Home Blog Page 2170

I.N.D.I.A. ગઠબંધનના સંયોજક બનશે નીતીશકુમાર?

નવી દિલ્હીઃ I.N.D.I.A. એલાયન્સમાં ચોથી જાન્યુઆરીએ થનારી બેઠક સ્થગિત કરવામાં આવી છે અને એ મીટિંગ પાંચ જાન્યુઆરીએ થશે. આ બેઠકમાં બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારને I.N.D.I.A. ગઠબંધનેના સંયોજક રૂપે ચૂંટી લેવામાં આવે એવી સંભાવના છે, કેમ કે વિરોધ પક્ષોના નેતાઓ સાંજે છ કલાકે મળવાના છે.

આ બેઠકમાં બધા પક્ષો વિચારવિમર્શ માટે ઉપલબ્ધ નહીં હોય, પરંતુ આશરે 10-12 પાર્ટીઓ ભાગ લેશે અને નિર્ણયથી અન્યોને જાણ કરવામાં આવશે. સંયોજક મુદ્દે નીતીશકુમાર પર મોટા ભાગનાઓની સહમતી છે, કેમ કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મમતા બેનરજી અને JDUના નેતાએ ભાર મૂક્યો હતો, એમ સૂત્રોએ કહ્યું હતું.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંયોજકને મુદ્દે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, આપના કેજરીવાલ, પર અને CM નીતીશકુમારની સાથે વાતચીત કરી હતી.RJDના યુવા નેતા તેજસ્વીને JDU અધ્યક્ષ નીતીશકુમારને સંયોજક બનાવવા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે નીતીશકુમાર વરિષ્ઠ નેતા છે. જો કોઈ એવો પ્રસ્તાવ આવે છે તો એ બિહાર માટે બહુ સારું થશે.

I.N.D.I.A. ગઠબંધનની પાછલી બેઠકમાં આપ અને TMCએ વડા પ્રધાનપદના ઉમેદવાર માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે આ દરમ્યાન ભાજપના OBC મોરચાના રાષ્ટ્રીય પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું હતું કે RJD જૂના સહયોગી પક્ષ કોંગ્રેસની મદદથી નીતીશકુમારને સંયોજક બનાવીને તેમને મુખ્ય મંત્રી પદ છોડવા માટે મજબૂર કરવા અને તેજસ્વી માટે રસ્તો સાફ કરવાનું ષડયંત્ર રચી રહી છે.

 

 

 

 

 

PM મોદીએ લક્ષદ્વીપ મુલાકાતની રસપ્રદ તસવીરો શેર કરી

મોદીએ લક્ષદ્વીપ મુલાકાતની રસપ્રદ તસવીરો શેર કરી છે. સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા પીએમે કહ્યું કે લક્ષદ્વીપ એવા લોકોની યાદીમાં હોવું જોઈએ જે એડવેન્ચર કરવા માંગે છે. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. તે એક આનંદદાયક અનુભવ હતો. પીએમ મોદીએ તેમના બીચ વોકની તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં પીએમ ખુરશી પર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળે છે. આ ઉપરાંત પીએમ મોદીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. જેમાં આયુષ્માન ભારત, પીએમ-કિસાન, પીએમ-આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેનારા લોકોનો સમાવેશ થાય છે.

 

પ્રવાસનો ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે લક્ષદ્વીપ માત્ર ટાપુઓનો સમૂહ નથી. તે પરંપરાઓનો વારસો છે અને તેના લોકોની ભાવનાનું પ્રમાણપત્ર છે. મારી સફર શીખવાની અને વિકાસની સમૃદ્ધ રહી છે.

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું કે મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાનો મોકો મળ્યો. હું હજી પણ તેના ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી આશ્ચર્યચકિત છું. મને અગાટી, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો આભાર માનું છું. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ્ય વિકાસ દ્વારા લોકોના જીવનને ઉન્નત કરવાનો છે. તે વધુ સારી આરોગ્ય સંભાળ, ઝડપી ઈન્ટરનેટ અને પીવાના પાણીની તકો ઉભી કરવા તેમજ ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરતી વખતે જીવંત સ્થાનિક સંસ્કૃતિની ઉજવણી કરવા વિશે પણ છે. તેઓ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

દક્ષિણ આફ્રિકાએ ભારતને જીત માટે 79 રનનો ટાર્ગેટ આપ્યો

ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાને 176ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી છે, જ્યારે હવે ટીમ ઈન્ડિયાને જીત માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. આ મેચનું પરિણામ નિશ્ચિત છે. આફ્રિકાની ટીમે તેના બીજા દાવમાં 176 રન બનાવી લીધા છે અને ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો કેપટાઉનમાં તેની પ્રથમ ટેસ્ટ જીત હશે.

 

મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ તેના બીજા દાવમાં ત્રણ વિકેટે 62 રન બનાવીને આગળ આવી હતી. બીજા દિવસે, આફ્રિકાને પ્રથમ ઓવરમાં જ આંચકો લાગ્યો, જ્યારે ડેવિડ બેડિંગહામ જસપ્રિત બુમરાહના હાથે વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો. બેડિંગહામ માત્ર 11 રન બનાવી શકી હતી. ત્યારબાદ બુમરાહે કાયલ વેરેનનો પણ સસ્તામાં નિકાલ કર્યો હતો. વેરીનના આઉટ થવાને કારણે આફ્રિકાનો સ્કોર પાંચ વિકેટે 85 રન થઈ ગયો હતો. વેરીનના આઉટ થયાના થોડા સમય બાદ માર્કરામે તેની ફિફ્ટી પૂરી કરી. બીજી તરફ, બુમરાહની પાયમાલી બોલિંગ ચાલુ રહી અને તેણે 103ના ટીમ સ્કોર પર માર્કો જેન્સેનને આઉટ કરીને આફ્રિકાને છઠ્ઠું સ્થાન અપાવ્યું. ત્યારબાદ બુમરાહે કેશવ મહારાજને આઉટ કરીને પોતાની પાંચમી વિકેટ લીધી હતી. છ વિકેટ પડ્યા બાદ એડન માર્કરામે એકલા હાથે ચાર્જ સંભાળ્યો અને માત્ર 99 બોલમાં પોતાની સદી ફટકારી દીધી. માર્કરામે 106 રન બનાવ્યા જેમાં 17 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. માર્કરામને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. માર્કરામના આઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાની બાકીની બે વિકેટ સસ્તામાં પડી ગઈ હતી.

દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ માત્ર 176 રન પર જ સમેટાઈ ગયો હતો. ભારત પાસે 98 રનની લીડ હોવાથી દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બીજી ઇનિંગમાં છ વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારને બે સફળતા મળી, જ્યારે પ્રસીદ કૃષ્ણ અને મોહમ્મદ સિરાજને એક-એક સફળતા મળી.

ભરશિયાળે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે જેને કારણે રાજ્યમાં ત્રણ દિવસ સળંગ વરસાદ વરસશે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. જોકે તે પછીના બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે આઠ જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા વધારે છે.

રાજ્યમાં બે દિવસ ઠંડીના પારામાં વધારે ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 14.3, ગાંધીનગરમાં 12.05 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું તાપમાન કેશોદમાં 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તેમણે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં એક ટ્રફ બની રહ્યું છે. જેને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની સંભાવના છે. ગુજરાતમાં તાપમાન સ્થિર છે. ત્રીજા દિવસથી ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળશે. જેને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.

 

 

 

 

વારંવાર માફી માગીને કાર્યવાહીથી બચી ના શકે પવન ખેડાઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટથી કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાને મોટો આંચકો લાગ્યો છે. વડા પ્રધાન મોદી અને તેમના પિતાની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીની મામલે તેમને રાહત નથી મળી. કોર્ટે પવન ખેડાની વિરુદ્ધ FIRને રદ કરવાથી ઇનકાર કરી દીધો છે. હવે કોંગ્રેસ પ્રવક્તાએ આ મામલે કેસનો સામનો કરવો પડશે.

પવન ખેડાએ અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે તેમની વિરુદ્ધ FIRને રદ કરવાથી ઇનકાર કર્યો હતો. મોદી પર આપત્તિજનક ટિપ્પણીને મામલે પવન ખેડાની વિરુદ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો હતો. પવન ખેડાએ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં વડા પ્રધાન અને તેમના પિતાની વિરુદ્ધ બિનજવાબદાર અને ખોટી ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં વડા પ્રધાનની વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને મામલે ખેડાની વિરુદ્ધ બધી FIR એકસાથે ક્લબ કરી દીધી હતી. એ સાથે કોર્ટે વચગાળાના જામીનની સમયમર્યાદા વધારી દીધી હતી. તેમની વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં બે અને આસામમાં એક FIR નોંધવામાં આવી હતી.

કોંગ્રેસ પ્રવક્તા ખેડાની 23 ફેબ્રુઆરીએ દિલ્હીના એરપોર્ટથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમને રાયપુર જતા વિમાનમાંથી પણ ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. વાસ્તવમાં કોંગ્રેસ પ્રવક્તાએ વડા પ્રધાનનું પૂરું નામ બોલતાં તેમના પિતાનું નામ ખોટું બોલ્યું હતું.ત્યાર બાદ તેમણે ભૂલ સુધારી હતી, પણ ફરીથી ખોટું નામ લઈને ટોણો માર્યો હતો. એ વખતે તેમના નિવેદન પર ખૂબ ધમાલ મચી હતી.

 

 

 

 

 

 

તમારો ‘આઈ’ સ્મૉલ છે કે કૅપિટલ?

મારી આગળ કોઈની હુશિયારી ન ચાલે…

મારા ઘરમાં હું કહું કરું એમ જ થવું જોઈએ. જો એમ ન થાય તો ઘરના સભ્યો ખરાબ. હું તેમને ધાકધમકી આપીને કે મેણાંટોણા મારીને મારી ઈચ્છા મુજબ કરાવીને જ જંપું.

જો ઘર હું ચલાવતો હોઉં તો ઘરમાં મારું જ ચાલવું જોઈએ…

જાહેર જીવનમાં આવા સંવાદ તમે અવારનવાર સાંભળ્યા હશે. કોઈ કદાચ આને વ્યવહાર કે સંસ્કાર કહે, પણ હકીકતમાં આને અહં કહેવાય. તમે જ સર્વેસર્વા અને ઘરમાં તમે ચાહો એમ જ બધું થવું જોઈએ એ ભ્રમણા આવું વિચારતી વ્યક્તિએ મનમાંથી કાઢી નાખવી, કારણ કે આ ભ્રમણા એટલે તમારી અંદર રહેલો તમારો અહં, જે ક્યારેક તમને મોટી મુસીબતમાં મૂકી શકે.

જે વ્યક્તિ વ્યવહારની કે સંસ્કારની વાત કરે છે, તે ક્યારેય અહંને મોટો નથી થવા દેતો. જે વ્યકિતની અંદર યોગ્ય સંસ્કારનું સિંચન થયેલું છે તે વ્યક્તિ પોતાની અંદર હુંપદને પ્રવેશવા નથી દેતી. કોઈ પણ સુખી, સશક્ત સાંસારિક જીવનનો ધ્યાનથી તપાસ કરશો તો ખ્યાલ આવશે કે એ યુગલમાં કોઈ બૉસ નથી હોતું. ઘરની દરેક વ્યક્તિ પોતે સર્વેસર્વા હોવાને બદલે દરેક હળીમળીને સમજીને રહેતી હોય તો જ ઘર, પરિવાર સારી રીતે ચાલે અને ટકે. આપણે આસપાસ નિહાળીએ તો ખ્યાલ આવે કે મહાનગરોમાં રોજના કેટલાય છૂટાછેડાના કેસ નોંધાય છે, આ પાછળ મોટા ભાગે બે વ્યક્તિનો અહં જ જવાબદાર હોય છે. જે વ્યક્તિની અંદર જતું કરવાની ભાવના ન હોય, જે વ્યક્તિ સંબંધ કરતાં પોતાના અહંને વધુ મહત્વ આપતી હોય તેના સંબંધોની ડોર નબળી જ હોય છે, કારણ કે અહં નામનો રાક્ષસ તમારા સંબંધને ખોખલા બનાવવાનું કાર્ય કરતાં ક્યારેય અચકાતો નથી.

મારી ઈચ્છા પ્રમાણે જ મારા વર્તુળમાં બધું ચાલવું જોઈએ, મારી સત્તા પ્રમાણે જ મારા કાર્યક્ષેત્રમાં બધું થવું જોઈએ. આ સૌથી મોટા કુસંસ્કાર છે. તમારી ઈચ્છા પ્રમાણે બધું થવું જોઈએ એ વાતનું રટણ કરવાને બદલે થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે વર્તન કરતાં શીખો, થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે રહેતા શીખશો તો સંબંધોમાં અને બીજે પણ દરેક જગ્યાએ ઘણી સાનુકૂળતા સાધી શકશો. તમે અન્ય વ્યક્તિને સમજીને થોડા સરળ થઈ શકો એ મોટામાં મોટા સંસ્કાર છે. યાદ રાખજો, અહંશૂન્ય હોવું એ દરેક સંસ્કારની જનની છે.

પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અંગ્રેજીમાં ‘આઈ’ કેપિટલ હોય એ નિયમ છે, પણ હું મારા જીવનમાં હંમેશાં ‘આઈ’ નાનો જ રાખું છું. એ પત્રમાં અંગ્રેજીમાં આશીર્વાદ આપતા તો એમાં પણ ‘આઈ’ સ્મૉલ જ રાખતા.

જીવનમાં દરેક વ્યક્તિ ‘આઈ’ નાનો રાખશે તો સુખી થશે, જો એ ‘આઈ’ કૅપિટલ હશે તો અનેક સમસ્યાનો સામનો કરવો પડશે, માટે જો જીવનને સુખી રાખવા માંગતા હો તો દરેક વ્યક્તિએ પોતાનો આઈ સ્મોલ જ રાખવો. એ સ્મૉલ હશે તો ક્યારેય કોઈ તકલીફ નહીં ઊભી થાય.

જીવનમાં ‘આઈ’ નાનો રાખવો એ સારા સંસ્કાર છે. જો તમે સજાગ અને બુદ્ધિશાળી હશો તો સમજી શકશો કે આવડત માત્ર તમારામાં જ છે એવું નથી, દરેક વ્યક્તિ કે જેણે આ ધરતી ઉપર જન્મ લીધો છે એ કોઈ ક્ષેત્ર, કોઈ વસ્તુમાં તમારાથી વધારે હોશિયાર હોવાની જ. જેમ તમે કોઈ વસ્તુમાં પાવરધા હો એમ બીજી વ્યક્તિ બીજી વસ્તુમાં પાવરધી હોવાની. દરેક વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી હોતી. એમ દરેક વ્યકિતને કંઈ જ ન આવડતું હોય એવુંય નથી. માટે હું જ બધું છું એવો ભ્રમ એ અહંથી વધારે બીજું કંઈ જ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

‘ખુલ્લેઆમ ગુંડાગર્દી ચાલી રહી છે’ ભાજપ પર વરસ્યા કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિ મામલે EDના ત્રણ સમન્સ પછી તપાસ એજન્સીની સામે હાજર નહીં થયા પછી દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લિકર કૌભાંડ- છેલ્લાં બે વર્ષમાં આ શબ્દ તમે સાંભળ્યો હશે. બે વર્ષમાં ભાજપની બધી એજન્સીઓ કેટલાય દરોડા પાડી ચૂકી છે. કેટલાય લોકોની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી એક પણ પૈસાની હેરફેર નથી મળી.

તેમણે કહ્યું હતું કે ક્યાંયથી પણ એક પણ પૈસા નથી મળ્યા. જો ભ્રષ્ટાચાર થયો છે તો આટલા પૈસા ગયા ક્યાં? શું બધા પૈસા હવામાં ગાયબ થઈ ગયા. કોઈ ભ્રષ્ટાચાર નથી થયો, જો થયો હોત તો પૈસા મળત. આવા નકલી કેસમાં આપના કેટલાય નેતાઓને આ લોકોએ અત્યાર સુધી જેલમાં રાખ્યા છે. કંઈ સાબિત નથી થઈ રહ્યું.

ખુલ્લેઆમ ગુંડાગર્દી ચાલી રહી છે. કોઈને પણ પકડીને જેલમાં નાખી દો. હવે ભાજપ મારી ધરપકડ કરવા ઇચ્છે છે. મારી સૌથી મોટી તાકાત મારી ઇમાનદારી છે. મારા વકીલોએ જણાવ્યું કે મને મોકલવામાં આવેલા સમન્સ ગેરકાયદે છે. ભાજપનો ઉદ્દેશ મારી તપાસ કરવાનો નહીં, પણ લોકસભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરવા દેવાનો છએ. તેઓ તપાસને બહાને મને બોલાવવા ઇચ્છે છે અને એ પછી ધરપકડ કરવા ઇચ્છે છે. ભાજપે એક પણ વાતનો જવાબ નથી આપ્યો. એનો અર્થ એ થયો કે તેમની પાસે મારી વાતનો જવાબ નથી. તેઓ પણ માને છે કે તેમના સમન્સ ગેરકાયદાકીય છે. જો કાયદાકીય રીતે યોગ્ય સમન્સ આવશે તો હું પૂરો સહયોગ કરીશ, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

ધરપકડના ડર વચ્ચે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાતની મુલાકાતે

અરવિંદ કેજરીવાલ ગુજરાત વિઝિટ દારૂ કૌભાંડમાં ધરપકડના ભય વચ્ચે સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. કેજરીવાલ 6, 7, 8 જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસ પર હશે, જ્યાં તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

કેજરીવાલ 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ગુજરાતમાં કાર્યકર્તા સંમેલન અને જાહેર સભાને પણ સંબોધશે. આ દરમિયાન તેઓ જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈત્રા બસવાને પણ મળી શકે છે. ચૈત્ર બસવાના પરિવારને પણ મળશે. આ વિકાસ એવા સમયે થયો છે જ્યારે AAP નેતાઓએ આરોપ લગાવ્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી શકે છે.

દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ઝડપથી વધ્યું ધાર્મિક ટુરિઝમ

નવી દિલ્હીઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભારત જ નહીં, પણ વિદેશમાંથી પણ લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. મંદિરની સ્થાપનાથી અયોધ્યાનો ઘણો આર્થિક વિકાસ થશે. દેશમાં હાલમાં ધાર્મિક ટુરિઝમે આર્થિક વિકાસના નવાં દ્વાર ખોલ્યાં છે.

દેશના દરેક રાજ્યમાં કોઈ ને કોઈ તીર્થ સ્થળ છે. આ તીર્થ સ્થાનોની આસપાસ રહેતા લોકો માટે એ મંદિર રોજગારીનો સ્રોત પણ છે. આ તીર્થ સ્થળને કારણે સ્થાનિક લોકોને ફૂલ, પ્રસાદ વેચવા જેવા નાનામોટા કામ કરીને કમાણીની તક મળી જાય છે.

વિવિધ ધાર્મિક પરંપરાઓને કારણે ભારત વિશ્વભરમાંથી લાખો તીર્થ યાત્રીઓ અને પર્યટકોને આકર્ષિત કરે છે. અજમેર શરીફ, સારનાથ, મહાબોધિ મંદિર, તિરુપતિ બાલાજી, સુવર્ણ મંદિર વૈષ્ણોદેવી સહિત ભારતના વિવિધ તીર્થ સ્થળોએ પર્યટકો અને શ્રદ્ધાળુઓની આવ-જા થતી રહે છે.

દેશમાં મોટા ભાગના મધ્યમવર્ગના પરિવારો મંદિરોની યાત્રા કરે છે, જેથી એ યાત્રાને બહાને એક તીર્થ સ્થળ અને એ વિસ્તાર પણ ફરી શકાય. વર્ષ 2022માં દેશમાં 1731 મિલિયનથી વધુ ઘરેલુ પર્યટકો આવ્યા, જેમાં 30થી વધુ પર્યટકોએ ધાર્મિક સ્થળોની યાત્રા કરી હતી.

ધાર્મિક ટુરિઝમને મામલે પર્યટન મંત્રાલયના નવા આંકડા હેરાન કરનારા છે. વર્ષ 2022માં મંદિરોની કુલ કમાણી રૂ. 1.34 લાખ કરોડ થઈ હતી, જે વર્ષ 2021માં રૂ. 65,000 લાખ હતી. એ પહેલાં 2020માં રૂ. 50,136 કરોડ, 2019માં રૂ. 2,11,661 કરોડ અને 2018માં રૂ. 1,94,881 કરોડની કમાણી હતી. આ તીર્થ સ્થળોની કમાણી બે ગણી ઝડપથી આગળ વધી રહી છે.

વર્ષ 2022માં ઉત્તરાખંડના ચાર ધામોની યાત્રા કરવા આશરે 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જે આંકડો 2019માં 32 લાખ હતો. આ સાથે વર્ષ 2022ના જુલાઈમાં વારાણસીમાં 40.03 લાખ ઘરેલુ પર્યટકો પહોંચ્યા હતા, જ્યારે એક વર્ષ પહેલાં જુલાઈ, 2021માં એ આંકડો 4.61 લાખનો હતો.

 

 

 

 

 

સુવિચાર – ૦૪ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૦૪ જાન્યુઆરી, ૨૦૨૪