Home Blog Page 2192

દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસ પાછળ વિસ્ફોટ

દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત ઈઝરાયેલ દૂતાવાસની પાછળની ખાલી જમીન પર વિસ્ફોટ થયાના સમાચાર છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને એક ફોન આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ બ્લાસ્ટની વાત કરી હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ફાયર બ્રિગેડને 5.45 વાગ્યે બ્લાસ્ટની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

 

ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ જેવી ઘટનાની ઘટના સ્થળ પર પુષ્ટિ થઈ નથી અને ન તો બ્લાસ્ટના કોઈ પુરાવા મળ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું છે. પોલીસ સમગ્ર વિસ્તારમાં સતત તપાસ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે. દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે દિલ્હી ફાયર સર્વિસને આજે સાંજે ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયેલ એમ્બેસી પાસે વિસ્ફોટનો કોલ મળ્યો હતો. હજુ સુધી ઘટનાસ્થળેથી કંઈ મળ્યું નથી. જો કે સામે કાશ્મીર ભવન પણ છે. તેના એક કર્મચારીએ જણાવ્યું કે લોકોએ તેમને કહ્યું કે તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો. આ અવાજ શેનો હતો તે તપાસ બાદ જ ખબર પડશે. ઘટના સ્થળની તપાસ ચાલી રહી છે.

અગાઉ પણ થયો હતો વિસ્ફોટ

આ પહેલા પણ દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસીને નિશાન બનાવવામાં આવી હતી. 29 જાન્યુઆરી, 2021 ના ​​રોજ દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસીની બહાર IED બ્લાસ્ટ થયો હતો. પોલીસને સ્થળ પરથી કેટલાક બોલ બેરિંગ પણ મળ્યા હતા. જેનો ઉપયોગ બોમ્બ બનાવવામાં કરવામાં આવ્યો હતો. આ પછી ઈઝરાયેલ એમ્બેસીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

CM ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવમાં ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ નો શુભારંભ કરાવ્યો

કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણરૂપે લાઈટ એન્ડ સાઉન્ડ શો નું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મુખ્યમંત્રી તેમજ તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવોએ મારી ભૂમિ-કચ્છની ભૂમિ-રણની ભૂમિ-યદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલ શોમાં સફેદ રણ, હડડપીય સભ્યતાનું ધોળાવીરા, લખપત ખાતે આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમું ઝરાનું યુદ્ધ, કચ્છની વિરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઉભો કર્યો તે ઘટના, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ અને કારીગરી, કચ્છની શોર્ય અને વીરતા, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ અને તેમની સ્મૃતિમાં ભુજમાં બનેલ સ્મૃતિ વન, વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્ક વગેર આકર્ષિત રીતે રજૂ થયેલા કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિના પાસાઓ નિહાળ્યા હતા.

કચ્છમાં નયનરમ્ય પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામેલા કચ્છના ધોરડો સફેદ રણમાં ખાતે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સફેદ રણમાં આવેલા વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી એક મનમોહક નજારો પેદા થશે. પ્રવાસીઓ આ લાઈટ અને સાઉન્ડ શોના માધ્યમથી કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત બની એ ભવ્યતાનો સાક્ષાત્કાર કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, કચ્છના આંગણે યોજાતો રણોત્સવએ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ રણોત્સવ થકી આ રણ વિસ્તાર તેમજ સમગ્ર કચ્છ આગવી ઓળખ ઉભી કરી આજે વિશ્વ સ્તરે ઉભરી આવ્યું છે. કચ્છ એ સફેદ રણ સહિતના પ્રવાસન સ્થળો થકી દેશ વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. ત્યારે સફેદ રણ ખાતે આજથી શરૂ થઈ રહેલા લાઈટ એન્ડ સાઉન્ડ શો અહીં આવતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વોચ ટાવર પર રજૂ થતા લાઈટ એન્ડ સાઉન્ડ શો થકી પ્રવાસીઓ કચ્છના ભવ્ય ઇતિહાસ અને ગરીમામયી સંસ્કૃતિના સાક્ષી બનશે.

આ લાઈટ એન્ડ સાઉન્ડ શો રૂ.7.29 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે સફેદ રણમાં રણ ઉત્સવ દરમિયાન આવેલ પ્રવાસીઓને વધુ આકર્ષણ મળી રહે તથા નાઈટ ટુરિઝમને પ્રાધાન્ય મળી રહે તેને ધ્યાને લઈને ડેકોરેટીવ/ઇનોવેટીવ લાઈટીંગ તથા લાઈટ અને સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આ 18 મિનીટની અવધિનો લાઈટ અને સાઉન્ડ શો કચ્છના ઈતિહાસ ઉપર રણ અને ભૂમિની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ શો કાયમી ધોરણે રાતના સમયે બે વાર બતાવવામાં આવશે જે એકસાથે 250 માણસો બેસીને નિહાળી શકાશે.

રણોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, પ્રવાસન વિભાગ સચિવ હારીત શુક્લ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના સચિવ મમતા વર્મા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, ધોરડો ગામના સરપંચ મિંયા હુસેન તેમજ પદાધિકારીઓ/ઉચ્ચ અધિકારીઓ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં આજથી લાગુ થયા બે નવા કાયદા

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) અધિનિયમ, 2023 અને જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) અધિનિયમ, 2023 ની જોગવાઈઓ મંગળવારથી અમલમાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આ અંગે એક સૂચના બહાર પાડી છે. ઉલ્લેખનીય છે કે, સંસદના તાજેતરમાં પૂરા થયેલા શિયાળુ સત્ર દરમિયાન બંને બિલોને મંજૂરી આપવામાં આવી હતી.

સુધારા અધિનિયમ 2023 માં શું જોગવાઈઓ છે?

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો), અધિનિયમ 2023 ની જોગવાઈઓ લાગુ થયા પછી, રાજ્ય વિધાનસભાની બેઠકોની સંખ્યા વધીને 114 થઈ જશે. પ્રથમ વખત વિધાનસભામાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માટે અનુક્રમે બે અને એક બેઠક અનામત રાખવામાં આવશે. તેમને લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા નોમિનેટ કરવામાં આવશે. નામાંકન કરતી વખતે મહિલા વર્ગમાંથી એક પ્રતિનિધિની ખાતરી કરવી ફરજિયાત રહેશે. અનુસૂચિત જનજાતિ માટે નવ બેઠકો અનામત રાખવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવી છે.

આરક્ષણ સુધારા અધિનિયમ, 2023 માં શું ફેરફારો છે ?

વધુમાં અનામત કાયદા દ્વારા રાજ્યની અનામત નીતિમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. અનામત કાયદાની જોગવાઈઓ હેઠળ દેશના અન્ય રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ OBC, SC, ST અને સામાન્ય વર્ગના ગરીબો માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, મુસ્લિમ ગુર્જરોના વિરોધને સંપૂર્ણપણે ફગાવીને પહાડી સમુદાય સાથે જોડાયેલી અનેક જ્ઞાતિઓને પણ એસટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સામાજિક રીતે પછાત વર્ગમાં કેન્દ્રશાસિત પ્રદેશો, વાસ્તવિક નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારો બંનેમાં પછાત જાહેર કરાયેલા ગામડાઓમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે.

‘ઇઝરાયેલ જીતે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે’: PM નેતન્યાહુ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા બંધક બનાવેલા નાગરિકોને પરત લાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલની જીત સુધી અમારી કાર્યવાહી ચાલુ રહેશે. અમારી પાસે બીજી કોઈ જમીન કે કોઈ રસ્તો નથી. તેમણે બંધકોના પરિવારજનોની પણ પ્રશંસા વ્યક્ત કરી હતી.

યુદ્ધ હજી પૂરું થયું નથી – નેતન્યાહુ

નેતન્યાહુએ કહ્યું કે તેણે બંધકો વતી હસ્તક્ષેપ કરવા માટે ચીનના રાષ્ટ્રપતિ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો સંપર્ક કર્યો હતો. આ પહેલા દિવસે પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ ક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ હુમલાની નિંદા કરી 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગાઝામાં શરણાર્થી શિબિર પર થયેલા હુમલાની નિંદા કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્ટાફે સોમવારે ગાઝાની એક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલત પૂછી હતી.

યુક્રેને ક્રિમિયા પર કર્યો હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. આ યુદ્ધની વચ્ચે યુક્રેને ફરી એકવાર રશિયા પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક રશિયન વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલાની માહિતી આપતાં રશિયાના રક્ષા મંત્રાલય અને અધિકારીઓએ જણાવ્યું કે ક્રિમિયાના બંદર શહેર ફિઓડોસિયા પર યુક્રેન દ્વારા રાતોરાત હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે યુક્રેનિયન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઘાયલ થયા છે. મોસ્કોએ મંગળવારે કહ્યું કે નોવોચેરકાસ્ક નામના મોટા લેન્ડિંગ જહાજને નુકસાન થયું છે.

લેન્ડિંગ શિપ નોવોચેરકાસ્ક 1980 થી સેવા આપી રહ્યું હતું

‘નોવોચેરકાસ્ક’ પોલેન્ડમાં બાંધવામાં આવ્યું હતું અને 1980 ના દાયકાના અંતમાં સેવામાં પ્રવેશ્યું હતું. તે ઉભયજીવી ઉતરાણ માટે રચાયેલ છે અને તે ટેન્ક સહિત વિવિધ સશસ્ત્ર વાહનો લઈ શકે છે. યુક્રેને ફિડોસિયા પર હુમલો કરવા માટે એરક્રાફ્ટ-લોન્ચેડ ગાઇડેડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. ટેલિગ્રામ મેસેજિંગ એપ પર કેટલાક રશિયન ન્યૂઝ આઉટલેટ્સ પર પોસ્ટ કરાયેલા પોર્ટ પરથી કથિત રીતે ફૂટેજમાં શક્તિશાળી વિસ્ફોટો અને આગ લાગતી દર્શાવવામાં આવી હતી. રશિયા દ્વારા સ્થાપિત ક્રિમીઆના ગવર્નર સર્ગેઈ અક્સ્યોનોવે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર જણાવ્યું કે હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઘાયલ થયા છે.

વિનેશ ફોગાટે ‘ખેલ રત્ન’ એવોર્ડ પરત કર્યો

નવી દિલ્હીઃ ઓલિમ્પિયન મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પોતાનો ‘મેજર ધ્યાનચંદ ખેલ રત્ન’ એવોર્ડ સરકારને પરત કર્યો છે. તેણે આ જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં કરી છે. એણે તેમાં એમ પણ લખ્યું છે કે પોતે એને અગાઉ મળેલો અર્જુન પુરસ્કાર પણ પરત કરી રહી છે. વિનેશે આ જાહેરાત X (ટ્વિટર)ના માધ્યમથી કરી છે. તેણે એના બંને એવોર્ડ બ્રિજભૂષણ સિંહ વિવાદને લીધે પરત કર્યા છે.

ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણીને લીધે અનેક વિવાદ થયા છે અને નાટ્યાત્મક વળાંકો પણ આવ્યા છે. મહાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહના નિકટના સહયોગી સંજયસિંહને મહાસંઘના નવા પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. પરંતુ વિનેશ ફોગાટ તથા અન્ય ટોચના કુસ્તીબાજોએ તે વિશે નારાજગી વ્યક્ત કરી હતી.

પહેલવાન બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કર્યો હતો અને મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. એને પરિણામે સરકારે મહાસંઘની ચૂંટણી રદબાતલ ઘોષિત કરી હતી. તે પછી પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પાછો લઈ લીધો હતો. પરંતુ હવે વિનેશ ફોગાટે આક્રમક વલણ અપનાવ્યું છે અને પોતાના બંને એવોર્ડ પરત કર્યા છે.

ગુરુદેવ રાકેશજીના પાવન હસ્તે ‘રાજ સભાગૃહ’નું લોકાર્પણ

ધરમપુરઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આધુનિક સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ કૃતિસમ એક સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’નું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધિષ્ટાતા પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મહંત સ્વામી મહારાજ રાજ સભાગૃહના લોકાર્પણ કરવા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય સંતો સાથે પધાર્યા હતા. તેમણે શ્રીમદ રાજચંદ્રજીની 34 ફૂટ ઊંચી પ્રતિમાજીનાં દર્શન અને પ્રક્ષાલ પૂજા કરી હતી તથા જિનમંદિરમાં તેઓ દર્શન પૂજા અર્થે પધાર્યા હતા. રાજ સભાગૃહના લોકાર્પણ પ્રસંગે હજારો ભક્તોની પ્રત્યક્ષ અને વિશ્વભરમાં ઓનલાઈન નિહાળતાં લાખો ભક્તોની ઉપસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજે ‘રાજ સભાગૃહ’ની તક્તીનું અનાવરણ કરીને આ  જાજરમાન સંકુલનું ઉદઘાટન કર્યું હતું.

મહંત સ્વામી મહારાજે આશિષ આપતાં કહ્યું હતું કે શ્રીમદ્ રાજચંદ્રજી ખૂબ મહાન પુરુષ હતા. તેમનું કાર્ય પૂજ્ય ગુરુદેવ રાકેશજીએ ખૂબ સુંદર રીતે આગળ વધાર્યું છે. અહીં જે સત્સંગ કરશે, સાધના કરશે, તે જીવનમાં ખૂબ સુખ- શાંતિ પામશે.

ગુરુદેવ રાકેશજીએ પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે તેમને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેમનામાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.

રાજ સભાગૃહ આશરે 10 એકરના વિસ્તારનું  20,000 લોકોની ક્ષમતા ધરાવતું એક વિશાળ સંકુલ છે.  અહીં હજારો પ્રાચીન ગ્રંથો અને આધુનિક પુસ્તકો તથા તેની ડિજિટલ આવૃત્તિઓ ધરાવતી અનેકાંત લાઇબ્રેરી અભ્યાસીઓ માટે સ્વર્ગ સમાન છે. વિવિધ સત્રો યોજી શકાય તેવા 7 મલ્ટીપર્પઝ એસેમ્બલી હોલ છે. અહીં શ્રીમદ્દ રાજચંદ્રજીના જીવન અને કવન પર ઈન્ટરએક્ટિવ અનુભવ અને શ્રીમદ્દજીએ ગ્રહણ કરેલ વસ્તુઓનું પ્રદર્શન ધરાવતું મ્યુઝિયમ છે. પ્રાકૃતિક સૌંદર્યભર્યા ખુલ્લા વાતાવરણમાં સ્વ સાથે અનુસંધાન કરી શકાય તેવો 1.5 લાખ ચોરસ ફૂટનો વિશાળ પ્લાઝા વગેરે આ સંકુલને વિશ્વસ્તરીય બનાવે છે, જેથી રાજ સભાગૃહને AR ફ્યુચર પ્રોજેક્ટ – કલ્ચરલ રિજનરેશન એવોર્ડ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યું છે.

 

 

 

 

રબાડાએ પાંચ વિકેટ લઈ પહેલા દાવમાં ભારતની બેટિંગ લાઈનને તોડી પાડી

સેન્ચુરિયનઃ અહીંના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. બે-મેચની શ્રેણીની આ પહેલી મેચ છે. ગૃહ ટીમના કેપ્ટન ટેમ્બા બવૂમાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે. પહેલા દાવમાં ભારતનો દેખાવ નબળો રહ્યો છે. ટી-બ્રેક વખતે ભારતનો સ્કોર 7 વિકેટે 176 રન હતો. વિકેટકીપર કે.એલ. રાહુલ 39 રન સાથે દાવમાં હતો. લંચ સમયે ભારતનો સ્કોર 3 વિકેટે 91 રન હતો. એ પછીના સત્રમાં ભારતે વધુ 4 વિકેટ ગુમાવી હતી. ભારતની આ બૂરી હાલત કરનાર છે સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કેગિસો રબાડા, જેણે 15 ઓવરમાં 41 રન આપીને પાંચ વિકેટ ઝડપી છે. એણે ઝડપેલા શિકાર છે – રોહિત શર્મા (5), વિરાટ કોહલી (38), શ્રેયસ ઐયર (31), રવિચંદ્રન અશ્વિન (8) અને શાર્દુલ ઠાકૂર (24).

યશસ્વી જાયસવાલ (5) અને શુભમન ગિલ (2)ની વિકેટ સાઉથ આફ્રિકાના નવોદિત ડાબોડી ફાસ્ટ બોલર નાન્દ્રે બર્ગરે લીધી છે.

ભારતીય ઈલેવનમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યો છે. કૃષ્ણાની કારકિર્દીની આ પહેલી જ ટેસ્ટ મેચ છે. રવિન્દ્ર જાડેજાને પીઠમાં દુખાવો હોવાથી તે ઈલેવનમાંથી બહાર છે. ભારતીય ટીમમાં ચાર ફાસ્ટ બોલર છે – જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા. સાઉથ આફ્રિકા ટીમે બે ખેલાડીને ટેસ્ટ કેપ આપી છે – નાન્દ્રે બર્ગર અને ડેવિડ બેડિંગમ. બંને ટીમ વચ્ચેની બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.

RBI ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઈમાં આવેલી રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) ઑફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મોકલવામાં આવી હતી. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

Reserve Bank of India.

RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ તમામ સ્થળોની શોધખોળ કરી હતી, પરંતુ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

મલ્લિકાર્જુન ખડગેના PMની દાવેદારી મુદ્દે હવે પવાર પણ નારાજ

નવી દિલ્હીઃ વિરોધ પક્ષોના અલાયન્સ ઇન્ડિયા બ્લોકમાં બધું સમુસૂતરું નથી. દિલ્હીની ચોથી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને PM તરીકે રજૂ કરવાના પ્રસ્તાવ મુદ્દે ઘમસાણ ચાલુ જ છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારની નારાજગીના સમાચાર વચ્ચે NCP સુપ્રીમો શરદ પવાર પણ નારાજ છે. તેમણે ઇશારામાં નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે 1977ની લોકસભા ચૂંટણીમાં પણ પીએમ ચહેરો જાહેર કરવામાં આવ્યો ન હતો.

તેમણે કહ્યું હતું કે ચૂંટણી બાદ વિપક્ષ દ્વારા મોરારાજી દેસાઈને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તે સમયે પણ એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ચહેરો આગળ નહીં લાવવામાં આવે તો પરિણામો પક્ષમાં નહીં આવે. જો લોકો પરિવર્તનના મૂડમાં હોય તો જરૂર પરિવર્તન માટે નિર્ણય કરશે.

દિલ્હીમાં ઈન્ડિયા બ્લોકની ચોથી બેઠકમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા અને PM ચહેરાની ઘોષણા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન TMC નેતા મમતા બેનર્જીએ ઇન્ડિયા બ્લોક વતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ ચહેરો જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિત 12 પક્ષોએ ટેકો આપ્યો હતો.

મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયા એલાયન્સનો PM ચહેરો બનાવવાના બદલ નીતિશ કુમારની નારાજગીની સામે આવી હતી. અમે ઇચ્છીએ છીએ કે જે પણ થાય તે સમયસર થાય જેથી તૈયારીઓ કરી શકાય. અમે ક્યારેય પોતાને પીએમ પદ માટે દાવેદાર બનાવવાની કોશિશ કરી નથી.

દક્ષિણ રાજ્યમાં સારી પકડ છે. ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસે કર્ણાટક બાદ તેલંગાણામાં પોતાની શાનદાર જીત નોંધાવી અને ભાજપને સત્તાથી દૂર રાખ્યો હતો.