લખનઉઃ બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં પ્રમુખ માયાવતીએ પાર્ટીનું નેતૃત્ત્વ સંભાળવા માટે પોતાનાં ઉત્તરાધિકારી તરીકે એમનાં ભત્રીજા આકાશ આનંદને નિયુક્ત કર્યાં છે. આકાશ બસપાનાં રાષ્ટ્રીય કોઓર્ડિનેટર તરીકે પદ સંભાળશે. અહીં પાર્ટીની બેઠકને સંબોધિત કરતાં માયાવતીએ જોકે એમ કહ્યું છે કે, પોતે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાં પક્ષનું સંચાલન સંભાળવાનું ચાલુ રાખશે, પરંતુ અન્ય રાજ્યોના સંબંધમાં નિર્ણયો આકાશ આનંદ લેશે.
ગયા ઓગસ્ટ મહિનામાં બસપાએ 14-દિવસની સર્વજન હિતાય, સર્વજન સુખાય નામની સંકલ્પ યાત્રા શરૂ કરી હતી, જેનું નેતૃત્ત્વ આકાશ આનંદે લીધું હતું. 2019માં જ્યારે ચૂંટણી પંચે માયાવતી પર 48-કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે આકાશે રાજકીય તખ્તા પર પદાર્પણ કર્યું હતું. એમણે પોતાની પહેલી રેલીને સંબોધિત કરી હતી.
મુંબઈઃ શહેરીજનો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે તે કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો આવતા આવતા મહિનાથી શરૂ થશે. આ જાણકારી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી છે. એમણે કહ્યું છે કે આવતા મહિનાથી દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવથી મધ્ય મુંબઈના વરલી સુધી કોસ્ટલ રોડ યોજનાનો પ્રથમ તબક્કો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારબાદ 2025માં આ રોડનો બાકીનો તબક્કો ચાલુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 10.58 કિલોમીટરનું અંતર આવરી લેવામાં આવ્યું છે. આ રોડ પર ટ્રાફિક શરૂ થયા બાદ મુંબઈગરાઓનો ઘણો સમય બચી જશે.
મુંબઈ કોસ્ટલ રોડ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી – મુંબઈ મહાનગરપાલિકા) દ્વારા બાંધવામાં આવી રહ્યો છે. તે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારને ઉત્તર મુંબઈના કાંદિવલીને જોડશે. આ રોડ સાથે બાન્દ્રા-વરલી સી લિન્કને પણ જોડવામાં આવશે. આ રોડ પ્રોજેક્ટ સંપૂર્ણ શરૂ થઈ ગયા બાદ દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર મુંબઈના વિસ્તારોમાં ન્યૂ લિન્ક રોડ અને એસ.વી. રોડ પર ટ્રાફિક બોજો ઘણો હળવો થઈ જશે.
અલાહાબાદઃ ગુટકાને લગતી જાહેરખબરના કેસમાં અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કેન્દ્ર સરકારને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે. તેનો સરકારે જવાબ આપ્યો છે અને જણાવ્યું છે કે તેણે ગુટકા ઉત્પાદન માટે જાહેરખબરમાં કામ કરવા બદલ બોલીવુડ અભિનેતાઓ શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને લીગલ નોટિસ મોકલી છે. સરકારના ધારાશાસ્ત્રીએ હાઈકોર્ટને કહ્યું કે આ જ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે તેથી હાઈકોર્ટે તેની સમક્ષ નોંધવામાં આવેલી પીટિશનને રદ કરવી જોઈએ.
દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાજેશસિંહ ચૌહાણની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે સુનાવણી માટે આવતા વર્ષની 9 મે તારીખ નક્કી કરી છે. તેણે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે પીટિશન રદ કરાવવા માટે તે અરજદાર સાથે મળીને નક્કી કરે, કારણ કે એણે જ માગણી કરી છે કે ઉક્ત ત્રણ અભિનેતાઓ સામે કાનૂની પગલું ભરવામાં આવે જેઓ કેન્દ્ર સરકાર તરફથી પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવે છે અને સાથોસાથ, ગુટકા કંપનીઓ માટે જાહેરખબરોમાં કામ પણ કરે છે. ગઈ 22 ઓક્ટોબરે અરજદારે હાઈકોર્ટને કહ્યું હતું કે પોતાના કેસમાં હજી સુધી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. તેથી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરીને નોટિસ મોકલી હતી. સરકાર વતી હાજર થયેલા નાયબ સોલિસીટર જનરલ એસ.બી. પાંડેએ હાઈકોર્ટના ન્યાયાધીશોને કહ્યું હતું કે સરકારે અમિતાભ બચ્ચનને પણ ગુટકાની જાહેરખબરમાં કામ કરવા બદલ નોટિસ મોકલી હતી. એમણે કહ્યું કે પોતે કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે તે છતાં ટીવી પર હજી તેની જાહેરખબર બતાવવામાં આવે છે.
વન આઇડિયા કેન ચેન્જ યોર લાઇફ- આઇડિયા મોબાઇલના એડ કેમ્પેઇનની આ ટેગલાઇન યાદ છે ને? બસ, જે રીતે એક સારો આઇડિયા આપણી જિંદગી બદલી શકે છે એ જ રીતે એક સારો વિચાર, એક સારી શોધ આખાય વિશ્વને બદલી શકે, રાઇટ?
આ વાત આજે યાદ કરવાનું કારણ એ છે કે, આ નોબલ વિચાર જેના પાયામાં છે એ વિશ્વપ્રસિધ્ધ નોબેલ પુરસ્કાર અર્પણ કરવાનો દિવસ છે આજે. દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ દુનિયા આખીની નજર સ્વીડનના પાટનગર સ્ટોકહોમના જગપ્રસિધ્ધ કોન્સર્ટ હોલ પર હોય છે, કેમ કે અહીં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, સાહિત્ય અને અર્થશાસ્ત્રના બ્રિલિઅન્ટ માઇન્ડ્સને નોબેલથી નવાજવામાં આવે છે. જેના પર બધાની વિશેષ નજર હોય છે એ શાંતિનું નોબેલ પ્રાઇઝ, આ જ દિવસે, નોર્વેના પાટનગર ઓસ્લોમાં અપાય છે. આ પારિતોષિક વિજેતાઓ બ્રિલિઅન્ટ માઇન્ડ્સ એટલા માટે છે કે, એમના વિચારમાં અને એમણે કરેલી શોધમાં દુનિયાને બદલી નાખવાની તાકાત હોય છે.
(સ્ટોકહોમમાં આવેલું નોબેલ મ્યુઝીયમ)
બહુ રોમાંચક છે આ નોબેલ પારિતોષિકની દુનિયા. ક્યારેક એમાં ડોકિયું કરવાનું મન થાય અને તક મળે તો સ્ટોકહોમમાં ગમલા સ્ટાન તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા નોબેલ મ્યુઝીયમની મુલાકાત જરૂર લેજો. આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વિન્સ્ટન ચર્ચિલ, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, વી. એસ. નાઇપોલ કે અમર્ત્ય સેન જેવા પ્રજ્ઞાવાનોએ માનવજાતના કલ્યાણમાં શું યોગદાન આપ્યું છે એની માહિતી ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મમાં અહીં અદભૂત રીતે પ્રદર્શિત કરાઇ છે. સ્ટોકહોમમાં બેઠાં બેઠાં કવિવર ટાગોરના શાંતિનિકેતનની ઝાંખી અહીં જોવા મળે, તો માર્ટીન લ્યુથર કિંગ જુનિયર શું કામ આ પારિતોષિકથી નવાજાયા એનો ય ખ્યાલ આવે.
(જ્યાં નોબેલ પારિતોષિક આપવાનો સમારોહ યોજાય છે એ સ્ટોકહોમનો કોન્સર્ટ હોલ)
આપણે ત્યાં મ્યુઝીયમો ફરવાના અને મનોરંજનના સ્થળથી વિશેષ નથી, પણ યુરોપમાં મ્યુઝીયમોનું વિશેષ મહત્વ છે. ઇતિહાસના જીવંત મંદિરો મનાય છે મ્યુઝીયમો.
(નોબેલ મ્યુઝીયમમાં નોબેલ વિજેતાઓ)
122 વર્ષ પહેલાં, 1901માં આ પારિતોષિક આપવાની શરૂઆત થઇ ત્યારથી લઇને 2023 સુધીમાં 1000 વિજેતાઓને 621 પ્રાઇઝ આપવામાં આવ્યા છે (એક જ પ્રાઇઝના બે કે ત્રણ વિજેતા હોઇ શકે છે), જેમાં સૌથી વધુ ફિઝીક્સમાં 117 અને સૌથી ઓછા અર્થશાસ્ત્રમાં 55 પ્રાઇઝનો સમાવેશ થાય છે. અર્થશાસ્ત્રમાં ઓછી સંખ્યા હોવાનું કારણ એ છે કે, એ આપવાની શરૂઆત બહુ મોડેથી, 1968માં, થઇ હતી. પહેલા અને બીજા વિશ્વયુધ્ધના વર્ષો ઉપરાંત કુલ 49 વખત આ પારિતોષિકો કોઇને અપાયા નથી, તો અત્યાર સુધીના કુલ 1000 વિજેતાઓમાં મહિલાઓનો આંક 65 છે.
(દરેક નોબેલ વિજેતાઓની માહિતી તમે આંગળીના એક ટચથી મેળવી શકો)
હા, એવું નથી કે પારિતોષિક સ્વીકારવાનો ઇન્કાર કરવાનો ઇજારો ફક્ત ગુજરાતી સાહિત્યકારો પાસે જ છે. 1964માં વિખ્યાત ફ્રેન્ચ ફિલોસોફર જ્યોં પોલ સાત્રએ સાહિત્યનું નોબેલ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. એમાં નોબેલનો વિરોધ નહોતો, પણ સાત્ર પોતે ક્યારેય કોઇ પારિતોષિક સ્વીકારતા જ નહોતા. 1993માં અમેરિકા-વિયેતનામ વચ્ચેની સંધિમાં મહત્વની ભૂમિકા માટે વિયેતનામના ડિપ્લોમેટ લી ડક થાઓએ પણ આ પારિતોષિક વિયેટનામની સ્થિતિને આગળ ધરીને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધેલો. આ પારિતોષિક એમને અમેરિકન વિદેશમંત્રી (જેમનું હમણાં જ મૃત્યુ થયું) હેન્રી કિસિન્જર સાથે સંયુક્તપણે આપવાની જાહેરાત થયેલી.
(મ્યુઝીયમમાં આવેલી સુવેનિયર શોપ)
આવી ઘણી માહિતીઓનો ખજાનો છે આ મ્યુઝીયમમાં. એક જમાનામાં વિયેનાનું જે કાફે બૌધિકોના મિટીંગ પ્લેસ માટે પ્રખ્યાત હતું એની રેપિલ્કા જેવું બિસ્ટ્રો રેસ્ટોરાં પણ અહીં છે, જ્યાં બેસીને તમે બૌધિકોની વચ્ચે બેસવાની ‘ફીલ’ લઇ શકો છો! નોબેલ પારિતોષિક જીતનારાઓના કામ પર સંશોધનની સાથે સાથે એમના લેક્ચર્સ પણ ગોઠવાય છે. એમની અવરજવર સતત ચાલુ રહેવાના લીધે મ્યુઝીયમમાં નોબેલનું વિશ્વ જીવંત રહે છે.
(મ્યુઝીયમમાં પ્રદર્શિત થઇ રહેલી શાંતિનિકેતન પરની ટચૂકડી ફિલ્મ)
વ્યક્તિગત સર્જનાત્મકતા કે આસપાસનો પરિવેશ એ બેમાંથી શું તમારી સર્જનાત્મકતાને વિકસાવી શકે? નોબેલ મ્યુઝીયમની થીમમાં પાયાનો પ્રશ્ન આ છે. મ્યુઝીયમમાંથી તમને એનો રેડીમેડ જવાબ નથી મળતો, પણ આ થીમને ફિનીશ આર્ટીસ્ટ હેલેના હિયેતનેને બનાવેલા ફાઇબરના શિલ્પમાં બહુ સરસ રીતે વર્ણવાઇ છે. નેટવર્ક નામનું આ આર્ટપીસ જાણે આખાય મ્યુઝીયમને વૈચારિક રીતે આપણી સમક્ષ ઉઘાડતું હોય એમ લાગે.
(આલ્ફ્રેડ નોબેલ)
અને, આ બધાના પાયામાં છે એ સ્વીડીશ બિઝનેસમેન આલ્ફ્રેડ નોબેલ, જેમણે 27 નવેમ્બર, 1895ના રોજ પોતાનું વસિયતનામું બનાવીને 315 મિલિયન સ્વીડીશ ક્રોન આ પ્રવૃત્તિ માટે આપવાનું નક્કી કરેલું. એમના જીવનકવન પર અલાયદો વિભાગ છે આ મ્યુઝીયમમાં.
ઘણા લોકો તો એ વાતને જ આઇરની માને છે કે, ડાયનામાઇટની શોધ કરનાર અને શસ્ત્રોનો વેપાર કરનારની કમાણીમાંથી શાંતિનું પારિતોષિક અપાય છે!
પરંતુ આ વાતે એમની ટીકા કરનારા એ ભૂલી જાય છે કે, 1896માં આલ્ફ્રેડ નોબેલ મૃત્યુ પામ્યા ત્યારે એમની પાસે ડાયનેમાઇટ ઉપરાંત બીજી 354 શોધની પેટન્ટ હતી. ડાયનેમાઇટના અખતરા કરતાં કરતાં જ થયેલા ધડાકામાં એમના નાનાભાઇનું મૃત્યુ થયેલું. એ જ ડાયનેમાઇટે ટનલ ખોદવાથી માંડીને એન્જિનિયરિંગના અનેક કામો આસાન કરી આપ્યા. કેમેસ્ટ્રી અને ફિઝીક્સ ઉપરાંત સાહિત્ય એમના રસનો વિષય હતો. ફક્ત સત્તર વર્ષની વયે એ સ્વીડીશ ઉપરાંત રશિયન, ફ્રેન્ચ, અંગ્રેજી અને જર્મન ભાષા કડકડાટ લખી-બોલી શકતા. એક સમયે 20 દેશમાં 90 સ્થળે ફેક્ટરીઓ ધરાવનાર આ બિઝનેસમેનનો જન્મ સ્વીડનમાં થયો, બાળપણ રશિયામાં વીત્યું, રહ્યા પેરિસમાં અને મૃત્યુ ઇટાલીમાં થયું.
આલ્ફ્રેડ નોબેલ પરણ્યા નહોતા, પણ કહે છે કે એમને રશિયન યુવતી એલેક્ઝાન્ડ્રા, થોડોક સમય એમની સેક્રેટરી તરીકે કામ કરનાર ઓસ્ટ્રિયન યુવતી બર્થા (કે બેર્થા) કિન્સ્કી અને વિયેનાની ફ્લાવર શોપમાં કામ કરતી સોફિયા હેસ સાથે પ્રેમ થયેલો. એમાંથી બૌધ્ધિક રીતે એ બર્થાથી સૌથી વધુ નજીક હતા. બર્થા ટૂંક સમયમાં જ સેક્રેટરીની નોકરી છોડીને પોતાના જૂના પ્રેમીને પરણી ગઇ, પણ આલ્ફેડ મૃત્યુ પામ્યા ત્યાં સુધી બંને વચ્ચે આત્મીય પત્રવ્યવહાર ચાલુ રહ્યો.
એમની જીવનકથા લખનારા માને છે કે, શાંતિના ક્ષેત્રે કામ કરનારાને પારિતોષિક આપવાનો વિચાર એમના મનમાં બર્થા કિન્સ્કીના કારણે જ આવેલો. બર્થા પોતે પણ પાછળથી શાંતિના ક્ષેત્રે કામ કરતી હતી. એમનું એક પુસ્તક લે ડાઉન યોર આર્મ્સ પણ ખૂબ વખણાયું છે. મજાની વાત એ છે કે, આ જ બર્થાને વર્ષ 1905માં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું હતું!
(મ્યુઝીયમમાં નોબેલ વિજેતા નોબલ માનવીઓ)
નો ડાઉટ, આ પારિતોષિક સાથે સંકળાયેલા વિવાદોની સંખ્યા ય ઓછી નથી, પણ એનાથી નોબેલની આ દુનિયાનો રોમાંચ ઘટતો નથી. અંગ્રેજીમાં નૈતિક રીતે સારા અને નિઃસ્વાર્થ વ્યક્તિને નોબલ (Noble) કહે છે અને આ નોબેલ (Nobel) મેળવનારાઓએ પણ માનવજાત માટે જે કર્યું છે એ એમને નોબલની કેટેગરીમાં મૂકે છે.
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આરોપીઓએ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકીભર્યો ઈમેલ મોકલ્યો છે. આરોપીઓએ તેની પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે આરોપીની બિહારના પટનાથી ધરપકડ કરી છે. 19 ઓક્ટોબરે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામથી અજાણ્યા વ્યક્તિએ બાગેશ્વર ધામ મહારાજના જીમેલ આઈડી પર ધમકી આપી હતી. આમાં ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલમાં લખ્યું હતું કે અમને દસ લાખ રૂપિયા આપો, નહીં તો તારો જીવ જોખમમાં છે.
20 ઓક્ટોબરે તેમના પ્રતિનિધિએ બમિથા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ પર પોલીસે તરત જ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કલમ 382 હેઠળ કેસ નોંધ્યો હતો. ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોવાથી એસપીએ તાત્કાલિક આ કેસમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આમાં સાયબર સેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એસપીએ આ મામલે તમામ પોલીસ સ્ટેશન અને અધિકારીઓને જાણ કરી હતી. આ કેસમાં રાજ્ય સ્તરની એજન્સીઓ, એનઆઈએ અને ઈન્ટરપોલ પણ સામેલ હતા. આ તમામની મદદથી ધમકીભર્યા ઈમેલની માહિતી મેળવી હતી. દરમિયાન ઈમેલનો કોઈ જવાબ ન મળતા આરોપીએ 22 ઓક્ટોબરે ફરી ધમકી આપી હતી. આ ઈમેલ પણ ટ્રેસ કર્યો છે. ત્યારે ખબર પડી કે આરોપી બિહારની રાજધાની પટનાનો રહેવાસી છે. આ પછી અમે અમારી ટીમને ત્યાં મોકલી અને આરોપીની ધરપકડ કરી. અમારી ટીમે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ ઉપકરણો, મોબાઈલ, સિમ, ગેજેટ્સ પણ જપ્ત કર્યા છે. જે બાદ અમે તેને સંપૂર્ણ માહિતી અને ડાયરી સાથે 9મી ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કર્યો હતો. અહીંથી કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો હતો.
IPO આગામી અઠવાડિયું: આગામી સપ્તાહ IPOની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે બે મોટી કંપનીઓ સહિત કુલ 6 કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. આના દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના છે. આગામી સપ્તાહે શેરબજારમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. તમે આ IPOમાં 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે બિડ કરી શકો છો.12 ડિસેમ્બરે એન્કર રોકાણકારો માટે ઇશ્યૂ ખુલશે. આ IPOનું કદ 1200 કરોડ રૂપિયા છે. DOMS IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 750 થી રૂ. 790 વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ IPO ગ્રે માર્કેટમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તે હાલમાં 60.76 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો કંપનીના શેર રૂ. 1270ની આસપાસ લિસ્ટ થઈ શકે છે. આ સિવાય ફાઈનાન્સ કંપની ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ પણ 13 ડિસેમ્બરે માર્કેટમાં આવી રહ્યો છે. કંપની આ IPO દ્વારા 1,200 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 469 થી રૂ. 493 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ જીએમપી પર રૂ. 130ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો આ સ્થિતિ લિસ્ટિંગના દિવસ સુધી ચાલુ રહે છે, તો શેરનું લિસ્ટિંગ 623 રૂપિયા પ્રતિ શેરના દરે થશે.SME કેટેગરીમાં પ્રેસસ્ટોનિક એન્જિનિયરિંગ SJ લોજિસ્ટિક્સ, શ્રી OSFM ઇ-મોબિલિટી અને સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો IPO ખુલી રહ્યો છે. પ્રેસસ્ટોનિક એન્જિનિયરિંગનો IPO 11 થી 13 ડિસેમ્બરની વચ્ચે ખુલી રહ્યો છે. તેના દ્વારા કંપની 23.30 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. SJ લોજિસ્ટિક્સનો IPO 12 થી 14 ડિસેમ્બરની વચ્ચે ખુલશે અને તેના દ્વારા બજારમાંથી કુલ 48 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે. શ્રી OSFM ઇ-મોબિલિટી અને સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો IPO 14 થી 18 ડિસેમ્બરની વચ્ચે ખુલી રહ્યો છે. શ્રી OSFM ઇ-મોબિલિટી રૂ. 24 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે અને સિયારામ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝ આઇપીઓ દ્વારા રૂ. 23 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.
મુંબઈઃ વીમેન્સ પ્રીમિયર લીગ માટે મુંબઈમાં ઓક્શન થઈ રહ્યું છે. લીગની પાંચ ટીમો આશરે 30 ખેલાડીઓ પર રૂ. 17 કરોડથી વધુ ખર્ચ કરશે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે, જેમાં માત્ર 30 ખેલાડીઓની જ ખરીદી થવાની છે. આ 30 ખેલાડીઓમાંથી એક ખેલાડી કાશવી ગૌતમ છે. જેને ગુજરાત જાયન્ટ્સની ટીમમાં સામેલ કરવામાં આવી છે.
કાશવી ગૌતમ અનકેપ્ડ ખેલાડી છે. તેણે 24 મેચમાં 210 રન બનાવ્યા છે. તેની બેઝ પ્રાઇઝ રૂ. 10 લાખ હતી. કાશવીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે તમામ ફ્રેન્ચાઇઝીઓએ બોલી લગાવી હતી.
કાશવીને લઈને ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. તેની બોલી રૂ. બે કરોડ સુધી પહોંચી હતી. આ પછી યુપીએ ઘણું વિચાર્યું. પરંતુ અંતે ગુજરાત જાયન્ટ્સ જીત્યું. ગુજરાતે તેને રૂ. બે કરોડમાં ખરીદી હતી. આ સાથે કાશવી WPL ઇતિહાસની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ છે.
20 વર્ષીય કાશવીનું નામ વર્ષ 2020માં પ્રકાશમાં આવ્યું હતું. ડોમેસ્ટિક ક્રિકેટમાં અંડર-19 વનડે ટુર્નામેન્ટની એક મેચમાં તેણે હેટ્રિક સાથે તમામ 10 વિકેટ પોતાને નામે કરી હતી. સિનિયર વીમેન્સ T20 ટ્રોફીમાં પણ કાશવીએ સાત મેચમાં 12 વિકેટ ઝડપી હતી. હાલમાં ઇન્ડિયા-A માટે રમતા કાશવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ-A સામે 2 T20 મેચમાં 3 વિકેટ ઝડપી હતી.