અમદાવાદઃ ગુજરાતમાં સોશિયલ વેન્ચર પાર્ટનર્સ ઇન્ડિયા( SVP ઇન્ડિયા)ની પાંચમી એનિવર્સિરીના કાર્યક્રમમાં નોબેલ શાંતિ એવોર્ડવિજેતા કૈલાશ સત્યાર્થી ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાની વર્ષગાંઠે રાજ્યમાંથી અને દેશમાંથી 200થી વધુ લોકો ઉપસ્થિત હતા.
આ ઉજવણી પર સંબોધન કરતાં સત્યાર્થીએ કહ્યું હતું કે આપણે એક ઝડપથી બદલાતા વિશ્વમાં રહી રહ્યા છીએ. આપણે બિઝેનસ, ટ્રેડ, નોલેજ, મેન્યુફેક્ચરિંગ, ડેટા અને કેપિટાલિઝમનું વૈશ્વિકરણ કર્યું છે. મહાત્મા ગાંધીની ભૂમિથી હું આદરપૂર્વક કહું છે કે હાલનો સમય કરુણાને વૈશ્વિય બનાવવાનો સમય છે અને એ સરકાર કે કોઈ સંસ્થાની જવાબદારી નથી, બલકે આપણી જવાબદારી છે. આ સાથે બાળકો અને ખાસ કરી મહિલાઓની વિરુદ્ધ ગુનાઓ પર અંકુશ લગાવવાનો અને બાળકોના હિતમાં સમાજ નિર્માણ કરવાની આપણી જવાબદારી છે.

આ પ્રસંગે સંસ્થાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ વર્ષગાંઠની ઉજવણીમાં કૈલાશ સત્યાર્થી અમારી સાથે સામેલ થવાથી અપાર આનંદની લાગણી થાય છે. તેમની કરુણાને વૈશ્વિક કરવાની પ્રતિબદ્ધતા સંસ્થાના મૂળ મૂલ્યો અને મિશનને અનુરૂપ છે. આ કાર્યક્રમમાં બધા કાર્યકરો વચ્ચે પરોપકાર, વ્યૂહાત્મક દાન અને સાર્થક સંદેશવ્યવહાર થયો હતો.
SVP ઇન્ડિયા દેશનાં આઠ શહેરોમાં ફેલાયેલા 550 પરોપકારી લોકો, ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદો અને ગૃહિણોની સાથેનું એક સહયોગી પરોપકારી સંગઠન (NGO) છે. સંસ્થા નાના અને મધ્યમ કદના NGOsની ઓળખ કરે છે અને નેટવર્ક, અનુભવ અને સમયનો ઉપયોગ કરીને ક્ષમતા અનુસાર મદદ કરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદ અને સુરતના 43 SVP ભાગીદારોએ NGOsને સલાહ આપવા માટે 5000થી વધુ કલાકોનો સમય ફાળવ્યો હતો અને એમને ત્રણથી પાંચ ગણા વિકાસ કરતા જોયા હતા.
સંસ્થાએ દેશના 120 NGOsની સાથે ખભેખભા મેળવીને કામ કર્યું છે અને રૂ. 25 કરોડથી વધુનું વિતરણ કર્યું છે. એ સાથે એના ભાગીદારોએ પણ સમય અને કૌશલના 25,000 કલાકથી વધુનું યોગદાન આપ્યું છે. કૈલાશ સત્યાર્થીને વર્ષ 2014માં નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું. અને તેમના સહયોગીઓ દ્વારા ‘બચપન બચાવો આંદોલન’ દ્વારા અત્યાર સુધીમાં 80 હજારથી વધુ બાળકોના જીવનમાં સુધારો કરવામાં આવ્યો છે. આ બાળકોને વધુ સારા શિક્ષણ અને જીવનનિર્વાહમાં ટેકો મળ્યો હતો.








ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૧૫ ડિસેમ્બર, ૨૦૨૩




સંસ્કૃતિ વ્યવસાયે કાઉન્સેલિંગ સાઇકોલોજિસ્ટ છે. સંસ્કૃતિએ આ અભ્યાસ-લેખ એમના માર્ગદર્શક અને કો-ઓથર સિનિયર મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે. EMDR એશિયાના આ સંમેલનમાં સંસ્કૃતિ EMDR-ઇન્ડિયાનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનાં છે અને પોતાનું પેપર રજૂ કરવાનાં છે. ચિંતન નાઇક પણ પેપરની રજૂઆતમાં એમના સહભાગી થશે. કોઈ માનવીય કે કુદરતી ઘટના કે દુર્ઘટના બને ત્યારે સંબંધિત વ્યક્તિઓને આઘાત લાગતો હોય છે. ખાસ કરીને સગીર વયનાં લોકોનાં મન પર એની ઊંડી અસર પડતી હોય છે. એવી સ્થિતિમાંથી પસાર થયેલાં તરુણ વયનાં કિશોર-કિશોરીઓને આઘાત (ટ્રોમા)માંથી બહાર લાવવા માટે મનોચિકિત્સાની મદદ લેવી પડે છે. EMDR વિશે જાણકારી આપતાં સંસ્કૃતિ કહે છે કે ઘણી વખત દુર્ઘટના વખતે ટ્રોમાનો અનુભવ કરતી વ્યક્તિ માટે EMDR ઉપયોગમાં લેવાય છે. તેને ‘EMDR ટ્રોમા ઈનફોર્મ થેરપી અપ્રોચ’ કહેવાય છે.
આ પ્રોજેક્ટ સંસ્કૃતિએ એના મેન્ટોર, મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ પાર પાડ્યો હતો. સંસ્કૃતિએ નવી પેઢીની માનસિકતા પર કરેલો આ સંશોધન-અભ્યાસ અને વર્તમાન ચિકિત્સા પદ્ધતિમાં વધારે અસરકારક રીતે શું થઈ શકે એનો અભ્યાસ-લેખ સૂચિત સંમેલનમાં મોકલાવ્યો હતો. જેને આંતરરાષ્ટ્રીય બોર્ડે મંજૂર કર્યો છે અને હવે 17 ડિસેમ્બરે કમ્બોડિયામાં યોજાનાર સંમેલનમાં તે રજૂ કરવામાં આવશે. સંસ્કૃતિ વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર દિનકર જોશીનાં પૌત્રી છે.

એ અરજી ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન છે, ત્યાં સાત અન્ય લોકો દ્વારા એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુશંકર જૈન, પ્રભાષ પાંડેય અને દેવકી નંદન દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ એ મસ્જિદની નીચે છે અને એવા કેટલાય પુરાવા છે, જે એ સાબિત કરે છે કે એ મસ્જિદ એક હિન્દુ મંદિર છે.જસ્ટિસ મયંકકુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટમાં શ્રીકૃષ્ણ વિરાજમાન છે- એને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં એડવોક્ટ કમિશનર દ્વારા સર્વે કરાવવાની માગ કરાવવામાં આવી હતી.આ અરજી પર સુનાવણી થયા પછી જસ્ટિસ મયંકકુમાર જૈને 16 નવેમ્બરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.