Home Blog Page 2323

કુપોષણ સામે લડવા, સ્વાસ્થ્ય સુવિધામાં સુધારો કરવા ‘વૃદ્ધિ’ પ્રોજેક્ટ

ઓખામંડળઃ ટાટા કેમિકલ્સ લિમિટેડની CSR શાખા, ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (TCSRD)એ અમલીકરણકર્તા ભાગીદાર નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એક પ્રોજેક્ટ ‘વૃદ્ધિ’ શરૂ કર્યો છે. પ્રોજેક્ટ ‘વૃદ્ધિ’નો ઉદ્દેશ નવજાત શિશુઓમાં ઓછા વજન સહિત ગર્ભવસ્થાને લગતા પરિણામોમાં સુધારો કેળવવા કિશોર છોકરીઓ તથા ગર્ભવતી મહિલાઓને આવશ્યક સ્વાસ્થ્ય સહાયતા ઉપલબ્ધ કરાવી કુપોષણને લગતી સમસ્યાનો વ્યાપક પ્રમાણમાં ઉકેલ મેળવવાનો છે.

આ પ્રોજેક્ટ જન્મજાત ઓછું વજન (LBW) ધરાવતા તમામ બાળકોની વહેલી તકે ઓળખ કરવા તથા તેમને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. છથી 59 મહિનાની વયજૂથમાં સેવર એક્યુટ મેલન્યુટ્રિશન (SAM) બાળકોને ચાઇલ્ડ મેલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર (CMTC) દ્વારકા અથવા જામ-ખંભાળિયામાં ન્યુટ્રિશનલ રિહેબિલેટેશન સેન્ટર (NRC)માં 14 દિવસની ફેસિલિટી-લેવલ કેર મળશે. આ ઉપરાંત છ સપ્તાહની કોમ્યુનિટી-લેવલ કેર મળશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ અંતર્ગત, સ્વાસ્થ સુવિધાને વધુ લોકો સુધી પહોંચાડવા સાથે  મોબાઇલ હેલ્થ ક્લિનિક ઓખામંડળના ગ્રામીણ સમુદાયમાં ગ્રામીણ-સ્તરની સ્વાસ્થ સુવિધા પૂરી પાડશે.

આ ઉમદા પહેલ અંગે ટાટા કેમિકલ્સ લિમિટેડના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર એન્ડ પ્લાન્ટ હેડ એન. કામથે કહ્યું હતું કે TCSRD, નિરામય ચેરિટિબલ ટ્રસ્ટના સહયોગથી ઓખામંડળ તાલુકામાં માતા અને શિશુના કુપોષણ સામે લડવા માટે સમર્પિત છે. અમારો લક્ષ્યાંક કુપોષણની સમસ્યાનો ઉકેલ મેળવવા ઉપરાંત સમુદાયમાં જાગૃતિ કેળવવી, મજબૂત સ્વાસ્થ્ય આંતરમાળખાકીય સવલતોનું સર્જન કરવું, સહયોગ સાથે ભાગીદારીનું નિર્માણ તથા ટકાઉ સામુદાયિક સમર્થનને વિકસિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ઉમદા પહેલ અંતર્ગત, અમે ઓછું વજન ધરાવતી ગર્ભવતી મહિલાઓને વિના મૂલ્યે પોષણને લગતી સલાહ-મસલત ઉપલબ્ધ કરાવીશું, આ સાથે ન્યુટ્રિશન કિટ્સ તથા પૂરક આહાર પણ ઉપલબ્ધ કરાવીશું.વોશ (વોટર, સેનિટેશન એન્ડ હાઈજિન) પ્રેક્ટિસમાં સુધારો કરવા તથા ઓછા વજન ધરાવતા બાળકોની માતાને સ્તનપાન સંબંધિત સલાહ-મસલત આપવાનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, તાલુકામાં ગર્ભવતી મહિલાઓમાં હિમોગ્લોબિનના પ્રમાણને ટ્રેક કરવા માટે ફિમેલ હેલ્થ વર્ક્સ (એએનએમ-ઓક્સિલિયરી નર્સ મિડવાઈફ)ને ડિજીટલ હિમોગ્લોબિનોમીટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમે અમારા આ ઉમદા પ્રયાસોમાં સમુદાય તરફથી પૂરતું સમર્થન મળે અને તેઓ સહભાગી બને તેવી આશા રાખી છીએ.

 

 

 

 

નિરાશ થયેલા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા PM મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા

ઓસ્ટ્રેલિયાએ રવિવારના રોજ ભારતને છ વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ હારથી નિરાશ થયેલા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કરતા લખ્યું કે અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી રહી, પરંતુ ગઈકાલે અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ, પરંતુ લોકોનો ટેકો અમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. ગઈકાલે પીએમ મોદીની ડ્રેસિંગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.

મોહમ્મદ શમીએ ગ્રેટફુલ પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કર્યો. ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવવા અને અમને ઉત્સાહ આપવા માટે. અમે પાછા આવીશું!” જેમાં પીએમ મોદી શમીને ગળે લગાવતા જોવા મળે છે.

વર્લ્ડ કપ ફાઇનલમાં હારને કારણે ઘણા ભારતીય ખેલાડીઓ પણ ભાવુક દેખાયા હતા. જેમાં કેપ્ટન રોહિત શર્મા અને બોલર મોહમ્મદ સિરાજ સામેલ છે. આવી સ્થિતિમાં ભારતની હાર પછી પીએમ મોદીએ તરત જ ટીમની પ્રતિભાના વખાણ કર્યા અને X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, “પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપમાં તમારી પ્રતિભા અને સંકલ્પબધ્ધતા નોંધપાત્ર હતી. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું. અમે આજે અને હંમેશા તમારી સાથે ઉભા છીએ.”

સતત 10 જીત બાદ ફાઇનલમાં પહોંચેલ ભારત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનો ત્રીજો વર્લ્ડ કપ જીતશે તેવી અપેક્ષા હતી. ટુર્નામેન્ટના સૌથી સફળ બેટ્સમેન વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિને બીજી વખત વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો બનવાનું સપનું જોયું હતું, જ્યારે કેપ્ટન રોહિત શર્માએ પહેલીવાર વનડે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું જોયું હતું, પરંતુ પટ કમિન્સની ટીમે આ સપના સાકાર કર્યા.

ભારતના 241 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ હેડના 120 બોલમાં ચાર છગ્ગા અને 15 ચોગ્ગાની મદદથી 137 રન બનાવ્યા હતા, સાથે માર્નસ લાબુશેન (110 બોલમાં અણનમ 58, ચાર ચોગ્ગા) અને તેની ચોથી વિકેટ માટે 192 રનની ભાગીદારી સાથે ભારતે 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને જીત મેળવી હતી.

સાંજના વર્ગનો ઉદ્દેશ બાળકોને શૈક્ષણિક સહાય, માર્ગદર્શન આપવાનો  

ચાંગાઃ ચારુસત રુરલ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ (CREDP) ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને વ્યાપક શિક્ષણ આપવા માટે સમર્પિત છે. સર્વગ્રાહી શિક્ષણના મહત્વને ઓળખીને, CREDP ગ્રામીણ શાળાઓમાં વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને કોમ્પ્યુટર શિક્ષણ જેવા વિષયો રજૂ કરે છે, જે યુવા શીખનારાઓ માટે શૈક્ષણિક અનુભવમાં વધારો કરે છે.

સાંજનો અભ્યાસ વર્ગ એ CREDP પહેલનો આવશ્યક ઘટક છે, ખાસ કરીને નજીકના શાળાના બાળકોની સઘન શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ છે. આ બાળકો નિયમિતપણે દોઢ કલાકના સમર્પિત સમયગાળા માટે કેમ્પસની મુલાકાત લે છે. સાંજના અભ્યાસ વર્ગનો ઉદ્દેશ આ શાળાના બાળકોને તેમના નિયમિત શાળા સમય સિવાય વધારાની શૈક્ષણિક સહાય અને માર્ગદર્શન આપવાનો છે.

શાળાના ઉદ્દેશો-

  1. વિજ્ઞાન, કોમ્પ્યુટર, અંગ્રેજી અને ગણિત સહિતના વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની સમજ અને રસ વધારવો.
  2. વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા અને નિર્ણાયક વિચાર કરવાની ક્ષમતાઓને મજબૂત બનાવો.
  3. ધોરણ 9મા અને 10માના વિદ્યાર્થીઓ માટે વિષય-વિશિષ્ટ શિક્ષણમાં અંતરને દૂર કરો.
  4. નિયમિત વર્ગખંડના સત્રોની બહાર એક આકર્ષક અને ઇન્ટરેક્ટિવ શીખવાનો અનુભવ પ્રદાન કરો.
  5. વિદ્યાર્થીઓને તેમના હોમવર્ક અને સોંપણીઓમાં મદદ કરવી.
  6. પડકારરૂપ વિષયો પર વધારાની સમજૂતી પૂરી પાડવી.
  7. ઇન્ટરેક્ટિવ લર્નિંગ સત્રો અને જૂથ ચર્ચાઓનું આયોજન કરવું.
  8. વિદ્યાર્થીઓને શૈક્ષણિક લક્ષ્યો નક્કી કરવા અને હાંસલ કરવા પ્રેરણા આપવી.
  9. વિદ્યાર્થીઓમાં મિત્રતા અને સમર્થનની મજબૂત ભાવના ઊભી કરવી.

CREDPના સ્વૈચ્છિક શિક્ષકો (ફેકલ્ટી તેમ જ વિદ્યાર્થીઓ બંને) આ સાંજના સત્રો દરમિયાન જ્ઞાન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. નવ અલગ-અલગ શાળાઓમાં અભ્યાસ કરતા આસપાસનાં છ ગામોના ધોરણ એકથી 12ના કુલ 195 વિદ્યાર્થીઓને 25 વિદ્યાર્થી સ્વયંસેવકો અને 5 શિક્ષકો દ્વારા વિવિધ વિષયો શીખવવામાં આવ્યા છે.

સાંજના અભ્યાસ વર્ગ એ નજીકના શાળાનાં બાળકોના શૈક્ષણિક પરિણામોને સુધારવા માટે CREDPના પ્રયાસોનો એક અભિન્ન ભાગ છે. વ્યક્તિગત ધ્યાન આપીને, સહાયક શિક્ષણ વાતાવરણને ઉત્તેજન આપીને, અને સ્વૈચ્છિક શિક્ષકો અને વિદ્યાર્થી માર્ગદર્શકોની શક્તિનો ઉપયોગ કરીને, કાર્યક્રમનો ઉદ્દેશ આ યુવા શીખનારાઓને સશક્ત કરવાનો અને તેમની શૈક્ષણિક સફળતા અને વ્યક્તિગત વિકાસ માટે માર્ગ મોકળો કરવાનો છે.

 

 

 

 

OpenAI એ વચગાળાના સીઈઓની નિમણૂક કરી; ઓલ્ટમેન જોડાયા માઈક્રોસોફ્ટમાં

ન્યૂયોર્કઃ ચેટજીપીટી પ્રોગ્રામની ડેવલપર ઓપનએઆઈ સ્ટાર્ટઅપ કંપનીએ તેના વચગાળાના સીઈઓ તરીકે એમ્મેટ શીયરની નિમણૂક કરી છે, જેઓ અગાઉ અમેરિકાની ટેલિવિઝન બ્રોડકાસ્ટર કંપની ટ્વિચના વડા હતા. શીયર સેમ ઓલ્ટમેનના અનુગામી બન્યા છે. ઓલ્ટમેન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંશોધન કંપની ઓપનએઆઈની ટોચની સમર્થક કંપની માઈક્રોસોફ્ટમાં જોડાયા છે. ત્યાં તેઓ નવી અદ્યતન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટીમનું નેતૃત્ત્વ સંભાળશે. આ જાણકારી અમેરિકાની અગ્રગણ્ય સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ આપી છે. એમણે કહ્યું છે કે, ‘અમે ઓપનએઆઈ સાથેની ભાગીદારીને ચાલુ રાખવા પ્રતિબદ્ધ છીએ.’

નડેલાએ એમ પણ કહ્યું છે કે, ‘ઓપનએઆઈના સીઈઓ પદેથી ઓલ્ટમેનની ઓચિંતી હકાલપટ્ટી કરાયા બાદ કંપનીના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેન પણ માઈક્રોસોફ્ટમાં જોડાશે.’ ઓલ્ટમેનની હકાલપટ્ટીના વિરોધમાં ઓપનએઆઈના ડઝનબંધ કર્મચારીઓએ પણ રાજીનામાની જાહેરાત કરી હતી. એમનું કહેવું છે કે ઓલ્ટમેન સોફ્ટવેરના અત્યંત જ્ઞાની વ્યક્તિ છે.

રેપર બાદશાહે બાળકો સાથે ‘જન્મદિન’ ઊજવ્યોઃ 10 લાખ દાનનો સંકલ્પ

મુંબઈઃ રેપર બાદશાહે તેનો 38મો ‘જન્મદિન’ 500 વંચિત બાળકોને ભોજન કરાવીને ઊજવ્યો હતો. સામાજિક સંસ્થા ફીડિંગ ઇન્ડિયાના સહયોગથી બાદશાહે ઋષિ વાલ્મીકિ ઇકો સ્કૂલમાં આશરે બે કલાક વિતાવ્યા હતા. આ સ્કૂલ નીચલી આવક ધરાવતા વર્ગનાં બાળકોની એક શૈક્ષણિક સ્કૂલ છે. જેમાં બાદશાહે પોષણથી પાઠશાળા કાર્યક્રમ હેઠળ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

બાદશાહે આ પોતાના જન્મદિનને વધુ સાર્થક રીતે ઊજવવા બદલ ફીડિંગ ઇન્ડિયાનો આભાર માન્યો હતો. હું કુપોષણને દૂર કરવાની દિશામાં કામ કરવા માટે કટિબદ્ધ છું, પણ હું યુવાઓને કુષોષણમુક્ત કરવા માટે પ્રોત્સાહિત કરીશ. તેણે બાળકો સાથે વાતચીત પણ કરી હતી. તેણે 500થી વધુ બાળકોને  ઘર જેવું ભોજન- રાજમા ભાત અને ફળોનું ભોજન કરાવ્યું હતું. તેણે તેની હાજરીમાં આ બાળકોને ભોજન કરાવ્યું હતું. તેણે તેના જન્મદિને રૂ. 10 લાખનું દાન પણ આપવાનું વચન પણ આપ્યું હતું. તેણે આ સ્કૂલમાં બાળકોની હાજરીમાં કેક પણ કાપી હતી અને તેનું સુપરહિટ ગીત ‘અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ’ પણ ગાયું હતું.

બાદશાહ તાતા મેમોરિયલ હોસ્પિટલ અને ધારાવી ડ્રીમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. વળી, તે મહિલાઓ અને બાળકોની સમસ્યાઓના મુદ્દાઓ વિશે સક્રિય કેમ્પેનર છે. વર્ષ 2019માં ઝોમેટોની સાથે હાથ મિલાવ્યા પછી ફીડિંગ ઇન્ડિયા NGO અને સરકારી ભાગીદારો સાથે 25થી વધુ શહેરોમાં 15 કરોડથી વધુ લોકોને ભોજન કરાવી ચૂકી છે.

 

 

 

આઈસીસીની વર્લ્ડ કપ ટીમના કેપ્ટન તરીકે રોહિતની પસંદગી

દુબઈઃ ક્રિકેટની રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ વર્લ્ડ કપ-2023ની સમાપ્તિ બાદ આઈસીસી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. એમાં કેપ્ટન તરીકે રોહિત શર્માને પસંદ કર્યો છે. આ ઈલેવનમાં ભારતના છ ખેલાડી છે, જેમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વિરાટ કોહલીનો પણ સમાવેશ છે.

અમદાવાદમાં ગઈ કાલે રમાઈ ગયેલી વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું, પણ રોહિત શર્માએ ટીમની સરસ રીતે દોરવણી કરી હતી અને પોતે નિર્ભયતાપૂર્વક બેટિંગ કરી હતી. આ બંને ગુણ માટે તેની ક્રિકેટજગતમાં પ્રશંસા થઈ છે. ટુર્નામેન્ટમાં એ સૌથી વધુ રન કરનાર બેટર્સની યાદીમાં બીજા ક્રમે રહ્યો – 597 રન કરીને. પહેલા ક્રમે વિરાટ કોહલી રહ્યો – 765 રન સાથે. રોહિતે 1 સેન્ચૂરી અને ત્રણ હાફ સેન્ચૂરી ફટકારી હતી. 11 મેચોમાં એની બેટિંગ સરેરાશ રહી 54.27 રનની. કોહલીએ ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી હતી.

આ છે આઈસીસીની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટઃ

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • ક્વિન્ટન ડી કોક
  • વિરાટ કોહલી
  • ડેરીલ મિચેલ
  • કે.એલ. રાહુલ (વિકેટકીપર)
  • ગ્લેન મેક્સવેલ
  • રવિન્દ્ર જાડેજા
  • જસપ્રિત બુમરાહ
  • મોહમ્મદ શામી
  • એડમ ઝેમ્પા
  • દિલ્શાન મદુશંકા.
  • (12મો ખેલાડીઃ જેરાલ્ડ કોએટ્ઝી)

 

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી રૂ. 644 કરોડની જપ્તી

જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગઈ ચૂંટણીની તુલનાએ રેકોર્ડ જપ્તી થઈ છે. રાજસ્થાનમાં અલગ-અલગ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી અત્યાર સુધી રૂ. 644 કરોડના મૂલ્યની ગેરકાયદે રોકડ અને માલસામાન જપ્ત કરવામાં આવી છે. એમાં જયપુર જિલ્લામાં સીઝરનો આંકડો રૂ. 106 કરોડને પાર પહોંચ્યો છે. પાછલી વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતા દરમ્યાન જપ્તીની તુલનાએ અત્યાર સુધી 920 ટકાનો વધારો થઈ ચૂક્યો છે.

આ ચૂંટણીમાં સીઝરમાં રૂ. 36.61 કરોડના મૂલ્યની જપ્તી સાથે અલ્વર છે. જોધપુરમાં રૂ. 31.3 કરોડની સાથે ત્રીજા, ભીલવાડા રૂ. 25.27 કરોડની સાથે ચોથા, બુંદી રૂ. 24.69 કરોડની સાથે પાંચમા, ઉદયપુરમાં રૂ. 24.9 કરોડની સાથે છઠ્ઠા, અજમેર રૂ. 25.53 કરોડની સાથે સાતમા, બિકાનેર રૂ. 23.38 કરોડની સાથે આઠમા, ચિત્તોડગઢ રૂ. 23.1 કરોડ સાથે નવમા અને નાગોર રૂ. 23.24 કરોડની સાથે 10મા અને શ્રીગંગાનગર રૂ. 20.69 કરોડની સાથે 11મા ક્રમાંકે છે.

બીજી બાજુ સી વિજિલના માધ્યમથી રવિવાર સુધી કુલ 15,222 ફરિયાદો મળી છે. એમાંથી 5757 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવી ચૂક્યું છે. એમાં જયપુર જિલ્લામાં સૌથી વધુ 2310 ફરિયાદો મળી ચૂકી છે, એમાંથી 908 ફરિયાદોમાં મોટા ભાગનીનું નિરાકણ કરવામાં આવી ચૂક્યું છે.આ પ્રકારે ટોંકમાં 1334 ફરિયાદોમાંથી 817નું નિરાકરણ કરવામાં આવી ચૂક્યું છે. કોટામાં 1303 ફરિયાદોમાંથી 751 ફરિયાદો યોગ્ય જણાઈ છે.

ચૂંટણી દરમિયાન સૌથી વધુ દારૂ અને કાળા નાણાની દાણચોરી થાય છે. તેમ છતાં જયપુર જેવા મોટા જંકશન પર પાર્સલ સ્કેનરની માગ હજુ સંતોષાઈ નથી. રાજસ્થાનમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

 

 

 

મુકેશ અંબાણી લાવી રહ્યા છે, રૂ.15,000ની કિંમતનું ‘ક્લાઉડ’ લેપટોપ

મુંબઈઃ મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીએ સસ્તી કિંમતના સ્માર્ટફોન અને સસ્તા દરની ઈન્ટરનેટ સેવા લોન્ચ કરીને ભારતમાં સ્માર્ટફોનની માર્કેટમાં કેવી જોરદાર ક્રાંતિ લાવી દીધી છે. હવે એવો અહેવાલ છે કે આ અબજોપતિ ટૂંક સમયમાં જ દેશમાં રૂ. 15,000ની કિંમતમાં લેપટોપ લોન્ચ કરવાના છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો કંપની રૂ. 15,000ની કિંમતમાં લેપટોપ લોન્ચ કરીને ભારતની માર્કેટમાં લેપટોપની કિંમતને ધરખમ રીતે નીચે લાવી દેશે.

રિલાયન્સ જિયો આ માટે એચપી, એસર, લેનોવો તથા અન્ય લેપટોપ ઉત્પાદકો સાથે વાટાઘાટ કરી રહી છે. એવું કહેવાય છે કે જિયો તેના લેપટોપની કિંમત શક્ય એટલી ઓછી રાખશે. એટલું જ નહીં, આ લેપટોપ ક્લાઉડ વડે સંચાલિત હશે. લેપટોપનું પ્રોસેસિંગ અને સ્ટોરેજ જિયો ક્લાઉડ પર રહેશે. જિયો ક્લાઉડ એ રિલાયન્સ જિયોની ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ છે. અંબાણીનો ઉદ્દેશ્ય પહેલી વાર લેપટોપ ખરીદનારાઓ તેમજ શિક્ષણસંસ્થાઓ સુધી પહોંચવાનો છે.

મશીન ચાલશે તો મજૂરોને જલદી બહાર કઢાશેઃ ગડકરી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત નવમા દિવસે જારી છે. વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ સાથે ફોન પર વાતચીત કરીને સિલ્ક્યારા સુરંગમાં મજૂરો માટે ચાલી રહેલા રાહત બચાવ કાર્યોની માહિતી મેળવી હતી.

મુખ્ય મંત્રીએ તાજી સ્થિતિની માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પરસ્પર સમન્વય અને તત્પરતાની સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આ ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિત છે અને તેમને ઓક્સિજન, પૌષ્ટિક ભોજન અને પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે.

 તેમણે કહ્યું હતું કે મેડિકલ ટીમ પણ ત્યાં તહેનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન ત્રણ વાર મુખ્ય મંત્રી પાસે સ્થિતિનો તાગ મેળવી ચૂક્યા છે. PMOની ટીમ પણ ટનલના સ્થળની મુલાકાત લઈ ચૂકી છે.તેમણે કહ્યું હતું કે ફસાયેલા શ્રમિકો અને તેમના પરિવારજનોના મનોબળને મજબૂત કરવા માટે મનોચિકિત્સકોના માધ્યમથી કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

રોડ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સિલક્યારા સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેમને ટૂંક સમયમાં બહાર કાઢવામાં સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે વિષમ હિમાલયની સ્થિતિને જોતાં બચાવ કાર્ય પડકારજનક છે. અહીં માટીનો સ્તર એકસમાન નથી અને મુલાયમ અને કઠણ બંને છે. જો ઓગર મશીન યોગ્ય રીતે કામ કરતી રહેશે તો આગામી બે-ત્રણ દિવસોમાં મજૂરો સુધી પહોંચી શકાશે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 20/11/2023 થી 26/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા  હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે,  સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે,  લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો,  બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે.  અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.