રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.




નિર્દેશક યશ ચોપડાના આગ્રહથી એ ગીતકાર બન્યા હતા અને એમના એ પહેલા ગીતની રચનાની વાત પણ બહુ રસપ્રદ રહી છે. જે એમણે વિદેશમાં ‘મૈં કોઈ ઐસા ગીત ગાઉં’ નામના કાર્યક્રમમાં કહી હતી. એક દિવસ યશ ચોપડા એમની પાસે આવ્યા અને કહ્યું કે ફિલ્મ ‘સિલસિલા’ (૧૯૮૧) ના ગીતો એમણે લખી આપવાના છે. એમનું કહેવું હતું કે એમની ફિલ્મોના કાયમી ગીતકાર સાહિર લુધિયાનવીની તબિયત સારી રહેતી નથી. અને એ હવે ગીત લખવામાં રસ ધરાવતા નથી.




















કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારતા સન્માનભાવ વ્યક્ત કર્યો હતો. અમારા પ્રયાસોને એક પ્રોત્સાહક માન્યતા મળવા સાથે હરિયાળા અને વધુ લાંબા ગાળાના ભવિષ્યના નિર્માણ માટેના અમારા પ્રયાસોમાં સતત આગળ વધવાની આ એવોર્ડ પ્રેરણા આપે છે


અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા ‘ ધ ઓલ્ડ મૅન એન્ડ ધ સી’ વિશે રસાસ્વાદ ડો. સેજલ શાહે કરાવ્યો, તેમને કૃતિના નેરેટિવની ઉત્તમતાનો પરિચય આપવા કૃતિમાંથી કેટલાક વર્ણનોનું વાંચન કર્યુ હતું. આ કૃતિના કેટલાક જાણીતા સંવાદો શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને તેની પ્રસ્તુતિ રસપ્રદ બનાવી હતી. નવલકથાનો નાયક વૃધ્ધ ડોસો સાન્તિયાગો છે. એ મછવામાં બેસીને ગલ્ફસ્ટ્રીમાં માછલાં પકડવાનો વ્યવસાય કરે છે. પોતે માછીમાર હોવાથી તેને માછલીઓ પકડવામાં રસ છે, પણ માછલી પકડાતી નથી. ‘૮૪’-દિવસ પસાર થઈ ગયા છે. નવલકથામાં માર્લિન માછલી અને વૃદ્ધ સાન્તિઆગો વચ્ચે જે દ્વન્દ્વ યુદ્ધ ખેલાય છે. સંઘર્ષ થાય છે જે પ્રસંગ નવલકથાનો મહત્વનો પ્રસંગ છે. એક બાજુ વૃદ્ધનો આત્મવિશ્વાસ અને બીજી બાજુ દરિયો. વૃદ્ધ અંતે એકલો માર્લિનને પકડી લે છે અને કિનારે લઈ આવે છે. વૃદ્ધની કટિબદ્ધતાએ એ સાબિત કરી દીધું કે પુરુષાર્થ હોય ત્યાં પ્રારબ્ધે ખેંચાઈને આવું પડે છે. વૃદ્ધ માર્લિન સાથેના સંઘર્ષ દરમ્યાન સતત બોલતો હોય છે- ‘but the man is not meant for defeat’ (પરંતુ માણસ હાર માટે નથી.) અને અંતે તે ચરિતાર્થ કરી બતાવે છે.
ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોની નવલકથા ‘ લે મિઝરાબ્લે’નું પઠન અને આચમન રંગભૂમિના ખૂબ જાણીતા કલાકારો મનોજ શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, ચિરાગ વોરા, દિશા સાવલા, સેજલ આહિર, પિન્કેશ પ્રજાપતિએ કર્યું. ખૂબ દીર્ઘ એવી આ નવલકથાના કેટલાક અંશોની પસંદગી કરીને તેમણે આખી નવલકથાની અખિલાઈનો પરિચય કરાવ્યો હતો. દીર્ઘ કૃતિના અંશોની યથાયોગ્ય પસંદગી સાથે મનોજ શાહે આરંભમાં બાંધેલી ભૂમિકા કૃતિને સમજવામાં ભાવકોને ઉપયોગી બની હતી.




ભરૂચમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.આજે મહેસાણા જિલ્લામાં ટ્રક ડ્રાઇવરની હડતાળમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો જોડાયા હતા. હિટ એન્ડ રનના કાયદાનો અહીં પણ જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. અહીં રોડ પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. હડતાળને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.