૧૦ જાન્યુઆરી, ૨૦૨૪
૧૦ જાન્યુઆરી, ૨૦૨૪
નોટ આઉટ @ 88 : સુરેન્દ્રભાઈ જોષી
સેલ્સ-ટેક્સ ઇન્સ્પેક્ટરની નોકરી તથા સેલ્સ-ટેક્સ અને ઇન્કમટેક્સની કન્સલ્ટન્સીથી વધારે જેમને સમાજ-સેવામાં
સાર્થકતા લાગી તેવા, સુરુભાઈના હુલામણા નામથી ઓળખાતા, સુરેન્દ્રભાઈ જોષીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ બામણામાં(ઇડર-સ્ટેટ, સાબરકાંઠા). સુરુભાઈ સાડા-ત્રણ વર્ષના હતા ત્યારે તેમણે પિતા ખોયા. ગરીબ કુટુંબ, થોડી ખેતી અને થોડાં ઢોર, એટલે બા દૂધ-ઘી વેચી ગુજરાન ચલાવે. કાકાઓની સહાય પણ ખરી. પ્રાથમિક-શિક્ષણ બામણાની શાળામાં. પછી હિંમતનગર હતા, જ્યાં ખરાબ મિત્રોની સોબતમાં બીડી પીવા લાગ્યા. કાકીએ અમદાવાદ બોલાવી લીધા અને સી.એન. વિદ્યાલયમાં દાખલ કર્યા. કાકા ઉમાશંકરભાઈ જોષીના સ્વતંત્રતા-ચળવળના સારા મિત્ર ભાસ્કરરાવ વિદ્વાંસને ઘેર થોડો વખત રહ્યા. બંને પાસેથી જીવન-ઘડતરના પાઠ શીખ્યા. એચ.એલ. કોમર્સમાંથી બી.કોમ. કર્યું. પ્રિન્સિપાલ એસ.વી. દેસાઈ માટે ખૂબ માન. મુંબઈમાં સેલ્સ-ટેક્સ ઇન્સ્પેક્ટરની નોકરી મળી. પી.જી. હોસ્ટેલમાં રહેતા અને સાંજે એલ.એલ.બી. કરતા. ત્રણ વર્ષ પછી વડોદરા બદલી થઈ પણ કરપ્શનને કારણે તેમને કામ ગમતું નહીં. ઇન્કમટેક્સ શીખી નોકરી છોડી પોતાની કન્સલ્ટન્સી શરૂ કરી. જોડે-જોડે વુલની એજન્સી લીધી, જેમાં સાત-આઠ વર્ષમાં સારું કમાયા. વર્ષાબેન સાથે લગ્ન કર્યા. ફોઈના દીકરાને તથા કુટુંબના ત્રણ-ચાર છોકરાઓને પાટે ચડાવ્યા. એમનું ઘર રી-ફોર્મ-હાઉસ તરીકે ઓળખાતું! 1964માં સનત મેહતાના પરિચયમાં આવ્યા. જન-સંપર્ક માટે મેડિકલ-સેન્ટર બનાવવાનો સુરુભાઈનો પ્રસ્તાવ હતો. 1982ના અરસામાં એન.આર.આઈ. ગોરધનભાઈએ 10 લાખ રૂપિયા હોસ્પિટલ માટે આપ્યા. તેમણે અને ડોક્ટર વ્યાસે ખૂબ મહેનત કરી શૂન્યમાંથી સર્જન કર્યું. 1984 સુધીમાં હોસ્પિટલ તૈયાર થઈ ગઈ. સુરુભાઈએ પ્રેક્ટિસ છોડી કાશીબેન ગોરધનભાઈ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સંપૂર્ણ સમય આપ્યો.

નિવૃત્તિની પ્રવૃત્તિ :
એકદમ નિયમિત જીવન છે. સવારે 6:30 વાગે ઊઠી અડધો કલાક કસરત કરે. ચા પીએ, છાપા વાંચે. પછી હોસ્પિટલ જાય. હોસ્પિટલનું કામ પતાવી ઘેર આવી જમીને આરામ કરે. મિત્ર-મંડળ ઘણું મોટું છે, જેથી સાંજ સોશિયલ-એક્ટિવિટીમાં જાય.
વિદ્વાંસ-કુટુંબ સાથે ગાઢ પરિચય. અશોકભાઈ વિદ્વાંસ ભાવનગરથી વડોદરા શિફ્ટ થયા ત્યારે એક સરસ એક્ટિવિટી-ફ્રેન્ચ લોકો સાથે એક્સચેન્જ પ્રોગ્રામ- FRATERNITY વડોદરા લઈ આવ્યા, જેમાં સુરુભાઈ ખૂબ જ સક્રિય છે.

શોખના વિષયો :
વાંચવાનો શોખ. દેશ-પરદેશનાં મિત્રો સાથે રહેવાનું અને વિચાર-વિનિમય કરવાનું ગમે! સુરુભાઈનું ઘર મિત્રોથી ભરેલું હોય! ફરવાનો શોખ એટલે દુનિયામાં ઘણું ફર્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે. એકવડો બાંધો, ઓછું વજન અને સતત કાર્યશીલ એટલે હરતા-ફરતા છે. 50 વર્ષ ડ્રાઇવિંગ કર્યું પણ ગિયર-લેસ ગાડી ફાવી નહીં એટલે જાતે ડ્રાઇવિંગ કરતા નથી.
યાદગાર પ્રસંગ:
સુરુભાઈને સમાજ-સેવાનું અને સિદ્ધાંતો માટે લડવાનું ગમે. એ જમાનામાં ગેસનો બાટલો નોંધાવે પછી બે-ત્રણ મહિને મળે. એકવાર તેમનો નોંધાવેલો-બાટલો ઘણા સમય સુધી આવ્યો નહીં. વડોદરાની ઓફિસમાંથી સરખો જવાબ મળ્યો નહીં. એમણે મુંબઈ, મેઈન-ઓફિસમાં, કાગળ લખી હકીકત જણાવી. સાથેસાથે વડોદરામાં બર્શેન-ગેસ-યુઝર્સ એસોશિએશન બનાવ્યું અને મિટિંગ બોલાવી. ઘણાં માણસો મિટિંગમાં આવ્યા. બર્શેનની મુંબઈ ઓફિસે ખબર પડી. ત્રીજા દિવસે કંપનીમાંથી ઓફિસરો વડોદરા આવ્યા અને સુરુભાઈને મળ્યા. તેમણે આખો મામલો સરસ રીતે સુલઝાવી આપ્યો.

દિવ્યભાસ્કરની વડોદરા આવૃત્તિ શરૂ થઈ ત્યારે છાપાના તંત્રી સુરુભાઈને મળ્યા. તેઓ રોજ સુરુભાઈને ત્રણ જુદાંજુદાં છાપાં મોકલાવતા. સુરુભાઈ ત્રણે છાપાંનો અભ્યાસ કરી, સાંજે રિપોર્ટ મોકલતા. આ કામ સુરુભાઈએ છ મહિના કર્યું અને છાપામાં જરૂરી સુધારા-વધારા સૂચવ્યા.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
કોમ્પ્યુટર પર કામ કરવું બહુ ફાવે નહીં, પણ પરદેશનું કામકાજ વધારે એટલે જમાઈની મદદથી શીખી લીધું! હોસ્પિટલનો સ્ટાફ ત્યાનું કામ કરી લે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
હોસ્પિટલના કામને લીધે સુરુભાઈના સ્વભાવમાં નરમાઈ આવી છે. પહેલા ગુસ્સે થઈ જતા. હસીને કહે છે: “તેઓ ગામડાના ખરા પણ ગામડિયા નહીં!” દુનિયાભરમાં મિત્રો છે એટલે આઉટલુક ઘણો બ્રોડ. તેમના મતે સદીઓમાં આવતા બદલાવ હવે ફટાફટ આવે છે. સોશિયલ-મીડિયાને લીધે દુષણ ઘણું ફેલાય છે. જો સોશિયલ-મીડિયાના ઉપયોગ માટે કંઈક ચાર્જ લાગે તો આ દુષણ પર કંટ્રોલ આવી શકે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?
યુવાનોના સારા સંપર્કમાં. કુટુંબનાં અને મિત્રોનાં યુવાન બાળકો સાથે ફાવે. સાને ગુરુજીના કિશોર-સંગઠન “આંતર-ભારતી”માં ઘણા સક્રિય છે. FRATERNITY ગ્રુપમાં પણ યુવાનો સાથે કામ કરવાનું ફાવે.
સંદેશો :
સેવાના કામમાં બદી ઘૂસી ગઈ છે. ભારતમાં પણ સેવાના નામે મટીરીયાલીસ્ટીક પવન ફૂંકાયો છે. હોશિયાર વિદ્યાર્થીઓ અને યુવાનોને મારી અપીલ છે કે સેવાના કામમાં જોડાઓ.
રાશિ ભવિષ્ય 10/01/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.
અમદાવાદમાં PM મોદી અને UAE પ્રમુખનો ભવ્ય રોડ શો
વડાપ્રધાન મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો ભવ્ય રોડ શો યોજાયો હતો છે. વડાપ્રધાન મોદી UAEના પ્રમુખ સાથે એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યુું છે. મોદી ટ્રેડશોનું ઉદ્ઘાટન કરીને સીધા રાજભવન ગયા હતાં અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ હતાં. જ્યાં તેમણે UAEના પ્રમુખનું સ્વાગત કર્યું હતું.રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બીહુ રજૂ કરવામાં આવ્યું છે. બીજા સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી છે. રોડ શો દરિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ બંને એક જ ગાડીમાં ચર્ચા કરતાં જોવા મળ્યા હતા.
VIDEO | Visuals of the roadshow of PM Modi, accompanied by UAE President UAE President Mohammed bin Zayed Al Nahyan, from Ahmedabad Airport to Gandhinagar. pic.twitter.com/RIqHToQkW7
— Press Trust of India (@PTI_News) January 9, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગાડીઓ પીએમના કાફલામાં હતી. તે ઉપરાંત વિદેશી ડેલિગેટ્સ અને સરકારી અધિકારીઓ સાથે જોવા મળ્યા હતા. પીએમ મોદી અને UAEના પ્રમુખે 50થી વધુ ગાડીઓના કાફલા સાથે રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાન મોદી ગાડીમાં બેસી UAEના રાષ્ટ્રપતિ સાથે વાત કરતા દેખાયા હતા. ત્યારે UAEના રાષ્ટ્રપતિએ રોડ શો દરમિયાન હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. UAE ડેલિગેશને પણ મોબાઈલમાં રોડ શોનો વીડિયો ઉતાર્યો હતો.
Welcome to India my brother, HH @MohamedBinZayed. It’s an honour to have you visit us. pic.twitter.com/Oj7zslR5oq
— Narendra Modi (@narendramodi) January 9, 2024
અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી લઇને ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદી અને UAEના પ્રમુખના રોડ શોને લઈને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતાં. લોકો હાથમાં ઇન્ડિયા અને UAEના ઝંડા સાથે કતારમાં ઊભા થઈ ગયા હતાં. અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિ નૃત્ય પણ રોડ શોના રૂટ પર જોવા મળ્યા હતાં. બીજી તરફ રોડ શો માટે ગાંધીનગરમાં 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. નર્મદા કેનાલ, શંખ મંદિર, ગ્રીનલેન્ડ એપ્રોચ પાસે સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. ઓપ્યુલન્સ એપ્રોચ અને PDEU એપ્રોચ પાસે પણ સ્વાગત પોઈન્ટ બનાવાયા છે.
VIDEO | PM Modi and UAE President Mohammed bin Zayed Al Nahyan at the signing of MoUs and agreements in Ahmedabad. pic.twitter.com/XsZ5rEF68E
— Press Trust of India (@PTI_News) January 9, 2024
ક્રૂડ ઓઈલ અને ભારતમાં આવતાં વિદેશી નાણાં અને નિકાસના સંદર્ભમાં ભારતનો UAE સાથે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંબંધ છે. આ સાથે UAE ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે નોંધપાત્ર જોડાણ બનાવે છે. વડાપ્રધાન મોદી છેલ્લે જુલાઈમાં UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. ભારત અને UAE વચ્ચે વેપારની શરૂઆતની જાહેરાત કરી હતી. તેમણે UAEના પ્રમુખને એમ પણ કહ્યું કે દરેક ભારતીય તેને “સાચા મિત્ર” તરીકે જુએ છે. બંને દેશોની કરન્સીમાં વેપાર સમાધાન માટે જુલાઈમાં થયેલ કરાર ભારત અને UAE વચ્ચે મજબૂત આર્થિક સહયોગ અને પરસ્પર વિશ્વાસ દર્શાવે છે. UAE ભારત માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે એવું કહેવાય છે કે UAEમાં દરેક ત્રીજો વ્યક્તિ ભારતીય છે અને આ કારણથી UAE સાથે ભારતના સંબંધો રાખવા જરૂરી છે.
VIDEO | Visuals of PM Modi and UAE President Mohammed bin Zayed Al Nahyan at the Ahmedabad Airport. pic.twitter.com/ThAEEodygf
— Press Trust of India (@PTI_News) January 9, 2024
હિંદુ-મુસ્લિમના નામે ભાગલા નહીં થવા દઉં : મમતા બેનર્જી
22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમ પહેલા બયાનબાજી તેજ થઈ ગઈ છે. વિરોધ પક્ષો પર સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર એક મોટો ખેલ છે. હું અલ્લાહની કસમ ખાઉં છું, જ્યાં સુધી હું ત્યાં છું ત્યાં સુધી હિન્દુ-મુસ્લિમના નામે વિભાજન નહીં થવા દઉં.
VIDEO | West Bengal CM @MamataOfficial addresses an event in Kolkata.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/EAbPME5Yc1
— Press Trust of India (@PTI_News) January 9, 2024
ભાજપ સામે શરણે નહીં જઈએ
મમતા બેનર્જીએ કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે હું માફિયાઓની નેતા છું. જનતા મારી નેતા છે અને હું તેમની કાર્યકર છું. અમે ભાજપ સામે શરણે નહીં જઈએ. તમને જણાવી દઈએ કે મમતા ટીએમસી નેતા શાહજહાં શેખને લઈને ભાજપ પર નિશાન સાધી રહી છે. શાહજહાં શેખ એ જ નેતા છે જેના સ્થાન પર ED દરોડો પાડવા ગઈ હતી અને હુમલો થયો હતો, જેમાં 3 અધિકારીઓ ઘાયલ થયા હતા. શાહજહાં શેખ સામે લુકઆઉટ નોટિસ પણ જારી છે. ભાજપનું કહેવું છે કે મમતા બેનર્જીએ તમામ ઉગ્રવાદીઓને આશ્રય આપ્યો છે. શાહજહાં શેખનો ઉપયોગ સીપીએમ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ મમતા બેનર્જીએ તેમને ટીએમસીના બ્લોક ચીફ બનાવ્યા હતા. બંગાળમાં કાયદાકીય સ્થિતિ ખરાબ છે. જો કે, મમતાએ સોમવારે પણ ભાજપના આરોપોનો જવાબ આપ્યો હતો.

રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ
તેમણે વળતો જવાબ આપતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવનારા લોકો રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણીએ કહ્યું, મને મારી સામેની ટીકાની ચિંતા નથી, પરંતુ જો કોઈ રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરશે તો હું વિરોધ કરીશ. કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવનારા લોકો રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મમતા 22મીએ જશે કે નહીં?
22મીએ યોજાનાર કાર્યક્રમની વાત કરીએ તો મમતા બેનર્જીને પણ આમંત્રણ મળ્યું છે. પરંતુ સમાચાર એજન્સીએ તાજેતરમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે મમતા બેનર્જી આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
રામ મંદિરમાં સોનાના દ્વાર ! પ્રથમ તસવીર આવી સામે
રામ મંદિર નિર્માણ માટે જવાબદાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિરની ઘણી વિશેષતાઓ છે. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ (શ્રી રામ લલ્લા સરકારના દેવ)નું બાળ સ્વરૂપ અને પહેલા માળે શ્રી રામ દરબાર હશે. મંદિરમાં 5 મંડપ હશે. જેમાં ડાન્સ પેવેલિયન, કલર પેવેલિયન, એસેમ્બલી પેવેલિયન, પ્રાર્થના પેવેલિયન અને કીર્તન પેવેલિયનનો સમાવેશ થાય છે. થાંભલાઓ અને દીવાલો પર દેવી, દેવી-દેવતાઓની પ્રતિમાઓ કોતરવામાં આવી રહી છે.
अयोध्या के श्री राम जन्मभूमि मंदिर में सोने का पहला दरवाज़ा लगाया गया अगले तीन दिनों में लगेंगे ऐसे 13 और दरवाज़े… #Ayodhya #RamMandir #AyodhyaRamMandir #AyodhyaRamTemple #RamMandirPranPratishtha pic.twitter.com/JdZlwk8paI
— joshi paras prem (news updated) (@joshiparasprem) January 9, 2024
રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બની રહ્યું છે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે. મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા હશે. મંદિરમાં પ્રવેશ સિંહદ્વારથી 32 સીડીઓ ચઢીને પૂર્વ બાજુથી થશે. મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટની જોગવાઈ રહેશે. મંદિરની ફરતે લંબચોરસ દિવાલ હશે. ચારેય દિશામાં તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ હશે.

મંદિર પાસે પ્રાચીન કાળનો સીતાકૂપ હાજર રહેશે. મંદિર સંકુલમાં સૂચિત અન્ય મંદિરો મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિપત્ની દેવી અહિલ્યાને સમર્પિત કરવામાં આવશે. પાર્કના ચાર ખૂણામાં સૂર્ય ભગવાન, માતા ભગવતી, ગણપતિ અને ભગવાન શિવને સમર્પિત ચાર મંદિરો બનાવવામાં આવશે. ઉત્તરમાં મા અન્નપૂર્ણાનું મંદિર અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર હશે.
બજેટ 2024: ટેક્સપેયર્સને રૂ. આઠ લાખની આવક સુધી ટેક્સ નહીં
નવી દિલ્હીઃ નાણાપ્રધાન બજેટ ભાષણમાં લોકોની નજર ઇન્કમ ટેક્સથી જોડાયેલી જાહેરાતો પર હોય છે. સરકાર આ બજેટમાં ટેક્સપેયર્સને રાહત આપે એવી શક્યતા છે. આ બજેટમાં નવા ઇન્કમ ટેક્સ રિજિમ હેઠળ છૂટની મર્યાદા રૂ. સાત લાખથી વધારીને રૂ. 7.5 લાખ કરવામાં આવે એવી શક્યતા છે. જો આવું થાય તો રૂ. આઠ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. એમાં રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે. 
એના માટે ફાઇનાન્સ બિલમાં ફેરફાર કરવામાં આવે એવી શક્યતા છે. ગયા વર્ષે બજેટમાં નવા ટેક્સ રિજિમ હેઠળ છૂટની સમર્યાદા રૂ. પાંચ લાખથી વધારીને રૂ. સાત લાખ કરવામાં આવી હતી. એ સાથે ઇન્કમ ટેક્સ સ્લેબ્સની સંખ્યા પણ સાતથી ઘટાડીને છ કરી દેવામાં આવી હતી.
સરકારનું આ વચગાળાનું બજેટ હોઈ ટેક્સપેયર્સને રાહત અપાય એવી શક્યતા છે. મધ્યમ વર્ગને ટેક્સ બેનિફિટ અપાય એવી શક્યતા છે. એસેસમેન્ટ યર 2023-24માં રેકોર્ડ 8.18 કરોડ લોકોએ ITR ભર્યા હતા, જે ગયા વર્ષની તુલનાએ નવ ટકા વધુ છે.
સરકારનું ધ્યાન બજેટમાં વધુ ને વધુ લોકોને બેઝિક વીમા હેઠળ લાવવાનું છે. મધ્યમ વર્ગને હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસીની ખરીદી પર ડિડક્શન કલેમ કરવાની જરૂર હશે. આ સાથે PM કિસાન સમ્માન નિધિ યોજનાની જાહેરાત 2019માં કરવામાં આવી હતી. સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 6000ની જગ્યાએ રૂ. 8000 આપે એવી શક્યતા છે.
રામ મંદિર ઉદ્ઘાટન: યોગી સરકારની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવા સૂચના
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે, જેમાં બહુપ્રતિક્ષિત શ્રી રામ લલ્લાની નવી મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને આ ખાસ અવસરને ‘રાષ્ટ્રીય તહેવાર’ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ.

મંગળવારે અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ શ્રી રામ લલ્લા અને હનુમાન ગઢીના દર્શન અને પૂજા કર્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મકરસંક્રાંતિ પછી શરૂ થનારી પ્રાણ પ્રતિષ્ઠાની વૈદિક વિધિની માહિતી લેતા મુખ્યમંત્રીએ અધિકારીઓને સમારોહની સુરક્ષા અને અન્ય વ્યવસ્થામાં તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી કમિશ્નરે સભાગૃહમાં સ્થાનિક જનપ્રતિનિધિઓની હાજરીમાં સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
VIDEO | UP CM @myogiadityanath arrives in #Ayodhya to take stock of preparations for Ram Temple Pran Prathistha ceremony.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/EG879UvHjc
— Press Trust of India (@PTI_News) January 9, 2024
મુખ્યમંત્રીએ કહ્યું કે અભિષેક સમારોહ માટે આવનાર મહાનુભાવોને અયોધ્યામાં વધુ સારી રીતે આતિથ્ય મળવું જોઈએ. દરેક વીવીઆઈપીના આરામની જગ્યા અગાઉથી પસંદ કરવી જોઈએ. હવામાનને ધ્યાનમાં રાખીને, શક્ય છે કે કેટલાક મહેમાનો એક-બે દિવસ વહેલા આવી શકે, આવી સ્થિતિમાં તેમના રહેવા માટે વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ.
અયોધ્યામાં 25-50 એકરમાં ભવ્ય ટેન્ટ સિટી તૈયાર થવી જોઈએ – મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ કહ્યું કે અયોધ્યામાં હોટલ અને ધર્મશાળાઓ છે. હોમ સ્ટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. ટેન્ટ સિટીની સંખ્યામાં વધારો કરવાની જરૂર છે. કુંભની તર્જ પર અયોધ્યામાં 25-50 એકરમાં ભવ્ય ટેન્ટ સિટી તૈયાર કરો.
મુખ્યમંત્રીએ કહ્યું કે 22 જાન્યુઆરી પછી વિશ્વભરમાંથી રામ ભક્તો અયોધ્યા આવશે. તેમની સગવડતા માટે, સમગ્ર શહેરમાં વિવિધ ભાષાઓમાં સંકેતો લગાવવા જોઈએ. સંવિધાનની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ ભાષાઓ અને સંયુક્ત રાષ્ટ્રની 06 ભાષાઓમાં સહી હોવી જોઈએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આતિથ્ય સત્કારમાં સ્વચ્છતા ખૂબ જ મહત્વનો વિષય છે. આમાં જનતાનો સહકાર લો. ધર્મપથ, જન્મભૂમિ પથ, ભક્તિ પથ, રામ પથ જેવા મુખ્ય માર્ગો અથવા શેરીઓ પર ધૂળ કે ગંદકી હોવી જોઈએ નહીં. વિવિધ જગ્યાએ ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા હોવી જોઈએ. હાલમાં, 3800 થી વધુ સફાઈ કામદારો તૈનાત છે, કર્મચારીઓની સંખ્યા 1500 થી વધુ વધારવી જોઈએ.
VIDEO | Uttar Pradesh CM @myogiadityanath offers prayers at Hanuman Garhi Temple in #Ayodhya. pic.twitter.com/c6ttRLvJ0l
— Press Trust of India (@PTI_News) January 9, 2024
મુખ્યમંત્રીએ કહ્યું કે અયોધ્યાને પ્રતિબંધિત પોલિથીન મુક્ત શહેર બનાવવા માટે આપણે સૌએ પ્રયત્નો કરવા પડશે. 14મી જાન્યુઆરીથી શહેરમાં સ્વચ્છતાને લગતું વિશેષ અભિયાન ચલાવો. શહેરમાં ક્યાંય પણ ગંદકી ન દેખાવી જોઈએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઐતિહાસિક અભિષેકનો કાર્યક્રમ કરોડો સનાતન આસ્થાવાનો માટે આનંદ, ગૌરવ અને આત્મસંતોષનો પ્રસંગ છે. આખો દેશ રામમય છે. 22 જાન્યુઆરીના રોજ સાંજે હરદેવ મંદિરમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. દરેક સનાતન આસ્તિક તેમના ઘર/સ્થાપનાઓમાં રામજ્યોતિ પ્રગટાવીને રામલલાનું સ્વાગત કરશે. તમામ સરકારી ઈમારતોને સુશોભિત કરવી જોઈએ. સાંજે ફટાકડા ફોડવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે ધર્મપથ, જન્મભૂમિ પથ, ભક્તિપથ, રામપથની થીમ આધારિત શણગાર કરવામાં આવે. આ તહેવાર આનંદનો ઐતિહાસિક અવસર છે. એવા પ્રયાસો કરો કે દરેક મુલાકાતી, ભક્ત, પ્રવાસી અહીંથી એક સુખદ અનુભવ સાથે વિદાય લે.
10-10 પથારીનું આરોગ્ય કેન્દ્ર તૈયાર હોવું જોઈએ
મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ ટેન્ટ સિટીમાં 10 બેડના આરોગ્ય કેન્દ્રો તૈયાર કરવા જોઈએ. સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ પણ આમાં સહકાર આપવા આતુર છે. અહીં એમ્બ્યુલન્સ તૈનાત કરવી જોઈએ. અયોધ્યામાં વિવિધ નિષ્ણાત તબીબોને તૈનાત કર્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે આજે મેં ટેન્ટ સિટીની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. અહીં સારી વ્યવસ્થા છે. સ્વચ્છતાનું ધ્યાન રાખો. અહીં રહેતા લોકોને ગરમ પાણી મળવું જોઈએ. ટેન્ટ સિટીમાં અનાજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગ અને મંડી પરિષદ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ.
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૯ જાન્યુઆરી, ૨૦૨૪
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૯ જાન્યુઆરી, ૨૦૨૪




