અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આગામી સાતથી 14 જાન્યુઆરી, 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નું ઉદઘાટન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાત જાન્યુઆરીએ સવારે કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ પતંગબાજોનો ઉત્સાહ વધારવા માટે પતંગ ઉડ્ડયનમાં પણ સહભાગી થશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 આગામી સાતથી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાશે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.
રાજ્યમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આઠ જાન્યુઆરીએ વડોદરા, નવ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 માં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે. રાજ્યના હસ્તકલાના કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણીપીણીના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવમાં 7 થી 13 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 7થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.





ચારુસેટ યુનિવર્સિટીના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં કુલ 13 પદવીદાન સમારંભમાં 400 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના 44 ગોલ્ડમેડલ આપવામાં આવ્યા હતા. ચારુસેટના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મુખ્ય અતિથિ ધર્મેન્દ્ર પ્રધાન, ચારુસેટ અને ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ તેમ જ સમારોહ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ,ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમ જ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો જોડાયા હતા. આ સમારોહમાં દ્વિતીય તબક્કામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને મંચ પરથી જ મહેમાનોને હસ્તે વાલીઓ અને અધ્યાપકોની હાજરીમાં પદવીઓ એનાયત કરવામાં આવી હતી.











આ સિવાય મહેન્દ્ર સિંહ ધોની વતી અરકા સ્પોર્ટ્સને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. રિપોર્ટ પ્રમાણે વિધિ એસોસિએટ્સના માધ્યમથી ધોનીનું પ્રતિનિધિત્વ કરનાર દયાનંદ સિંહે દાવો કર્યો છે કે અરકા સ્પોર્ટ્સે તેમની સાથે છેતરપિંડી કરી છે. જેના કારણે રૂ. 15 કરોડથી વધુનું નુકસાન થયું છે.
યશ ચોપડાએ એની ચાંદ જેવી સુંદરતા ઓળખીને ફિલ્મોમાં આવવા મનાવી લીધી હતી. પૂનમ સ્કૂલમાં ભણતી હતી ત્યારે એની બહેનપણીઓ સાથે સૌંદર્ય પ્રતિયોગિતા જોવા જવાનો વિચાર કર્યો હતો. ફેશન શૉ જોવાની પણ ઈચ્છા હતી. કારણ વગર ત્યાં જઇ શકાય એમ ન હતું. એટલે સૌંદર્ય સ્પર્ધામાં શોખ ખાતર ભાગ લેવાનું નક્કી કર્યું. પૂનમને ખબર ન હતી કે એ જીતી જવાની છે. ચંદીગઢમાં રહેતી પૂનમે પરિવારમાં કોઈને જાણ કરી ન હતી કે એ ‘મિસ દિલ્હી’ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.
