સુવિચાર – ૩૦ નવેમ્બર, ૨૦૨૩
સુવિચાર – ૩૦ નવેમ્બર, ૨૦૨૩
૩૦ નવેમ્બર, ૨૦૨૩
૩૦ નવેમ્બર, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 30/11/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
નફરત ફેલાવનારા ભાષણો સામે પગલાં લેવા જોઈએઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમામ પ્રકારના દ્વેષપૂર્ણ ભાષણો સામે પગલાં લેવા જોઈએ. કોર્ટની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે તે અપ્રિય ભાષણના મુદ્દા પર લોકો અને જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. દ્વેષયુક્ત ભાષણને કાબૂમાં લેવા માટે એક મિકેનિઝમ સ્થાપિત કરવાની માંગ કરતી ઘણી અરજીઓ ફેબ્રુઆરીમાં સાંભળવા કોર્ટે સંમત થયા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, અમે દેશભરમાં અપ્રિય ભાષણની સમસ્યા પર નજર રાખી શકતા નથી. ભારત જેવા મોટા દેશમાં સમસ્યા ચોક્કસપણે હશે, પરંતુ પ્રશ્ન એ પૂછવો જોઈએ કે શું આપણી પાસે તેનો સામનો કરવા માટે કોઈ વહીવટી તંત્ર છે?

સુનાવણી બેંચમાં જસ્ટિસ એસવીએન ભટ્ટી પણ સામેલ હતા. કેસની સુનાવણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં મુલતવી રાખતા ખંડપીઠે કહ્યું હતું કે, સમાજને ખબર હોવી જોઈએ કે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. અમે દેશવ્યાપી ધોરણે આ પગલાં લઈ શકીએ નહીં, અન્યથા દરરોજ અરજીઓ આવતી રહેશે. 2018 માં તહસીન પૂનાવાલા કેસમાં, સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશો આપ્યા હતા અને તેમને નફરતના ગુનાઓ અટકાવવા અને ગુનાની નોંધણી માટે જવાબદાર નોડલ અધિકારીની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો.
એપ્રિલની શરૂઆતમાં દેશના બિનસાંપ્રદાયિક પાત્રને જાળવવાના મહત્વ પર ભાર મૂકતા, કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને કોઈપણ ધર્મના લોકો દ્વારા દ્વેષપૂર્ણ ભાષણો સામે સુઓમોટો કેસ નોંધવા જણાવ્યું હતું. આમ કરવા સૂચના આપી હતી, અને જો સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો તિરસ્કારની કાર્યવાહીની ચેતવણી આપી હતી.
તેલંગણા વિધાનસભા ચૂંટણીઃ ગુરુવારે મતદાન; અધિકારીઓ ફરજ બજાવવા સજ્જ




આઇસી15 ઇન્ડેક્સમાં 1,329 પોઇન્ટની વૃદ્ધિ
મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ફરી તેજીતરફી ચાલ જોવા મળી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.85 ટકા (1,329 પોઇન્ટ) વધીને 48,033 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 46,704 ખૂલીને 48,433ની ઉપલી અને 46,691 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાં સોલાના 9.40 ટકા વૃદ્ધિ સાથે મોખરે હતો. અવાલાંશ, ચેઇનલિંક, ડોઝકોઇન અને પોલકાડોટમાં 3થી 7 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી.
દરમિયાન, એક નોંધનીય ઘટનામાં ભારતીય રિઝર્વ બેન્કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ની મદદથી સરહદ પારનાં પેમેન્ટ ઝડપથી અને ઓછા ખર્ચે કરવા સંબંધે અમેરિકન ફેડરલ રિઝર્વ, હોંગકોંગ મોનેટરી ઓથોરિટી અને સ્વિફ્ટ સાથે ચર્ચા કરી હતી. બીજી બાજુ, સ્પેનની કરવેરા સંબંધિત ઓથોરિટીએ સ્પેનની બહારનાં ક્રીપ્ટોકરન્સી પ્લેટફોર્મ પર સ્પેનિશ નાગરિકો દ્વારા રખાયેલી ક્રીપ્ટો એસેટ્સની જાહેરાત કરવા માટે આગામી 31મી માર્ચ સુધીની મુદત આપી છે.
અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ફ્રેન્કલિન ટેમ્પલ્ટન અને હેશડેક્સ સ્પોટ બિટકોઇન ઈટીએફ માટે આવેલી અરજીઓ સંબંધે જનતા પાસેથી અભિપ્રાય માગ્યો છે. આ અરજીઓનો અસ્વીકાર કરવો કે સ્વીકાર કરવો એના વિશે મત માગવામાં આવ્યો છે.
ઉત્તરકાશીના પુનર્જન્મ પામેલા શ્રમિકોની મદદે આવી સુરતની સૌર્ય ઊર્જા કંપની
સુરતઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 17 દિવસ સુધી ફસાઈ ગયેલા તમામ 41 શ્રમિકોને આખરે ગઈ કાલે સલામત રીતે ઉગારવામાં સફળતા મળી છે. શ્રમિકોના સુરક્ષિત બચાવ માટે દેશભરમાં પ્રાર્થનાઓ અને પ્રયાસો કરાયા હતા ત્યારે હવે ઉગરી ગયેલા શ્રમિકોને મદદરૂપ થવા માટે સુરતની એક કંપની આગળ આવી છે. આ કંપનીનું નામ છે ગોલ્ડી સોલર ઈન્ડિયા, જે સૌર્ય ઊર્જા પેનલ્સ બનાવે છે. આ કંપનીએ પ્રત્યેક શ્રમિકના ઘરને સોલર પાવર વડે પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો છે. આ કંપની સમાજનાં લોકોની ઉન્નતિ માટે સક્રિય કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR)ની દીર્ઘકાલીન પરંપરાને અનુસરવા માટે જાણીતી છે.
ગોલ્ડી સ્ટાર ઈન્ડિયાના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકીયાએ કહ્યું છે કે, ‘અમે બચાવી લેવાયેલા પ્રત્યેક કામદારના ઘરને પ્રકાશિત કરવા માગીએ છીએ અને એમના પરિવારજનોને બેહતર જીવનશૈલીની દિશામાં આગળ વધારવાનો અમારો ઉદ્દેશ્ય છે. અમે એમના ઘરોમાં સોલર પેનલ્સ બેસાડીશું. એ દ્વારા કંપની એમને વીજળી પૂરી પાડશે, શિક્ષણની બેહતર તકો પૂરી પાડશે અને પરિવારજનોનું જીવનધોરણ ઉંચે લાવશે. આ પડકારદાયક સમયમાં અમે ઉત્તરકાશીના અસરગ્રસ્ત શ્રમિકોની પડખે ઊભા છીએ. અમે એમને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા પ્રદાન કરીએ છીએ.’
CAA પર અમિત શાહની મમતા બેનર્જીને ચેલેન્જ, કહ્યું- આ દેશનો કાયદો છે, તેને કોઈ રોકી નહીં શકે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના કોલકાતાના ધર્મતલામાં એક જાહેર રેલીમાં રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, શું કોઈ રાજ્યનો વિકાસ થઈ શકે છે જ્યાં આટલી ઘૂસણખોરી થતી હોય? તેથી જ મમતા બેનર્જી CAAનો વિરોધ કરી રહી છે. મમતા દીદી CAA દેશનો કાયદો છે અને તેને કોઈ રોકી શકે તેમ નથી. અમે તેનો અમલ કરવાનું ચાલુ રાખીશું. ત્યાંથી આવનાર હિન્દુ બહેનો અને ભાઈઓનો આ દેશ પર એટલો જ અધિકાર છે જેટલો તમારો અને મારો છે.
Under PM @narendramodi Ji’s leadership, the BJP has emerged as the first choice of the people of Bengal.
BJP’s victory and the fall of Mamata Didi-led TMC are certainties in the upcoming elections.
Looking forward to addressing the ‘Prativad Sabha’ today in Kolkata. https://t.co/cLUwgfTJma
— Amit Shah (@AmitShah) November 29, 2023
‘2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવો’
ગૃહમંત્રી શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે અને 2024ની ચૂંટણીમાં સત્તામાં આવશે. તેમણે કહ્યું કે હું આજે બોલાવવા આવ્યો છું, જો 2026માં અહીં ભાજપની સરકાર બનવી હોય તો 2024ની લોકસભા ચૂંટણીમાં તેનો પાયો નાખો અને નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવો.
Under PM @narendramodi Ji’s leadership, the BJP has emerged as the first choice of the people of Bengal.
BJP’s victory and the fall of Mamata Didi-led TMC are certainties in the upcoming elections.
Looking forward to addressing the ‘Prativad Sabha’ today in Kolkata. https://t.co/cLUwgfTJma
— Amit Shah (@AmitShah) November 29, 2023
‘ટીએમસીની બંગાળ સરકારને ઉથલાવી દેવાની હાકલ’
પાર્ટીના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતી વખતે, તેમણે તુષ્ટિકરણ, ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર અને રાજકીય હિંસા જેવા મુદ્દાઓ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા. તેમણે લોકોને ટીએમસી સરકારને ઉથલાવી દેવા અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ચૂંટવા વિનંતી કરી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ 2026માં બે તૃતિયાંશ બહુમતી સાથે રાજ્યમાં સત્તામાં આવશે.
IND vs SL: ભારતીય ટીમ 2024 માં શ્રીલંકાનો પ્રવાસ કરશે, શેડ્યૂલ જાહેર
ભારતીય ટીમ 2024 માં શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં તેને 6 સફેદ બોલની મેચ રમવાની છે, જેમાં 3 ODI અને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચોનો સમાવેશ થાય છે. આ વ્હાઇટ બોલ સીરિઝ ODI વર્લ્ડ કપ 2024 પછી જુલાઈમાં રમાશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. શ્રીલંકાના ભાવિ પ્રવાસ કાર્યક્રમમાં સામેલ થનારી ઝિમ્બાબ્વે ટીમ પ્રથમ છે. ઝિમ્બાબ્વેની ટીમ જાન્યુઆરી 2024માં શ્રીલંકાનો પ્રવાસ કરશે. ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકાના પ્રવાસે જશે. ત્યાર બાદ બાંગ્લાદેશની ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં શ્રીલંકા આવશે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ત્રણેય ફોર્મેટની શ્રેણી રમશે.
Sri Lanka Men’s 2024 Future Tours Program Announced! 📢
The Sri Lanka National Team will commence its 2024 international cricket calendar with a home series against Zimbabwe in January, which will consist of three ODIs and three T20i series.
It would be followed by a series… pic.twitter.com/6BRRUCNhCs
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 29, 2023
જુલાઈમાં 2024નો T20 વર્લ્ડ કપ રમાશે
આ પછી જૂન અને જુલાઈમાં 2024નો T20 વર્લ્ડ કપ રમાશે. ત્યારબાદ જુલાઈમાં જ શ્રીલંકાની ટીમ ભારત સામે 3 વનડે અને 3 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આગળ જતાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો શ્રીલંકાનો પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડ ત્રણ વખત શ્રીલંકાનો પ્રવાસ કરશે.
શ્રીલંકાએ 2023માં ભારતની મુલાકાત લીધી હતી
શ્રીલંકાએ 2023 માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે બંને વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ ODI મેચ રમાઈ હતી. ભારતીય ટીમે બંને શ્રેણી જીતી હતી. ભારતે T20 શ્રેણીમાં શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું. ભારતે T20 શ્રેણીની પ્રથમ મેચ 2 રને જીતી હતી, ત્યારબાદ શ્રીલંકાએ બીજી મેચ 16 રને જીતી હતી. ત્યાર બાદ ત્રીજી મેચમાં ભારતે 91 રને જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરી હતી. આ પછી, વનડે શ્રેણીમાં, ભારતે પ્રથમ મેચ 67 રને, બીજી 4 વિકેટે અને ત્રીજી મેચ 317 રને હરાવીને શ્રેણી જીતી લીધી હતી.






