નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે રોકાણકારોને અતિ જોખમી ડેરિવેટિવ્ઝ અથવા સ્ટોક માર્કેટમાં વારંવાર ટ્રેડિંગ કરવામાં રહેલા જોખમ સામે સાવધ રહેવાનો અનુરોધ કર્યો હતો.
ભારતની વિકાસ યાત્રામાં એક પ્રતિબદ્ધ યાત્રી બની રહો અને ઉજ્જવળ ભવિષ્ય ભણી આગળ વધો. ભૂતકાળના અનુભવો આપણને દર્શાવે છે કે લાંબા ગાળાના મૂડીરોકાણ પર સારું વળતર પ્રાપ્ત થાય છે, એમ NSEના વડાએ કહ્યું હતું અને સાથે-સાથે ઉમેર્યું હતું કે NSE રોકાણકારોને શાણપણ અને જવાબદારીપૂર્વક રોકાણ કરવા માટેનું ઉત્તેજન પૂરું પાડે છે.
માત્ર રજિસ્ટર્ડ ઈન્ટરમિડિયરીઝ મારફત જ કામકાજ કરો અને નિયમ મુજબનાં ન હોય એવી પ્રોડક્ટ્સમાં કદી રોકાણ ન કરો. શેરબજારમાં રોકાણ કરવાનો હેતુ લાંબા ગાળા માટે રોકાણ કરી સંપત્તિ સર્જવાનો છે, એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે એક ખરાબ અનુભવ પણ રોકાણકારને શેરબજારથી દૂર કરી દે છે. આથી જો તમે શેરબજાર વિશે કશું જાણતા ન હો તો સાવધ રહો અને નિષ્ણાતની સલાહ અનુસાર રોકાણ કરો.
અયોધ્યાઃ ભગવાન રામની નગરી અયોધ્યામાં પ્રાણ—પ્રતિષ્ઠાથી પહેલાં નવા એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિત અનેક નવી ટ્રેનોનું ઉદઘાટન કરવા માટે વડા પ્રધાન મોદી શનિવારે પહોંચી ગયા છે. તેઓ અયોધ્યામાં રોડ-શોથી કાર્યક્રમનો પ્રારંભ કરશે. તેમનું UPના CM યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલે સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન અનેક ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. એમાં નવી અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેન પણ સામેલ છે.
વડા પ્રધાન મોદી ઉત્તર પ્રદેશ માટે રૂ. 15,700 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવા માટે રામ મંદિર નગરમાં હશે. તેમાં અયોધ્યા માટે રૂ. 11,100 કરોડના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. વડા પ્રધાન નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવી ગ્રીનફિલ્ડ ટાઉનશિપ, એક રેલવે સ્ટેશન અને ચાર રૂટનું અનાવરણ કરશે.
વડા પ્રધાન મોદી પુનઃવિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે અને ત્યાર બાદ તેઓ બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે. તેઓ બપોરે નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે, જેનું નામ મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.. વડા પ્રધાન એક જાહેર સભાને સંબોધિત કરશે અને પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મંદિરમાં પ્રવેશ વધારવા માટે, મોદી ચાર નવા પુનર્વિકાસિત રસ્તાઓ – રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રીરામ જન્મભૂમિ પથનું ઉદઘાટન કરશે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.
આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.
આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ ,કાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.
આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા,ચામડા,ધાતુ,ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.
”હે અગ્નિદેવ (સૂર્યદેવ, ભગવાન, મને એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે) જેની હાજરીમાત્રથી મારી ભૂખ, તરસ ભાંગે અને અલક્ષ્મી સાથે સંકળાયેલી અપવિત્રતા દૂર થાય. એ લક્ષ્મી એવી હોય જેનાથી મારા ઘરમાંથી દરિદ્રતા દૂર થાય.”
ભૂખનાં અનેક કારણો હોય છે. ભિખારીને ખાવાનું ન મળે ત્યારે એ ભૂખ્યો રહે છે. કોઈ કુદરતી આપદાને લીધે ક્યાંક અટવાઈ ગયા હોવાને લીધે અતિશય ધનવાન માણસને પણ ખાવાનું ન મળે એવું પણ થતું હોય છે. સ્વેચ્છાએ કે ધાર્મિક કારણોસર માણસ ઉપવાસ કરતો હોય છે. પોતાના અધિકાર માટે કામદારો કે અન્ય કોઈ માણસ ભૂખહડતાળ કરીને ભૂખ્યો રહે છે. કોઈ યોગી સંપૂર્ણપણે ધ્યાનમાં લીન હોય અને એને ભૂખ-તરસનું ભાન ન હોય એવું પણ બનતું હોય છે. આમ, ભૂખ અલગ અલગ પ્રકારની હોય છે.
ગરીબીને લીધે જન્મતી ભૂખને કારણે ગુસ્સો, નિરાશા, બેબાકળાપણું, ચિડચિડિયાપણું, વગેરે અનેક લાગણીઓ જન્મતી હોય છે. ગુણની દૃષ્ટિએ જોઈએ તો એ સ્થિતિ મનની તામસી સ્થિતિ હોય છે.
પોતાની માગણીઓને ભારપૂર્વક રજૂ કરવા માટે ભૂખહડતાળ પર ઉતરેલી વ્યક્તિ મનની મક્કમ હોય છે અને મનની આ સ્થિતિ રાજસી હોય છે. ચિંતન કરવાને કારણે ભૂખ્યા પેટે રહેલી વ્યક્તિના ચહેરા પર અનેરી આભા હોય છે. એ વ્યક્તિના મનની સ્થિતિને સાત્વિક કહી શકાય. કદાચ એ માણસ ગુણાતીત એટલે કે ત્રણે ગુણોથી પર થઈ ગયો હોઈ શકે.
મનુષ્ય કામુકતાને લીધે પણ ભૂખ વેઠે છે, પરંતુ એ વિષય અલગ સ્વરૂપનો હોઈ અત્યારે તેની ચર્ચા અસ્થાને છે.
ઉક્ત શ્લોકના ઉપદેશ પ્રમાણે આપણે મનને શીતળતા, શાંતિ અને પવિત્રતા બક્ષે એવું ધન માગવું જોઈએ. દેખાડો કરવા માટે, અહમ્ સંતોષવા માટે કે ઈર્ષ્યાને વશ થઈને ધનની જે ભૂખ લાગે છે તેને લીધે નૈરાશ્ય, ક્રોધ અને લઘુતાગ્રંથિ જન્મે છે. આ બધી અશુદ્ધિઓ છે અને એવી અશુદ્ધિઓ પેદા કરનારા ધનની પ્રાપ્તિનો કોઈ અર્થ નથી.
શ્લોકની બીજી પંક્તિમાં કહેવાયા મુજબ મનુષ્યે દુઃખ અને દરિદ્રતા દૂર કરનારું ધન પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ.
આ વાત પરથી મને એક કિસ્સો યાદ આવે છે. હું થોડા દિવસ પહેલાં મારા કૉલેજકાળના મિત્રને મળવા ગયો હતો. તેણે કહ્યું કે બે દિવસ રહીને આવનારા શનિવારે એ ફેમિલી લંચ લેવાનો હતો. દર પખવાડિયે એકવાર શનિવારના દિવસે એ દીકરો-દીકરી અને પત્ની સાથે જમવા બેસે છે. મને નવાઈ લાગી. એક છત નીચે રહેનારા ચાર માણસો પંદર દિવસે ફક્ત એક ટંક એક સાથે જમવા બેસે! મિત્રે કહ્યું કે ચારે જણ એક યા બીજા કામમાં વ્યસ્ત હોય છે અને દરેકનું શેડ્યુલ અલગ અલગ હોય છે તેથી તેઓ ફક્ત એક જ ટંક સાથે બેસીને જમી શકે છે. તેની વાત સાંભળીને મારા ચહેરા પર ઉપસેલા ભાવ પારખીને એણે નિસાસો લેતાં કહ્યું, ”શું કરીએ, અમે અમારી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ મૂલ્ય ચૂકવીએ છીએ.”
અંગ્રેજીમાં એક સરસ ઉક્તિ છેઃ saying “Family that Prays together, eats together stays together.” પરિવાર દિવસમાં જો એક ટંક પણ સાથે બેસીને જમી શકે નહીં તો એ સંપત્તિનો શું અર્થ?
એક દિવસ મને શ્રીમતીજીએ કહ્યું, હીરા આન્ટીએ તમારા માટે મીઠાઈનું બોક્સ મોકલાવ્યું છે. અમારા પરિચિત ઘડિયાલી પરિવારની ત્રણ બહેનોમાંનાં એક છે હીરા આન્ટી. તેઓ ત્રણ બહેનો અને એક ભાઈ. ચારે જણ અપરિણીત. બાળપણથી હું તેમના ઘરે જતો અને તેઓ મને ખૂબ લાડ કરતાં. હું મારી મમ્મી સાથે જ્યારે પણ તેમના ઘરે જાઉં ત્યારે ચોકલેટ હાજર જ હોય.
હીરા આન્ટી સિવાયનાં ભાઈ-બહેન ગુજરી ગયા છે અને આન્ટી હાલ 87 વર્ષનાં છે. તેઓ દર નવા વર્ષે મને મીઠાઈ મોકલાવે છે. તેમને ધનની કમી નથી, પરંતુ એકલતા સાલે છે. પરિવારમાં બીજું કોઈ નથી અને હીરા આન્ટી પણ સાવ સુકાઈ ગયાં છે. હું ક્યારેક તેમને મળવા જાઉં છું. કામે રાખેલાં એક બહેન રોજ તેમની સુશ્રુષા કરે છે. ક્યારેક મને વિચાર આવે છે કે આન્ટીના હાથ-પગ ચાલે છે ત્યારે જ તેમને ભગવાન ઉપાડી લે તો સારું, નહીંતર કોણ જાણે શું થશે. એક દિવસ મેં તેમને પૂછ્યું હતું, ”તમે તમારી સંપત્તિનો શું ઉપયોગ કર્યો છે? શું તમે કોઈ પ્લાનિંગ કર્યું છે?” આંખમાં પ્રશ્નાર્થ સાથે તેમણે મને કહ્યું, ”કોને આપું, આપવા માટે કોઈ નથી.”
ચાલો, તો ફરી એક વાર પ્રભુને કહીએ કે હે પ્રભુ ભૂખ, તરસ, દરિદ્રતા ભગાડે અને આખા પરિવારને સુખ-તંદુરસ્તી આપે એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે.
આ વાત સાથે આજે આપણે લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપો અને આપણાં શાસ્ત્રોમાં લખાયેલી વાતોનો અભ્યાસ પૂરો કરીએ છીએ. થોડા સમય પછી નાણાંને લગતી બીજી કોઈ ચર્ચા શરૂ કરીશું. ત્યાં સુધી તબિયત સાચવજો અને પોતાની તથા પરિવારની કાળજી રાખજો.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 162 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કેરળમાં સૌથી વધ 83 લોકો, ગોવામાં 18, મહારાષ્ટ્રમાં સાત, રાજસ્થાનમાં પાંચ, તામિલનાડુમાં ચાર, તેલંગાણામાં બે અને દિલ્હીમાં એક જણ સંક્રમિત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 743 નવા કેસો નોંધવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે સાત જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,10,189 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,357 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,75,076 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 798 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3997 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.
‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ (૨૦૦૩) થી ‘ડંકી’ (૨૦૨૩) સુધીની ફિલ્મોથી નિર્દેશક તરીકે એક અલગ છાપ છોડી જનાર રાજકુમાર હીરાનીને પૂનાની ‘ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટ’ માં નિર્દેશન વિભાગમાં પ્રવેશ મળ્યો ન હતો. નાગપુરની કોલેજમાં નાટકો લખતા અને કામ કરતા હતા એ પછી ફિલ્મોમાં જવાનો શોખ જાગ્યો અને મુંબઈ પહોંચી ગયા. પરંતુ કોઈને ઓળખતા ન હતા અને ચોક્કસ રસ્તો ન હોવાથી પાછા આવી ગયા. પછી ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવી આગળનો યોગ્ય માર્ગ નક્કી કરવાનો વિચાર કર્યો. પહેલી વખત ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશવા નિર્દેશન માટે પરીક્ષા આપી એમાં સફળ ના થયા એટલે એક વર્ષ સુધી બેસી રહેવું પડ્યું.
રાજકુમાર ફુરસદના સમયમાં પિતાને ટાઈપરાઈટર વેચવાના ધંધામાં મદદ કરતા હતા. એક વર્ષ પછી ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશની પરીક્ષા એડિટિંગમાં આપી અને સફળ થયા. તેનું કારણ એ હતું કે નિર્દેશનમાં પ્રવેશ માટે વધુ અરજીઓ થતી હતી. એડિટિંગમાં બહુ ઓછા જતા હતા. એમને કહેવામાં આવ્યું હતું કે એડિટિંગમાં પ્રવેશની તક વધુ હોય છે. એક વખત એડિટર તરીકે પાસ થઈ બહાર આવ્યા પછી ફિલ્મના નિર્દેશન સહિતના બીજા વિભાગોમાં કામ કરી શકશો. રાજકુમાર ‘ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટ’ માંથી ત્રણ વર્ષે ડિગ્રી લઈને બહાર આવ્યા ત્યારે એડિટર તરીકે જલદી કામ મળ્યું નહીં.
રોજીરોટી જરૂરી હતી એટલે જાહેરાતો બનાવવાનું કામ શરૂ કર્યું. ઘણી જાહેરાતોનું નિર્દેશન કર્યું. એ સાથે કેટલીક ફિલ્મોનું એડિટિંગ પણ કર્યું. એમણે વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘મિશન કાશ્મીર’ (૨૦૦૦) નું એડિટિંગ કર્યું. જાહેરાતો બનાવવાનું કામ કરવા સાથે એ પોતાના નિર્દેશનમાં ફિલ્મ બનાવવાના નિર્ધાર સાથે સ્ક્રીપ્ટ લખી રહ્યા હતા. પરંતુ સમય પૂરતો મળતો ન હોવાથી બધી સ્ક્રીપ્ટ અધૂરી રહી હતી. આખરે એડ ફિલ્મ મેકિંગમાંથી એક વર્ષનો વિરામ લઈ સ્ક્રીપ્ટ લખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ફિલ્મની સ્ક્રીપ્ટ લખ્યા પછી કલાકારોને પસંદ કરવાનો સમય આવ્યો. એમને ફિલ્મ કલાકારો ખાસ ઓળખતા ન હતા. એમણે વિધુ વિનોદ ચોપડાને મદદ કરવા કહ્યું. વિધુએ કહ્યું કે પહેલાં એ સ્ક્રીપ્ટ વાંચશે પછી જ કોઈ કલાકારને કહી શકશે.
રાજકુમારે ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ ની સ્ક્રીપ્ટ વાંચવા આપી. એ વાંચીને વિધુએ પૂછ્યું કે નિર્માતા કોણ છે? રાજકુમારે કહ્યું કે હજુ નક્કી કર્યા નથી. ત્યારે વિધુએ એ સ્ક્રીપ્ટ માટે પોતે ફિલ્મનું નિર્માણ કરવાની તૈયારી બતાવી અને કલાકારોની શોધ શરૂ કરી દીધી. સૌથી પહેલાં હીરોની ભૂમિકા માટે શાહરૂખ ખાનને પસંદ કરી લીધા હતા. શાહરૂખે તારીખો ફાળવી દીધી હતી. અચાનક શાહરૂખને ગળા અને પીઠનો દુ:ખાવો પરેશાન કરવા લાગ્યો.
શાહરૂખે સારવાર લેવા વિદેશ જવું પડ્યું અને એની તારીખો જતી રહી. શાહરૂખે પરત આવ્યા પછી અન્ય ફિલ્મો ચલતે ચલતે, મૈં હૂં ના વગેરેને તારીખો આપી હોવાથી એનું શૂટિંગ પહેલું કરવું પડે એમ હતું. આખરે શાહરૂખે નીકળી જવું પડ્યું અને એના સ્થાને સંજય દત્તને પસંદ કરવામાં આવ્યો. જ્યારે સંજયના પિતાના પાત્રની ચર્ચા થઈ ત્યારે વિધુને સુનીલ દત્તનો વિચાર આવ્યો. એમણે ૧૬ વર્ષથી અભિનય કરવાનું બંધ કરી દીધું હોવાથી તૈયાર થવાની શક્યતા ન હતી. જ્યારે સુનીલ દત્તે સ્ક્રીપ્ટ સાંભળી ત્યારે કામ કરવા તૈયાર થઈ ગયા અને પિતા-પુત્ર ફિલ્મની વિશેષતા બની ગયા. પહેલી જ ફિલ્મ ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ થી રાજકુમાર હીરાની લોકપ્રિય અને સફળ નિર્દેશક બની ગયા હતા.
અમદાવાદઃ વર્ષ 2023 પૂરું થવામાં બે દિવસ બાકી છે, પણ કેલેન્ડર વર્ષે આજે વિદાય લઈ લીધી છે. સતત આઠમા વર્ષે શેરબજારોએ પ્રોત્સાહક રિટર્ન આપ્યું છે. સેન્સેક્સમાં છેલ્લા એક વર્ષમાં 11,000 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીએ 20 ટકાથી વધુની છલાંગ મારી છે.
ગયું વર્ષ બજારમાં માટે આગઝરતી તેજીનું રહ્યું હતું. આ કેલેન્ડર વર્ષમાં BSEમાં લિસ્ટેડ બધા શેરોનું માર્કેટ કેપ રૂ. 81.3 લાખ કરોડથી વધીને રૂ. 363.67 લાખ કરોડે પહોંચ્યું હતું.નિફ્ટીએ સતત આઠમા વર્ષે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. આ પહેલાં 2015માં નિફ્ટીમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નિફ્ટી 50માંથી 48 શેરોમાં પોઝિટિવ રિટર્ન મળ્યું છે. ટાટા મોટર્સના શેરે 100 ટકાથી વધુ વળતર આપ્યું છે. વર્ષમાં નિફ્ટીના છ શેરોએ 50 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. બેન્કોનો પ્રોફિટ 26 ટકા થી વધીને રૂ. 2.28 લાખ કરોડ થયો છે. વર્ષ 2023માં PSU બેન્કોનો પ્રોફિટ 62 ટકા વધ્યો છે. વર્ષ 2023માં બેડ લોન કુલ એસેટના 5.8 ટકાથી ઘટીને 3.96 ટકા પર આવી ગઈ છે. બેન્કોનો નેટ ઇન્ટરેસ્ટ માર્જિંન 2.92 ટકાથી વધીને 3.16 ટકાએ પહોંચ્યો છે. RBIએ US ફેડથી પહેલાં વ્યાજદર વધારવાનો સિલસિલો અટકાવ્યો છે.
ડિફેન્સ એક્સપોર્ટ માટે ઐતિહાસિક વર્ષ રહ્યું છે. નિકાસ વધીને રૂ. 16,000 કરોડ થઈ ગઈ છે. સૌપ્રથમ વાર ડિફેન્સ ઉત્પાદન રૂ. એક લાખ કરોડથી પાર થયું છે.
ગાંધીનગરઃ વર્ષ 2019 બાદ પ્રથમવાર યોજવામાં આવી રહેલી વાઇબ્રન્ટ સમિટ માટે 72,000થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આ સમિટના ત્રણ દિવસમાં દેશ-વિદેશમાંથી એક લાખથી વધુ લોકો ગુજરાતના અતિથિ બનશે. વાઇબ્રન્ટ સમિટ માટે ગાંધીનગરમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલના તમામ રૂમ નવથી 12 જાન્યુઆરી સુધી હવે ‘નો રૂમ’ દર્શાવી રહ્યા છે. અમદાવાદની થ્રી સ્ટાર, ફાઇવ સ્ટાર હોટેલમાં 50 ટકા રૂમ સરકાર દ્વારા બુક થઈ ગયા છે. સિંધુ ભવનમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલમાં નવ થી 12 જાન્યુઆરીમાં રૂ. 1.40 લાખનું એક દિવસનું ભાડું છે, જેમાં રૂ.25,000થી વધુનો ટેક્સ અલગથી ચૂકવવો પડે છે. આ જ હોટેલમાં સ્યૂટનું ભાડું રૂ. 2.50 લાખ છે.
અમદાવાદની થ્રી સ્ટાર, ફાઇવ સ્ટાર હોટેલમાં 50 ટકા રૂમ સરકાર દ્વારા બુક થઈ ગયા છે. સિંધુ ભવનમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલમાં નવ થી 12 જાન્યુઆરીમાં રૂ. 1.40 લાખનું એક દિવસનું ભાડું છે, જેમાં રૂ.25,000થી વધુનો ટેક્સ અલગથી ચૂકવવો પડે છે. આ જ હોટેલમાં સ્યૂટનું ભાડું રૂ. 2.50 લાખ છે. ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ અમદાવાદ, ગાંધીનગરમાં હોટેલો દ્વારા ફાઇવ સ્ટાર, થ્રી સ્ટાર હોટેલમાં એક દિવસ માટે રૂ. 20,000થી રૂ. 1.50 લાખ સુધીનું ભાડાં કરી દેવામાં આવ્યાં છે. આમ, હોટેલના ભાડામાં બેથી ચાર ગણો વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં NRI સીઝન પણ હોવાને કારણે પણ અનેક હોટેલના રૂમ દિવાળી બાદ બુક થઇ ગયા હતા. હજુ ફેબ્રુઆરી સુધી અમદાવાદ-ગાંધીનગરની હોટેલ ઈન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળે તેવી પૂરી શક્યતા છે.