Home Blog Page 2360

શેરબજારમાં તેજીની હેટ્રિકઃ રોકાણકારોની સંપત્તિમાં 3.5 લાખ કરોડનો વધારો

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે મજબૂત વૈશ્વિક સંકેતોને લીધે સ્થાનિક શેરબજારોએ તેજીની હેટ્રિક લગાવી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય BSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી પણ 19,400ની પાસ પહોંચ્યો હતો. નિફ્ટી બે સપ્તાહની ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.69 લાખ કરોડનો વધારો થયો હતો.

BSE ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 594.91 પોઇન્ટ ઊછળીને 64,958.69 પોઇન્ટ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 181.15 પોઇન્ટ ઊછળી 19,411.75ના મથાળે બંધ થયો હતો. મિડકેપ ને સ્મોલ કેપ શેરોમાં પણ ધૂમ લેવાલીથી તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક 301 પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે મિડકેપ 350 પોઇન્ટના ઉછાળા સાથે 39,937ના સ્તરે બંધ થયો હતો.BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 318.91 કરોડ લાખ કરોડે પહોંચ્યું હતું, જે પાછલા સેશનમાં રૂ. 315.22 લાખ કરોડ હતું. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3.69 લાખ કરોડ વધ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.69 લાખ કરોડનો વધારો થયો હતો.

બજારમાં તેજી સાથે બંધ થતા શેરોની સંખ્યા વધુ હતું. એક્સચેન્જ પર કુલ 3964 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, એમાં 2454 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1335 શેરો ઘટીને બંધ થયા હતા, જ્યારે 175 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 253 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 37 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી બનાવી હતી.

 

 

 

 

 

 

 

 

‘શાહરૂખ ખાનને એક્ટિંગ આવડતી નથી’: પાકિસ્તાની અભિનેત્રી માહનૂર

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગ પર શાહરૂખ ખાન એની અભિનય ક્ષમતા વડે દાયકાઓથી રાજ કરે છે અને તેની લેટેસ્ટ ફિલ્મ ‘જવાન’ તો બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે, પરંતુ ગયા જુલાઈ મહિનામાં માહનૂર બલોચ નામની એક પાકિસ્તાની અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે શાહરૂખ ખાનને એક્ટિંગ કરતાં આવડતું નથી. માહનૂરે એમ કહ્યું હતું કે ‘શાહરૂખ ખાનની પર્સનાલિટી બહુ જ સરસ છે, પરંતુ તમે જેમને હેન્ડસમ માનતા હો એમની કેટેગરીમાં શાહરૂખ ખાન આવતો નથી. એ સારો બિઝનેસમેન છે. એ પોતાનું સારી રીતે માર્કેટિંગ કરી જાણે છે, પણ મારાં મતે શાહરૂખને એક્ટિંગ કરતાં આવડતું નથી. મારી આ વાત સાથે શાહરૂખનાં ચાહકો કદાચ સહમત નહીં થાય, પણ એ ઠીક છે.’

શાહરૂખની નવી ફિલ્મ આવી રહી છે ‘ડંકી’. આ ફિલ્મ આ વર્ષમાં રિલીઝ થનાર તેની ત્રીજી ફિલ્મ હશે. અગાઉની બે ફિલ્મ છે, ‘પઠાણ’ અને ‘જવાન’.

https://youtu.be/u_wanO773YU?si=xmE1AXMy3B45zgwZ

કેજરીવાલ, ખટ્ટર અને શિવરાજ સિંહ વચ્ચે ઓનલાઇન ‘વોર’

નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમ છે. બીજી તરફ ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રીઓનું સોશિયલ મિડિયા પર વોર ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના મનોહરલાલ ખટ્ટર પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સથી એકમેકની પાર્ટીઓ પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

આ ત્રણ રાજ્યના મુખ્ય પ્રધાનોની વચ્ચેનું કારણે વડીલોથી જોડાયેલી ‘તીર્થ દર્શન યોજના’ છે. આ મુદ્દે વાદવિવાદ થયો છે અને શિવરાજ સિંહ ચૌહાણે તો કેજરીવાલને ખોટું બોલવા સુધ્ધાં આરોપ લગાવી દીધો છે.

દિલ્હીના CM કેજરીવાલે પાંચ ક્ટોબરે હરિયાણાના CMની એક પોસ્ટ રિટ્વીટ કરતાં લખ્યું હતું કે મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના દેશમાં અત્યાર સુધી માત્ર દિલ્હીમા જ ચાલી રહી હતી. સૌપ્રથમ વાર આમ આદમી પાર્ટીની સરકારે ચલાવી હતી. આ યોજના હેઠળ અમે દિલ્હીના 75,000થી વધુ વયોવૃદ્ધોને તીર્થ યાત્રા કરાવી ચૂક્યા છીએ. અમને આનંદ છે કે અમારી સરકાર પાસેથી શીખીને ભાજપની સરકાર કામ કરવાના પ્રયાસ કરી રહી છે.

હરિયાણાના CMએ લખ્યું હતું કે સરકાર 60 વર્ષથી વધુ વયના લોકો માટે મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના બનાવી છે. લોકોએ આ યોજનાનો લાભ ઉઠાવવો જોઈએ.

ખટ્ટરની પોસ્ટ પર કેજરીવાલની કોમેન્ટ આવ્યા પછી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ જંગમાં કૂદ્યા હતા. તેમણે કેજરીવાની પોસ્ટને રિશેર કરતાં લખ્યું હતું કે અરવિંદજી જૂઠને શીશમહેલથી બહાર કાઢો અને આંખો ખોલીને જુઓ. તેમણે વધુમાં લખ્યું હતું કે જ્યારે ‘આપ’નું અસ્તિત્વ પણ નહોતું, ત્યારથી મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર વડીલોને તીર્થ દર્શન કરાવી રહી છે. ભાજપે 2012માં મુખ્ય મંત્રી તીર્થ દર્શન યોજના શરૂ કરી હતી અને હવે તો અમે ફ્લાઇટ્સથી યાત્રા કરાવી રહ્યા છીએ.

 

 

 

 

 

 

 

 

બે મતદારયાદીમાં નામનો મામલોઃ કેજરીવાલના પત્નીને મોકલાયેલું સમન્સ સ્થગિત

નવી દિલ્હીઃ બે વિધાનસભા મતવિસ્તારોની મતદારયાદીઓમાં નામ લખાવીને કાયદાનું કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલને નીચલી અદાલત દ્વારા મોકલવામાં આવેલા સમન્સ સામે દિલ્હી હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. આરોપના સંબંધમાં 18 નવેમ્બરે કોર્ટમાં ઉપસ્થિત થવાનો આદેશ આપતા ટ્રાયલ કોર્ટના ઓર્ડરને સુનિતા કેજરીવાલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેના સંદર્ભમાં હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ અમિત બંસલે પ્રશાસન તથા ફરિયાદી પક્ષને નોટિસ મોકલી છે.

નીચલી કોર્ટના આદેશની અમલબજવણી પર હાઈકોર્ટના જજે સ્ટે ઓર્ડર પણ આપ્યો છે અને આ બાબત પર હવે પછીની સુનાવણી માટે 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

એર ઇન્ડિયાએ ગુરુગ્રામમાં લીઝ પર લીધી ઓફિસ, જાણો…

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ ગુરુગ્રામમાં વાટિકા વનમાં કુલ 1.80 લાખ સ્ક્વેર ફૂટની સાત માળની બિલ્ડિંગ પાંચ વર્ષના સમયગાળા માટે લીઝ પર લીધી છે. એમાં વાર્ષિક ભાડું રૂ. 24.05 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં વાટિકા વન ઓન વન પ્રોજેક્ટ લિ. અને એર ઇન્ડિયા લિ.એ એક લીઝ એગ્રીમેન્ટ નોંધાવ્યો હતો. રજિસ્ટ્રેશન રેકોર્ડ અનુસાર રૂ. 1.89 કરોડના માસિક ભાડા પર એર ઇન્ડિયાએ વાટિકા વન ઓન વનના બ્લોક પાંચમાં 1,80,750 સ્કવેર ફૂટની ઓફિસ લીઝ પર લીધી છે, જેના કુલ છ માળ છે.

વાટિકા વન ઓન વન ગુરુગ્રામના સેક્ટર 16માં 12 એકરનું એક ઓફિસ કોમ્પ્લેક્સ છે, જે નેશનલ હાઇવે 48 પર સ્થિત છે. એ ઇન્દિરા ગાંધી એરપોર્ટથી છ કિલોમીટર દૂર છે અને એમાં ચોકની સામે છ અલગ-અલગ ટાવર છે એ સિગ્નલ મુક્ત ક્નેક્ટિવિટી પ્રદાન કરે છે.

એર ઇન્ડિયાએ સમજૂતીના ભાગરૂપે અને રેકોર્ડ અનુસાર રૂ. 11.34 કરોડ ઇન્ટરેસ્ટ ફ્રી રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટની ચુકવણી કરી છે. એગ્રીમેન્ટ અનુસાર બ્લોકમાં રૂ. પાંચ કરોડ અને 180 પાર્કિંગ સ્થળો ને વધારાના 18 સ્થળો આપે છે.

લીઝ 29 સપ્ટેમ્બર, 2023એ શરૂ થઈ છએ અને ભાડા લીઝ શરૂ થવાની તારીખના છ મહિના પછી આપવાનું છે. માર્ચ, 2024માં ભાડાનો સમયગાળો શરૂ થવા સુધી લીઝ પર સ્પેસ લેવાનારા ભાડામુક્ત સમય આપવામાં આવશે. આ સમજૂતીમાં એક શરત એ રાખવામાં આવી છે કે ત્રણ વર્ષ પછી વાર્ષિક ભાડું 15 ટકા વધશે.

 

 

 

 

 

 

 

ભારત સામે નામોશીભરી વર્લ્ડકપ હારને પગલે આખું શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બરતરફ

કોલંબો: વર્લ્ડકપ-૨૦૨૩માં ગઈ બીજી નવેમ્બરે મુંબઈમાંની મેચમાં શ્રીલંકા ટીમ ભારત સામે માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ થઈને ૩૦૨-રનના માર્જિનથી શરમજનક રીતે હારી ગઈ એને પગલે શ્રીલંકા સરકારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડનું વિસર્જન કરી નાખ્યું છે. શમ્મી સિલ્વાની આગેવાની હેઠળના બોર્ડના તમામ સભ્યોના રાજીનામા માંગી લેવામાં આવ્યા છે.

શ્રીલંકાના સ્પોર્ટ્સ પ્રધાન રોશન રણસિંઘેએ ૧૯૯૬માં વર્લ્ડકપ જીતનાર શ્રીલંકા ટીમના કેપ્ટન અર્જુન રણતુંગાની આગેવાની હેઠળ સાત-સભ્યોની વચગાળાની સમિતિની રચના કરી છે.

આ સમિતિમાં ત્રણ નિવૃત્ત જજ છે, જેમાં બે મહિલા છે.

શમ્મી સિલ્વાને ગયા મે મહિનામાં સતત ત્રીજી મુદત માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના વડા તરીકે ૨૦૨૫ની સાલ સુધી નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ફટાકડાથી ફાટ ફાટ થતું ગામ!

શહેરના પૂર્વ વિસ્તારના હાથીજણ સર્કલથી મહેમદાવાદ તરફ જતા માર્ગ પર ઠેરઠેર ફટાકડાનું વેચાણ કરતા વિશાળ સ્ટોલ, મંડપ લાગ્યા છે.આ વિસ્તારની ખુલ્લી જગ્યાઓમાં લાગેલા મંડપ બહાર અને માર્ગ પર લાગેલા હોર્ડિંગ્સ, બેનર્સમાં એક લખાણ ચોક્કસ જોવા મળે છે..એ છે..વાંચ ગામના પ્રખ્યાત ફટાકડા..200 થી વધારે વેરાયટી સાથેના ફટાકડા..

આવા જુદા જુદા બેનર્સ સાથે અસંખ્ય લોકો દિવાળીના પર્વ માં રોજગારી આપી રહ્યા છે. આ સાથે સ્થાનિક લોકો રોજગાર મેળવી રહ્યા છે.

દિવાળી નિમિત્તે વાંચ ગામ નજીક જ વિશાળ મંડપમાં ફટાકડાનો વેપાર કરતા રાજ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે અમદાવાદ શહેરની નજીકના અમારા વાંચ ગામની ખુલ્લી જગ્યામાં પહેલાં ફટાકડા બનાવવાનો ઉદ્યોગ ચાલતો. પણ બહારના મેન્યુફેક્ચરિંગ કરતાં લોકોનું પ્રભુત્વ હતું. છેલ્લા પંદર વર્ષથી ગામના લોકોનું ફટાકડા બનાવવાના અને વેચવાના ધંધામાં પ્રભુત્વ વધ્યું છે. ફટાકડાના આ ઉદ્યોગને કારણે ઘણાં સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહી છે. કેટલાક લોકો વાંચને અમદાવાદનું શીવાકાશી પણ કહે છે.

અમદાવાદની આસપાસ ઘણા વિસ્તારમાં ફટાકડા તૈયાર થાય છે.હવે લોકો ગ્રીન ફટાકડા બનાવવાનો અને વાપરવાનો આગ્રહ રાખી રહ્યા છે.ગ્રીન ફટાકડાથી હવાનું પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ અટકાવી શકાય છે.વાંચ ગામ ગ્રીન ફટાકડા બનાવવામાં અગ્રેસર છે.

અમદાવાદ શહેરના આ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અસંખ્ય મંડપ ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે.પરંતુ વાંચ ગામની આસપાસના માર્ગો પર ફટાકડાનું રીટેલ અને હોલસેલ બજાર લાગ્યું છે. એમાં પણ આકર્ષક અવનવી વેરાયટી જોવા મળે છે. ફટાકડાની વિશાળ શ્રેણીમાં વાતાવરણ વધારે દુષિતના થાય એવી ચીજવસ્તુઓ પણ બનાવીને સ્થાનિક લોકો વેચી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ચુનિલાલ મડિયાની સ્મૃતિવંદના કાંદિવલીમાં ઊજવાઈ

મુંબઈઃ કેઈએસ (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) ગુજરાતી ભાષા ભવન અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે પાંચ નવેમ્બરે ‘સ્મૃતિવંદના: ચુનીલાલ મડિયા’નું આયોજન કાંદિવલીમાં કરવામાં આવ્યું હતું. રવિવારની સાંજ ખરા અર્થમાં મડિયામય બની હતી. ભાવકો પોતાના હૃદયમાં સર્જકની કૃતિ અને સ્મૃતિ લઈને છૂટા પડ્યા હતા. ગુજરાતી સાહિત્ય સર્જકના જન્મનાં ૧૦૧ વર્ષની ઉજવણી ભવ્ય અને યાદગાર બની હતી.

આ કાર્યક્રમના આરંભમાં કેઈએસના ઉપપ્રમુખ મહેશ શાહે અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાઘ્યક્ષ સ્નેહલ મુઝુમદારે આવકાર ઉદબોધન કર્યું હતું. મડિયા સાથેનાં અંગત સ્મરણોને ડો. દિનકર જોષીએ વાગોળ્યાં હતાં, જેમાં મડિયાનો ઉદાર સ્વભાવ, વિશિષ્ટ લાક્ષણિકતાઓ, સાહિત્ય સૂઝ, ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર, વગેરે સાથેના સંબંધો અને પ્રજાની નાડ પારખીને મડિયા સાહિત્યસર્જન અને પત્રકારત્વને કઈ રીતે સમતોલિત કરતા અનુભવો દિનકરભાઈએ સૌ સાથે વહેંચ્યા ત્યારે ભાવકો એમાં તલ્લીન બની ગયા હતા. મુંબઈ એ ચુનીલાલ મડિયાની કાર્યક્ષેત્રની ભૂમિ અને અહીં તેમના લેખન, આયોજન, હળવા-મળવાના અનેક પ્રસંગો બન્યા હોય તે સ્વાભાવિક જ છે.
આ કાર્યક્રમમાં ત્યાર બાદ મડિયાની નવલકથા વિશે કલ્પના દવે અને વાર્તા વિશે હિતેશ પંડ્યાએ વક્તવ્ય આપ્યાં હતાં.

આ ઉપરાંત રજૂ કરાયેલી ભજવણીને કારણે ભાવકો મડિયાના સર્જનની સાવ નજીક આવ્યા હતા, જાનબાઈ એકોક્તિને ડૉ.મંજરી મુઝુમદારે ભજવી હતી, તેમણે મડિયાની ખૂબ જાણીતી વાર્તા ‘અંત:સ્ત્રોતા’ પરથી એકોક્તિ લખીને ભજવી હતી, સેજલ પોન્દા‌એ ‘અંબા ગોરાણીનો પરભુડો’ વાર્તાનું ભાવવાહી પઠન કર્યું હતું.

આ કાર્યક્રમના અંતે મહેશભાઈ શાહે કહ્યું કે આજે ચુનીલાલ મડિયા આજ હોલમાં હોય તેમ અનુભવાય છે. આ કાર્યક્રમનું સુપેરે સંચાલન ડો. સેજલ શાહે કયુઁ હતું અને કાર્યક્રમમાં કીર્તિ શાહ, કવિત પંડ્યા, જયાના શર્માનો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમની સંકલ્પના અને આયોજનમાં સક્રિય સભ્ય હિતેન આનંદપરા અને સંજય પંડ્યાનો સહકાર મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાંપડ્યો હતો.

 

 

 

 

 

ટીમ ઇન્ડિયાને અટકાવવાનો રસ્તો કયો?: મલિકનો જવાબ વાઇરલ…

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ICC મેન્સ ODI વર્લ્ડ કપમાં સળંગ આઠ મેચ જીતીને 16 પોઇન્ટ સાથે ટોચ પર છે અને લીગ સ્ટેજમાં પણ ટીમ પ્રમ ક્રમાંકે રહેશે. ગઈ કાલે કોલકાતાના ઇડન ગાર્ડનમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાને કચડી નાખ્યું હતું અને 243 રનથી સજ્જડ હાર આપી હતી.

ટીમ ઇન્ડિયાએ ગઈ કાલની મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 326 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 121 બોલમાં 101 રન બનાવ્યા હતા શ્રેયસ ઐયરે 77 રન બનાવ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં માત્ર 83 રનમાં ખખડ્યું હતું. 34 વર્ષીય રવીન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકાને 33 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે 243 રનના રેકોર્ડ માર્જિનથી ત્રીજી સૌથી મોટી જીત મેળવી હતી.

જેથી પાકિસ્તાની ભૂતપૂર્વ કેપ્ટનો- વાસિમ અક્રમ, શોએબ મલિક, મોઇન ખાન અને મિસ્બાહ ઉલ હકે સવાલ કર્યો હતો કે આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને અટકાવવાનો રસ્તો કયો? એ સવાલના જવાબમાં એ શોમાં શોએબ મલિકે ત્રણ શબ્દો કહ્યા હતા. ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરનાર 41 વર્ષીય રાઇટ હેન્ડેડ બેટરે કહ્યું હતું કે ‘ટીવી બંધ કરી દો’ એનો આ જવાબનો વિડિયો વાઇલ થઈ રહ્યો છે.

અક્રમે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ન્યુ ઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સહિત દરેક ટીમ એમ જ કહી રહી છે અને સેમી-ફાઇનલમાં રમનારી ટીમો પણ એમ કહી રહી છે કે તેઓ ઘણું સારો દેખાવ કરી રહ્યા છે અને એનું પ્લાનિંગ એક વર્ષથી તેમણે કરી રાખ્યું છે.

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 06/11/2023 થી 12/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.


મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે.  પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.