શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ડોડા જિલ્લામાં એક પેસેન્જર બસ ચિનાબ નદીની ખીણમાં પડતાં ઓછામાં ઓછા 36 જણના મરણ થયા છે. બીજા 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.
બસ કિશ્તવાડથી જમ્મુ જતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. તે વિશે તપાસ ચાલે છે. બસ અકસ્માતના ભયાનક દ્રશ્યો ઈન્ટરનેટ પર જોવા મળી રહ્યા છે. અકસ્માત સ્થળે મૃતદેહો પડેલા વીડિયોમાં જોઈ શકાય છે. કેન્દ્ર સરકારે પ્રત્યેક મૃતક પ્રવાસીના સ્વજનોને બે લાખ રૂપિયા અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50,000ની સહાયતાની જાહેરાત કરી છે.
35 વર્ષ મીઠાપુર હાઇસ્કુલમાં શિક્ષણ-કાર્ય કરનાર અને એનસીસીમાં નેવલ-ઓફિસર તરીકે દર વર્ષે 100-150 વિદ્યાર્થીઓને નેવી-કેડેટની ટ્રેનિંગ આપનાર, જાણીતા વાર્તાકાર રતીલાલ વાયડા (‘મૃગેશ’)ની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ, બાળપણ, પ્રાથમિક-અભ્યાસ બેટ-દ્વારકામાં. ચાર ભાઈ-ચાર બહેનના કુટુંબમાં તેઓ સૌથી મોટા હતા. કૌટુંબિક જવાબદારીઓ ઘણી હતી. 15 માણસના સંયુક્ત-કુટુંબમાં મોટા થયા. પિતાને ફરસાણ અને મીઠાઈની દુકાન હતી. આગળનો અભ્યાસ કાકાને ઘેર મીઠાપુરમાં રહી કર્યો. ત્યારબાદ દ્વારકા શારદાપીઠમાં કોલેજમાં ભણ્યા. 1965માં ગ્રેજ્યુએશન કરી ટાટા કેમિકલ્સ(મીઠાપુર)માં જોડાયા. આલિયાપાડામાં બી.એડ. કરી જે શાળામાં પોતે ભણ્યા તે શાળામાં શિક્ષક તરીકે નોકરી લીધી. એમ.એ., બી.એડ., એલએલબી સુધી ભણ્યા. એનસીસીમાં નેવલ-ઓફિસર તરીકે 24 વર્ષ કામ કર્યું. દરવર્ષે 100-150 વિદ્યાર્થીઓને તેઓ તાલીમ આપતા. 5 નેવલ કેડેટને દિલ્હીની રિપબ્લિક-ડે પરેડમાં મોકલ્યા. 10 વર્ષ SSC-બોર્ડના એક્ઝામીનર હતા.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
રાતના વાંચવા-લખવાનું ચાલે એટલે સવારે ઊઠવામાં મોડું થાય. ઊઠીને નિત્ય-કાર્ય કરી કસરત કરે. પગના ઓપરેશન પછી ચાલવાની થોડી તકલીફ છે. સવારે પૂજાપાઠ કરે, રામાયણ વાંચે, વિષ્ણુ-સહસ્ત્રનામ પણ કરે. 2000માં, નિવૃત્તિ બાદ લખવાનું કામ વધ્યું છે. તેઓએ સાહિત્ય-સરિતા, શબ્દ-વાવેતર, સાહિત્ય-જગત, પ્રતિલિપિ વગેરેમાં 325 લેખ-નવલિકા-વાર્તા-કવિતા-અનુભવો વગેરે લખ્યાં છે. 150 જેટલાં સર્ટિફિકેટ મળ્યાં છે. કુટુંબ-જ્ઞાતિ-સમાજ સાથે ઘણું કામ કર્યું છે. ગુગળી બ્રાહ્મણ-જ્ઞાતિ, મીઠાપુરના 30 વર્ષ પ્રેસિડેન્ટ હતા. તેમને દ્વારકા ગુગળી જ્ઞાતિ તરફથી જ્ઞાતિ-રત્ન એવોર્ડ પણ મળ્યો છે.
શોખના વિષયો :
લેખન-વાંચન મુખ્ય શોખ, ફિલ્મ જોવી ગમે, ફિલ્મ-સંગીત પણ ગમે. હરવા- ફરવાનો બહુ શોખ. આખું ભારત ફરી વળ્યા છે. 15 વાર હરદ્વાર ગયા છે! શિક્ષક હતા એટલે બાળકો સાથે પણ ફરવા જતા. બધાં જ્યોતિર્લિંગના દર્શન કર્યાં છે, અનેક નદીઓમાં સ્નાન કર્યાં છે. સંત-સમાગમ પણ ગમે. જ્યોતિષનો શોખ છે, વાંચીને જાતે શીખ્યા છે. એક્યુપ્રેશરની તાલીમ લીધી છે. જ્યોતિષ અને એક્યુપ્રેશરનું કામ સેવા તરીકે કરે છે, પૈસા લેતા નથી.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે. બીપી-ડાયાબિટીસ કંટ્રોલમાં છે. રેગ્યુલર ચેકઅપ કરાવે છે. જામનગરમાં (દીકરીને ઘેર) પડી ગયા હતા, ઘૂંટણનું હાડકું તૂટી ગયું હતું એટલે પગની થોડી તકલીફ છે, પણ ઘરમાં ચાલી શકે છે.
યાદગાર પ્રસંગ:
NCCની વાર્ષિક નેવલ-ટ્રેનિંગમાં દર વર્ષે 50 કેડેટ સાથે જોડતા. તેઓ પોતે નેવલ-ઓફિસરની ટ્રેનિંગમાં ચાર વાર ગયા હતા. બહુ સારો દેખાવ કર્યો હતો. તેમણે રાયફલ ફોડવાના અને બોમ્બ ફોડવાના અનુભવ પણ લીધા! એકવાર મહુવામાં કેમ્પ કર્યો હતો. તેમના ઉપરીઓ મુરારીબાપુને કેમ્પમાં આવવા આમંત્રણ આપવા ગયા. સમયની અછતને કારણે મોરારીબાપુએ આમંત્રણ સ્વીકાર્યું નહીં. બીજે દિવસે રતીભાઈએ આગ્રહ કરી બાપુને કહ્યું: “બાપુ, 600 છોકરાઓ આવ્યા છે. જો તમે આવી વિદ્યાર્થીઓને સંબોધો તો તેમનો ઉત્સાહ વધે.” છેવટે મોરારીબાપુએ તેમનું દસ મિનિટ બોલવાનું આમંત્રણ સ્વીકાર્યું. જ્યારે તેઓ કેમ્પમાં આવ્યા ત્યારે ત્યાંનો માહોલ જોઈને બાપુએ લગભગ દોઢ કલાક વિદ્યાર્થીઓને સંબોધન કર્યું!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી-ટેકનોલોજીનો ઘણો ઉપયોગ કરે છે. 2000ની સાલ પછી કાગળ ઉપર લખવાનું તેમણે છોડી દીધું છે! સીધું મોબાઇલ અથવા કોમ્પ્યુટર ઉપર કામ કરે છે જે ઘણું ઝડપી અને સગવડ-ભર્યું છે. તેમનું માનવું છે કે નવી-ટેકનોલોજીને લીધે હાથની અંદર આખી દુનિયા સમાઈ ગઈ છે! તેમને દીકરા અને પૌત્રે નવી-ટેકનોલોજી સારી રીતે વાપરવાનું શીખવાડયું છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેઓ સંયુક્ત-કુટુંબમાં હતા ત્યારે સ્ત્રીઓ ઘરનું બધું કામ જાતે કરતી, સગડી સળગાવતી, રસોઈ કરતી, ઓચિંતા મહેમાનો આવે તેમને સાચવતી, તેમને શારીરિક શ્રમ ઘણો રહેતો. હવે લોકોની આવક વધી છે, જીવન સરળ થયું છે. નવી-ટેકનોલોજીને લીધે બહેનોને લાભ થયા છે. આરોગ્યમાં પણ નવી-ટેકનોલોજી ઘણી કામ લાગે છે. લેખનમાં તેમને પોતાને પણ ઘણો ફાયદો થયો છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને એક દીકરો, એક દીકરી અને બે પૌત્ર છે. તેઓ યુવાનો સાથે ટચમાં છે. તેમના વાચકો અને વિદ્યાર્થીઓની બીજી-ત્રીજી પેઢી સાથે પણ ટચમાં છે. તેમનો લેખ છાપામાં આવે કે તરત વિદ્યાર્થીઓના મેસેજ આવી જાય! તેમના લાખો વિદ્યાર્થીઓ, વાંચકો અને ચાહકો છે જેનું તમને ગૌરવ છે!
સંદેશો :
વ્યવસાય માટે વિદ્યાર્થીઓને મોકળું મેદાન મળ્યું છે, પણ યુવાનોએ લશ્કરમાં જોડાવું જોઈએ. જો લશ્કરમાં જોડાઈ ન શકાય તો જિંદગીમાં હિંમતથી દેશને માટે કામ કરવું જોઈએ.
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.
મુંબઈઃ બંગાળના અખાતમાં હવાના ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થયું હોવાને લીધે મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘર ઉપરાંત મહારાષ્ટ્રના કોકણ, સાતારા, પુણે જિલ્લાઓમાં પણ આગામી ચાર દિવસ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમુક વિસ્તારોમાં જોરદાર તો અમુક સ્થળે ધીમો વરસાદ પડી શકે છે.
કોકણ સમુદ્રકાંઠા વિસ્તારમાં તથા પડોશના ગોવા રાજ્યમાં જોરદાર વરસાદ પડવાની આગી છે. આગામી ચાર-પાંચ દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્રના સમુદ્રકાંઠા વિસ્તારોમાં હવામાન બદલાશે. અમુક સ્થળે વરસાદ પડશે તો અમુક સ્થળે આકાશ વાદળછાયું રહેશે. હવામાન-વાતાવરણમાં આ ફેરફારને લીધે આગામી અમુક દિવસોમાં તાપમાન ઘટીને ઠંડી વધવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણપૂર્વ ખૂણે હવાના ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થયું છે અને એને લીધે ચક્રવાત વાવાઝોડું પણ સર્જાવાની સંભાવના છે. એને કારણે તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.
મુંબઈઃ દેશના ટોચના ઔદ્યોગિક ગૃહમાંના એક, ભારતીય ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સ્પોન્સર કંપની તથા અનેક ફિલ્મી સિતારાઓને મદદરૂપ થનાર સહારા ઈન્ડિયા ગ્રુપના માલિક સુબ્રત રોય ‘સહારાશ્રી’નું ગઈ કાલે રાતે અહીંની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં હૃદય બંધ પડી જવાને કારણે નિધન થયું હતું. તેઓ 75 વર્ષના હતા અને એમને લાંબા સમયથી હૃદયની તથા બીજી કેટલીક ગંભીર બીમારીઓ હતી. એમને ગઈ 12 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમના પરિવારમાં એમના પત્ની સ્વપ્ના અને બે પુત્ર – સુશાંતો અને સીમાંતો છે. સહારા ઈન્ડિયા પરિવાર ગ્રુપ તરફથી સુબ્રત રોયના નિધનના સમાચાર બહાર પાડવામાં આવ્યા હતા.
મૂળ બિહારના અરરિયાના વતની સુબ્રત રોય ‘સહારાશ્રી’ તરીકે ઉદ્યોગજગતમાં પ્રસિદ્ધ થયા છે. લાગણીશીલ વ્યક્તિ અને સફળ ઉદ્યોગપતિ તરીકેની એમની જીવન સફર આશ્ચર્યજનક અને પ્રેરણાત્મક રહી છે. યુવાનીમં તેઓ ઉત્તર પ્રદેશના ગોરખપૂરના રસ્તાઓ પર લેમ્બ્રેટા સ્કૂટર પર ફરસાણ અને બિસ્કીટ વેચવાનું કામ કરતા હતા. આગળ જતાં તેઓ એરલાઈન કંપની એર સહારાના માલિક બન્યા હતા.
1948ની 10 જૂને અરરિયામાં જન્મેલા સુબ્રત રોય કામકાજની શોધમાં કુટુંબીજનો સહિત ગોરખપૂરમાં સ્થાયી થયા હતા અને ત્યાં ભાડાની જગ્યામાં રહેતા હતા. ગોરખપૂરમાં જ એમણે શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને આગળ જતાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો હતો. બાદમાં એમણે ગોરખપુરમાં જયા પ્રોડક્ટ્સ નામે ફરસાણના પેકેટ્સ વેચીને પોતાની ધંધાકીય કારકિર્દીની શરાત કરી હતી. 1978માં એમણે પાંચ જણ સાથે મળીને સહારા ગ્રુપની નાના પાયે સ્થાપના કરી હતી.
ગ્રુપ આગળ જતાં અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરતું થયું હતું. જેમ કે, નાણાકીય, રિયલ એસ્ટેટ, મીડિયા અને હોસ્પિટેલિટી વગેરે. મહારાષ્ટ્રમાં લોનાવલા નજીક એમ્બી વેલી એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.
સુબ્રત રોયને મળેલા પુરસ્કારોઃ
રાષ્ટ્રીય નાગરિક પુરસ્કાર (2001)
બિઝનેસમેન ઓફ ધ યર (2002)
ઉત્કૃષ્ટ ઉદ્યોગપતિ (2002)
રોટરી ઈન્ટરનેશનલ તરફથી ઉત્કૃષ્ટ ઉદ્યોગપતિ (2010)
રાષ્ટ્રીય ઉડ્ડયન પુરસ્કાર (2010)
ભારતના ટોચના 10 સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિમાં સમાવેશ (2012)
આવતીકાલથી ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ થવા જઇ રહ્યો છે. જેમાં અંબાજીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ કરાવશે. તથા PM મોદી ઝારખંડમાંથી યાત્રા શરૂ કરાવશે. તેમાં લોકસભા ચૂંટણી પૂર્વે આદિવાસી બાહુલ્ય આઠ જિલ્લાઓમાં રથ ફરશે.
અનૂસુચિત જનજાતિ વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનું આયોજન
એક રથ એક દિવસમાં બે ગ્રામ પંચાયતોમાં ફરશે. જનજાતીય ગૌરવ દિવસ 15મી નવેમ્બરને બુધવારથી ભારત સરકાર દ્વારા દેશમાં અનૂસુચિત જનજાતિ વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનું આયોજન કરાયુ છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડમાંથી રાષ્ટ્રવ્યાપી તેનો આરંભ કરાવશે. જ્યારે ગુજરાતમાં અંબાજીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેની શરૂઆત કરાવશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પૂર્વે આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ભારત સરકાર દ્વારા 9 વર્ષની કામગીરીનો રિપોર્ટ સાથે યાત્રાનું આયોજન થયુ છે.
રથ ઉપરથી જ LED અને પોસ્ટર મારફતે 17 પ્રકારની યોજનાઓની માહિતી રજૂ કરાશે
ગુજરાતી નવવર્ષના બીજા દિવસે અર્થાત 15મી નવેમ્બર, બુધવારથી શરૂ થનારી આ યાત્રાના રથ રાજ્યમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા આઠ જિલ્લાઓમાં ફરશે. શિડયુલ ટ્રાઈબ- ST જિલ્લાઓમાં બનાસકાંઠા, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ અને ભરૂચ એમ આઠ જિલ્લાઓમાં 22મી ડિસેમ્બર સુધી 19 જેટલા રથો મારફતે વડાપ્રધાન મોદી સરકારની નવ વર્ષની કામગીરીનો હિસાબ અપાશે. એક રથ એક દિવસમાં બે ગ્રામ પંચાયતોમાં ફરશે. રથ ઉપરથી જ LED અને પોસ્ટર મારફતે 17 પ્રકારની યોજનાઓની માહિતી રજૂ કરાશે. રથ જે દિવસે જે ગામમાં જાય તે જ દિવસે એ ગામમાં ગ્રામસભા યોજવા પણ આદેશો આપાયા છે. 22 ડિસેમ્બર બાદ 20મી જાન્યુઆરી- 2024થી અગાઉના 19 રથમાં બીજા 110 રથોનો ઉમેરો કરીને બાકીના વિસ્તારોમાં તેમનું ભ્રમણ કરાવાશે.
વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે હુલ્લડ અને ગુંડાગીરી કોંગ્રેસની પ્રકૃતિ છે. મધ્યપ્રદેશના શાજાપુરમાં રાહુલ ગાંધી તરફ ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના એક મહાન વિદ્વાન આ દિવસોમાં એમપીમાં ફરે છે. મહાજ્ઞાની જેવા લોકોની વિચારસરણીએ દેશનો નાશ કર્યો.
कांग्रेस, आपकी आकांक्षाओं की नहीं, बल्कि कुछ परिवारों के लालच को पूरा करने वाली पार्टी है।
दिल्ली हो या फिर एमपी, कांग्रेस में सिर्फ और सिर्फ निजी स्वार्थ सर्वोपरि है।
કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ જ્યાં પણ આવી, ત્યાં તેણે વિનાશ લાવ્યો. કોંગ્રેસ ખેડૂતો, યુવાનો અને મહિલાઓની દુશ્મન છે. તે જે પણ કરે છે, તે એક પરિવારના નામે કરે છે. કોંગ્રેસ સાથે કોઈ ચિંતા નથી. પરિવાર. આજે સમગ્ર સાંસદ કહી રહ્યા છે કે ફરી એકવાર ભાજપની સરકાર છે.
कांग्रेस ने दशकों तक केंद्र में सरकारें चलाईं हैं, लेकिन कांग्रेस न तो सिंचाई की पर्याप्त योजना बना पाई और न ही पीने का पानी सुलभ कर पाई।
यहां भाजपा सरकार ने मां नर्मदा का पानी अनेक क्षेत्रों में पहुंचाया है। नर्मदा झाबुआ, पेटलावद, थांदला, सरदारपुर, सूक्ष्म सिंचाई परियोजना पर… pic.twitter.com/dGbUcD0eXj
પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ પાસે તમને આપવા માટે માત્ર નિરાશા, વિરોધ અને નકારાત્મકતા છે. કોંગ્રેસ તેના સ્વભાવથી જ રમખાણો અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. દેશમાં કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસના કારનામાને ભૂલી શકે નહીં. નિશ્ચય. ભાજપે મધ્યપ્રદેશને ખૂબ ઊંડા કૂવામાંથી બહાર કાઢ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે 3 ડિસેમ્બરે જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે દેશ બીજી વખત દિવાળીની ઉજવણી કરશે. મધ્યપ્રદેશમાં ભાજપનું તોફાન લોકોના જબરદસ્ત સમર્થનથી કોંગ્રેસને ઉખાડી નાખશે.
भाजपा ने वंचितों को वरीयता दी। जो समाज के आखिरी छोर पर छूटे हुए थे, हमने उन्हें सर्वोच्च प्राथमिकता दी।
जिन्हें कभी किसी ने नहीं पूछा था… उन्हें मोदी ने पूछा।
PMએ કહ્યું, “કોંગ્રેસ જ્યાં પણ સત્તામાં છે, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય લૂંટફાટ, લૂંટફાટ અને માત્ર લૂંટ કરવાનો છે. તેઓ ચિંતિત છે કે મોદી લોકર્સને કેવી રીતે જાણે છે. લોકરો ખોલવામાં આવી રહ્યા છે અને પૈસાના ઢગલા બહાર આવી રહ્યા છે અને આ બટાકાનું સોનું નથી. તે વાસ્તવિક સોનું છે.”
जिन बच्चों को कांग्रेस के राज में सही पोषण नसीब नहीं था, वो बच्चे कांग्रेस नेताओं की तस्वीरें सजाने के काम आते थे।
इस तरह की मानसिकता रखने वाली कांग्रेस, क्या कभी गरीब का, आदिवासी का भला कर सकती थी?
इसी सोच के साथ हमारे आदिवासी भाई-बहन दशकों तक हाशिये पर थे। गरीब आदिवासियों… pic.twitter.com/oIlfLC5d9o
પીએમ મોદીએ કહ્યું, “ભ્રષ્ટાચાર, ગુનાખોરી અને કોંગ્રેસ અને આ બંનેનું ગઠબંધન કોઈપણ રાજ્યને બરબાદ કરવા માટે પૂરતું છે. તેથી મધ્યપ્રદેશે ખૂબ જ સાવચેત રહેવું પડશે. જે લોકો પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે, તેમને તે ખૂબ જ જરૂરી છે. ભૂતકાળના ઇતિહાસને જાણવું મહત્વપૂર્ણ છે. ફક્ત તમારા માતાપિતાને પૂછો કે તેઓ કેવા મુશ્કેલ જીવનમાંથી પસાર થયા છે.”
મ્યાનમારના ચીન રાજ્યમાં એરસ્ટ્રાઈક અને ફાયરિંગને કારણે સરહદી વિસ્તારોમાં તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. સામાન્ય લોકો ડરના માર્યા ભારતમાં પ્રવેશી રહ્યા છે. મિઝોરમના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં 5000થી વધુ લોકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા છે. તેમની વચ્ચે 39 સૈન્ય જવાનો પણ છે.
આઈજીપી લાલબિયાકથાંગા ખિયાંગતેએ જણાવ્યું કે રવિવારે (12 નવેમ્બર) સાંજે મ્યાનમારના પીડીએફએ મ્યાનમાર આર્મી પોસ્ટ પર હુમલો કર્યો. ગઈકાલે (સોમવાર, 13 નવેમ્બર) PDF એ મ્યાનમારની બે પોસ્ટ કબજે કરી. પરિણામ એ આવ્યું કે મ્યાનમારના લશ્કરી જવાનોએ મિઝોરમમાં આશ્રય લેવાનું શરૂ કર્યું. તેમાંથી 39 લોકોએ મિઝોરમ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. IGPએ વધુમાં કહ્યું, 5,000 થી વધુ લોકોએ સરહદ નજીકના બે ગામોમાં આશ્રય લીધો હતો અને અમારા લગભગ 20 નાગરિકો પણ ઘાયલ થયા હતા. જેમાંથી આઠને વધુ સારી સારવાર માટે આઈઝોલ લાવવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. અત્યારે ઘણી શાંતિ છે, પરંતુ અમને ખબર નથી કે મ્યાનમારની સેના હવાઈ હુમલા કરશે કે નહીં. “અમે આ સમયે હવાઈ હુમલાને નકારી શકતા નથી.
લોકો મિઝોરમમાં કેમ પ્રવેશી રહ્યા છે?
મિઝોરમના ચંફઈ જિલ્લાના ડેપ્યુટી કમિશનર (ડીસી) જેમ્સ લાલરિંચનાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મ્યાનમારમાં શાસક જંટા દ્વારા સમર્થિત સુરક્ષા દળો અને મિલિશિયા જૂથ ‘પીપલ્સ ડિફેન્સ ફોર્સ’ વચ્ચે રવિવારે સાંજે ભીષણ ગોળીબાર થયો હતો. ચંફઈ જિલ્લો પડોશી દેશના ચીન રાજ્ય સાથે તેની સરહદ વહેંચે છે. આ કારણોસર લોકો મિઝોરમમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પીડીએફએ ભારતીય સરહદ નજીક ચીન રાજ્યમાં ખાવમાવી અને રિખાવદરમાં બે સૈન્ય સ્થાનો પર હુમલો કર્યો ત્યારે લડાઈ શરૂ થઈ. જવાબમાં મ્યાનમારની સેનાએ ખાવમાવી અને રિહખાવદર ગામો પર હવાઈ હુમલા કર્યા હતા.