ગાંધીનગર: અધિક માહિતી નિયામક અરવિંદ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે માહિતી કમિશનર કે.એલ.બચાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અરવિંદ પટેલની કામગીરી વિશે ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, અરવિંદ પટેલ અત્યંત કર્મઠ, બુદ્ધિશાળી અને ધૈર્યવાન વ્યક્તિત્વ છે. મીડિયા અને જનસંપર્ક જેવા પડકારજનક ક્ષેત્રમાં તેમણે અત્યંત સૂઝબૂઝથી કાર્ય કર્યું છે.અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની ૩૪ વર્ષની સેવાની નિવૃત્તિ એ સિદ્ધિ અને સમર્પણનો કાર્યકાળ રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માહિતી વિભાગએ સરકારની કામગીરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડતું અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગ છે. મર્યાદિત સંશાધનો અને સતત મીડિયાના સંપર્ક વચ્ચે સરકારનું સંકલન કરવાની તેમની પદ્ધતિ ખરેખર પ્રશંસનીય છે.
માહિતી કમિશનર કે.એલ. બચાણીએ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, જ્યારે પણ મીડિયા મેનેજમેન્ટ કે વહીવટી પ્રક્રિયાઓમાં જટિલ સ્થિતિ સર્જાતી હોય છે,એવા સમયે અરવિંદ પટેલની સમયસૂચકતા અને ત્વરિત નિર્ણયશક્તિ હંમેશા માહિતી વિભાગના વહારે આવી છે. ૨૪ કલાક ફરજ માટેની તેમની તત્પરતા એ માહિતી ખાતાની કામગીરીને ગૌરવ અપાવ્યું છે. તેમની કાર્યસંસ્કૃતિ નવા અધિકારીઓ માટે દીવાદાંડી સમાન બની રહેશે તેવો કમિશનરશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીએ અરવિંદ પટેલ સાથેના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન કે મુખ્યમંત્રીના મોટા કાર્યક્રમોમાં જ્યારે મીડિયા પ્લાનિંગના જટિલ પ્રશ્નો ઉભા થતા, ત્યારે તેમનું શાંત રહીને સચોટ સમાધાન લાવવાનું કૌશલ્ય ‘ક્રાઈસિસ મેનેજમેન્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ સમારંભમાં સંયુક્ત માહિતી નિયામક સંજય કચોટે સૌને આવકારી પોતાના અનુભવો તાજા કર્યા હતા અને ચારેય ઝોનના સંયુકત નિયામક મિતેશ મોડાસિયા, જયેશ દવે, અરવિંદ મછાર, હેતલ દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં અરવિંદ પટેલ સાથેના એમની કામગીરીના અનુભવોનું ભાથું પીરસીને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપી હતી. જ્યારે સમાચાર શાખાના નાયબ માહિતી નિયામક દિલીપ ગજ્જરે આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે અરવિંદ પટેલના પરિવારજનો, માહિતી કમિશનરની કચેરી સહિત વિવિધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.


આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના ડાયરેક્ટર જીત અદાણીએ કર્યું તેમણે જણાવ્યું કે, “Green એટલે જે શાશ્વત છે અને X એટલે માનવીય ભાવનાઓની અસાધારણ શક્તિ. સત્તા હંગામી છે, પણ ચરિત્ર કાયમી છે,” અને દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ છે.
સંસ્થાકીય સમાવેશની ભાવના સાથે, કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે એસ. વી. વિદ્યાવતી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સચિવ છે. તેમની ઉપસ્થિતિ દર્શાવે છે કે દેશભરમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અધિકાર-આધારિત માળખાને મજબૂત કરવા, સુવિધાઓ વધારવા અને આજીવિકા, કૌશલ્ય વિકાસ તેમજ સામાજિક સુરક્ષાના માર્ગો બનાવવા માટે ભારત સરકાર સતત પ્રતિબદ્ધ છે.
આ સમારોહમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના એવા રત્નોને ‘અદાણી એબિલિટી એવોર્ડ્સ’થી નવાજ્યા જેમણે પોતાની શારીરિક મર્યાદાઓને શક્તિમાં ફેરવી છે. એવોર્ડ વિજેતાઓમાં પેરા-સ્પોર્ટ્સ લીડર અજય કુમાર રેડ્ડી, IAS આયુષી ડાબાસ, લેફ્ટનન્ટ કર્નલ સી. દ્વારકેશ, સામાજિક કાર્યકર માલવિકા અય્યર, કલાકાર શીલા શર્મા, ઉદ્યોગસાહસિક શ્રીકાંત બોલ્લા, સુધા ચંદ્રન, અલીના આલમ (મિટ્ટી કાફે) અને મીરા શેનોય(Youth4Jobs)નો સમાવેશ થાય છે. ભારતીય બ્લાઈન્ડ મહિલા ક્રિકેટ ટીમનું સન્માન એ સૌથી યાદગાર ક્ષણ બની રહી.










