લોકસભાની ચૂંટણી પહેલા સેમિફાઇનલ ગણાતા ચાર રાજ્યોના ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ સફળતા મળી છે ત્યારે 2024 પહેલા આ પરિણામો શું સૂચવે છે? રસપ્રદ વિશ્લેષણ…
મોતની ભવિષ્યવાણીઃ ક્યાં સુધી જીવીશું, એ AI કહેશે
નવી દિલ્હીઃ કોણ કેટલું જીવશે એ કોઈ નથી કહી શકતું. કોની જિંદગી ક્યારે પૂરી થઈ જશે એ કોઈ નથી જણાવી શકતું. કદાચ આ વાત હવે બદલાઈ જશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં એટલી શક્તિ છે કે કોઈ વ્યક્તિની વયની ગણતરી કરી શકે. ટેક્નિકલ યુનિવર્સિટી ઓફ ડેન્માર્ક (DTU)ના રિસર્ચે AIથી લેસ એક પ્રિડિક્ટર વિકસિત કર્યું છે. 
તેમનો દાવો છે કે એ કોઈ પણ વ્યક્તિની વયની ગણતરી બહુ સટિક કરી શકે છે. આ AI Life2vec સિસ્ટમને ચેટGPTનો આધાર બનાવવામાં આવ્યો છે. વયના કેલક્યુલેશન માટે એ આરોગ્ય, શિક્ષણ, વ્યવસાય અને આવક જેવી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરે છે. આ AI મોડલને ડેન્માર્કના લોકો પર પોતાના કૌશલનું પરીક્ષણ કર્યું હતું. 2008થી માંડીને 2020ની વચ્ચે આશરે 60 લાખ લોકોના આરોગ્ય અને લેબર માર્કેટનો ડેટાનું પૃથક્કરણ કરીને એણે 78 ટકાના મૃત્યુ વિશે એકદમ સટિક જણાવ્યું હતું.

આ અભ્યાસના લીડ લેખક સન લેહમેન (Sune Lehmann)એ એક અમેરિકી મિડિયાને જણાવ્યું હતું કે એ કામમાં ચેટGPTની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમાં વ્યક્તિના જીવનના વિવિધ પગલં પર કેવા-કેવા વળાંક આવ્યા, એને જોડીને જ ડેથ પ્રિડિક્શન કરવામાં આવે છે. આ ટેક્નિકની મદદથી વ્યક્તિ જીવનમાં ઊંડાઈથી છણાવટ કરીને સફળતા અથવા ફેશન સેન્સ વિશે અંદાજ પણ લગાડે છે. એ વ્યક્તિની વય વિશે જણાવે છે જે વ્યક્તિ વિશે એણે પૃથક્કરણ કર્યું છેઅને તેની વય કેટલી હતી.?
ભારતની સત્તાવાર એન્ટ્રી ‘2018’ ફિલ્મ ઓસ્કર એવોર્ડ્સની રેસમાંથી બહાર થઈ ગઈ
મુંબઈઃ મલયાલમ ફિલ્મ ‘2018: એવરીવન ઈઝ અ હિરો’ને 2024ના એકેડેમી (ઓસ્કર) એવોર્ડ્સમાં આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી, પરંતુ તે હવે ઓસ્કર રેસમાંથી બહાર થઈ ગઈ છે.
જૂડ એન્થાની જોસેફ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ઉક્ત કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરાયેલી 15 ફિલ્મોની યાદીમાં સ્થાન પામી શકી નથી. આ યાદીની એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. આ કેટેગરીનો એવોર્ડ જીતવા માટે બ્રિટન, ડેન્માર્ક અને જાપાનની ફિલ્મો મુખ્ય દાવેદાર છે. અન્ય ફિલ્મો આ દેશોની છેઃ આર્મેનિયા, ભૂટાન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આઈસલેન્ડ, ઈટાલી, મેક્સિકો, મોરોક્કો, સ્પેન, ટ્યૂનિશિયા અને યૂક્રેન. આ કેટેગરી માટે ભારત સહિત 88 દેશોની ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી. એમાંથી 15 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. હવે આ 15 ફિલ્મોને વોટિંગના રાઉન્ડમાં મૂકવામાં આવશે.
ગુડથી એવરેજની સરહદ વચ્ચે…
લાંબા સમયથી, કહો કે વર્ષોથી મારા જેવા સિનેમાપ્રેમી જેમના સહયોગની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ શાહરુખ ખાન-
રાજકુમાર હીરાણી એક એવો ડ્રામા લઈને આવ્યા છે, જે આપણું રંજન કરે છે, સાથે સાથે (ડ્રામા) અકારણ ખેંચાતો હોય એવી પ્રતીતિ પણ કરાવે છે. ‘ડંકી’ના વિષયમાં મનોરંજન સાથે આવરી લેવામાં આવેલી સામાજિક નિસબતને જરૂર વખાણવી રહી, પણ ઠેકઠેકાણે કથાકથન સગવડિયું અને અતાર્કિક લાગે છે.
પહેલાં શીર્ષકની વાત. સની દેઓલ ગુસ્સામાં આવીને, કાનના પરદા ચિરાઈ જાય એવી ચીસ પાડીને જમીનમાંથી ઉખાડે છે એ ડંકી સાથે આ ‘ડંકી’ને કાંઈ લેવાદેવા નથી. વસ્તુ એ છે કે દેશના અમુક પ્રાંતના યુવાનો જીવ જોખમમાં મૂકીને, પાસપૉર્ટ-વિસા વગર ઈન્ગ્લેન્ડ, અમેરિકા જવા અતિવિકટ એવો ગેરકાયદે રુટ અપનાવે છે. હ્યુમન ટ્રાફિકર્સ એટલે આવા લોકો પાસેથી તગડી રકમ લઈ એમને સરહદ પાર કરાવતા એજન્ટની ભાષામાં આવા રુટને ‘ડૉન્કી’ ફ્લાઈટ’ કહે છે. ડિરેક્ટર રાજકુમાર હીરાણીએ, કોઈની લાગણી ન દુભાય એટલે ડૉન્કીના બદલે ‘ડંકી’ શીર્ષક રાખી, લંડન જવાની ઘેલછાને કેન્દ્રમાં રાખીને કૉમેડી-ડ્રામા રચ્યો છે.

હીરાણી અને એમના રાઈટરો અભિજાત જોશી-કનિકા ઢિલ્લોંએ પંજાબના લાલ્ટૂ ગામની વાર્તા માંડી છે. વાર્તા કહેવા સર્જકોએ ફ્લૅશબૅકનો સહારો લીધો છે. લાલ્ટૂ ગામના કેટલાક યંગસ્ટર્સ મન્નૂ (તાપસી પન્નૂ), બુગ્ગુ (વિક્રમ કોચર), બલ્લી (અનિલ ગ્રોવર), વગેરે બેકારીથી કંટાળીને લંડન જઈને પાઉન્ડ કમાવાનાં સપનાં જુએ છે. પણ જવું શી રીતે? એક તો ગરીબ ને પાછું અંગ્રેજી આવડે નહીં. વિસા આપે કોણ? એવામાં ગામમાં ભૂતપૂર્વ ફૌજી હાર્ડી (શાહરુખ ખાન) આવે છે. હાર્ડી એ બેકાર લોકોનો ગ્રુપ લીડર બનીને પગપાળા, સમુદ્રમાર્ગે, જંગલ એમ વિવિધ ઈલ્લિગલ તરીકાથી એમને બોર્ડર ક્રૉસ કરાવી લંડન પહોંચાડવા નીકળી પડે છે. આ અતિવિકટ પ્રવાસ દરમિયાન હાર્ડીના દિલમાં મન્નૂ પ્રત્યે કૂણી લાગણી જન્મે છે, પણ મન્નૂને લંડન પહોંચવા સિવાય બીજા કશામાં રસ નથી. રાણીના દેશ સુધી પહોંચવામાં એમણે કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ તમારે જઈને જોવાનું.
1970ના દાયકામાં, હાલ જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે તે દેવઆનંદે ઈલ્લિગલ ઈમિગ્રન્ટ્સની સમસ્યા પર ‘દેસ-પરદેસ’ બનાવેલી (દેવઆનંદ, ટીના મુનિમ, પ્રાણ, પ્રેમ ચોપરા, વગેરે). તો આ વર્ષના એપ્રિલમાં મલ્હાર ઠાકર-મોનલ ગજ્જર-હેમિન ત્રિવેદીને ચમકાવતી (ડિરેક્ટર મનીષ સૈની) ‘શુભ યાત્રા’ આવી. પંજાબી ભાષામાં તો આ વિષય પર ઘણી ફિલ્મો આવી છે.

અલબત્ત, આ બધી ફિલ્મને ‘ડંકી’ સાથે સરખાવવાનો આશય નથી, પણ જ્યારે રાજુ હીરાણી-અભિજાત જોશી-કનિકા ઢિલ્લોં જેવા ધુરંધરોએ આ વિષય પર સર્જેલી, બે કલાક ચાળીસ મિનિટની ફિલ્મ જોવા જઈએ ત્યારે, અફ કોર્સ, ખૂબ બધી અપેક્ષા લઈને જઈએ. અપેક્ષા હોય ડિટેઈલિંગની (ફિલ્મમાં એક તબક્કા સુધી તો સર્જકો આપણને રુટ જ કહેતા નથી), થોડા વધુ મર્મ-નર્મની. વચ્ચે વચ્ચે ટુચકા આવ્યા કરે છે, પણ એકસૂત્રતા નથી અને રમૂજમાં ભાગ્યે જ નાવીન્ય છે. હા, વિદેશ જવા જરૂરી એવા IELTS કોચિંગ (નોંધો બમન ઈરાનીને), વિકી કૌશલનો સબ-ટ્રૅક, લંડનમાં એન્ટ્રી, કોર્ટરૂમ સિક્વન્સ મજેદાર બન્યા છે. શાહરુખ-તાપસીની લવસ્ટોરીવાળો પાર્ટ અને એમની જોડી અને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, કેમિસ્ટ્રી (હેંહેંહેં) બનતી નથી. એન્ડ ટાઈટલ્સમાં ગેરકાયદે જતા ભારતીય ઈમિગ્રન્ટસના આંકડા, હૈયું બેસી જાય એવી તસવીરો સાથે આપવામાં આવ્યા છે.
ફિલ્મમાં કલાકારો ચમકે છે અને સરસમજાની આવતી કાલનાં સપનાં સાકાર કરવા ગમે તે હદે જતા યુવાનોની બેહાલીનો ચિતાર મળે છે. પરંતુ પટકથા નિરાશ કરે જ છે, અરે, અમુક જગ્યાએ તો કઢંગી લાગે છે, જે રાજુ હીરાણી ઍન્ડ કંપની પાસેથી અપેક્ષિત ન હોય.
ટૂંકમાં ‘ડંકી’ સરેરાશ અને સ-રસની બોર્ડર પર છે. ફિલ્મના સંદર્ભમાં આજકાલ સોશિયલ મિડિયા પર આજકાલ એક શબ્દ સતત અથડાતો રહે છે એ વાપરીને કહીએ તો, ડિસન્ટ વન-ટાઈમ વૉચ છે.
પ્રાગ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગમાં 15નાં મોત, 20 ઘાયલ
પ્રાગઃ સેન્ટ્રલ પ્રાગ યુનિવર્સિટીમાં એક બંદૂકધારીના અંધાધૂધ ગોળીબારમાં 15થી વધુ લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ગોળીબાર કરનાર ચાર્લ્સ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સનો 24 વર્ષીય વિદ્યાર્થી હતો. આ હુમલાખોરનો મૃતેદહ પણ આ ઘટનાસ્થળેથી મળ્યો હતો, એમ પોલીસે કહ્યું હતું. જોકે આ વિદ્યાર્થીએ પોતાના પિતાને પ્રાગની પશ્ચિમે આવેલા હોસ્ટન ગામમાં ગોળી મારીને હત્યા કરી હતી.
ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક યુનિવર્સિટીમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે એક વિદ્યાર્થીએ અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેના કારણે 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે કહ્યું કે શૂટર માર્યો ગયો છે. જોકે પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા લોકોમાં આરોપી શૂટર પણ સામેલ હતો. પોલીસના જણાવ્યા અનુસાર હાલ આખી ઇમારતને ખાલી કરાવવામાં આવી છે. પ્રાગના ઓલ્ડ ટાઉન નજીક ચાર્લ્સ યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગમાં આ ગોળીબાર થયો હોવાનું કહેવાય છે.
પોલીસે X પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું હતું કે ફાયરિંગ બાદ વિદ્યાર્થીએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. પોલીસે સ્થાનિક લોકોને નજીકના વિસ્તારોમાં ન જવા અને ઘરમાં જ રહેવા જણાવ્યું હતું. આ ગોળીબાર બાદ પ્રાગ શહેર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આસપાસના લોકોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. લોકો ગભરાટમાં છે. જોકે ફાયરિંગ બાદ પોલીસે હુમલાખોરને માર્યો હોવાની પુષ્ટિ કરી હતી.
BREAKING: Footage show students hiding on a ledge during an ongoing mass shooting in University in Prague pic.twitter.com/8j5bkHInwd
— Lore of the Land (@LoreOfTh3Land) December 21, 2023
આ ઘટના અંગે મંત્રી વિટ રાકુસને મિડિયાને જણાવ્યું હતું કે ગોળી મારનાર વ્યક્તિનું મોત થઈ ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળે અન્ય કોઈ બંદૂકધારીની હાજરીની પુષ્ટિ થઈ નથી. હવે કોઈ ખતરો નથી. તેમણે નજીકના લોકોને અધિકારીઓને સહકાર આપવા કહ્યું હતું. પ્રાગના મેયર બોહુસ્લાવ સ્વોબોડાએ કહ્યું કે ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગને ખાલી કરાવવામાં આવ્યો છે. પોલીસે વિસ્તારને સીલ કરી દીધો છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંજાબના મંત્રી અમન અરોડાને બે વર્ષની કેદઃ શું તેઓ વિધાનસભ્ય રહેશે?
સંગરુરઃ વર્ષ 2008માં વિધાનસભ્ય અને ભગવંત માન સરકારના કેબિનેટ મંત્રી અમન અરોડા સહિત નવ લોકોને કોર્ટે બે-બે વર્ષની જેલની સજા સંભળાવી છે. આ કેસ 2008નો છે, જેમાં હવે 15 વર્ષ પછી સજા થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમન અરોડાએ તેમના બનેવી રાજીન્દર દીપાની સાથે કૌટુંબિક ઝઘડો હતો. એને લઈને વર્ષ 2008માં ફરિયાદ દાખલ થઈ હતી. 
અમન અરોડાના બનેવી રાજીન્દર દીપાએ જણાવ્યું હતું કે વર્ષ 2008માં અમન અરોડા અને અન્ય આઠ લોકોએ તેમના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ મામલે સુનાવણી પછી જસ્ટિસ ગુરભિંદર સિંહ જોહલે સજાનું એલાન કર્યું હતું. 15 વર્ષ પછી આવેલા ચુકાદાનું રાજીન્દર સિંહે સ્વાગત કરરતાં કહ્યું હતું કે ન્યાય વિલંબથી મળ્યો છે. હવે સવાલ એ છે કે શું અરોડા વિધાનસભ્ય રહેશે? હાલ બધાની નજર અધ્યક્ષ પર છે.
મંત્રી અમન અરોડાએ સજાના એલાન પછી કહ્યું હતું કે અમને દેશની ન્યાય વ્સવસ્થા પર પૂરો વિશ્વાસ છે. અમે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીશું. તેમણે કહ્યું હતું કે વર્ષ 2008માં મારા બનેવી રાજીન્દર દીપાએ મારી માતાને બંધ કરીને ઇજા પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા. અમે તેમને બચવવાના પ્રયાસ કર્યા તો એ દરમ્યાન મારી પણ મારપીટ કરી હતી. મારા માથામાં ટાંકા લેવા પડયા હતા અને કેટલાય દિવસો સુધી હોસ્પિટલમાં એડમિટ હતો. તેમણે કહ્યું હતું કે તેમણે આજે તેમની 85 વર્ષની માતા સહિત નવ લોકોને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
કોરાનાના 640 નવા કેસો, એકનું મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 21 દર્દી મળી ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 640 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,07,212 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,328 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,70,887 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 311 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2997 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

‘નિસા બોલીવુડમાં ક્યારે એન્ટ્રી કરશે?’ સવાલનો અજય દેવગને આપ્યો જવાબ…
મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વધુ બે સ્ટાર-સંતાનોએ પ્રવેશ કર્યો છે. ફિલ્મ નિર્માતા બોની કપૂર અને સ્વ. શ્રીદેવીની નાની પુત્રી ખુશી અને શાહરૂખ ખાનની પુત્રી સુહાના હાલમાં જ રિલીઝ કરાયેલી ફિલ્મ ‘ધ આર્ચીસ’માં ચમકી હતી. હવે સૌની નજર ફિલ્મી દંપતી કાજોલ અને અજય દેવગનની પુત્રી નિસા ફિલ્મજગતમાં ક્યારે પ્રવેશ કરે છે તેની પર છે. નિર્માતા કરણ જોહરને પણ મનમાં આ સવાલ સતાવતો હતો અને એટલે એમણે પોતાના ટીવી શો ‘કોફી વિથ કરણ’માં હાજર રહેલા અજય દેવગનને તે સવાલ પૂછી લીધો હતો.
કરણે જ્યારે પૂછ્યું કે, ‘નિસા બોલીવુડમાં ક્યારે પદાર્પણ કરશે?’ ત્યારે અજયે કહ્યું, ‘ફિલ્મલાઈનમાં આવવાની હાલ એને કોઈ ઈચ્છા નથી, પણ ભવિષ્યમાં સંજોગો બદલાશે તો એ તેનો વિચાર કરશે.’
કમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ.39.50 સસ્તું થયું
મુંબઈઃ કેન્દ્ર સરકારે નવા વર્ષ-2024ના આરંભ પૂર્વે જનતાને એક ભેટ આપી છે. તેણે વ્યાપારી વપરાશ માટેના 19 કિલોગ્રામના રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં રૂ. 39.50નો ઘટાડો કર્યો છે. નવી કિંમત આજથી અમલમાં આવી ગઈ છે. મુંબઈમાં કમર્શિયલ વપરાશ માટેનું 19 કિ.ગ્રા.નું એલપીજી સિલિન્ડર અગાઉ રૂ.1,749માં મળતું હતું તે હવે રૂ. 1,710માં મળશે. કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નાતાલ ઉત્સવ અને નવા વર્ષની ઉજવણી પૂર્વે આ ડિસ્કાઉન્ટ આપ્યું છે.
સરકારે જોકે ઘરેલુ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કર્યો નથી. 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લે ગઈ 30 ઓગસ્ટે રૂ. 200નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો






