Home Blog Page 2152

પશ્ચિમ બંગાળના મંત્રી, TMCના નેતાઓને ત્યાં EDના દરોડા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દરોડા દરમિયાન અધિકારીઓ પર થયેલા હુમલા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ફરી એક વાર એક્શનમાં છે. ટીમ નગરપાલિકા નોકરી કૌભાંડ મામલે વિવિધ સ્થળોની તપાસ કરી હતી. કોર્ટથી સુરક્ષા મળ્યા પછી EDની ટીમ ફરી એક વાર દરોડા માટે પહોંચી છે. પશ્ચિમ બંગાળના ફાયર સર્વિસ મિનિસ્ટર સુજિત બોઝના ઘરે EDએ દરોડા પાડ્યા છે. મ્યુનિસિપલ સંસ્થાઓમાં ભરતી કૌભાંડના મામલામાં EDએ કોલકાતા સહિત અનેક સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુજિત બોઝ સિવાય, ED TMC પ્રવક્તા અને ધારાસભ્ય તાપસ રોય અને ઉત્તર દમ દમ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સુબોધ ચક્રવર્તી સહિત વરિષ્ઠ TMC નેતાઓનાં ઘરોની તપાસ કરી રહી છે. EDની આ દરોડા એવા સમયે પડી રહી છે જ્યારે ED અધિકારીઓ પર હુમલા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજા પર તીખા હુમલા કરી રહી છે. એપ્રિલ, 2023માં કોલકાતા હાઇકોર્ટ નગરપાલિકાની ભરતીમાં અનિયમિતતાઓની તપાસ કરવાનો નિર્દેશ CBIને આપ્યો હતો.

5 જાન્યુઆરીએ EDની ટીમ TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે સંદેશ ખાલી પહોંચી હતી. આ દરમિયાન EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી શાહજહાં શેખ ફરાર છે. તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. અધિકારીઓ પર હુમલા બાદ EDએ FIR દાખલ કરી હતી. આ પછી પશ્ચિમ બંગાળ સરકારે પણ ED અધિકારીઓ પર ચોરી, લોકો પર હુમલો અને મહિલાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં, ED ચીફ રાહુલ નવીને કોલકાતામાં ED અધિકારીઓ સાથે ગત સપ્તાહે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં દરોડા દરમિયાન એજન્સીની ઓફિસો પરના ટોળાના હુમલા અંગે બેઠક યોજી હતી.

 

 

 

કોરાનાના 609 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 609 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,20,942 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 665 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને  કેરળમાં 148 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,412 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,84,162 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 660 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3368 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,82,446 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 162 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

વાસ્તુ: કોઈ વ્યક્તિ વારંવાર છેતરી જાય તો શું કરવું?

એક યુવાને મને પૂછ્યું હતું કે રાવણ જો ખરાબ હતો તો એ આખી જિંદગી મજાથી રહ્યો. સોનાની લંકા પર રાજ કર્યું. અને રામ સારા હતા પણ એમના સિદ્ધાંતોને સાચવવા એ આખી જિંદગી વનમાં રહ્યા. સીતાજીનો વિરહ સહ્યો. માની લઈએ કે રાવણનો વધ થયો. તો કોઈનું પણ મૃત્યુ તો નિશ્ચિત જ હોય છે. આ સવાલ માર્મિક હતો. વળી યુવાનો આવું વિચારે છે એ ચિંતાનો પણ વિષય ગણાય. પણ આવા વિચારો કરતી વખતે આપણે ભારતીય વિચારધારામાંથી બહાર આવી જઈએ છીએ. સચિત કર્મની વાત ભૂલી જવાય છે. એક પશ્ચિમી વિચારધારા જે કહે છે કે બધું આ જન્મમાં જ થઇ જાય છે એનાથી પ્રભાવિત થઇ અને લોકો જીવતા દેખાય છે ત્યારે અમુક લોકો માટે વિચાર પનાવે કે આમનો હવે પછીનો જન્મ કેવો હશે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારી એક મિત્ર આપને ખુબ માને છે. મને આપના વિશે જે કાઈ માહિતી છે એ એણે જ મને આપી છે. આપને મારો સવાલ અલગ લાગી શકે. પણ મારી પેઢીના ઘણા બધાને આવું થતું હશે. મારી એક મિત્ર એક એફ બી પેજને ફોલો કરતી હતી. એમાં ઘણા બધાના નામ એસ્ટ્રો થી શરુ થતા હતા. મને નવાઈ લાગી. મારી મિત્રે સમજાવ્યું કે એ એસ્ટ્રો છે. આ અંગ્રેજી ભાષા પણ ખરી છે નહી? એ પેજમાં એક જગ્યાએ ગુરુ લખ્યું હતું અને નીચે નંબર આપ્યો હતો.  અને એમની પોસ્ટ પણ સહુથી વધારે હતી. મેં એ નબર પર ફોન કર્યો એટલે એમણે વાત કરવા માટે ચાર હજાર રૂપિયા માંગ્યા. ઉત્સુકતા પોષવા માટે મેં પૈસા ટ્રાન્સફર કર્યા. નવાઈની વાત એ બની કે એ કોઈ અલગ નામ વાળી છોકરીના અકાઉન્ટમાં ગયા. પછી મેં વારંવાર ફોન કર્યા. કોઈ જવાબ ન મળ્યો. મેં મેસેજ કર્યા. એ વંચાય ખરા પણ જવાબ ન આવે. મેં થોડા ધમકીના સૂરમાં મેસેજ કર્યો એટલે જવાબ આવ્યો કે કાલે વાત કરીએ. અંતે અમારી વાત થઇ. એને કહ્યુંકે એ એની ગર્લફ્રેન્ડ સાથે પાર્ટીમાં હતો. મને ખાસ કોઈ મજા ન આવી. એ માણસ પોતેજ બોલ્યા કરતો હતો. મારી વાત તો સાંભળી જ નહિ. પછી મને કહ્યું કે હું બધું લખીને મોકલી આપું છું. મેં એની પાસેથી ચાલીસેક હજારની વસ્તુઓ પણ લીધી. મને અચાનક ગુસ્સો આવવા લાગ્યો. ખરાબ સપના આવવા લાગ્યા. મેં એને મેસેજ કર્યો એટલે એણે ફરી વાત કરવાની ફી માંગી. મેં જમા કરાવ્યા પછી ફરી લાંબા સમયે વાત થઇ. એણે માત્ર કહ્યું કે મેં કાઈ કોઈનું ખૂન કરવાનું કે બલી ચડાવવાનું તો નથી જ કહ્યું ને? બંધ કરી દો બધું. મને ખુબ ગુસ્સો આવ્યો. મેં જે પૈસા ભર્યા હતા એ એકાઉન્ટ દિલ્હીનું હતું. મેં એને કહ્યું કે મારે દિલ્હી આવવાનું છે એટલે મારે તને મળવું છે.

હું દિલ્હી ગઈ. એ મને મળવા આવ્યો. માત્ર પચીસ વરસનો દેખાવડો છોકરો. એણે આવીને મને આલિંગન આપ્યું અને હું ભૂલી ગઈ કે હું મારા પૈસા પાછા લેવા આવી હતી. એ ક્યાં સુધી મારો હાથ પકડીને બેસી રહ્યો. અને પછી મારો ઉપયોગ કરીને મને બ્લોક કરી દીધી. હું પેલા ગ્રુપમાં પછી ગઈ અને એની ફરિયાદ કરી. અંતે ખબર પડી કે એના જેવા બધાજ આ ગ્રુપના એડમીન હતા. મારું ખુબ અપમાન થયું. શું ગુરુ આવા હોય? મારા પૈસા પણ ગયા અને આબરૂ પણ. શું કરું કશુક સમજાવો. કોઈ ચમત્કાર બતાવો જે એનો નાશ કરી શકે.

જવાબ: મને આપની સાથે સહાનુભુતિ છે. જે થયું તે આઘાતજનક જ છે. આપ મને નથી ઓળખતા તો પણ પ્રણામ ગુરુજી લખ્યું છે. મેં એમના પેજની પોસ્ટ જોઈ. એ તો પુસ્તકિયું જ્ઞાન છે. કોઈ પોતાની જાતને ગુરુ કહે અને તમે પ્રભાવિત થઇ જાવ એમાં એનો પણ વાંક નથી. ઝેરના પારખા ન હોય. તમે એ કર્યા. આમ કોઈ અજાણ્યો માણસ હાથ પકડીને બેસી જાય અને તમે કશું ન કરો એ વાત પણ સમજમાં ન આવી. વળી તમે તો એની પ્રકૃતિ જાણતા હતા. એ માણસ તો ખરાબ છે જ. એ તમને મળવા શોર્ટ્સ અને કટ આઉટ પહેરીને આવ્યો ત્યારે પણ તમને નવાઈ ન લાગી? એ ખરાબ જ છે. પણ તમે પણ એને સાથ તો આપ્યો જ ને? જે માણસ પહેલા દિવસથી જ તમને છેતરતો હોય એના પર તમે કેટલી બધી વખત ભરોસો કર્યો?

એ તમને વારંવાર છેતરી ગયો એ જ ચમત્કાર છે. ઈશ્વર સાચી સમજણ આપે છે. સારા સંજોગો આપે છે. વ્યક્તિ પોતે જાણવા છતાં ખોટા નિર્ણય લે એમાં એનો પણ શું વાંક? એ માણસનો નંબર ડીલીટ કરી નાખો. અથવા હિંમત હોય તો પોલીસ ફરિયાદ કરો. ગાયત્રી મંત્ર કરો. એ તમને માનસિક રીતે મજબુત થવામાં મદદ કરશે.

સુચન: ગુરુ લખવાથી કોઈ ગુરુ નથી બની જતું. જે વ્યક્તિ પોતાનું નામ છુપાવે છે. તેના પર ભરોસો કરતા પહેલા વિચારવું જરૂરી છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

રાશિ ભવિષ્ય 12/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ 12/01/2024

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૨ જાન્યુઆરી, ૨૦૨૪

૧૨ જાન્યુઆરી, ૨૦૨૪

Chitralekha Gujarati – 22 January, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

IND vs AFG: ભારતે પ્રથમ T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું

ભારતીય ટીમે મોહાલીમાં રમાયેલી પ્રથમ T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. 159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 17.3 ઓવરમાં જ જીતી ગઈ હતી. ભારત માટે શિવમ દુબેએ 40 બોલમાં 5 ચોગ્ગા અને 02 છગ્ગાની મદદથી 60* રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય જીતેશ શર્માએ 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન મુજીબે અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ ટીમ માટે 42 રનની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 2 ફોર અને 3 સિક્સ સામેલ હતી. પરંતુ નબીની આ ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહીં.

 

159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈનિંગની પહેલી ઓવરના બીજા બોલ પર કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો. ઓપનિંગ પાર્ટનર ગિલ સાથે યોગ્ય તાલમેલ જાળવી ન શકવાને કારણે રોહિત શર્મા રનઆઉટ થયો હતો. ત્યારબાદ બીજી વિકેટ માટે શુભમન ગીલે તિલક વર્મા સાથે 28 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ગિલ પણ ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યો ન હતો અને ચોથી ઓવરમાં મુજીબ ઉર રહેમાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ત્રીજી વિકેટ માટે તિલક વર્મા અને શિવમ દુબેએ 44 રન (29 બોલ)ની ભાગીદારી કરી, જે 9મી ઓવરમાં તિલકની વિકેટ સાથે પૂરી થઈ. તિલક વર્માએ 22 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા.

 

પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. આ દરમિયાન નબીએ 27 બોલનો સામનો કર્યો અને 42 રન બનાવ્યા. તેણે 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. અઝમતુલ્લાએ 22 બોલનો સામનો કરીને 29 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ ઝડપી. તેણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. મુકેશ કુમારે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. શિવમ દુબેને પણ સફળતા મળી.

ગૂગલમાં ‘મહા’ છટણી, 12,000 લોકોની આજીવિકા જોખમમાં

વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન Google ચલાવતી મૂળ કંપની Alphabet Inc.એ 2024ની શરૂઆતમાં એક મોટી જાહેરાત કરી છે. ગૂગલમાં ‘મહા’ છટણી કરવામાં આવી છે, જે કુલ 12,000 લોકોની નોકરીઓને અસર કરશે. ગૂગલનું કહેવું છે કે તેણે તેના વિવિધ વિભાગોમાં છટણી કરી છે. તેણે પોતાનો ખર્ચ ઘટાડવા માટે આવું કર્યું છે. ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું છે કે ખર્ચ ઘટાડવા માટે તેણે હાર્ડવેર, વૉઇસ સહાય અને એન્જિનિયરિંગ ટીમમાં કામ કરતા સેંકડો કર્મચારીઓની છટણી કરી છે. આ છટણી કરવામાં આવી છે કારણ કે ‘Google કંપનીએ તેની ટોચની પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.’ આ ઉપરાંત, કંપની ‘ભવિષ્યમાં મહત્વપૂર્ણ તકોમાં યોગ્ય રીતે રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.’

દુનિયાભરમાંથી નોકરીઓ જશે

Google કહે છે, અમારી કેટલીક ટીમો માળખાકીય ફેરફારો કરી રહી છે જેમાં વિશ્વભરની કેટલીક સ્થિતિઓને દૂર કરવી સામેલ હોઈ શકે છે.” ગૂગલે અગાઉ કહ્યું હતું કે તે માત્ર અમુક સો પદોને દૂર કરી રહ્યું છે, જે મોટાભાગે અદ્યતન હાર્ડવેર ટીમને અસર કરશે. ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટ દ્વારા ખર્ચ ઘટાડવાના માર્ગો નક્કી કર્યા પછી આ છટણી કરવામાં આવી છે. લગભગ એક વર્ષ પહેલા ગૂગલે કહ્યું હતું કે તે 12,000 લોકોને અથવા તેના લગભગ 6% કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, એમેઝોને તેના પ્રાઇમ વિડિયો અને સ્ટુડિયો યુનિટમાં સેંકડો કર્મચારીઓની છટણી કરી હતી. કંપની તેના લાઇવસ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્વિચ પર કામ કરતા લગભગ 500 કર્મચારીઓને છૂટા કરવાની પણ યોજના ધરાવે છે. ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. કંપનીનું મોબાઇલ ફોન સોફ્ટવેર એન્ડ્રોઇડ વિશ્વભરમાં લોકપ્રિય છે. આ સિવાય કંપનીની જીમેલ, યુટ્યુબ અને મેપ્સ સર્વિસના યુઝર્સની સંખ્યા અબજોમાં છે.