Home Blog Page 2390

પ્રીતિ ઝીન્ટાએ મુંબઈમાં રૂ.17 કરોડમાં લક્ઝરીયસ ફ્લેટ ખરીદ્યો

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં પોશ ગણાતા પાલી હિલ વિસ્તારમાં રૂ. 17.01 કરોડની કિંમતમાં ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ 1,474 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનો છે. કુલ એરિયા 1,721 સ્ક્વેર ફીટ થાય.

ફ્લેટ હજી બાંધકામ હેઠળના મકાનમાં છે. અહીં પ્રતિ સ્ક્વેર ફીટનો ભાવ રૂ. 1.15 લાખ છે. પ્રીતિને બે કાર પાર્કિંગ સ્પેસ મળશે. ફ્લેટ ટાવરના 11મા માળ પર આવેલો છે. પ્રીતિએ આ ખરીદી માટે રૂ. 85.07 લાખની રકમની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે.

પ્રીતિ આઈપીએલ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની સહ-માલિકણ છે. એની કુલ સંપત્તિ આશરે રૂ. 110 કરોડ હોવાનું મનાય છે.

ન્યૂઝક્લિકના એડિટર, HR હેડને બીજી નવેમ્બર સુધી પોલીસ હિરાસતમાં

નવી દિલ્હીઃ દિલ્હીની હાઇકોર્ટે ન્યૂઝક્લિકના એડિટર પ્રબીર પુરકાયસ્થ અને HR હેડ અમિત ચક્રવર્તીને UAPA દેઠળ કેસ નોંધીને બીજી નવેમ્બર સુધી પોલીસ હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. જોકે આરોપીઓના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની પાસે કંઈ વાંધાજનક નથી મળ્યું, પણ કોર્ટ નહીં માની.

ન્યૂઝક્લિક પર ચીનતરફી દુષ્પ્રચાર ફેલાવવા માટે નાણાં લેવાનો આરોપ છે. બંને આરોપીઓને 15 દિવસની ન્યાયિક હિરાસતનો ગાળો પૂરો થયા પછી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટને કહ્યું હતું કે તે કેલાક સાક્ષીઓ અને આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવા ઇચ્છે છે. કેટલાક ડિવાઇસિસ વિશે પૂછપરછ કરવાની છે. એ માટે પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવે.

આ પહેલાં 10 ઓક્ટોબરે પોલીસે કોર્ટને બંને આરોપીઓને જેલ મોકલવાની વિનંતી કરી હતી. પોલીસે કહ્યું હતું કે બંનેની ફરીથી હિરાસતમાં લઈને આગળ વધુ પૂછપરછની માગ કરે એવી શક્યતા છે. એ દરમ્યાન આરોપીઓના વકીલોએ પોલીસની વાતનો વિરોધ કર્યો હતો.

પુરકાયસ્થ તરફથી હાજર થયેલા વકીલે અર્શદીપ ખુરાનાએ પોલીસ રિમાન્ડ સંબંધી અરજીનો વિરોધ કરતાં દાવો કર્યો હતો કે એમાં કોઈ નવો આધાર નથી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ત્રીજી ઓક્ટોબરે પુરકાયસ્થ અને ચક્રવર્તીની ધરપકડ કરી હતી.

વકીલે સવાલ કર્યો હતો કે તમે કાવતરાનો પર્દાફાશ કરવાનો છે, તો તમે 25 દિવસો સુધી શું કરી રહ્યા હતા? FIR ઓગસ્ટનો છે. તેઓ આ મહિનાની 10થી ન્યાયિક હિરાસતમાં છે. ન્યાયિક હિરાસત દરમ્યાન એક દિવસ પણ તેમનાથી પૂછપરછ નથી કરવામાં આવી?

 

 

પાંચ વર્ષમાં હું લગ્ન કરીશ. એ ‘લવ-કમ-અરેન્જ્ડ મેરેજ’ હશે: કંગના

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોત હાલ એની આગામી નવી હિન્દી ફિલ્મ તેજસનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એણે પોતાનાં લગ્ન વિશેની યોજના વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે એનાં લવ-કમ-અરેન્જ્ડ મેરેજ હશે. ટાઈમ્સ નાઉ ચેનલને આપેલી મુલાકાતમાં કંગનાએ લગ્ન વિશેનાં તેનાં વિચારો જણાવ્યાં હતાં. એણે કહ્યું હતું: ‘દરેક છોકરીનું સપનું હોય કે એનાં લગ્ન થાય અને એનો પરિવાર થાય. હું સંપૂર્ણપણે કૌટુંબિક વ્યક્તિ છું. પરિવાર મારે મન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. મારે લગ્ન કરવા છે અને પરિવાર બનાવવો છે. એ પાંચ વર્ષમાં જ થઈ જશે. જો એ લવ-કમ-અરેન્જ્ડ મેરેજનું મિશ્રણ હશે તો મને વધારે ગમશે.’

પોતાની ભૂતકાળની રિલેશનશિપ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું, ‘રિલેશનશિપમાં તમને કાયમ સફળતા ન મળે. અને, નાની ઉંમરે તમને એ સફળતા ન મળે તો તમે નસીબદાર કહેવાવ. મારી સાથે એ જ બન્યું હતું. રિલેશનશિપ બંધાય તો એને જાળવી રાખવા હું મક્કમ હતી. નસીબજોગે એ વખતે મારી સાથે એ રિલેશનશિપ આગળ વધી નહીં. મારું માનવું છે કે ઈશ્વરે મારું રક્ષણ કર્યું હતું.’

કંગનાની ‘તેજસ’ ફિલ્મ આવતીકાલે દેશભરમાં થિયેટરોમાં રજૂ થવાની છે. એમાં તેની સાથે અંશુલ ચૌહાણ, વરુણ મિત્રા, આશિષ વિદ્યાર્થી અને વિશાક નાયર જેવા કલાકારો છે. કંગનાએ આ ફિલ્મમાં ભારતીય હવાઈ દળની પાઈલટ તેજસ ગિલની ભૂમિકા ભજવી છે. ‘તેજસ’ ઉપરાંત કંગનાની ‘ઈમર્જન્સી’ ફિલ્મ પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. એમાં કંગનાએ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. એ ફિલ્મનું દિગ્દર્શન પણ કંગનાએ જ કર્યું છે. આ ફિલ્મ અગાઉ આ વર્ષની 24 નવેમ્બરે રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું હતું, પરંતુ હવે તેને આવતા વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે.

 

આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 37 દેશોની 200 ફિલ્મો બતાવાશે

શ્રીનગરઃ બોલીવૂડના દિવંગત અને મશહૂર દેવ આનંદને તેમની 100મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ માટે ટાગોર હોલમાં બે દિવસીય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ શ્રીનગર (TIFFS) શરૂ થયો હતો. આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 37 દેશોની 200થી વધુ ફિલ્મો દર્શાવવામાં આવશે. એના માટે ફીચર ફિલ્મો, લઘુ ફિલ્મો અને ડોક્યુમેન્ટરીઝ સહિત 17 ઉત્કૃષ્ટ ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે.

શ્રીનગરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ એઝાઝ અસદને ટાગોર હોલમાં શ્રીનગર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું. TIFFSના સાંસ્કૃતિક સંગઠન વોમેઘના સહયોગથી ફિલ્મ મહોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું હતું અને 25 અને 26 ઓક્ટોબરે આ ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં એક જીવંત ફિલ્મ માટે મેનેજમેન્ટ કરવા માટે પ્રદેશ સરકાર દ્વારા ફિલ્મ નીતિના મહત્ત્વને તેમણે સમજાવ્યું હતું. ફિમના દર્શકો કાશ્મીરની ખીણને સુંદર અને સાંસ્કૃતિક રૂપથી સમૃદ્ધ સ્થળોથી પરિચિત કરાવીને પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. ફિલ્મો વ્યક્તિની અસાધારણ શક્તિને ઉજાગર કરે છે, જે એને કેરિયર બનાવવામાં મદદ કરે છે, એમ તેમણે કહ્યું હતું,

કાશ્મીરની સાથે બોલીવૂડના સંબંધોને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે બોલીવૂડ, કાશ્મીર અને સિનેમાનો મજબૂત સંબંધો છે અને એને અલગ કરી શકાય એમ નથી. કાશ્મીર બોલીવૂડ માટે પ્રોડક્શન હાઉસ બનેલું છે અને ખીણના લોકો મોટા પાયે ફિલ્મોથી જોડાયેલા છે. આ ઉલ્મ મહોત્સવમાં દેવ આનંદને એક ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

 

 

EDનું CM ગહેલોતના પુત્ર વૈભવને હાજર થવા ફરમાન

જયપુરઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજસ્થાનના CM અશોક ગહેલોતના પુત્ર વૈભવ ગહેલોતને હાજર થવા સમન્સ જારી કર્યા છે, જ્યારે બીજી તરફ EDએ કોંગ્રેસપ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાના જયપુર સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે. વૈભવ ગહેલોતને ફોરેન્સ કરન્સી એક્ટ (FEMA)માં કથિત અનિયમિતતાને મામલે પૂછપરછ માટે 27 ઓક્ટોબરે હાજર થવા ફરમાન કર્યું છે.

ડોટાસરાને ત્યાં EDએ દરોડામાં પેપર લીક મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. જયપુરની સાથે-સાથે એ દરોડા સીકરમાં પણ થઈ રહી છે. EDએ દરોડા પર કોંગ્રેસ નેતા આરસી ચૌધરીએ કહ્યું હતું કે ભાજપ એજન્સીઓને દુરુપયોગ કરી રહ્યો છે.

 

રાજસ્થાનના CMએ X પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે મહિલાઓને કોંગ્રેસ તરફથી પાંચ ગેરન્ટી આપી હતી, 26 ઓક્ટોબરે EDએ રાજસ્થાનના કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાને ત્યાં દરોડા પાડ્યા. રાજસ્થાનની અંદર EDના દરોડા એટલા માટે થાય છે, કેમ કે ભાજપ નથી ઇચ્છતો કે રાજ્યમાં મહિલાઓને, ખેડૂતોને અને ગરીબોને કોંગ્રેસ દ્વારા આપવામાં આવતી ગેરન્ટીઓનો લાભ મળી શકે.

રાજ્યનો કોણ બનશે CM?

રાજ્યમાં કોંગ્રેસ જીતશે તો તેમણે મુખ્ય પ્રધાનપદની દાવેદારી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે પાંચ વર્ષમાં સરકાર બદલવાની પરંપરા તૂટશે અને રિવાજ બદલાશે. અમે પોલિસી અને પ્રોજેક્ટ પર સારું કાર્ય કર્યું છે. લોકોને લાગ્યું છે કે રાજ્યના ઇતિહાસમાં આવું કામ ક્યારેય નથી થયું. રાજસ્થાન મોડલની હવે અન્ય રાજ્યોમાં પણ ચર્ચા છે. આ રણરાજ્ય છે, જે દુકાળથી અસરગ્રસ્ત અને પછાત છે, પણ તેમ છતાં અમે ગવર્નન્સ મોડલ બન્યા.

કોરાનાના 51 નવા કેસો, એક પણ મોત નહીં        

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,126 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,293 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,608 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 23 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 249 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 13,887 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,74,464 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 117 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પીએમ મોદી આજે થશે શિર્ડીના સાઈબાબાના ચરણમાં નતમસ્તક

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. તેઓ જિલ્લાના યાત્રાધામ શિર્ડી અને અકોલે શહેર જશે જ્યાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, શિલાન્યાસ વિધિ સંપન્ન કરશે. મોદી શિર્ડીમાં સાઈબાબાના મંદિરમાં દર્શન કરવા જશે અને પૂજા પણ કરશે. તેઓ મંદિરમાં અડધો કલાક સુધી રહેશે. એ સમય દરમિયાન મંદિર સામાન્ય નાગરિકો-ભક્તો માટે બંધ રખાશે. મોદીના પ્રવાસને ધ્યાનમાં લઈને શિર્ડી શહેરમાં પોલીસનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પીએમ મોદી શિર્ડી નજીકના કાકડી ગામમાં એક જનસભાને સંબોધિત પણ કરશે. મોદી 2008માં ગુજરાતના મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે શિર્ડીમાં સાઈબાબાના દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ 2018માં વડા પ્રધાન તરીકે આવ્યા હતા. આ તેમની ત્રીજી મુલાકાત છે. સાઈબાબા મંદિર ખાતે દર્શનાર્થીઓ જ્યાં લાઈનમાં ઊભાં રહે છે તે નવા એરકન્ડિશન્ડ સંકુલ અને એક શૈક્ષણિક સંકુલનું ઉદઘાટન કરશે.

આ હશે વડા પ્રધાનનો અહમદનગર પ્રવાસનો કાર્યક્રમઃ

  • મોદીજી આજે બપોરે 1 વાગ્યે શિર્ડી પહોંચશે. સાઈબાબા સમાધી મંદિરમાં જઈને તેઓ દર્શન કરશે, પૂજા કરશે.
  • મંદિરમાં મોદીજીના હસ્તે પાદ્ય-પૂજા કરવામાં આવશે. સાથોસાથ, એમના હસ્તે ‘શિર્ડી માઝે પંઢરપૂર’ ધૂપ આરતી કરવામાં આવશે. ત્યારબાદ સાઈબાબા સંસ્થાનની વર્ષ 2024 માટેની ડાયરીનું પ્રકાશન પણ મોદીજીના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ તેઓ અકોલે તાલુકાના નિળવંડે બંધ ખાતે જળપૂજન માટે રવાના થશે.
  • બપોરે બે વાગ્યે તેઓ નિળવંડે બંધનું જળપૂજન કરશે. સાથોસાથ, નિળવંડે બંધની નહેરનું લોકાર્પણ પણ કરશે.
  • બપોરે 3.15 વાગ્યે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ યોજનાઓ આરોગ્ય, રેલવે, રસ્તા, તેલ, ગેસ ક્ષેત્રોને લગતી છે અને તે માટેનો અંદાજિત ખર્ચ રૂ. 7,500 કરોડનો છે.

અમેરિકામાં 3 સ્થળે ગોળીબાર; 22નાં મરણ, 50-60 જણ ઘાયલ

ન્યૂયોર્કઃ અમેરિકાના મેન રાજ્યમાં આવેલા લુવિસ્ટન શહેરમાં ગઈ કાલે રાતે ત્રણ સ્થળે ગોળીબારની ભયાનક ઘટના બની છે. એમાં ઓછામાં ઓછા 22 જણના મરણ નિપજ્યા છે અને 50થી 60 જેટલા લોકો ઘાયલ થયા છે. ગોળીબારની ઘટના લુવિસ્ટન શહેરમાં એક સુપરસ્ટોર, એક બોલિંગ એલી અને એક બીયર બારમાં બની હોવાનો અહેવાલ છે. ત્રણેય સ્થળે એક જ હુમલાખોરે ગોળીબાર કર્યો હતો અને તે ફરાર છે. પોલીસ એને શોધી રહી છે. લુવિસ્ટન પોલીસ વિભાગે શકમંદ હુમલાખોરના ત્રણ ફોટોગ્રાફ ઈન્ટરનેટ પર રિલીઝ કર્યા છે. તસવીરમાં હુમલાખોર એક સેમી-ઓટોમેટિક રાઈફલ સાથે દેખાય છે. તે દાઢીવાળો છે અને એણે બ્રાઉન કલરનું હૂડી જેકેટ તથા જીન્સ પેન્ટ પહેર્યું છે.

મેન રાજ્યના પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X મારફત લોકોને અપીલ કરી હતી કે તેઓ એમનાં ઘરમાં જ રહે અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી રાખે.

ગોળીબારની ઘટના સ્પેરટાઈમ રિક્રીએશન બોલિંગ એલી, સ્કીમેન્જિસ બાર એન્ડ ગ્રિલ રેસ્ટોરન્ટ અને વોલ્માર્ટ ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર ખાતે બની હતી. બોલિંગ એલી સ્થળ રેસ્ટોરન્ટથી લગભગ અઢી કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. એલ પાસો વોલ્માર્ટ સુપરસ્ટોર ખાતે લોકો ખરીદી કરી રહ્યાં હતાં એ જ વખતે હુમલાખોર એકે-47 રાઈફલ સાથે ત્રાટક્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

પ્રમુખ જો બાઈડનને ગોળીબારની ઘટનાઓથી વાકેફ કરી દેવામાં આવ્યા છે. બાઈડને ત્યારબાદ મેન રાજ્યના ગવર્નર જેનેટ મિલ્સ તેમજ બે સેનેટર સદસ્યો સાથે ફોન પર વાતચીત કરી હતી અને કેન્દ્રીય વહીવટીતંત્ર તરફથી રાજ્યને સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી હતી.

સુવિચાર – ૨૬ ઓક્ટોબર, ૨૦૨૩

સુવિચાર – ૨૬ ઓક્ટોબર, ૨૦૨૩

૨૬ ઓક્ટોબર, ૨૦૨૩

૨૬ ઓક્ટોબર, ૨૦૨૩