Home Blog Page 2160

મણિપુરમાં મંજૂરી ન મળતા કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટ

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. મણિપુર સરકારે તે મેદાન માટે મંજૂરી આપી નથી જ્યાંથી આ યાત્રા 14 જાન્યુઆરીએ શરૂ થવાની છે. હવે આ મામલે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પ્રયાસ નથી અને યાત્રાનું રાજનીતિકરણ ન થવું જોઈએ.

 

નેતાઓ અઠવાડિયા પૂર્વે જ મણિપુર પહોંચ્યા

મળતી માહિતી મુજબ, એઆઈસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલ સોમવારે ઈમ્ફાલ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ એઆઈસીસી મણિપુરના પ્રભારી ગિરીશ ચોડણકર, એમપીસીસી પ્રમુખ કે મેઘચંદ્ર, સીએલપી નેતા ઓ ઈબોબી, સીડબ્લ્યુસી સભ્ય ગાયખાંગમ અને અન્ય નેતાઓની આગેવાની હેઠળની ટીમ સાથે જમીનની યોગ્યતા આંકલન કરશે.

યાત્રાનું રાજનીતિકરણ ન કરો

કેસી વેણુગોપાલે મણિપુર સરકાર દ્વારા ગ્રાઉન્ડ ક્લિયરન્સ ન આપવા અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ કોઈ રાજકીય રેલી નથી અને તેઓએ આ યાત્રાનું રાજનીતિકરણ કરવું જોઈએ. અમે મણિપુરનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે આ યાત્રા શરૂ કરી રહ્યા છીએ. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા આઠ મહિનાથી પરેશાન મણિપુરના લોકોના ઘાને રુઝાવવાનો અને નફરત સામે પ્રેમનો સંદેશ ફેલાવવાનો છે.

પ્રવાસની તૈયારીમાં સમય લાગશે

જમીનની પરવાનગી ન મળી હોવા છતાં, પ્રથમ ગિરીશ ચોડણકર અને એમપીસીસીની ટીમ મુખ્ય સચિવને તેમના સચિવાલયમાં મળ્યા, જેમણે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા પછી સાંજ સુધીમાં જમીનની પરવાનગી અંગેનો અહેવાલ સુપરત કરવાનું વચન આપ્યું હતું. આ સંદર્ભે, ગિરીશ ચોડંકરે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે યાત્રાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને મુખ્યમંત્રીને પક્ષીય રાજકારણ કરતાં મણિપુરની શાંતિને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે ફિલ્ડ ટ્રીપની તૈયારીમાં સમય લાગશે. તેથી સરકાર આજે જ પરવાનગી આપે તેવી અપેક્ષા છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

જીરા આલૂ

જ્યારે કોઈ શાક ઘરમાં ઉપલબ્ધ ના હોય તો સૌથી પહેલાં બટેટા જ ધ્યાનમાં આવે છે. હવે બાળકોનું ક્રિસમસ વેકેશન પૂરું થઈ ગયું છે. તો ટિફીન માટે પણ જીરા આલૂ બાળકોનું મનપસંદ શાક બની રહેશે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 6
  • જીરુ 1-1½ ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સરસોં તેલ 2-3 ટે.સ્પૂન (અથવા શીંગ તેલ)
  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • ઓછા તીખાં લીલાં મરચાં 2
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળું મીઠું 2-3 ચપટી
  • ફુદીનાનો પાઉડર 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન

રીતઃ બાફેલા બટેટાને મોટાં ચોરસ ટુકડામાં સમારી લો. એક કઢાઈ અથવા ફ્રાઈ પેનમાં સરસોં તેલ ગરમ કરો. (જીરા આલૂ સ્વાદિષ્ટ બનાવવા માટે સરસોં તેલ સારું રહેશે, છતાં શીંગ તેલ પણ વાપરી શકાય છે)

આખા ધાણાને અધકચરા પીસી લો. આદુને ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. લીલાં મરચાંના નાના ગોળ ટુકડામાં સુધારી લો.

તેલ ગરમ થયા બાદ તેમાં જીરાનો વઘાર કરી તરત આખા ધાણાનો ભૂકો પણ નાખીને 2 મિનિટ સાંતળવા દો. ત્યારબાદ તેમાં સમારેલાં બટેટા ઉમેરીને 2-3 મિનિટ સાંતળો.  ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ફરીથી 3-4 મિનિટ થવા દો.

હવે તેમાં સમારેલા આદુ તેમજ લીલા મરચાં ઉમેરીને થોડીવાર સાંતળો અને હળદર પાઉડર, ધાણા પાઉડર, ચીલી ફ્લેક્સ, કાળાં મરી પાઉડર ઉમેરીને મસાલાને ચઢવા દો.

થોડીવાર બાદ તેમાં ગરમ મસાલો, આમચૂર પાઉડર, 2-3 ચપટી કાળું મીઠું ઉમેરીને તેમાં કસૂરી મેથી તેમજ ફુદીના પાઉડર નાખીને થોડીવાર સાંતળો ત્યારબાદ સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને તૈયાર જીરા આલૂ પરોઠા, રોટલી કે પુરી સાથે પીરસો.

૦૯ જાન્યુઆરી, ૨૦૨૪

૦૯ જાન્યુઆરી, ૨૦૨૪

Vibrant Gujarat 2024 : PM મોદીનું અમદાવાદમાં આગમન

ગુજરાતના ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી 9 જાન્યુઆરીએ 3 રાષ્ટ્રના વડાઓ સાથે બેઠક કરશે અને સાંજે UAEના વડા સાથે બેઠક બાદ MOU કરશે. તેમજ PM મોદી મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપશે અને રોડ શો કરશે. આ ઉપરાંત 5 મલ્ટી નેશનલ કંપનીના CEO સાથે બેઠક પણ કરશે.

PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

9:10 કલાકે પીએમ PM રાજભવનથી મહાત્મા મંદીર જવા રવાના થશે
9:20 કલાકે મહાત્મા મંદિર ખાતે પહોંચશે PM મોદી
9:20થી 9:30 કલાક દરમિયાન અધિકારીઓ સાથે બ્રિફિંગ
9:30થી 10 કલાક સુધી PM મોદી ટીમોર લેસ્ટે ના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે
10:10થી 11:45 કલાક દરમિયાન 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે PM મોદી
11:45થી 12:15 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
12:15થી 12:25 અધિકારીઓ સાથે બ્રિફિંગ
12:25થી 1 કલાક દરમિયાન PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે
1થી 1:10 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
1:15 કલાકે PM મોદી મહાત્મા મંદિરથી રવાના થશે
1:25 કલાકે રાજભવન પહોંચશે PM મોદી
1:30થી 2:45 કલાકનો સમય રાજભવનમાં અનામત રાખવામાં આવ્યો છે
2:45 કલાકે PM મોદી રજભવનથી રવાના થશે
2:55 કલાકે PM મોદી પહોંચશે હેલિપેડ એક્ઝીબિશન સેન્ટર
3થી4 કલાક દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉધઘટન કરશે અને મુલાકાત લેશે PM મોદી
4:05 કલાકે PM મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાંથી રવાના થશે
4:10 PM મોદી મહાત્મા મંદિરે પહોંચશે
4:10થી 4:45 કલાકનો સમય મહાત્મા મંદિરમાં અનામત રાખવામાં આવ્યો છે
4:50 કલાકે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે PM મોદી
5:20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી
5:30થી 5:40 UAEના વડાને આવકારશે
5:45 કલાકે અમદાવાદ એરપોર્ટથી PM મોદી અને UAEના વડા રોડ શો સ્વરૂપે રવાના થશે
6:10 કલાકે PM મોદી UAEના વડા સાથે હોટલ લીલા પહોંચશે
6:15થી 8:30 દરમિયાન UAEના વડા સાથે બેઠક, MOU અને ભોજન કરશે PM મોદી
8:30 કલાકે PM મોદી રાજભવન જવા રવાના થશે
8:45 કલાકે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે PM મોદી

પંચાંગ 09/01/2024

અદાણી ગ્રુપ તમિલનાડુમાં રૂ. 42,700 કરોડનું રોકાણ કરશે

પોર્ટ્સ-ટુ-પાવર સમૂહ અદાણી ગ્રુપે સોમવારે તમિલનાડુ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ 2024માં રૂ. 42,700 કરોડથી વધુના રોકાણ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા આગામી 5-7 વર્ષમાં ત્રણ પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (PSP) માં રૂ. 24,500 કરોડનું સૌથી મોટું રોકાણ કરવામાં આવશે. અદાણી કોનેક્સ આગામી સાત વર્ષમાં હાઇપરસ્કેલ ડેટા સેન્ટરમાં રૂ. 13,200 કરોડનું રોકાણ કરશે. જ્યારે અંબુજા સિમેન્ટ આગામી પાંચ વર્ષમાં ત્રણ સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટમાં રૂ. 3,500 કરોડનું રોકાણ કરશે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ આઠ વર્ષમાં રૂ. 1,568 કરોડનું રોકાણ કરશે.


તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, રાજ્યના ઉદ્યોગ મંત્રી ટી.આર.બી. રાજા અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મેનેજિંગ ડાયરેક્ટર કરણ અદાણી, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ સરકારી વિભાગોના સચિવોની ઉપસ્થિતીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુ પર હસ્તાક્ષર કરતા કરણ અદાણીએ જણાવ્યું હતું કે, આજનું તમિલનાડુ સ્થિરતા, સુસ્થાપિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંપૂર્ણ કનેક્ટિવિટી, સલામત અને સુરક્ષિત પડોશીઓ, વ્યવસાય-મૈત્રીપૂર્ણ નીતિઓનું ઉત્તમ ઉદાહરણ છે. તામિલનુમાં અધિકારીઓની કાર્યક્ષમ ટીમ, અને વૈવિધ્યસભર અને ઉચ્ચ-કુશળ કાર્યબળ, જેમાં દેશમાં બીજે ક્યાંય કરતાં વધુ મહિલાઓ છે. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનને સંબોધતા કરણ અદાણીએ જણાવ્યું હતું કે, તમિલનાડુને સામાજિક-આર્થિક પાવરહાઉસ બનાવવાની તેમની ઝુંબેશથી આ રાજ્યમાં રોકાણ માટે વધતી જતી સંખ્યામાં વ્યાપારી ગૃહો આકર્ષાયા છે – અને અદાણી જૂથને તેમાંથી એક બનવાનો વિશેષાધિકાર મળ્યો છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ PSP પ્લાન્ટ્સ હાઇડ્રોઇલેક્ટ્રિક એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સમાં રોકાણ કરીને તમિલનાડુમાં તેની હાજરીને વૈવિધ્ય બનાવશે જે વીજળી ઉત્પન્ન કરવા માટે ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરે છે. તે થેનમલાઈ, અલેરી અને અલિયારમાં સુવિધાઓ દ્વારા કુલ 4,900 મેગાવોટની ક્ષમતાને લક્ષ્યાંકિત કરી રહી છે. આ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ માટે 4,400 થી વધુ રોજગારીની તકો ઊભી કરશે અદાણી જૂથ આશરે રૂ. 25,000 કરોડનું રોકાણ કરશે.

તમિલનાડુમાં અદાણી ગ્રૂપ બંદરો અને લોજિસ્ટિક્સ, ખાદ્ય તેલ, પાવર ટ્રાન્સમિશન, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન, ડેટા સેન્ટર્સ, ગ્રીન એનર્જી અને સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ સહિત અનેક ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે. બંદરો અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હાલમાં કટ્ટુપલ્લી અને એન્નોર બંદરોનું સંચાલન કરે છે. અત્યાર સુધીમાં તિરુવલ્લુર જિલ્લામાં કુલ રૂ. 3,733 કરોડનું રોકાણ કર્યું છે. બે બંદરો સામૂહિક રીતે ચેન્નાઈ અને પ્રદેશોમાં અંતરિયાળ વિસ્તારોને આવરી લે છે અને રાજ્યની એક્ઝિમ જરૂરિયાતોને પહોંચી વળવા શ્રેષ્ઠ સ્થિતિમાં છે.

નેધરલેન્ડ્સનું પ્રતિનિધિ મંડળ વાઇબ્રન્ટ ગુજરાતની મુલાકાત લેશે

અમદાવાદઃ નેધરલેન્ડ્સે 10-12 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) 2024ની 10મી આવૃત્તિમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. ભારત ખાતેના નેધરલેન્ડ્સના રાજદૂત એચ. ઈ. શ્રીમતી મારિસા જેરાર્ડ્સ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, સમુદ્રી ક્ષેત્ર અને લોજિસ્ટિક્સ, પુનઃપ્રાપ્ય ઊર્જા, વેસ્ટ મેનેજમેન્ટ, આઇટી, સેમિકન્ડક્ટર્સ અને સર્વિસિઝ જેવા વિવિધ ઉદ્યોગોનું પ્રતિનિધિત્ત્વ કરનારી 45 ડચ કંપનીઓના બનેલા આ પ્રતિનિધિમંડળની આગેવાની કરશે. વિશ્વની અગ્રણી આર્થિક મહાસત્તાઓમાંથી એક હોવાથી નેધરલેન્ડ્સ વિવિધ સેક્ટરોમાં સહકાર સાધવા અને વિવિધ તકોને એક્સપ્લોર કરવા માટેના એક મહત્ત્વના પ્લેટફોર્મ તરીકે આ વૈશ્વિક કાર્યક્રમના મહત્ત્વને સ્વીકારે છે.

આ શિખર સંમેલનમાં પાર્ટનર કન્ટ્રી તરીકે સતત ચોથી વખત ભાગ લઈ રહેલું નેધરલેન્ડ્સ એક કન્ટ્રી સેમિનારનું આયોજન કરી રહ્યું છે, જેમાં ભાગ લઈ રહેલી ડચ કંપનીઓ સંવાદો કરશે તથા તેમના ઉત્પાદનો અને સેવાઓને રજૂ કરશે. વધુમાં આ શિખર સંમેલનમાં ‘ન્યુ બિઝનેસ એરિયાઝ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર લોકલ પાર્ટનર્શિપ’ અને ‘પાર્ટનરિંગ ફોર વેલ્યૂ ક્રિયેશન થ્રુ ઇનોવેશન એન્ડ સસ્ટેનેબિલિટી’ નામના નેધરલેન્ડ્સના બે સેમિનારો સિવાય પોર્ટ-લેડ સિટી ડેવલપમેન્ટ, સેમિકન્ડક્ટર્સ, અંતરીક્ષ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રોમાં યોજાનારા અન્ય ક્ષેત્રીય સેમિનારોમાં પણ ડચ પ્રતિનિધિઓ હાજર રહેશે. આ શિખર સંમેલનના ભાગરૂપે ડચ કંપનીઓ ઘણા મંત્રીઓ અને ખાનગી ક્ષેત્રની સાથે અનેકવિધ એમઓયુ પણ કરશે. નેધરલેન્ડ્સના રાજદૂત મારિસા જેરાર્ડ્સએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં નેધરલેન્ડ્સ અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે.

હાલમાં ભારતમાં 300 ડચ બિઝનેસ સંચાલન કરી રહ્યા છે અને લગભગ 250 ભારતીય કંપનીઓ નેધરલેન્ડ્સમાં સંચાલન કરી રહી છે. 2.498 બિલિયન યુએસ ડૉલર (રૂ. 19,855 કરોડ)ના એફડીઆઈ ઇક્વિટી ઇનફ્લોની સાથે નેધરલેન્ડ્સ નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન ભારતમાં પાંચમો સૌથી મોટો વિદેશી રોકાણકાર દેશ છે. ભારત અને નેધરલેન્ડ્સે કૃષિ, આરોગ્ય, સમુદ્રી ક્ષેત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, આબોહવા અને ઊર્જા તથા નવીનીકરણ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર સાધ્યો છે.

ડચ કંપનીઓ ભારતના વિવિધ ક્ષેત્રોમાં લગભગ 3.4 બિલિયન યુરોનું કુલ રોકાણ કરવાનો ઇરાદો ધરાવી રહી છે. તેમાં બંદરો, સતત વિસ્તરી રહેલી એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી માટે ફ્લાઇટ સિમ્યુલેટર્સ, વિવિધ સામગ્રીઓના પ્રોસેસિંગ માટે ઉત્પાદનસ્થળો વગેરેમાં રોકાણ કરવાનો સમાવેશ થાય છે.

 

 

 

 

 

 

મ્યુચ્યુઅલ ફંડની AUM સૌપ્રથમ વાર રૂ. 50 લાખ કરોડને પાર

મુંબઈઃ ડિસેમ્બર, 2023માં દેશની મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) રૂ. 50 લાખ કરોડને પાર કરી ગઈ છે. AUMમાં વધારોથવાનું મુખ્ય કારણ બજારમાં તેજી અને ફંડોમાં મૂડીરોકાણમાં વધારો છે ડિસેમ્બરમાં ઓપન-એન્ડેડ સ્કીમ્સ હેઠળ કુલ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ રૂ. 50.80 લાખ કરોડ હતી, જે નવેમ્બર, 2023માં રૂ. 48.78 લાખ કરોડ હતી, એમ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ (AMFI) કહે છે.

કોવિડ19 પછી દેશના અર્થંતંત્રને પુર્નર્જીવિત કરવાના ઉદ્દેશથી અને આર્થિક વિકાસને વેગ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બચત, નાણાકીય સમાવેશીકરણ માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામનના પ્રયાસને કારણે મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોએ મૂડીરોકાણ કરવામાં સામેલ થયા.જેથી છેલ્લાં પાછલાં પાંચ વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા બે ગણાથી વધુ થઈ ગઈ હતી, જે ડિસેમ્બર, 2018માં 1.91 કરોડથી વધીને ડિસેમ્બર, 2023માં 4.21 કરોડ થઈ હતી.

AMFIના અધ્યક્ષે રૂ. 50 લાખ કરોડની AUMની સફળતા પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સફળતા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારોના વિશ્વાસનું પ્રમાણ છે. MF ઉદ્યોગની નજર હવે રૂ. 100 લાખ કરોડ અને 10 કરોડ રોકાણકારોની સંખ્યા પર છે.  મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સતત નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે. આ વધારો નાણાકીય સાક્ષરતામાં વધારો, નિયમકીય સુધારા અને SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ને આભારી છે. માસિક SIP ઇનફ્લો નાણાકીય 2020માં રૂ. 8000 કરોડ હતો, જે ડિસેમ્બરે, 2023માં ઓલ ટાઇમ ઊંચી સપાટીએ રૂ. 17,610 કરોડને પાર થયો હતો. જે ફંડમાં SIP થકી ઇનફ્લો રૂ. 1,41,000 કરોડને પાસ થયો હતો.

MF ઉદ્યોગની AUM મે, 2014ના અંતમાં સૌપ્રથમ વાર રૂ. 10 લાખ કરોડને પાર થઈ હતી, ત્યાર બાદ આશરે ત્રણ વર્ષોમાં AUM વધીને બે ગણીથી વધુ રૂ. 20 લાખ કરોડને પાર થઈ હતી. એ પછી નવેમ્બર, 2020માં AUM રૂ. 30 લાખ કરોડને પાર થઈ હતી. ત્યાર બાદ ઉદ્યોગની AUM પહેલી વાર વર્ષ 2022માં  રૂ. 40 લાખ કરોડને પાર થઈ હતી અને ડિસેમ્બર, 2023માં એ રૂ. 50 લાખ કરોડે પહોંચી હતી. આમ મ્યયુચ્યુઅલ ફંડ ઉદ્યોગ જગતમાં છેલ્લાં નવ વર્ષમાં રૂ. 40 લાખ કરોડનો વધારો AUMમાં જોયો હતો.

 

 

હવે I.N.D.I.A માં રાજકીય તણાવ વધશે

રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઈન્ડિયા બ્લોકમાં સીટોની વહેંચણીને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતીય ગઠબંધનના તમામ ઘટક પક્ષોએ પણ બેઠકો પર પોતાનો દાવો રજૂ કર્યો છે. જેડીયુના નેતા કેસી ત્યાગીએ સોમવારે સ્પષ્ટપણે કહ્યું કે તેમની પાર્ટીએ છેલ્લી ચૂંટણીમાં 16 બેઠકો જીતી હતી અને તેઓ આ બેઠકો પર કોઈ સમજૂતી કરશે નહીં. કેસી ત્યાગીએ કહ્યું, જો કોંગ્રેસ એવા રાજ્યોમાં સીટોની માંગ કરી રહી છે જ્યાં તેઓ સત્તામાં છે તો તે એકદમ સારું છે… પરંતુ જો તેઓ એવા રાજ્યોમાં વધુ સીટોની માંગ કરે છે જ્યાં તેઓ શક્તિશાળી સ્થિતિમાં છે.  કેસી ત્યાગીએ વધુમાં જણાવ્યું હતું કે જનતા દળ-યુનાઈટેડ ઈન્ડિયા બ્લોકનું આયોજન કરનાર સંગઠન છે. અમે ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓથી વ્યથિત છીએ. અમે ઈન્ડિયા બ્લોકની સીટ શેરિંગ વ્યૂહરચના અંગે પણ ચિંતિત છીએ. અમે ઇચ્છીએ છીએ કે વસ્તુઓ શક્ય તેટલી વહેલી તકે સ્પષ્ટ થાય.

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

મહાગઠબંધનના વડા પ્રધાન પદના ચહેરા પર તેમણે કહ્યું, “ગઠબંધનની રચના પાછળનો ચહેરો નીતીશ કુમાર છે અને આ પદ સંયોજક કરતાં પણ મોટું છે. જેડીયુ નેતાએ કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે તેમને માત્ર પાર્ટીની ચિંતા છે. ત્યાગીએ કહ્યું, કોંગ્રેસ કન્વીનર નક્કી કરવા માટે સ્વતંત્ર છે. તેઓ તેમના પક્ષને લઈને ચિંતિત છે અને અમે ગઠબંધનને લઈને ચિંતિત છીએ.

બિહારમાં જેડીયુ પાસે 16 અને ભાજપ પાસે 17 બેઠકો છે

તમને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેના (UBT) બાદ જનતા દળ યુનાઈટેડ બિહારમાં 16 સીટોની પોતાની માંગ પર અડગ છે. જેડીયુ પાસે હાલમાં બિહારમાં 16 બેઠકો છે; રાજ્યમાં ભાજપ પાસે 17 અને આરજેડી પાસે એક પણ લોકસભા બેઠક નથી. તે જ સમયે, તાજેતરની ચૂંટણીમાં નિષ્ફળતાઓ પછી, કોંગ્રેસ માટે બેઠકોની ફાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.