Home Blog Page 2395

આવી રહ્યું છે વાવાઝોડું હામૂન, આ રાજ્યોમાં એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન હામુન મજબૂત થઈ રહ્યું છે. જેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં, હવામાન વિભાગે લોકોને વાવાઝોડા વિશે અપડેટ રહેવા અને સત્તાવાર સલાહને અનુસરવા જણાવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાતી તોફાન હામુન છેલ્લા 6 કલાકમાં 23 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. તેની તીવ્રતા કેટલાક કલાકો સુધી રહેવાની શક્યતા છે. આ પછી તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતી વખતે ધીરે ધીરે નબળી પડી જશે.

હામૂન 25 ઓક્ટોબરે બાંગ્લાદેશ પહોંચશે

હવામાન વિભાગે કહ્યું કે તે 25 ઓક્ટોબરની સાંજે ખેપુપારા અને ચિત્તાગોંગ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન અહીં લેન્ડફોલ થઈ શકે છે. ચક્રવાતી તોફાનની ઝડપ 65 થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને 85 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે.

કેરળ અને તમિલનાડુમાં વરસાદ

તે જ સમયે, ચક્રવાતી તોફાન હેમોનના કારણે કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. અહીં 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મંગળવારે તીવ્ર બન્યું હતું. આગામી કેટલાક કલાકો સુધી તીવ્રતા જાળવી રાખશે અને પછી બાંગ્લાદેશને ટકરાશે.

 

નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમના દક્ષિણ ભાગોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય કેરળ અને તમિલનાડુમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત ‘તેઝ’ યમન અને ઓમાનના કિનારે પહોંચી ગયું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ મુજબ ચક્રવાતી તોફાન યમનના તટને પાર કરીને નબળું પડ્યું છે.

અમદાવાદ : દશેરા પર્વની ઉજવણી, ફાફડા જલેબી માટે લાગી લાઈનો

દશેરા પર્વની ઉજવણીમાં ફાફડા જલેબી માણવા વહેલી સવારથી જ લાંબી કતારો લાગી ગઈ હતી. નવરાત્રિના નોમના નોરતે મોડી રાતથી જ શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ફાફડા જલેબીની મોજ શરૂ થઈ જાય છે. આ વર્ષે પૂર્વને પશ્ચિમ અમદાવાદની ફરસાણની દુકાનોની બહાર ફાફડા જલેબી બનાવતા મોટા મંડપ જોવા મળ્યા. આ સાથે કરિયાણાની દુકાન, જ્વેલર્સ, મેડિકલ સ્ટોર્સ, કટલરી સ્ટોર્સ જેવા વેપારીઓની દુકાનોની બહારની ખુલ્લી જગ્યાઓમાં પણ ફાફડા જલેબી ચોળાફળી બનાવતા કારીગરોના મંડપ જોવા મળ્યા.

વિજયા દશમીની વહેલી સવારથી જ ફાફડા જલેબી માટે લોકોની કતારો લાગી. મોંઘા મટીરીયલ્સ, ભાવ વધારા સાથે 400 થી 800 રૂપિયે કિલોગ્રામ ફાફડા જલેબીનું વેચાણ થયું હતું. લાંબી કતારો જોઈ કેટલાક લોકોએ ગુણવત્તાની દરકાર કર્યા વગર ફાફડા જલેબી જયાફત માણી હતી.

પ્રજ્ઞેશ વ્યાસ

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૪ ઓક્ટોબર, ૨૦૨૩

૨૪ ઓક્ટોબર, ૨૦૨૩

પાકા ઝાડને છાંયડે ભૂખે મરે

 

 

પાકા ઝાડને છાંયડે ભૂખે મરે

 

અત્યંત ભલા અથવા સરળ સ્વભાવની વ્યક્તિ માટે આ કહેવત વપરાય છે. પાકા ફળોથી લચી પડેલ ઝાડને છાંયડે આરામ કરવા બેઠેલ આ માણસ એટલો સરળ અને ભલો છે કે એ પોતાના હક વગરનું કાંઇ પણ લેવા માંગતો નથી.

જેના ઉપર એનો અધિકાર નથી એવાં ફળ કકડીને ભૂખ લાગી હોય તો પણ ન ખાય એવા સજ્જન માણસ માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 24/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

વાત ‘દિલ’ ના ટાઇટલ ગીતની  

આમિર ખાન- માધુરી દીક્ષિતની ફિલ્મ ‘દિલ’ (૧૯૯૦) ના દરેક ગીત લોકપ્રિય થયા હતા. એના ગીતોની વિશેષતા એ હતી કે ગીતકાર સમીર અંજાને દરેકમાં ‘દિલ’ શબ્દ આવે એનું ધ્યાન રાખ્યું હતું. એ પછી સમીરે ફિલ્મ ‘સાજન’ (૧૯૯૧) ના ગીતમાં પણ સાજન શબ્દ આવે એવી રીતે ગીત લખ્યા હતા. ગીતકાર સમીરને જ્યારે ટ્યુન સંભળાવીને સ્થિતિ બતાવવામાં આવી ત્યારે ‘દિલ’ નું ‘મુઝે નીંદ ન આયે, મુઝે ચેન ન આયે’ ગીત લખીને આપ્યું હતું. ફિલ્મના નિર્માતા ઇન્દ્રકુમાર અને અશોક ઠાકરીયા હતા. એમને ફિલ્મના આ સૌથી પહેલા લખાયેલા અને ટાઇટલ ગીતમાં કોઈ વિશેષતા લાગી નહીં.

એમનું કહેવું હતું કે એમાંની પહેલી લાઇન ‘મુઝે નીંદ ન આયે, મુઝે ચેન ન આયે’ કાઢી નાખો. ફિલ્મી ગીતોમાં પાંચસો વખત નીંદ અને ચેન શબ્દોનો ઉપયોગ થઈ ચૂક્યો છે. એમાં કોઈ નવીનતા નથી. એમણે સમીરને બીજા શબ્દો વાપરવાનું કહી ફરી લખવા કહ્યું. સમીરે ઘણી બધી પંક્તિઓ લખી પણ મીટર પર બરાબર લાગતી નથી. દરમ્યાનમાં ગીતનું શૂટિંગ કરવાનો સમય આવી પહોંચ્યો હતો. નિર્માતાએ કંટાળીને કહ્યું કે હમણાં ગીત રેકોર્ડ કરીને ફિલ્માંકન કરી લઈએ. પછીથી જો થિયેટરમાં લોકોને પસંદ નહીં આવે તો કાઢી નાખીશું. ઉદીત નારાયણ અને અનુરાધા પૌડવાલના સ્વરમાં ગીત રેકોર્ડ કરી દેવામાં આવ્યું.

ફિલ્મ રજૂ થયા પછી ‘મુઝે નીંદ ન આયે, મુઝે ચેન ન આયે, કોઈ જાએ જરા ઢૂંઢ કે લાયે, ન જાને કહાં દિલ ખો ગયા’ ગીત બહુ પસંદ આવ્યું હતું. ત્યારથી નિર્માતાએ કાન પકડ્યા હતા કે સમીરે લખેલા ગીતના શબ્દોમાં ફેરફાર કરવો નહીં. એ જે લખીને આપે એ લઈ લેવાનું. ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ ગીતકાર તરીકે આ ગીત માટે સમીરનું નામાંકન થયું હતું. અસલમાં આ ગીતની આખી ધૂન પંજાબી ગાયક ચન્ની સિંહના ‘આલાપ’ આલબમના ‘ચૂન્ની ઊડ ઊડ જાયે’ ની ડીટ્ટો નકલ હતી.

સમીરને ઘણા નિર્માતાઓએ જે-તે સમય પર લોકપ્રિય થયેલા ગીતો જેવું ગીત લખવાની ફરમાઇશ કરી ત્યારે પૂરી કરવી પડી હતી. જ્યારે ‘મુન્ની બદનામ હુઈ’ લોકપ્રિય થયું ત્યારે એમણે એવું જ ‘અનારકલી’ ગીત ‘હાઉસફુલ 2’ (૨૦૧૨) માટે લખવું પડ્યું હતું. ‘અરે છોડ છાડ કે આપણે સલીમ કી ગલી, અનારકલી ડિસ્કો ચલી’ ગીતનું ફિલ્માંકન મલાઇકા પર જ થયું હતું. અનારકલી નામને કારણે આ ગીત ઉપર કેસ થઈ ગયો હતો. જ્યારે ‘ચોલી કે પીછે ક્યા હૈ’ જાણીતું થયું ત્યારે ‘રાજા બાબૂ’ (૧૯૯૪) માટે ‘સરકાઇલો ખટિયા જાડા લગે’ લખવું પડ્યું હતું. સમીરનું કહેવું હતું કે એમણે લોકગીત પ્રકારનું ગીત લખ્યું હતું પણ નિર્દેશક ડેવિડ ધવને એનું ફિલ્માંકન ખોટી રીતે કર્યું હતું. તેથી તેને અશ્લીલ ગણવામાં આવ્યું હતું. સમીરે ગોવિંદાની ‘દુલ્હે રાજા’ (૧૯૯૮) માટે ‘કહાં રાજા ભોજ કહાં ગંગુ તેલી’ લખ્યું ત્યારે એક સમાજે કેસ કરી દીધો હતો.

પંચાંગ 24/10/2023

ડો. કલ્પના દવેના ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરાયું

કાંદિવલીના આંગણે ગયા શનિવારની સાંજ સાહિત્યક બની રહી હતી. ડો. કલ્પના દવેના ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થયું હતું. આ લોકાર્પણ સમારોહ 21 ઓકટોબરે કાંદિવલી એજયુકેશન સોસાયટી સ્થાપિત ગુજરાતી ભાષા ભવન અને એસ.એન.ડી.ટી. મહિલા વિધાપીઠ તેમ જ શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે એચ. પટેલ લો કોલેજના સભાગૃહમાં યોજાયો હતો.

સ્ત્રી સંવેદનના લેખિકા ડો. કલ્પના દવેના બીલીપત્ર સમાન ત્રણ પુસ્તકો (1) રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ-2020, (2) મનની ભીતર આભ (3) ન્યુ લાઈફ, ન્યુ વિઝનના લોકાર્પણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સંનિષ્ઠ સમાજસેવક- લોકપ્રિય નેતા યોગેશ સાગરે કહ્યું હતું કે આ ત્રણે પુસ્તકોમાં સ્ત્રી સશકતિકરણ તથા જાગરુકતા લાવનાર સાહિત્ય છે. આ પ્રસંગે મૂર્ધન્ય સાહિત્યકાર દિનકર જોષીએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. દિનકરભાઈ તથા તથા યોગેશ સાગરે ડો.કલ્પના દવેનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. ડો.પ્રીતિ જરીવાલાએ મનની ભીતર આભ માંથી પ્રસ્તુતિ કરતાં લેખિકાની કલમનો આસ્વાદ કરાવ્યો હતો. અતિથિ વિશેષ તરીકે હાજર રહેનાર એસએનડીટી, ચર્ચગેટના પ્રિન્સિપાલ દર્શના ઓઝાએ કલ્પના દવેની ત્રણે કૃતિનો પરિચય આપ્યો હતો.

આકાશવાણીના જાણીતા ઉદઘોષક અને નાટય અભિનેત્રી વૈશાલી ત્રિવેદીએ કલ્પના દવે સાથે સંવાદ કરતા તેમના સર્જકતાનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે કે.ઈ.એસ. તરફથી મહેશભાઈ શાહ, મહેશભાઈ ચંદારાણા, સંવિત્તિના અને ગુજરાતી ભાષા ભવનના સભ્ય કીર્તિભાઈ શાહ અને સાંઈ સાર્વજનિક સહિત વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા અનંતરાય મહેતાએ પોતાના ભાવ વ્યકત કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન રસપ્રદ શૈલીમાં કવિ મુકેશ જોષીએ કર્યુ હતું તથા સંયોજન ડો.કવિત પંડયાએ કર્યું હતું. આ કાર્યક્રમને સંખ્યાબંધ સાહિત્યપ્રેમીઓએ માણ્યો હતો.

આઇસી15 ઇન્ડેક્સમાં 912 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ  બિટકોઇન ઈટીએફને મંજૂરી મળવાની આશા યથાવત્ રહેતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૃદ્ધિ થઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.43 ટકા (912 પોઇન્ટ) વધીને 38,305 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,393 ખૂલ્યા બાદ 38,856ની ઉપલી અને 37,245ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ટ્રોન સિવાયના ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા. 4થી 11 ટકાની રેન્જમાં વધેલા મુખ્ય કોઇન ચેઇનલિંક, પોલીગોન, ડોઝકોઇન અને સોલાના હતા.

દરમિયાન, હોંગકોંગ મોનેટરી ઓથોરિટી અને સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશને વર્તમાન ક્રીપ્ટો નીતિમાં સુધારો કરતું સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. રિટેલ રોકાણકારો માટે કોમ્પ્લેક્સ ક્રીપ્ટોકરન્સી પ્રોડક્ટ્સની ખરીદી કરવાની મનાઈ આ સુધારા દ્વારા ફરમાવવામાં આવી છે. બીજી બાજુ, જે. પી. મોર્ગનના તાજેતરના સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ટૂંક સમયમાં અનેક સ્પોટ બિટકોઇન ઈટીએફને મંજૂરી આપશે.