Home Blog Page 2266

અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ આવતી કાલથી AMAમાં

અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની પાંચમી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં 8, 9 અને 10 ડિસેમ્બરે યોજાશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ વિશ્વભરનાં બાળકો અને યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે. AICFF દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરું પાડે છે.

ગુજરાત ટુરિઝમ જે રાજ્યમાં હંમેશા સિનેમેટિક ટુરિઝમ તથા સાંસ્કૃતિક આયોજનને પ્રોત્સાહન આપે છે. ગુજરાત ટુરિઝમ આ ફેસ્ટિવમાં જોડાયું છે. AICFF એક વાર્ષિક ઇવેન્ટ છે, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ફોર્મેટ પર આધારિત છે, આ ફેસ્ટિવલ ત્રણ દિવસ માટે અલગ-અલગ પ્રવૃતિઓ સાથે યોજાશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં 8મી ડિસેમ્બરે ઓપનિંગ દિવસથી શરૂ કરીને ઓપનિંગ ફિલ્મ, રેડ કાર્પેટ સાથે ઓપનિંગ સેરેમની યોજાશે. બીજા દિવસે વિવિધ દેશોની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં માસ્ટર ક્લાસ, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ, લેખકો અને દુનિયાભરના ફિલ્મના સર્જકો મોટી સંખ્યામાં હાજરી આપશે. ત્રીજો દિવસ કલોઝિંગ ફિલ્મ, એવોર્ડ નાઇટ અને સમાપન સમારોહ સાથે પૂર્ણ થશે. આ ફેસ્ટિવલ એક સ્પર્ધાના ફોર્મેટમાં છે તેથી છેલ્લા દિવસે દુનિયાભરની પ્રતિભાઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

ઓપનિંગ દિવસ ઉપર ઈરાનની પર્શિયન ભાષાની ફિલ્મ ‘બાલિટ’’ તથા અને છેલ્લા દિવસે ગુજરાતી ભાષાની ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ દર્શાવવામાં આવશે. છે. આ ફેસ્ટિવલના મુખ્ય અતિથિ તરીકે બોલિવૂડ અભિનેતા પવન મલ્હોત્રા સાથે જાપાની ફિલ્મ નિર્દેશક ફૂમી નિશિકાવા જાપાનથી આવીને આ ફેસ્ટિવલમાં જોડાશે. આ સાથે માસ્ટર મંજુનાથ (માલગુડી ડેઝ), શિલાદિત્ય બોરા, પંકજ રોય, અજિતપાલ સિંહ, વિશેષ અગ્રવાલ જેવા નામી હસ્તીઓ પણ હાજરી આપશે.

આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન, ઈટલી, ભારત, તુર્કી, ચીન, ક્રોએશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, યુનાઈટેડ કિંગડમ, યુક્રેન, તાઈવાન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, નોર્વે, નેપાળ, જાપાન, આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, કેનેડા, કોલંબિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 90થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ છે.

આ વર્ષની વિવિધ કેટેગરી અને એવોર્ડ્સ

બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એનિમેશન ફિલ્મ, બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ચાઈલ્ડ એક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર અને ગોલ્ડન કાઈટ એવોર્ડ, સિલ્વર કાઈટ એવોર્ડ અને બ્રોન્ઝ કાઈટ એવોર્ડ તરીકે વિશેષ એવોર્ડ્સ.

આ વર્ષે ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની છે જેઓ બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચુક્યા છે,. જ્યુરી સભ્યો આરતી પટેલ, ગિરીશ મકવાણા તથા શિલાદિત્ય બોરા છે અને જાણીતા નિર્દેશક નિર્માતા અભિષેક જૈન આ વર્ષે સલાહકાર તરીકે જોડાયા છે. AICFF જે એની 5મી આવૃત્તિ યોજી રહ્યું છે એ પ્રતિભા, સર્જનાત્મકતા અને સ્ટોરીટેલિંગનું અનોખું સેલિબ્રેશન છે. દરેક ઇચ્છુકે ફેસ્ટિવલમાં ફ્રી એન્ટ્રી માટે AMA ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ગુજરાત પહેલા સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવની યજમાની કરશે

મુંબઈઃ દેશના સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સ માર્કેટને પ્રોત્સાહન આપવા અને વેપારને પ્રોત્સાહન કરવાનો ઉદ્દેશથી અમદાવાદમાં કોન્કલેવનું 11 ડિસેમ્બરેથી આયોજન કરવામાં આવ્યું છે. એ માટે દેશની પહેલી ગુજરાત સ્પોર્ટ્સ કોન્કલેવ દરમ્યાન પિચબુક સ્પર્ધા માટે સાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કંપનીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, જે 11 ડિસેમ્બરે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં આયોજિત થશે.

આ કોન્કલેવ માટે 60થી વધુ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કંપનીઓનાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં છે. વૈશ્વિક સ્પોર્ટ્સમાં ભારતની હાજરી બહુ ઝડપથી વધી રહી છે. સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ હવે માત્ર એક સ્પર્ધા જ નથી રહી, પરંતુઅનેક સંભાવનાઓવાળું એક ઊભરતું આર્થિક ક્ષેત્ર છે. વાઇબ્રન્ટ ગુજરાત પહેલના માળખાની અંદર ગુજરાત સ્ટાર્ટઅપ સ્પોર્ટ્સ કોન્કલેવની યજમાની કરશે, જેમાં મૂડીરોકાણ આકર્ષશે, રાજ્યને આર્થિક વિકાસને વેગ મળશએ અને રાજ્યના વેપાર-વ્યવસાયના એક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની નેમ છે, એમ સુવા અને સ્પોર્ટ્સ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

આ કોન્કલેવનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અને સ્પોર્ટ્સકોમ ઇન્ડસ્ટ્રી કોન્ફોડરેશનની ભાગીદારીમાં કરવામાં આવી રહ્યું છે. વળી આ કોન્કલેવને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, i-હબનો સહયોગ છે.

આ કોન્કલેવના મુખ્ય આકર્ષણોમાં એક સ્પોર્ટસ સ્ટાર્ટઅપ ઇનામો છે, જેમાં ટોચના ત્રણ વિજેતાઓને કુલ રૂ. 25 લાખનું રોકડ ઇનામો આપવામાં આવશે. આ કાર્યક્રમ વાઇબ્રન્ટ ગુજરાતના નેજા હેઠળ યોજવામાં આવી રહી છે, જેની કલ્પના વડા પ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

 

 

 

 

કોરાનાના 121 નવા કેસો, ત્રણનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 121 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,02,561 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,305 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,623 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 72 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 633 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,162 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 72 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ચેન્નાઈના પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ દળે હજારો કિલોગ્રામ રાહત સામગ્રી એર-ડ્રોપ કરી

ચેન્નાઈઃ વાવાઝોડા ‘મિચૌંગ’ને કારણે તૂટી પડેલા અતિ ભારે વરસાદને કારણે તામિલનાડુના રાજધાની શહેર ચેન્નાઈના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. જનજીવન સાવ ઠપ થઈ ગયું છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલાં લોકોની મદદે ભારતીય હવાઈ દળ આવ્યું છે. તેણે તામિલનાડુ સરકારના સંપર્કમાં રહીને રાહતકાર્ય પૂરજોશમાં હાથ ધર્યું છે. જવાનોએ હેલિકોપ્ટરોમાંથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 2,300 કિલોગ્રામ વજનની રાહત સામગ્રી ઉતારી છે. ચેન્નાઈના ઘણા ખરા વિસ્તારોમાં ડૂબાણ હેઠળ આવી જતાં દૂધ, પીવાનું પાણી, બ્રેડ, બિસ્કીટ તથા અનાજ-કઠોળ, શાકભાજીનું વેચાણ ઠપ થઈ ગયું છે અને જૂજ લોકો તે અતિશય ઊંચા ભાવે વેચી રહ્યાં છે.

(તસવીર સૌજન્યઃ @tracomiaf)

ગઈ કાલે વહેલી સવારથી લઈને સૂર્યાસ્ત સુધીમાં હવાઈ દળે ચાર ચેતક હેલિકોપ્ટરની મદદથી દક્ષિણ ચેન્નાઈના મેદાવાક્કમ અને પુઝુદીવાક્કમ મેટ્રો સ્ટેશન વચ્ચેના આઠ સ્થળે, ઉત્તર ચેન્નાઈમાં મનાલી પેટ્રો કેમિકલ્સથી ઈનર રિંગ રોડ પરના નપ્પાલાયમ સુધીના આઠ લોકેશન્સમાં, પશ્ચિમી ચેન્નાઈમાં તમ્બારમ, મુદીચુર, વેલાચેરી, પલ્લીકરનાઈ વિસ્તારોમાં રાહતસામગ્રીઓ એર-ડ્રોપ કરી હતી.

રાજસ્થાનમાં ભાજપના CMની પસંદગીના સસ્પેન્સ વચ્ચે વસુંધરા રાજે દિલ્હીમાં

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતી સાથે જીતીને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના હાથમાંથી સત્તા આંચકી લીધી છે. હવે મુખ્ય પ્રધાન પદ પર કોને બેસાડવા તે વિશે પાર્ટીમાં મનોમંથન ચાલે છે. મુખ્ય પ્રધાનના પદ માટે દાવેદાર ઉમેદવારોમાંના એક છે, વસુંધરા રાજે. તેઓ ભૂતકાળમાં બે વખત રાજ્યનાં CM તરીકે રહી ચૂક્યાં છે. તેઓ ગઈકાલે સાંજે આ રાષ્ટ્રીય પાટનગરમાં આવી પહોંચ્યાં હતાં. તેને પગલે રાજસ્થાનમાં CM પદ માટેની રેસનો મામલો વધારે દિલચસ્પ બન્યો છે.

વસુંધરા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે પત્રકારો એમને મળ્યા હતા અને એમની દિલ્હી મુલાકાત વિશે સવાલ પૂછ્યો હતો. વસુંધરાએ જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે, ‘હું મારી પુત્રવધૂને મળવા અહીંયા આવી છું.’ ઝાલરાપાટન મતવિસ્તારમાંથી ચૂંટણી જીતનાર વસુંધરા રાજે 2003-2008 અને 2013-2018, એમ બે વખત રાજ્યનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં અને પાંચ વર્ષની મુદત પૂરી કરી હતી.

CM પદ મેળવવા માટે વસુંધરા રાજે સામે હરીફાઈમાં આ ત્રણ નેતાઓ છેઃ દિયાકુમારી (વિદ્યાધર નગર બેઠકનાં વિધાનસભ્ય), મહંત બાલકનાથ (તિજારા બેઠક) અને રાજ્યવર્ધનસિંહ રાઠોર (જોટવાડા). ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સમાપ્ત થયેલી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 199માંથી 115 બેઠકો જીતી છે. કોંગ્રેસને ફાળે 69 બેઠક આવી છે.

સુવિચાર – ૦૭ ડિસેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૦૭ ડિસેમ્બર, ૨૦૨૩

૦૭ ડિસેમ્બર, ૨૦૨૩

૦૭ ડિસેમ્બર, ૨૦૨૩

…તો બને આ જગ અતિરૂપાળું

1857માં જર્મનીના (હાલ ફ્રાન્સમાં) સ્ટ્રાસબર્ગ શહેરમાં એક પાદરીના ઘરે જન્મેલા ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝર 1950ના દાયકાના આરભમાં આફ્રિકાના જંગલના અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ રક્તપીત્તિયાઓની સેવા કરી રહ્યા હતા અને એમને માટે એક વસાહત બાંધી રહ્યા હતા. એક દિવસ એ વસાહતમાં રક્તપીત્તિયાઓ માટેની હૉસ્પિટલનું છાપરું બાંધી રહ્યા હતા તે વખતે સ્વીડનથી એક મહત્વની વ્યક્તિ એમને ખાસ કામસર મળવા આવી. એમણે હરખભેર કહ્યું, ‘ડૉક્ટર, હું સ્ટૉકહોમથી આવું છું. મારે તમારી સાથે… ‘

એમનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ ડૉક્ટરે કહ્યું, ‘સારું થયું તમે આવ્યા… બહુ ટાઈમસર આવ્યા. એક કામ કરોને- આ પતરાનો પેલો છેડો જરા પકડવા લાગશો? કારણ કે એક હાથે પતરું પકડીને બીજા હાથે ખીલા મારવાનું મને ફાવતું નહોતું.’

પોતાનો ઉમળકો શમાવીને પેલી સ્વીડનવાસી વ્યક્તિએ ડૉક્ટર સાહેબને મદદ કરવા માંડી. ખીલા ઠોકાઈ રહ્યા પછી ડૉ. શ્વાઈત્ઝરે કહ્યું, ‘હવે બોલો. શીદ આવવું પડ્યું?’

પેલી વ્યક્તિએ  કહ્યું, ‘ડૉક્ટર! નૉબેલ પારિતોષિક સમિતિએ મને મોકલ્યો છે. આપ સ્ટૉકહોમ પધારો અને આ વર્ષનું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારો, એવી સમિતિની વિનંતી છે.’

ડૉક્ટરે સહજભાવે કામમાંથી માથું ઊંચું કરીને કહ્યું, ‘હું આવીશ, પણ હમણાં નહીં. મારે આ મકાન તૈયાર કરવાનું છે. દર્દીઓને બહુ અગવડ પડે છે. તમે મારા વતી સમિતિનો આભાર માનજો. એ પૈસા આ મકાન બાંધવામાં બહુ કામ લાગશે.’ એટલું બોલી ડૉક્ટર શ્વાઈત્ઝર પાછા પતરાં બેસાડવાના કામમાં લાગી ગયા.

ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝર

1952માં ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝરને શાંતિ માટેનું પારિતોષિક મળ્યું, જેમાં 33,000 અમેરિકન ડૉલરની રોકડ રકમ પણ હતી. તે સમયમાં ઘણી જ મોટી ગણાય એવી પુરસ્કારની આ રકમ એમણે લેપ્રસી કોલોની બાંધવામાં તથા હૉસ્પિટલનું વિસ્તરણ કરવામાં ખર્ચી નાખી. જીવનના અંત સુધી, લગભગ પચાસ વર્ષ તેમણે માનવસેવામાં વિતાવ્યાં.

તમે શું કામ કરો છો, એ એટલું મહત્ત્વનું નથી, મહત્ત્વનું છે સોંપાયેલું કામ તમે કઈ ભાવનાથી કરો છો. પછી ભલેને કાર્ય સાવ સામાન્ય હોય, પણ જો તમે તે ઉત્સાહ અને ઊમંગ સાથે પૂરા દિલથી કરો તો તે પણ મહાન જ છે.

મહાપુરુષોના જીવનમાં આ સિદ્ધાંત મૂર્તિમાન જોવા મળે છે. અમેરિકન સમાજસેવક માર્ટિન લુથર કિંગે કહ્યું છે કે, ‘માણસના નસીબમાં જો રસ્તા સાફ કરવાનું લખ્યું હોય તો એ સાફસૂફી એવી રીતે કરવી, જાણે માઈકલ એન્જેલો એનું શ્રેષ્ઠ પેઈન્ટિંગ બનાવતો હોય અથવા બિથોવન સંગીત કંપોઝ કરતા હોય અથવા શેક્સપિયર કવિતા લખતા હોય. રસ્તો એવી રીતે સાફ વાળવો-ઝૂડવો કે દેવતાઓ પણ બોલી ઊઠે- ‘અહીં કોઈ મહાન શેરી વાળવાવાળો રહેતો હશે.’

આજે વિશ્વમાં હાફ-હાર્ટન્ડ્નેસનો બહુ જ મોટો પ્રશ્ન છે. માણસ કામ તો કરે છે, પણ કરવું પડે છે એટલે કરું છું એવા ભાવથી. કંટાળા સાથે અને રસ વિના, મનને મારીને. એ જે કાર્ય કરે છે, તેમાં એને કોઈ ને કોઈક ફરિયાદ રહેતી હોય છે. આથી જ સમય અને શક્તિનો વ્યય કરવા છતાં તેને જોઈએ એવું પરિણામ નથી મળતું. આના બદલે જો તમે સ્વીકારી લો કે મારે આ કામ કરવાનું જ છે અને વિચારો કે આ હું સારી રીતે કેમ કરી શકું તો કંટાળો નહીં આવે.

મહાપુરુષોની આ જ વિશેષતા છે કે તેઓ પ્રત્યેક કાર્ય હોલહાર્ટેડલી અર્થાત્ દિલથી કરે છે. આથી, તેઓ દ્વારા થતું પ્રત્યેક કાર્ય સકારાત્મક આંદોલનો સર્જે છે.

જગતનો પ્રત્યેક નાગરિક જો મહાન પુરુષોએ ચીંધેલા આ માર્ગને અનુસરે તો આ જગ કેટલું સુંદર બની જાય?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 07/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 07/12/2023