Home Blog Page 2163

૦૮ જાન્યુઆરી, ૨૦૨૪

૦૮ જાન્યુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 08/01/2024 થી 14/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે.  અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.


વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.

રાશિ ભવિષ્ય 08/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

પંચાંગ 08/01/2024

પતંગોત્સવમાં દેશી વિદેશી પતંગો સાથે રામ સનાતન ધર્મ લખેલા પતંગ ચગ્યા

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ આગામી ૭થી ૧૪ જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાઈ રહ્યો છે. જેમાં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૮ જાન્યુઆરીએ વડોદરા, ૯ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, ૧૦ જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, ૧૧ જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, ૧૨ જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ ૭થી ૧૩ જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે ૭થી રાત્રે ૯ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું છે, પરિણામે અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે જેના લીધે લોકોના જીવનધોરણના સ્તરમાં પણ વધારો થયો છે.

૫૫ દેશોના ૧૫૩ પતંગબાજો પતંગ સ્પર્ધામાં જોડાયા 

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. સહભાગી દેશોની વાત કરીએ તો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહેરિન, બેલારૂસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, ઈટલી, જાપાન, જોર્ડન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, સ્લોવાકિયા, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, થાઈલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુક્રેન, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ જેવા દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

૧૨ રાજ્યોના ૬૮ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ જોડાયા

બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિળનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજો સહભાગી થયા

અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, કચ્છ, બોટાદ, ગાંધીનગર, જસદણ, જૂનાગઢ, ખેડા, લુવારા, મોટા ભાડિયા, નવસારી, ઓડ, પાટણ, રાજકોટ, રાણપુર, સાબરકાંઠા, સાવરકુંડલા, સુરત, થાનગઢ અને વડોદરાના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

વિશ્વઉમિયાધામ ખાતે અમેરિકા સહિત 5 દેશના 500 NRI પરિવારજનોનું સ્નેહમિલન યોજાયું

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે NRI સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. વિશ્વભરમાં વસતા પાટીદારની આસ્થાના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ ખાતે રવિવારે યોજાયેલા NRI સ્નેહમિલનમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન (UK) અને આફ્રિકા સહિતના દેશોમાંથી NRI પરિવારો પધાર્યા હતા. અમેરિકા-કેનેડા સહિત વિવિધ દેશોના લગભગ 500થી વધુ NRI પરિવારજનોએ આ સ્નેહમિલનમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે સામાજિક સશક્તિકરણ અને આસ્થા – એકતા અને ઊર્જાનાધામ સમા વિશ્વઉમિયાધામમાં આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત જગતજનની મા ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યમાં વિદેશમાં વસતા બંધુ-ભગિનીઓનો સહયોગ સરાહનીય રહેલ છે. ત્યારે વિદેશમાંથી માદરે વતન પધારેલા સર્વે બંધુ – ભગિનીઓ સાથે સંસ્થાના દાતાશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓના વિચારોનું આદાન પ્રદાન તેમજ સંસ્થાના આગામી આયોજનની ચર્ચા- વિચાર કરવા અંતર્ગત NRI સ્નેહમિલન – અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું.
ગુજરાતી વિદ્યાર્થી માટે વિશ્વઉમિયાધામની ટીમ સહયોગી બનશે
મહત્વપૂર્ણ છે કે વિશ્વઉમિયાધામ દ્વારા ચાલતી વિદેશ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પાટીદાર એવમ્ સર્વ સમાજના 1300થી વધુ ગુજરાતી યુવક-યુવતીઓને કેનેડામાં વસતા વિશ્વઉમિયાધામ પરિવારો દ્વારા તેમની રહેવા-જમવા એવમ્ જોબની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ અમેરિકાના વિશ્વઉમિયાધામ પરિવારો દ્વારા 100થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓની વિવિધ સ્ટેટ્સમાં વ્યવસ્થા કરેલી છે. આ અંગે વાત કરતા અમેરિકાની સેન્ટ્રલ કમિટીના ચેરમેન ડેનીભાઈ પટેલ જણાવે છે કે અમેરિકા-કેનેડા આવતા ગુજરાતીઓએ ચિંતામુક્ત રહેવાનું છે અમારી વિશ્વઉમિયાધામની ટીમ તમારું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહી છે. નોકરી-રહેવા-જમવા સહિત બધી જ વ્યવસ્થા વિશ્વઉમિયાધામ સાથે જોડાયેલા પરિવારો કરશે.

સ્વિમર વેનિકા પરીખે 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ડબલ ગોલ્ડ મેડલ જીત્યો

અમદાવાદ : આકર્ષક કૌશલ્ય અને અનેરા જુસ્સા સાથે ગુજરાતની ઉભરતી પ્રતિભા વેનિકા પરીખે દિલ્હીના ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્વિમિંગ પૂલ સંકુલમાં ચાલી રહેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ક્લબ O7, અમદાવાદ ખાતે કોચ અમિત પટેલના માર્ગદર્શન હેઠળ વેનિકાના ઉત્કૃષ્ટ પ્રદર્શને રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

મહિલાઓ માટે 100M બ્રેસ્ટસ્ટ્રોકમાં વેનિકાએ 1 મિનિટ અને 14.99 સેકન્ડના નોંધપાત્ર સમય સાથે આકરી હરીફાઈમાં વિજેતા બની ગુજરાતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. બાદમાં મહિલાઓ માટે 200M બ્રેસ્ટસ્ટ્રોકમાં જીતનો સિલસિલો ચાલુ રાખતાં તેણે 2 મિનિટ અને 43.04 સેકન્ડના સમય સાથે વધુ એક ગોલ્ડ જીત્યો છે. નેશનલ સ્કૂલ ગેમ્સમાં વેનિકાની સફર હજી પૂરી થઈ નથી. હજી તે અંતિમ ઇવેન્ટ 50M બ્રેસ્ટસ્ટ્રોક માટે તૈયારી કરી રહી છે, જે 9મી જાન્યુઆરી, 2024ના રોજ ગેમ્સના છેલ્લા દિવસે યોજાશે.

નેશનલ સ્કૂલ ગેમ્સમાં વેનિકાની આ પહેલી જીત નથી. ગયા વર્ષે યોજાયેલી 66મી એડિશનમાં પણ તેણે ઉમદા પ્રદર્શન સાથે ઈન્ડિવિઝ્યુઅલ ઈવેન્ટ્સમાં પ્રભાવશાળી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેમજ રિલે ઇવેન્ટમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે ટીમની સફળતામાં ફાળો આપ્યો હતો. નોંધનીય છે કે, સ્કૂલ ગેમ્સની સ્વિમિંગ ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ગુજરાતમાંથી એકમાત્ર મહિલા પ્રતિસ્પર્ધી હતી અને તમામ ગેમ્સમાં ગુજરાતની ટોચની ઈન્ડિવિઝ્યુઅલ પરફોર્મર રહી હતી. ગુજરાત ગયા વર્ષે નેશલ્સ ગેમ્સમાં મેડલ જીતનાર રાજ્યોની યાદીમાં છઠ્ઠા ક્રમે હતું.

રાષ્ટ્રીય સરહદોને ઓળંગી વેનિકાએ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી BRICS ગેમ્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. જ્યાં પાંચ BRICS દેશોના રમતવીરોએ ભાગ લીધો હતો. 18-21 ઓક્ટોબર દરમિયાન યોજાનારી BRICS ગેમ્સમાં તેનું પર્ફોર્મન્સ વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વેનિકા તેની આગામી 50M બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટમાં સફળતા મેળવે તેવી શુભકામનાઓ શહેર અને રાજ્ય પાઠવી રહ્યું છે, જે માત્ર તેની જીતની જ નહીં પરંતુ તેના સમર્પણ અને યોગદાનને પણ બિરદાવે છે.

ફિલ્મ ‘એનિમલ’ની શાનદાર સફળતા બાદ સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું

શનિવારે રાત્રે ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી મુંબઈના જુહુમાં આવેલી JW મેરિયટ હોટલમાં થઈ હતી. આ મુંબઈની એક લોકપ્રિય 5 સ્ટાર હોટેલ છે, જ્યાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત ઈવેન્ટ્સ અને પાર્ટીઓ ઘણી વાર થાય છે. આ પાર્ટીમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. પાર્ટીમાં રણબીર કપૂર પત્ની આલિયા, માતા નીતુ કપૂર અને સસરા મહેશ ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. રણબીર અને આલિયાએ પણ સાથે પોઝ આપ્યા હતા.  રશ્મિકા મંદાન્ના અને તૃપ્તિ ડિમરી પણ જોવા મળી હતી. બોબી દેઓલ વ્હાઈટ અને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ સિવાય ‘એનિમલ’ની ટીમ જોવા મળી હતી.

 

ગુજરાતની NCC કન્યા કેડેટ્સની 32 દિવસમાં 3232 કિલોમીટરની સાઇકલ રેલી

અમદાવાદ : ગુજરાતની NCC કન્યા કેડેટ્સની 32 દિવસમાં 3232 કિલોમીટરની કન્યાકુમારીથી દિલ્હી સુધીની “મહિલા શક્તિ કા અભેદ્ય સફર” સાઇકલ રેલી ઉભરતા ભારત અને વાઇબ્રન્ટ ગુજરાતની નારી શક્તિને ઉજાગર કરે છે. નારી શક્તિને પ્રેરણા આપતા દેવી પાર્વતીના નિવાસસ્થાન ગણાતા ભારતના દક્ષિણ છેડા એટલે કે કન્યાકુમારીથી 08 ડિસેમ્બર 2023ના રોજ આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલી તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થઇ ચૂકી છે. તેઓ અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની પોતાની ભૂમિમાં પહોંચ્યા છે. અહીંથી આગળ તેઓ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી તરફ આગળ વધશે.

PM મોદી દ્વારા ટીમને ફ્લેગ બતાવીને આવકારવામાં આવશે

27 જાન્યુઆરી 2024ના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટીમને ફ્લેગ બતાવીને આવકારવામાં આવશે. એ જાણીને આનંદ થાય છે કે આ રેલીમાં સાહસ ઉપરાંત આ ટીમ જ્યાંથી પણ પસાર થાય છે તે ગામડાઓ અને નગરોમાં શેરી શો, નુક્કડ નાટકો અને લોકો સાથે સંવાદ યોજીને સામાજિક ચેતના જગાડવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. મેગા સાઇક્લોથોન ટીમને 06 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદ ખાતે ભારતીય ટીમના પેરા સાઇકલિસ્ટ સુશ્રી ગીતા એસ. રાવે ઝંડી બતાવીને આવકારી હતી.

2009માં જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ સામે લડતી વખતે વીરગતિને પ્રાપ્ત થયા હતા તેવા શૌર્યવાન અને ભૂમિના સપુત મેજર ઋષિકેશ રામાણીને પણ આ અવસરે યાદ કરવામાં આવ્યા હતા. તેમના પિતા વલ્લભભાઇ રામાણી અને માતા ગીતાબેન રામાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. 08 જાન્યુઆરી 2024ના રોજ, ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવન ખાતે ટીમ સાથે સંવાદ કરશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ કેડેટ્સને તેમની આગળની યાત્રા માટે વિદાય આપશે.

અયોધ્યામાં દીપોત્સવ અને આતશબાજી સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

એક તરફ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિનો અભિષેક થશે, તો બીજી તરફ લક્ષ્મણનગરીમાં આનંદ છવાશે. યુનાઇટેડ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેડ બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ અંજની કુમાર પાંડેએ શનિવારે એક બેઠક યોજી હતી અને જાનકીપુરમ વિસ્તાર સહિત અન્ય બજારોમાં લાડુના શણગાર અને વિતરણની જાહેરાત કરી હતી.

22મી જાન્યુઆરીના રોજ ફટાકડા ફોડીને અને ગંગાજળ સાથે ઉજવણી કરવામાં આવશે

આ બેઠકમાં રાષ્ટ્રીય સચિવ પ્રમોદ મિશ્રા, મીડિયા ઈન્ચાર્જ રામ દયાલ શ્રીવાસ્તવ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. અખિલ ભારતીય ઉદ્યોગ વેપાર બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ સંદીપ બંસલે જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીના રોજ દરેક દુકાન પર દીવા પ્રગટાવવામાં આવશે અને બજારોમાં ખાસ કરીને ફટાકડા ફોડીને અને ઘંટી વગાડીને ઉજવણી કરવામાં આવશે. બ્રાહ્મણ પરિવારના પ્રમુખ શિવશંકર અવસ્થીએ જણાવ્યું કે 22મીએ કૃષ્ણનગરના મહાશક્તિ મંદિર પરિસરમાં સુંદરકાંડના પાઠ સાથે ભંડારા થશે. તે જ સમયે, ઉત્તરાખંડ જનરલ કાઉન્સિલ વતી, શનિવારે જનરલ કાઉન્સિલ બિલ્ડિંગમાં એક સુંદર ઘટના બની હતી. આ કાર્યક્રમમાં દિવાન સિંહ અધિકારી, હરીશ ચંદ્ર પંત, મંગલ સિંહ રાવત, ભરત સિંહ બિષ્ટ સહિત સમાજના લોકો હાજર રહ્યા હતા.