નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,510 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,037 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,165 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 359 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 20,137 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.55 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,282 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 122 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
રાજ કપૂરે ‘મેરા નામ જોકર’ (૧૯૭૦) ને કારણે થયેલા આર્થિક નુકસાનમાંથી બહાર આવવા અને ‘આર. કે. ફિલ્મ્સ’ ને બચાવવા બનાવેલી ફિલ્મ ‘બોબી’ (૧૯૭૩) માં એમના ખાસ સંગીતકાર શંકર- જયકિશનને બદલે લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ આવ્યા હતા એનું ઘણાંને આશ્ચર્ય રહ્યું છે. ‘મેરા નામ જોકર’ માં શંકર- જયકિશનના સંગીતમાં રાજજીના પ્રિય અને એમનો અવાજ ગણાતા ગાયક મુકેશના સ્વરમાં અનેક ગીતો હતા. તેઓ લતા મંગેશકરના અવાજનો એમાં ઉપયોગ કરવા માગતા હતા પણ એક ગીતના શબ્દોને કારણે એ શક્ય બન્યું ન હતું.
લતાજીએ જાતે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મેરા નામ જોકર’ માટે રાજજી સાથે સમસ્યા ઊભી થઈ હતી અને મેં ગીત ગાયું ન હતું. મને એના ‘અંગ લગ જ બલમા’ ગીતના કેટલાક શબ્દો યોગ્ય લાગ્યા ન હતા અને એની સાથે સંમત ન હતી. પછીથી એ ગીત આશા ભોંસલેએ ગાયું હતું. ત્યાર બાદ લતાજીએ રાજજીની ‘સત્યમ શિવમ સુંદરમ’ (૧૯૭૮) માં બધા જ ગીતો ગાયા હતા. જોકે, લતાજીએ એ વાત પણ સ્વીકારી છે કે ‘બોબી’ કરતાં ‘સત્યમ શિવમ સુંદરમ’ ના ગીતો વધારે ગમ્યા હતા. અસલમાં ‘મેરા નામ જોકર’ ના ગીતના શબ્દો ઉપરાંત રોયલ્ટી બાબતે પણ લતાજીને રાજજી સાથે વિવાદ થયો હતો અને એમની કોઈ ફિલ્મમાં એ કામ કરવા માગતા ન હતા. તેથી રાજજીએ એ કામ લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ મારફત કર્યું હતું.
પહેલાં ‘બોબી’ માટે મુકેશને લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ પાસે મોકલ્યા હતા. કેમકે રાજજી ‘મેરા નામ જોકર’ ની નિષ્ફળતા પછી શંકર -જયકિશન સાથે કામ કરવા માગતા ન હતા. અને ‘બોબી’ યુવાનોની ફિલ્મ હોવાથી અલગ સંગીત જોઈતું હતું. મુકેશ જ્યારે લક્ષ્મીકાન્ત -પ્યારેલાલને ત્યાં વાત કરવા ગયા ત્યારે પ્યારેલાલ હાજર ન હોવાથી લક્ષ્મીકાન્તે પછીથી જવાબ આપવા કહ્યું હતું. ચર્ચા કર્યા પછી લક્ષ્મીકાન્ત -પ્યારેલાલે પહેલાં ના પાડી દીધી હતી. તે નહોતા ઇચ્છતા કે શંકર- જયકિશન નારાજ થાય. પણ મુકેશે સમજાવ્યા કે તમે ના પાડશો તો રાજજી બીજા સંગીતકારને લઈ લેશે. મુકેશના સમજાવ્યા પછી ‘બોબી’ માં લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ આવ્યા હતા. તેમની શરત પણ મહિલા સ્વરના ગીતો લતાજી પાસે ગવડાવવાની હતી એટલે રાજ કપૂરનું કામ થઈ ગયું હતું.
ફિલ્મનું સંગીત રજૂ થયું ત્યારે એની સાથે રાજ કપૂરે પહેલી વખત એના બેકગ્રાઉન્ડ સંગીતના ‘બોબીની આત્મા’ નામથી બે ટ્રેક પણ આપ્યા હતા. કેમકે ફિલ્મનું સંગીત એની આત્મા હતું. કોઈ ફિલ્મનું પાર્શ્વસંગીત રજૂ થયું હોય એવી ‘બોબી’ પહેલી ફિલ્મ બની હતી. ‘બોબી’ સાથે સંકળાયેલી એક વાત એવી છે કે ફિલ્મના બેકગ્રાઉન્ડ માટે મુકેશના સ્વરમાં વિઠ્ઠલ પટેલે લખેલું એક ગીત ‘જો કહતે હૈ હમસે’ પણ રાજ કપૂર રેકોર્ડ કરવાના હતા. જે કોઈ કારણથી શક્ય બન્યું ન હતું. જ્યારે ફિલ્મ ‘દરિયા દિલ’ (૧૯૮૮) માટે આ ગીત વાપરવામાં આવ્યું હોવાની ખબર રાજજીને પડી ત્યારે એમણે કેસ કરવાનું વિચાર્યું હતું. પરંતુ આ ગીત મુકેશના પુત્ર નિતિને ગાયું હોવાનું જાણ્યા પછી વિચાર પડતો મૂક્યો હતો.
નારી યાનાનિ વસ્ત્રં વા તે પાપા યાન્ત્યધોગતિમ્ ।।3.52।।
જે પતિ, પિતા, વગેરે સંબંધીઓ ઘરની વહુ-દીકરીનાં ઘરેણાં, કપડાં, વાહનો, વગેરે વસ્તુઓ વેચી-સાટીને જીવનનિર્વાહ કરે છે તેઓ આખરે નરકમાં જાય છે.
અહીં મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 3.52માં લખાયેલી વાતનો ઉલ્લેખ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પુરુષે સ્ત્રીના ધનનો ઉપયોગ કરવો જોઇએ નહીં. અહીં આપણી ચર્ચા આગળ વધારતાં પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં નોકરી કરતી કે વ્યવસાય કરતી મહિલાના પગારને આ ચર્ચા લાગુ પડતી નથી. ચર્ચાનો મુદ્દો સ્ત્રીધનને વટાવી ખાવાનો છે.
સ્ત્રીઓ અને પૈસાની વાત આવે ત્યારે બે મહત્ત્વપૂર્ણ ભારતીય તહેવારો યાદ આવે છે. એક છે ભાઈબીજ, જે દિવાળીના તહેવારની ઊજવણીનો હિસ્સો છે અને બેસતા વર્ષ પછી આવે છે. બીજો તહેવાર છે રક્ષાબંધન. આપણને પ્રાચીન કાળથી કહેવામાં આવ્યું છે કે પરિવારની પરિણીત પુત્રીઓનો પણ પરિવારના બિઝનેસમાં ભાગ હોય છે. ભલે તેઓ રોજિંદા બિઝનેસમાં સક્રિયપણે ભાગ લેતી ન હોય અને લગ્ન પછી કદાચ દૂરના સ્થળે રહેતી હોવાને લીધે નિર્ણય લેવામાં પણ દરમિયાનગીરી કરતી ન હોય, છતાં બિઝનેસમાં થતા નફામાં તેમનો હિસ્સો હોય છે.
ભાઈબીજના દિવસે ભાઈ બિઝનેસમાં થયેલા નફામાંથી બહેનના ભાગનો નફો લઈને તેના ઘરે જાય છે. આ નફાની ગણતરી લક્ષ્મીપૂજનના દિવસે એટલે કે દિવાળીના દિવસે તૈયાર થતાં સરવૈયા પરથી કાઢવામાં આવે છે. યુવાન વાચકોને અહીં ખાસ જણાવવાનું કે પહેલાંના વખતમાં અકાઉન્ટિંગ વર્ષ અને નાણાકીય વર્ષ દિવાળીથી દિવાળી સુધીનું જ હતું.
બીજો તહેવાર રક્ષાબંધન છે. વિવિધ પાક લણવાની મોસમના અંત ભાગમાં આ તહેવાર આવે છે. ભાઈઓ પોતાના પરિવારની ખેતીની પ્રવૃત્તિમાં થતા નફામાંથી બહેનનો હિસ્સો રક્ષાબંધનના દિવસે તેમને આપે છે. આ રીતે દીકરીઓ-બહેનોને તેમનો હિસ્સો મળતો રહે છે અને તેઓ આર્થિક દૃષ્ટિએ સ્વતંત્ર રહી શકે છે. અહીં ખાસ જણાવવાનું કે પરિવારના વ્યવસાયમાં દીકરીઓ-બહેનો માટેનો હિસ્સો દાનમાં નહીં, પરંતુ તેમના હક પેટે આપવામાં આવે છે.
હવે આપણે મનુસ્મૃતિના શ્લોક પર પાછા આવીએ. પરંપરાગત રીતે મહિલાઓની ભૂમિકા પરિવારની દેખરેખ રાખવાની છે. મહિલાઓ સ્વભાવગત જ કાળજી રાખનાર અને પ્રેમાળ હોય છે તથા સંબંધોને ટકાવી રાખવાની શક્તિ ધરાવે છે. અહીં ખાસ કહેવાનું કે તેઓ અભ્યાસ કરીને કારકિર્દી ઘડવાની પણ એટલી જ હકદાર છે. આપણે તો એવી મહિલાઓ પણ જોઈ છે કે જેઓ કારકિર્દી ઘડવાની સાથે-સાથે ઘર-પરિવારનો બોજ પણ વહન કરે છે. તેમને જોઈને વંદન કરવાનું મન થઈ જાય છે. આ મહિલાઓ અદ્ભુત ક્ષમતા ધરાવતી હોય છે.
પહેલાંના વખતમાં પુરુષનું કામ ઘરની બહાર નીકળીને શિકાર કરવાનું રહેતું. સમય જતાં તેમાં પરિવર્તન આવતું ગયું અને મનુષ્ય વધુ સુસંસ્કૃત બનતો ગયો. શિકાર કરવાનું બંધ કરીને ખેતી તથા અન્ય વ્યવસાય શરૂ થયા અને મહિલાઓ વધુ સમય ઘરમાં ગાળવા લાગી. સ્ત્રી પરિવારની દેખભાળ રાખે છે તેથી તેની આર્થિક જરૂરિયાત પૂરી કરવી જોઈએ એવા વિચારને પગલે તેમની આર્થિક સલામતી માટે તેમને નિયમિત રીતે કોઈક ને કોઈ સ્વરૂપે ભેટ આપવાની પ્રથા શરૂ થઈ. અહીં ખાસ કહેવાનું કે આ ભેટ તેમના અમૂલ્ય કામના મહેનતાણા સ્વરૂપે નથી હોતી. તેમને રોકડ અને ઘરેણાં આપવાનું વિવિધ પ્રસંગોએ કે તહેવારે બનતું હોય છે. મહિલાઓને આપવામાં વિવિધ ભેટો એમની જ મિલકત હોય છે. તેમની સલામતી માટે એ આવશ્યક હોય છે. તેનો ઉપયોગ તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે છે. વળી, તેમણે આર્થિક જરૂરિયાતો માટે કોઈના પર નિર્ભર રહેવું ન પડે કે કોઈની લાચારી કરવી ન પડે એ ઉદ્દેશ્ય હોય છે.
મહિલાઓની આર્થિક સુરક્ષાની જે વાત આપણે આજે કરી રહ્યા છીએ એની ચર્ચા મનુસ્મૃતિમાં સદીઓ પહેલાં થઈ ગઈ એ નોંધનીય બાબત છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
મુંબઈઃ બોલીવુડ અભિનેતા હૃતિક રોશને આજે તેની લક્ઝરી કારને છોડીને મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું પસંદ કર્યું હતું. ટ્રેનમાં એને પ્રવેશેલો જોઈને પ્રવાસીઓ અને એનાં પ્રશંસકો ખુશખુશાલ થઈ ગયા હતા.
(તસવીર સૌજન્યઃ @iHrithik)
હૃતિક સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી. અભિનેતાએ ઘણાય સાથે સેલ્ફી લીધી હતી. હૃતિકે એ તસવીરો બાદમાં પોતાના X પેજ પર શેર કરી હતી. એની સાથે સેલ્ફી લેનારાઓમાં છોકરીઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં હતી. પોતાનાં માનીતા ફિલ્મી સિતારાને ટ્રેનમાં આવેલો જોઈને છોકરીઓ આનંદમાં આવીને ચીસો પાડવા માંડી હતી.
મુંબઈઃ અમેરિકામાં સપ્ટેમ્બરનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (ગ્રાહક ભાવાંક) ધારણા કરતાં સારો આવ્યો હોવા છતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં કોઈ મોટો ફેરફાર આવ્યો ન હતો. ફ્લેટ રહેલી માર્કેટમાં 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.16 ટકા (55 પોઇન્ટ) સુધરીને 34,023 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,968 ખૂલ્યા બાદ 34,217ની ઉપલી અને 33,687ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇનમાં સાધારણ વૃદ્ધિ થઈ હતી, જેમાં અવાલાંશ, લાઇટકોઇન, પોલકાડોટ અને બીએનબી સામેલ હતા.
દરમિયાન, જી20 રાષ્ટ્રસમૂહના નાણાપ્રધાનો અને કેન્દ્રીય બેન્કોના ગવર્નરોએ ક્રીપ્ટોકરન્સી એસેટ્સ માટેની માર્ગરેખા અપનાવી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડે પોતાના સંશોધનપત્રમાં આ માર્ગરેખાની ભલામણ કરી હતી. એ મુજબ ક્રીપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે એનું સર્વાંગી નિયમન કરવાની અને એના પર નજર રાખવાની વાત કરવામાં આવી છે.
અન્ય એક અહેવાલ મુજબ ભારતીય રિઝર્વ બેન્કે કોલ મની માર્કેટમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો ઉપયોગ કરવાનો પ્રયોગ શરૂ કર્યો છે. એમાં નવ બેન્કો સહભાગી થઈ છે. બીજી બાજુ, ચીન પણ સીબીડીસીને લગતાં આયોજનો અમલમાં મૂકી રહ્યું છે.
મુંબઈઃ લોકોને સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવતી એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસ આવતા 15 મહિનામાં તેના કાફલામાં 50 નવા બોઈંગ 737 મેક્સ વિમાનનો ઉમેરો કરવાની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ (AIX) ભારતીય ધ્વજવાહક એરલાઈન એર ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની એર ઈન્ડિયા ચાર્ટર્સ લિમિટેડ કંપની દ્વારા સંચાલિત છે. તેનું મુખ્યાલય કેરળના કોચી શહેરમાં આવેલું છે. AIX કનેક્ટના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંહે કર્મચારીઓને મોકલાવેલા એમના સાપ્તાહિક સંદેશમાં આમ જણાવ્યું છે.
એરલાઈનના કાફલામાં 50 બોઈંગ વિમાન ઉમેરાશે તેથી એનું નેટવર્ક વિસ્તાર પામશે. તે નવા સ્થળોએ વિમાન સેવા શરૂ કરી શકશે અને હાલના રૂટ્સ પર ફ્લાઈટ્સની સંખ્યા વધારી શકશે. આ એરલાઈનમાં તાલીમના વિવિધ તબક્કા હેઠળ 800થી વધારે એરક્રૂ તથા અન્ય ઓપરેશનલ કર્મચારીઓ જોડાયા છે.
નવી દિલ્હીઃ દેશનો ગોલ્ડન બોય નીરજ ચોપડા વર્ષ 2023 માટે પુરુષ વિશ્વ એથ્લીટ ઓફ ધ યર માટે નામાંકિત કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન પ્રતિષ્ઠિત એવોર્ડ માટે 11 સ્પર્ધકોના શોર્ટલિસ્ટનો તે હિસ્સો બન્યો છે. આ સૌપ્રથમ વાર નીરજને નામાંકિતોની યાદીમાં જગ્યા બનાવી છે. નીરજની સ્પર્ધા વિશ્વ ચેમ્પિયન રયાન ક્રાઉઝર, પોલ વોલ્ટ સ્ટાર મોડો ડુપ્લાંટિન્સ અને 100 મીટર અને 200 મીટર વિશ્વ ચેમ્પિયન નૂહ લાયલ્સથી થશે.
નીરજે હાલમાં જ એશિયન ગેમ્સમાં ગોલ્ડન મેડલ સાથે સીઝનનો અંત કર્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા નીરજ ચોપરાને ‘મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ 2023 માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ યાદીમાં નીરજ ચોપરા વિશ્વભરના 11 ખેલાડીઓ સાથે સર્વશ્રેષ્ઠ એથ્લેટના એવોર્ડ માટે સ્પર્ધા કરશે. 11મી ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે.
વર્લ્ડ એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય પેનલ દ્વારા 2023માં ખેલાડીઓના પ્રદર્શનના આધારે ‘મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ માટે 11 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ એથ્લેટ્સ ઓફ ધ યર માટેનું મતદાન શનિવારે 28 ઓક્ટોબરે મધ્યરાત્રિએ બંધ થઈ જશે. મતદાન પ્રક્રિયાના સમાપન પર, 13-14 નવેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા પાંચ મહિલા અને પાંચ પુરુષ ફાઇનલિસ્ટની જાહેરાત કરવામાં આવશે. વિજેતાઓને 11 ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવશે.