Home Blog Page 2324

મશીન ચાલશે તો મજૂરોને જલદી બહાર કઢાશેઃ ગડકરી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત નવમા દિવસે જારી છે. વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ સાથે ફોન પર વાતચીત કરીને સિલ્ક્યારા સુરંગમાં મજૂરો માટે ચાલી રહેલા રાહત બચાવ કાર્યોની માહિતી મેળવી હતી.

મુખ્ય મંત્રીએ તાજી સ્થિતિની માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પરસ્પર સમન્વય અને તત્પરતાની સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આ ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિત છે અને તેમને ઓક્સિજન, પૌષ્ટિક ભોજન અને પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે.

 તેમણે કહ્યું હતું કે મેડિકલ ટીમ પણ ત્યાં તહેનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન ત્રણ વાર મુખ્ય મંત્રી પાસે સ્થિતિનો તાગ મેળવી ચૂક્યા છે. PMOની ટીમ પણ ટનલના સ્થળની મુલાકાત લઈ ચૂકી છે.તેમણે કહ્યું હતું કે ફસાયેલા શ્રમિકો અને તેમના પરિવારજનોના મનોબળને મજબૂત કરવા માટે મનોચિકિત્સકોના માધ્યમથી કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

રોડ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સિલક્યારા સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેમને ટૂંક સમયમાં બહાર કાઢવામાં સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે વિષમ હિમાલયની સ્થિતિને જોતાં બચાવ કાર્ય પડકારજનક છે. અહીં માટીનો સ્તર એકસમાન નથી અને મુલાયમ અને કઠણ બંને છે. જો ઓગર મશીન યોગ્ય રીતે કામ કરતી રહેશે તો આગામી બે-ત્રણ દિવસોમાં મજૂરો સુધી પહોંચી શકાશે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 20/11/2023 થી 26/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા  હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે,  સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે,  લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો,  બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે.  અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.

ઇન્ફોસિસ કર્મચારીઓને આપશે 80 ટકા વેરિયેબલ પે બોનસ

બેંગલુરુઃ દેશની સૌથી મોટી IT કંપનીઓમાંની એક ઇન્ફોસિસે કર્મચારીઓને એક ઇમેઇલ મોકલ્યો છે, જેમાં કંપનીએ કર્મચારીઓને એક ખુશખબરી મોકલી છે. કંપનીએ એલિજિબલ કર્મચારીઓને જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટે પર્ફોર્મન્સ બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપની આ મહિને સરેરાશ 80 ટકા પેઆઉટ બોનસ આપશે.

કંપની પોઝિશન લેવલ છ મેનેજરો અને એની બેન્ડથી નીચેના કર્મચારીઓ-એટલે કે એન્ટ્રી લેવલના કર્મચારીઓ સિવાયના મેનેજર કેટેગરીથી નીચેના કર્મચારીઓને વેરિયેબલ પે આપશે. વેરિયેબલ પે કર્મચારીઓને તેમના પર્ફોર્મન્સને આધારે અપાતું બોનસ છે.

અહેવાલ મુજબ યુનિટ ડિલિવરી મેનેજર સંબંધિત યુનિટ્સ માટે પેઆઉટ નક્કી કરશે અને યોગ્ય કર્મચારીઓને આ સપ્તાહે એની માહિતી આપશે. બેંગલુરુ સ્થિત IT કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં પગારવધારો અટકાવી દીધો હતો. જોકે કંપનીએ કર્મચારીઓ માટે ઓક્ટોબરથી એન્યઅલ એપ્રાઇઝલ સાઇકલ શરૂ કરી છે.

કંપનીએ કર્મચારીઓ માટે પર્ફોર્મન્સ બોનસની જાહેરાત કરી છે, જ્યારે કંપની અને ટોચની IT કંપનીઓએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આવકમાં ધીમો વધારો કર્યો છે. વૈશ્વિક સ્તરે આર્થિક ટેન્શનને કારણે ટેક્નોલોજી ખર્ચમાં ઘટાડાને કારણે 245 અબજ ડોલરની IT ઇન્ડસ્ટ્રીઝ દબાણમાં છે.

કંપનીએ કર્મચારીઓને ઇમેઇલમાં કહ્યું હતું કે આ 80 ટકાનું વેરિયેબલ બોનસ પહેલા ત્રિમાસિકની તુલનાએ સમાન છે, પણ નાણાકીય વર્ષ 2022ની 60-70 ટકાની તુલનાએ વધુ છે. કંપનીએ આ વર્ષે માર્ચ ત્રિમાસિકમાં 60 ટકા વેરિયેબલ બોનસ ચૂકવ્યું હતું.

 

 

 

 

રાશિ ભવિષ્ય 20/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

કોરાનાના 21 નવા કેસો, એક પણ મોત નહીં     

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,575 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,112 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 186 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,76,688 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 26 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ-203 ચેમ્પિયન

ફાસ્ટ બોલર પેટ કમિન્સના નેતૃત્ત્વ હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાની ફાઈનલમાં ભારતને 6-વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી. કમિન્સે વિજેતા ટ્રોફી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ખાસ આમંત્રિત ઓસ્ટ્રેલિયન નાયબ વડા પ્રધાન રિચર્ડ માર્લેસના હસ્તે સ્વીકારી હતી.

કમિન્સે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતનો બેટિંગ દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ટીમ 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટના ભોગે 241 રન કરીને મેચ જીતી લીધી હતી. 120 બોલમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 137 રન કરનાર ઓપનર ટ્રેવિસ હેડને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ એવોર્ડ વિરાટ કોહલીએ જીત્યો હતો.

નિરાશઃ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા, રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા, રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતિ

પતિ વિરાટ કોહલીને સાંત્વન આપતી પત્ની અનુષ્કા

પ્લેયર ઓફ ધ મેચ – ટ્રેવિસ હેડ

58 રન કરીને નોટઆઉટ રહ્યો માર્નસ લાબુશેન. ટ્રેવિસ હેડ સાથે ચોથી વિકેટ માટે કરી 192 રનની ભાગીદારી

ભારતની હાર સાથે હેડ કોચ તરીકે દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત

મુંબઈઃ ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારતીય ટીમની કમનસીબ હારની કિંમત હેડ કોચ રાહુલ દ્રવિડે પણ ભોગવવી પડી છે. એમનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય ટીમને હવે નવા હેડ કોચ મળશે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દ્રવિડ સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ 2021ના નવેમ્બરમાં બે વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. વર્લ્ડ કપ-2023ની સમાપ્તિ સાથે એ કોન્ટ્રાક્ટ પણ પૂરો થયો છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં જીતી હોત તો દ્રવિડનો કોન્ટ્રાક્ટ રીન્યૂ થાત, પરંતુ હવે ભારતીય ટીમ હારી ગઈ છે એટલે ક્રિકેટ બોર્ડ કોન્ટ્રાક્ટ રીન્યૂ કરે એવી ધારણા ઓછી છે.

ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં એમને તેમના કોન્ટ્રાક્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે, ‘મેં એ વિશે વિચાર્યું નથી. સમય આવ્યે વિચારીશ. ભવિષ્યમાં શું બનશે એ વિશે મેં કંઈ વિચાર્યું નથી. મેં મારું સઘળું ધ્યાન વર્લ્ડ કપ-2023 પર અને ભારતીય ટીમ તે જીતે એની પર કેન્દ્રિત કર્યું હતું.’

૨૦ નવેમ્બર, ૨૦૨૩

૨૦ નવેમ્બર, ૨૦૨૩

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

સુવિચાર – ૨૦ નવેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૨૦ નવેમ્બર, ૨૦૨૩