Home Blog Page 2424

ભાજપ કે કોંગ્રેસઃ રાજ્ય પર પડશે રૂ. 50,000 કરોડનાં વચનોનો બોજ

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવાની લાયમાં મતદારોને રીઝવવા માટે મફત સુવિધા આપવાની હોડમાં લાગેલી છે. ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશમાં ગયા સપ્તાહે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ એક સભાને સંબોધતાં એક કરોડ સ્કૂલના બાળકો માટે માસિક સહાયતાની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યના સંભવિત વાર્ષિક મફત બિલમાં રૂ. 10,000 કરોડથી વધુનો વધારો કર્યો છે. જેથી કોંગ્રેસનાં વિવિધ ચૂંટણી વચનોનું મૂલ્ય રૂ. 50,000 કરોડથી વધુ થયું છે. ત્રીજી ડિસેમ્બરે મધ્ય પ્રદેશમાં જે પણ જીતશે રાજ્ય પર ચૂંટણી વચનોને પૂરાં કરવા માટે રૂ. 50,000 કરોડનો બોજ પડશે.

મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવા પર કોંગ્રેસ 100 યુનિટ સુધી મફત અને 100 યુનિટ સુધી અડધી કિંમતે વીજ દેવાની, રાજ્યની મહિલાઓ માટે રૂ. 1500નું માસિક ભથ્થું, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની વાપસી અને સસ્તા ગેસ સિલિન્ડરનું વચન આપવાનાં વચનો આપ્યાં છે.

મધ્ય પ્રદેશમાં ભાજપ સત્તા જાળવશે તો સ્થિતિમાં કંઈ બહુ ફેર નહીં પડે. શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપે મધ્ય પ્રદેશમાં પણ મફત સુવિધાઓ શરૂ કરી છે, જેનો આંકડો રૂ. 50,000 કરોડથી વધુનો છે. સૌથી મોટી યોજના CM લાડલી બહેના યોજના છે, જેમાં અત્યાર સુધી 1.32 કરોડ મહિલાઓને રૂ. 1250 મહિનાદીઠના હિસાબે રૂ. 1650 કરોડ પ્રતિ મહિને આશરે રૂ. 20,000 કરોડ પ્રતિ વર્ષ ચુકવણી કરવામાં આવે છે.

મુખ્ય પ્રધાને આ રકમને રૂ. 3000 પ્રતિ મહિને લઈ જવાનું વચન આપ્યું છે. આમ આ યોજના પર રૂ. 47,000 કરોડ પ્રતિ વર્ષ ખર્ચ થવાની વકી છે.

 

 

 

 

 

રિલાયન્સ લક્ઝરી બ્રાન્ડસનો ‘જિયો વર્લ્ડ પ્લાઝા’ મોલ ખોલશે

નવી દિલ્હીઃ એશિયાના સૌથી શ્રીમંત અને અબજોપતિ મુકેશ અંબાણી દેશમાં સૌથી મોટો પ્રોજેક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેઓ દેશમાં સૌથી મોટો લક્ઝરી મોલ ખોલવાના છે, જે સિટીવોક અને DLF એમ્પોરિયોને પાછળ રાખી દેશે. આ નવા મોલ જિયો વર્લ્ડ પ્લાઝા તરીકે ઓળખાશે. જિયો વર્લ્ડ પ્લાઝા દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો મોંઘો મોલ હશે.

રિલાયન્સ લિ.નો આ જિયો વર્લ્ડ પ્લાઝા સ્ટોર મુંબઈના પોશ વિસ્તાર બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલો હશે, જે કંપની અને અંબાણી પરિવારની  BKC શહેરી વિકાસ જગ્યામાં આવેલો હશે. આ માટે કંપનીએ પહેલેથી જ જિયો વર્લ્ડ માટે આ વિસ્તારમાં જગ્યા લઈ રાખી છે અને સેન્ટર સ્થાપિત કર્યું છે.કંપનીના આ જિયો વર્લ્ડ પ્લાઝાના માધ્યમથી દેશમાં પાંચ અબજ અમેરિકા ડોલરનો લક્ઝરી રિટેલ ઉદ્યોગ ધૂમ મચાવવા સજ્જ છે, જેમાં સેંકડો લક્ઝરી સ્ટોર સામેલ હશે, જે કંપનીઓ ભારતમાં સૌપ્રથમ વાર પ્રવેશવા માગે છે.  

જોકે કંપનીએ મેગા મોલ જિયો વર્લ્ડ પ્લાઝા માટે ઉદઘાટનની તારીખની જાહેરાત નથી કરી, પરંતુ એ તહેવારોની સીઝનની વચ્ચે કે વર્ષ 2023ના અંતમાં તે વર્ષ 2024ના પ્રારંભના બે મહિનાઓમાં શરૂ થવાની વકી છે. જિયો વર્લ્ડ પ્લાઝા દેશનો સૌથી મોંઘો મોલ હશે.

વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટની માલિકીની લુઇસ વુઇટન અંબાણીના મોલ જિયો વર્લ્ડ પ્લાઝામાં સ્ટોર શરૂ કરવા તૈયાર છે અને એ સ્ટોરનું કંપની મહિનાદીઠ ભાડું રૂ. 40 લાખ ચૂકવશે. આ લક્ઝરી મોલમાં ગુચી, કાર્ટિયર, બર્બરી, બલ્ગારી, ડિયોર, રિમોવા સહિત અને અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના સ્ટોર હશે.

 

 

 

કોરાનાના 27 નવા કેસો, એક પણ મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 27 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,588 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,32,037 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,248 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 46 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 336 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9704 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.56 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,479 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 36 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મુંબઈમાં બે દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી

મુંબઈઃ ઉત્તર દિશામાં રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ ખૂણે પર સ્થિત પશ્ચિમી વાવાઝોડા અને દક્ષિણ દિશામાં તામિલનાડુમાં સર્જાયેલા ચક્રવાતની વાતાવરણને કારણે વરસાદી વાતાવરણ નિર્માણ થયું છે. આને કારણે આજે અને આવતીકાલે બે દિવસ મુંબઈ ઉપરાંત ઠાણે, કોકણ, નાશિક, પુણે, સાતારા, સોલાપૂર, સાંગલી, કોલ્હાપૂર જેવા જિલ્લાઓમાં આકાશ વાદળછાયું રહેવાની અને અમુક ઠેકાણે મુસળધાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગના પુણે કાર્યાલયના વડા અને વિજ્ઞાની કે.એસ. હોસાળીકરે કરેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે કોલ્હાપૂર સહિત કોકણ સમુદ્રકિનારા પટ્ટી પર 24 કલાકમાં મુસળધાર વરસાદ પડવાની આગાહી છે. અમુક ભાગોમાં મેઘગર્જના સાથે વરસાદ પડશે. કોકણ વિસ્તારમાં બેથી ત્રણ દિવસ સુધી મુસળધાર વરસાદ પડી શકે છે. 18 ઓક્ટોબર સુધી દેશના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. તે પછી ઠંડીનું પ્રમાણ વધશે. મુંબઈમાં આજે અને આવતીકાલે આકાશ વાદળછાયું રહેશે. તાપમાન 33-34 ડિગ્રી રહેશે, પણ બુધવારથી તાપમાન ફરી વધી શકે છે.

 

પ્રવાસીની તબિયત બગડતાં એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનનું કરાચીમાં તાકીદનું ઉતરાણ

મુંબઈઃ એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈથી અમૃતસર આવતી એક ફ્લાઈટનું ગયા શનિવારે એક મેડિકલ ઈમર્જન્સીને કારણે કરાચીમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. એરલાઈન દ્વારા ગઈ કાલે આ જાણકારી આપવામાં આવી હતી.

(તસવીર સૌજન્યઃ @FlyWithIX)

એરલાઈનના પ્રવક્તાના જણાવ્યા મુજબ, વિમાન સફરમાં હતું એ વખતે એક પ્રવાસીની તબિયત ઓચિંતી બગડી ગઈ હતી. એને તાત્કાલિક તબીબી સારવારની જરૂર ઊભી થઈ હતી. પરિણામે પાઈલટે ફ્લાઈટને કરાચીમાં ડાઈવર્ટ કરીને ઉતારી હતી, કારણ કે પ્રવાસીને તાત્કાલિક તબીબી સહાયતા પૂરી પાડવા માટે એ વખતે કરાચી સૌથી નજીકનું લોકેશન હતું. એર ઈન્ડિયાએ કરાચી એરપોર્ટ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે ગાઢ સંકલન કર્યું હતું અને વિમાનને કરાચી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા બાદ બીમાર પ્રવાસીને તાત્કાલિક તબીબી સેવા પૂરી પાડવામાં આવી હતી. એરપોર્ટ ખાતેના ડોક્ટરે એને ચકાસીને આવશ્યક દવા આપી હતી. ડોક્ટર અને એરપોર્ટ મેડિકલ ટીમે તે પ્રવાસી સફર કરવા માટે તબીબી રીતે ફિટ છે એવું જણાવ્યા બાદ વિમાનને અમૃતસર તરફ રવાના કરવામાં આવ્યું હતું.

તે વિમાન ગયા શનિવારે દુબઈથી સ્થાનિક સમય મુજબ સવારે 8.51 વાગ્યે ઉપડ્યું હતું અને કરાચીમાં સ્થાનિક સમય મુજબ બપોરે 12.30 વાગ્યે લેન્ડ થયું હતું. ત્યારબાદ બપોરે અઢી વાગ્યે વિમાન કરાચીથી રવાના થયું હતું. એર ઈન્ડિયાએ પ્રવાસીને તાત્કાલિક મેડિકલ સેવા પૂરી પાડવા બદલ કરાચી એરપોર્ટ તથા સ્થાનિક સત્તાધીશોનો આભાર માન્યો છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

સુવિચાર – ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩

સુવિચાર – ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩

૧૬ ઓક્ટોબર, ૨૦૨૩

૧૬ ઓક્ટોબર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 16/10/2023 થી 22/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

રાશિ ભવિષ્ય 16/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો સારો ઉપયોગ કરી શકો


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.