Home Blog Page 2347

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

Chitralekha Gujarati Diwali – November 20 – 27, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 10/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

બાળ મજૂરીની સમસ્યાનું સમાધાન માનવીય સંવેદનામાં

આ વર્ષને પ્રાયોગિક રૂપે જો સંયમ વર્ષ જાહેર કરવામાં આવે તથા આ વર્ષ દરમિયાન જો સંતાન મેળવવા ઇચ્છતા વ્યક્તિઓ અનાથ, ત્યજાયેલ,અસમર્થમાંથી એક-એક બાળકની જવાબદારી લે તો આ સમસ્યાનું નિવારણ લગભગ થઈ શકે તેમ છે. આ કોઈ કલ્પના નથી પરંતુ વ્યવહારમાં લાવવામાં આવેલ યુક્તિ છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલ ઘણા બ્રહ્મચારી દંપતિઓએ આ અંગે સફળ પ્રયોગ કરેલ છે. અસમર્થ, ગરીબ બાળકોને અપનાવીને ભણાવી ગણાવીને મોટા થતા તેમને નોકરી કે ધંધામાં લગાવીને પોતાના પગ ઉપર ઊભા કરવાની સેવા કરેલ છે. આ વિશ્વવિદ્યાલયના સેવાકેન્દ્રો પર એવા ઘણા યુવકો છે કે જેઓ બાળ મજૂરીના મુશ્કેલ જીવનથી નીકળીને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સુખમય જીવનનો અનુભવ કરી રહેલ છે. ધરતીકંપ સમયે અનાથ બનેલ ઘણા બાળકોને અપનાવવા માટે ઘણા દંપતિઓએ પહેલ કરેલ છે. એક સારી નિશાની છે.

એક પ્રસિદ્ધ લેખકની પ્રેરણાદાયક વાર્તાનો ઉલ્લેખ અહીંયા કરવો યોગ્ય છે. જેમાં મુખ્ય પાત્રના રૂપમાં બે બહેનપણીઓ છે. એકનો ચિત્ર કળામાં શોખ છે અને બીજીનો સમાજ સેવાનો શોખ છે. એકવાર એક ગરીબ મજૂર માતાનું અવસાન થયું. જેના બે નાના બાળકો મૃત શરીરને ચોંટીને રડવા લાગ્યા. ચિત્રકાર બહેને એ દ્રશ્યનું ચિત્ર બનાવીને કલા પ્રદર્શનીમાં રજૂ કર્યું. તેને ખૂબ ધન તથા શાબાશી મળી. બીજી બહેને તે બંને બાળકોને દત્તક લઈ લીધા. તેમને ભણાવી-ગણાવીને લાયક બનાવી દીધા. વાર્તાના અંતમાં વાંચકો માટે એક પ્રશ્ન તેમના નિર્ણય ઉપર છોડવામાં આવ્યો કે બંનેમાં મહાન કોણ? બાળકોને પગભર કરનાર તે અજ્ઞાત બહેન કે પોતાની ચિત્રકળાના માધ્યમથી ધન તથા માન પ્રાપ્ત કરવા વાળી ચિત્રકાર બહેન? આજે ગરીબો, બેસહારા, અનાથો ના ચિત્રો વેચવા વાળા, તેમના ઉપર વાર્તાઓ લખવા વાળા કે પોતાના ભાષણમાં તેમના આંકડા આપવા વાળા ઘણા છે, પરંતુ આ બધાથી ઉપર તેમને પોતાના આત્મિક ભાઈ માની તેમને ગળે લગાવવા વાળા, અપનાવવા વાળા કેટલા છે? કારણ કે આ સમસ્યાનું સમાધાન આ પ્રકારની માનવીય સંવેદનામાં જ છુપાયેલું છે.

બાળ મજૂરી પાછળ ફક્ત એક પૈસાનું જ કારણ નથી. પૈસાનો અભાવ એ મોટું કારણ હોઈ શકે છે, પરંતુ આમ કરવાના અન્ય કારણ પણ છે. જે મન સાથે જોડાયેલ છે. જે ઘરોમાં મોટી વ્યક્તિઓમાં પરસ્પરના સબંધો મન મોટાવ હોય છે ત્યાં બાળકોની જિંદગી કેદી જેવી બની જાય છે. ઘરમાં તમામ સગવડો હોવા છતાં મહિનામાં ઘણીવાર ચૂલો નથી સળગતો. રાત્રે પથારીમાં પણ તેમને તે શંકાના કારણે ઊંઘ નથી આવતી કે ક્યાંક થી ક્રોધનો જ્વાળામુખી ન ફાટી પડે. પિતાનું વ્યસની હોવું પણ બાળકોના કોમળ મન ઉપર વિપરીત અસર કરે છે. ઘણા બાળ મજૂરોએ મજુરી કરવાનું કારણ એ બતાવ્યું કે તેમના પિતા કમાતા નથી, અથવા કમાઈ છે તે વધુ વ્યસનોમાં ઉડાવી દે છે. અમે બાળકો તથા અમારી માતા મજબૂર બનીને મજૂરી કરીએ છીએ. સાવકી મા નો ઘરમાં પ્રવેશ, ફિલ્મ-ટીવી- મોબાઈલનું આકર્ષણ, ઘરમાં ઉપેક્ષા પૂર્ણ વાતાવરણ, માતા-પિતાની ક્રૂરતા, પરીક્ષાઓનો ભય, પ્રેમ પ્રસંગ, શહેરી જીવનનું આકર્ષણ આ બધી બાબતો ઘર થી બેઘર બનાવવા માટે તથા મજૂરી કરવાનું કારણ બને છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

પંચાંગ 10/11/2023

સિંગાપોરના વડાપ્રધાને પીએમ મોદીના વખાણ કર્યા

સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને પીએમ મોદી આર્થિક સુધારાની દિશામાં ઘણી પ્રગતિ કરી રહ્યા છે. તેમણે ભારત અને ચીનની સરખામણી પણ કરી હતી અને કહ્યું હતું કે ભારતની વસ્તી હજુ પણ યુવાન છે, જ્યારે ચીનની વસ્તી તેનાથી વિપરીત છે અને ઘટી રહી છે. સિંગાપોરના વડા પ્રધાને 8 નવેમ્બર, 2023ના રોજ બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમ ગાલા ડિનરમાં બ્લૂમબર્ગના એડિટર-ઇન-ચીફ જોન મિકલથવેટ સાથે વાતચીત કરી. જેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.


આ દરમિયાન જ્યારે ભારતને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પીએમ લૂંગે કહ્યું, મને લાગે છે કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ગયા વર્ષે તેઓ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશોમાંના એક હતા. પીએમ મોદી તેમના આર્થિક સુધારા અને ડિજિટલાઇઝેશન તરફના તેમના અભિયાનથી પ્રગતિ કરી રહ્યા છે. તેઓ ભારતને બીજા સ્તરે લઈ જઈ રહ્યા છે. જો કે, ભારતીય અર્થવ્યવસ્થા ચીનની અર્થવ્યવસ્થાના પાંચમા ભાગની છે, તેમનો આંતરરાષ્ટ્રીય વેપાર ચાઈનીઝ કરતા પાંચમા ભાગનો છે. પરંતુ તેમની વસ્તી યુવાન છે, અને હજુ પણ વધી રહી છે. જ્યારે તેનાથી વિપરીત ચીનની વસ્તી જૂની છે અને પહેલેથી જ સ્થિર છે. અને તેમાં ઘટાડો થવા લાગ્યો છે.

સિંગાપોરના સંસદીય સ્પીકર સીહ કિયાન પેંગે પીએમ મોદીના વખાણ કર્યા હતા

સિંગાપોરના વડા પ્રધાને વધુમાં કહ્યું કે ભારતે આનો મહત્તમ લાભ ઉઠાવવો પડશે અને પૂર્વ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા અને વ્યાપક વિશ્વને પ્રભાવિત કરવા માટે ઉપખંડની બહાર તેની પહોંચ વિસ્તારવી પડશે. મને લાગે છે અને તમે જોઈ શકો છો કે તેઓએ ક્વાડ સાથે તે કરવાનું શરૂ કર્યું છે. આ પહેલા ગયા મહિને સિંગાપોરના સંસદીય સ્પીકર સીહ કિયાન પેંગે પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત અને તેમનો દેશ આતંકવાદના મુદ્દાનો સામનો કરવા માટે એકસાથે આવ્યા છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની નીતિઓ લોકો કેન્દ્રિત છે. તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે દુર્ભાગ્યવશ આતંકવાદ આપણા પર છે અને તે એવી બાબત છે જેના પર આપણે બધા સહમત છીએ. મને લાગે છે કે આ અંગે ભારત અને સિંગાપોર વચ્ચે ચોક્કસપણે કરાર છે. અમારે આનો સામનો કરવાની જરૂર છે જેથી અમે આતંકવાદીઓને હુમલો કરવાની કોઈ તક ન આપીએ. મને લાગે છે કે આ કંઈક છે જે બધી સરકારોએ કરવાની જરૂર છે. મને લાગે છે કે પીએમ મોદીની નીતિઓ હંમેશા લોકો કેન્દ્રિત હોય છે.

Video : અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે દિવાળીની ઉજવણી કરવા બેંગલુરુ પહોંચી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ચાહકોને બંનેની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા હોય કે ક્રિકેટ ગ્રાઉન્ડ, બંને એકબીજા પર પ્રેમ વરસાવવાની એક પણ તક છોડતા નથી. અનુષ્કા તેના પતિ વિરાટ કોહલીને ચીયર કરવા બેંગલુરુ પહોંચી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બેંગલુરુની એક હોટલનો છે, જ્યાં અનુષ્કા અને વિરાટ હાથ પકડીને ચાલતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ભારત રવિવારે એટલે કે 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે મેચ રમવાનું છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

 

અનુષ્કાએ વિરાટને તેના જન્મદિવસ પર આ ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વિરાટે પોતાનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર અનુષ્કાએ તેના પતિ માટે એક ખાસ નોટ લખી હતી. વિરાટનો આ ફોટો શેર કરતા અનુષ્કાએ લખ્યું છે કે ‘તે જીવનના દરેક રોલમાં શાનદાર છે અને હજુ પણ તેની કેપમાં કેટલીક નવી સિદ્ધિઓ ઉમેરી રહ્યો છે. હું તને આ રીતે કાયમ પ્રેમ કરીશ, દરેક ક્ષણ પછી ભલે ગમે તે થાય. છેલ્લા કેટલાક દિવસોથી અનુષ્કા તેની પ્રેગ્નન્સીના સમાચારને લઈને ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુષ્કા બીજી વખત ગર્ભવતી છે. જો કે અભિનેત્રીએ અત્યાર સુધી આ અંગે મૌન જાળવી રાખ્યું છે. આ અંગે અનુષ્કા કે વિરાટે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જુનાગઢ: ૨૩મી નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી તા. ૨૩ નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી થઈ રહ્યો છે. આગામી તા. ૨૭ નવેમ્બર સુધી લાખો યાત્રાળુ ગિરનારની પરિક્રમા કરશે તે સંદર્ભે જુનાગઢ ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય, પરિવહન સહિત મુખ્ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

એસ.ટી. વિભાગની 150 એકેસ્ટ્રા બસો પરિક્રમાર્થીઓ માટે દોડશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાર્થીઓ માટે એસ.ટી. વિભાગ દ્વાર ૧૫૦ એકેસ્ટ્રા બસ પરિક્રમા દરમિયાન દોડાવશે. જ્યારે જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ સુધી ૫૦ મીની બસ પણ મુકવામાં આવશે. બીપી હાઇપર ટેન્શન અને હૃદય રોગના દર્દીઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર, આરોગ્ય કર્મચારી અને અન્ય ફરજ પરના કર્મચારીઓને સીપીઆર (CPR)ની તાલીમ આપવામાં આવશે.

જુનાગઠ આવતા યાત્રિકો માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

પરિક્રમા દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા, જાહેરનામાની અમલવારી, પીવાના પાણીની વ્યવસ્થા, અખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જુનાગઢના જોવાલાયક અને તીર્થ સ્થળોએ પણ મુલાકાત લેતા હોય ત્યાં જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટેની કામગીર હાથ ધરાઈ છે. જેને કારણે કોઈ પરિક્રમાર્થીને અગવડ ઊભી નહી થાય.  પરિક્રમાના રૂટ પર તેમજ ભવનાથ વિસ્તારમાં કામ ચલાવ હંગામી દવાખાના પણ ઊભા કરવામાં આવશે. એક આઈસીયુ અને બે એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આગનો બનાવ બને તો તાત્કાલિક આગ કાબુમાં આવે તે માટે ફાયર ફાઈટર તેમજ બંધ વાહનને કારણે ટ્રાફિક નિયંત્રણ થાય તે માટે ક્રેઇન પણ મૂકવામાં આવશે.

યાત્રિકો માટે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા જારી

કેટલાક યાત્રિકો નિયત તારીખ કરતાં વહેલી પરિક્રમા શરૂ કરી દે છે એ બાબતે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી હતી. યાત્રિક રૂટ ભૂલી જાય એવી સ્થિતિમાં યાત્રિક પર વન્ય પ્રાણી હુમલો કરી શકે છે. અગાઉ આ પ્રકારના બનાવ બન્યા હોવાથી યાત્રિકોને નિયત તારીખ સમય મુજબ પરિક્રમા કરવા અને વહેલી સવારે પરિક્રમા ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

PM મોદીએ લોકોને દિવાળીના પર ‘વોકલ ફોર લોકલ‘ને પ્રોત્સાહન આપવા વિનંતી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર લોકોને દિવાળીના અવસર પર વોકલ ફૉર લોકલને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે. પીએમ મોદીએ લોકોને સ્થાનિક રીતે ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવા અને તે ઉત્પાદન અથવા તેના ઉત્પાદક સાથે ‘નમો એપ’ પર સેલ્ફી શેર કરવા માટે આહવાન કર્યું છે. વડાપ્રધાનની આ પહેલ સ્થાનિક સામાનના વેચાણને પ્રોત્સાહન આપવા અને આજીવિકાની કટોકટીનો સામનો કરી રહેલા સ્થાનિક ઉદ્યોગસાહસિકો, કારીગરો અને કારીગરોને મજબૂત બનાવવાની છે. કેન્દ્ર સરકારમાં સત્તા સંભાળ્યા પછી, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેનારા વડાપ્રધાન મોદી ‘વોકલ ફોર લોકલ‘ના મંત્રની મદદથી લોકોને આ અભિયાન સાથે જોડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા વોકલ ફોર લોકલ અભિયાન ભાગરૂપે “પ્રોડક્ટ અથવા આર્ટિસન સાથે સેલ્ફી”ની પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં લોકોએ દિવાળી માટે સ્થાનિક અથવા સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને આવી વસ્તુઓ સાથે સેલ્ફી લઈને નમો એપમાં મોકલવાની રહેશે. જેથી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે. આ તમામ સેલ્ફીઓમાંથી કોઈ એક સેલ્ફી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવશે.

દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને વોકલ ફોર લોકલવાળી દિવાળી ઉજવવા અપીલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત રાયગઢના સુહિત જીવન ટ્રસ્ટ સ્કૂલના દિવ્યાંગ મિત્રોને મળ્યા હતા અને તેમણે સુંદર હાથથી બનાવેલી લાઈટો-જ્યુટના સુંદર ઉત્પાદનો ભેટમાં આપ્યા હતા. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા નાના અને સ્થાનિક કારીગરો અને ઉદ્યોગપતિઓને માત્ર આર્થિક અને ટેકનિકલ સહાય જ નથી આપી રહી, પરંતુ સ્થાનિક કારીગરો અને ઉત્પાદનો પ્રત્યે સામાન્ય લોકોની લાગણીને એક અભિયાનનું સ્વરૂપ આપવા માંગે છે.

દેશભરમાં વોકલ ફોર લોકલ અભિયાનને જોરદાર વેગ મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ નાના મોટા સૌ કોઈ લોકો દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી નાના વેપારીઓની દિવાળી સુધરે તે હેતુથી તેમના પાસેથી ખરીદી કરી રહ્યા છે. જામનગર શહેરમાં એક મહિલા વેપારી પાસેથી ઝાંખી નામની બાળકીએ દિવડાની ખરીદી કરતા બે ઘરોમાં ખુશીઓની દિવાળી ઉજવાશે. તેણીએ દીવડાની ખરીદી કરી લોકોને પણ અપીલ કરી હતી કે, “મેં એક બહેન પાસેથી દીવડાની ખરીદી કરી છે. તો આપ સૌ પણ દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો.” દરેક તહેવારની જેમ દિવાળીના તહેવારમાં પણ વોકલ ફૉર લોકલનો ભાગ બની પોતાના ઘરને સજાવો, જેમાં દેશવાસીઓની મહેનતના પરસેવાની સુવાસ હોય.

પ્રકાશ પર્વ એવો દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને તહેવાર માટેની ખરીદીનો ધમધમાટ ચાલુ  છે, ત્યારે આ વખતે એક દ્રઢ નિશ્ચય કરીએ કે, કોઈપણ વસ્તુની ખરીદી વિદેશી સાઇટ્સ કે શોરૂમમાંથી કરવા કરતાં સ્થાનિક બજારોમાંથી જ કરીશું. દિવાળીને પ્રકાશનો પર્વ છે ત્યારે દિવાળીમાં દીપકનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓ પાસેથી લીધેલો આ એક દીવડો બે ઘરમાં અજવાળું પાથરે છે. આપણે દીવડો લઈ અને ઘરે પ્રજ્વલિત કરીએ ત્યારે ઘરે તો એ અજવાળું કરે જ છે પરંતુ સાથે સાથે જે ગૃહ ઉદ્યોગ પાસેથી કે વેપારી પાસેથી દીવડાની ખરીદી કરી છે તેમના ઘરે અને તેમની સાથે જોડાયેલા નાના એવા કારીગરોના ઘરે પણ પ્રકાશનું કિરણ પથરાય છે.

સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી; 19 દિવસ ચાલશે

નવી દિલ્હીઃ સંસદનું આગામી શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે. તે 22 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસ દરમિયાન સંસદમાં કુલ 15 બેઠકો યોજાશે.

આગામી સત્ર દરમિયાન ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), ક્રિમિનલ પ્રોસીજર કોડ અને એવિડન્સ એક્ટ જેવા કાયદાઓની બદલીમાં નવા કાયદા લાગુ કરવાના ત્રણ મુખ્ય ખરડાઓને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ગૃહ ખાતાની સ્થાયી સમિતિએ આ ત્રણેય ખરડાનો સ્વીકાર કરી લીધો છે અને હવે સંસદની મંજૂરીની મ્હોરની રાહ જોવાઈ રહી છે.