નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,052 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,291 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,525 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 245 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 5916 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,087 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
કેરો (ઈજિપ્ત): અહીં કેરો શાંતિ શિખર સંમેલનમાં અમેરિકા વતી ભાગ લઈને ઈજિપ્ત ખાતે અમેરિકાની દૂતાવાસનાં મહિલા ચાર્જ દ’અફેર્સ બેથ જોન્સે કહ્યું કે, પેલેસ્ટાઈનનાં નાગરિકોને હમાસ આતંકવાદીઓ સાથે ગણવા નહીં. હમાસ આતંકવાદી સંગઠન પેલેસ્ટાઈનનાં લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી.
જોન્સે વધુમાં કહ્યું કે, પેલેસ્ટિનીયન્સ અને હમાસને સાથે ગણવાથી ગેરસમજ ઊભી થશે. હમાસ દ્વારા ફેલાવાતા ભયાનક આતંકવાદ માટે પેલેસ્ટાઈનવાસીઓને દોષ દેવો ન જોઈએ અને એમને ભોગવવું પડે એ બરાબર ન કહેવાય. નાગરિકોનાં જાનનું રક્ષણ થવું જ જોઈએ. જરૂરિયાતમંદોને સહાયતા તાત્કાલિક પહોંચાડવી જોઈએ. અમે આ માટે અમારા ભાગીદારો સાથે મળીને કામગીરી બજાવી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ હાઈબ્રિડ વાહનો પરના કરવેરામાં કાપ મૂકાવવા માટે જાપાનની ટોયોટા મોટર કંપની ભારત સરકારનું લોબિંગ કરી રહી છે. ટોયોટા દુનિયાની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની છે. તેની દલીલ છે કે હાઈબ્રિડ કાર પેટ્રોલ પર ચાલતી કાર કરતાં ઘણું ઓછું પ્રદૂષણ ફેલાવે છે. કંપનીએ પોતાની રજૂઆત ભારત સરકારને આપેલા એક પત્રમાં કરી છે.
ઉલ્લેખનીય છે કે, હાઈબ્રિડ કાર એક કરતાં વધારે ઊર્જાનો ઉપયોગ કરે છે. જેમ કે, ઈલેક્ટ્રિક મોટર સાથે પેટ્રોલ કે ડિઝલ એન્જિન પણ હોય અને વાહનને ચાલુ કરવા માટે બે સિસ્ટમ એકબીજા સાથે મળીને કામ કરે છે. આને કારણે કાર ઓછો ગેસ વાપરે છે અને વધુ સારી ઈંધણ કાર્યક્ષમતા મેળવે છે. માત્ર પેટ્રોલ કે ડિઝલ ઈંધણ વાપરતા પરંપરાગત એન્જિન કરતાં આ પ્રદૂષણ રોકવા માટે ફાયદાકારક છે.
ટોયોટા કંપની ભારતમાં હાઈબ્રિડ કારની માગમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે ઉત્પાદન ક્ષમતા વધારવા ધારે છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તેનું ધ્યાન ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ વધે એ માટે કેન્દ્રિત કર્યું છે. એ માટે સરકાર કંપનીઓને ઈલેક્ટ્રિક કાર પ્લાન્ટ તથા બેટરી ઉત્પાદન માટે કરોડો ડોલરની સવલતો ઓફર કરી રહી છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો પર માત્ર પાંચ ટકા કરવેરો છે જ્યારે હાઈબ્રિડ વાહનો પર 43 ટકા ટેક્સ લેવાય છે. પેટ્રોલ કાર પરનો કરવેરો 48 ટકા છે.
ટોયોટા (ઈન્ડિયા કન્ટ્રી)ના વડા વિક્રમ ગુલાટીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે પેટ્રોલ કારની સામે હાઈબ્રિડ કારને કરાતી ફેવર ઘણી અપૂરતી છે. હાઈબ્રિડ કાર ઘણું ઓછું પ્રદૂષણ ફેલાવે છે અને વધારે સારું ઈંધણ ગણાય છે. તેથી હાઈબ્રિડ વાહનો પર ભારતમાં ઉઘરાવાતો ટેક્સ 14-21 ટકા ઘટાડી દેવો જોઈએ.
આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી, એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય, તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.
આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.
વિરાટ કોહલીના 95 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો હતો. સતત પાંચમી જીત હાંસલ કરીને ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ સાથે ભારતનું હવે સેમીફાઈનલમાં રમવું નિશ્ચિત છે. ભારતે મોહમ્મદ શમીની 5 વિકેટની મદદથી ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને 50 ઓવરમાં 273 રન પર રોકી દીધી હતી. આ લક્ષ્યને હાંસલ કરવા માટે રોહિત શર્માએ ફરી એકવાર 46 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતે બે ઓવર બાકી રહેતા 274 રન બનાવીને જીત મેળવી હતી. 5 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે 11.1 ઓવરમાં 71 રન ઉમેર્યા હતા. રોહિત શર્મા 40 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સાથે જ ભારતને 76 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. શુભમન ગિલ 31 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 104 બોલમાં 95 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી લીધી હતી. શ્રેયસ અય્યર 29 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ 4 બોલમાં 2 રન બનાવીને રનઆઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ જવાબદારી લીધી. રવિન્દ્ર જાડેજા 44 બોલમાં 39 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ 78 રનની ભાગીદારી નોંધાવી હતી.
ન્યૂઝીલેન્ડ માટે લોકી ફર્ગ્યુસન સૌથી સફળ બોલર રહ્યો હતો. લોકી ફર્ગ્યુસનને 2 સફળતા મળી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ સેન્ટનર અને મેટ હેનરીને 1-1 સફળતા મળી હતી. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 273 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે ડેરિલે 127 બોલમાં 130 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સિવાય રચિન રવિન્દ્રએ 87 બોલમાં 75 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ન્યુઝીલેન્ડના 7 ખેલાડીઓ ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા.
મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ
ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને 1-1 સફળતા મળી છે.
First game of the tournament for him and Mohd. Shami receives the Player of the Match award for his outstanding five-wicket haul in Dharamsala 🏆👏
આ જીત પછી ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. હવે ભારતીય ટીમના 5 મેચમાં 10 પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ન્યૂઝીલેન્ડને ટૂર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ કીવી ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે. ન્યુઝીલેન્ડના 5 મેચમાં 8 પોઈન્ટ છે. ભારત અને ન્યુઝીલેન્ડ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ટોપ-5માં છે. દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનના અનુક્રમે 6, 4 અને 4 પોઈન્ટ છે.
17 વર્ષીય સ્વ-શિક્ષિત આર્ટિસ્ટ પરિસા મહેતાના સૌપ્રથમ આર્ટ એક્ઝિબિશન ‘બ્રેકિંગ ધ કોકૂન’ને જાણીતા આર્ટ એન્ટરપ્રિન્યોર અનિલ રેલિયાના હસ્તે શનિવારે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંદેશમાં જણાવ્યું હતું કે યુવા કલાકાર પરિસા મેહતાને તેમના સૌપ્રથમ આર્ટ પ્રદર્શન માટે અભિનંદન સાથે તેમના શૈક્ષણિક અને સર્જનાત્મક સફળતા તેમજ તેણીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું.
કલાનું કોઈ પણ સ્વરૂપ જીવનને તદ્દન અલગ રીતે અને નવીન દ્રષ્ટિકોણ થી પ્રક્ષેપિત કરે છે. કલાકાર લાગણીઓ અને સંવેદનો ને જે રીતે પ્રસ્તુત કરે છે તે જ તેને અન્યોથી અલગ પાડે છે. ચિત્રકળા એ કલાનું એક એવું સ્વરૂપ છે, જેમાં કલાકાર તેમની લાગણીઓને પોતાના ભાવજગતને કાગળ અથવા કેનવાસ પર ઉતારે છે” તેમ મુખ્યમંત્રીએ તેમના સંદેશમાં વધુમાં જણાવ્યું હતું.
આ પ્રદર્શન ના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત દરમ્યાન આ પ્રદર્શનમાં વિવિધ કલાત્મક કૌશલ્યથી તૈયાર કરેલા સુંદર આર્ટ અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી અને પરિસાને શુભેચ્છા આપી હતી.
કલા, લાગણી અને પ્રેરણા દ્વારા અવિસ્મરણીય સફર કરાવતા આ એક્ઝિબિશનનો પ્રારંભ, યુનિવર્સિટી રોડ પર કે.એલ.કેમ્પસમાં ઉર્મિલા આર્ટ ગેલેરી ખાતે થયો છે. પરિસાએ જે ઉત્કૃષ્ટતાથી વોટરકલર્સ, ઓઈલ્સ, એક્રિલિક્સ, ઈન્ક, પેન્સિલ, ચારકોલ તથા રુબિક્સ ક્યુબના માધ્યમથી તેના કળાત્મક સર્જનની રચનાત્મકતા દર્શાવી છે તે તેના જેવા ઉભરતાં કલાકારો માટે એક તક સમાન છે.
આ પ્રસંગે બોલતાં અનિલ રેલિયાએ જણાવ્યું હતું કે, પરિસા જેવી અદભૂત કલાકારના એક્ઝિબિશનનું ઉદઘાટન કરવું એ મારા માટે ગર્વની બાબત છે. તેણે વિવિધ શૈલીઓ, માધ્યમો અને થીમ્સનું મિશ્રણ ધરાવતા એક કલેક્શનના માધ્યમથી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે, જે મુલાકાતીઓને મોહક પરંતુ વિચારપ્રેરક દ્રશ્ય યાત્રા પર લઈ જાય છે. હું લોકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અને આ યુવા કલાકારને પ્રોત્સાહિત કરવા વિનંતી કરું છું. આ એક્ઝિબિશનનું આયોજન કરીને હું અત્યંત રોમાંચ અનુભવી રહી છું. મેં એક નાના બાળક તરીકે મારી રચનાત્મક યાત્રા શરૂ કરી ત્યારથી મેં આ સપનું જોયું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિની પરિસાએ કહ્યું કે, એ વખતથી જ મારી કળા એ જ મારી અભિવ્યક્તિ છે અને મેં તેનો ઉપયોગ જીવનના કેનવાસ પર લાગણીઓને કંડારવા માટે કર્યો છે.
આ પ્રદર્શનની એક વિશેષતા મેસ્કેરેડ છે, જે 21×30 સે.મી.નું એક ડિજિટલ ઈલસ્ટ્રેશન છે, જે માનવ સ્વભાવની ક્ષણભંગુરતા દર્શાવે છે. આ ઈલસ્ટ્રેશન રોજિંદા જીવનમાં અસ્તિત્વ અને સહાનુભૂતિ માટે આપણે જે મહોરા ધારણ કરીએ છીએ તેના પર ચિંતન કરવા દર્શકોને પ્રેરે છે. ઇન ધ ગાર્ડન ઓફ ઇડનમાં સાત ડિજિટલ પોટ્રેટની શ્રેણી રજૂ કરાઈ છે જે મહિલાઓ વચ્ચેના જોડાણ અને કુદરતી વિશ્વની સ્વર્ગીય સુંદરતાની ઉજવણી કરે છે. દરેક પોટ્રેટ કાલતિત સ્ત્રીત્વ અને રમણીયતાને વણી લઈ અભૂતપૂર્વ સુંદરતાને મૂર્તિમંત કરે છે.
આ એક્ઝિબિશનમાં 1,200 રૂબિક્સ ક્યુબ્સથી બનેલો ‘નમો’ નામનો મોઝેક પણ છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના આઇકોનિક પોઝમાં રજૂ કરે છે. વડાપ્રધાનની છબી તૈયાર કરવા માટે પ્રત્યેક ક્યુબને વ્યક્તિગત રીતે સોલ્વ કરાયા હતાં જેમાં 200 કલાક જેટલો સમય લાગ્યો હતો. 12 ઈંચનું કદ ધરાવતી ‘હાર્ટબ્રેક’ નામની હૃદયસ્પર્શી ટ્રિપ્ટીચ કેનવાસ પર એક્રિલિકની મદદથી હૃદયભંગના સમગ્ર ક્રમને પ્રતિબિંબત કરે છે જેમાં પ્રેમની પ્રારંભિક આશા અને કોમળતા દર્શાવતી હૃદયની નમ્રતાથી લઈને પ્રિયજનના વિરહની ચિંતા તથા અંતમાં હૃદયને વલોવી નાખતી નિરાશા અને પ્રિયજનને ગુમાવવાની લાગણીને અદભૂત રીતે રજૂ કરાઈ છે.
“ગોલ્ડ રશ”, એ સુવર્ણ પર્ણનું એક આકર્ષક એક્રેલિક પેઇન્ટિંગ છે જે, માઇકલ એન્જેલોના “ધ ક્રિએશન ઓફ એડમ”થી પ્રેરિત છે, અને માનવ આત્માઓ વચ્ચેના ગહન જોડાણની શોધ કરે છે, જે અન્યોનય હોવાની સાથે દિવ્ય છે. આ ઉપરાંત, બ્રેકિંગ ધ કોકૂનમાં “ફેસીસ”નો પણ સમાવેશ થાય છે, જે દરેક વ્યક્તિને વિશિષ્ટ બનાવે છે તેવી અનન્ય લાક્ષણિકતાઓનું સંશોધન છે. કલાકારની આબેહૂબ કલ્પનાથી દોરાયેલ મહિલાઓના 150 થી વધુ અનન્ય ચહેરાઓ સુસંગતતાની કલ્પનાને પડકારે છે અને આપણા તફાવતોમાં રહેલી સુંદરતાને રેખાંકિત કરે છે. આ પ્રદર્શન ઉર્મિલા આર્ટ ગેલેરી, કેએલ કેમ્પસ, યુનિવર્સિટી રોડ ખાતે 21 અને 22 ઓક્ટોબરના રોજ યોજાઈ રહ્યું છે. પ્રદર્શનનો સમય બપોરે 12 થી 6 વાગ્યા સુધીનો છે.
કાઠમંડુઃ નેપાળના ધડિંગ જિલ્લાના વિસ્તારો આજે સવારે ત્રણ ધરતીકંપને કારણે હચમચી ગયા હતા. ત્રણેય ધરતીકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4 કરતાં વધારે હતી. પડોશના કાઠમંડુ શહેરમાં પણ આંચકાનો અનુભવ થયો હતો. સવારે 7.39 વાગ્યે પહેલો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા 6.1 હતી. ત્રણેય આંચકાને કારણે ધડિંગમાં કેટલાક મકાનોમાં તિરાડ પડી ગઈ છે. સદ્દભાગ્યે ક્યાંયથી જાનહાનિનો અહેવાલ નથી.
નેપાળમાં આ વર્ષે અત્યાર સુધીમાં 58 ધરતીકંપ આવી ચૂક્યા છે. તેમની તીવ્રતા 4.0થી લઈને 6.3ની રહી છે.