Home Blog Page 2288

શુભમન ગિલને કેપ્ટન બનાવવા પર દિગ્ગજ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા ઓપનર શુભમન ગિલ IPLની 17મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યાની ‘ઘર વાપસી’ બાદ ગુજરાત ટાઇટન્સે ટીમ ઇન્ડિયાના ‘પ્રિન્સ’ને પોતાના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આઈપીએલની છેલ્લી સિઝન ગિલ માટે ધમાકેદાર હતી. તેણે સૌથી વધુ રન બનાવ્યા બાદ ઓરેન્જ કેપ જાળવી રાખી હતી. દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સ ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યાથી ખુશ નથી. ડી વિલિયર્સનું કહેવું છે કે ગિલની જગ્યાએ આ સિનિયર ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો હોત તો સારું થાત. ગુજરાત ટાઇટન્સને IPLમાં પ્રવેશ્યાને માત્ર 2 વર્ષ થયા છે. હાર્દિક પંડ્યાએ બંને વર્ષ ટીમની કમાન સંભાળી હતી. પંડ્યાએ કેપ્ટનશીપમાં પદાર્પણ કરતી વખતે પ્રથમ સિઝનમાં જ ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું. હાર્દિક પંડ્યા હવે વેપાર પર મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે, જ્યાં તેણે અગાઉ ઘણા વર્ષો વિતાવ્યા હતા. પંડ્યા મુંબઈ ગયા પછી ગુજરાત ટાઇટન્સમાં કેપ્ટનશિપ માટે ઘણા વિકલ્પો હતા. ગુજરાતે IPLની આગામી સિઝન માટે કેન વિલિયમસન અને રાશિદ ખાનને જાળવી રાખ્યા છે. પરંતુ ફ્રેન્ચાઇઝીએ ટીમની કમાન શુભમન ગિલને સોંપી દીધી છે.

એબી ડી વિલિયર્સે ગિલને કેપ્ટન બનાવવા પર સવાલ ઉઠાવ્યા

ઘણા દિગ્ગજો કહે છે કે ગિલને વહેલી તકે કેપ્ટન બનાવવો એ ફ્રેન્ચાઇઝી તરફથી સારો નિર્ણય છે, પરંતુ ઘણા એવા છે જેમણે તેના પર પ્રશ્નો ઉઠાવ્યા છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સનું માનવું છે કે ફ્રેન્ચાઈઝીએ ગિલને વહેલી તકે કેપ્ટન બનાવ્યો હતો અને તેઓએ આ યુવાનને થોડા વધુ દિવસો માટે ખેલાડી તરીકે રમતા રાખવો જોઈતો હતો. ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘જો ગિલ કોઈ બીજાની કેપ્ટનશીપમાં રમ્યો હોત તો તેની પાસેથી ઘણું શીખ્યો હોત. જ્યારે કેન વિલિયમસનને રિટેન કરવામાં આવ્યો ત્યારે મને લાગ્યું કે અનુભવી ખેલાડીને સુકાનીપદ આપવાની આ એક સારી તક છે. શુભમન ગિલને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક મળી હોત અને બીજી આઈપીએલ સિઝનમાં વધુ સારું પ્રદર્શન કરવાની તક મળી હોત.

ટાટા ટેક્નોલોજીનું રેકોર્ડ લિસ્ટિંગઃ 8 IPOમાં નોંધપાત્ર વળતર

નવી દિલ્હીઃ ટાટા ટેક્નોલોજીએ ગુરુવારે ટ્રેડિંગ ડેબ્યુમાં 180 ટકાની છલાંગ લગાવી હતી. ટાટા ગ્રુપની પહેલી કંપની ટાટા ટેક્નોલોજી ગુરુવારે ટોચના 10 સક્રિય શેરોમાંનો એક હતો. સવારે એક કલાકના ટ્રેડિંગમાં 23.98 લાખ શેરોના ટ્રેડિંગ થયાં હતાં. કંપની ઓટો, એરો અને ભારે મશીનરી ઉત્પાદકોને એન્જિનિયિરિંગ અને ટેક્નોલોજી સર્વિસિસ આપે છે. આ IPOની ઇશ્યુ પ્રાઇસ રૂ. 500 હતી, પણ સવારે ખૂલતાં એની કિંમત રૂ. 1200એ પહોંચી હતી. ત્યારે એ વધીને રૂ. 1400 થઈ હતી. આ શેર ટ્રેડિંગ સેશનને અંતે રૂ. 1326.70 બંધ આવ્યો હતો. આ શેરનું NSE પર માર્કેટ કેપ રૂ. 53.82 લાખ રહ્યું હતું.

રોકાણકારોએ આ IPOને 69.43 વધુ સબસ્ક્રાઇબ કર્યો હતો. જે હાલમાં આવેલા IPOમાં સૌથી વધુ હતો.  ટાટા ટેકના શેર લિસ્ટ થતા IPOના રોકાણકારો માલામાલ થયા હતા. કંપનીના IPOનું કદ 3042 કરોડ હતું, જેની સામે કંપનીને રેકોર્ડ 1.50 લાખ કરોડથી વધુ અરજીઓ મળી હતી. રિટેલ ઇન્વેસ્ટરોનો ક્વોટા 16 ગણો અને QIBનો નિયત ક્વોટ 203 ગણો ભરાયો હતો. ગ્રુપનો 19 વર્ષમાં આ પહેલો IPO હતો.

વર્ષ 2023માં અત્યાર સુધી IPO માર્કેટમાં સ્ટોક માર્કેટે રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા 11 મહિનામાં IPOમાં 48 શેરોનાં લિસ્ટિંગ થઈ ચૂક્યા છે, એમાં માત્ર ચાર જ IPOમાં રોકાણકારોને નુકસાન થયું છે, જ્યારે 44 એટલે કે આશરે 92 ટકા IPOએ રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. એમાંથી આઠ  IPOમાં રોકાણકારોને 100 ટકા વળતર પ્રાપ્ત થયું છે. એમાં કેટલાક IPO 50થી 96 ટકા રિટર્ન આપ્યું છે.

 

 

 

યુગાંડાએ ઈતિહાસ સર્જ્યો: 2024ની T20 વર્લ્ડકપ માટે ક્વાલિફાઈ થયું

વિંડહોક (નામીબિયા): આવતા વર્ષે યોજાનાર આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ સ્પર્ધા માટે ક્વાલિફાઈ થઈને યુગાંડા દેશે એનો ક્રિકેટ ઈતિહાસ સર્જ્યો છે. આફ્રિકા ક્ષેત્ર માટેની ક્વાલિફાયર સ્પર્ધાની ફાઈનલ મેચમાં રુઆન્ડાને હરાવીને યુગાંડા મુખ્ય સ્પર્ધામાં રમવા માટે ક્વાલિફાઈ થયું છે. આને કારણે ઝિમ્બાબ્વે ટીમ મુખ્ય સ્પર્ધામાં પ્રવેશથી વંચિત રહી ગઈ છે. ઝિમ્બાબ્વે ટીમ સતત બીજી વર્લ્ડ કપમાં ક્વાલિફાઈ થઈ શકી નથી. આવતા વર્ષની T20 વર્લ્ડ કપ સ્પર્ધા વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાની છે.

મુખ્ય T20 સ્પર્ધામાં રમવા માટે આફ્રિકા ક્ષેત્રમાંથી બીજું સ્થાન નામીબિયાએ પ્રાપ્ત કર્યું છે. યુગાંડાને પછડાટ આપી મુખ્ય સ્પર્ધા માટે ક્વાલિફાઈ થવા માટે ઝિમ્બાબ્વે સામે કપરાં ચઢાણ હતા. એક, તેણે કેન્યાને હરાવવાનું હતું અને રુઆન્ડા સામે યુગાંડા હારી જાય એવી આશા રાખવાની હતી. પરંતુ રુઆન્ડા 18.5 ઓવરમાં માત્ર 65 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તેના જવાબમાં, યુગાંડા 8.1 ઓવરમાં માત્ર એક વિકેટના ભોગે 66 રન કરીને મેચ જીતી ગયું હતું. 3 ઓવરમાં એક રન આપીને બે વિકેટ લેનાર યુગાંડાના ડાબોડી સ્પિનર અલ્પેશ રામજાનીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

2024ની T20 વર્લ્ડ કપ માટે આ ટીમો પાત્ર થઈ છેઃ

વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ, નામીબિયા, પાપુઆ ન્યૂગિની, કેનેડા, ઓમાન, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, આયરલેન્ડ,

’71ના યુદ્ધની અડધી સદીઃ કેટલી ફિલ્મો બની? જાણો…

3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. આ યુદ્ધને 52 વર્ષ પુર્ણ થાય છે ત્યારે એના અંગે ઘણા પુસ્તક દ્વારા જાણકારી મળે છે. જેમાં ભારત અને પાકિસ્તાનની રાજકીય સ્થિતિ, ભારતના શહીદ, ઘાયલ, ગુમ સૈનિક તેમજ પાકિસ્તાનના સૈન્યની સ્થિતિ, આત્મસમર્પણ કરનાર સૈનિક, અને ખાસ લે.જનરલએ એ નિયાઝીની પાકિસ્તાનમાં કેવી સ્થિતિનો સામનો કરવો પડેલોએ જાણવા મળ્યું. આગળ જતા ૧૯૭૧ના યુદ્ધ વિષયને લઈને ઘણી ફિલ્મો પણ બની.

તારીખ ૪ થી ૭ ડિસેમ્બર ૧૯૭૧ દરમિયાન લોગેવાલ ખાતે ભીષણ યુદ્ધ થયું અને તેમાં મેજર કુલદીપ સિંહ ચાંદપુરી અને તેમના સાથી સૈનિકોની બહાદુરી ની ચર્ચા થઈ જે બેટલ ઓફ લોગેવાલ તરીકે જાણીતી બની અને તેના પરથી હિન્દી ફિલ્મ બોર્ડર  વર્ષ ૧૯૯૭ માં રજૂ થયેલી.

તારીખ ૩-૪ ડિસેમ્બર ૧૯૭૧ દરમિયાન ભારતીય નૌકાદળના ખૂબ સાહસિક પરાક્રમ દ્વારા પાકિસ્તાનની શક્તિશાળી સબમરીન ગાઝીને નાશ કરવામાં આવેલી જેમાં લગભગ ૯૩ પાકિસ્તાની સૈનિક ગાઝી સાથે જળસમાધિ થયેલ આ ઘટના આધારિત વર્ષ ૨૦૧૭ માં હિન્દી ફિલ્મ ‘ધ ગાઝી એટેક’ રજૂ થયેલી.

૧૯૭૧ યુદ્ધની ઘટના અનુલક્ષીને મેઘના ગુલઝાર નિર્દેશિત અને આલિયા ભટ્ટ, વિકી કૌશલ અભિનીત  જાસૂસી ફિલ્મ ‘રાઝી’ વર્ષ ૨૦૧૮માં રજુ થયેલી.

૧૯૭૧ યુદ્ધ દરમિયાન વાયુ સેના દ્વારા ક્ષતિગ્રસ્ત એરબેઝને લોક સહયોગ વડે તાત્કાલિક ઉભું કરી પાકિસ્તાનની મેલી મુરાદ પર પાણી ફેરવી નાખવાની વાત રજૂ કરતી અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ ‘ભુજ’ વર્ષ ૨૦૨૧માં રજૂ થયેલી.

ઉલ્લેખનીય છે કે, તારીખ ૩/૧૨/૧૯૭૧ની સાંજે ૫:૪૦ વાગ્યે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો, ભારત દ્વારા તે હુમલાનો કડક જવાબ આપ્યો અને અંતે તારીખ ૧૬/૧૨/૧૯૭૧ની સાંજે ૬;૩૦ વાગ્યે ( ભારતીય સમય મુજબ ) ઢાકાના રેસકોર્સ મેદાન ખાતે તે વખતના પૂર્વી પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અમીન અબ્દુલ્લા ખાન નિયાઝી એ ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સમક્ષ હસ્તાક્ષરીત આત્મસમર્પણના દસ્તાવેજ પર સહી કરી યુદ્ધ વિરામ થયું. એ સમયે જ ભારતનો વિજય અને નવા બાંગ્લાદેશનો ઉદય થયો. સાથે જ  રવીન્દ્રનાથ ટાગોર દ્વારા ૧૯૦૫ માં લખેલ ગીત ” આમર સોના બાંગ્લા..”  લગભગ સાડા છ દશક બાદ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત બન્યું.

(ડો. હેમીલ પી લાઠીયા)

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં કોણ બાજી મારશે? સટ્ટાબજારમાં કોંગ્રેસની બોલબાલા

મુંબઈઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, અને મિઝોરમ સહિત પાંચ રાજ્યો પૈકી તેલંગણામાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું છે. પાંચેય રાજ્યમાં મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. પરંતુ, હાલ સટ્ટા બજારની સ્થિતિ જાણવા મળી છે. આ બજારની અનુમાન મુજબ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મોટા પાયે બાજી મારશે.

સટ્ટાબાજોના મંતવ્ય અનુસાર, રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સત્તા કબજે કરશે. આ રાજ્યમાં હાલ કોંગ્રેસનું શાસન છે. જ્યારે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, મિઝોરમમાં કોંગ્રેસ વિજય મેળવશે. છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન છે અને ત્યાં એને તે જાળવી રાખશે જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપાના હાથાંથી, તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિના હાથમાંથી અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ના હાથમાંથી શાસન છીનવી લેશે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા છે. તે પરંપરા આ વખતે ચાલુ રહેશે અને ભાજપા 120માંથી 117 સીટ જીતીને બાજી મારશે એવો સટ્ટા બજારનો અંદાજ છે.

અન્નદાન દ્વારા વિદ્યાર્થીઓને દાનનો મહિમા સમજાવાનો નવતર પ્રયોગ

અમદાવાદઃ અદાણી વિદ્યામંદિરમાં તાજેતરમાં અન્નદાન મહાદાનને સમજાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન માટે પ્રેરિત કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ અનાજ લાવી જરૂરિયાતમંદોને વહેંચવાની પહેલ કરી હતી. થોડામાંથી થોડું આપવાની વૃત્તિ સાથે આગળ આવેલાં બાળકોએ 200 કિલોગ્રામ જેટલા અનાજનું દાન કરી સમાજ માટે ઉદાહરણીય કાર્ય કર્યું હતું.

કહેવાય છે કે ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી મોટું પુણ્યકાર્ય છે. આ દુનિયામાં અસંખ્ય લોકોને બે ટંક પૂરતો આહાર પણ મળતો નથી. તેવામાં AVMA દ્વારા માનવતાની માવજત માટે ભૂખ્યા પેટને ઠારવા અન્નદાન મહાદાન મુહિમ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરેથી મુઠ્ઠીભર અનાજ લઈ શાળાએ આવ્યા હતા. વિવિધ પ્રકારનું અનાજ અલગ-અલગ કરી જરૂરિયાતમંદોને વહેંચી દેવામાં આવ્યું હતું.

AVMAના વિદ્યાર્થીઓ દ્વારા પ્રહલાદનગર ફાયર સ્ટેશન નજીક શ્રમજીવી આવાસ અને પાલડી સ્થિત નવજ્યોત અંધજન મંડળ ખાતે જરૂરિયાતમંદોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ 130 કિલોગ્રામ ચોખા અને 75 કિલોગ્રામ  તુવેર દાળનું દાન કરી સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અદાણી વિદ્યામંદિર માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ સમાજને મજબૂત બનાવવાની દિશામાં સર્વાંગી શિક્ષણ આપી રહ્યું છે. નાની વયમાં વિદ્યાર્થીઓ દાનનો મહિમા સમજશે તો તેઓ જવાબદાર નાગરિક બની દેશની સમસ્યાઓ હલ કરતા થશે. વિદ્યાર્થીઓની સેવાવૃત્તિએ કરસનદાસ માણેકની વિખ્યાત પંક્તિઓ “ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, મારું જીવન અંજલી થાજો” સાર્થક કરી છે.

 

 

 

 

 

 

 

 

હમાસને કચડવા સુધી યુદ્ધ રહેશે જારીઃ નેતાન્યાહૂ

તેલ અવિવઃ પાંચ દેશ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે હલના યુદ્ધવિરામ સમજૂતીને ચાર દિવસો સુધી વધારવા માટે એક સમજૂતી પર વાટાઘાટ કરી રહ્યા છે, ત્યારે ગાઝામાં યુદ્ધ ફરીથી શરૂ થવાની આશંકા છે. અઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કહ્યું હતું કે યુદ્ધ વિરામ વધારવા અને બંધકોને પરત ફરતવા પર પણ હમાસને પૂરી રીતે કચડવા માટે યુદ્ધ જારી રહેશે. જોકે તેમણે આ યુદ્ધ પૂરું કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. મિડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કમસે કમ પાંચ દેશો ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ જારી રાખવા માટે એક સમજૂતીની દિશામાં કામ કરી રહ્યા છે. હમાસે ઘોષણા કરી હતી કે આતંકવાદીઓના કબજાવાળા ત્રણ ઇઝરાયેલના બંધકોનાં મોત થયાં છે.

હમાસ નેતાઓ યુદ્ધ વિરામ આગામી ચાર દિવસ વધારવા અને પેલેસ્ટાઇન કેદીઓના બદલામાં ઇઝરાયેલી બંધકોને છોડવાના પક્ષમાં હતા. ઇઝરાયેલના અધિકારીઓએ પણ આ જોગવાઈની સાથે યુદ્ધવિરામને વધારવા માટે રસ દાખવ્યો હતો કે હમાસ બંધકોને છોડવા માટે સહમત છે.

કતાર, ઇજિપ્ત અને અમેરિકાના અધિકારીઓ 50 દિવસોના યુદ્ધને પૂરું કરવાની દિશામાં એક હંગામી વિસ્તરણ પર હમાસ અને ઇઝરાયેલના નેતાઓ સાથે કામ કરી રહ્યા છે. ઇઝરાયેલના ભૂતપૂર્વ અમેરિકી એમ્બેસેડર માર્ટિન ઇન્ડિકે ટ્વીક કર્યું હતું કે મોટા બદલાવ માટે સમય આવી ગયો છે. નેતાન્યાહૂને હમાસ યુદ્ધમાંથી પરત આવવું પસંદ નથી, પણ બંધકોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવાની જાહેર જીદ તેમના હાથ બાંધી દે છે.

 

નેટફ્લિક્સ પર વિશ્વસ્તરે વધુ જોવાયેલા બિન-અંગ્રેજી શોઃ ‘ધ રેલવે મેન’ ત્રીજા ક્રમે

મુંબઈઃ ટીવી શો ‘ધ રેલવે મેન’ વિશ્વસ્તરે ખૂબ પસંદ પામ્યો છે. અસંખ્ય પ્રશંસકોએ તેને વખાણ્યો છે. તેથી આ શોએ અમેરિકાની સબ્સ્ક્રિપ્શન આધારિત વીડિયો ઓન-ડિમાન્ડ ઓવર-ધ-ટોપ (OTT) સ્ટ્રીમિંગ સેવા ‘નેટફ્લિક્સ’ પર વિશ્વ સ્તરે જોવાયેલા બિન-અંગ્રેજી ટીવી શોમાં ત્રીજી રેન્ક હાંસલ કરી છે. 36 દેશોમાં આ શો ટ્રેન્ડિંગમાં છે. આર. માધવન, કે કે મેનન, દિવ્યેન્દૂ અને બાબિલ ખાનનો દમદાર અભિનય જોવા મળ્યો છે. સંકટના સમયમાં હિંમતવાળા માનવીઓ કેવી મદદે દોડી આવે છે અને સાધારણ માનવીઓ અસાધારણ પડકારોનો કેવી રીતે સામનો કરે છે તે આ શોમાં બતાવવામાં આવ્યું છે.

શિવ રવૈલ દિગ્દર્શિત આ શો વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના – ભોપાલ ગેસ દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ પર બનાવવામાં આવ્યો છે. નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ એન્ટરટેનમેન્ટ વચ્ચેની ભાગીદારીમાં બનાવવામાં આવેલી આ પહેલી જ ટીવી સીરિઝ છે. તેમાં બહાદુરી, આશા અને માનવતાની રોમાંચક ગાથાને વણી લેવામાં આવી છે.

“શાંતિ બિઝનેસ સ્કૂલ”ને એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ એનાયત

અમદાવાદઃ જાણીતી મેનેજમેન્ટ એજ્યુકેશન પ્રદાન કરતી સંસ્થા શાંતિ બિઝનેસ સ્કૂલને “કોલેજ દુનિયા” દ્વારા આયોજિત “કનેક્ટ – એન એજ્યુકેશન સમિટ”માં “એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડિરેક્ટર “ડો. નેહા શર્મા” અને ‘તેજીન્દર સિંઘ ધત, ડીન એડમિશન’ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડો. નેહા શર્માએ કહ્યું હતું કે આ એવોર્ડ વાઇબ્રન્ટ શાંતિ બિઝનેસ સ્કૂલના દરેક ટીમ મેમ્બર દ્વારા કરવામાં આવેલી સખત મહેનત અને પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે. આપણે ઇન્ડસ્ટ્રીઝ રેડી પ્રોફેશનલ્સ અને સોશિયલી રિસ્પોન્સિબલ સિટિઝન નર્ચર કરવાનું ચાલુ રાખવા માટે સખત પ્રયાસ કરતા રહેવું જોઈએ.” આ એજ્યુકેશન સમિટની થીમ “ઇનોવેશન ઇન એજ્યુકેશન – ધી કી ટુ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા” હતી.

આ સમિટમાં દેશમાંથી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો, ત્યાં એક પેનલ ચર્ચા પણ થઈ હતી, જે સમિટનું મુખ્ય આકર્ષણ હતી. ચર્ચાની થીમ હતી “યુનિવર્સલ એક્સેસ ટુ એજ્યુકેશન : લિવિંગ નો વન બિહાઇન્ડ”. શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડિરેક્ટર ડો. નેહા શર્માએ ચર્ચામાં ભાગ લીધો અને થીમ પર તેમનાં મંતવ્યો શેર કર્યા. SBS અમદાવાદને તેની રોબસ્ટ પ્લેસમેન્ટ પ્રિપરેશન, ફેકલ્ટી રિસર્ચ આઉટપુટ, સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રી કનેક્ટ અને ઇન્ડસ્ટ્રી રેલેવન્ટ કરિક્યુલમને કારણે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

“ઝરુખો”ના ઉપક્રમે ભાષાશાસ્ત્રી, લેખક, વિવેચક બાબુ સુથારનું વક્તવ્ય

મુંબઈઃ ગુજરાતી તથા ભાષાશાસ્ત્ર વિષય સાથે બે વાર એમ. એ. થયેલા તથા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાથી ભાષાશાસ્ત્રમાં પીએચ. ડી. થયેલા અમેરિકાસ્થિત કવિ, લેખક, વિવેચક તથા ભાષાશાસ્ત્રી બાબુ સુથાર સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના “ઝરુખો” કાર્યક્રમમાં “ટૂંકી વાર્તા દેશ-વિદેશની” એ વિષય પર વક્તવ્ય આપશે.

    આ નિમિત્તે તેઓ કાફકા તથા અન્ય જાણીતા સર્જકોની તથા કેટલાક અજાણ્યા વાર્તાકારોની વાર્તાઓ વિશે વાત કરશે. વક્તવ્યના અંતે ભાવકો તેમની સાથે પ્રશ્નોત્તરી કરશે.

“ઝરુખો”નો આ કાર્યક્રમ સંજય પંડ્યાના સંચાલનમાં બીજી ડિસેમ્બર શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. રસ ધરાવતા સર્વ ભાવકો/ શ્રોતાઓને જાહેર નિમંત્રણ છે.