Home Blog Page 2318

ડીપફેકઃ નકલી વિડીયોનો અસલી ખતરો…

ક્રિકેટના વર્લ્ડકપનો ઉન્માદ જો ઓસરી ગયો હોય તો આજે મજાક લાગતી, પણ આવતીકાલે સમાજ માટે ભયાવહ સાબિત થનાર એક ટેકનોલોજી વિશે વાત કરવી છે. એ ટેકનોલોજીનું નામ તો તમે આજકાલ છાપાઓમાં વાંચતા જ હશોઃ ડીપફેક ટેકનોલોજી.

યાદ હોય તો હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેનો સાથે ગરબે ઘૂમતા હોય એવો એક વિડીયો વાઇરલ થયેલો. વિડીયો જોતાં પહેલી નજરે તો એ અદ્દલોદલ નરેન્દ્રભાઇ જ લાગે એટલે કાયમ ચાપલૂસી માટે તૈયાર એવા ભાજપના કેટલાક (અતિ) ઉત્સાહી કાર્યકરો-અગ્રણીઓએ તો એ વિડીયો પોતાના તરફથી સોશિયલ મિડીયામાં મૂકી ય દીધો, પણ પછી ખુદ નરેન્દ્રભાઇએ ફોડ પાડવા પડ્યો કે, એ વિડીયોમાં હું નથી, કોઇએ નકલી વિડીયો બનાવ્યો છે!

બસ, આ નકલી વિડીયો એટલે ડીપફેક ટેકનોલોજી. એમ તો, થોડાક દિવસ પહેલાં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો પણ આવો જ એક ફેક વિડીયો વાઇરલ થયો ત્યારે ય હોહા મચી ગયેલી. આ વિડીયો પણ ડીપફેક ટેકનોલોજીની જ ‘ભયાનક કમાલ’ હતી. ફોટોશોપની મદદથી એક વ્યક્તિના ચહેરા પર બીજાનો ચહેરો લગાડવાના કે તસવીરનું બેકગ્રાઉન્ડ બદલીને નકલી ઇમેજીઝ બનાવવાના દિવસો ગયા. હવે તો વ્યક્તિના અસલી વિડીયો અને અસલી અવાજ વાપરી બનાવટી વિડીયો બનાવીને એના મુખે બનાવટી શબ્દો મૂકી શકો એ દિવસો આવ્યા છે. આપણે જેને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ કહીએ છીએ એની શેતાની બાયપ્રોડ્કટ એટલે ડીપફેક ટેકનોલોજી.

સાદી ભાષામાં સમજીએ તો, ડીપફેક એ ફોટોશોપથી એક-બે નહીં, અનકે ડગલાં આગળ એવી ટેકનોલોજી છે, જેમાં એઆઇના ડીપ લર્નિંગનો ઉપયોગ કરીને નકલી વિડીયો બનાવી શકાય છે. પાવરફૂલ ગ્રાફીક્સ ધરાવતા હાઇએન્ડ કમ્પ્યુટરની મદદથી તમે કોઇપણ વ્યક્તિની ઇમેજ બનાવી શકો છો. એના વિડીયો ક્રિએટ કરી શકો છો. તદ્દન કાલ્પનિક ચહેરો બનાવીને એના નામના સોશિયલ મિડીયા એકાઉન્ટ્સ પણ ક્રિએટ કરી શકો છો. પહેલાં એઆઇ અલ્ગોરિધમ એન્કોડરની મદદથી બે વ્યક્તિની ઇમેજના અનેકગણા શોટ્સ ક્રિએટ કરવામાં આવે છે. એ પછી એઆઇ બંને ઇમેજમાં રહેલી સામ્યતાને ઓળખી લે છે અને પછી એમાંથી પ્રોસેસ કરેલી ઇમેજને ડીકોડરની મદદથી નવી ઇમેજ ક્રિએટ કરાય છે.

વર્ષ 2017માં રેડિટના એક યુઝરે ગેલ ગેડોટ, ટેલર સ્વીફ્ટ, સ્કાર્લેટ જોન્સન જેવી સેલેબ્રિટીઓના ચહેરાઓ સાથે એક પોર્નોગ્રાફીક વિડીયો ક્લિપ પોસ્ટ કરી એ પછી આ ટેકનોલોજી ચર્ચામાં આવી. આપણે ત્યાં પણ અગાઉ 2020માં દિલ્હી ભાજપના નેતા મનોજ તિવારીનો હિન્દી અને હરિયાણવીમાં બોલતા હોય એવા બે બનાવટી વિડીયો બહાર આવેલા. બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ, પુતીન, માર્ક ઝુકરબર્ગ પણ ડીપફેકની ઝપેટમાં આવી ચૂક્યા છે. જાણીતા લોકો એનો શિકાર બને એના બે કારણ છેઃ એક તો, આવા લોકોના વિડીયોઝ અને ઇમેજીઝ ઇન્ટરનેટ પર આસાનીથી મળી જાય છે અને બે, સેલેબ્રિટીઓના કારણે જ આવા વિડીયો વાઇરલ થાય છે, સોશિયલ મિડીયા સેન્સેશન ક્રિએટ કરી શકાય છે.

ડીપફેક એ ભવિષ્યમાં કેટલું ખતરનાક પૂરવાર થઇ શકે છે એનો ખ્યાલ જ બિહામણું ચિત્ર ઉપસાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંઇ એમને એમ જ એની ગંભીરતા તરફ આંગળી નથી ચીંધી. કેન્દ્ર સરકારે પણ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સને આ દિશામાં કડક ચેતવણી આપીને આઇટી રૂલ્સમાં કડક બદલાવના નિર્દેશ આપ્યા છે. એની ગંભીરતા સમજવા બે જ બાબત વિચારવી પર્યાપ્ત છેઃ

એકઃ ફેક ન્યૂઝની માફક ડીપફેકનો પણ ચૂંટણીમાં બેફામ ઉપયોગ. આજે નરેન્દ્ર મોદીનો વિડીયો બન્યો તો આવતીકાલે રાહુલ ગાંધીનો ય વિડીયો બની શકે છે. ચૂંટણીના સમયે એકબીજાને બદનામ કરવા વિરોધી નેતાના મુખે કાંઇપણ બોલાવીને કે એ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાય એવા વિડીયો વાઇરલ કરી શકાય છે. સામાન્ય ટેકનોલોજીથી મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ કે વિડીયો કરતાં ડીપફેક અનેકગણા વાસ્તવિક લાગ છે અને સામાન્ય લોકો માટે એ ડીપફેક છે એ ઓળખવું મુશ્કેલ હોય છે. દરેક રાજકીય પક્ષ પોતાના આઇટી સેલની મદદથી આવા વિડીયો વાઇરલ કરવા માંડે તો જે અંધાધૂંધી સર્જાય એની કલ્પના કરી લો. હાર-જીત જેની થાય એની, પણ સરવાળે તો એમાં લોકો અને લોકશાહી જ હારશે.

બેઃ સપ્ટેમ્બર, 2019માં એઆઇ કંપની ડીપટ્રેસે ડીપફેકથી બનેલા 15000 થી વધારે વિડીયો શોધ્યા હતા એમાંથી લગભગ 96 ટકા વિડીયો પોર્નોગ્રાફીક હતા! રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો તો આની સરખામણીએ કાંઇ ન કહેવાય (અફકોર્સ, એ પણ સાંખી લેવા જેવું કૃત્ય તો નથી જ), પણ આ વાત સમાજ સામે લાલબત્તી તો છે જ. જેમ આ ટેકનોલોજી વધારે સુગમ બનતી જશે એમ સેલેબ્રિટી મહિલાઓ એનો વધારે આસાનીથી શિકાર બનતી જશે. કોઇપણ મહિલાને બદનામ કરવા માટે ડીપફેક હાથવગું સાધન બની શકે છે.

વિચાર કરો, હજુ આપણે ફેક ન્યૂઝના દૂષણને અટકાવી શક્યા નથી એમાં ડીપફેકનો ખતરો માથે તોળાઇ રહ્યો છે. એને નાથવાની ટેકનોલોજી તો શોધાય ત્યારે, પણ હાલ તો ઇન્ટનેટ અને સોશિયલ મિડીયા યુઝર તરીકે આપણી પુખ્તતા અને સમજદારી જ એમાંથી બચાવી શકે છે. બાકી તો એવું છે ને કે, રોક સકો તો રોક લો!

(લેખક ચિત્રલેખા.કોમ ના એડિટર છે.)

રાશિ ભવિષ્ય 22/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનુંધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે  તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

૨૨ નવેમ્બર, ૨૦૨૩

૨૨ નવેમ્બર, ૨૦૨૩

પંચાંગ 22/11/2023

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી, યંગ ઈન્ડિયનની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

કોંગ્રેસે મંગળવારે (21 નવેમ્બર) નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસની તપાસમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઈન્ડિયન (YI) ની સંપત્તિ ફ્રીઝ કરવાના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નિર્ણય પર પ્રતિક્રિયા આપી. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ કહ્યું કે 5 રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીમાં હાર પરથી ધ્યાન હટાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તે EDની નિરાશા પણ દર્શાવે છે. તેમણે કહ્યું કે, “પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી રહેલી કાર્યવાહી માત્ર ધ્યાન ભટકાવવાનો એક માર્ગ છે. આ કેસમાં કોઈ સ્થાવર મિલકત ટ્રાન્સફર કરવામાં આવી નથી. પૈસા પણ ફરતા નથી.” કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે. કોઈ ફરિયાદી જે દાવો ન કરે કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

 

‘ભાજપને હારથી કોઈ નહીં બચાવી શકે’

સિંઘવીએ કહ્યું, “ભાજપનો કોઈ સહયોગી ભાગીદાર (CBI, ED અથવા IT) તેને હારથી બચાવી શકશે નહીં. ભારતની આઝાદીનો અવાજ ઉઠાવનાર કંપનીની સંપત્તિને જપ્ત કરવા અને જપ્ત કરવા માટે કોઈ બહાનું નથી. સ્થાવર મિલકતના ટ્રાન્સફર માટે એક સોંપણી તૈયાર કરવામાં આવી રહી છે. તે પણ માત્ર એટલા માટે કે તે કોંગ્રેસની છે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ બદલાની આ રાજનીતિથી બિલકુલ ડરશે નહીં. તે જ સમયે, કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે પણ X પર એક પોસ્ટમાં કહ્યું, “એક વ્યર્થ અને બનાવટી કેસમાં એજેએલ અને યંગ ઈન્ડિયનની સંપત્તિ જપ્ત કરવી એ ED માટે શરમજનક છે.

751 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે

નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઈન્ડિયન (YI)ની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ ઉપરાંત, દિલ્હી, મુંબઈ અને લખનઉમાં AJLની રૂ. 661 કરોડની સ્થાવર મિલકતો એટેચ કરવામાં આવી છે, જ્યારે YIના ઇક્વિટી શેર પણ એટેચ કરવામાં આવ્યા છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ મની-લોન્ડરિંગ કેસમાં બંને કંપનીઓની રૂ. 751.9 કરોડની સંપત્તિને અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.

PM મોદીની પનોતી સાથે સરખામણી કરવી રાહુલ ગાંધી માટે મોંઘી પડી શકે છે

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવાની માંગ કરી છે. એડવોકેટ વિનીત જિંદાલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં FIR દાખલ કરી છે. તેણે હાલમાં દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસ આ અંગે એફઆઈઆર નોંધવાનો નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જાલોરમાં એક રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ પીએમ મોદીને પનોતી કહ્યા હતા.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “PM મોદી ક્રિકેટ મેચ જોવા જશે, તે અલગ વાત છે કે તેઓ મેચ હારી જશે, પનૌતી! PM એટલે પનૌટી મોદી.” તેણે કહ્યું કે અમારા છોકરાઓએ વર્લ્ડ કપ જીત્યો હોત. પરંતુ પનોતીના કારણે મેચ ગુમાવવી પડી.

ભાજપે આ નિવેદનની ટીકા કરી હતી

આ પહેલા ભાજપે કોંગ્રેસના સાંસદના આ નિવેદન પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને તેમને માફી માંગવા કહ્યું હતું. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પીએમ મોદી પર રાહુલ ગાંધીની ટિપ્પણીને અભદ્ર ગણાવી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાએ આના પર પીએમ મોદીની માફી માંગવી પડશે.

શું છે મામલો?

તમને જણાવી દઈએ કે રવિવારે PM મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા હતા. ભારત વર્લ્ડ કપની મેચોમાં અજેય રહ્યું હતું અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હરાવ્યું હતું. એક તરફ ભારતીય બેટ્સમેન મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ ટીમ ઈન્ડિયાના બોલરો પણ કોઈ કમાલ કરી શક્યા ન હતા. આને મુદ્દો બનાવતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી પનૌટી સાથે કરી હતી.

વિદેશ મંત્રાલયે મ્યાનમાર હિંસા વચ્ચે ભારતીય લોકો માટે એડવાઈઝરી જાહેર કરી

મ્યાનમારમાં મિલિશિયા જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ (પીડીએફ) અને સૈનિકો વચ્ચેના એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ભારતીય લોકો માટે એક એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે લોકોએ મ્યાનમારનો પ્રવાસ ટાળવો જોઈએ. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, મ્યાનમારમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મ્યાનમારની બિનજરૂરી મુસાફરી ટાળે. આ સિવાય જે લોકો પહેલાથી જ મ્યાનમારમાં રહે છે તેમણે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ન જવું જોઈએ. માર્ગ દ્વારા આંતરરાજ્ય મુસાફરી પણ ટાળવી જોઈએ.

 

મંત્રાલયના પ્રવક્તા અરંદિમ બાગચીએ સોશિયલ મીડિયા પર નિવેદન શેર કર્યું છે. તે વધુમાં કહે છે કે મ્યાનમારમાં રહેતા લોકોને ભારતીય દૂતાવાસમાં ફોર્મ ભરીને નોંધણી કરાવવાની અપીલ કરવામાં આવે છે.

શાળાના પુસ્તકોમાં મહાભારત અને રામાયણનો સમાવેશ કરવામાં આવશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ સામાજિક વિજ્ઞાનના શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ પાઠ્ય પુસ્તકોમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોનો સમાવેશ કરવાની અને શાળાઓમાં વર્ગખંડોની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સીઆઈ ઈસાકે મંગળવારે આ માહિતી આપી હતી. ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, સમિતિએ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો શીખવવા પર ભાર મૂક્યો છે. અમારું માનવું છે કે કિશોરાવસ્થા દરમિયાન, વિદ્યાર્થીમાં આત્મસન્માન, દેશભક્તિ અને પોતાના રાષ્ટ્ર માટે ગૌરવનો વિકાસ થાય છે.

વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો અભાવ

ઈસાકે કહ્યું કે દેશભક્તિના અભાવને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ દેશ છોડીને અન્ય દેશોની નાગરિકતા લે છે. તેથી, તેમના માટે તેમના મૂળને સમજવું અને તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે પ્રેમ કેળવવો મહત્વપૂર્ણ છે.તેમણે કહ્યું કે હાલમાં કેટલાક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને રામાયણ શીખવે છે, પરંતુ તેઓ તેને એક દંતકથા તરીકે શીખવે છે. જો આ મહાકાવ્યો વિદ્યાર્થીઓને શીખવવામાં ન આવે તો શિક્ષણ પ્રણાલી કોઈ હેતુ માટે કામ કરતી નથી, અને રાષ્ટ્રની સેવા બની શકશે નહીં. અગાઉ, ઈસાકે કહ્યું હતું કે પેનલે ધોરણ 3 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઈતિહાસને બદલે ‘શાસ્ત્રીય ઇતિહાસ’નો સમાવેશ કરવાની અને ‘ભારત’નું નામ બદલીને ‘ભારત’ કરવાની ભલામણ પણ કરી હતી.

NSTC પુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા અંગે વિચારણા કરશે

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ગયા વર્ષે રચાયેલી સાત સભ્યોની સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમ માટે ઘણી ભલામણો કરી છે. આ ભલામણો નવા NCERT પુસ્તકો માટે મહત્વપૂર્ણ સૂચનાત્મક દસ્તાવેજો છે. વર્ગો માટેના અભ્યાસક્રમ, પુસ્તકો અને શીખવાની સામગ્રીને અંતિમ સ્વરૂપ આપવા માટે જુલાઈમાં 19-સભ્ય રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (NSTC) દ્વારા સમિતિની ભલામણો પર વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે.

આગામી સત્રમાં નવા પુસ્તકો આવી શકે છે

તાજેતરમાં NSTC એ સામાજિક વિજ્ઞાન માટે અભ્યાસક્રમ અને શિક્ષક શિક્ષણ સામગ્રી વિકસાવવા માટે એક અભ્યાસક્રમ વિસ્તાર જૂથ (CAG) ની પણ રચના કરી હતી. તમને જણાવી દઈએ કે NCERT નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 મુજબ શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરી રહી છે. નવા NCERT પુસ્તકો આગામી શૈક્ષણિક સત્ર સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.

ICCએ શ્રીલંકા પાસેથી વર્લ્ડ કપની યજમાની પણ છીનવી લીધી

અગાઉ આ ICC અંડર-19 વર્લ્ડ કપ શ્રીલંકામાં યોજાવાનો હતો પરંતુ ICCએ તાજેતરમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે અને તેથી આ વર્લ્ડ કપનું સ્થળ બદલવામાં આવી રહ્યું છે. ICCએ અમદાવાદમાં મળેલી બેઠકમાં આ અંગે ઘણી ચર્ચા કરી અને ત્યાર બાદ આ નિર્ણય લીધો. યશ ધુલની કેપ્ટનશીપમાં ગયા વર્ષે ભારતમાં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ ટીમ ઈન્ડિયા આવતા વર્ષે રમાનાર વર્લ્ડ કપ જીતવા ઈચ્છશે. હવે ICCએ આ વર્લ્ડ કપને લઈને મોટો નિર્ણય લીધો છે. ICCએ આવતા વર્ષે યોજાનાર અંડર-19 વર્લ્ડ કપનું સ્થળ બદલ્યું છે. ICCએ અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. પહેલા આ વર્લ્ડ કપ ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં યોજાવાનો હતો, પરંતુ હવે ICCએ તેમાં ફેરફાર કરીને આ વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવાનો નિર્ણય લીધો છે. ICCએ થોડા દિવસ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું હતું. ICCએ તેની બેઠકમાં લાંબા સમય સુધી આ અંગે ચર્ચા કરી અને પછી નિર્ણય લીધો કે શ્રીલંકામાં ક્રિકેટ ચાલુ રહેશે પરંતુ બોર્ડના સસ્પેન્શનના નિર્ણયમાં ફેરફાર કરવામાં આવશે નહીં. જેના કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પાસેથી હોસ્ટિંગ છીનવી લેવામાં આવ્યું છે.

કોઈ સમસ્યા રહેશે નહીં

અંડર-19 વર્લ્ડ કપ 14 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. પરંતુ આ સમય દરમિયાન દક્ષિણ આફ્રિકા 20 લીગનું આયોજન થવાનું છે. આ લીગ 10 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાને બંને ટૂર્નામેન્ટના આયોજનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઓમાન અને યુએઈમાં અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કરવા માટે પણ વિચારણા કરવામાં આવી હતી, પરંતુ ત્યાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે દક્ષિણ આફ્રિકાને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

ભારત સૌથી સફળ ટીમ છે

ભારતીય ક્રિકેટ ટીમ અંડર-19 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ છે. ભારત પાંચ વખત ટાઈટલ જીત્યું છે. મોહમ્મદ કૈફની કપ્તાનીમાં ભારતે પહેલીવાર 2000માં આ ખિતાબ જીત્યો હતો. આ પછી 2008માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારત બીજી વખત અંડર-19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. 2012 માં, ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં ભારતે ફરીથી ટાઇટલ જીત્યું. 2018 માં, ભારત પૃથ્વી શૉની કપ્તાની હેઠળ ફરીથી ચેમ્પિયન બન્યું અને 2022 માં યશ ધુલની કેપ્ટન્સીમાં આ ટાઇટલ જીત્યું. ટીમ હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે દક્ષિણ આફ્રિકામાં પ્રવેશ કરશે.

વ્યંડળ, સેક્સ-પરિવર્તન સર્જરી કરાવનારાઓને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં રમવા નહીં દેવાય

દુબઈઃ ક્રિકેટની રમતનું વિશ્વ સ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ નિર્ણય લીધો છે કે હીજડા (પાવૈયા) ખેલાડીઓ અને પુરુષમાંથી મહિલા બનવા માટે લિંગની સર્જરી કરાવનારાઓને આંતરરાષ્ટ્રીય મહિલાઓની ક્રિકેટમાં રમવા દેવા નહીં.

આઈસીસીના બોર્ડે આ નિર્ણયને મંજૂરી આપી છે. બોર્ડના સભ્યોએ ક્રિકેટની રમત સાથે સંકળાયેલા મહત્ત્વના લોકો સાથે આ મુદ્દે 9 મહિના સુધી ચર્ચા કરી હતી અને આખરે એમણે આ નીતિવિષયક નિર્ણય લીધો છે. મહિલાઓની રમતની અખંડતા, નિષ્પક્ષતા, મહિલા ખેલાડીઓની સલામતી તથા ન્યાયીપણાનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્થાનિક સ્તરની ક્રિકેટમાં હીજડાઓ અને પુરુષમાંથી સ્ત્રી બનવાની સર્જરી કરાવનારાઓને રમાડવા કે નહીં એ નિર્ણય આઈસીસીએ સંસ્થાના વ્યક્તિગત સભ્ય રાષ્ટ્રના ક્રિકેટ બોર્ડ પર છોડ્યો છે. એ નિર્ણય તેમણે સ્થાનિક કાયદાનુસાર લેવાનો રહેશે. આઈસીસીએ એમ પણ કહ્યું છે કે તે પોતાના નિર્ણયની બે વર્ષની અંદર સમીક્ષા કરશે.