Home Blog Page 2314

કોરાનાના 27 નવા કેસો, એક પણ મોત નહીં    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 27 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,629 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,153 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 207 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,019 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 113 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ખાનદાનીનાં લક્ષણ શું?

ગયા રવિવારે ક્રિકેટ વર્લ્ડ કપમાં આપણી હાર થઈ તે પછી એક છબિ અખબારોમાં પ્રકાશિત થઈ, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપણા ક્રિકેટરોને ભેટીને સાંત્વન આપે છે, અને સમગ્ર ટુર્નામેન્ટમાં આપણી ટીમના દેખાવ માટે અભિનંદન આપે છે. મારા હિસાબે સજ્જનતાનું આ સરસ ઉદાહરણ છે. લોકો પોતાનામાં સજ્જનતા પ્રગટાવવાના સુ-પ્રયત્ન કરતા હોય છે, તેને પામવા માટે વિવિધ પ્રેરણાસ્રોતનો આશરો પણ લેતા હોય છે.

જો કે સજ્જનતા અથવા ખાનદાની જ્યાંથી આવી છે, એવા ભગવાન અને ભગવાનના ધારક સંત જ્યારે આ પૃથ્વી ઉપર આપણી જેવા માનવ થઈને ૫ધારે છે ત્યારે તેઓનું વર્તન જ આપણને એ સજ્જનતા શીખવી જતું હોય છે. ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન ગંગાકિનારે વસેલા શ્રુંગવેરપુર પહોંચ્યા. તે રાજ્ય નિષાદોનું હતું. નિષાદરાજા ગુહને ભગવાન શ્રી રામના આગમનના સમાચાર મળ્યા એટલે એ ફળ-ફૂલ આદિ લઈ એમની પાસે ગયા. પ્રભુને દંડવત્ પ્રણામ કરી નગરમાં પધારવા વિનંતી કરી ત્યારે પ્રભુ શ્રીરામે પ્રેમસભર પ્રત્યુત્તર આપ્યોઃ ‘હે સખા, તારો પ્રેમ અદભુત છે, પણ પિતાની આજ્ઞાથી મારે હમણાં તો વનમાં જ નિવાસ કરવાનો હોવાથી તારા નગરમાં નહીં આવી શકું.’

ભગવાન શ્રીરામે જે રીતે ગુહને પોતાના મિત્ર કહ્યા, પોતાની સમીપ બેસાડ્યા એ જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. કહે છે કે રામરાજ્યનો પ્રારંભ અહીંથી જ થઈ ગયો હતોઃ  જ્યાં રાજા નાનામાં નાની વ્યક્તિને પોતાની સમીપ બેસાડે, તેના ખબરઅંતર પૂછે તે જ રામરાજ્ય.

ભગવાનને મન કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. સૌને તેઓ સમાનભાવે પ્રેમ આપે છે. એ જ રીતે ભગવાનના ધારક સંતની પણ આ જ પ્રકૃતિ હોય છે. સન 2001માં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક સત્સંગસભા યોજાયેલી. આ પ્રસંગે પોશીના તાલુકામાં રહેતા કેટલાક આદિવાસી ભક્તો એમનાં દર્શને આવેલા. એમને પ્રમુખસ્વામી મહારાજને મળવાની ઈચ્છા થઈ આવી, પરંતુ પૂર્વ આયોજિત જાહેર સભામાં શહેરના શ્રેષ્ઠીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહે તે સ્વાભાવિક હતું. આમાં આદિવાસીઓ કઈ રીતે પ્રમુખસ્વામી સુધી પહોંચી શકે? પરંતુ જ્યાં પ્રેમ હોય ત્યાં માર્ગ મળી જ જાય. સ્વામીશ્રીએ વ્યવસ્થાપક સંતને કહ્યું, ‘આદિવાસી ભાઈઓની અલગ સભા આપણા ઉતારાની સામે કરાવો. ત્યાં એક સંતને કથા કરવા મોકલો. આ સભા પતે પછી હું ત્યાં આવું છું, મારે સૌ આદિવાસી ભાઈઓને ખાસ મળવું છે.’ આમ જાહેર સભામાં શહેરવાસીઓને પ્રસન્ન કરી પ્રમુખસ્વામી આદિવાસીઓની સભામાં પધાર્યા અને કહ્યું કે ‘આદિ’ એવા ઈશ્વરની સમીપમાં જેનો ‘વાસ’ છે એવા તમે આદિવાસી કહેવાઓ. આટલું જ નહીં, સૌને નજીકથી, પર્સનલી મળ્યા અને સ્થાનિક સંતને કહ્યું, ‘મને એક એકનો પરિચય કરાવતા જાઓ.’ પેલા વનવાસીઓની આંખોમાં હર્ષનાં આંસુ છલકાઈ ઊઠ્યાં.

સજ્જનતાનું પહેલું લક્ષણ એ જ કે વ્યક્તિમાં વિનમ્રતા જન્મ, તેને વ્યક્તિ-વ્યક્તિ પ્રત્યે ઘૃણા તો લેશમાત્ર હોય જ નહીં, પરંતુ તેને સૌનામાં ભગવાનનાં દર્શન થતાં હોય. ભગવાન અને સંતના જીવનમાં રહેલી નમ્રતા અને સૌ પ્રત્યેના પ્રેમનું વલણ જો આપણા જીવનમાં વણાઈ જાય તો વગર પ્રયત્ને સજ્જનતા આપણામાં નિવાસ કરીને રહે! આપણા ઘરમાં, અડોશપડોશમાં, ઑફિસ-દુકાનમાં કે સમાજમાં… વ્યક્તિ ભલે પદ-હોદ્દાની દૃષ્ટિએ નાની હોય, પણ આપણા તરફથી તેને અપાયેલો આદર સામેની વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અને આપણામાં નમ્રતા-સજ્જનતાનો અનેક ગણો ગુણાકાર કરી આપે છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

દેવઉઠી એકાદશી નિમિત્તે ફડણવીસ દંપતીએ વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાં કરી મહાપૂજા

પંઢરપુરઃ આજે હિન્દુધર્મીઓ દેવઉઠી અગિયારસ (કાર્તિકી એકાદશી) પર્વની ઉજવણી કરી રહ્યાં છે. આજના દિવસે મહારાષ્ટ્રમાં ચંદ્રભાગા નદીકાંઠે વસેલા પ્રસિદ્ધ યાત્રાસ્થળ પંઢરપુરની યાત્રા કરવાનું મહાત્મ્ય રહેલું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એમના પત્ની અમૃતા ફડણવીસે આજે સવારે અહીંના વિઠ્ઠલ-રુકમિણી મંદિરમાં ભગવાન શ્રી વિઠ્ઠલ અને રુક્મિણીજી (રખુમાઈ)નાં મંદિરમાં દર્શન કર્યાં હતાં. ફડણવીસે વિઠોબાને પ્રાર્થના કરી હતી કે, ‘રાજ્યમાં પ્રત્યેક વ્યક્તિ સુખી થાય, ખેડૂતો પરનું સંકટ દૂર થાય, વરસાદને કારણે ચિંતિત થયેલા ખેડૂતોને ધીરજ અને સંતોષ આપવાની શક્તિ ભગવાન અમને આપે.’

(તસવીર સૌજન્યઃ @Dev_Fadnavis)

રાજ્ય સરકાર વતી પૂજા કરવા માટે ફડણવીસ અને એમના પત્ની ગઈ કાલે સોલાપુર આવ્યા હતા. દંપતીએ ગઈ વહેલી સવારે 2.15 વાગ્યાથી શ્રી વિઠ્ઠલ અને રુક્મિણી માતાની મહાપૂજાનો આરંભ કર્યો હતો. પૂજા પૂરી થયા બાદ એમણે ફડણવીસે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને કહ્યું કે, ‘કાર્તિકી એકાદશી નિમિત્તે સૌને શુભેચ્છા છે અને વિઠ્ઠલ-રુક્મિણી સૌની મનોકામના પૂરી કરે. અમે એ માટે ભગવાન પાસે શક્તિ અને આશીર્વાદ માગ્યા છે.’ ભગવાન વિઠ્ઠલને ભગવાન વિષ્ણુના એક સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. કાર્તિકી એકાદશી નિમિત્તે વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં વૈષ્ણવો-ભાવિકો પંઢરપુરની જાત્રાએ આવે છે.

નીરવ મોદીની 71 કરોડની પ્રોપર્ટી PNBને આપી દેવાનો કોર્ટનો હૂકમ

મુંબઈઃ ફેશન જ્વેલરી ઉદ્યોગના ભાગેડૂ જાહેર કરાયેલા ઉદ્યોગપતિ નીરવ મોદી સામે છેતરપિંડીના કેસની સુનાવણી કરી રહેલી સ્પેશિયલ કોર્ટે મોદીની રૂ. 71.16 કરોડની કિંમતની 18 પ્રોપર્ટી પંજાબ નેશનલ બેન્કને છૂટી કરી દેવાનો કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને હૂકમ કર્યો છે. મોદી તથા એમના મામા મેહુલ ચોક્સીએ કરેલી છેતરપિંડીને કારણે પંજાબ નેશનલ બેન્કને ગયેલી મોટી આર્થિક ખોટની ભરપાઈ મોદીની પ્રોપર્ટીઓના વેચાણથી કરવામાં આવશે. ઈડી એજન્સીએ મોદીની આ પ્રોપર્ટી પર હાલ ટાંચ મારી છે અને ભાગેડૂ આર્થિક અપરાધી કાયદા અંતર્ગત એને કબજામાં લેવામાં આવનાર હતી.

આ પ્રોપર્ટીઓમાં મોદીની કંપનીઓએ હોંગકોંગમાંથી મેળવેલી રૂ. 22.69 કરોડની કિંમતી ચીજવસ્તુઓ, દુબઈમાંથી મેળવેલી રૂ.18.76 કરોડની કિંમતી ચીજો, રૂ. 35.52 લાખની કિંમતનું ઝવેરાત, મુંબઈના કુર્લા ઉપનગરમાં કોહિનૂર સિટી સંકુલમાં રૂ. 24.63 કરોડની કિંમતની એક ઓફિસ, બેન્ટ્લે સહિત રૂ. 26 લાખની કિંમતની 8 કાર, રૂ. 9.80 લાખની કિંમતનું ફોર્સ મોટર ટ્રાવેલર અને રૂ. 2.25 લાખની અલ્ટો કારનો સમાવેશ થાય છે.

પંજાબ નેશનલ બેન્કે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી કે તે ઈડી એજન્સીને આ 18 પ્રોપર્ટી જપ્ત કરતા રોકે, કારણ કે આ એ જ પ્રોપર્ટીઓ છે જે મોદી-ચોક્સીએ ગીરવી મૂકી હતી. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબી પાસેથી લોન માટે ગેરકાયદેસર રીતે 65 LOU (બેન્ક ગારન્ટી) મેળવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.

મોદીને ભાગેડૂ ઘોષિત કર્યા બાદ ઈડી એજન્સીએ એમની રૂ. 13,96.07 કરોડની કિંમતની પ્રોપર્ટી જપ્ત કરવાની માગણી કરી છે. આ પ્રોપર્ટીઓ માટે કોણ દાવો કરી શકે એની અરજીઓ પર વિશેષ અદાલત સુનાવણી કરી રહી છે.

સુવિચાર – ૨૩ નવેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૨૩ નવેમ્બર, ૨૦૨૩

૨૩ નવેમ્બર, ૨૦૨૩

૨૩ નવેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 23/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 23/11/2023

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે DGCA ડાયરેક્ટરને કર્યા સસ્પેન્ડ

સરકારે બુધવારના રોજ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) ના ડિરેક્ટર કેપ્ટન અનિલ ગિલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અનિલ ગિલને ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ કરી દીધા છે.

મંત્રાલયે કહ્યું કે અમારી સરકાર ભ્રષ્ટાચાર સામે કોઈપણ મામલામાં ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “આવા કોઈપણ કેસમાં કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.” વાસ્તવમાં, સરકારે આ કાર્યવાહી એવા સમયે કરી જ્યારે તાજેતરમાં DGCAએ લાંચ લેવાના કેસને CBI અને EDને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો. માંગણી કરી.

PM મોદીએ G20 વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ડીપફેક અંગે વ્યક્ત કરી ચિંતા

PM Modi એ G20 વર્ચ્યુઅલ સમિટમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું, AI ના નકારાત્મક ઉપયોગને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા વધી રહી છે. ભારતનો સ્પષ્ટ મત છે કે આપણે AIના વૈશ્વિક નિયમન પર સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે કહ્યું, સમાજ અને વ્યક્તિ માટે ડીપફેક કેટલા ખતરનાક છે તેની ગંભીરતાને સમજીને આપણે આગળ વધવું પડશે. આવતા મહિને ભારતમાં ગ્લોબલ AI પાર્ટનરશિપ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, મને આશા છે કે તમે બધા આમાં પણ સહકાર આપશો.

ગ્લોબલ સાઉથને પ્રાથમિકતા આપવી પડશે- PM

આ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, 21મી સદીની દુનિયાએ આગળ વધતી વખતે ગ્લોબલ સાઉથને પ્રાથમિકતા આપવી પડશે. ગ્લોબલ સાઉથના દેશો આવી અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે જેના માટે તેઓ જવાબદાર નથી. સમયની જરૂરિયાત છે કે અમે વિકાસના એજન્ડાને અમારો સંપૂર્ણ ટેકો આપીએ.

પીએમ મોદીએ બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું

પીએમે વધુમાં કહ્યું, અમે માનીએ છીએ કે આતંકવાદ આપણા બધા માટે અસ્વીકાર્ય છે. નાગરિકોના મૃત્યુ જ્યાં પણ થાય છે તે નિંદનીય છે. અમે આજે બંધકોને મુક્ત કરવાના સમાચારનું સ્વાગત કરીએ છીએ. સમયસર અને સતત ડિલિવરી સુનિશ્ચિત કરવી જરૂરી છે. તે સુનિશ્ચિત કરવું પણ મહત્વપૂર્ણ છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ કોઈ પ્રાદેશિક સ્વરૂપ ન લે.


G20માં આફ્રિકન યુનિયનનો ઉલ્લેખ છે

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ એક વર્ષમાં અમે એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને વિવાદોથી દૂર રહીને એકતા અને સહકાર દર્શાવ્યો છે. હું તે ક્ષણ ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે દિલ્હીમાં આપણે બધા સર્વસંમતિથી સંમત થયા હતા. G20 માં આફ્રિકન યુનિયનનું સ્વાગત કર્યું. G20 એ સમગ્ર વિશ્વને જે સર્વસમાવેશકતાનો સંદેશ આપ્યો છે તે અભૂતપૂર્વ છે.