Home Blog Page 2421

વાત ગીતકાર સમીરના સુપરહિટ બે ગીતોની

ગીતકાર સમીરને ઘણી વખત સંગીતકાર નદીમ- શ્રવણનો સાથ મળ્યો હતો. સમીરના ગીતો માટે નદીમ- શ્રવણે સંગીત તો તૈયાર કર્યું જ હતું પણ એને ફિલ્મમાં રાખવા માટે ઘણી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો આમ ના બન્યું હોત તો સમીરના અનેક જાણીતા ગીતો ફિલ્મમાં આવી શક્યા ના હોત. સમીરે એક મુલાકાતમાં આવા અનેક કિસ્સા સંભળાવ્યા છે. આમિર ખાનની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ (૧૯૯૬) માટે સમીરે ‘પરદેસી પરદેસી જાના નહીં મુઝે છોડકે…’ લખીને સાંભળાવ્યું ત્યારે નિર્માતાને ‘પરદેસી’ શબ્દમાં ‘પઅઅર દેસી’ ઉચ્ચાર બરાબર લાગ્યો નહીં અને ‘પરદેસી’ શબ્દ જ કાઢી નાખવા કહ્યું.

ગાયનમાં ‘પરદેસી’ શબ્દનો થ્રો ‘પઅઅર દેસી’ એમને ખોટો લાગતો હોવાથી એના સ્થાને બીજો શબ્દ વાપરવા સૂચન કર્યું. સંગીતકાર નદીમ- શ્રવણનો આગ્રહ હતો કે આ ગીતમાં ‘પરદેસી’ શબ્દ જ હોવો જ જોઈએ. એ માટે પહેલાં આ ગીત ઉદીત નારાયણ પાસે ગવડાવવામાં આવ્યું. ત્યારે ‘પરદેસી’ શબ્દનો થ્રો એમને ગમ્યો નહીં. એટલે ગાયક બદલ્યા અને કુમાર સાનૂને બોલાવવામાં આવ્યા. એમની પાસે ગીત ગવડાવી ‘પરદેસી’ શબ્દનો ઉચ્ચાર કરાવવામાં આવ્યો ત્યારે પણ ‘પઅઅર દેસી’ ઉચ્ચાર જ આવતો હતો. કેમકે ગીતનું મીટર જ એવું હતું. નિર્માતા ‘પરદેસી’ શબ્દ રાખવા રાજી ન હતા ત્યારે નદીમ- શ્રવણ એવા અડી ગયા અને શરત કરી કે જો આ ગીત ચાલશે નહીં તો એના રેકોર્ડિંગના ખર્ચના પૈસા એ ચૂકવી દેશે. પણ જો ગીતને પસંદ કરવામાં આવશે તો નિર્માતાએ ગીતના ખર્ચની બમણી રકમ એમને આપવી પડશે. અને નદીમ- શ્રવણે ‘પરદેસી પરદેસી જાના નહીં’ ગીતની બમણી રકમ લીધી હતી. કેમકે એ ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત બન્યું હતું.

કેસેટમાં ‘પરદેસી’ ગીતને કુમાર સાનૂ અને ઉદીત નારાયણ એમ બંનેના અવાજમાં અલગ રાખવામાં પણ આવ્યા હતા. માધુરી દીક્ષિતની ફિલ્મ ‘રાજા’ (૧૯૯૫) વખતે પણ આવું જ કંઈક બન્યું હતું. એના ‘અંખિયાં મિલાઉં કભી અંખિયાં ચૂરાઉં ક્યા તુને કિયા જાદૂ’ વખતે ભૂલ કાઢવામાં હતી. નિર્માતાનું કહેવું હતું કે એમાં છેલ્લે ‘બીના પાયલ કે હી બજે ઘૂંઘરુ’ માં વ્યાકરણની ભૂલ છે. પાયલ વગર ઘૂંઘરુ વાગી ના શકે. ત્યારે સમીરે પોતાના પિતાના ‘બંધન’ (૧૯૬૯) ના એક ગીત ‘બીના બદરા કે બિજૂરિયા કૈસે ચમકે’ નું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જો વાદળો વગર વીજળી ચમકી શકે તો પાયલ વગર ઘૂંઘરું કેમ ના વાગી શકે?! અને ગીત સાંભળીને કોરિયોગ્રાફર સરોજ ખાને પણ પહેલાં કહ્યું હતું કે એનું શૂટિંગ કરાવી શકશે નહીં. કેમકે એમાં એકસરખી બીટ આવે છે.

એક જ પ્રકારની બીટ અને એકસરખા ડાન્સ પર આખા ગીતમાં હીરોઈન નાચતી રહે તે યોગ્ય નથી. ત્યારે નદીમે સરોજ ખાનને કહી દીધું હતું કે તમારું કામ ગીત પર નૃત્ય કરાવવાનું છે. ગીત કેવું બનાવવું એ અમારું કામ છે. અમને અમારું કામ કરવા દો. જ્યારે ગીત ચાલશે નહીં ત્યારે અમે તમારી સાથે આ બાબતે વાત કરીશું. અને ‘અંખિયાં મિલાઉં કભી અંખિયાં ચૂરાઉં’ ગીત પણ જબરદસ્ત લોકપ્રિય રહ્યું હતું.

રાશિ ભવિષ્ય 17/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

ગોળના પાણીએ નવડાવવું

ગોળના પાણીએ નવડાવવું

 

કોઈ પણ પ્રકારની ખોટી અપેક્ષા ઊભી કરીને એના બદલામાં સામા વ્યક્તિ પાસેથી માલ અથવા પૈસા લીધા બાદ એ ઓળવી જવું એટલે કે હજમ કરી જવું એવી વૃત્તિથી દોરાનાર વ્યક્તિએ કોઈને ગોળના પાણીએ નવરાવ્યો એમ કહેવાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 17/10/2023

AUS vs SL: વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ જીત, શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની 14મી મેચમાં શ્રીલંકાને હરાવીને ટુર્નામેન્ટનું જીતનું ખાતું ખોલ્યું. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાની ટીમને 5 વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં સતત ત્રીજી હાર આપી હતી. બેટ્સમેન જોશ ઈંગ્લિસ અને મિશેલ માર્શ અને બોલર એડમ ઝમ્પાએ કાંગારૂ ટીમની પ્રથમ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈંગ્લેન્ડે 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રન અને માર્શે 9 ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. દરમિયાન શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ઓપનર કુસલ પરેરાએ 12 ચોગ્ગાની મદદથી 78 (82 બોલ) અને પથુમ નિસાન્કાએ 8 ચોગ્ગાની મદદથી 61 (67 બોલ) રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​એડમ ઝમ્પાએ 4 વિકેટ પોતાના નામે કરી હતી. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 35.2 ઓવરમાં 5 વિકેટે જીત મેળવી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત મળી ન હતી

રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત મળી શકી ન હતી. ટીમે ચોથી ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને પહેલો ફટકો ચોથી ઓવરના પહેલા બોલ પર ડેવિડ વોર્નર (11)ના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર સ્ટીવ સ્મિથ ખાતું ખોલાવ્યા વગર જ ચાલ્યો ગયો. દિલશાન મદુશંકાએ બંને બેટ્સમેનોને LBW દ્વારા પોતાનો શિકાર બનાવ્યા હતા.


આ દરમિયાન ઓપનર મિચેલ માર્શે ઇનિંગને સંભાળી હતી. જોકે, 15મી ઓવરમાં માર્શે પોતાની અડધી સદી પૂરી કરી અને રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. તેણે 51 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 52 રનની ઇનિંગ રમી હતી. માર્શે ચોથા નંબરે આવેલા માર્નસ લાબુશેન સાથે ત્રીજી વિકેટ માટે 56 (62 બોલ)ની ભાગીદારી પણ કરી હતી. માર્શની વિકેટ બાદ, જોસ ઈંગ્લિસ સાથે મળીને લાબુશેને ઇનિંગ્સને આગળ ધપાવી અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 77 રન (86 બોલ)ની ભાગીદારી થઈ. પરંતુ આ ભાગીદારી 29મી ઓવરમાં લાબુશેનની વિકેટ સાથે સમાપ્ત થઈ, જે 40 રન (60 બોલ) બનાવીને દિલશાન મદુશંકાની જાળમાં ફસાઈ ગયો.

આ પછી ઓસ્ટ્રેલિયાને પાંચમો ફટકો 34મી ઓવરના પ્રથમ બોલ પર જોસ ઈંગ્લિસના રૂપમાં લાગ્યો હતો, જે સારી ઈનિંગ્સ રમી રહ્યો હતો, જે 58 (59) રન બનાવીને સ્પિનર ​​ડ્યુનિથ વેલાલાઘેની જાળમાં ફસાઈ ગયો હતો. જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા. આ પછી ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસે અણનમ રહીને ઓસ્ટ્રેલિયાને જીતની લાઇન પર લઈ લીધું. મેક્સવેલ 31* રન બનાવી અણનમ પાછો ફર્યો અને સ્ટોઈનિસ 20* રન બનાવીને અણનમ પાછો ફર્યો. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 9 ઓવરમાં 38 રન આપ્યા હતા. આ સિવાય દુનિથ વેલ્લાલેગાને 1 સફળતા મળી. અન્ય કોઈ બોલર વિકેટ લઈ શક્યા ન હતા.

પરિણિતી ચોપરા માલદીવ પહોંચી, શેર કરી તસવીર

અભિનેત્રી પરિણીતી ચોપરા આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. પરિણીતી લગ્ન બાદ પહેલીવાર વેકેશન પર ગઈ છે અને ખાસ વાત એ છે કે તેનો પતિ રાઘવ ચઢ્ઢા તેની સાથે ગયો નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની વાર્તા પોસ્ટ કરતી વખતે, જ્યાં પહેલા પરિણીતીએ સ્પષ્ટ કર્યું હતું કે તે છોકરીઓની સફરનો આનંદ માણી રહી છે, હવે પોતાનો એક સુંદર ફોટો પોસ્ટ કરીને, અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તે કોની સાથે વેકેશન કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

પરિણીતી ચોપરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં પરિણીતી બ્લેક સ્વિમ સૂટ પહેરીને પૂલમાં આરામ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી તેની બંગડીઓ પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પરિણીતીએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે – ‘હું હનીમૂન પર નથી, ફોટો મારી ભાભીએ ક્લિક કર્યો છે.’ તેના કેપ્શનથી સ્પષ્ટ છે કે અભિનેત્રી તેની ભાભી એટલે કે રાઘવ ચઢ્ઢાની બહેન સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે. તમને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢાની બહેન પણ તેમની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

તેનો લુક ફેશન વીકમાં હેડલાઇન્સ બન્યો હતો

હાલમાં જ પરિણીતી ચોપરા લેક્મે ફેશન વીકમાં રેમ્પ પર વોક કરતી જોવા મળી હતી. લગ્ન બાદ અભિનેત્રીએ પહેલીવાર રેમ્પ પર વોક કર્યું હતું. આ સમય દરમિયાન, તેના નવા દુલ્હન દેખાવે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણીતીએ હાથમાં સિંદૂર અને હાથમાં આછા ગુલાબી બંગડીઓ સાથે સફેદ ચમકદાર સાડી પહેરેલી જોવા મળી હતી. તેણે લેયર્ડ નેકલેસ અને રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.

આ ફિલ્મમાં અભિનેત્રી જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ચોપરા હાલમાં જ રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’માં જોવા મળી છે. આ પછી તે તેની આગામી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થશે.

ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચમાં આવ્યું તોફાન, ખતરનાક વીડિયો થયો વાયરલ

લખનૌના એકાના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ચાહકો તોફાનથી બચી ગયા હતા. બંને વચ્ચે લખનૌમાં વર્લ્ડ કપની 14મી મેચ રમાઈ રહી છે. મેચમાં વરસાદ અને તોફાનથી ખેલાડીઓની સાથે-સાથે ચાહકો પણ પરેશાન છે. હવે વાયરલ થઈ રહેલા વિડીયોમાં ચાહકો સંકુચિત રીતે ભાગી જતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેન્ડમાં કેટલાક મોટા બોર્ડ પડ્યા છે, જેના કારણે ત્યાં હાજર લોકો બચી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જે જગ્યાએ બોર્ડ પડ્યું ત્યાં કોઈ દર્શકો હાજર ન હતા.

જો કે, બેનર પડી ગયા પછી ચાહકો ચોક્કસપણે ડરી ગયા હતા અને અરાજકતા પણ જોવા મળી હતી. આ પછી દર્શકોને બીજે ક્યાંક બેસવાનું કહેવામાં આવ્યું. વરસાદ અને તોફાનને કારણે મેચની બીજી ઇનિંગ થોડી મોડી શરૂ થઈ હતી. પ્રથમ દાવ દરમિયાન પણ વરસાદે મેચને ખોરવી નાખી હતી. પ્રથમ દાવની 33મી ઓવર દરમિયાન વરસાદ પડ્યો હતો, જેના કારણે મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે કવર ખેંચતો જોવા મળ્યો હતો.

ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાઈ

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૨૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

અત્યાર સુધી કેટલા ખેડૂતોએ કરાવી નોંધણી ?

તા. ૧૫ ઑક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે ૩૫,૫૮૫ ખેડૂતો, સોયાબીન માટે ૨૩,૩૧૬ ખેડૂતો, મગ પાક માટે ૯૫ ખેડૂતો અને અડદ પાક માટે ૬૨ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ટેકાના ભાવ કેટલા રખાયા છે

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭/- કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮/- કિવ., અડદનો ટેકાનો ભાવ રૂ.૬૯૫૦/- કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. ૪૬૦૦/- કિવ. જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૧-૧૦-૨૦૨૩ શનિવારના રોજથી શરૂ કરવામાં આવશે.

હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં નેહા ધુપિયા, પતિ અંગદ

નવી દિલ્હીમાં એપોલો હોસ્પિટલ દ્વારા સ્પેશિયલ બુટિક હોસ્પિટલના 16 ઓક્ટોબર, સોમવારે કરાયેલા શુભારંભ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી નેહા ધુપિયા અને એનાં અભિનેતા પતિ અંગદ બેદીએ પણ હાજરી આપી હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ ફુગાવો RBI ના અંદાજ કરતાં વધુ રહેશે

દેશની અગ્રણી બિઝનેસ ચેમ્બર FICCI એ વર્તમાન નાણાકીય વર્ષ 2023-24માં GDP વૃદ્ધિ 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. FICCI દ્વારા ઇકોનોમિક આઉટલુક સર્વેના નવીનતમ રાઉન્ડ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષમાં લઘુત્તમ જીડીપી વૃદ્ધિ 6 ટકા અને મહત્તમ 6.6 ટકા જીડીપી વૃદ્ધિ જોવા મળી શકે છે. સર્વે અનુસાર, RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો 2024-25ના પ્રથમ કે બીજા ક્વાર્ટરમાં જ શક્ય છે.

FICCI એ સપ્ટેમ્બર મહિનામાં એક ઇકોનોમિક આઉટલુક સર્વે હાથ ધર્યો છે જેમાં તેને ઉદ્યોગ, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રોના દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ તરફથી પ્રતિસાદ મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 સિવાય, આ અર્થશાસ્ત્રીઓને જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટર અને આ નાણાકીય વર્ષના ઑક્ટોબરથી નવેમ્બરના ત્રીજા ક્વાર્ટર માટે તેમના અંદાજો શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

FICCI અનુસાર વૈશ્વિક તણાવ, ચીનની અર્થવ્યવસ્થામાં મંદી, ચુસ્ત નાણાકીય નીતિની અસર અને સામાન્ય કરતાં ઓછો ચોમાસાનો વરસાદ આર્થિક વૃદ્ધિની ગતિ માટે સૌથી મોટા જોખમ તરીકે ઉભરી આવ્યો છે. સર્વે અનુસાર બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 6.1 ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં 6 ટકા રહેવાની આશા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા જોવા મળ્યો હતો.

સર્વે મુજબ 2023-24માં રિટેલ ફુગાવાનો દર 5.5 ટકા રહેવાની ધારણા છે. જેમાં ફુગાવાનો દર ઓછામાં ઓછો 5.3 ટકા અને મહત્તમ 5.7 ટકા રહેવાનો અંદાજ છે. સર્વેમાં ભાગ લેનારા ઘણા અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ફુગાવાને લઈને અનિશ્ચિતતા હજુ પણ છે. તેમનું કહેવું છે કે રિટેલ મોંઘવારી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે પરંતુ કિંમતોમાં વધારાનું જોખમ યથાવત્ છે.

અનાજના ભાવ સ્થિર છે. ખરીફ પાક હેઠળ કઠોળ અને તેલીબિયાંના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. બ્લેક સી અનાજનો સોદો રદ થવાથી ભારત પર અસર પડી શકે છે કારણ કે તે યુક્રેન અને રશિયામાંથી સૂર્યમુખી તેલનો મોટો હિસ્સો આયાત કરે છે. તાજેતરના દિવસોમાં, હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓમાં વધારો થયો છે, જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધઘટ રહેશે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે મોંઘવારી વધવાનો ભય છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા નિષ્ણાતોના મતે ચાલુ નાણાકીય વર્ષ આરબીઆઈના લક્ષ્યાંક કરતાં વધુ રહેવાની ધારણા છે. સર્વેમાં ભાગ લેનારા અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ કે બીજા ક્વાર્ટરમાં જ જોવા મળી શકે છે.