
‘રનમશીન’ કોહલીએ શાનદાર રીતે સર કર્યું શિખર
કમાલનો કોહલીઃ 50મી ODI સદી ફટકારી; ભારતનો 397 રનનો ખડકલો
મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાની પહેલી સેમી ફાઈનલમાં ભારતે ટોસ જીતીને પોતાના હિસ્સાની 50 ઓવરમાં 4 વિકેટે 397 રનનો જંગી સ્કોર નોંધાવ્યો છે.
1983 અને 2011ની વિજેતા ટીમ ભારતના આજના દાવની મુખ્ય વિશેષતા ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી, જે વિશ્વવિક્રમસર્જક રહી છે. 291મી વન-ડે મેચ રમી રહેલા કોહલીએ આજે તેની કારકિર્દીની 50મી ODI સદી ફટકારી છે. આ સાથે તેણે મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના 49 સદીના વિશ્વવિક્રમને તોડ્યો છે. તેંડુલકરે 492 દાવમાં 49 સદી ફટકારી હતી. કોહલીએ 279 દાવમાં 50 સેન્ચુરી કરી છે. કોહલી બાદમાં વ્યક્તિગત 117 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેણે આ રન 113 બોલમાં, 9 ચોગ્ગા અને બે છગ્ગા સાથે કર્યા હતા.
કોહલી આઉટ થયા બાદ શ્રેયસ ઐયરે પોતાની સદી પૂરી કરી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં તેની આ સતત બીજી સદી હતી. તે આખરે વ્યક્તિગત 70 બોલમાં 105 રન કરીને આઉટ થયો હતો. એણે કિવી બોલરોને મેદાનની ચારેકોર ઝૂડી કાઢીને 8 છગ્ગા અને ચાર ચોગ્ગા ઝીંક્યા હતા. શુભમન ગિલ 66 બોલમાં 80 રન (3 છગ્ગા, 8 ચોગ્ગા) અને વિકેટકીપર કે.એલ. રાહુલ 20 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 39 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ગિલ 79 રનના સ્કોર પર હતો ત્યારે શરીરમાં કળતર થવાને લીધે રિટાયર હર્ટ થયો હતો, પરંતુ દાવની આખરી ઓવરમાં રમવા માટે ક્રીઝ પર પાછો આવ્યો હતો.
કેપ્ટન રોહિત શર્મા 47 રન કરીને આઉટ થયો હતો. તેણે 29 બોલના દાવમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. વર્લ્ડ કપમાં કુલ 50 સિક્સ ફટકારનાર રોહિત શર્મા દુનિયાનો પહેલો બેટર બન્યો છે. એણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનો 49 સિક્સનો રેકોર્ડ તોડ્યો છે. કોઈ એક વર્લ્ડ કપમાં સૌથી વધારે સિક્સ મારવાનો વિશ્વ વિક્રમ પણ રોહિતે પોતાને નામે કર્યો છે. 27મી સિક્સ ફટકારવા સાથે એ વિક્રમ રોહિતના નામનો થયો છે. અગાઉનો વિક્રમ ક્રિસ ગેલ (26 સિક્સ – 2015ની વર્લ્ડ કપ)ના નામે હતો. વર્લ્ડ કપમાં કુલ સિક્સર ફટકારનાર બેટર્સની યાદીમાં ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ છે – 43 સિક્સ સાથે.
ભારતના દાવમાં કુલ 19 છગ્ગા અને 30 ચોગ્ગા પડ્યા હતા.
ભારતીય ટીમ લીગ તબક્કામાં તેની તમામ 9 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં નં-1 ટીમ તરીકે સેમી ફાઈનલમાં પહોંચી છે. ન્યૂઝીલેન્ડ ટીમ 9માંથી પાંચ મેચમાં જીત અને 4માં હાર સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમે આવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
બીજી સેમી ફાઈનલ આવતી કાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. તેમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. બંને સેમી ફાઈનલની વિજેતા ટીમ વચ્ચે 19 નવેમ્બરના રવિવારે મુકાબલો થશે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. ઓસ્ટ્રેલિયા પાંચ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે.
ODIમાં સૌથી વધુ સદી કરનાર બેટર્સઃ
50 – વિરાટ કોહલી (ભારત)
49 – સચીન તેંડુલકર (ભારત)
31 – રોહિત શર્મા (ભારત)
30 – રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)
28 – સનથ જયસૂર્યા (શ્રીલંકા)
ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી કરનાર બેટર્સઃ
7 – રોહિત શર્મા
6 – સચીન તેંડુલકર
6 – ડેવિડ વોર્નર
5 – રિકી પોન્ટિંગ
5 – કુમાર સાંગકારા
5 – વિરાટ કોહલી
IND vs NZ: વિરાટ કોહલી વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો
વિરાટ કોહલી એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં 673 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ સામે, વિરાટ કોહલીએ પોતાનો 81મો રન બનાવતાની સાથે જ માસ્ટર બ્લાસ્ટરને પાછળ છોડી દીધો. આ રીતે વિરાટ કોહલી વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે.
👑💯#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/VdDoRJ11eq
— BCCI (@BCCI) November 15, 2023
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા
આ પહેલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન સચિન તેંડુલકર હતો. સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં આ સિદ્ધિ મેળવી હતી. તે જ સમયે, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર પછી, ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ હેડન આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડને વર્લ્ડ કપ 2007માં 659 રન બનાવ્યા હતા. આ ત્રણ દિગ્ગજો બાદ રોહિત શર્મા ચોથા સ્થાને છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં 648 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ 2019માં જ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે 647 રન બનાવ્યા હતા.
કોહલીએ તોડ્યો સચિનનો ‘વિરાટ’ રેકોર્ડ, 50મી ODI સદી ફટકારી
વિરાટ કોહલીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઐતિહાસિક ઈનિંગ રમી અને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી. આ સદી સાથે કિંગ કોહલીએ સચિન તેંડુલકરનો વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો. કોહલીએ 106 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. કોહલીની આ 50મી ODI સદી હતી અને તે ODI ફોર્મેટમાં 50 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
𝙈𝙊𝙉𝙐𝙈𝙀𝙉𝙏𝘼𝙇! 🫡🫡
Virat Kohli surpasses the legendary Sachin Tendulkar and now has the most centuries in Men's ODIs 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ | @imVkohli pic.twitter.com/230u7JAxcJ
— BCCI (@BCCI) November 15, 2023
પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 49 ODI સદી ફટકારી હતી, પરંતુ હવે કોહલીએ આ દિગ્ગજનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિગ્ગજ તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 463 ODI મેચ રમી હતી. કિંગ કોહલી તેની 291મી ODI મેચ રમી રહ્યો છે. આ સિવાય કોહલીએ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ મામલે પણ કોહલીએ સચિન તેંડુલકરને હરાવ્યા હતા.
𝗙𝗜𝗙𝗧𝗬 𝗢𝗗𝗜 𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗𝗦! 💯
A round of applause for the run-machine: VIRAT KOHLI 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/EbLta2kjue
— BCCI (@BCCI) November 15, 2023
કોહલી પહેલા સચિન તેંડુલકરે વર્લ્ડ કપની એક આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. પરંતુ હવે આ રેકોર્ડમાં કોહલીનું નામ પણ લખાઈ ગયું છે. વર્લ્ડ કપના 48 વર્ષ જૂના ઈતિહાસમાં કોહલી એક જ એડિશનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર બીજા બેટ્સમેન
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર કોહલી બીજા બેટ્સમેન છે. તેની 50મી ODI સદી દ્વારા, કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 80મી સદી ફટકારી. વનડેમાં 50 સદી ઉપરાંત કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 29 સદી અને T20 ઈન્ટરનેશનલમાં 1 સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના નામે છે, જેણે પોતાની કારકિર્દીમાં 100 સદી ફટકારી હતી.
થપ્પડ મારતા નાના પાટેકરનો વીડિયો રીયલ નથી: દિગ્દર્શક અનિલ શર્મા
મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા નાના પાટેકરને સેલ્ફી લેવા માગતા એક પ્રશંસકને માથામાં થપ્પડ મારતા દર્શાવતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થતા નેટયૂઝર્સમાં ખળભળાટ મચી ગયો છે, પરંતુ ગદર 2ના નિર્માતા-દિગ્દર્શક અનિલ શર્માએ કહ્યું છે કે, આ વીડિયો રીયલ નથી, પરંતુ એમની ફિલ્મનું એક દ્રશ્ય છે. શર્માએ ખુલાસો કર્યો છે કે, ‘વીડિયોમાં દર્શાવાયું છે તેમ પાટેકરે કોઈને થપ્પડ મારી નથી, પરંતુ એમની ફિલ્મ ‘જર્ની’નું એક દ્રશ્ય છે. અમે બનારસમાં ફિલ્મનું શૂટિંગ કરતા હતા. એક દ્રશ્ય એવું છે કે એક રસ્તા પર એક છોકરો પાટેકરની નજીક જાય છે ત્યારે નાના એને માથામાં ફટકારે છે. તે શૂટિંગનો એક હિસ્સો હતું, પણ ત્યાં એકત્ર થયેલા લોકોના ટોળામાંના કેટલાકે એ દ્રશ્યને એમના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધું હતું અને પછી ઈન્ટરનેટ-સોશિયલ મીડિયા પર લીક કરી દીધું. હવે પાટેકરને નકારાત્મક તરીકે અને ઉદ્ધત અભિનેતા તરીકે ગણવામાં આવ્યા છે, જે સદંતર ખોટું છે.’
વીડિયો પરથી એવું જણાય છે કે તે પ્રશંસક યુવક પાટેકર સાથે સેલ્ફી લેવા માગતો હતો, પણ પાટેકર ભડકી જાય છે અને એને મારી દે છે. આવા ઉદ્ધત અને અપમાનજનક વ્યવહાર બદલ ઈન્ટરનેટ પર નાના પાટેકરની ટીકા થઈ રહી છે. ભૂતકાળમાં પ્રશંસકો પર હુમલો કરવા બદલ કેટલાક અભિનેતાઓ કાનૂની મુસીબતમાં ફસાયા હતા.
72 વર્ષીય નાના પાટેકરને સંડોવતો બનાવ વારાણસીમાં બન્યો હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પાટેકર ત્યાં એક આગામી ફિલ્મના શૂટિંગ માટે ગયા છે. ઈન્ટરનેટ પર કેટલાકે પાટેકરની તરફેણ કરી છે અને લખ્યું છે કે પાટેકરે ઉગ્ર પ્રતિક્રિયા બતાવી છે એ ખરું, પણ તે યુવકે શૂટિંગમાં ખલેલ પહોંચાડી હતી એટલે પાટેકરને ગુસ્સો આવે એ સહજ વાત હતી.
ગોવિંદાને રૂ. પાંચ લાખનો દંડ કરાયો હતો
2008માં અભિનેતા ગોવિંદા આવી જ એક સમસ્યામાં ફસાયો હતો. મુંબઈના ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં તે હિન્દી ફિલ્મ ‘મની હૈ તો હની હૈ’નું શૂટિંગ કરતો હતો ત્યારે ગુસ્સામાં આવીને સંતોષ રાય નામના એક પ્રશંસકને તમાચો મારી દીધો હતો. સંતોષે 2009ના ફેબ્રુઆરીમાં પોલીસમાં ગોવિંદા સામે ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં મુંબઈ હાઈકોર્ટમાં અપીલ પણ કરી હતી. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસ તંત્ર એની ફરિયાદ નોંધતું નથી. હાઈકોર્ટે સંતોષની અપીલને ફગાવી દીધી હતી. એટલે સંતોષ 2017માં સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ગોવિંદાને આદેશ આપ્યો હતો કે તે સંતોષની બિનશરતી માફી માગે અને એને વળતર પેટે પાંચ લાખ રૂપિયા ચૂકવે. તેથી હવે જો નવા કિસ્સામાં યુવક પોલીસમાં ફરિયાદ નોંધાવશે તો નાના પાટેકર માટે કાનૂની મુસીબત ઊભી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ક્રાંતીવીર ફિલ્મમાં નાના પાટેકરનો જ એક ડાયલોગ છે – ‘સર કે પીછે નહીં મારના, યહાં દિમાગ હોતા હૈ.’
PM નરેન્દ્ર મોદીએ કિસાન નિધિનો 15મો હપ્તો જાહેર કર્યો
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડવામાં આવ્યો: જે ખેડૂત ભાઈઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, તે હવે પૂરો થઈ ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજનાનું ફંડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યું છે. આ વખતે આ યોજના હેઠળ 8 કરોડથી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લગભગ 18 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખુંટીમાં આયોજિત એક કાર્યક્રમમાંથી બટન દબાવીને આ હપ્તો ટ્રાન્સફર કર્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક મદદ કરવાનો છે. ખેડૂતોને તેમની કૃષિ અને અન્ય આપાતકાલીન જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. જો કોઈ ખેડૂત યોજના સંબંધિત વધુ માહિતી માંગે છે, તો તે pmkisan-ict@gov.in પર ઈમેલ મોકલી શકે છે. આ સિવાય તેઓ હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકે છે.

શું છે યોજના?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે જે દેશના તમામ ખેડૂત પરિવારોને આર્થિક મદદ પૂરી પાડે છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂત પરિવારને ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. યોજનાના ઉદ્દેશ્ય વિશે વાત કરતાં તે ખેડૂતોની આવકમાં વધારો, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો, ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. યોજના દ્વારા દરેક ખેડૂત પરિવારને ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયા મળે છે. પહેલો હપ્તો એપ્રિલ મહિનામાં, બીજો હપ્તો જુલાઈ મહિનામાં અને ત્રીજો હપ્તો નવેમ્બર મહિનામાં આપવામાં આવે છે.
ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 750 અને નિફ્ટીમાં 232 પોઈન્ટનો વધારો
15 નવેમ્બર 2023 ના રોજ સ્ટોક માર્કેટ બંધ: એક દિવસની રજા પછી, ભારતીય શેરબજારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઘટાડા પછી શાનદાર પુનરાગમન કર્યું છે. સારા વૈશ્વિક સંકેતો અને બજારમાં રોકાણકારોની ભારે ખરીદીને કારણે સેન્સેક્સ 700 પોઈન્ટના ઉછાળા સાથે 65,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. બજારમાં આ ઉછાળાની આગેવાની બેન્કિંગ, આઈટી, એફએમસીજી શેરોમાં થઈ હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 742 પોઈન્ટના ઉછાળા સાથે 65,675 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 232 પોઈન્ટના ઉછાળા સાથે 19,675 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
Sensex jumps 742.06 points to settle at 65,675.93; Nifty surges 231.90 points to 19,675.45
— Press Trust of India (@PTI_News) November 15, 2023
તમામ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. પરંતુ સૌથી વધુ વૃદ્ધિ IT, FMCG, બેન્કિંગ, એનર્જી શેરોમાં જોવા મળી છે. આ સિવાય મેટલ્સ, ફાર્મા, ઓટો, રિયલ એસ્ટેટ, મીડિયા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં પણ ભારે ખરીદી જોવા મળી છે. નિફ્ટીના મિડ કેપ શેરોમાં 400 પોઈન્ટનો વધારો થયો હતો જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 180 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર ઉછાળા સાથે અને 3 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 47 શૅર વધારા સાથે અને ત્રણ નબળાઈ સાથે બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3 લાખ કરોડનો વધારો થયો
આજના વેપારમાં શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 325.42 લાખ કરોડ હતું જે અગાઉના સત્રમાં રૂ. 322.08 લાખ કરોડ હતું. મતલબ કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 3.34 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

વધતા અને ઘટતા શેર
આજના વેપારમાં ટેક મહિન્દ્રા 3.83 ટકા, ટાટા મોટર્સ 2.84 ટકા, ઇન્ફોસિસ 2.69 ટકા, વિપ્રો 2.54 ટકા, ટાટા સ્ટીલ 2.52 ટકા, ટીસીએસ 2.03 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે બજાજ ફાઇનાન્સ 1.84 ટકા, પાવર ગ્રીડ 0.97 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.97 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા છે. આજે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ અંબાજીના ચીખલા ખાતે પહોંચ્યા છે. ત્યારે ચીખલાથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમા જોડાયા છે.
Live: જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ. ગુજરાતમાં અંબાજી ખાતેથી યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ. https://t.co/AxrLnSr2Bw
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 15, 2023
ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે મા અંબાના દર્શન કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ અંબાજીમાં પહોંચ્યા છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે મા અંબાના દર્શન કર્યા છે. તેમજ ચીખલામાં જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી છે. તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે. અંબાજીથી વિકસિત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત લોકોએ અમૃત સંકલ્પ લીધા છે. જેમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા છે. તેમજ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું છે કે ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેની પૂણ્યતિથિ છે. સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષની શરૂઆત આદિવાસી વિસ્તારથી કરી રહ્યા છીએ. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવાનું સૌભાગ્ય મળ્યુ છે. ભગવાન બિરસા મૂંડાની આજે જન્મજયંતિ છે. આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ.
નૂતન વર્ષમાં શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માઁ અંબાજીના દર્શન, પૂજન, આરતીનું ધન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું. માતાજીના ચરણોમાં ગુજરાતના નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ માટે પ્રાર્થના કરી. pic.twitter.com/QBlsrYkmWP
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 15, 2023
આઝાદીની લડાઇમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યુ
આઝાદીની લડાઇમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યુ છે. ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મંગાવવી પડતી હવે મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારત ઉત્પાદન કરે છે. અનેક વસ્તુઓની નિકાસ ભારત કરે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કોટનના કાપડની નિકાસ કરીએ છીએ. સ્માર્ટ ફોનનું ઉત્પાદન ભારતમાં થાય છે. સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન ભારતમાં થવાનું છે. PMએ દુરંદેશી દાખવી સેમિ કંડક્ટર ચીપને પ્રોત્સાહન આપ્યુ છે. દેશના 75 જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઇ છે. યાત્રા દરમ્યાન લાભાર્થીઓને યોજનાઓ હેઠળ આવરી લેવાશે. તેમાં વિવિધ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ છે.
ફરી આવી રહ્યું ખતરનાક ચક્રવાતી તોફાન
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા વિસ્તારની રચના બાદ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. તેમાંથી એક ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે, જે બાદમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાશે. તેમણે કહ્યું કે 15 નવેમ્બરથી આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની આસપાસ પવનની ઝડપ વધવાની સંભાવના છે. 15 અને 16 નવેમ્બરે ભારે પવન ફૂંકાશે.

ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળશે
IMD વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ પર નીચા દબાણનો વિસ્તાર 16 નવેમ્બરના રોજ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાય તે પહેલાં. ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે. પશ્ચિમ તેમણે કહ્યું કે પાછળથી તે ફરીથી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળશે અને 17 નવેમ્બરે ઓડિશાના કિનારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચશે. IMDએ કહ્યું છે કે જ્યારે નીચા દબાણનો વિસ્તાર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને છે અને ડિપ્રેશનમાં ફેરવાય છે, ત્યારે તેને ‘મિધિલી’ કહેવામાં આવશે.

માછીમારોને આપી સુચના
IMDએ માછીમારોને આગામી સૂચના સુધી 15 થી 17 નવેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગે 15 નવેમ્બરે ઓડિશાના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. તેની તીવ્રતા વધવાની શક્યતા હોવાનું પણ જણાવ્યું હતું. 16 નવેમ્બરે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે. ડાઉન ટુ અર્થ અનુસાર, હવામાનશાસ્ત્રીઓએ વધુ એક ચક્રવાતી પરિભ્રમણ જોયો છે. તે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં આવેલું છે.










