મુંબઈઃ એશિયા નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત EMDR (Eye Movement Desensitization and Reprocessing) સંસ્થા દર વર્ષે મનોચિકિત્સકોનું સંમેલન યોજે છે. આ વર્ષે કમ્બોડિયાના સીમ રીપ શહેરમાં 17 ડિસેમ્બરે સંસ્થાનું પાંચમું સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં મુંબઈના કાંદિવલીનિવાસી યુવતી સંસ્કૃતિ અખિલ જોશી પોતાનો અભ્યાસ-લેખ રજૂ કરવાનાં છે.
સંસ્કૃતિ વ્યવસાયે કાઉન્સેલિંગ સાઇકોલોજિસ્ટ છે. સંસ્કૃતિએ આ અભ્યાસ-લેખ એમના માર્ગદર્શક અને કો-ઓથર સિનિયર મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે. EMDR એશિયાના આ સંમેલનમાં સંસ્કૃતિ EMDR-ઇન્ડિયાનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનાં છે અને પોતાનું પેપર રજૂ કરવાનાં છે. ચિંતન નાઇક પણ પેપરની રજૂઆતમાં એમના સહભાગી થશે. કોઈ માનવીય કે કુદરતી ઘટના કે દુર્ઘટના બને ત્યારે સંબંધિત વ્યક્તિઓને આઘાત લાગતો હોય છે. ખાસ કરીને સગીર વયનાં લોકોનાં મન પર એની ઊંડી અસર પડતી હોય છે. એવી સ્થિતિમાંથી પસાર થયેલાં તરુણ વયનાં કિશોર-કિશોરીઓને આઘાત (ટ્રોમા)માંથી બહાર લાવવા માટે મનોચિકિત્સાની મદદ લેવી પડે છે. EMDR વિશે જાણકારી આપતાં સંસ્કૃતિ કહે છે કે ઘણી વખત દુર્ઘટના વખતે ટ્રોમાનો અનુભવ કરતી વ્યક્તિ માટે EMDR ઉપયોગમાં લેવાય છે. તેને ‘EMDR ટ્રોમા ઈનફોર્મ થેરપી અપ્રોચ’ કહેવાય છે.
આ વર્ષના માર્ચ મહિનામાં મુંબઈના મલાડ (પૂર્વ) ઉપનગરના કુરાર વિલેજ વિસ્તારના અપ્પાપાડા મોહલ્લામાં રાંધણગેસના લગભગ 50 સિલિન્ડરો ફાટ્યાં હતાં જેને કારણે 2000 જેટલા ઝૂંપડાં નાશ પામ્યાં હતાં. આ મોહલ્લામાં નીચલા વર્ગના લોકો રહે છે. સિલિન્ડર દુર્ઘટનાને કારણે આસપાસ રહેતા ટીનેજર્સ-વિદ્યાર્થીઓની માનસિક હાલત વિશે સંસ્કૃતિએ સંશોધન કર્યું. વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે ભણવામાં એમનું ધ્યાન રહેતું નથી, એકાગ્રતા કેળવી શકતા નથી, માર્ક્સ ઓછા આવવા લાગ્યા છે, નાના-મોટા અવાજથી પણ તેઓ ગભરાઈ જાય છે, તેમને ખરાબ સપનાં પણ સતાવે છે. સંસ્કૃતિએ એમાંથી અમુક યુવાનો પર EMDR થેરપીનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓની ચિંતા, તાણ અને એમનાં મન પર થયેલી અસર ટેસ્ટ દ્વારા માપી હતી. તેઓ સ્ટ્રેસ-લેવલ જાતે સંભાળી શકે એ માટે એમને અમુક ટેક્નિક અને કસરત શીખવી હતી. ચોથા સત્રમાં માલૂમ પડ્યું હતું કે વિદ્યાર્થીઓની તાણ અને ચિંતાના સ્તરમાં ઘટાડો થયો હતો.
આ પ્રોજેક્ટ સંસ્કૃતિએ એના મેન્ટોર, મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ પાર પાડ્યો હતો. સંસ્કૃતિએ નવી પેઢીની માનસિકતા પર કરેલો આ સંશોધન-અભ્યાસ અને વર્તમાન ચિકિત્સા પદ્ધતિમાં વધારે અસરકારક રીતે શું થઈ શકે એનો અભ્યાસ-લેખ સૂચિત સંમેલનમાં મોકલાવ્યો હતો. જેને આંતરરાષ્ટ્રીય બોર્ડે મંજૂર કર્યો છે અને હવે 17 ડિસેમ્બરે કમ્બોડિયામાં યોજાનાર સંમેલનમાં તે રજૂ કરવામાં આવશે. સંસ્કૃતિ વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર દિનકર જોશીનાં પૌત્રી છે.




એ અરજી ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન છે, ત્યાં સાત અન્ય લોકો દ્વારા એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુશંકર જૈન, પ્રભાષ પાંડેય અને દેવકી નંદન દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ એ મસ્જિદની નીચે છે અને એવા કેટલાય પુરાવા છે, જે એ સાબિત કરે છે કે એ મસ્જિદ એક હિન્દુ મંદિર છે.જસ્ટિસ મયંકકુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટમાં શ્રીકૃષ્ણ વિરાજમાન છે- એને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં એડવોક્ટ કમિશનર દ્વારા સર્વે કરાવવાની માગ કરાવવામાં આવી હતી.આ અરજી પર સુનાવણી થયા પછી જસ્ટિસ મયંકકુમાર જૈને 16 નવેમ્બરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.





લગભગ બે વર્ષ બાદ કેશુભાઈએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સાથે જ વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી યોજાઈ. હવે આ ચૂંટણીમાં કેશુભાઈના પુત્ર ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા પણ તેઓ કોંગ્રેસના હર્ષદ રિબડિયા સામે હારી ગયા. આ એ સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભાજપમાંથી ચૂંટણી હારી જતાં આ બેઠકના પરિણામે ખાસ્સી ચર્ચા જગાવી હતી. ભરત પટેલ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે “નરેન્દ્રભાઈ મોદી એ જ મને વિસાવદરથી ચૂંટણી લડવા કહ્યું હતું, પરંતુ કેટલાક લોકોના કુપ્રચારને કારણે હું ચૂંટણી હારી ગયો હતો. જોકે આ મતવિસ્તારમાં કેશુભાઈએ ખૂબ કામ કર્યું હોવાથી લોકોમાં આદર છે. પક્ષ છોડ્યા બાદ એક માત્ર કેશુભાઈ એવા હતા કે લોકોએ તેમને ૨૦૧૨માં ચૂંટયા હતા. વિસાવદર બેઠકની રાજકીય તાસીર રહી છે કે પક્ષ પલટુને સ્વીકારતા નથી તેમાં કેશુભાઈ અપવાદ હતા. હર્ષદ રિબડિયા કોંગ્રેસ છોડી ભાજપમાંથી ૨૦૨૨માં ચૂંટણી લડ્યા તો હારી ગયા. “
વિસાવદરની બેઠક ઉપર લેઉવા પટેલ સમાજનું વર્ચસ્વ છે. છેલ્લા ચાર દાયકાનો ઇતિહાસ જોઈએ તો લેઉવા પટેલના આગેવાન જ ચૂંટાયા છે. આશરે ૨.૭૦ લાખ મતદારોમાં ૫૦ ટકાથી વધુ લેઉવા પટેલ છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં ૧૭૦થી વધુ ગામો આ મત વિસ્તારમાં આવે છે. છેલ્લા એક દાયકામાં ત્રણ ધારાસભ્યો કેશુભાઈ, હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણીએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું છે. હવે વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી વખતે વિસાવદરની પણ પેટા ચૂંટણી આવશે આમ એક દાયકા બાદ યોગાનુયોગ ફરી લોકસભાની સાથે આ બેઠકની ચૂંટણીનું પુનરાવર્તન થશે.
ગુલઝારની 
ગ્રંથોમાં એના મૂળ સચવાયેલા છે. આ સંસ્કૃતિમાં દરેક જીવને સન્માન આપવા ઉપરાંત કુદરતના તત્વોની સાધનાની વાત હતી. જ્ઞાનને સર્વોપરી માનવામાં આવતું અને જ્ઞાનીજનો પૂજાતા. આજે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં શિક્ષણને વેપાર અને શિક્ષકને પગારદાર સમજવામાં આવે છે ત્યારે જ્ઞાન શબ્દનો અપભ્રંશ થાય તે સ્વાભાવિક છે. કદાચ તેથી જ આપણા નિયમો વિષે નવી પેઢીને શંકાઓ જાગી રહી છે. પશ્ચિમ તરફની આંધળી દોટમાં ક્યાંક સંસ્કૃતિના મૂળ ખવાઈ ન જાય એ આપણે સભાનતા પૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે. વળી જે વિચારધારા પરથી વિશ્વાસ જતો રહે ત્યાં નવી વિચારધારા તરફ પ્રયાણ કરવાની ઈચ્છા પણ થવાની. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ આપણી ધરોહર છે. એને સાચવવી એ આપણા સહુની નૈતિક ફરજ છે.