Home Blog Page 2428

ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.

પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ધોરણ 10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરી બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ પરીક્ષા 11/03/2024થી 26/03/2024 તારીખ દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવ્યો છે.

આ વખતે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. આ સાથે વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઈ માસમાં યોજાશે.

રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા. ધોરણ 10મા નાપાસ વિદ્યાર્થીઓ ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. અત્યાર સુધી નાપાસ વિદ્યાર્થી બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતા હતા. આ સાથે ધોરણ 12 સા.પ્રવાહના નાપાસ વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપી શકશે.. આ નિયમનો શૈક્ષણિક વર્ષ 2023-24 માં અમલ થશે. એટલે આ વર્ષથી જ આ નીતિનો અમલ થઈ જશે.

 

 

 

મુંબઈમાં ઠંડી ક્યારે શરૂ થશે? હવામાન વિભાગનું અપડેટ જાણો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાંથી ચોમાસાની ઋતુએ વિદાય લીધી છે તે સાથે જ ‘ઓક્ટોબર હીટ’ રૂપે ખૂબ ગરમી પડી રહી છે. આગામી કેટલાક દિવસોમાં રાજ્યમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે આવનારા દિવસોમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી પર જઈ શકે છે. આમાં વિદર્ભ વિસ્તારના નાગપૂર, ચંદ્રપૂર, ગડચિરોલી, અકોલા, બુલઢાણા, અમરાવતી, મરાઠવાડા વિસ્તારના છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, નાંદેડ, ધારાશીવ અને લાતૂર જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે. કોકણ વિસ્તારના સિંધુદુર્ગ, રાયગડ અને રત્નાગિરી જિલ્લાઓમાં તાપમાન સ્થિર રહેશે. ઉત્તર મહારાષ્ટ્રના જિલ્લાઓમાં તાપમાન ધીમે ધીમે વધશે.

તો રાજ્યમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે?

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓક્ટોબરના આખરી સપ્તાહ સુધી ગરમીના પ્રમાણમાં વધારો થતો રહેશે. તે પછી નવેમ્બરના પહેલા અઠવાડિયાથી ગરમીનો પારો નીચે આવવાની શરૂઆત થશે અને ઠંડી વધશે.

તહેવારોની સીઝનમાં રૂ. ત્રણ લાખ કરોડના વેપારની શક્યતા

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા પછી આ વખતે દેશભરમાં તહેવારોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. દેશનાં બજારોમાં સેલનાં પાટિયાં લાગી ગયાં છે અને બજારોમાં ઝાકઝમાળ છે. રિટેલર્સ અને હોલસેલર્સની મોટી સંસ્થા એસોસિયેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જણાવ્યા મુજબ આ વર્ષે તહેવારોની સીઝનમાં દેશમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડથી વધુના વેપાર થવાની ધારણા છે. ગયા વર્ષે આ સીઝનમાં આશરે રૂ. 2.5 લાખ કરોડના વેપાર થયા હતા.

CAIT એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે તહેવારોની સીઝન આ વખતે રક્ષા બંધનથી શરૂ થઈ હતી, જે 23 નવેમ્બરે તુલસી વિવાહ સુધી ચાલશે. હાલ 15 ઓક્ટોબરથી નવરાત્રિ, રામલીલા, દશેરા, કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠ પૂજા અને તુલસી વિવાહ સુધી તહેવારોની સીઝન છે. આ સીઝનમાં ગ્રાહકોની માગ અનુસાર દેશના વેપારીઓએ મોટા પાયે ગ્રાહકો માટે માલસામાન સ્ટોક કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે આ સીઝનમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડના વેપારની અપેક્ષા છે. દેશનાં બજારોમાંથી આશરે 60 કરોડ ગ્રાહકો ખરીદી કરે છે. તહેવારોમાં પ્રત્યેક વ્યક્તિ રૂ. 5000નો ખર્ચ કરે છે, જેથી રૂ. ત્રણ લાખ કરોડનો આંકડ સરળતાથી પાર થઈ જવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે હવે લોકો કોરોનાના સંકટને પાછળ રાખી ચૂક્યા છે. ઘરેલુ માલસામાન, ઇલેક્ટ્રિકલ્સ, ગિફ્ટ, કપડાં, જ્વેલરી, આર્ટિફિશિયલ જ્વેલરી, વાસણો, સજાવટનો માલસામાન, ફર્નિચર અને કન્ઝ્યુર ઇલેક્ટ્રિક્લ્સ, ઓટોમોબાઇલ, મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર અને નાસ્તા, મીઠાઇની ખરીદદારી કરે છે.

 

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૩ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૩ ઓક્ટોબર, ૨૦૨૩

અમદાવાદમાં યોજાશે અખિલ ભારતીય વૈદિક સંમેલન

અમદાવાદઃ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા SGVP દર્શનમ્ સંસ્થાનમાં ઓક્ટોબરની તારીખ 20થી 22 ત્રણ દિવસ અખિલ ભારતીય વૈદિક સંમેલનનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. દર્શનમ્ સંસ્કૃત સંસ્થા SGVPમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ સાથે સતત જુદા-જુદા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે. આ જ રીતે મહર્ષિ સાન્દીપનિ વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન પણ સંસ્કૃતના વૈદિક સંમેલન કરે છે. આ વર્ષે બેઉ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મળીને અમદાવાદના આંગણે વૈદિક સંમેલનને ઐતિહાસિક બનાવશે.

અમદાવાદમાં આ વર્ષે જે સંમેલન યોજાશે એ વિશિષ્ટ છે. આ વિશે વેદાંતમાં પીએચડી થયેલા ચિંતન જોશી ચિત્રલેખા.કોમને કહે છે ઉજ્જૈનની આ સંસ્થા દર વર્ષે જે સ્થળ પર સંમેલન કરે છે ત્યાં મોટે ભાગે વેદો પર ચર્ચા જ થાય છે. જ્યારે SGVP આ વર્ષે અખિલ ભારતીય વૈદિક સંમેલનનું યજમાન તો છે જ..પરંતુ આ સંમેલનમાં ઘણા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે, જેમાં વૈદિક સેમિનાર, વૈદિક પારાયણ, પુસ્તકોના વિમોચન, વેદ કથાઓ પરથી તૈયાર કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદના એકદમ અલગ જ તારવેલા અસરકારક મંત્રો સાથે હોમ-આહુતિ-યજ્ઞ-આહવાન કરવામાં આવશે.

તેઓ વધુમાં કહે છે કે આ ઐતિહાસિક વૈદિક સંમેલનમાં 140 વૈદિક પંડિતો દ્વારા 10 વેદોની શાખાઓનું પારાયણ કરવામાં આવશે.વેદ સંદેશ યાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમ યજ્ઞોની સાથે વૈદિક વિદ્વાનો અને વિશિષ્ટ મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશમાંથી વેદોના જાણકાર વિદ્વાનો ઉપસ્થિત રહેશે.

અખિલ ભારતીય વૈદિક સંમેલન SGVP ના માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાશે. પ્રો.પ્રફુલ્લકુમાર મિશ્ર અને વિરુપાક્ષ જડ્ડિયાલ ઉજ્જૈનથી વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મહર્ષિ સાંદિપની વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજૈન અને SGVP દર્શનમ્ સંસ્કૃત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સંમેલનમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વૈદિક સંમેલનમાં વેદોમાં જ્ઞાન, વિજ્ઞાન, વેદોમાં મોક્ષ, વેદોમાં જ તમામ  ધર્મનું મૂળ રહેલું છે. એવી બાબતો વિદ્વાનો દ્વારા રજૂ કરવામાં આવશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

‘સામ બહાદુર’ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું; ફિલ્મ રિલીઝ થશે 1 ડિસેમ્બરે

ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા અને ‘ફિલ્ડ માર્શલ’ પદવીથી નવાજવામાં આવેલા સામ માણેકશાના જીવન પરથી બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘સામ બહાદુર’નું ટીઝર 13 ઓક્ટોબર, શુક્રવારે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મનાે કલાકારો – વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ ઉપસ્થિત રહ્યાં હતાં. ફિલ્મમાં સામ માણેકશાનો રોલ વિકી કૌશલે ભજવ્યો છે.

સાન્યા મલ્હોત્રા

વિકી કૌશલ

ફાતિમા સના શેખ

ફિલ્મમાં ફાતિમા સના શેખ બની છે ઈન્દિરા ગાંધી, સાન્યા મલ્હોત્રાએ ભજવ્યો છે સામ માણેકશાના પત્ની સિલૂ માણેકશાનો રોલ જ્યારે મોહમ્મદ ઝીશન અય્યૂબ બન્યો છે પાકિસ્તાની લશ્કરી વડો યાહ્યા ખાન.

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વખતે સામ માણેકશા ભારતના લશ્કરી વડા હતા. મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘સામ બહાદુર’ ફિલ્મ આ વર્ષની 1 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.

 

વિશ્વ કપની ભારત-પાક મેચ પહેલાં ફેન્સની બોયકોટની ધમકી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની મેચ પહેલાં ભારતના ક્રિકેટ ફેન્સે બોયકોટ કરવાની ધમકી આપી છે. આ વાત એટલા માટે ક્રિકેટપ્રેમીઓ તરફથી કરવામાં આવી રહી છે, કેમ કે અત્યાર સુધી ભારતીય સૈનિકો પર પાકિસ્તાન તરફથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. એને કારણે દેશના જવાનોએ જીવ ગુમાવ્યા છે. બંને ટીમો વચ્ચે મેચ ગુજરાતના અમદાવાદમાં શનિવારે રમાવાની છે. બંને વચ્ચે વિશ્વ કપમાં આ સૌપ્રથમ વાર ટક્કર છે.

ભારત વિશ્વ કપને કારણે પાકિસ્તાની ક્રિકેટરો, પત્રકારો અને ત્યાંના ફેન્સ સ્વાગત કરી રહ્યા છે. આ વાત ફેન્સને હજમ નથી થઈ રહી. હજી હાલમાં 13 સપ્ટેમ્બરે બરાબર એક મહિના પહેલાં અનંતનાગ જિલ્લાના કોકેરનાગ ક્ષેત્રમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના કમાન્ડિંગ ભારતીય સેનાના એક કર્નલ, એક મેજર અને એક પોલીસ અધિકારી શહીદ થયા હતા. આ વિષયે વિવાદ વધ્યો છે કે શું ક્રિકેટ અને રાજકારણ અથવા આંતરરાષ્ટ્રીય સંબંધોને અલગ રાખવા જોઈએ? હાલમાં ભારત આવેલા પાકિસ્તાની ક્રિકેટરોનું ઉમળકાભેર સ્વાગત થયું હતું.જે સોશિયલ મિડિયા પર ઘણું વાઇરલ થયું છે. આ વિડિયોને જોતાં ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને છે.

આના પર એક ફેન્સે કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ હુમલા કરી રહ્યા હતા, ત્યારે ભારતે સ્વાગત-સત્કાર નહીં કરવા જોઈએ. ભારત દેશના જવાન, પોલીસ ફોર્સ પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આવા સ્વાગત નહીં થવા જોઈએ.

શનિવારે થનારી મેચ પહેલાં થઈ રહેલા શોમાં અરિજિત સિંહ, શંકર મહાદેવન અને સુખવિન્દર સિંહ પર્ફોર્મ કરવાના છે. એનું આયોજન BCCI કરવાનું છે. જેથી ફેન્સ લાલચોળ છે. હવે ફેન્સે મિડિયા પર મેચને બોયકોટ કરવાની ધમકી આપી રહ્યા છએ. યુઝરે લખ્યું છે કે BCCI અને જય શાહ પાકિસ્તાનનું સન્માન કેમ કરી રહ્યા છે?

એક યુઝરે લખ્યું છે કે ક્રિકેટ મેચ જવાનોથી મોટી નથી. પાકિસ્તાન આ સન્માનને લાયક નથી.

અન્ય યુઝરે લખ્યું છે કે અરિજિત સિંહ, શંકર મહાદેવન અને સુખવિન્દર સિંહને શરમ આવવી જોઈએ અને રૂપિયા લઈને તેમણે પાકિસ્તાન માટે ગીતો ગાવાં જોઈએ.

 

 

 

 

 

ભારત-પાકિસ્તાન મેચઃ અમદાવાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ-2023માં બહુપ્રતીક્ષિત મુકાબલો થવાનો છે. આ મેચ વખતે આતંકવાદી હુમલો કરવાની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને અઠવાડિયા પૂર્વે ઈમેલ મારફત એક ધમકી પણ મળી હતી એટલે મોદી સ્ટેડિયમમાં તથા તેની આસપાસના પરિસરમાં સુરક્ષાની અત્યંત કડક વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ટીમના ખેલાડીઓને જે હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે તેની બહાર પણ સલામતી બંદોબસ્ત ખૂબ કડક બનાવવામાં આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટ તરફથી પણ વિમાનપ્રવાસીઓ માટે ખાસ સૂચના ઈશ્યૂ કરવામાં આવી છે. તેણે જણાવ્યું છે કે, વર્લ્ડ કપ મેચ હોવાને લીધે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ તથા મહાનુભાવોની અવરજવર વધારે રહે એવી ધારણા છે. પ્રવાસીઓએ એમની સફર સરળતાપૂર્વકની બની રહે એ માટે એમનો પ્રવાસ પ્લાન વહેલો બનાવવો અને એરપોર્ટ ખાતે વહેલાસર પહોંચી જવું. સુરક્ષા પ્રક્રિયા માટે અતિરિક્ત સમય આપવા માટે તૈયાર રહેવું.

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું છે કે, મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની અંદર અને બહાર 7,000 પોલીસજવાનોનું દળ તૈનાત રહેશે. તદુપરાંત હોમગાર્ડ્સ જવાનોને પણ ગોઠવવામાં આવશે. વધુમાં, સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોને પણ તૈનાત કરવામાં આવશે. નેશનલ સિક્યુરીટી ગાર્ડ્સ (એનએસજી) બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એનએસજી હિટ ટીમ અને એન્ટી-ડ્રોન ટીમ પણ તૈનાત કરાશે. 9 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહેરો ભરશે. તે ઉપરાંત સ્નિફર ડોગ્સની પણ મદદ લેવામાં આવશે. મેચ દરમિયાન સ્પેશિયલ ટેથર્ડ ડ્રોનની મદદ સ્ડેયિમમાં હાજર રહેનાર 1.30 લાખ જેટલા લોકોની તમામ ગતિવિધિઓ અને સ્ટેડિયમ ફરતે 5 કિ.મી.ના વિસ્તારમાં થતી હરકત, ગતિવિધિ, હિલચાલ પર નજર રાખવામાં આવશે.

ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં 13 વિદેશી બંધકોનાં મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સંઘર્ષનો સાતમો દિવસ છે.  ઇઝરાયેલે ગાઝામાં હમાસના આતંકવાદીઓની જગ્યાએ હુમલા તેજ કરી દીધા છે. આ હુમલાની વચ્ચે હવે હમાસે દાવો કર્યો છે કે ઇઝરાયેલના હુમલામાં 13 ઇઝરાયેલ બંધકો માર્યા ગયા છે. એજ્જેદીન અલ કસમ બ્રિગ્રેડે એક નિવેદનમાં કહ્યું હતું કે ઇઝરાયેલના લડાકુ વિમાનોએ પાંચ સ્થળોએ કરેલા હુમલામાં વિદેશીઓ સહિત 13 બંધકો માર્યા ગયા છે.  

ઇઝરાયેલે ઉત્તરી ગાઝામાં 11 લાખ લોકોને સ્થાન છોડવાનો આદેશ આપ્યો છે, એમ UNએ માહિતી આપી હતી. UNના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલની સેનાએ ઉત્તરી ગાઝાના 11 લાખ લોકોને 24 કલાકમાં ત્યાંથી જતા રહેવાના નિર્દેશ આપ્યા છે.

આ આદેશના વિનાશકારી માનવીય પરિણામો સામે આવવાનું જોખમ છે, એમ UNના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું હતું. આ આદેશ એવા સમયે આવ્યો છેજ્યારે ઇઝરાયેલે હમાસની વિરુદ્ધ વળતો પ્રહાર તેજ કર્યો છે. આ આદેશનો અર્થ એ થઈ શકે કે જમીની હુમલા તેજ કરવામાં આવશે. જોકે ઇઝરાયેલની સેનાએ આ સંબંધે કોઈ માહિતી નથી આપી. સેનાએ કહ્યું હતું કે એ જમીની હુમલાની તૈયારી કરી રહી છે, પણ આ સંબંધે હાલમાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

ઇઝરાયેલના ગાઝા પર હુમલા પછી વિનાશનો એક વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં ઇઝરાયેલી રોકેટ્સથી નષ્ટ થયેલી ઇમારતોના કાટમાળ નીચે લોકો હજી ફસાયેલા છે. આ લોકો સતત મદદ માટે ધા નાખી રહ્યા છે, પણ તેમને બચાવવા માટે કોઈ નથી આવતું.

 

 

 

 

 

 

 

ભારત વિ. પાકિસ્તાનઃ રોહિતની ટીમ ફેવરિટ, પણ શાહીન, વરસાદ તરફથી જોખમ

અમદાવાદઃ કેપ્ટન રોહિત શર્માનો સંયમ, સ્ટાર બેટર વિરાટ કોહલીની તીવ્રતા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની દિમાગી કલાત્મક્તાને કારણે ભારતીય ટીમ આવતીકાલે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમાનાર વર્લ્ડ કપ મેચ જીતવા માટે ફેવરિટ ગણાય છે. કાગળ ઉપર તો ભારતીય ટીમ પાકિસ્તાન કરતાં ઘણી જ શક્તિશાળી દેખાય છે. બેટિંગ હરોળ તો ભારે મજબૂત છે, પરંતુ આવતીકાલે તેઓ પાકિસ્તાનના ડાબોડી ઝંઝાવાતી બોલર શાહીન શાહ અફરિદીનો સામનો કેવી રીતે કરે છે તેની પર બધો આધાર રહે છે.

ભારતનો ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂ બીમારીમાંથી સાજો થઈ ગયો છે. તેને આવતીકાલની મેચમાં રમાડવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું. તાજેતરમાં કોલંબોમાં એશિયા કપ સ્પર્ધામાં તો ગિલે શાહીનનો હિંમતથી સામનો કર્યો હતો. જો આવતીકાલની મેચમાં રમાડવામાં આવશે તો માસ્ટર પૂલર ગિલ પાકિસ્તાની બોલરો પર છવાઈ જવાની એક વધુ તક ઝડપી લેવાનું પસંદ કરશે. મિડલ ઓર્ડર કોહલી, શ્રેયસ ઐયર અને કે.એલ. રાહુલને કારણે ઘણું જ મજબૂત છે.

એક જોખમ અમદાવાદમાં હવામાનનું પણ છે. આવતીકાલે અમદાવાદ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં સાત વખત ટકરાઈ ચૂક્યા છે અને એ સાતેય વખત ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે.