Home Blog Page 2342

જસ્ટિન ટ્રુડોએ ફરી ફોડ્યો ‘નિજ્જર બોમ્બ’, કહ્યું- ભારતીય એજન્ટોએ કરી હત્યા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને લઈને નિવેદન આપ્યું છે. તેણે ફરી ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ ભારતમાંથી હાંકી કાઢવામાં આવેલા 40 કેનેડિયન રાજદ્વારીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. જૂન મહિનામાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ગુરુદ્વારા બહાર કેનેડિયન નાગરિક અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. ભારતે આ હત્યાનો આરોપ લગાવ્યો હતો.

જસ્ટિન ટ્રુડોએ કહ્યું, ‘અમે ખૂબ જ સ્પષ્ટ કહી દીધું છે કે અમે આ ગંભીર મામલામાં ભારત સાથે કામ કરવા માંગીએ છીએ. શરૂઆતથી જ અમે વાસ્તવિક આરોપો શેર કર્યા છે જેના વિશે અમે ખૂબ જ ચિંતિત છીએ. તેમણે કહ્યું, ‘અમે આ મામલાના તળિયે જવાનો નિર્ણય કર્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને અમે ભારત સરકાર અને વિશ્વભરના ભાગીદારોનો સંપર્ક કર્યો છે.

ભારતે નિજ્જરની હત્યા કરાવી: જસ્ટિન ટ્રુડો

કેનેડાના વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘ભારતે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું છે. નવી દિલ્હીએ મનસ્વી રીતે 40 થી વધુ રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરી. આ કારણે અમે ખૂબ જ નિરાશ છીએ. તેમણે કહ્યું, ‘અમારી પાસે માનવા માટે ગંભીર કારણો છે કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે.’ ટ્રુડોએ કહ્યું કે ભારતે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરીને કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા.

ગાયક સુરેશ વાડકરની પસંદગી ‘લતા મંગેશકર એવોર્ડ’ માટે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આ વર્ષના તેના પ્રતિષ્ઠિત ‘ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર’ માટે પ્રસિદ્ધ પાર્શ્વગાયક અને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત સુરેશ વાડકરની પસંદગી કરી છે. 2018માં સંગીત નાટક અકાદમી તરફથી એવોર્ડ જીતનાર 68 વર્ષીય વાડકરને આ એવોર્ડ રૂપે રોકડ ઈનામી રકમ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવશે. એવોર્ડ કાર્યક્રમની તારીખ જાહેર થવાની હજી બાકી છે.

કોલ્હાપુરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા સુરેશ વાડકર એમના યુવાની કાળમાં કુસ્તીબાજ હતા, પણ એમને ગાયકીનો પણ શોખ હતો. 1976માં એમણે એક ગાયન-સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમાં વિજયી ઘોષિત થયા હતા. તે પછી તેઓ મુંબઈ આવ્યા હતા અને સંગીત શિક્ષક બન્યા હતા. 1977માં એમને તે વખતના સંગીતકાર રવિન્દ્ર જૈને એમને હિન્દી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકેનો બ્રેક આપ્યો હતો. ફિલ્મ હતી પહેલી અને ગીત હતું સોના કરે ઝીલમીલ ઝીલમીલ. તે પછી એમણે ગમન ફિલ્મમાં ગાયેલું ગીત સીને મેં જલન બહુ જ લોકપ્રિય થયું હતું. એ ગીતે લતા મંગેશકરનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને એમણે વાડેકર પાસે ગીત ગવડાવવાની ટોચના સંગીતકારોને ભલામણ કરી હતી. વાડકરે ત્યારબાદ ક્રોધી, હમ પાંચ, પ્યાસા સાવન, પ્રેમ રોગ, હીના, પ્રેમ ગ્રંથ, રામ તેરી ગંગા મૈલી, પરિંદા, સદમા જેવી અનેક હિન્દી ફિલ્મોમાં તેમજ મરાઠી ફિલ્મોમાં ગીતો માટે પોતાનો સ્વર આપ્યો હતો. એમના તમામ ગીતો લોકપ્રિય થયા છે.

બંગાળ સરહદે ભારત-બાંગ્લાદેશના સૈનિકોએ દિવાળી નિમિત્તે મીઠાઈની આપ-લે કરી

કોલકાતાઃ આજે ભારતમાં ઉજવાઈ રહેલા દિવાળી પર્વ નિમિત્તે બોર્ડર સિક્યૂરિટી ફોર્સ (બીએસએફ) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ના જવાનોએ એકબીજાને મીઠાઈ આપીને તહેવારના અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છા વ્યક્ત કરી હતી. ભારત અને બાંગ્લાદેશ એકબીજા સાથે સાંસ્કૃતિક વારસો ધરાવે છે. બંને દેશની સેનાએ મજબૂત વ્યવસ્થાતંત્રની રચના કરી છે જે દ્વારા સરહદોનું રક્ષણ કરતા એમના દળો વચ્ચે સહકાર જળવાઈ રહે છે. આજે બંને દળે ફૂલબારી ખાતે સરહદ પર મીઠાઈની આપ-લે કરી હતી.

બંને દેશની સરહદ પર પહેરો ભરતા જવાનો એકબીજાના દેશના દરેક મુખ્ય તહેવાર વખતે એકબીજાને મીઠાઈ આપીને શુભેચ્છા વ્યક્ત કરતા હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં લેપચા ગામ ખાતે જઈને સુરક્ષા જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

(તસવીર સૌજન્યઃ @BSFNBFTR)

ગાઝામાં યુદ્ધનો તત્કાળ અંત લાવવાની આરબ, મુસ્લિમ દેશોના નેતાઓની માગણી

રિયાધઃ સાઉદી અરેબિયા તથા અન્ય મુસ્લિમ દેશોએ ગાઝામાં લશ્કરી કાર્યવાહીઓનો તત્કાળ અંત લાવવાની માગણી કરી છે. પેલેસ્ટાઈનનાં લોકો સામે આત્મરક્ષણ માટે મિલિટરી પગલું ભર્યાના ઈઝરાયલના દાવાને આરબ-મુસ્લિમ નેતાઓએ નકારી કાઢ્યો છે. રિયાધમાં ગઈ કાલે સંયુક્ત ઈસ્લામિક-આરબ શિખર સંમેલન મળ્યું હતું. એમાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે પેલેસ્ટીનિયન વિસ્તારોમાં ઈઝરાયલે કરેલા યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોની એ તપાસ કરાવે. આ જાણકારી સંમેલન બાદ રિલીઝ કરવામાં આવેલા એક સંદેશમાં આપવામાં આવી છે.

સાઉદી અરેબિયાએ ભારપૂર્વક કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલ ગાઝામાં શત્રુતાનો અંત લાવે. સંમેલનમાં સાઉદી અરેબિયા વતી રાજકુમાર મોહમ્મદ બિન સલમાન હાજર રહ્યા હતા, જેઓ આ દેશના શાસક છે. ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાઈસી, તુર્કીના પ્રમુખ તાઈપ એર્ડોગન, કતરના અમિર શેખ તમિમ બિન હમાદ અલ થાની અને સિરિયાના પ્રમમુખ બશર અલ-અસદ, પેલેસ્ટાઈનના પ્રમુખ મેહમૂદ અબ્બાસ, ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ પણ આ સંમેલનમાં હાજરી આપી હતી.

દરમિયાન, ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સામે એમના જ દેશમાં વિરોધ થયો છે. ઈઝરાયલના માર્ગો પર ગઈ કાલે હજારો લોકો ઉતર્યાં હતાં અને ગાઝા સાથે યુદ્ધવિરામ કરવાની માગણી કરી હતી. પરંતુ નેતન્યાહૂ આ માગણી સામે દબાણમાં આવ્યા નથી. એમણે કહ્યું કે જ્યાં સુધી હમાસ સંગઠન બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામની વાત જ નહીં થાય.

પીએમ મોદી તરફથી દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિવાળી તહેવાર નિમિત્તે દેશવાસીઓને અભિનંદન આપ્યા છે અને આ તહેવાર એમને આનંદ તથા તંદુરસ્તી પ્રદાન કરે એવી શુભેચ્છા વ્યક્ત કરી છે. વડા પ્રધાને X (ટ્વિટર) સોશિયલ મીડિયા સાઈટ પર મૂકેલી પોસ્ટમાં લખ્યંm છે, દરેક જણને દિવાળીની શુભેચ્છા. આ વિશેષ તહેવાર દરેક જણના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને તંદુરસ્તી લાવે એવી શુભેચ્છા.

લોકવાયકા અનુસાર, ભગવાન રામ એમના પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણની સાથે રાક્ષસ રાજા રાવણનો વધ કરીને અને 14-વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા નગરમાં પાછાં ફર્યાં હતાં એ દિવસને લોકોએ ઉત્સવની જેમ ઉજવ્યો હતો. લોકોએ ઘેર ઘેર દીવડાં પ્રગટાવીને અને આંગણામાં રંગોળી બનાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. ભગવાન રામના પુનરાગમનને લોકોએ અંધકારના અંત અને પ્રકાશના આરંભ તરીકે ગણાવ્યું હતું.હિન્દૂ ધર્મીઓ દર વર્ષે આસો મહિનાના વદ પક્ષના આખરી દિવસને દિવાળી પર્વ તરીકે ઉજવે છે.

 

૧૨ નવેમ્બર, ૨૦૨૩

૧૨ નવેમ્બર, ૨૦૨૩

પંચાંગ 12/11/2023

અયોધ્યા દીપોત્સવ 2023: શાનદાર..અદ્દભૂત..અલૌકિક નજારો, ફરી રેકોર્ડ બનાવ્યો

દિવાળી પર્વ નિમિત્તે અયોધ્યાના સરયુ ઘાટ ખાતે દીપોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી યોગી, સંતો અને સામાન્ય જનતા સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. દીપોત્સવ દરમિયાન વિવિધ ઘાટો પર 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

 

અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ ઉજવાયો

અયોધ્યાના સરયુ ઘાટ ખાતે આજે દીપોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન સરયૂ નદીના ઘાટો પર 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા છે. જે બાદ ફરી એકવાર સરયૂ ઘાટ પર રેકોર્ડ બન્યો છે. આ ઉપરાંત રેઝર શો અને આતશબાજી પણ કરવામાં આવી હતી.

સરયુ નદી પર લેસર શોનું આયોજન

સરયુ નદી પર દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન અહીં લેસર શો દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સીએમ યોગીએ સરયૂ નદીના ઘાટ પર આરતી કરી

અયોધ્યામાં સરયૂ નદીના ઘાટ પર દીપોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘાટ પર આરતી કરી હતી. લાખો દીવાઓથી ઘાટ ઝળહળી ઉઠ્યો હતો.

 

Photos : રામની નગરી અયોધ્યામાં રોશની પર્વ પર અદભુત નજારો જોવા મળ્યો

સરયુનો કિનારો પ્રકાશમાં સ્નાન કરે છે, જ્યાં દરેક જગ્યાએ લાખો માટીના દીવા ઝગમગી રહ્યાં છે. આ એક એવું દ્રશ્ય છે જે અયોધ્યાના લોકોએ એક વર્ષની રાહ જોયા બાદ ફરી એકવાર જોયું છે. આ પ્રસંગે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ અયોધ્યામાં હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અદ્ભુત દ્રશ્યના સાક્ષી બનવા માટે 54 દેશોના રાજદ્વારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. CM યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સરયૂના કિનારે સ્વયંસેવકોને દીવા પ્રગટાવવા માટે પ્રોત્સાહિત કરવા હાજર છે.

 

દિવાળી : ગાંધીનગરમાં આવેલા અક્ષરધામને હજારો દીવડાઓથી શુષોભિત કરાયું

દિવાળીના પર્વ નિમિતે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામને દીવડાઓથી શુષોભિત કરવામાં આવ્યુ છે. અંધકારમાં ઉજાસ લાવતા આ પર્વમાં BAPS સંસ્થાનું અક્ષરધામ 10,000 દિવડાંઓથી ઝગમગી ઉઠ્યું હતું. આ સાથે અક્ષરધામ પરિસરમાં ‘ગ્લો ગાર્ડન ‘ પણ તૈયાર કરવામાં આવ્યુ છે. રાત્રિ પ્રકાશમાં દિવડાં અને ગ્લો ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સતત 31 વર્ષથી અક્ષરધામ સંસ્થા પરંપરાગત શૈલીમાં સમાજ સક્ષમ દીપોત્સવીનો તહેવાર અને ધર્મની વાત રજુ કરે છે. ત્યારે આજે પણ સંસ્થા દ્વારા હજારો દિવડા પ્રગટાવી મંદિરને શુષોભિત કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)