મુંબઈઃ શિક્ષક મોટે ભાગે તો વર્ગમાં બાળકોને પાઠ્યપુસ્તકની માહિતીથી પરિચિત કરાવતાં હોય છે, પણ સાચો શિક્ષક એ છે કે જે પાઠ્યપુસ્તકની બહારની રસપ્રદ માહિતી પણ વિદ્યાર્થીઓને આપે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને શેઠ ડાહ્યાભાઈ ઓધવજી વણિક નિવાસ ટ્રસ્ટના ઉપક્રમે શિક્ષકોની રજૂઆતનો એક મસ્ત કાર્યક્રમ શિવાજી હોલ, કામા ગલી, ઘાટકોપરમાં યોજાઈ ગયો.
સંગીત અને ચેસના શિક્ષક તરીકે વિવિધ શાળાઓ સાથે ત્રીસ વર્ષથી જોડાયેલા અભિનેતા, સ્વરકાર તથા ગાયક એવા જ્હોની શાહે પોતાના ગાનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં. કાંદિવલી કેઈએસમાં વર્ષોથી શિક્ષિકા તરીકે કાર્યરત એમનાં જીવનસાથી અર્ચના શાહે પાનબાઈની એકોક્તિ દ્વારા ગંગાસતીના સર્જનને શ્રોતાઓ સમક્ષ ઉજાગર કર્યું. કબીર વિશેનું એમનું વાચિકમ પણ ભાવકોને આનંદ કરાવી ગયું.
મલાડની જેડીટી શાળાનાં શિક્ષિકાએ ઉદયન ઠક્કર, કૃષ્ણ દવે અને વિપીન પરીખનાં કાવ્યોની સ્વસ્થ રીતે રજૂઆત કરીને શ્રોતાઓની દાદ મેળવી. વિલે પાર્લાની વિવિધ સ્કૂલ સાથે સક્રિય એવાં શિક્ષિકા ડિમ્પલ સોનિગ્રાએ સરોજિની નાયડુનાં અંગ્રેજી કાવ્યનો પોતે કરેલો ભાવાનુવાદ શ્રોતાઓને સંભળાવ્યો. ઈલા આરબ મહેતાની ટૂંકી વાર્તા પરથી તૈયાર કરેલી એક એકોક્તિ ‘ સેલ્ફી ‘ રજૂ કરી એમણે શ્રોતાઓની ખૂબ તાળીઓ મેળવી.
આ કાર્યક્રમનું સંચાલન શિક્ષણ ક્ષેત્રે જેમણે ૩૮ વર્ષ આપ્યાં છે એવાં કવયિત્રી પ્રતિમા પંડ્યાએ કર્યું હતું. કાબેલ નાગરિક તૈયાર કરવામાં સંનિષ્ઠ શિક્ષકોનું મોટું યોગદાન હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.
‘અંધ શિક્ષણ, અંધ શાળા, આંધળા સપનાં બધાં,
ચકચકિત શાળામાં બાળક ઝાંખું પડતું જાય છે’
અગાઉ અકાદમી વતી સ્વાગત કરતાં સંજય પંડ્યાએ કાર્યક્રમના સહયોગી, ટ્રસ્ટના હર્ષદભાઈ પારેખને સાહિત્યિક પ્રવૃત્તિઓને પીઠબળ આપવાની એમની વિચારધારાને બિરદાવી હતી. એમણે સર્વ શ્રોતાઓને ગુજરાતી ભાષાનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખાવ્યાં હતાં અને આપણી ભાષા અને સાહિત્યથી નવી પેઢીને પરિચિત કરાવવાની શ્રોતાઓને હાકલ કરી હતી.
આ કાર્યક્રમની પરિકલ્પના કવિ મુકેશ જોષીની હતી. જાણીતા અદાકાર શરદ વ્યાસ, રાજુલ દીવાન તથા સ્વામી વિઠ્ઠલની આ કાર્યક્રમમાં હાજરી હતી અને શ્રોતાઓએ શિવાજી હોલને છેલ્લી હરોળ સુધી ભરી દીધો હતો.
મુંબઈઃ અમેરિકાનું ઘેલું એક યા બીજા કારણસર વિદ્યાર્થીઓ સહિત સંપન્ન-સમૃદ્ધ પ્રજામાં રહ્યું જ છે. આજે પણ અમેરિકામાં ભણવા યા ફરવા જવા માટેની સંખ્યા મોટી છે, જયારે કે બીજી બાજુ અમેરિકામાં વિઝાના નીતિ-નિયમો સતત બદલાતા રહે છે અથવા ભારતીયોને કયાંક અધ્ધર અથવા અનિશ્રિતતામાં રાખે છે. આ વરસે અમેરિકામાં ચૂંટણી યોજાવાની હોવાથી પ્રેસિડન્ટ કોણ બને છે અને તેનો વિઝા પોલિસી તેમ જ ભારતીયો પ્રત્યે કેવો અભિગમ રહે છે એ પણ હાલ તો સવાલ છે. આ ઉપરાંત અમેરિકામાં આર્થિક સંજોગો પણ એકંદરે નબળાં પડ્યા છે અને જોબ સમસ્યા પણ પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં અમેરિકામાં રહેતા ભારતીયોનું ભાવિ શું જણાય છે અથવા તેમાં કેવાં પરિવર્તન આવી શકે એ વિષય પર કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત ગુજરાતી ભાષા ભવન દ્વારા ૨૦ જાન્યુઆરીએ શનિવારની સાંજે પાંચ વાગ્યે વરસોથી અમેરિકા રહેતા તેમ જ અમેરિકાના સમાજથી સુપેરે વાકેફ એવા સુવિખ્યાત ફાઈનાન્સિયલ એકસપર્ટ, પ્રોફેસર, લેખક નટવર ગાંધીના વક્તવ્યનું આયોજન કરાયું છે. નટવર ગાંધી વરસોથી અમેરિકામાં સ્થાયી છે તેમ જ અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીઝમાં તેમણે શિક્ષણ ક્ષેત્રે પ્રોફેસર તરીકે પણ મહત્વનું પ્રદાન કર્યુ છે. તેમણે અમેરિકન કોંગ્રેસની વોચડોગ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઓફિસમાં ટેકસ પોલિસી અને એડમિનિસ્ટ્રેશન ઓફિસર તરીકે પણ કામ કર્યુ છે. યુએસએમાં એમબીએ અને પીએચડીની ડિગ્રી હાંસલ કરનાર ગાંધીએ ૨૦૦૦થી ૨૦૧૪ના વરસ સુધી ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. નટવર ગાંધી સાથે તેમના જીવનસંગિની કવિયત્રી પન્ના નાયક પણ આ પ્રસંગે હાજર રહેશે અને પોતાની બે કે ત્રણ રચના રજૂ કરશે.
આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડો. દિનકર જોશી પ્રાસંગિક વિચારો વ્યકત કરશે. કાર્યક્રમનું સ્થળઃ જયંતિલાલ પટેલ લો કોલેજ, બીજા માળે, કાંદિવલી રિક્રિએશન કલબની નજીક, ઓફ મથુરાદાસ રોડ, કાંદિવલી-વેસ્ટ
સમયઃ સાંજે પાંચ થી ૬.૩૦. કેઈએસ અને ગુજરાતી ભાષા ભવન તરફથી આ કાર્યક્રમમાં હાજર રહેવા રસિકજનોને નિમંત્રણ છે.
મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ કોજેન્સિસ ઈન્ફોર્મેશન સર્વિસીસ લિમિટેડના સહયોગમાં વિશેષ ઈન્વેસ્ટર પોર્ટલ https://iinvest.cogencis.com શરૂ કર્યું છે, જેથી રોકાણકારો વ્યવસ્થિત જાણકારીપૂર્ણ નિર્ણયો લઈ શકે. પોર્ટલનો હેતુ લિસ્ટેડ કંપનીઓ વિશે માહિતી મેળવવા માટે એકીકૃત નેવિગેટ કરવા માટે ઉપયોગમાં સરળ અને સાહજિક ઇન્ટરફેસ પૂરા પાડવાનો છે. આ પોર્ટલ રોકાણકારોને ડ્યુ ડિલિજન્સ કરવા, બજારની કામગીરીને ટ્રેક કરવાનાં સાધન અને માહિતી માટે સ્ક્રીન પૂરાં પાડશે.
એનએસઈએ રોકાણકારોને પોર્ટલ વિશેના તેમના પ્રતિભાવ જણાવવાનું કહ્યું છે, રોકાણકારો તેમનો પ્રતિભાવ આપવા iinvest@cogencis.com ઈન્વેસ્ટર પોર્ટલની લિન્ક એનએસઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
પોર્ટલની વિશિષ્ટતાઓમાં તેના પર મુખ્ય ઈન્ડાયસીસ, સ્ટોકની મુવમેન્ટ્સ, છેલ્લામાં છેલ્લા સમાચાર, આગામી આઈપીઓઝ, વગેરે અંગેની માહિતી રિયલ ટાઈમ ધોરણે અપટેડ થતી રહેશે. ઈન્ટરફેસ એવો રાખવામાં આવ્યો છે કે શેરબજારમાં નવા હોય એવા રોકાણકારો પણ સરળપણે માહિતી પ્રાપ્ત કરી શકશે. આ સિવાય કંપનીઓ વિશેનો અતિ વિસ્તૃત ડેટા પૂરો પડાશે. વળી, પોર્ટલ પર રોકાણકારોને એવાં એનાલિટિક્લ ટૂલ્સ પૂરાં પાડવામાં આવ્યા છે, જેના દ્વારા રોકાણકારો તેમની પસંદગીની માહિતી અને કસ્ટમ બેઝ્ડ સ્ક્રીન્સ પ્રાપ્ત કરી શકે છે.
દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.
—————————————————————————————————–
અયોધ્યામાં ભગવાન શ્રીરામના નિર્માણાધીન મંદિરમાં રામલલ્લાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે એ નિમિત્તે, આશરે છ દાયકાથી વિશ્વના ખૂણે ખૂણે રામકથાનું પાન કરાવતા રામાયણી સંત મોરારિબાપુ ‘ચિત્રલેખા.કોમ’ ના વાચકો સમક્ષ એમના મનોભાવ રજૂ કરે છે.
શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે
શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે
22 જાન્યુઆરીની બપોરે 11થી 12 વાગ્યા વચ્ચે શ્રીધામ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની દિવ્ય મૂર્તિમાં જે પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એ મંગળ અવસરની તમને બધાને, પૂરા દેશને, પૂરી દુનિયાને વધામણી, શુભ કામના, પ્રણામ અને જય સિયા રામ.
હું મોરારિબાપુ, મારા નાના ગામ તલગાજરડામાં, જેને અમે ચિત્રકૂટ કહીએ છીએ, જે મારી જન્મભૂમિ છે ત્યાં હનુમાનજીનાં ચરણોમાં, મારા પરમ સદગુરુના ચરણોમાં બેસીને રામચરિત માનસની ચોપાઈઓનું પાન કર્યું એ જ ભૂમિ પરથી હું આજે આપની સાથે સંવાદ કરવા ઈચ્છું છું.
એક વાત તો એ છે કે રામ ભગવાન એ પરમાત્મા છે, ઈશ્વર છે, પરમ સત્ય છે, પરમ તત્ત્વ છે, બ્રહ્મ છે. કોઈ માને કે ન માને, પણ ભગવતગીતામાં જેનો મહિમા ગાયો છે એ સનાતનનો અર્થ છે શાશ્વત, નિરંતન. બીજી તરફ, રામચરિત માનસમાં કહ્યું છે: આદિ, અંત કોઉ જાસુ ન પાવા, મતિ અનુમાની નિગમ અસ ગાવા અર્થાત્ રામનો આરંભ ક્યારે થયો, અંત ક્યારે થશે એ કોઈ કહી ન શકે. યુગો પહેલાં અથવા તો ઈતિહાસવિદોએ નિશ્ચિત કરેલા વેદકાળમાં વેદમાંના શ્લોકથી લઈને લોક સુધી ભગવાન રામનું અસ્તિત્વ નેતિ નેતિ કહીને ગાવામાં આવ્યું. શિવજીએ રામને પરમાત્મા, ઈશ્વર, જગદગુરુ કહીને સંબોધ્યા છે. આવા પરમ તત્ત્વ ભગવાન રામનું મંદિર જ્યાં નિર્માણધીન છે એ અયોધ્યા નગરી ધન્ય છે, સરયુ નદી ધન્ય છે.
ભારતીય સભ્યતાના સંરક્ષક સાધુ સંત કે તુમ રખવાલે સ્વયં હનુમાનજી જ્યાં બિરાજતા હતા એ હનુમાન ગાદી હોય કે ભગવાન રામે નિવાસ કર્યો એ કનક ભવન હોય એની સાક્ષી છે યુગોથી વહેતી, માનસરોવરથી નીકળેલી, એક સરમાંથી નીકળેલી સરયુ નદી. માનસમાં કહ્યું છે, સરયુ નામ સુમંગલ મૂલા. વેદ અને લોકની વચ્ચેથી ભગવાન રામની પરમ ચેતનાનો પ્રવાહ વહે છે ત્યાં ભગવાન રામનું મંદિર તૈયાર થઈ રહ્યું છે.
રામચરિત માનસના આધારે કહેવા માગું છું કે આપણે જે દિવ્ય ઘડીની રાહ જોતા હતા એ પાંચસો-સાડા પાંચસો વર્ષ પછી સાકાર થઈ રહી છે. ભગવાન રામ સૂર્યવંશમાં થયા હતા. ખગોળના નિયમો અનુસાર સૂર્ય મહાનતમ છે. બ્રહ્માંડમાં આપણા જેવી અનેક આકાશગંગા છે. આપણી આકાશગંગાના સૂર્ય ભગવાન, જે આપણને જીવન આપે છે એ સૂર્યવંશમાં ભગવાન રામ અવતર્યા. એ સૂર્યવંશીના મંદિરને, એના મહિમાને શતાબ્દીઓ પહેલાં કેટલાય લોકોએ સૂર્યગ્રહણની જેમ ગ્રસિત કર્યાં હતાં. જે રીતે સૂર્ય આવા ગ્રહણથી મુક્ત થઈને ફરી પ્રકાશ ફેલાવે છે એ જ રીતે ઈતિહાસ સાક્ષી છે. આજે 78 વર્ષથી અર્થાત્ સાત દાયકાથી તો હું સાક્ષી છું કે અનેક સૂર્ય જેની સામે મલિન દેખાય એવા ભગવાન રામને કેટલાંય રાહુ તત્ત્વોએ સમય સમય પર ગ્રસવાની કોશિશ કરી, પણ અંતે તો તમામ ગ્રહણ દૂર થયાં છે.
અયોધ્યાનો મહિમા, સરયુનો મહિમા, ભગવાન રામ અને રામરાજ્યનો મહિમા અતુલનીય, અકથનીય છે. ભારતને રામરાજ્ય આપવાની ઉદ્ઘોષણા કરવાવાળા ગાંધીજીએ પણ ભગવાન રામની વંદના કરી હતી: ‘હું મારા જીવનમાં જે પણ કરી શક્યો એમાં રામ નામની ભૂમિકા છે.’
શાસ્ત્રોમાં લખ્યું છે કે ભારતની સાત નગરીઓ મોક્ષદાયી છે. એમાં પહેલું નામ અયોધ્યા છે. અહીં જે નિવાસ કરે છે એને મોક્ષ મળે જ છે.
નિર્ધારિત સમય અવધિમાં રામમંદિર પૂરું થશે એના વિશે ત્રણ વાત કહીશ. એક, કળાની દૃષ્ટિએ જોઈએ તો આદરણીય ચંદ્રકાન્તભાઈ સોમપુરાએ ડિઝાઈન બનાવી છે. તલગાજરડાના મંદિરની અદ્ભુત રચના પણ એમણે જ કરેલી. અદાલતના ચુકાદા પછી અમે ચંદ્રકાન્તભાઈને સૂચવેલું કે મંદિરનો એવો પ્લાન બનાવીએ જે વૈશ્વિક હોય, સ્પર્ધા માટે નહીં, પણ બધા લોકોની આસ્થા જોડાય એટલા માટે.
કળાની દ્રષ્ટીએ જુઓ તો મંદિરમાં એક પણ લોખંડની ખીલી ઠોકવામાં આવી નથી. એક હજાર વર્ષ જેટલું આ બાંધકામનું આયુષ્ય છે. મારી આંખોમાં એ અવશ્ય ભવ્ય છે. આધ્યાત્મિક દ્રષ્ટીથી ગર્ભગૃહની વાત કરું તો એ દિવ્ય છે. આ અનુભવ દરેકને થશે. નિજ મંદિરમાં બાલરામજી કે બીજું જે સ્વરૂપ પધરાવાય, પણ એમનાં ચરણો તો સેવ્ય જ છે. આ ભવ્યતા, દિવ્યતા અને સેવ્યતા એ ત્રણ પરમ પવિત્ર પ્રવાહનો સંગમ છે.
ભગવાન જ્યારે લંકાવિજયથી પાછા આવ્યા, અયોધ્યાનું નવનિર્માણ કરવા આવ્યા ત્યારે તમે જાણો છો કે પ્રભુએ વિમાન સરયુના તટ પર ઉતાર્યું અને અયોધ્યાની માટીને પોતાના શિર પર આભૂષિત કરતાં ગાયેલું: જનની જન્મભૂમિશ્રય સ્વર્ગાદપિ ગરીયસી અર્થાત્ મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે.
રામ અયોધ્યાવાસીઓને બહુ ચાહે છે. કેટલાક લોકોએ રામ પાસે જાનકીની આલોચના કરી હતી, છતાં એમને રામે ઉદારતાથી સહન કરી લીધા હતા. તુલસીદાસે કહ્યું છે કે રામ સમાન ઉદાર કોઈ ન હોઈ શકે.
આવા રામના મંદિરનું પહેલું ચરણ પૂર્ણતાની નજીક છે ત્યારે હું આ સત્ય, પ્રેમ અને કરુણાના યજ્ઞમાં આહુતિ દેનારા બધાને ધન્યવાદ આપું છું. 22 જાન્યુઆરીએ ઘર ઘરમાં દિવાળીની જેમ આ ઉત્સવ મનાવીએ.
રામાવિગ્રહ નિરાકારમાંથી આકાર લે છે. એ આપણી ભૂમિ પર આપણા જેવા થઈને આવે છે. રામ ધાર્મિક નથી, સ્વયં ધર્મ છે. જ્યારે વિગ્રહ ધારણ કરવાની ઈચ્છા કરી ત્યારે સનાતન ધર્મ, વૈદિક અને શાશ્ર્વત ધર્મ આપણી ભૂમિ પર આવ્યા. બીજુ, રામ સાધુ છે. સાધુ થવું એ મારી દૃષ્ટિએ સૌથી ઊંચી વાત છે. માનસમાં પણ લખ્યું છે: રામ પરમ સત્ય છે, રામ ધર્મ છે. રામ પરાક્રમના પ્રતીક છે. પરાક્રમ એ જ કરી શકે જેનું જીવન ધર્મમય, સાધુતાથી ભરેલું હોય. આટલો મોટો સેતુ, સાત જોજન લાંબો સેતુ ચંચલ જાતિના વાનરોથી બનાવ્યો એ કામ રામ જેવા પરાક્રમી જ કરી શકે. હવે તો નાસાની તસવીરોમાં પણ રામસેતુના અવશેષ જોઈ શકાય છે.
અનંત ગુણ છે રામના. વાલ્મીકિએ નારદને પૂછ્યું કે આવો અનંત ગુણશાળી પુરુષ પૃથ્વી પર કોણ છે? એના જવાબમાં રામનું નામ જ આવે છે.
મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જેહિ ધ્યાવહીં
કહિ નેતિ નિગમ પુરાન આગમ જાસુ કીરતિ હાવહીં
સોઈ રામુ બ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની
અવતેરેઉ અપને ભગત હિત નિજતંત્ર રઘુકુલમની
અર્થાત્ જ્ઞાની, મુનિ, યોગી તથા સિદ્ધ નિરંતર નિર્મલ ચિત્તથી જેમનું ધ્યાન ધરે છે તથા વેદ, પુરાણ અને શાસ્ત્રો નેતિ નેતિ કહીને જેમની કીર્તિ ગાય છે એ સર્વવ્યાપી, સમસ્ત બ્રહ્માંડોના સ્વામી, માયાપતિ, નિત્ય સ્વતંત્ર, બ્રહ્મરૂપ ભગવાન રામે પોતાના ભક્તોનાં હિત માટે રઘુકુળના મણિ રૂપે અવતાર લીધો છે.
– તો સાહેબ, રામ જ્યાં કંઈ નહોતું ત્યાં પણ હતા. બધું જ હતું તો પણ છે અને પ્રલય થશે ત્યારે અંધારું અને જળ સિવાય કંઈ નહીં હોય ત્યારે પણ રામતત્ત્વ તો રહેશે જ. આપ બધાને ફરી એક વાર પ્રણામ, જય સિયા રામ.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 189 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,22,219 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. હવે ઉત્તર પ્રદેશમાં આ નવા વેરિયેન્ટના નવા કેસ મળ્યા છે અને દેશમાં આ વેરિયેન્ટના 1000થી વધુ કેસ થયા છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 1000થી દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 214 કેસો નોંધાયા છે અને આંધ્ર પ્રદેશમાં 189 કેસ નોંધાયા છે. આ સાથે કેરળમાં 154, ગોવામાં 90, ગુજરાતમાં 76, મહારાષ્ટ્રમાં 170, તામિલનાડુમાં 88, ઉત્તર પ્રદેશમાં સાત અને રાજસ્થાનમાં 32, દિલ્હીમાં 16 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે. આ આ નવા વેરિયેન્ટના કુલ 1104 કેસો નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,417 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,85,998 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 372 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2804 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,83,096 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 71 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય વેપારના કામકાજમાં ધીરજ રાખવી.
અમિતાભ બચ્ચન- શશી કપૂરની ફિલ્મ ‘દીવાર’ (૧૯૭૫) ની સફળતામાં લેખક જોડી સલીમ- જાવેદની મજબૂત સ્ક્રીપ્ટ સાથે બંને અભિનેતા વચ્ચેના સંવાદના દ્રશ્ય પણ દમદાર બન્યા હતા. એનું રહસ્ય ખોલતા સલીમ ખાને એક મુલાકાતમાં કહ્યું હતું કે કોઈપણ સંવાદ વાર્તામાં નહીં પણ સ્ક્રીનપ્લેમાં હોય છે. જે રીતે ફિલ્મનો ક્લાઇમેક્સ હોય છે એ રીતે બે વ્યક્તિ વચ્ચેના સંવાદમાં છેલ્લે પંચ હોય છે. શશી કપૂર માટેની ‘મેરે પાસ માં હૈ’ એવી પંચલાઇન પહેલાં બનાવી હતી. એના પાયા પર આખું દ્રશ્ય રચાયું હતું.
આ ચાવીરૂપ લાઇનની આગળના જે સંવાદ હોય છે એ ખાનાપૂર્તિ જેવા હોય છે. એનું કોઈ મહત્વ હોતું નથી. એમાં અમિતાભે ‘મેરે પાસ યે હૈ, મેરે પાસ યે હૈ’ એવા ઉલ્લેખ કરતા રહેવાનું હતું. એમાં આજ મેરે પાસ ગાડી હૈ, મેરે પાસ બેન્ક બેલેન્સ હૈ વગેરે ચાર વસ્તુ મૂકો કે છ કોઈ ફરક પડતો નથી. લખતી વખતે વિચારવાનું હોય કે ક્યાં સુધી એ બાબતો સારી લાગશે અને ક્યાં અટકવાનું છે. સામે માત્ર એક વાત ‘મેરે પાસ માં હૈ’ પર વાતનો અંત આવી જાય છે. ફિલ્મમાં બીજા એક સંવાદનું દ્રશ્ય ‘આજ ખુશ તો તુમ બહુત હોંગે’ પણ પસંદ કરવામાં આવ્યું હતું. સલીમ માને છે કે જ્યારે એનું શુટિંગ થયું અને બધાંએ જોયું ત્યારે બહુ પસંદ આવ્યું હતું. પરંતુ એકમાત્ર પોતે એનાથી ખુશ ન હતા. એમણે કહ્યું કે દ્રશ્ય તો ચાલશે પણ એમાં એક ભૂલ થઈ છે. એ દ્રશ્યમાં અમિતાભ અંદરથી તૂટી ગયેલો હોય છે. એનામાં અસહાયતાની લાગણી હોય છે. એ દેખાતી નથી.
એ ભગવાન પાસે માંગવાને બદલે એમને વઢતો હોય એવું લાગે છે. સલીમે જે હેતુથી સ્ક્રીપ્ટ પ્રમાણે સંવાદ લખ્યા હતા એ ભાવ બોલતી વખતે એમાં આવતો ન હોવાથી એમના સિવાય કોઈને ખબર પડી ન હતી. ખુદ અમિતાભે પાછળથી સલીમની આ વાત અનુભવી હતી. દ્રશ્ય ચાલી જાય એમ હતું અને કોઈ આ બારીકી પકડી શકે એમ ન હોવાથી બહુ અફસોસ થયો ન હતો. ફિલ્મની વાર્તામાં 786 નંબરના બિલ્લા વિશેના સંવાદ અને તેનું બહુ મહત્વ બતાવાયું હતું. એમાં એક સંવાદ છે કે,‘786 કા મતલબ હૈ બિસ્મિલ્લાહ, શૂરુ કરતા હું અલ્લાહ કે નામ સે, બહુત મુબારક ચીજ હૈ બેટા… ઇસ બિલ્લે કો હમેશા અપને પાસ રખના.’ સલીમ ખાને એની વાત યાદ કરતા કહ્યું છે કે સ્ક્રીન પ્લે તૈયાર કર્યો ત્યારે કેટલાક દ્રશ્યોમાં અમિતાભનો બિલ્લો હતો અને એને કોઈને કોઈ નંબર તો આપવાનો જ હતો.
એ પહેલાં નક્કી થયો ન હતો. એના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. કેમકે ફિલ્મમાં એનો ખાસ ઉપયોગ ન હતો. એમ હતું કે 303 કે એવો કોઈપણ નંબર લખાવી દઇશું. સલીમને એક રાત્રે સપનામાં ‘786’ નંબર દેખાયો અને થયું કે એનો જ ઉપયોગ કરીએ. બીજા દિવસે સવારે જાવેદ અખ્તર સાથે ચર્ચા કરીને એ મુબારક નંબર રાખી લીધો. ત્રણેક દ્રશ્યમાં એ બિલ્લો વાર્તામાં મહત્વનો બની રહે છે. એક દ્રશ્યમાં અમિતાભને બિલ્લા નંબર 786 થી બચી જતો બતાવાયો છે. ફિલ્મમાં બિલ્લો મેઇન હોલમાં પડી જાય છે એ દ્રશ્યની પ્રેરણા સલીમે અંગ્રેજી ફિલ્મ ‘સ્ટ્રેન્જર ઓન અ ટ્રેન’ માંથી લીધી હતી. એમાં હીરોનું લાઇટર મેઇન હોલમાં પડી જાય છે. એની પાછળ પોલીસ પડી હોય છે અને એ મોટો પુરાવો હોય છે. સલીમ- જાવેદે ‘દીવાર’ માં એક-એક સંવાદ અને દ્રશ્ય પર મહેનત કરી હતી.
સૌનું યોગક્ષેમ કરવાવાળો ઈશ્વર છે. કહે છે – જાકો રાખે સાઇયાં, માર સકે ના કોઈ. બાલ ન બાંકા કર સકે, જો જગ બેરી હોય. આમ જ્યાં સુધી માણસ ઉપર ઈશ્વરની કૃપા છે કોઈ તેનો વાળ સુદ્ધા વાંકો કરી શકતો નથી.
જુઓ નીચેની પંક્તિઓ –
જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હૈ યારો
મેં નહીં કહતા કિતાબો મેં લિખા હૈ યારો
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)