Home Blog Page 2311

રાશિ ભવિષ્ય 24/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે,  વેપારમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 24/11/2023

PM મોદીએ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પૂજા અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મથુરા પહોંચીને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પૂજા અર્ચના કરી અને સંત મીરાબાઈની 525મી જન્મજયંતિ પર પીએમ મોદીએ મીરાબાઈના નામ પર પોસ્ટલ સ્ટેમ્પ અને 525 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો. મથુરા પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે મને બ્રજની મુલાકાત લેવાની તક મળી છે. કૃષ્ણ જેમને બોલાવે છે તે જ બ્રજમાં આવે છે. બ્રજની દરેક છાયામાં રાધા વિદ્યમાન છે અને શ્રી કૃષ્ણ દરેક કણમાં હાજર છે.

સંત મીરાબાઈની 525મી જન્મજયંતિ પર પીએમ મોદીએ કહ્યું કે, “ભગવાન કૃષ્ણથી લઈને મીરાબાઈ સુધીનો ગુજરાત સાથે એક અલગ જ સંબંધ રહ્યો છે. મથુરાના કાન્હા ગુજરાતમાં જઈને જ દ્વારકાધીશ બન્યા. મીરાની ભક્તિ વૃંદાવન વિના પૂર્ણ નથી. એકલા મથુરા અને બ્રજની મુલાકાત લેવાના ફાયદા તમામ તીર્થધામોના લાભો કરતા વધારે છે.”

પીએમ મોદીએ કહ્યું, “મીરાબાઈની 525મી જન્મજયંતિ એ માત્ર એક સંતની જન્મજયંતિ નથી, તે સમગ્ર ભારતની સંસ્કૃતિની ઉજવણી છે. આપણો ભારત હંમેશાથી નારી શક્તિની પૂજા કરતો દેશ રહ્યો છે. મીરાબાઈ જેવા સંતે બતાવ્યું કે મહિલાઓનો આત્મવિશ્વાસ, સમગ્ર વિશ્વને દિશા આપવાની શક્તિ ધરાવે છે.” આ સાથે પીએમ મોદીએ કહ્યું કે તે સમયગાળા દરમિયાન સંત મીરાબાઈએ પણ સમાજને તે રસ્તો બતાવ્યો જેની તે સમયે સૌથી વધુ જરૂર હતી. ભારતના આવા કપરા સમયમાં મીરાબાઈ જેવા સંતે બતાવ્યું કે મહિલાઓનો આત્મવિશ્વાસ સમગ્ર વિશ્વને દિશા આપવાની શક્તિ ધરાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે બ્રજ ક્ષેત્રે મુશ્કેલ સમયમાં પણ દેશને તરતો રાખ્યો, પરંતુ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ પવિત્ર યાત્રાને જે મહત્વ મળવું જોઈતું હતું તે થયું નથી. જેઓ ભારતને તેના ભૂતકાળથી અલગ કરવા માંગતા હતા, જેઓ ભારતની સંસ્કૃતિ અને તેની આધ્યાત્મિક ઓળખથી અળગા હતા, જેઓ આઝાદી પછી પણ ગુલામીની માનસિકતા છોડી શક્યા નહોતા, તેઓએ પણ બ્રજ ભૂમિને વિકાસથી વંચિત રાખ્યું હતું.

કેરળ કોંગ્રેસે પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજી રેલી

ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે કોંગ્રેસે ગુરુવારે એક રેલી યોજી હતી. કેરળના કોઝિકોડમાં યોજાયેલી પેલેસ્ટાઈન એકતા રેલીમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. રેલી દરમિયાન કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટીનો ઠરાવ કહે છે કે અમે પેલેસ્ટાઈનની સાથે છીએ. જ્યારે શશિ થરૂરે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વાસ્તવમાં તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પેલેસ્ટાઈનનો ઉલ્લેખ કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના ઠરાવમાં લખવામાં આવ્યું હતું કે, હવે CWC મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ અને એક હજારથી વધુ લોકોના નુકસાન પર તેની પીડા વ્યક્ત કરે છે. CWC પેલેસ્ટિનિયન લોકોના જમીન, સ્વ-શાસન અને સ્વ-સન્માન અને ગૌરવ સાથેના જીવનના અધિકારો માટેના તેના લાંબા સમયથી સમર્થનને પુનરાવર્તિત કરે છે.

કોંગ્રેસે શું કહ્યું?

કેસી વેણુગોપાલે કહ્યું, “અમારો ઠરાવ કહે છે કે અમે પેલેસ્ટાઈનની સાથે છીએ. આપણે મુક્ત પેલેસ્ટાઈન માટે વાટાઘાટોને ટેકો આપવાની જરૂર છે. ભારતે યુએનના ઠરાવ પર મત આપ્યો ન હતો જેના કારણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં યુદ્ધવિરામ થઈ શક્યો હોત.

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે પાર્ટી પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ચૂંટણીના કારણે અમે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના મુદ્દા પર બોલી રહ્યા નથી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીએ 30 ઓક્ટોબરે આ બાબતે એક અભિપ્રાય લખ્યો હતો. પ્રિયંકા ગાંધીએ પણ પ્રચાર દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ મામલે મોદી સરકારની વિદેશ નીતિ ભારતની જૂની વિદેશ નીતિથી અલગ છે. મહાત્મા ગાંધીના દેશે યુએનના ઠરાવ પર મતદાન કર્યું ન હતું. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, ગાઝાના યુદ્ધમાં 14 હજાર 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હમાસના હુમલાને કારણે ઈઝરાયેલમાં 1 હજાર 200થી વધુ લોકોના મોત થયા છે.

પ્રથમ ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે રગદોળ્યું, કિશન અને સૂર્યકુમારની ફિફ્ટી

વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે. ભારતે કાંગારું ટીમને 2 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિગ કરી હતી અને ફિફ્ટી ફટકારી હતી. સુર્યકુમાર યાદવે ધમાકેદાર બેટિંગ કરતા 42 બોલમાં 80 રન ફટકાર્યા હતા. જેમાં 9 ફોર અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 39 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જેમાં 2 ફોર અને 5 ગગનચુંબી સિક્સર ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 21 રનનું યોગદાન આપ્યું હતું. ગાયકવાડને આજે ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. તિલક વર્મા 12 રને આઉટ થયો હતો.  રિંકુ સિંહે 14 બોલમાં 22 રન ફટકારી રોમાંચક મેચમાં ભારતને જીત અપાવી હતી. અક્ષર પટેલ 2 રન, રવિ બિશ્નોઈ 0 રન, અર્પિત સિંહ 0 રને રન આઉટ થયો હતો.

 

ઓસ્ટ્રેલિયાએ ભારતને 208 રનનો લક્ષ્યાંક આપ્યો

વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 208 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા જોશ ઈંગ્લિસે માત્ર 50 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા. આ સિવાય સ્ટીવ સ્મિથે 52 રન બનાવ્યા હતા. અંતે ટિમ ડેવિડ 13 બોલમાં 19 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. જ્યારે રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણ ભારત માટે ખૂબ મોંઘા સાબિત થયા હતા. બંનેએ 50થી વધુ રન આપ્યા હતા. જ્યારે મુકેશ કુમારે છેલ્લી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા.


ભારતની પ્લેઈંગ ઈલેવન

રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ અને તનવીર સંઘા.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ આવતીકાલથી શરૂ થશે

કતારે ગુરુવારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી. કતારે કહ્યું કે યુદ્ધવિરામ આવતીકાલે એટલે કે શુક્રવાર (24 નવેમ્બર)થી શરૂ થશે. મોડી સાંજ સુધીમાં બંધકોને મુક્ત કરવામાં આવશે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ અન્સારીએ કહ્યું કે, શુક્રવારે સવારે 7 વાગ્યે યુદ્ધવિરામ શરૂ થશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે (સ્થાનિક સમય) બંધકોને મુક્ત કરવામાં આવશે. જેમાં બાળકો અને મહિલાઓ સહિત 13 લોકોને મુક્ત કરવામાં આવશે. મુક્ત કરવામાં આવનાર બંધકોની યાદી ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદને સોંપવામાં આવી છે. આ સાથે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલા યુદ્ધમાં પ્રથમ વખત વિરામ જોવા મળશે. કરાર હેઠળ ગુરુવારથી જ યુદ્ધવિરામ શરૂ થવાનો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના કરારમાં શું છે?

ઇઝરાયેલ અને હમાસ ચાર દિવસના અસ્થાયી યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. કરાર હેઠળ હમાસ 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં 50 બંધકોને મુક્ત કરશે. ઇઝરાયેલની કેબિનેટે કતાર, ઇજિપ્ત અને અમેરિકાની મધ્યસ્થી કરાયેલા કરારને 35 મતથી મંજૂરી આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વીર સહિત દૂર-જમણેરી ઓત્ઝમા યેહુદિત પક્ષના પ્રધાનોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં કહ્યું હતું કે ગાઝામાં બંધક બનાવવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોને ચાર દિવસમાં મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુદ્ધવિરામ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુક્ત કરાયેલા દરેક 10 વધારાના બંધકો માટે યુદ્ધવિરામ બીજા દિવસ માટે લંબાવવામાં આવશે.

કેટલા લોકોને બંધક બનાવ્યા?

સમાચાર એજન્સીએ ઈઝરાયેલી સેનાને ટાંકીને કહ્યું કે તેણે યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં વેસ્ટ બેંકમાં 1,850 થી વધુ પેલેસ્ટાઈનીઓને અટકાયતમાં લીધા છે, જેમાંથી મોટાભાગના હમાસના શંકાસ્પદ સભ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ હમાસે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 240 લોકોને બંધક બનાવ્યા છે.

કેટલા લોકોએ જીવ ગુમાવ્યા?

હમાસે ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરે સવારે રોકેટ હુમલો કરીને ઘૂસણખોરી કરી હતી. આ પછી ઈઝરાયલે પણ વળતો જવાબ આપતા કહ્યું કે અમે યુદ્ધમાં છીએ અને જીતીશું. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ગાઝામાં યુદ્ધ બાદથી અત્યાર સુધીમાં 14 હજાર 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, હમાસના હુમલાને કારણે ઇઝરાયેલમાં 1,200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

IND Vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો ટાર્ગેટ આપ્યો

વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 207 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા જોશ ઈંગ્લિસે માત્ર 50 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા. આ સિવાય સ્ટીવ સ્મિથે 52 રન બનાવ્યા હતા. અંતે ટિમ ડેવિડ 13 બોલમાં 19 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. જ્યારે રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણ ભારત માટે ખૂબ મોંઘા સાબિત થયા હતા. બંનેએ 50થી વધુ રન આપ્યા હતા. જ્યારે મુકેશ કુમારે છેલ્લી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા.

 

ભારતની પ્લેઈંગ ઈલેવન

રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ અને તનવીર સંઘા.

મની લોન્ડરિંગ કેસમાં અભિનેતા પ્રકાશ રાજને EDએ સમન્સ પાઠવ્યું

બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજની મુશ્કેલીઓ વધી શકે છે. EDએ તેમને પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં અભિનેતા પ્રકાશ રાજને સમન્સ પાઠવ્યું છે. ત્રિચી સ્થિત પ્રણવ જ્વેલર્સે ઉચ્ચ વળતરના વચન સાથે સોનાની રોકાણ યોજનાની આડમાં લોકો પાસેથી કથિત રીતે 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ પ્રણવ જ્વેલર્સનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને આ કેસમાં “તપાસ હેઠળ” છે. EDએ સોમવારે કથિત પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપમાં કંપની પર દરોડા પાડ્યા હતા.

 

પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં EDએ સમન્સ પાઠવ્યું

બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં, EDએ જણાવ્યું હતું કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રણવ જ્વેલર્સ અને અન્ય સંલગ્ન વ્યક્તિઓએ બુલિયન/ગોલ્ડ જ્વેલરી ખરીદવાની આડમાં નકલી સંસ્થાઓ/એક્સેસ પ્રદાતાઓને જાહેર ભંડોળ ટ્રાન્સફર કરીને જનતા સાથે છેતરપિંડી કરી હતી. EDએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પ્રણવ જ્વેલર્સના પુસ્તકોમાં સપ્લાયર પક્ષો એન્ટ્રી પ્રોવાઈડર હતા, જેમણે તપાસ દરમિયાન પ્રણવ જ્વેલર્સ અને બેંકોને 100 કરોડ રૂપિયાથી વધુની રકમ માટે એડજસ્ટમેન્ટ કર્યાની કબૂલાત કરી હતી. ચુકવણીના બદલામાં આરોપીઓને રોકડ આપવાની પણ કબૂલાત કરી હતી. સોમવારે દરોડા દરમિયાન, એજન્સીને ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા, 23.70 લાખ રૂપિયાની રોકડ, 11.60 કિલો વજનના બુલિયન/સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Prakash Raj (@joinprakashraj)

પીએમ મોદીએ શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં બિરાજમાન ‘કનૈયા’ના દર્શન કર્યા

ઓમ શ્રીકૃષ્ણ શરણં મમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 નવેમ્બર, ગુરુવારે મથુરા શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થાન – શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર ખાતે જઈને દર્શન કર્યા હતા, પૂજા કરી હતી અને દેશભરના તેમના તમામ પરિવારજનો માટે સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

મથુરામાં 23-25 નવેમ્બર દરમિયાન વ્રજ રાજ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

 

મની લોન્ડરિંગનો મામલોઃ દક્ષિણી અભિનેતા પ્રકાશ રાજને EDનું સમન્સ

બેંગલુરુઃ તામિલનાડુના શહેર તિરુચિરાપલ્લીના જ્વેલરી બિઝનેસમાં સંકળાયેલા પ્રણવ જ્વેલર્સ ગ્રુપ સામે રૂ. 100 કરોડની પોન્ઝી (ગોલ્ડ સ્કીમ) અને છેતરપિંડીના કરાયેલા કેસ સાથે સંકળાયેલા એક મની લોન્ડરિંગના કેસમાં પૂછતાછ માટે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ દક્ષિણી ફિલ્મોના અભિનેતા પ્રકાશ રાજને સમન્સ મોકલ્યું છે.

ઈડી અમલદારોએ ગઈ 20 નવેમ્બરે પ્રણવ જ્વેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા અને રૂ. 23.70 લાખની શંકાસ્પદ લેવડદેવડવાળી રકમ અને કેટલુંક સોનાનું ઝવેરાત કબજે કર્યું હતું. 58 વર્ષીય પ્રકાશ રાજ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. એમને આવતા અઠવાડિયે ચેન્નાઈસ્થિત ED ઓફિસમાં હાજર થવાનું ફરમાન કરાયું છે.

પ્રકાશ રાજ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકાર તરીકે જાણીતા છે. અવારનવાર એમની વિરુદ્ધ ટીકા કરતા હોય છે.