Home Blog Page 2138

અયોધ્યા વિશેષ: ખામોશ છે શ્રીરામ-સીતા-રાવણ 166 વરસથી…

દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.

——————————————————————————————————

ગુજરાતી સર્જકે રાજસ્થાનના બિસાઉની વિશ્વપ્રસિદ્ધ મૂક રામલીલા પર બનાવેલી ફિલ્મ દેશ-વિદેશના એક ડઝન જેટલા ફિલ્મોત્સવમાં ગાજી ને હવે એને અયોધ્યાના રામમંદિરમાં સ્થાન મળશે…

અયોધ્યા નગરીના રાજા દશરથને ત્રણ-ત્રણ રાણી, પણ સંતાન એકેય નહીં આથી ગુરુ વશિષ્ઠની આજ્ઞાથી ત્રણ રાણીઓ સાથે રાજા દશરથ પુત્ર કામેષ્ટી યજ્ઞ  કરી રહ્યા છે. બૅકગ્રાઉન્ડમાં અનુપ જલોટાનો સ્વર ગુંજી રહ્યો છે: અવધપુરી રઘુકુલ મનિ રાઉ, બેદ બિદિત તેહિ દસરથ નાઉ… હવે કૅમેરા રાજા દશરથ અને એમની રાણીઓ તથા યજ્ઞની વેદી પરથી હળવેકથી હટીને આસપાસ-ચોપાસ મંત્રમુગ્ધ બનીને આ દૃશ્ય નિહાળી રહેલા પ્રેક્ષકો પર ફરતો રહે છે…

– અને કર્ણમંજુલ કોરસ આપણને કહે છે: બાત કહું એક છોટી સી, યા લિક્ખું લંબા ઈતિહાસ, બિસાઉ કી યે રામલીલા તો સચ મેં હૈ બડી ખાસ… બોલો, રામ સિયારામ, બોલો, રામ સિયારામ…

આ છે રજની આચાર્યએ સર્જેલી આશરે એકસો ને સાત મિનિટની ફિલ્મ, બિસાઉ કી મૂક રામલીલાનો આરંભ. આજે ભારત જ્યારે રામમય બની ગયું છે ત્યારે આવી એક નોખી-અનોખી રામલીલા વિશે, એના પર સર્જાયેલી ફિલ્મ વિશે જાણવું રસપ્રદ બની રહેશે.

થોડા સમય પહેલાં જેમનું અવસાન થયું એ શૅરબજારના ખાંટૂ રાકેશ ઝુનઝુનવાલા રાજસ્થાનના જે જિલ્લામાંથી આવતા તે ઝુંઝુનુના એક નાનકડા કસબા બિસાઉમાં દર વર્ષે નવરાત્રિમાં ઉત્સવનું વાતાવરણ હોય છે. હા, રાસગરબા તો ખરા જ, પણ આ દિવસોનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે 166 વર્ષથી ભજવાતી મૂક રામલીલા. શ્રાદ્ધપક્ષની સમાપ્તિ બાદ તરત, પહેલા નોરતાથી સતત પંદર દિવસ આ રામલીલા સમી સાંજે સાતેક વાગ્યાથી લગભગ રાતે નવ-દસ વાગ્યા સુધી ભજવાય છે.

દેશભરમાં ભજવાતી રામલીલા અને બિસાઉની રામલીલા વચ્ચે એક તફાવત એ કે આ મૂક લીલા છે. જી હા, એમાં પાત્રો સંવાદ બોલતાં નથી અને એ મંચ પર નહીં, પણ ખુલ્લામાં, નગરના હાર્દ સમા વિસ્તાર રામલીલા ચોક પર ભજવાય છે. બીજું એક વૈશિષ્ટ્ય એટલે રામકથા રજૂ કરનારા કોઈ તાલીમબદ્ધ કલાકારો નહીં, બલકે નગરવાસીઓ જ હોય છે. દર વર્ષે જેની ઈચ્છા થાય એ રામ બને, સીતા બને કે પવનપુત્ર કે પછી રાવણ બને… સીતા કે મંદોદરી કે શબરી કે અહિલ્યાનું પાત્ર પુરુષો જ ભજવે એવુંય બને. બિસાઉના બાશિંદા રામકથાનાં વિવિધ પાત્રોના સ્વાંગ રચીને, મુખવટા પહેરીને રામાયણના વિવિધ પ્રસંગો રજૂ કરે છે. આ મૂક રામલીલાનું બીજું એક વૈશિષ્ટ્ય તે એ કે એમાં રાવણ ઉપરાંત મેઘનાદ, કુંભકર્ણ, અહિરાવણ એમ ચાર પૂતળાંનાં દહન થાય છે.

 

દર વર્ષે બિસાઉના બાશિંદા બે મહિના પહેલાંથી રામલીલાની તૈયારી શરૂ કરી દે છે. આ રામલીલામાં વિવિધ પાત્રનાં મહોરાં (મુખવટા)નું બડું મહત્ત્વ હોય છે. ભજવનારનો મુખવટો જોઈને પ્રેક્ષક પાત્રની ભૂમિકા સમજી લે છે. આ રીતે લગભગ દોઢસો જેટલાં મહોરાં તૈયાર કરવામાં આવે છે.

ઈતિહાસ ગવાહ છે કે સ્વાતંત્ર્ય મેળવવાના સૌપ્રથમ સંગ્રામ, ૧૮૫૭ની ક્રાંતિ વખતે કેટલાક સેનાનીઓ બ્રિટિશ ફોજથી છુપાતા આ વિસ્તારમાં આવેલા. એ સમયે બિસાઉ નજીક આવેલા રામાણા જોહડમાં સાધના કરતાં જમુના નામનાં સાધ્વીને આ ઘટના પરથી વિચાર આવ્યો કે બાળકો પાસે મૂક અભિનય કરાવી દેશદાઝ જગાવીએ તો? આ રીતે એમને અસ્ત્ર-શસ્ત્રનો પરિચય થાય, યુદ્ધકળાનું કૌશલ હસ્તગત થાય ને સંસ્કારનું સિંચન થાય. વળી, લોકનાટ્ય જોવા ભેગી થયેલી પ્રજા એકજૂટ થાય એ પણ એક હેતુ.

આ ફિલ્મના પ્રસ્તુતકર્તા તથા મૂક રામલીલાને વિશ્ર્વસ્તર પર ઓળખ તથા પર્યટન નકશામાં સ્થાન અપાવવાનું શ્રેય જેમને મળે છે એ મુંબઈમાં વસતા મૂળ બિસાઉના ઉદ્યોગપતિ કમલ પોદાર આ જ હકીકત જરા જુદી રીતે રજૂ કરતાં ચિત્રલેખાને કહે છે:

‘૧૮૫૭ના પ્રથમ ઐતિહાસિક સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ત્રણ સ્વાતંત્ર્યસેનાનીએ બિસાઉના પાદરમાં વિવિધ સ્થળે આશ્રયસ્થાન બનાવેલાં. એ ત્રણ ક્રાંતિકારીમાં એક મહિલા હતાં, જેમનું નામ સાધ્વી જમુના. એમણે આ મૂક રામલીલાની આધારશિલા રાખી. એમનો આશય બાળકો-કિશોરોમાં સનાતન ધર્મ તથા દેશ પ્રત્યે ભાવના જગાવવાનો હતો. આમ ઝુંઝુનુ જિલ્લામાં ચુરુ સરહદ પર આવેલા અમારા આ ટપકા જેવડા બિસાઉને કોઈ જાણતું સુદ્ધાં નહોતું, કિન્તુ પ્રભુ શ્રીરામની કૃપાથી આજે એ દુનિયામાં મશહૂર છે. બિસાઉની અનોખી મૂક રામલીલા જોવા સ્થાનિક ઉપરાંત વિદેશી સહેલાણી પણ આવે છે. રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં ફરવા આવનારા લોકો માટે મૂક રામલીલા એક વિશેષ આકર્ષણ બની રહે છે.’

કમલ પોદાર અને એમના જેવા અન્ય વેપારીઓ દર વર્ષે અપાર જહેમતથી ચોક્કસ તિથિએ રામલીલા ભજવાય એ માટે બિસાઉના આયોજકો સાથે સંપર્કમાં રહી એ પાર પડે એનું ધ્યાન રાખે છે. આ ફિલ્મ પણ કમલ પોદારના ઉદાર અનુદાનથી જ બની, જેમાં તાઈવાન તથા અમેરિકાનાં નિર્માણગૃહો પણ જોડાયાં છે.

એ કાળમાં વિવિધ પાત્રો ભજવતાં બાળકો, કિશોરોને સંવાદ બોલવામાં પરેશાની થતી હોવાના લીધે રાવણવંશ સહિત હનુમાન, વાલી, સુગ્રીવ, જામવંત, નલ-નીલ, દધિમુખ, વગેરે પાત્રોના મુખવટા લગાવીને એનું મંચન કરવામાં આવતું. ત્યારથી આજ સુધી મૂક રામલીલાની પરંપરા જળવાઈ રહી છે. એ રીતે જોતાં, જેમ ગણેશોત્સવનાં મૂળિયાં સ્વાતંત્ર્યસંગ્રામમાં છે એમ આ મૂક રામલીલાનાં મૂળ પણ આઝાદીની લડાઈમાં છે.

બિસાઉની શ્રી રામલીલા પ્રબંધ સમિતિ  આ રામલીલાનો પ્રબંધ કરે છે. એક સમયે એ બિસાઉ રેલવેસ્ટેશન પર પણ ભજવાતી. ૧૯૪૯થી ગઢની પાસે આવેલા બજારમાં મુખ્ય માર્ગ પર લીલાનું મંચન થતું. આજે શહેરના હાર્દ સમા વિસ્તારમાં માટી પાથરી એની પર રામલીલા ભજવાય છે. ઉલ્લેખનીય તે એ કે આ રામલીલાને ભજવનારા કલાકારોથી માંડીને એના સાજઅસબાબ તૈયાર કરનારા, મુખવટા બનાવનારા, વગેરે બધા બિસાઉવાસી જ હોય છે. એ રીતે આ રામલીલાને નાગરિકો કી, નાગરિકો દ્વારા, નાગરિકો કે લિયે રચાઈ ગઈ રામલીલા  પણ કહે છે.

ફિલ્મના સર્જક રજની આચાર્ય કહે છે કે અમારું શૂટિંગ પૂરું થયું ત્યારે અમારી પાસે ૧૫૦ મિનિટનું ફૂટેજ ભેગું થયું. એને એડિટ કરી, બૅકગ્રાઉન્ડમાં કથાકથન તથા અનુપ જલોટા-અનુરાધા પૌડવાલના કંઠમાં ગવાયેલાં ભજન, ચોપાઈ ઉમેરી ૧૦૭ મિનિટની ફિલ્મ બનાવી.

અડધો ડઝન કૅમેરા, ડ્રોન, ક્રેન, ટ્રૉલી અને ૩૦થી વધુ કસબી સાથે ફિલ્મ શૂટ કરનારા રજનીભાઈ ઉમેરે છે કે ડોક્યુમેન્ટરી બનાવવાનું પ્રયોજન છે: આ પારંપરિક લોકકળા-સંસ્કૃતિ તથા રામલીલા ભજવવાની અનોખી શૈલીની જાળવણી.

રજની આચાર્ય ભારતીય ટીવીઈન્ડસ્ટ્રીનું એક મહત્ત્વનું નામ છે. એમણે રામાનંદ સાગર સાથે ત્રણ-ત્રણ દાયકા કામ કર્યું. ટીવીસિરિયલ રામાયણમાં પણ એ આરંભથી અંત સુધી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં રત રહ્યા. આ પહેલાં એમણે હાલ જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે એ મોહમ્મદ રફી પર દાસ્તાન-એ-રફી,  ગુજરાતી પ્રજાને ગાતી કરનારા સ્વરકાર અવિનાશ વ્યાસ પર સૂર શબ્દનું સરનામું,  બોલીવૂડના વિગમેકર વિક્ટર પરેરાની જીવનકથા  જેવી અડધો ડઝન જેટલી ફિલ્મ બનાવી છે. રફીસાહેબની ફિલ્મ વિવિધ માધ્યમો પર બે કરોડથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે ને એ યુટ્યૂબ  પર જોઈ શકાય છે. ટૂંક સમયમાં રજનીભાઈ ગાયક મહેન્દ્ર કપૂરની લાઈફોગ્રાફી સાથે હાજર થશે, જ્યારે બિસાઉ કી મૂક રામલીલાનો આ વર્ષે જ પ્રીમિયર થયો એ પછી દેશ-દુનિયાના એક ડઝન જેટલા વિવિધ ઈન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એનું પ્રદર્શન ઉપરાંત શ્રેષ્ઠ ફિલ્મના એવૉર્ડ એ મેળવી ચૂકી છે.

રજનીભાઈના કહેવા મુજબ, અમુક ઓટીટી પ્લૅટફૉર્મ્સ સાથે વાટાઘાટ ચાલે છે. જો બધું સમુંસૂતરું પાર પડી જશે તો એ એકાદ મહિનામાં દેશ-દુનિયાના ફિલ્મપ્રેમીઓને એ જોવા મળશે.

એક રસપ્રદ વાત એ કે વિશ્વની આ એકમાત્ર મૂક રામલીલાને અયોધ્યામાં ઉદ્ઘાટિત થવા જઈ રહેલા શ્રીરામમંદિરના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવશે. વિવિધ ભાષામાં ડબ કરીને આ ફિલ્મ તેમ જ બિસાઉના સાંસ્કૃતિક વારસા સમાં ચિત્રો, મુખવટા, વગેરે પ્રદર્શિત કરવામાં આવશે.

–  કેતન મિસ્ત્રી (મુંબઈ)

પાકિસ્તાનનો ઇરાન પર હુમલોઃ આતંકવાદી સ્થાનોનો ખાતમાનો દાવો

નવી દિલ્હીઃ ઇરાન દ્વારા પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઇક પછી બંને દેશો વચ્ચે ટેન્શનનો માહોલ છે. આ હુમલા પછી પાકિસ્તાને ઇરાનથી પોતાના એમ્બેસેડર બોલાવી લીધા છે. પાકિસ્તાનના કાર્યવાહક વિદેશપ્રધાન જલીલ અબ્બાસ જિલાનીએ ઇરાનના વિદેશપ્રધાન સાથે વાત કરતાં કહ્યું હતું કે કોઈ પણ દેશે આ ખતરનાક રસ્તે ના ચાલવું જોઈએ.પાકિસ્તાને ગુરુવારે વહેલી સવારે ઈરાનના સિસ્તાન-ઓ-બલુચિસ્તાન પ્રાંત પર હુમલો કર્યો છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને ઈરાને કરેલા હુમલાનો જવાબ માનવામાં આવે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અધિકૃત નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાને આ ઓપરેશનનું નામ ‘માર્ગ બર સરમાચાર’ આપ્યું હતું, પાકિસ્તાનના એક સિનિયર ઇન્ટેલિજન્સ અધિકારીએ તેમને આ માહિતી આપી છે.

પાકિસ્તાને ઈરાનના એક પ્રાંતમાં બલૂચી ઉગ્રવાદીઓને નિશાન બનાવ્યા છે. ઈરાનની સમાચાર એજન્સી મેહરના જણાવ્યા અનુસાર, ઈરાનના સારાવાનના શમસાર પ્રાંતમાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થયા હોવાની માહિતી છે. એએફપી અનુસાર, હુમલાઓમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો રોઇટર્સ અનુસાર ઈરાની મીડિયાનું કહેવું છે કે અહીં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોનાં મોત થયાં છે અને તેઓ ઈરાની નાગરિક ન હતા.

ઇરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-અદલનાં સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી.આતંકવાદી સંગઠન જૈશ ઉલ- અદલને આર્મી ઓફ જસ્ટિસને નામે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2012માં સ્થાપિત એ સંગઠન એક સુન્ની આતંકવાદી જૂથ છે, જે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે. અમેરિકા અને ઇરાન બંને આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠનમાં 500થી 600 આતંકવાદીઓ છે.

 

 

 

 

વહાણ નહીં, દિશા બદલો…

એક સમય હતો જ્યારે ટેલિફોન આપણો કોઈ પડોશીના ઘરે આવતો, એમનો મૂડ હોય તો બાબાને મોકલે તમને બોલાવવા, મૂડ ન હોય તો કહી દે, પછી કરજો. ઘરમાં ફોન મેળવતાં નાકે દમ આવી જતો. એક સમય હતો, જ્યારે સ્કૂટર મેળવવામાં દસ વર્ષ લાગી જતાં. આજે એક ઘરમાં સભ્ય દીઠ ફોન હોય છે, દેશદુનિયામાં ચાહે ત્યારે ફોન, એ પણ મફત, કરી શકે છીએ. એક ઘરમાં બે વાહન સામાન્ય છે.

હજી જરા આગળ વધીને કહીએ તો, પહાડ, ડુંગર કે કુદરતી બખોલ, કોતરમાં વસનારો માનવી આજે ગગનગુહામાં વિસ્તરી રહ્યો છે. એક સમયે ખરી ગયેલાં ફળ ખાઈને જીવન ગુજારનારો માનવી આજે ભાતભાતની વાનગીઓ આરોગી રહ્યો છે. સંદેશવ્યવહાર માટે કબૂતર ઉડાડતો મનુષ્ય આજે એક પળમાં પોતાનો અવાજ દરિયાપાર પહોંચાડી રહ્યો છે. એક સમય હતો, જ્યારે માણસ માટે પોતાનું ગામડું એ જ એની દુનિયા હતી. આજે માનવપરિવર્તનોએ દુનિયાને ગામડામાં પરિવર્તિત કરી દીધી છે. જગતભરમાં લાખો લોકો દરરોજ ઊડાઊડ કરે છે.

સારી વાત છે, પરિવર્તન એ તો સંસારનો નિયમ છે, પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આ પરિવર્તનોની પરંપરાનું પરિણામ માણસ માટે માઠું આવ્યું હોય એવું તો નથીને? પરિવર્તનનો પવન ફૂંકવા પાછળ માનવીનો હેતુ હતો સુખી થવાનો, નિરાંત અને હાશ અનુભવવાનો, પરંતુ તેના બદલે માનવજાતે કંઈ બીજું તો વહોરી નથી કરી લીધુંને?

મહાનની કક્ષામાં આવતા અમેરિકન કવિ, નિબંધકાર, પ્રકાશક, નાટ્યકાર ટી. એસ. એવિયેટ કહેતા કે “વ્હૉટ ડીડ ટ્વેન્ટી સેન્ચુરીઝ ડુ? એન્ડલેસ ઈન્વેન્શન, એન્ડલેસ એક્સપરિમેન્ટ, બ્રિંગ્ઝ નૉલેજ ઑફ મોશન, બટ નૉટ ઑફ સ્ટિલનેસ. ઑલ અવર નૉલેજ બ્રિંગ્ઝ અસ નીઅરર ટુ ઈગ્નોરન્સ. ઑલ અવર ઈગ્નોરન્સ બ્રિંગ્ઝ અસ નીઅરર ટુ ડેથ ઍન્ડ નીઅરર ટુ ડટ” અર્થાત્ અઢળક શોધખોળ, જાતજાતનાં સંશોધનોએ આપણને ગતિનું જ્ઞાન જરૂર આપ્યું, પરંતુ સ્થિરતાનું નહીં. બલકે આપણું સઘળું જ્ઞાન આપણને વિનાશની નજીક લઈ આવ્યું છે.

હા, પરિવર્તનોએ દુનિયાને નાની બનાવી, પણ સામે પ્રશ્નોને વિકરાળ કરી મૂક્યા છે. આવું શાથી બન્યું ? ખાટલે મોટી ખોડ ક્યાં રહી ગઈ? એક જવાબ છે: પરિવર્તનના પ્રથમ પગલાંની પસંદગીમાં માણસ ગોથું ખાઈ બેઠો.

સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે કે “કેવળ રાફડા પર લાકડી પછાડવાથી અંદરના સાપને હણી શકાતો નથી.” એવી જ રીતે ભીતરની શાંતિ અને જપ જોઈતાં હોય તો માત્ર બાહ્ય પરિવર્તનોથી કાંઈ જ નહીં વળે. આપણે જ્યારે રાફડા પર લાકડી પછાડીએ છીએ ત્યારે દરમાં ભરાઈ રહેલા સાપને કંઈ અસર થતી નથી. એ તો નિરાંતે પડ્યો રહે છે. તેમ માણસ કપડાં બદલે, વાહનો બદલે, ખાવાની વાનગીઓ બદલે- પરંતુ આવાં અનંત બાહ્ય પરિવર્તનોથી એની અંદરની અશાંતિને કોઈ ફરક નથી પડવાનો. અંદરની અશાંતિને હડસેલો મારવા માટે અંદરથી પરિવર્તિત થવું પડે.

અંદરનું પરિવર્તન એટલે આપણાં સ્વભાવોનું પરિવર્તન. આપણા અભિગમ અને દૃષ્ટિકોણનું પરિવર્તન. 2024માં આવો જ એક અભિગમ બદલવાનું વિચારીએ. એક બહુ જાણીતી ઉક્તિ છેઃ અડધા ભરેલા ગ્લાસને જે અડધો ખાલી જોશે તેને અધુરપની અનુભૂતિ થશે, કંઈક ગુમાવ્યાની લાગણી અનુભવાશે, પરંતુ જો અડધો ભરેલો જોશે તો કંઈક પામ્યાનો આનંદ મળશે. ગ્લાસની જેમ માણસો પણ ઘણી વાર થોડા ભરેલા અને થોડા ખાલી હોય છે.

આપણે પણ પોતીકાં વલણો, અભિગમોને સ્વચ્છ કરીએ. જરૂર પડ્યો એને બદલીએ આપણી દષ્ટિ બદલીએ, બદલીએ, કારણ કે આપણી અણસમજ કે અધૂરી સમજને ફગાવી દેવામાં કદી મોડું થતું નથી. એક કવિએ સાચું જ કહ્યું કેઃ “સોચ કો બદલો, સિતારે બદલ જાયેંગે. નજર કો બદલો, નઝારે બદલ જાયેંગે. કશ્તિયાં બદલને કી જરૂરત નહીં, મેરે દોસ્ત… દિશા કો બદલો કિનારે બદલ જાયેંગે.”

નૌકા બદલવાની જરૂર નથી, બસ, એની દિશા બદલશો તો કિનારો મળી જશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 180 નવા કેસો, ચારનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 180 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,22,488 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 665 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને  કેરળમાં 148 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,423 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,86,931 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 877 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2439 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,83,694 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 382 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

સુવિચાર – ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪

૧૮ જાન્યુઆરી, ૨૦૨૪

૧૮ જાન્યુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 18/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 18/01/2024

IND vs AFG: ડબલ સુપર ઓવરમાં ભારતને અફઘાનિસ્તાનને હરાવ્યું. સિરીઝ પર કર્યો કબ્જો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 પહેલા તેની છેલ્લી શ્રેણીમાં રોમાંચક જીત નોંધાવી છે. બેંગલુરુમાં રમાયેલી શ્રેણીની છેલ્લી મેચમાં ડબલ સુપર ઓવર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનને 10 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્માની વર્લ્ડ રેકોર્ડ 5મી સદી અને ત્યારબાદ બંને સુપર ઓવરમાં વિસ્ફોટક બેટિંગના આધારે સફળતા મેળવી. બીજી સુપર ઓવરમાં રવિ બિશ્નોઈએ માત્ર 3 બોલમાં અફઘાનિસ્તાનની 2 વિકેટ લઈને ટીમને ઐતિહાસિક સફળતા અપાવી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 3-0થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ 9મી વખત ટી20 સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે.

સુપર ઓવર ટાઈ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ ખુબ જ રોમાંચક રહી હતી. કારણ કે આ મેચ ટાઈ થઈ હતી. જેના પગલે સુપર ઓવર રમાડવામાં આવી હતી. સુપરઓવર પણ ટાઈ થઈ હતી. જેના પગલે બીજી સુપર ઓવર રમાડવામાં આવી હતી. આ બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.  આ ડબલ રોમાંચ ભરેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. તેના જવામાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં  6 વિકેટ 212 રન બનાવ્યા હતા. મેચ ટાઈ થતા સુપર ઓવર રમવામાં આવી હતી. આ સુપરઓવરમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 16 રન કર્યા હતા. તો બીજી તરફ ભારતે પણ 16 રન ફટકાર્યા હતા. સુપર ઓવર પણ ટાઈ થતા બીજી સુપરઓવર રમાડવામાં આવી હતી. જેમાં ભારતે અફઘાનિસ્તાનને 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 1 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતે 10 રને મેચ જીતી લીધી હતી.

રોહિત શર્મા અને રિંકુ સિંહે શાનદાર બેટિંગ

ખરાબ શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી. રોહિત શર્મા અને રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. રોહિત અને રિંકુ વચ્ચે 95 બોલમાં 190 રનની ભાગીદારી થઈ હતી. રોહિતે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિંકુ સિંહે માત્ર 39 બોલમાં 69 રન બનાવ્યા હતા. રિંકુએ 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે માત્ર 22 રનમાં ચાર વિકેટ પડી જવા છતાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે છેલ્લી પાંચ ઓવરમાં 100થી વધુ રન બનાવ્યા હતા.

રોહિતે શાનદાર સદી ફટકારી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર પોતાની વિસ્ફોટક સ્ટાઈલથી ધૂમ મચાવી દીધી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ અને બીજી T20 મેચમાં પોતાનું ખાતું પણ ન ખોલનાર રોહિતે ત્રીજી T20 મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. રોહિતે આ સદી 64 બોલમાં પૂરી કરી અને ફરીથી વર્લ્ડ કપનો રેકોર્ડ પોતાના નામે કર્યો. રોહિતે રિંકુ સિંહ સાથે મળીને 190 રનની શાનદાર ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને 212 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી.

 

રામ લલ્લાની રામ મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી

અયોધ્યામાં રામલલાની મૂર્તિના અભિષેક માટે શરૂ થયેલી ધાર્મિક વિધિના બીજા દિવસે ભગવાનની પ્રતિકાત્મક મૂર્તિને મંદિરની ફરતે લઈ જવામાં આવી હતી. રામ લલ્લાની જે મૂર્તિનો અભિષેક થવાનો છે તે હજુ મંદિર પરિસરમાં પહોંચી નથી અને તે મોટી અને ભારે છે, તેથી તેની સાથે પરિક્રમા કરવી શક્ય ન હતી, તેથી ચાંદીમાંથી બનેલી રામ લલ્લાની પ્રતિકાત્મક મૂર્તિ દ્વારા પૂજા વિધિ પૂર્ણ કરવામાં આવી રહી છે.

મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંગળવારે માહિતી આપી હતી કે બુધવારે બપોરે 1.20 વાગ્યા પછી જલયાત્રા, તીર્થ પૂજન, બ્રાહ્મણ-બટુક-કુમારી-સુવાસિની પૂજન, વર્ધિની પૂજન, કલશયાત્રા અને ભગવાન શ્રી રામલલાની મૂર્તિના પ્રસાદ પરિસરમાં દર્શન કરવામાં આવશે. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે રામલલાની મૂર્તિને વિવેક સૃષ્ટિ ટ્રસ્ટ તરફથી એક ટ્રકમાં રાખવામાં આવી છે અને તેને રામ મંદિર લઈ જવામાં આવી રહી છે.

સરયુના કિનારે કલશ પૂજા પણ કરવામાં આવી હતી

ધાર્મિક વિધિના ભાગરૂપે બીજા દિવસે સરયુ નદીના કિનારે ‘કલશ પૂજા’ પણ કરવામાં આવી હતી. મુખ્ય યજમાન પણ કિનારે હાજર હતા. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે આ ધાર્મિક વિધિઓ 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને સમારંભના દિવસે, રામલલાની મૂર્તિના અભિષેક સાથે સંબંધિત ઓછામાં ઓછી જરૂરી વિધિઓ કરવામાં આવશે.

પીએમ મોદી વિશેષ અનુષ્ઠાનમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય લોકો રામ મંદિરમાં રામલલાના અભિષેકની વિશેષ વિધિમાં ભાગ લેશે. PM મોદી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અંતે ભાષણ આપશે. આ કાર્યક્રમમાં 8,000 મહેમાનો આવવાની અપેક્ષા છે, પરંતુ તેમાંથી માત્ર થોડા લોકોને જ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. અયોધ્યામાં 121 આચાર્યો આ અનુષ્ઠાન કરી રહ્યા છે. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ વિધિઓની તમામ કાર્યવાહીનું નિરીક્ષણ, સંકલન અને નિર્દેશન કરી રહ્યા છે. મુખ્ય આચાર્ય કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત હશે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.