22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત તથા દેશમાં તારીખ 22/01/2024 ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા.22/01/2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે, ત્યારે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ શુભ પ્રસંગને લઈ કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે.
આ રાજ્યમાં પણ રજા જાહેર
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં પણ ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ આ અવસર પર રજા જાહેર કરાઈ છે. હવે કેન્દ્ર સરકારે પણ તમામ ઓફિસો અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે.
વડોદરા બોટ દુર્ઘટનાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના મામલે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. જો કે, મુખ્ય કોંટ્રાક્ટર પરેશ શાહ હજુ પણ ફરાર છે. ક્રાઈમ બ્રાંચની ટીમે બંને શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. હરણી લેક ઝોનના ઘટના પાસેના CCTV આધારે તપાસ ચાલી રહી છે. 9 ટીમો દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે. હાલમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં બીજા આરોપીઓની પણ ધરપકડ કરાશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે. તો બીજી તરફ રાજ્ય સરકારે ઉચ્ચકક્ષાએ તપાસના આદેશ કર્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટને વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 દિવસમાં જિલ્લા મેજીસ્ટ્રેટને રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકાવવા જરૂરી પગલા લેવા સૂચના. ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે જિલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોંપી, જિલ્લા પ્રશાસન, પોલીસ, મનપાને તપાસમાં સહયોગ આપવા સૂચના આપવામાં આવી છે.
વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મોટો વળાંક
બોટિંગની બુકિંગ ઓફિસમાં મોટી સંખ્યામાં સેફ્ટી જેકેટનો ઢગલો જોવા મળ્યો છે. પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરી સેફટી જેકેટ માત્ર ઓફિસમાં શોભા ના ગાંઠિયા સમાન જોવા મળ્યા. બુકિંગ ઓફિસ પાસે એક સીસીટીવી કેમેરા લાગેલ જોવા મળ્યો જોકે કાર્યરત છે કે બંધ તે પણ એક સવાલ છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો નુ પાલન કરવામાં બેદરકારી દાખવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અન્ય બે સવારી બોટોમાં ઓબીએમ મશીન લાગેલું જોવા મળ્યું.
વડોદરા દુર્ઘટનાને લઈ હર્ષ સંઘવીનું મોટું નિવેદન
બોટના કોંટ્રાક્ટરની આ ભૂલ નથી, આ બેદરકારી છે. માત્ર 10 લોકોને જ સેફ્ટી જેકેટ પહેરાવ્યા હતા. જેમને સેફ્ટી જેકેટ નહોતા પહેરાવ્યા તેમના જીવ ગયા. આ દુર્ઘટના માટે પ્રાથમિક રીતે બોટ કોંટ્રાક્ટર જ જવાબદાર.
મોરબીની ગોઝારી દુર્ઘટના હજુ તો ભૂલાઈ નથી ત્યારે વડોદરામાં મોરબી જેવી જ ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મોટનાથ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલ 25થી વધુ શાળાના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફર મચી ગઈ છે. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત 15ના મોત નીપજયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દરમિયાન આ ઘટનાને લઈ વડોદરા પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ આ સમગ્ર ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે હવે પોતે મુખ્યમંત્રી વડોદરા પહોંચી ગયા છે અને ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે.
— joshi paras prem (news updated) (@joshiparasprem) January 18, 2024
વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી ન્યૂ સન રાઇઝ સ્કૂલના બાળકોને આજે હરણી સ્થિત તળાવના પ્રવાસ માટે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બાળકોને બોટમાં ફરાવવામાં આવી રહ્યાં હતા. ત્યારે અચાનક બોટલ તળાવમાં પલ્ટી ખાઇ જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડની તમામ ટીમ સ્થળ પર કામે લાગી છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં શોધખોળ કરતા સાતથી 8 બાળકોને રેસ્ક્યૂ કરી સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે. વર્ષો પૂર્વે સુરસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી. જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું. જે ઘટનાના લાંબા વર્ષો બાદ પુનઃ સુરસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાયું હતું તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તળાવમાં ખાબક્યા હતા. ગુરૂવારના દિવસે બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે.
મોરબીની ગોઝારી દુર્ઘટના હજુ તો ભૂલાઈ નથી ત્યારે વડોદરામાં મોરબી જેવી જ ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મોટનાથ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલ 25થી વધુ શાળાના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફર મચી ગઈ છે. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત 15ના મોત નીપજયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દરમિયાન આ ઘટનાને લઈ વડોદરા પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ આ સમગ્ર ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે હવે પોતે મુખ્યમંત્રી વડોદરા પહોંચી ગયા છે અને ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે.
હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી ન્યૂ સન રાઇઝ સ્કૂલના બાળકોને આજે હરણી સ્થિત તળાવના પ્રવાસ માટે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બાળકોને બોટમાં ફરાવવામાં આવી રહ્યાં હતા. ત્યારે અચાનક બોટલ તળાવમાં પલ્ટી ખાઇ જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડની તમામ ટીમ સ્થળ પર કામે લાગી છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં શોધખોળ કરતા સાતથી 8 બાળકોને રેસ્ક્યૂ કરી સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે. વર્ષો પૂર્વે સુરસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી. જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું. જે ઘટનાના લાંબા વર્ષો બાદ પુનઃ સુરસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાયું હતું તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તળાવમાં ખાબક્યા હતા. ગુરૂવારના દિવસે બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે.
Distressed by the loss of lives due to a boat capsizing at the Harni lake in Vadodara. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover soon. The local administration is providing all possible assistance to those affected.
હરણી દુર્ઘટના મામલે અગાઉ પીએમઓ દ્વારા સહાયની જાહેરાત બાદ હવે ગુજરાત સરકારે દુર્ઘટના પર સહાયની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે મૃતકોના પરિવાર માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે તેમજ ઈજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
હરણી ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત
વડોદરાના હરણી તળાવ ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતકોને 2 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે આ સાથે ઘટના પર પીએમઓએ ટ્વીટ કરી કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
રાજ્યમાં ફરી એક વખત હચમચાવનારી ઘટના બની છે. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની ઘટના બાદ ફરી એક વખત એક દુર્ઘટનાના સમાચાર સાંભળી લોકો હચમચી ઉઠ્યા છે. વડોદારમાં હરણી તળાવમાં બોટ પલટી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. બોટમાં 23 જેટેલા બાળકો સવાર હતા. જેમાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં 13 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે. બોટમાં 23 બાળકો, 4 શિક્ષકો, 4 બોટવાળા સહિત કુલ 31 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર, બોટમાં સવાર તમામ બાળકો ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલના બાળકો હરણી લેકના પ્રવાસે આવ્યા હતા. લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. ઘટનાને પગલે ફાયર અને એનડીઆરએફની ટીમની કામગીરી શરૂ કરી છે. હજુ પણ 3 બાળકોની શોધખોળ શરૂ છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસની સાથે સીટ વહેંચણી પર પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી રાજ્યમાં બધી 13 લોકસભા સીટો જીતશે. જોકે તેમની પાર્ટી કોંગ્રેસની સાથે ગઠબંધન વિશે સીધો જવાબ નહોતો આપ્યો.
પત્રકારોએ માનને જ્યારે પૂછ્યું હતું કે શું તેઓ લોકસભા ચૂંટણી માટે આપ અને કોંગ્રેસની વચ્ચે સીટ વહેંચણીની વ્યવસ્થાના પક્ષમાં છે. એ સવાલનો જવાબ આપવાથી તેમણે કર્યો હતો, પણ તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી પંજાબમાં બધી 13 લોકસભા સીટો જીતશે.પંજાબના લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરે છે અને તેમણે આપને 92 સીટો આપી દીધી છે. પાર્ટીને સત્તામાં પહોંચાડી છે, જેનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે.બીજી બાજુ કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન અને મુખ્ય પ્રધાન કેજરીવાલને હિટલર પણ કહી દીધા છે. બાજવાએ સોશિયલ મિડિયા પર કેજરીવાલ અને ભગવંત માન પર પ્રહાર કર્યા હતા. સૌપ્રથમ તેઓ પોતાની ઓફિસમાંથી બાબા સાહેબ આંબેડકર અને ભગત સિંહના ફોટા દૂર કરે. તેમની જગ્યાએ જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરનો ફોટો લગાવી દો. જો તમે હિટલરના ફોટાને ધ્યાનથી જોશો તો એ આપ નેતાઓ સાથે મેળ ખાય છે, એમ તેમણે કર્યો હતો. આપ દિલ્હી અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસની સાથે સીટ વહેંચણી પર વાતચીત કરી રહી છે.
વડોદરાના હરણી તળાવમાં ગોઝારી ઘટના બની છે. જેમાં હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબતા 14 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં વડોદરાની જાનવી હોસ્પિટલમાં 9 ના મોત થયા છે જ્યારે સયાજી હોસ્પિટલમાં 3 ના મોત થયા છે. આ અંગેની માહિતી અનુસાર વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અંગેનો સૌથી મોટો ચોંકવાનારો ખુલાસો સામે આવી રહ્યો છે જેમાં બોટમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હતા. વડોદરાના કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું હતું કે, હાલમાં 23 ભુલકાઓ અને 4 શિક્ષકો હતા. તેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે. આ તરફ અહેવાલ અનુસાર 5 થી વધુ વિદ્યાર્થીઓ હજૂ લાપતા હોવાની વિગતો સામે આવી છે. તેમજ 9 વિદ્યાર્થીને જ્હાનવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
— joshi paras prem (news updated) (@joshiparasprem) January 18, 2024
આ અંગેની માહિતી અનુસાર, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ગઈ હોવાની વિગતો સામે આવી છે. બોટિંગ સમયે દુર્ધટના બની હતી. એટલું જ નહીં બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હોવાની પણ માહિતી સામે આવી છે. આ સાથે જ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે.
અત્યાર સુધીમાં 14 લોકોના મોત
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.…
તેમજ દુર્ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ ક્રેનથી વિદ્યાર્થીઓની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સૌથી મોટો ચોંકવાનારો ખુલાસોએ છેકે, બાળકોને લાઇફ જેકેટ ન્હોતા પહેરાવ્યા હતા. આ દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે વડોદરા દુર્ઘટનામાં સંવેદના વ્યક્ત કરી છે. તેમજ નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના છે. બાળકોના પરિવાર પ્રત્યે સંવેદના છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલુ છે. ભોગ બનનારને રાહત સારવાર માટે સૂચના અપાઈ છે.
અમદાવાદઃ ગુજરાત હવે ભગવાન રામના રંગમાં રંગાઈ ચૂક્યું છે. નાના ગામથી માંડીને મોટા શહેરોમાં અત્યાર સુધી એવા કાર્યક્રમ થઈ રહ્યા છે. રાજકોટમાં કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથા શરૂ થઈ ગઈ છે અને એને ભાગવતનું રામ નામ આપવામાં આવ્યું છે.
રામ કથાના આયોજક અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા જણાવે છે કે રાજકોટમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને રમેશભાઈ ઓઝાની કથા દરમ્યાન ઉત્સાહની સાથે જોડાશે. રાજકોટમાં અમે મોટી સ્ક્રીન પર એ કાર્યક્રમ જોઈશું અને હજારો લોકો સાક્ષી બનશે. પૂજ્ય ભાઈશ્રી સરળ શબ્દોમાં રામોત્સવને લોકોની વચ્ચે રાખી રહ્યા છે. એ કથા યાદગાર બની ગઈ છે.
અમદાવાદમાં ભગવાન રામના જીવન પર રામાયણનું મંચન થઈ રહ્યું છે. સુરત અને અમદાવાદમાં છેલ્લા 24 દિવસોથી મંદિર પર લાગતી ધ્વજા અને પતાકા લાખ્ખોની સંખ્યામાં વેચાઈ રહી છે. ગુજરાતમાંથી દૈનિક ધોરણે નવ લાખ ધ્વજ અને છ લાખ ખેસ દેશઆખામાં સપ્લાય થઈ રહ્યા છે એવું સુકાભાઈએ કહ્યું હતું.
આ ઉપરાંત શિલ્પકાર પંચાલભાઈએ ટ્રક પર અનોખો રામ રથ બનાવ્યો છે. આ રથની આગળ છ ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ આ રથનું આકર્ષણ છે. અમદાવાદમાં એ ટ્રક અલગ-અલગ વિસ્તારમાં ફરી રહ્યો છે.
અયોધ્યામાં ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 4 કલાક સુધી ચાલેલી પૂજા બાદ ભગવાન શ્રી રામની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. વિધિ મુજબ રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. નવનિર્મિત રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા અયોધ્યા શહેરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું છે. ફ્લાયઓવર પરની સ્ટ્રીટલાઈટ્સ ભગવાન રામ અને તેમના ધનુષ અને તીર અને પરંપરાગત ‘રામાનંદી તિલક’ થીમ પર આધારિત ડિઝાઈન સાથેના ડેકોરેટિવ લેમ્પપોસ્ટને દર્શાવતી કલાકૃતિઓથી શણગારવામાં આવી છે જે ચારેબાજુ વાતાવરણને પ્રસરી રહી છે.
22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજર રહેશે. ભવ્ય સમારોહને આડે માત્ર ચાર દિવસ બાકી છે અને અયોધ્યા તરફ જતા તમામ રસ્તાઓ ધાર્મિક લાગણીઓથી રંગાઈ ગયા છે.
અયોધ્યા શહેરના બે મુખ્ય રસ્તા રામ પથ અને ધર્મપથ આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. રામ પથ એ ફૈઝાબાદ શહેરના સાહદતગંજથી અયોધ્યા શહેરના નયા ઘાટ ચારરસ્તા સુધીનો 13 કિલોમીટરનો માર્ગ છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા તેને સારી રીતે શણગારવામાં આવે છે. લતા મંગેશકર ચોક ખાતે રામ પથ અને ધર્મપથનું મિલન. આ સ્ક્વેર વિશાળ બેનરો અને ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે, જેના પર ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ સમારોહ સંબંધિત માહિતી અને ચિત્રો અહીં આવતા ભક્તોનું સ્વાગત કરે છે.
લખનૌ-અયોધ્યા હાઈવે પર વિવિધ સ્થળોએ રામ મંદિરના વિશાળ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અભિષેક સમારોહની તારીખ સાથે, પોસ્ટરોમાં ‘શુભ ઘડી આયી, વિરાજે રઘુરાઈ’ જેવા સૂત્રો છપાયેલા છે. અયોધ્યાના રસ્તાઓ પણ પોસ્ટરોથી ભરેલા છે. ભગવાન રામની તસવીર સાથેના ભગવા ધ્વજની સાથે નવા મંદિરની તસવીરો પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
રાજ્યના વડોદરા શહેરના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં હાહાકાર મચી જવા પામ્યો છે. બોટમાં 10 વિદ્યાર્થી સવાર હતા. 5 વિદ્યાર્થીનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. કેટલાક વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિદ્યાર્થીઓની શોધ ચાલું છે.
— joshi paras prem (news updated) (@joshiparasprem) January 18, 2024
જાણકારી મુજબ હરણી લેક ઝોનમાં બોટ પલટી જતા બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડુબ્યા છે જેમાંથી એકનું મોત થયું છે અન્ય વિદ્યાર્થીઓની શોધખોળ શરુ કરવામા આવી છે. આ બેટમાં આશરે 15થી 30 વિદ્યાર્થીઓ સવાર હોવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.