Home Blog Page 2150

તેજા સજ્જાની ફિલ્મ ‘હનુમાન’નો બોક્સઓફિસ પર ડંકો વાગ્યો

નવી દિલ્હીઃ આજકાલ રામાયણનાં પાત્રો બધે છવાયેલાં છે, પછી ભલે એ શ્રીરામ હોય કે હનુમાન હોય. સાઉથ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ ‘હનુમાન’ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. દર્શકોને અને વિવેચકો તરફથી ખાસ્સો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં તેજા સજ્જાની એક્ટિંગને બધા ખૂબ પસંદ કરી રહ્યા છે. થિયેટરમાં પણ ‘જય શ્રીરામ’ના નારા ખૂબ લાગ્યા હતા. બોક્સ ઓફિસ પર પણ મૂવીએ ડંકો વગાડી દીધો છે.

સાઉથની આ‘હનુમાન’ ફિલ્મ આશરે રૂ. 25 કરોડમાં બની છે, જેણે ઓપનિંગ ડે પર કમાલનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ભારતમાં રૂ. 10 કરોડથી વધુની કમાણી કરી છે. બોક્સ ઓફિસ ટ્રેકર સૈકનિલ્કનો રિપોર્ટ કહે છે કે ‘હનુમાને’ ઓપનિંગ ડે પર ભારતમાં રૂ. 11.91 કરોડનો બિઝનેસ કર્યો છે, જ્યારે આ ફિલ્મનું હિન્દીમાં રૂ. બે કરોડ કલેક્શન રહ્યું છે. તમિળમાં રૂ. 0.03 કરોડ, કન્નડમાં 0.02 કરોડ અને મલયાલમમાં 0.01 કરોડનો બિઝનેસ કર્યો છે.

હાલમાં રિલીઝ થયેલી કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ને એની સાથે રિલીઝ કરવામાં આવી હતી. પણ ફર્સ્ટ ડે કલેક્શનમાં બંને સ્ટારની મુવી પાછળ રહી હતી. એ ફિલ્મે રૂ. 2.55 કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘હનુમાન’નું ડંકો દેશમાં અને વિદેશમાં વાગ્યો છે. USAમાં એ ફિલ્મે 550K  ડોલરનું કલેક્શન કર્યું હતું. હવે ફિલ્મના પહેલા વીકએન્ડ પર સૌની નજર છે.

 

 

 

 

 

 

નીતીશકુમાર નહીં, ખડગે I.N.D.I.A. ગઠબંધનના સંયોજક બનવાની શક્યતા

નવી દિલ્હીઃ બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે I.N.D.I.A. એલાયન્સના સંયોજક બનવાથી ઇનકાર કરી દીધો છે. I.N.D.I.A.  ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં તેમને સંયોજક બનાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવેયો હતો. એને તેમણે ઠકરાવી દીધો હતો.લોકસભા ચૂંટણી માં ભાજપની વિરુદ્ધ બનેલા 28 પક્ષોના ગઠબંધનની શનિવારે મહત્ત્વની બેઠક થઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, NCP ચીફ શરદ પવાર, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના નેતા સીતારામ યેચુરી, તામિલનાડુના CM અને DMKના ચીફ સ્ટાલિન સહિત 14 પક્ષોના નેતા સામેલ થયા હતા. આ બઠકમાં પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજી અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ચીફ ઉદ્ધવ ઠાકરે સામેલ નહોતા થયા. આ બેઠકમાં સીટ વહેંચણીના સંયોજક બનાવવા સહિત તમામ મુદ્દાઓ પર વાતચીતમાં I.N.D.I.A.  ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી હતી. વિરોધ પક્ષોના નેતાઓએ આ મુદ્દાઓ પર વાતચીત પણ કરી હતી. એ દરમ્યાન નીતીશકુમારે સંયોજક બનવાથી ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષમાંથી જ કોઈને સંયોજક બનાવવામાં આવે.

પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ આ બેઠકમાં સામેલ નહોતાં થયાં. તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમને આ બેઠકની માહિતી મોડેથી મળી હતી અને એમના પહેલેથી વિવિધ કાર્યક્રમો હતા. આમ હવે નીતીશકુમારે સંયોજક પદનો ઇનકાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લકાર્જુન ખડગેને ઇન્ડિયા ગઠબંધનના સંયોજક બનાવવામાં આવે એવી શક્યતા છે.

 

 

 

 

 

EDએ કેજરીવાલને મોકલ્યા ચોથા સમન્સ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લીકર કૌભાંડ મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ચોથી વાર સમન્સ મોકલ્યા છે. આ પહેલાં આપવામાં આવેલી નોટિસ પર કેજરીવાલ EDની સમક્ષ હાજર નહોતા થયા. કેજરીવાલે એને ગેરકયદે ગણાવ્યા છે. હવે ચોથા સમન્સ જારીને EDએ કેજરીવાલને 18 જાન્યુઆરીએ ફરી બોલાવ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા (AAP)ઓ પણ ED દ્વારા CM અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલા સમન્સને રાજકીય રીતે પ્રેરિત અને બિનજરૂરી ગણાવી રહ્યા છે. AAP નેતાઓનો આરોપ છે કે ભાજપના નેતાઓ કોઈક રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા ઈચ્છે છે. જ્યારે અરવિંદ કેજરીવાલ પાસે છુપાવવા જેવું કંઈ નથી. તેમણે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો નથી. CM અરવિંદ કેજરીવાલે પોતે કહ્યું છે કે તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. પરંતુ ED સમક્ષ હાજર થતાં પહેલાં ED તેમના સવાલોના જવાબ આપે. આપના નેતાઓનું એમ પણ કહેવું છે કે EDનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદે છે. તેમણે તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને તેને પાછી ખેંચવાની માંગ કરી હતી.

આપ નેતા જૈસ્મિન શાહનું કહેવું છે કે લિકર કેસની તપાસ છેલ્લા બે વર્ષથી જારી છે, પરંતુ અત્યાર સુધી EDએ પુરાવા યોગ્ય રીતે એકત્ર નથી કર્યા અને EDએ 500થી વધુ સાક્ષીઓથી પૂછપરછ કરી છે અને 1000થી વધુ દરોડા પાડ્યા છે, પણ અત્યાર સુધી એક પણ રૂપિયો જપ્ત નથી કરી શકી. તેમણે કહ્યું હતું કે આ ઇન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓને નિશાન બનાવવા અને ચૂંટણીપ્રચાર કરવાથી અટકાવવા માટે લોકસભા ચૂંટણી પહેલાં કેજરીવાલની ધરપકડ કરવાનું કાવતરું છે.

આ પહેલા EDએ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023 અને ત્રીજી જાન્યુઆરી 2024એ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે ત્રણેય વખત દિલ્હી સીએમ પૂછપરછ માટે તેઓ હાજર થયા નહોતા. અરવિંદ કેજરીવાલ ત્રણ જાન્યુઆરીની પૂછપરછમાં હાજર રહ્યા ન હતા અને કહ્યું હતું કે ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ ગેરકાયદે છે અને તેનો એકમાત્ર હેતુ તેની ધરપકડ કરવાનો છે.

 

 

 

 

 

કોરાનાના 441 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,21,383 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. હવે ઉત્તર પ્રદેશમાં આ નવા વેરિયેન્ટના નવા કેસ મળ્યા છે અને દેશમાં આ વેરિયેન્ટના 1000થી વધુ કેસ થયા છે.   કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 1000થી વધુ દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 214 કેસો નોંધાયા છે અને આંધ્ર પ્રદેશમાં 189 કેસ નોંધાયા છે.  આ સાથે કેરળમાં 154, ગોવામાં 90, ગુજરાતમાં 76, મહારાષ્ટ્રમાં 170, તામિલનાડુમાં 88, ઉત્તર પ્રદેશમાં સાત અને રાજસ્થાનમાં 32, દિલ્હીમાં 16 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે. આ આ નવા વેરિયેન્ટના કુલ 1104 કેસો નોંધાયા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,412 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,84,733 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 571 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3238 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,82,853 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 407 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

‘મેળા’ને સાહિત્ય દ્વારા અનુભવવાનો લહાવો લેવા જેવો ખરો

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને કેઈએસ ગુજરાતી ભાષાભવન આ મહિને સાહિત્યના ભાવકો માટે ગોળનું ગાડું લઈને આવ્યા છે. ઉત્તમ સાહિત્યિક કાર્યક્રમોની ઉપરાઉપરી હારમાળામાં શનિવારે ૧૩મી જાન્યુઆરીએ સાંજે છ વાગ્યે ગુજરાતી સાહિત્યમાં મેળો” એ વિષય પર વિવિધ રજૂઆત છે.

જાણીતાં ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણી મેળા વિશેનાં ગીતો રજૂ કરશે, જેમાં સંગીત સંકલન કાનજીભાઈ ગોઠીનું છે. ડો. હિતેશ પંડ્યા ” લોકસાહિત્યમાં મેળો” એ‌ વિષય પર વાત કરશે.વરિષ્ઠ કલાકાર પ્રતાપ સચદેવ ત્રણ સર્જકોના ગદ્યખંડનું પઠન કરશે. વિદ્યાર્થીની મીના ચૌહાણ એક કાવ્યનું પઠન કરશે. આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.  આ કાર્યક્રમ જયંતીલાલ પટેલ લો કૉલેજ હોલ, બીજે માળે, કાંદિવલી રિક્રિએશન ક્લબની પાસે, ઓફ મથુરાદાસ રોડ, કાંદિવલી પશ્ચિમના સરનામે છે અને સહુ હાજરી આપી શકે છે.

 

 

મિક્સ વેજીટેબલ દાળ વડા

ઠંડીના દિવસોમાં શરદીની તકલીફ તો મોટાભાગનાને થતી હોય છે. તેમાં ઠંડી અને શરદી ભગાડી દે તેવા ગરમાગરમ મિક્સ વેજીટેબલ દાળના વડા ખાવા મળી જાય તો?

સામગ્રીઃ

  • લીલી ફોતરાવાળી મગની દાળ 1¼ કપ
  • પાલકના પાન 1 કપ
  • કાંદા 2 (કાંદા ન ખાવા હોય તો skip કરી શકાય છે)
  • લીલાં મરચાં 8-10, કોથમીર 2 કપ
  • કળી પત્તાનાં પાન 15-20
  • બટેટા 2-3
  • ગાજર 1 (optional)
  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • સૂકાં લાલ મરચાં 7-8
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટે.સ્પૂન

રીતઃ મગની દાળ 2-3 પાણીએથી ધોઈને 2 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી ¼ કપ જેટલી દાળ અધકચરી પીસીને બાકીની દાળ બારીક પીસી લો.

પાલક તેમજ કોથમીરને અલગ અલગ 3-4 પાણીએથી ધોઈને એક કપડાંમાં સૂકવીને કોરા કરી લો. તેમજ ઝીણાં સમારી લો. સાથે લીલાં મરચાં, કાંદા, કળીપત્તાના પાન પણ ઝીણાં સમારી લો. આ સમારેલાં શાક પીસેલી દાળમાં મેળવી દો. આખા ધાણા, વરિયાળી તેમજ સૂકાં લાલ મરચાંને ખાંડણી-દસ્તામાં અધકચરા પીસીને મેળવી દો. હવે તેમાં હીંગ, ધાણાજીરુ, મરચાં પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું પણ નાખીને મિક્સ કરી દો.

આ મિશ્રણ વડા બાંધી શકાય તેવું હોવું જોઈએ. તેમાંથી ગોળાકાર વડા બનાવતાં જાઓ અને તેલમાં તળતા જાઓ. કઢાઈમાં તેલ ગરમ થયા બાદ ગેસની આંચ મધ્યમ કરીને જ વડા તળવા.

ગરમાગરમ વડા લીલાં મરચાં, લાંબી ચીરીમાં સમારેલાં કાંદા તેમજ તીખી અને ગળી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

વડાનું મિશ્રણ તૈયાર કરીને વડા વાળીને રેફ્રીજરેટરમાં રાખી શકો છો. જેથી નાસ્તાના સમયે વાળેલા તૈયાર વડા ગરમાગરમ ઉતારી શકાય!

જો થોડા કલાક પહેલાં વડા તૈયાર કરી રાખવા હોય તો કાચા-પાકાં તળીને પણ રેફ્રીજરેટરમાં રાખી શકાય છે!  જેથી તળીને ગરમાગરમ પીરસી શકાય!

૧૩ જાન્યુઆરી, ૨૦૨૪

૧૩ જાન્યુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 13/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

અનુપમ ‘સારાંશ’ માં ભૂમિકા મેળવીને જ રહ્યા

મહેશ ભટ્ટની કોઈ ફિલ્મ સફળ રહી ન હતી અને ‘અર્થ’ (૧૯૮૨) રજૂ થઈ ન હતી ત્યારે રાજશ્રી પ્રોડકશનની ‘સારાંશ’ (૧૯૮૪) મળી ગઈ હતી. બન્યું એવું કે સરકાર દ્વારા ઓફબીટ ફિલ્મો બનાવવા મદદ કરવા સ્થાપિત ‘એન.એફ.ડી.સી.’ સાથે મહેશ ભટ્ટને મુલાકાતનો સમય મળ્યો હતો. પરંતુ એ પહોંચ્યા ત્યારે કોઈ જાણીતી હસ્તી આવી હોવાથી એમને સમય આપવામાં આવ્યો નહીં અને એ નિરાશ થઈને બસમાં પાછા જઇ રહ્યા હતા. રસ્તામાં ‘રાજશ્રી પ્રોડકશન’ ની કંપનીનું બેનર જોઈ એક આશા સાથે ઉતરી ગયા અને ચાલતા એમની ઓફિસે પહોંચ્યા.

રાજકુમાર બડજાત્યા સાથે એમની મુલાકાત થઈ. મહેશે પોતાની આગામી ફિલ્મ ‘સારાંશ’ ની વાર્તા ટૂંકમાં સંભળાવી. રાજકુમારે જાણ્યું કે એમની ‘અર્થ’ બનીને તૈયાર છે પણ વેચાતી નથી ત્યારે એને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. મહેશે નિર્માતાને વિનંતી કરીને એક પ્રિવ્યુ થિયેટરમાં ‘અર્થ’ નો શૉ ગોઠવ્યો. ફિલ્મ જોઈને બડજાત્યાએ એને મુંબઈમાં પ્રદર્શિત કરવાનું ગોઠવ્યું અને ‘સારાંશ’ નું નિર્માણ કરવાની પણ મંજૂરી આપી દીધી. ફિલ્મમાં ૨૮ વર્ષના અનુપમ ખેરની પસંદગી 75 વર્ષના વૃધ્ધના પાત્ર માટે થઈ હતી. અનુપમ સાથે મરાઠી થિયેટરના સુહાસ પણ હતા. ત્યારે મહેશને સંજીવકુમાર સાથે મિત્રતા હતી એટલે શુટિંગ શરૂ થતાં પહેલાં ‘રાજશ્રી પ્રોડકશન’ તરફથી સૂચન થયું કે આ એક ઓફબીટ વાર્તાવાળી ફિલ્મ છે તો એમાં કોઈ જાણીતો ચહેરો પસંદ કરો.

‘રાજશ્રી’ ના નામ પર ફિલ્મ તો વેચાઈ જવાની હતી પણ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા સંજીવકુમાર જેવા લોકપ્રિય અભિનેતાની એમને જરૂર લાગતી હતી. વળી એ સમય પર આ બેનરની ફિલ્મો ખાસ ચાલી રહી ન હતી. મહેશ પણ માની ગયા કે મુખ્ય ભૂમિકા સંજીવકુમારને આપી દઈએ અને બીજી ભૂમિકા અનુપમ ખેર કરી લેશે. મહેશે અનુપમને જાણ કરી કે નિર્માતા નવોદિતને મુખ્ય ભૂમિકામાં રાખવા માગતા નથી. અનુપમે ‘બી.વી. પ્રધાન’ ની ભૂમિકા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. આ ભૂમિકાથી કારકિર્દીને વેગ મળવાની આશા બાંધી લીધી હતી. પોતાની ભૂમિકાની જાહેરાત કરી દીધી હતી. એટલે એ ભૂમિકા બીજાને આપી દેવામાં આવી છે એ વાતથી ઉદાસ થઈ ગયા હતા અને મહેશ ભટ્ટને મળી ગુસ્સો વ્યક્ત કર્યો હતો કે તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હું શહેર છોડીને જઈ રહ્યો છું. કારમાં સામાન ભરીને આવ્યો છું. ભૂમિકા મેળવવા અનુપમ મહેશ સાથે લડ્યા અને રડ્યા પણ હતા.

એ જોઈ મહેશને લાગ્યું કે ભૂમિકા માટે ઉત્સાહ, પ્રામાણિક્તા અને સમર્પિત ભાવનાથી તૈયાર છે એ જોતા એને વધુ યોગ્ય માની શકાય એમ છે. અને એમણે રાજકુમારને વાત કરીને ભૂમિકા અનુપમને સોંપી દીધી હતી. એમાં સૂરજ બડજાત્યા સહાયક બન્યા હતા. જ્યારે ક્લાઇમેક્સ ફિલ્માવવામાં આવી રહ્યો હતો ત્યારે એમાંની વાતથી તારાચંદ બડજાત્યા સહમત ન હતા. એમણે મહેશને કહ્યું કે પુનર્જન્મ નથી એમ કહી તું પરંપરાને લલકારી રહ્યો છે. મહેશે સમજાવ્યું કે એ નહીં એનું પાત્ર આ માનતું નથી. ત્યારે રાજકુમારે પિતાને કહ્યું કે આ યુવાન અડધા કલાકથી પોતાની વિચારધારા મુજબ સ્પષ્ટતા કરી રહ્યો છે.

આપણી ફિલ્મો આપણાં કહ્યા પ્રમાણે જ બની છે. એની સ્થિતિ તમે જોઈ છે. આ ફિલ્મની વાર્તા અને નિર્દેશન એનું જ છે. આપણે હંમેશા નિર્દેશકોને સહયોગ આપ્યો છે. આખરે એમણે રિસાઈને સંમતિ આપી પણ પોતાનું નામ કાઢી નાખવા કહ્યું. જોકે, એવું કરવામાં આવ્યું ન હતું. ફિલ્મ તૈયાર થયા પછી જ્યારે એક શૉ આયોજિત કરી સંજીવકુમારને બતાવી ત્યારે એ રડી પડ્યા હતા. અને સ્વીકાર્યું હતું કે આ ભૂમિકા અનુપમ ખેર માટે જ બની હતી. હું ભૂમિકા કરી શક્યો ના હોત. ‘સારાંશ’ ભલે બહુ સફળ રહી ન હતી પણ લેન્ડમાર્ક ફિલ્મનો દરજ્જો મેળવી ગઈ હતી.

પંચાંગ 13/01/2024