાં છે. ભક્તિ પથ એ આ પ્રદેશનો પહેલો વ્હાઈટ ટૉપિંગ રોડ છે. રામ પથ પરની બિરલા ધર્મશાળા પાસેથી નીકળીને રામજન્મભૂમિ જનારા રસ્તાએ હવે એક કોરિડોરનું સ્વરૂપ લીધું છે. એનું ભવ્ય પ્રવેશદ્વાર નિર્માણના અંતિમ ચરણમાં છે. અહીંથી માત્ર અડધો કિલોમીટર ચાલીને જન્મભૂમિ સુધી પહોંચી જવાશે. ૧૩ કિલોમીટર લાંબા રામ પથની બન્ને તરફની ઈમારતોને હળવા પીળા તથા ક્રીમ રંગે સજાવવામાં આવી છે. આખા રસ્તાને કલરફુલ લાઈટથી સુશોભિત કરવામાં આવ્યો છે.
અયોધ્યાના મહાપાલિકા કમિશનર ગૌરવ દયાલ કહે છે: ‘આશરે 13 કિલોમીટર લાંબી સડકનું નિર્માણ આટલા ઓછા સમયમાં ભારતમાં પહેલી વાર થયું છે. આ કાર્ય માટે અમે આખા માર્ગને અલગ અલગ સેક્ટરમાં વિભાજિત કરીને દરેક માટે જુદા નોડલ અધિકારી નીમ્યા હતા. રાત-દિવસ બધાનું મૉનિટરિંગ કર્યું ત્યારે એને સમયસર પૂરી કરી શક્યા.’
અયોધ્યામાં રામ પથ, ધર્મ પથ, ભક્તિ પથ અને રામજન્મભૂમિ પથને ફસાડ લાઈટિંગ, મ્યુરલ પેન્ટિંગ, વિન્ટેજ વિક્ટોરિયન સોલાર ટેલ લૅમ્પ, આર્ક લૅમ્પ, પેવમેન્ટ, ઈનલૅન્ડ ડ્રેનેજ, કૉન્ક્રીટ લેઆઉટ કેરિયજ તથા ગ્રીનરી ઈનેબલ્ડ ડિવાઈડરથી સજાવવામાં આવ્યા છે. સીસીટીવી સર્વેલન્સથી ટ્રાફિક પર નજર અને નિયંત્રણ રાખવામાં આવે છે. આ માર્ગો બાવીસ જાન્યુઆરી પછી અયોધ્યા જનારા રામભક્તોને જરૂર અચંબિત કરશે.
આ ડેવલપમેન્ટની શરૂઆત ક્યારથી થઈ એના ફ્લૅશ-બૅકમાં જઈએ તો નવેમ્બર, ૨૦૧૯માં રામલલ્લાના હકમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી પાંચ ફેબ્રુઆરી, 2020ના દિવસે કેન્દ્ર સરકારે કોર્ટના આદેશાનુસાર શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી હતી. પાંચ ઓગસ્ટ, 2020ના દિને વડા પ્રધાને રામમંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે એ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી નાનકડી દેરી જેવું અસ્થાયી મંદિર બન્યું ત્યાર બાદ રામલલ્લાનાં દર્શને પહોંચનારા પહેલા વડા પ્રધાન બન્યા. વચ્ચેના ગાળામાં મોદીએ ઔર બે વખત અયોધ્યાની મુલાકાત લીધી તો ૩૦ ડિસેમ્બર, 2023ના દિને મોદી ચોથી વાર અયોધ્યા પહોંચ્યા અને હવે બાવીસ જાન્યુઆરીએ પાંચમી વખત પહોંચશે. બીજી તરફ, માર્ચ, 2017માં મુખ્ય પ્રધાન બન્યા પછી ગોરક્ષપીઠના વર્તમાન પીઠાધીશ્ર્વર યોગી આદિત્યનાથે અત્યાર સુધી ૬૦ વાર અયોધ્યાની મુલાકાત લીધી છે, જે દેખીતી રીતે સૌથી વધુ છે. ઑક્ટોબર, 2017માં યોગીજીએ અયોધ્યા જે જિલ્લામાં છે એ ફૈઝાબાદનું નામ પણ બદલીને અયોધ્યા કરી નખાવ્યું હતું.
શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આંદોલનના એક પ્રણેતા દિવંગત અશોક સિંઘલની ઈચ્છા અનુસાર મંદિરના બાંધકામનો કૉન્ટ્રેક્ટ લાર્સન ઍન્ડ ટુબ્રો કંપનીને આપ્યો. મંદિરનિર્માણ માટે 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયાનું દાન ઉઘરાવવાનું લક્ષ્ય ટ્રસ્ટે રાખ્યું હતું, પણ 18 કરોડથી વધુ લોકોએ 3200 કરોડથી વધુની નિધિથી રામલલ્લાની તિજોરી છલકાવી દીધી. આ રકમની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવામાં આવી છે. ટ્રસ્ટનો અંદાજ છે કે વર્ષ 2026-2027 સુધી સંપૂર્ણ મંદિર તથા પરિસરમાં બનનારાં વિશ્રામગૃહ, ચિકિત્સાલય, ભોજનશાળા, ગૌશાળા, વગેરેનાં નિર્માણ પછી પણ આ રકમનો અમુક હિસ્સો બચશે.
બીજી તરફ, બાવીસ જાન્યુઆરીનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સ્થાનિક અર્થવ્યવસ્થા માટે જીવાદોરીનું કામ કરશે. નોંધનીય છે કે ૨૦૨૨માં ભારતના 2.68 કરોડ પર્યટકો તથા ૧૫૧૧ વિદેશી પર્યટકો અયોધ્યા આવ્યા હતા. એવો અંદાજ છે કે મંદિર ખુલ્લું મુકાશે પછી વર્ષે પચ્ચીસ કરોડ શ્રદ્ધાળુ અયોધ્યા જશે. દરેક યાત્રાળુ સરેરાશ 2000 રૂપિયાનો ખર્ચ કરે તો પણ પ્રદેશને 50,000 કરોડ રૂપિયાની આવક થશે. છ વર્ષ પહેલાં યોગીજીએ દિવાળીએ અયોધ્યામાં લાખો દીવડા પ્રગટાવવાનું આયોજન કર્યું ત્યારથી અયોધ્યામાં ટુરિસ્ટની સંખ્યા ઝડપથી વધી છે.
માત્ર રામમંદિર જ નહીં, પણ એની આસપાસ 84 કોસના પરિક્રમા માર્ગના તમામ રહેવાસીને યાત્રાળુઓના ધસારાનો લાભ મળશે. 84 કોસમાં આંબેડકર નગર, બસ્તી, બારાબંકી, ગોંડા તથા અયોધ્યા જિલ્લાનો બાકીનો વિસ્તાર આવે છે.
આવાસ, પરિવહન, ગાઈડ, ભોજનની વ્યવસ્થા માટે માગ વધતાં નાના ઉદ્યમીઓ તથા કૃષિકારોને લાભ થશે. યુપી પર્યટનનીતિ-૨૦૨૨ અન્વયે અયોધ્યામાં હોટેલ તથા રિસોર્ટનાં નિર્માણ માટે બાવીસ પ્રસ્તાવ ઑલરેડી મળી ચૂક્યા છે. હોટેલ રૉયલ હેરિટેજ તથા રામાયણ તો બનીને તૈયાર છે. પેઈંગ ગેસ્ટ યોજનામાં ૪૦ રજિસ્ટ્રેશન થયાં છે. ગ્રામીણ વિસ્તારમાં હોમ સ્ટેની સુવિધા ઊભી કરવાના પ્રયાસ ચાલુ છે. પર્યટકોને આકર્ષવા માટે સરયૂ નદીમાં ગુપ્તાર ઘાટથી નયા ઘાટ સુધી ક્રૂઝ પણ શરૂ કરી દેવામાં આવી છે.
કરોડો યાત્રાળુઓની નજરે પડવાના આશયથી મોટી મોટી બ્રાન્ડે સ્થાનિક બજારમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે. પેન્ટાલૂન, ફન અનલિમિટેડ, માર્કેટ ૯૯, ડિશુમ મલ્ટિપ્લેક્સ, ડોમિનોઝ, પિઝા હટના આઉટલેટ ખૂલી ચૂક્યા છે. લૂલૂ હાઈપર માર્કેટનો પ્રસ્તાવ પણ છે. ગયા ફેબ્રુઆરીમાં અયોધ્યામાં આયોજિત ઈન્વેસ્ટર્સ સમિટમાં ૩૩ હજાર કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ મળ્યા હતા. રિયલ એસ્ટેટમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ થવાનું છે. ગ્રીન ફીલ્ડ ટાઉનશિપમાં અનેક કંપનીએ રસ દર્શાવ્યો છે. લોઢા ગ્રુપ મોટે પાયે રોકાણ કરવા માગે છે.
અયોધ્યાનું મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ ૧૫ જાન્યુઆરીથી કાર્યરત થઈ ગયું છે. અગાઉ અયોધ્યામાં માત્ર ૧૭૮ એકરમાં એક નાની ઍરસ્ટ્રિપ જેવું ઍરપોર્ટ હતું. નવા ઍરપોર્ટમાં ૨૨૦૦ મીટરનો રન-વે છે. હવે પછીના તબક્કામાં રન-વેની લંબાઈ વધારીને ૩૭૦૦ મીટર કરાશે. ઍરપોર્ટના વિસ્તરણ માટે સરકારે ઍરપોર્ટ ઑથોરિટીને ૮૨૧ એકર જમીન સંપાદિત કરીને આપી છે. ટર્મિનલ જ ૫૦,૦૦૦ ચોરસ ફૂટનું હશે.
અયોધ્યા ઍરપોર્ટના મુખ્ય ડિઝાઈનર સ્થપતિ ઍસોસિયેટ્સના સહસંસ્થાપક વિપુલ વાર્ષ્ણેય કહે છે: ‘અમે ઍરપોર્ટ ડિઝાઈન કરવા પહેલાં હનુમાન ગઢીની મુલાકાત લીધી, કેમ કે ત્યાંના શિખરનો રંગ એકદમ જીવંત છે. નાગેશ્ર્વરનાથ મંદિર અને ચતુર્ભુજ મંદિર પણ ગયા, જ્યાંની વાસ્તુકળા મુખ્યત્વે નાગરશૈલીની છે. રામ કી પૈડીમાંથી પણ પ્રેરણા લીધી, જ્યાંનાં પગથિયાં સુંદર છે અને ક્ષિતિજનાં અદ્ભુત દર્શન થાય છે. ટર્મિનલની ડિઝાઈન નાગરશૈલીથી પ્રભાવિત છે તથા અહીં ક્રમિક ઊંચા થતા મંડપોની શૃંખલા છે. મુખ્ય પ્રવેશદ્વાર પર પિત્તળનાં ભવ્ય પગથિયાંવાળું શિખર છે.
૨૪૨ કરોડ રૂપિયાની પરિયોજનામાં ઍરસાઈડ સુવિધા ઉપરાંત ૬૫૦૦ ચોરસ મીટરનું ટર્મિનલ, નવ ચેક-ઈન કાઉન્ટર, ત્રણ કન્વેયર બેલ્ટની સગવડ છે, જે વર્ષે છ લાખ પ્રવાસીઓ માટે પર્યાપ્ત છે. હાલ દિલ્હી-અયોધ્યા ઉપરાંત અમદાવાદ-અયોધ્યાની ફ્લાઈટ આવે છે. આગામી દિવસોમાં અહીં રોજ ચોવીસેક ફ્લાઈટ આવે એવી શક્યતા છે.
અયોધ્યા રેલવેસ્ટેશનને પણ જાજરમાન લુક અપાયો છે. એમાં સ્ટેશનનો ગુંબજ રામના મુગટ પરથી પ્રેરિત છે. દેશનાં તમામ સ્ટેશનોમાં અયોધ્યા ધામ જંક્શન સ્ટેશન પાસે સૌથી વિશાળ ખુલ્લી જગ્યા છે. ૪૩૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સ્ટેશન એક લાખ યાત્રીની ક્ષમતા ધરાવે છે. વિભિન્ન શહેરોથી ૧૦૦૦ ટ્રેન ચલાવવાની યોજના છે.
મુખ્ય સમારોહમાં આઠથી દસ હજાર મહેમાનોના ઉપસ્થિત રહેવાની ધારણા છે. શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભારતના તમામ પ્રમુખ સંતો અને પચાસથી વધુ દેશના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ મોકલ્યું છે. મુખ્ય અવસર ટાણે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૫૦થી વધુ ચાર્ટર્ડ વિમાનોને ઊતરવાની મંજૂરી આપવામાં આવી છે. બાવીસ જાન્યુઆરી સુધી ઉત્તર પ્રદેશ રોડવેઝની બધી બસોની પબ્લિક ઍડ્રેસ સિસ્ટમમાં રામભજન પ્રસારિત કરાશે. રામમંદિર સુધી જવા માટે ૧૦૦ ઈ-બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બસના રંગ એના રૂટ પ્રમાણે જુદા રહેશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તથા વિશ્ર્વ હિંદુ પરિષદ (વીએચપી)એ આ પ્રસંગે ૨૦૦ જેટલાં મંદિર-મઠોમાં બપોરે ૧૧થી ત્રણ વચ્ચે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડા પ્રધાને ૧૪ જાન્યુઆરીથી જ દેશભરના લોકોને ઉત્સવ મનાવવાની અપીલ કરી, એના અનુસંધાનમાં વિશ્ર્વ હિંદુ પરિષદે બાવીસ જાન્યુઆરીએ દેશના દરેક નાગરિકને પોતપોતાના ઘરમાં પાંચ-પાંચ દીવડા પ્રગટાવવાનો આગ્રહ કર્યો છે. આ માટે વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યક્રરોએ પાંચ લાખ ગામમાં પ્રચાર કર્યો છે. ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગ તો ૧૪ જાન્યુઆરીથી જ અયોધ્યામાં વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે. ૭૦ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશભરમાંથી શાસ્ત્રીય સંગીત, ગાયકી, વાદ્યકલાકારોને તેડાવવામાં આવી રહ્યા છે.
આ સમારોહ દરમિયાન દેશમાં પહેલી વાર ઉત્તર પ્રદેશ પોલીસ અત્યાધુનિક ઍન્ટિ-ડ્રોન ટેક્ધોલૉજીનો પ્રયોગ કરવાની છે. એ ઉપરાંત, કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની છ કંપની અને ઉત્તર પ્રદેશ વિશેષ સુરક્ષાબળની નવ કંપની તથા હોમગાર્ડ અને અગ્નિશમન યુનિટ સહિત અનેક સરકારી એજન્સીના કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત હશે.
——————————————————————————————————
દિવ્યતમ હશે પ્રાણપ્રતિષ્ઠા
અયોધ્યાના નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય વિધિ બાવીસ જાન્યુઆરીએ પાર પડવાની હોય તો પણ એનાં આનુષંગિક અનુષ્ઠાનો ૧૬ જાન્યુઆરીથી મંદિર ટ્રસ્ટના યજમાનની પ્રાયશ્ર્ચિત્ત વિધિથી શરૂ થઈ જશે. બાવીસ જાન્યુઆરીએ મૃગશીર્ષ નક્ષત્રમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સાથે આખો કાર્યક્રમ સંપ્ન્ન થશે. પ્રતિદિન અલગ અલગ પ્રકારનાં શાસ્ત્રોક્ત પૂજન થશે. મુખ્ય અનુષ્ઠાન વખતે રામલલ્લાની મૂર્તિ પર નેપાળ તથા ભારતની પવિત્ર નદી-કુંડોમાંથી લાવેલાં જળ વડે અભિષેક થશે. તમામ સ્થળેથી તાંબાના પાત્રમાં ૨૦૦ મિલીલિટર જળ લાવવામાં આવ્યું છે. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ દુનિયાભરમાં લાઈવ જોઈ શકાશે.
આ પ્રાણપ્રતિષ્ઠા સમારોહના માધ્યમથી ભાજપ, આરએસએસ તથા વિશ્ર્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અગાઉ ક્ષેત્રીય સમીકરણોને દુરસ્ત કરવાની નેમ રાખી છે. આ યોજનાના ભાગ રૂપે અક્ષત વિતરણના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો આરંભ અયોધ્યાની દલિત બસ્તીથી કરવામાં આવ્યો. ૩૦ ડિસેમ્બરે વડા પ્રધાન અયોધ્યા આવ્યા એ પહેલાં અયોધ્યા ઍરપોર્ટનું નામકરણ મહર્ષિ વાલ્મિકીના નામ પર કરવામાં આવ્યું. એ લોકાર્પણ વખતે મોદીજીએ આપેલા પ્રવચન દ્વારા વાલ્મિકીના માધ્યમથી દલિત સમાજને સંદેશો આપવામાં આવ્યો. મોદીજીએ નિષાદ જ્ઞાતિના રવીન્દ્ર માંઝીના ઘરે જઈને એમને સ્વહસ્તે પ્રાણપ્રતિષ્ઠાની આમંત્રણપત્રિકા આપી. યજમાનોએ આમંત્રિત અતિથિની યાદીમાં તમામ જાતિ-ધર્મના લોકોને સ્થાન આપવાની કવાયત બહુ જહેમતથી કરી છે.
સુરતઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ-રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટાં મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશે રંગો પૂર્યા હતા. આ અવસરે શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે. ત્યારે સુરતે હવે કલા અને આર્ટ ક્ષેત્રે પણ અગ્રેસર થઈને સંદેશો પાઠવ્યો છે.
સુરતની કલાર્પણ આર્ટ ગ્રુપની 40 બહેનોએ મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવવામાં આવી છે. પહેલી નજરે મનમોહિત થઈ જવાય એવી આ રંગોળી કુલ 11,111 સ્કે. ફૂટના વિસ્તારમાં બનાવાઈ છે. આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત 1400 કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, સંસ્થા સાથે સંકળાયેલી 40 બહેનોએ સવારે 5 વાગ્યાથી સાંજના 08 વાગ્યા સુધી સતત 15 કલાકની મહેનત સાથે આ રામ ભગવાનની ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા.
આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રીરામ મંદિરને સમર્પિત
મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન અને કલાર્પણ આર્ટ ગ્રુપના આર્ટિસ્ટ નયનાબેન કાત્રોડીયાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઇ રહેલાં વિવિધ આયોજન વચ્ચે આ આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રીરામ મંદિરને સમર્પિત છે. અનોખી ડિઝાઇન સાથેની રંગોળી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત્ર રજૂ કર્યા બાદ આ રામદરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રૂપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે.
યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી
ભગવાન શ્રીરામ લંકાના રાવણનો વધ કરીને ફરી અયોધ્યા આવ્યાં હતા ત્યારે સમગ્ર અયોધ્યામાં દીપ પ્રજજવલન સાથે દિવાળી જેવો માહોલ હતો. તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદ્શ ચિત્ર સુરતની ધરતી ઉપસતું હતું. આ રંગોળીમાં ભવ્ય સજાવટ સાથે રામ સેતુ, ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી સહિતના પાત્રોની છબીને ખૂબ જ સુંદર રીતે રંગોળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે.