Home Blog Page 219

T20 World Cup 2026 : ટીમ ઈન્ડિયાએ બનાવ્યો સૌથી મોટો સ્કોર

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026નો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. તેઓએ ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ઝિમ્બાબ્વે સામે ભારતનો 256 રન વર્તમાન T20 વર્લ્ડ કપમાં કોઈપણ ટીમનો સૌથી વધુ સ્કોર છે. તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર અને ભારતનો સૌથી વધુ સ્કોર પણ છે.

ભારતે 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

T20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી વધુ સ્કોર 218 હતો, જે તેમણે 2007માં ડરબનમાં ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે સૌથી વધુ સ્કોર બનાવવાનો તેમનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો. સંજુ સેમસન અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. સંજુ 24 રન બનાવી બ્લેસિંગ મુઝરબાનીની બોલિંગ પર રાયન બર્લના હાથમાં કેચ આપી પેવેલિયન પરત ફર્યા. શરૂઆત સારી હોવાને કારણે ભારતીય ઇનિંગ્સને મજબૂત આધાર મળી ગયો.

અભિષેક શર્મા અને ઇશાન કિશને બીજી વિકેટ માટે 72 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. અભિષેકે ફક્ત 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી અને આ વર્લ્ડ કપમાં પ્રથમ વખત 50 નો આંક પાર કર્યો. તેમણે 30 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેમની આ આક્રમક ઇનિંગ્સે મેચનો રુખ સંપૂર્ણપણે ભારત તરફ ફેરવી દીધો.

ઇશાન કિશન 38 રન બનાવી આઉટ થયા. તેમને સિકંદર રજાએ રિચર્ડ નગારવાના હાથમાં કેચ કરાવ્યા. ત્યારબાદ થોડા જ સમયમાં અભિષેક પણ ટિનોટેન્ડો માપોસાની બોલિંગ પર આઉટ થયા. જોકે, ભારતીય ટીમનો રનરેટ જળવાઈ રહ્યો અને મધ્યક્રમમાં પણ તોફાની બેટિંગ જોવા મળી.

કપ્તાન સૂર્યકુમાર યાદવે માત્ર 13 બોલમાં 33 રનની ઝડપી ઇનિંગ્સ રમી, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો. તેમની આક્રમક બેટિંગે અંતિમ ઓવરોમાં રનની ગતિ વધુ તેજ કરી. તેમનું વિકેટ પણ રિચર્ડ નગારવાએ જ મેળવ્યું.

અંતમાં હાર્દિક પંડ્યાએ શાનદાર ફિનિશિંગ આપતા નોટઆઉટ 50 રન નોંધાવ્યા અને ટીમનો સ્કોર 256/4 સુધી પહોંચાડ્યો. સાથે તિલક વર્માએ પણ નોટઆઉટ 44 રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. બંનેએ અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવી જિમ્બાબ્વેના બોલરોને દબાણમાં મૂકી દીધા.

આ મુકાબલામાં બંને ટીમોની પ્લેઇંગ 11 માં ફેરફાર જોવા મળ્યો. ભારત તરફથી રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદરને બહાર રાખવામાં આવ્યા અને તેમની જગ્યાએ સંજુ સેમસન તથા અક્ષર પટેલને તક આપવામાં આવી. જિમ્બાબ્વે તરફથી ગ્રીમ ક્રેમરની જગ્યાએ ટિનોટેન્ડો માપોસાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા.

256 રનનો લક્ષ્યાંક આ વર્લ્ડ કપ 2026 નો સૌથી મોટો સ્કોર સાબિત થયો છે. Super-8 રાઉન્ડમાં આટલો વિશાળ સ્કોર બનાવવાથી ભારતે નેટ રન રેટમાં પણ મોટો ફાયદો મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે જિમ્બાબ્વે સામે આ ટાર્ગેટ હાંસલ કરવો મુશ્કેલ પડકાર બની ગયો છે.

ચેન્નઈના ગરમ વાતાવરણ અને પ્રેશર ભરેલી પરિસ્થિતિમાં ભારતીય બેટિંગ લાઇનઅપે જે પ્રદર્શન કર્યું છે તે ટૂર્નામેન્ટના આગળના મુકાબલાઓ માટે પણ સંકેતરૂપ માનવામાં આવી રહ્યું છે. અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાની ફિફ્ટીએ ટીમને આત્મવિશ્વાસ આપ્યો છે અને ફેન્સમાં જીતની આશા વધુ મજબૂત બનાવી છે.

નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર NCP ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા

મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુરુવારે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી અને સર્વાનુમતે તેમને NCP ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. આ નિર્ણય પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક અને રાષ્ટ્રીય અધિવેશનમાં લેવામાં આવ્યો.

સંમેલનમાં બોલતા, પ્રફુલ્લ પટેલે ભાવનાત્મક ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે અજિત પવારના અવસાન પછી, ઘણા દલીલો અને અટકળો ઉભી થઈ હતી, પરંતુ કોઈ પણ પક્ષના નેતાએ બીજો કોઈ વિચાર કર્યો ન હતો. તેમણે કહ્યું કે બધા નેતાઓએ સર્વાનુમતે અજિત પવારના સ્થાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવાનો નિર્ણય લીધો, અને આ હેતુ માટે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું હતું.

પ્રફુલ્લ પટેલે, પોતાને અજિત પવારના 35 વર્ષ જૂના સહયોગી, કાર્યકર, નેતા અને પાર્ટીના સ્થાપક સભ્ય તરીકે વર્ણવતા, સુનેત્રા પવારનું નામ ઔપચારિક રીતે પ્રસ્તાવિત કર્યું. તેમણે કહ્યું કે પાર્ટીએ નવા નેતૃત્વ હેઠળ એક થઈને આગળ વધવું જોઈએ. કોન્ફરન્સમાં હાજર રહેલા તમામ નેતાઓ અને પ્રતિનિધિઓએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો, ત્યારબાદ સુનેત્રા પવારને સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા.

NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે કહ્યું, “દાદા (અજિત પવાર) ના અચાનક અવસાનથી ઊંડો દુઃખ થયો હતો. દરેક વ્યક્તિ ઇચ્છતા હતા કે કોઈ દાદાની ભૂમિકા સંભાળે. મેં બધાને મહારાષ્ટ્ર માટે દાદાના સપનાઓનું સન્માન કરવા વિનંતી કરી છે. આપણે બધા સાથે મળીને આગળ વધીશું.”

ભારતની વિકાસગાથાને આગળ ધપાવવા મહિલાઓને ડૉ. પ્રીતિ અદાણીની હાકલ

નવી દિલ્હી: જાહેર નીતિ થિંક ટેન્ક ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “સશક્ત નારી, વિક્સિત ભારત” પરિષદને સંબોધન કરતા અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ વિક્સિત ભારત ૨૦૪૭ તરફના પ્રયાણમાં ભારતની વિકાસ યાત્રાના કેન્દ્રિય શિલ્પી તરીકે મહિલાઓને પોતાની ઓળખ બનાવવાનું આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીનું સ્વાગત કરતા ડૉ. અદાણીએ મહિલાઓના નેતૃત્વ હેઠળ થઇ રહેલા વિકાસ પાછળની નીતિગત ગતિને સ્વીકારીને હેતુપૂર્વકની આર્થિક ભાગીદારીમાં સતત પરિવર્તન લાવવાનો આગ્રહ કર્યો હતો.

તેમણે પાયાના અનુભવના ઉપયોગના આધારે સશક્તિકરણ સુલભતાથી શરૂ થાય છે તે બાબત ઉપર ભાર મૂક્તા જણાવ્યું હતું કે ઔપચારિક શિક્ષણનું સ્તર મર્યાદિત છે એવા ગ્રામીણ સમુદાયોમાં અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ મારફત ફાઉન્ડેશન દ્વારા સમર્થિત મહિલા ખેડૂતોને સરળ કૃષિ મોબાઇલ એપ્લિકેશનો ઉપલબ્ધ કરવામાં આવી છે જેના દ્વારા સિંચાઈ, ખાતરના ઉપયોગ, બિયારણની પસંદગી અને મંડીના ભાવના ટ્રેકિંગનું માર્ગદર્શન આપવામાં આવે છે. માહિતીની આપ-લેની સુધરેલી પહોંચ ઉચ્ચ ઉત્પાદકતા, મજબૂત આવક અને વધુ આત્મવિશ્વાસમાં પરિવર્તિત થઈ છે.ડેરી ક્ષેત્રમાં, સામૂહિક કાર્યવાહીએ કમાણીની સંભાવનાને ફરીથી આકાર આપ્યો છે. ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધા હેઠળ સ્વ-સહાય જૂથ સંચાલિત દૂધ સંગ્રહ કેન્દ્રોમાં હવે ૩૫00થી વધુ મહિલાઓને આવરી લેવામાં આવી છે જે સામૂહિક રીતે વાર્ષિક ૭૫ લાખ લિટરથી વધુ દૂધનું સંચાલન કરે છે. પારદર્શક ભાવ નિર્ધારણ, ગુણવત્તા પરીક્ષણ અને સંગઠિત ખરીદીએ આવક સ્થિરતા અને સોદા પાર પાડવાની શક્તિમાં વધારો કર્યો છે.

ડૉ. પ્રીતિ અદાણીએ પ્રશિક્ષિત સ્થાનિક મહિલા સ્વયંસેવકોએ પ્રજનન વય જૂથની ૩.૨૫ લાખથી વધુ મહિલાઓ માટે સુધારેલા આરોગ્ય પરિણામોને ટેકો આપ્યો છે એવી ફાઉન્ડેશનની મુખ્ય પહેલ માતૃત્વ અને મહિલા આરોગ્ય સુપોષણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્વાભિમાન કાર્યક્રમે ૩૦૦ એન્ટરપ્રાઇઝ સ્વ-સહાય જૂથોમાં ૪,૫00થી વધુ મહિલાઓને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સશક્તિકરણ દાન વિશે નથી, પરંતુ કુશળતા, નાણાં, બજારો અને નેતૃત્વના માર્ગોની પહોંચને વિસ્તૃત કરવા વિશે છે.તાજેતરના કેન્દ્રીય બજેટની સ્વ-સહાય ઉદ્યોગસાહસિક પહેલનો ઉલ્લેખ કરતા, ડૉ. અદાણીએ તેને મહિલાઓને વૃદ્ધિ, મૂડીની ઍક્સેસ સાથે માઇક્રો-ક્રેડિટ સહભાગીઓથી એન્ટરપ્રાઇઝ માલિકો પ્રતિ સંક્રમણ કરવા સક્ષમ બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ નીતિગત પગલું ગણાવ્યું હતુ. તેમણે ફાઉન્ડેશનના તેના ઘાતાંકીય સશક્તિકરણને ટેકો આપવાના માળખા સાથે તેના જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. ઉદ્યોગસાહસિકતા, શાસન અને ગ્રામીણ નેતૃત્વ પરની ચર્ચાઓમાં, સંદેશ સુસંગત રહ્યો છે, મહિલાઓની આર્થિક ભાગીદારી ભારતની લાંબા ગાળાની સમૃદ્ધિનો પાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.તેમણે સંબોધનના સમાપનમાં સંસ્થાઓને માળખાકીય અવરોધોને દૂર કરવા અને તકોની પહોંચને વિસ્તૃત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, ભારતના વિકાસનો આગામી તબક્કો વર્ગખંડો, તાલીમ કેન્દ્રો, ગ્રામીણ સાહસો અને ડિજિટલ બજારોમાં આત્મવિશ્વાસુ મહિલાઓના નેતૃત્વમાં આકાર પામશે.

રશ્મિકાએ લગ્નની પહેલી તસવીર કરી શેર, લખ્યું, “મારા પતિ વિજયને મળો…”

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરહિટ કપલ Vijay Deverakonda અને Rashmika Mandanna આખરે 26 February ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરના એક લક્ઝુરિયસ રિસોર્ટમાં આયોજિત આ રોયલ વેડિંગ સેરેમનીએ ફેન્સમાં ખુશીની લહેર દોડાવી દીધી છે. વર્ષો સુધી ચાલેલી તેમની લવ સ્ટોરી હવે 7 ફેરા લઈને નવા અધ્યાયમાં પ્રવેશી ગઈ છે. સોશિયલ મીડિયા પર કપલની પ્રથમ તસવીર વાયરલ થતા જ ફેન્સે તેમને દિલથી અભિનંદન પાઠવ્યા છે.

લગ્ન વિધિ ખાસ કરીને વિજયના કલ્ચર અનુસાર તેલુગુ રિવાજોથી સંપન્ન થઈ હતી. સાંજના સમયે રશ્મિકાના કોડવા પરંપરા મુજબ પણ ફેરા લેવામાં આવ્યા હતા, જે બંને પરિવારોની સંસ્કૃતિનો સુંદર સમન્વય દર્શાવે છે. લગ્નને ઇન્ટિમેટ રાખવામાં આવ્યા હતા, જ્યાં માત્ર નજીકના પરિવારજનો અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા. જોકે, આ રોયલ વેડિંગની ભવ્યતા દરેક તસવીરમાં સ્પષ્ટ જોવા મળી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

 

દુલ્હા-દુલ્હન તરીકે વિજય અને રશ્મિકાની પહેલી ઝલક જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે. પરંપરાગત વેડિંગ આઉટફિટમાં બંને ‘Made For Each Other’ લાગતા હતા. રશ્મિકા દુલ્હન તરીકે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી, જ્યારે વિજયનો રોયલ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ફેન્સે તેમની જોડીને પરફેક્ટ કપલ કહીને વખાણી છે.

ફેન્સે વર્ષો પહેલા જ તેમને ‘VIROSH’ નામ આપ્યું હતું, જ્યારે બંને પહેલી વાર સાથે સ્ક્રીન પર દેખાયા હતા. પોતાના ફેન્સના આ પ્રેમને સન્માન આપતા કપલે પોતાની વેડિંગને ‘VIROSH ની વેડિંગ’ નામ આપ્યું છે. આ નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે અને ફેન્સ માટે આ ખાસ ક્ષણ બની ગઈ છે.

લગ્ન બાદ 4 March ના રોજ હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી યોજાશે, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓ હાજરી આપશે. ઉદયપુરમાં ઇન્ટિમેટ સેરેમની બાદ હૈદરાબાદમાં થનારી આ પાર્ટી ભવ્ય હોવાની શક્યતા છે.

તેમની લવ સ્ટોરીની શરૂઆત 2017 માં થઈ હતી, જ્યારે તેઓ ફિલ્મ Geetha Govindam ના સેટ પર મળ્યા હતા. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ અને 2018 માં રિલીઝ થયેલી આ ફિલ્મે તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીને લોકોના દિલમાં વસાવી દીધી. ત્યારબાદ બંને Dear Comrade માં પણ સાથે દેખાયા, જ્યાં તેમની જોડીએ ફરી એકવાર પ્રશંસા મેળવી. સમય સાથે બંનેનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો.

ગયા વર્ષે October માં બંનેએ ગુપચુપ સગાઈ કરી હોવાની ચર્ચાઓ ચાલી હતી, જોકે હવે 26 February ના લગ્ન સાથે તે ચર્ચાઓને સત્તાવાર મુહર લાગી ગઈ છે. લગ્ન બાદ બંનેએ નવી જીવનયાત્રાની શરૂઆત કરી છે અને ફેન્સ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

વિજય સાથેના સંબંધ પહેલા રશ્મિકા એક્ટર Rakshit Shetty સાથે રિલેશનશિપમાં હતી. બંનેની સગાઈ પણ થઈ હતી, પરંતુ 1 વર્ષ બાદ આ સંબંધ તૂટી ગયો હતો. હવે વિજય સાથે લગ્ન કરીને રશ્મિકાએ નવી શરૂઆત કરી છે.

સાણંદના પ્લાન્ટમાં SSD અને રેમ પ્રકારના સ્ટોરેજ અને મેમરી ઉપકરણો

ગાંધીનગર: ભારત નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે.સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. સાણંદ પ્લાન્ટમાં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઇક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે.

માઇક્રોન ટેક્નોલોજીના પ્રમુખ અને સીઇઓ, સંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે આજની ટેકનોલોજીમાં, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, મેમરી અને સ્ટોરેજ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે મજબૂત મેમરી અને સ્ટોરેજ સપોર્ટ વિના AI પ્રણાલીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. જેમ જેમ AI વધુ ઝડપી અને રિઅલ-ટાઇમ પ્રતિભાવો આપવાનું શરૂ કરે છે, તેમ તેને વધારે અને વધુ અદ્યતન મેમરીની જરૂરિયાત પડે છે.

ATMP પ્લાન્ટની કામગીરી વેફર ચીપ્સથી શરૂ થાય છે. સૌથી પહેલા આપણે એ સમજીએ કે ATMP સુવિધા સુધી પહોંચ્યા પહેલા આ ચીપ્સ કેવી રીતે બને છે. સેમિકન્ડક્ટર ચીપ બનાવવાની પ્રક્રિયા રેતીથી (Sand) શરૂ થાય છે. સૌથી પહેલા રેતીમાંથી પ્યૉર સિલિકોનને અલગ કરવામાં આવે છે. આ સિલિકોનને ઓગાળીને તેનું સિલિન્ડર બનાવવામાં આવે છે જેને ઇનગોટ કહેવામાં આવે છે. આ સિલિન્ડરને કાપીને તેમાંથી બારીક પ્લેટ્સ બનાવવામાં આવે છે, જેને વેફર્સ કહેવાય છે. ત્યારબાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે અને ઘણા આવરણો (લેયર્સ) તેના પર ચડાવવામાં આવે છે. આ આવરણોને ફોટોલિથોગ્રાફી દ્વારા યોગ્ય રીતે ગોઠવવાથી વેફર્સ પર ટ્રાન્ઝિસ્ટર્સ બને છે. તેના દ્વારા વેફર્સ પર મેમરી બને છે અને આ વેફર્સમાં મેમરી ચીપ ગોઠવાઇ જાય છે. ત્યારબાદ વેફર્સના નાના ચોરસ ટુકડા કરવામાં આવે છે, જેને ચીપ કહેવાય છે.

આ ચીપ ત્યારબાદ ATMP પ્લાન્ટમાં પહોંચે છે. અહીં પહેલા તેની એસેમ્બલી કરવામાં આવે છે. ત્યારબાદ ટેસ્ટિંગના તબક્કામાં તેની સ્પીડ, મેમરી અને કામગીરીનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વિગતવાર માર્કિંગ કરીને છેલ્લે પેકેજિંગ કરવામાં આવે છે, જેથી એ માર્કેટમાં પહોંચી શકે. સાણંદ પ્લાન્ટમાં સમગ્ર વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યુલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરવામાં આવશે. તેના માટે માઇક્રોનની વૈશ્વિક ફેક્ટરીઓમાં નિર્મિત અદ્યતન DRAM અને NAND વેફર્સ મેળવીને તેમને ફાઇનલ મેમરી ઉત્પાદનોમાં પરિવર્તિત કરવામાં આવશે. આ ઉત્પાદનો AI ક્ષેત્રમાં મેમરી અને સ્ટોરેજની વધી રહેલી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.

PM મોદીની જેરુસલેમમાં હોલોકોસ્ટ પીડિતોને શ્રદ્ધાંજલિ

જેરુસલેમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જેરુસલેમમાં યાદ વાશેમ વર્લ્ડ હોલોકોસ્ટ રિમેમ્બરન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હોલોકોસ્ટ પીડિતોની યાદમાં સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી.વડા પ્રધાન મોદીની સાથે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને યાદ વાશેમના ચેરમેન દાની દયાન પણ હતા. જ્યારે તેમણે હોલોકોસ્ટ મેમોરિયલ અને મ્યુઝિયમની મુલાકાત લીધી જે હોલોકોસ્ટને કાયમી બનાવે છે અને તેનું દસ્તાવેજીકરણ કરે છે.

આ મુલાકાતમાં બુક ઓફ નેમ્સ – હોલોકોસ્ટના 4.8 મિલિયન યહૂદી પીડિતોના નામ ધરાવતી એક સ્મારક સ્થાપનાની મુલાકાત અને હોલ ઓફ રિમેમ્બરન્સમાં એક સ્મારક સમારોહનો સમાવેશ થતો હતો. વડા પ્રધાન મોદીએ યાદ વાશેમ ગેસ્ટ બુક પર પણ હસ્તાક્ષર કર્યા. પીએમ મોદીની યાદ વાશેમની આ બીજી મુલાકાત છે, તેમણે જુલાઈ 2017માં દેશની તેમની છેલ્લી મુલાકાત દરમિયાન સ્મારકની મુલાકાત પણ લીધી હતી.2017માં જ્યારે પીએમ મોદી છેલ્લી વખત સ્મારકની મુલાકાત લીધી ત્યારે ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ પણ તેમની સાથે હતા.

“યાદ વાશેમ હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝિયમની મારી મુલાકાતથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તે પેઢીઓ પહેલા લાદવામાં આવેલા અકથ્ય દુષ્ટતાની કરુણ યાદ અપાવે છે જેટલી તે યહૂદી લોકોની સહનશક્તિ અને ધૈર્યનું પ્રતીક છે. જેમ જેમ આપણે આપણા સમયમાં સંઘર્ષ, અસહિષ્ણુતા, નફરત અને આતંકનો સામનો કરીએ છીએ, તેમ તેમ યાદ વાશેમ વિશ્વભરના સમાજ માટે અરીસા તરીકે કામ કરે છે. આપણે ભૂતકાળના અન્યાય અને માનવતા પર તેની વિનાશક અસર અને ભૂતકાળને યાદ રાખવાનું ભૂલી ન જઈએ. આપણે આપણા બાળકોને તેમના ભવિષ્ય માટે કરુણાપૂર્ણ, ન્યાયી અને ન્યાયી પસંદગીઓ કરવા માટે સશક્ત બનાવી શકીએ છીએ,” પીએમ મોદીએ 3 જુલાઈ, 2017ના રોજ યાદ વાશેમ ગેસ્ટ બુકમાં લખ્યું હતું.પીએમ મોદી હાલમાં ઇઝરાયલની બે દિવસીય રાજ્ય મુલાકાત પર છે. બુધવારે તેલ અવીવમાં નેતન્યાહૂ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેમણે જેરુસલેમમાં નેસેટના ખાસ પૂર્ણાહુતિને સંબોધિત કરી હતી – ઇઝરાયલી સંસદમાં ભારતીય વડા પ્રધાન દ્વારા આ પ્રકારનું પ્રથમ સંબોધન.

ગુજરાત પોલીસ ભરતી: PSI કેડરમાં 1.10 લાખ ઉમેદવારો પાસ થયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયા મુજબ પી.એસ.આઈ. કેડર અને લોકરક્ષક કેડરના વર્ગમાં રાજ્યભરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો શારીરિક કસોટીમાં જોડાયા છે. PSI કેડર માટેની ફિઝિકલ ટેસ્ટ પૂર્ણ થતા 1.10 લાખ ઉમેદવારોનું ક્વોલિફાય લિસ્ટ જાહેર કરાયું છે. જ્યારે LRD કેડરની ફિઝિકલ ટેસ્ટ 13 માર્ચ સુધી ચાલવાની હોય ત્યારબાદ ક્વોલિફાય લીસ્ટ આવશે. PSI કેડરના ક્વોલિફાય થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા સંભવિત 19 એપ્રિલે યોજાઈ શકે છે.

1.10 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયા

કસોટી પૂર્ણ થયા બાદ પી.એસ.આઈ. તેમજ લોકરક્ષક બંને માટે નોંધાયેલા કુલ 3,93,558 ઉમેદવારોની શારીરિક કસોટી હાથ ધરવામાં આવી હતી. તેમાંમાંથી 1,10,665 ઉમેદવારો શારીરિક પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. પાસ થયેલા ઉમેદવારોમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાવાની સંભાવના

ભરતી બોર્ડ દ્વારા ગત રોજ પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. હવે શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આવનાર તા. 19 એપ્રિલ, 2026ના રોજ યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં આ વખતે ભવ્ય પ્રતિસાદ જોવા મળ્યો છે, જેના કારણે સ્પર્ધા વધુ કઠિન બનવાની શક્યતા છે. ઉમેદવારો હવે લેખિત પરીક્ષા માટે તૈયારીમાં લાગી ગયા છે.

હાઇકોર્ટે CM હિમંત બિસ્વા સરમાને પાઠવી નોટિસ

ગૌહાટીઃ હાઇકોર્ટે ગુરુવારે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને નોટિસ ફટકારી છે. જનહિત અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને રાજ્યના અલ્પસંખ્યક સમુદાય સામે હેટ સ્પીચ આપવાથી રોકવા માટે સૂચના આપવામાં આવે.

આ જનહિત અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાની કથિત હેટ સ્પીચના જાહેર વિડિયો ઉપલબ્ધ હોવા છતાં આસામ પોલીસે સ્વપ્રેરિત રીતે FIR નોંધાવી નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્ય મંત્રી વિરુદ્ધ કાર્યવાહી ન થવાને કારણે ભયનું વાતાવરણ સર્જાય છે.અસમિયા વિદ્વાન ડો. હિરેન ગોહેન અને અન્ય બે લોકોએ આ જનહિત અરજી દાખલ કરી છે, જેમાં મુખ્ય મંત્રી હિમંત સરમાને કથિત ઘૃણાસ્પદ ભાષણ આપવા અને અલ્પસંખ્યક સમુદાયો સામે નાગરિકોને કાયદો પોતાના હાથમાં લેવા માટે ઉશ્કેરતાં નિવેદનો આપવાથી રોકવા માટે દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે સરમા સામે કથિત હેટ સ્પીચ મુદ્દે કાર્યવાહી કરવાની માગ કરનાર અરજદારોને હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવવા કહ્યું હતું.

આ મામલાની સુનાવણી બાદ મુખ્ય ન્યાયમૂર્તિ આશુતોષ કુમાર અને ન્યાયમૂર્તિ અરુણ દેવ ચૌધરીની ખંડપીઠે ભારત સરકાર આસામ રાજ્ય, ઉપમુખ્ય મંત્રી અને મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને નોટિસ જારી કરવાની વાત કહી હતી. કોર્ટે આંતરિક રાહત માટેની અરજી પર પણ નોટિસ જારી કરી. જ્યારે અરજદારો દ્વારા મુખ્ય મંત્રીને નિવેદન આપવા પરથી અટકાવવા માટે તાત્કાલિક આદેશની માગ કરવામાં આવી, ત્યારે કોર્ટે મૌખિક રીતે જણાવ્યું હતું કે આ તબક્કે પહેલા નોટિસ જારી કરવામાં આવે. અરજી પર વિચારણા ચાલુ રહે ત્યાં સુધી સામાન્ય પ્રકારનો પ્રતિબંધ લાગુ રહેશે. મુખ્ય અને આંતરિક બંને પ્રાર્થનાઓ માટે નોટિસ જારી કરવામાં આવશે. બિહુની રજાઓ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. કોર્ટે આ તબક્કે ભાજપને નોટિસ જારી કરવાની જરૂરિયાત નથી એવું પણ જણાવ્યું હતું.

NCERT વિવાદ પર શિક્ષણ મંત્રીની પહેલી પ્રતિક્રિયા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે NCERT ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પરના પ્રકરણનો સમાવેશ કરવા બદલ દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે વિવાદાસ્પદ વિભાગ તૈયાર કરવા બદલ જવાબદારો સામે જવાબદારી અને કાર્યવાહીની ખાતરી પણ આપી. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ન્યાયતંત્રનો સંપૂર્ણ આદર કરે છે અને સંસ્થાનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી. આ ટિપ્પણી એવા દિવસે આવી જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ન્યાયતંત્રને બદનામ કરવાનું એક સુનિયોજિત કાવતરું દેખાય છે અને ધોરણ 8 ના NCERT પાઠ્યપુસ્તક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો અને ભૌતિક અને ડિજિટલ તમામ નકલો જપ્ત કરવાનો આદેશ આપ્યો.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, “તેઓએ ગોળીબાર કર્યો છે. ન્યાયતંત્રને નુકસાન થઈ રહ્યું છે.” રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં ખોટી સામગ્રી માટે માફી માંગી અને કહ્યું કે તે યોગ્ય અધિકારીઓ સાથે સલાહ લેશે અને તેને ફરીથી લખશે. ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીનો સમાવેશ કરતી બેન્ચે NCERT ડિરેક્ટર અને શાળા શિક્ષણ વિભાગના સચિવને કારણદર્શક નોટિસ ફટકારી હતી અને પૂછ્યું હતું કે જવાબદારો સામે અવમાનની કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ.

આ બાબત પર પ્રતિક્રિયા આપતા પ્રધાને કહ્યું, જે બન્યું તે અંગે મને ખૂબ જ દુઃખ અને દુ:ખ છે… ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો. તપાસ હાથ ધરવામાં આવશે અને જવાબદારી નક્કી કરવામાં આવશે. પ્રકરણ લખવામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમને આ વિશે જાણ થતાં જ પાઠ્યપુસ્તકનું પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યું.

તેમણે જમશેદપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ભારત જેવા લોકશાહી દેશમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે અને અમે તેનો ખૂબ આદર કરીએ છીએ. અમે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવશે.” પ્રધાન જમશેદપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા જગન્નાથ આધ્યાત્મિક કેન્દ્રનો શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા માટે હતા. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં જણાવાયું છે કે ભ્રષ્ટાચાર, કેસોનો મોટો બેકલોગ અને પૂરતી સંખ્યામાં ન્યાયાધીશોનો અભાવ એ ન્યાયિક પ્રણાલી સામેના પડકારો છે.

1,500 કરોડથી વધુના પ્રવાસન ક્ષેત્રમાં સમજૂતી કરારો પર હસ્તાક્ષર

ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC)-2025 હેઠળ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રવાસન માળખાગત વિકાસ માટે રૂ. 1,500 કરોડથી વધુના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામીતે બુધવારે વિધાનસભામાં આ વિશે માહિતી આપી હતી.

પ્રવાસન વિભાગ દ્વારા હસ્તાક્ષર કરાયેલા કરારોની વિગતો આપતા, જયરામ ગામીતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન અને સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. “VGRC-2025 હેઠળ, પ્રવાસન વિભાગે સૌરાષ્ટ્ર ઝોન માટે રૂ. 1,527.56 કરોડના કુલ રોકાણ માટે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં પ્રવાસન સુવિધાઓ વિકસાવવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા અને સ્થાનિક રોજગાર અને આવકની તકો વધારવા માટે એક વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે. આ ઉદ્દેશ્ય સાથે વ્યૂહાત્મક એમઓયુ કરવામાં આવ્યા છે.”

આ પ્રદેશોમાં સ્થાપિત થનારા પ્રોજેક્ટ્સમાં ઇકો-ટુરિઝમ પહેલ તેમજ લક્ઝરી હોટલ, રિસોર્ટ અને અદ્યતન તાલીમ સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે માળખાગત સુવિધાઓ, ટ્રાવેલ એગ્રીગેટર્સ અને હેરિટેજ પ્રોપર્ટીના વિકાસને ટેકો આપવા માટે નિષ્ણાત સંસ્થાઓ સાથે લગભગ ચાર વ્યૂહાત્મક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. “આ પ્રોજેક્ટ્સ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઉભી કરશે. ખાસ કરીને રણ ક્ષેત્રમાં ઉદ્યોગો અને રોજગારને પ્રોત્સાહન મળશે. ઐતિહાસિક અને હેરિટેજ પ્રોપર્ટીઝને આ પહેલ હેઠળ રક્ષણ મળશે, જેનાથી સાંસ્કૃતિક સંપત્તિનું સંરક્ષણ સુનિશ્ચિત થશે. હેરિટેજ હોટલ અને સાંસ્કૃતિક કેન્દ્રોના વિકાસથી સ્થાનિક હસ્તકલા અને લોક કલાને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગ, માર્ગદર્શન સેવાઓ અને પેકેજ ટુર જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે એક સંકલિત પ્લેટફોર્મ રજૂ કરવામાં આવશે.”

પરિણામમાં વિશ્વાસ વ્યક્ત કરતા, જયરામ ગામિતે કહ્યું કે આ પહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની બ્રાન્ડ છબીને મજબૂત બનાવશે અને રાજ્યના પ્રવાસન ક્ષેત્રના વ્યાપક વિકાસમાં ફાળો આપશે. તાજેતરમાં જાહેર કરાયેલા બજેટમાં, રાજ્ય સરકારે 2026 ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે જાહેર કરી દીધું છે.