નવી દિલ્હીઃ મહિનાઓથી બંધ પડેલી એરલાઇન ગો ફર્સ્ટ કેરિયરને ખરીદવામાં નવીન જિંદાલની જિંદાલ પાવર લિ.એ રસ દાખ્વ્યો છે. આ એરલાઇન કંપની વાડિયા ફેમિલીની માલિકીની છે અને એ દેશની સૌથી પહેલી કોમર્શિયલ એરલાઇન છે. જેણે સ્વેચ્છાએ નાદારી સંરક્ષણની માગ કરી છે.
શેરબજાર પર લિસ્ટ નહીં થયેલીં જિંદાલ પાવરે એરલાઇનને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) સુપરત કર્યું છે, જેની માલિકી વર્લ્ડ વન પ્રા. લિ.ની પાસે છે, જે જિંદાલની નજીકની કંપની છે. જોકે આ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે જિંદાલ પાવર એરલાઇનને હસ્તગત કરવા ઇચ્છે છે કે નહીં અથવા ગો ફર્સ્ટમાં વ્યૂહાત્મક મૂડીરોકાણ કરવા ઇચ્છે છે, એમ સૂત્રોએ કહ્યું હતું. કંપનીઓ દ્વારા EoI જમા કરાવવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર હતી. જિંદાલ સિવાય બે વધુ વિદેશી કંપનીઓએ EoI જમા કર્યા હતા, પરંતુ લેણદારો દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોને પૂરા કરવામાં નિષ્ફળ રહેવાને કારણે તેમની અરજી કાઢી નાખવામાં આવી હતી. ત્યાર બાદ એરલાઇનના રિઝોલ્યુશન પ્રોફેશનલ્સે કેરિયરના વેચાણ માટે EOI આમંત્રિત કર્યા હતા.
નામ ના છાપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર, કાયદાકીય ઇકોસિસ્ટમ અને નિયામકો એરલાઇનને બચાવવા માટે કાનૂની પાસાં અને દરેક સંભવિત પ્રયાસો પર ઝડપથી આગળ વધી રહ્યા છે. એરલાઇન પાસે લેણદારોના રૂ. 20,000 કરોડથી વધુનાં લેણાં બાકી છે.
ગો ફર્સ્ટે નાણાકીય સંકટને કારણે અને એન્જિન સંબંધી સમસ્યાઓને કારણે ત્રીજી મેએ ઉડાન બંધ કરી દીધી હતી અને હાલ કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,473 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,32,035 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,096 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 342 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,437 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.55 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,014 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 128 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
પટનાઃ દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી આસામના કામખ્યા જતી નોર્થઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ગઈ કાલે રાતે બિહારના બુક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક ભીષણ અકસ્માત નડ્યો હતો. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર જણ માર્યા ગયા છે અને બીજાં 50 જણ જખ્મી થયાં છે. અકસ્માતની જાણ થતાં અનેક સ્થાનિક રહેવાસીઓ કમનસીબ ટ્રેનપ્રવાસીઓની મદદે દોડી ગયા હતા. ગંભીર રીતે ઈજા પામેલા લોકોને પટનાની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દુર્ઘટનાના કારણ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. પાટા પરથી ખડી પડેલા ડબ્બાઓને હટાવી લેવામાં આવ્યા છે. પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા એમના મુકામે પહોંચાડવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, હજી ગયા જૂન મહિનાની 20 તારીખે ઓડિશાના બાલાસોરમાં બે એક્સપ્રેસ ટ્રેનો અને એક ગૂડ ટ્રેનને સાંકળતો ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો જેમાં 296 જણ માર્યા ગયા હતા, 176 જણને ગંભીર ઈજા થઈ હતી જ્યારે 451 જણને સામાન્ય પ્રકારની ઈજા થઈ હતી.
ન્યૂયોર્કઃ અમેરિકામાં વસતા ભારતીયોના એક અગ્રગણ્ય જૂથે ઈઝરાયલની જનતા પ્રતિ એકતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે હમાસ ઉગ્રવાદીઓએ ઈઝરાયલમાં નિર્દોષ નાગરિકો પર કરેલો હુમલો માનવતા વિરુદ્ધનો ગુનો છે. ઉલ્લેખનીય છે કે હમાસ ઉગ્રવાદીઓએ ગયા શનિવારે ગાઝા સ્ટ્રીપમાંથી ઈઝરાયલમાં અસંખ્ય રોકેટો છોડ્યા હતા. તે પછી ઈઝરાયલની સેનાએ વળતો હુમલો, આક્રમણ કરતાં ગાઝા અને પેલેસ્ટાઈનમાં અનેક લોકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં કુલ 2,300 લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.
‘ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ’ (FIIDS) સંસ્થાના ડાયરેક્ટર ખાંડેરાવ કાંદએ જણાવ્યું છે કે, ‘અમે ઈઝરાયલની જનતાની પડખે છીએ અને આ ઉશ્કેરણીવિહોણા અને અધમ હુમલાઓને વખોડી કાઢીએ છીએ. હમાસ અને જેહાદી આતંકવાદીઓનું લક્ષ્ય ઈઝરાયલનો નાશ કરવાનું છે. ત્યાંના નિર્દોષ નાગરિકો પરના હુમલા માનવતા વિરુદ્ધનો ગુનો છે. અમે હમાલના હુમલાઓને 2001ની 11 સપ્ટેમ્બરે અમેરિકા પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓ સાથે સરખાવીએ છીએ. ઈઝરાયલ પરનો આ હુમલો 9/11 જેવો છે. દુનિયાના દેશોએ ઈઝરાયલનો અને શાંતિનો નાશ કરવાના લક્ષ્યમાં ઈસ્લામી અને જેહાદી આતંકવાદીઓને સફળ થવા દેવા ન જોઈએ. આપણે ઈઝરાયલની પડખે જ રહેવાનું છે અને એ સુનિશ્ચિત કરવાનું છે કે ઈસ્લામી દેશો જિહાદી આતંકવાદને ટેકો ન આપે.’
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે: “ઠંડા પહોરે ચાલવા માંડો, નહીં તો તડકા વખતે હેરાન થશો”. બારણે ટકોરા દેતી પળને કંકુ-ચોખા લઈને પોંખી લેવાની વાત અહીં કહેવાઈ છે, કારણ કે વહી ગયેલાં નીર અને સરી ગયેલો સમય ક્યારેય પાછાં મેળવી શકાતાં નથી. ઠંડા પહોરે સોડ તાણીને સૂતો રહે છે, તેને જીવનયાત્રામાં બપોરનો આકરો તાપ વેઠવાનો વારો આવે છે. ભલે કહેવાયું કે, ‘જાગ્યા ત્યારથી સવાર’, પરંતુ જે બપોરના બાર વાગે કે સાંજના સાત વાગે જાગે છે તે સવારનો સ્ફુર્તિદાયક સૂર્યપ્રકાશ ચોક્કસ ગુમાવે છે.
લોઢું તપેલું હોય ત્યારે જ ઘણ ફટકારી દેવામાં ડહાપણ છે. લોઢું ઠરી જાય પછી સાંધો બાઝતો નથી. માટી ચાકડે ઘૂમતી હોય ત્યારે જ ઘાટ ઘડી દેવામાં શાણપણ છે. પાકે ઘડે કાંઠા ક્યારેય ચઢતા નથી. તેમ કઈંક પામવા માટે યુવાનીના ઉંબરેથી જ જીવનના મેદાનમાં છલાંગ મારવામાં સમજદારી છે. જીવનની વસંત જેવી યુવાની વીતી જાય પછી સફ્ળતાનાં પુષ્પોને ખીલવાનું અઘરું પડે છે. યુવાનીનાં વર્ષોમાં જ જીવનવિકાસ માટે વિશેષ કાળજી લેવી ઘટે છે, કારણ કે, તે સમયે ખીલતી યુવાની, વિકસતી બુદ્ધિ, શક્તિસભર ઈન્દ્રિયો છે. તેથી જ ઝવેરચંદ મેઘાણી કહે છે કે, ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; અણદીઠી ભોમ પર, યૌવન માંડે આંખ…
વિશ્વઈતિહાસમાં ડોકિયું કરીએ તો જણાય કે યૌવનના થનગનાટે દુનિયાની તાસીર અને તસવીર બદલી છે. જેમણે જેમણે ઈતિહાસ સર્જ્યો તે બધા ઠંડા પહોરે ચાલી નીકળેલા છે. જેમ કેઃ
અણુશક્તિનો તાગ કાઢનાર આઈનસ્ટાઈને વિજ્ઞાનની ગૂંચ ઉકેલવાનો નિર્ધાર કર્યો ત્યારે તેઓ ૧૨ વર્ષના હતા. ૧૬માં વર્ષે સાપેક્ષવાદના સિદ્ધાંત વિષે નિબંધ લખી “ઈ ઈઝ ઈક્વલ ટુ એમસી સ્ક્વેર” સમીકરણનો પાયો નાખ્યો, 26માં વર્ષે તો સિદ્ધાંત પ્રગટ કરી દીધો.
૧૨ વર્ષ અને ૮ મહિના રાજ્ય કરીને સમ્રાટ સિકંદર ૩૩માં વર્ષે અવસાન પામ્યો ત્યાં સુધીમાં તે અડધા વિશ્વનો વિજેતા બની ચૂક્યો હતો, ૭૦ નવાં શહેરો સ્થાપી ચૂક્યો હતો. નેપોલિયન ૨૯માં વર્ષે ફ્રાન્સનો સરમુખત્યાર થયેલો. વિલિયમ પીટ માત્ર ૨૪ વર્ષની વયે જ ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બની ગયેલો.
અમેરિકાની અશ્વેત પ્રજાની જીવનકહાણી બદલી દેનાર માર્ટિન લ્યુથર કિંગે સવાબે કરોડ નાગરિકોના અધિકારોની ચળવળ ઉપાડી, ત્યારે તેઓ માત્ર ૨૬ વર્ષના હતા. આઈ હૅવ અ ડ્રીમ એ જગપ્રસિદ્ધ વક્તવ્ય આપ્યું ત્યારે તે ૩૪ વર્ષના હતા. ૩૫માં વર્ષે તો શાંતિ માટેનું શ્રેષ્ઠ નોબેલ પ્રાઈઝ તેમના ઘરની શોભા વધારતું હતું.
ન કેવળ લૌકિક માર્ગ પરંતુ અધ્યાત્મ પથ પર પણ આવાં દષ્ટાંત નજર સમક્ષ તરવરે છે, જેમ કેઃ
પોતાની સંતતિ અને સંપત્તિ છોડીને સિદ્ધાર્થ અદ્વિતીય સાંસ્કૃતિક ક્રાંતિના પથ પર ચાલી નીકળ્યા, ત્યારે એ વૃદ્ધ નહીં પણ યુવાન હતા. અદ્વૈત મતના પ્રણેતા શંકરાચાર્યે પોતાની સાંસ્કૃતિક યાત્રાનો પ્રારંભ યુવાનીમાં કર્યો હતો. અને સ્વામી વિવેકાનંદે શિકાગોના મંચ પર ભારતીય સંસ્કૃતિની ગરિમાની ઉદ્દઘોષણા કરી ત્યારે તેઓ ૩૦ વર્ષના હતા.
ભગવાન સ્વામિનારાયણે સમગ્ર ભારતની ૧૨,૦૦૦ કિ.મી.ની પદયાત્રાનો પ્રારંભ ૧૧ વર્ષે કર્યો હતો અને તે કલ્યાણ યાત્રાની પૂર્ણાહુતિ કરી ત્યારે તેઓ માત્ર ૧૮ વર્ષના હતા. ૨૧ વર્ષની ઉંમરે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
જીવનમાં કશુંક પામવાનો શ્રેષ્ઠ સમય એટલે યુવાની, પરંતુ જીવનના ધ્યેયને હાંસલ કરવા જેણે યુવાની ગુમાવી, તેની કિંમત ટકાના ત્રણ શેર પણ રહેતી નથી. યુવાનીને બીડી-સિગારેટના ધુમાડામાં કે ઍક્ટરો-ક્રિકેટરો પાછળ ઘેલા બની વેડફી દેનાર કોઈ યુવાનને એ વિચારથી ડૂસકું ભરાઈ આવે છે કે, “મેં હજુ સુધી કંઈ કર્યું નથી?”
“જાગો જાગોજી, મારા આતમરામ; મારે તો થાવા બેઠો છે, આ ફેરો નામ”.
રામનારાયણ વિશ્વનાથ પાઠકની આ પંક્તિ પ્રત્યેક યુવાને વિચારવાની છે. ‘મારી યુવાની વેડફાઈ તો નથી રહીને?’ આ આંતરખોજ કરવાની કળા આત્મસાત્ થઈ જાય તો જીવન સાર્થક.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
વર્લ્ડ કપ-2023માં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો જારી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી મેચમાં રોહિત બ્રિગેડે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાનો આ સતત બીજો વિજય છે. આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 273 રનનો ટાર્ગેટ 35 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 84 બોલનો સામનો કર્યો હતો. રોહિતે પોતાની ઇનિંગમાં 16 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી 55 અને શ્રેયસ અય્યર 25 રન બનાવીને અણનમ રહ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીની 80 રનની ઇનિંગના આધારે આઠ વિકેટે 272 રન બનાવ્યા હતા. શાહિદીએ અઝમતુલ્લા ઓમરઝાઈ સાથે ચોથી વિકેટ માટે 85 બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 121 રનની ભાગીદારી કરી હતી. ઓમરઝાઈએ 69 બોલની ઈનિંગમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. જસપ્રીત બુમરાહે ફરી એક વખત પોતાની તીક્ષ્ણ બોલિંગથી પ્રભાવિત કરીને 10 ઓવરમાં 39 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ બે જ્યારે કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે નવ ઓવરમાં 76 રન આપીને કોઈ સફળતા મેળવી હતી.
Captain Rohit Sharma is adjudged the Player of the Match for his scintillating record-breaking century in the chase 🔝#TeamIndia register a compelling 8⃣-wicket victory over Afghanistan 👏👏
ઓપનર ઇબ્રાહિમ ઝદરાને (22) સિરાજ સામે બીજી અને ચોથી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝે (21) પણ ઇનિંગની છઠ્ઠી ઓવરમાં આ બોલર સામે બે ચોગ્ગા ફટકાર્યા હતા. બીજા છેડેથી શાનદાર બોલિંગ કરી રહેલા બુમરાહે ઝદરાનને વિકેટકીપર લોકેશ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. પંડ્યાએ 13મી ઓવરમાં ગુરબાઝને આઉટ કરીને ભારતીય ટીમને બીજી સફળતા અપાવી હતી.
હાર્દિકનું બાઉન્સર ગુરબાઝે અંતિમ પગની બાઉન્ડ્રી પાસે ઉભેલા શાર્દુલના હાથમાં રમાડ્યું હતું. આગલી ઓવરમાં શાર્દુલે રહમત શાહ (16)ને એલબીડબ્લ્યુ આઉટ કર્યો, જેના કારણે અફઘાનિસ્તાનનો સ્કોર એક વિકેટે 63 રનથી ત્રણ વિકેટે 63 રન થઈ ગયો. આ પછી, શાહિદી અને ઓમરઝાઈએ આગામી કેટલીક ઓવરોમાં ભારતીય બોલરો સામે રક્ષણાત્મક નીતિ અપનાવી.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 16મી ઓવર પછી બંને છેડેથી બોલ સ્પિનરોને સોંપ્યો હતો. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ શરૂઆતમાં આર્થિક રીતે બોલિંગ કરી હતી. 22મી ઓવરમાં 30-યાર્ડના વર્તુળની બહાર પાંચ ફિલ્ડરો રાખવા બદલ જાડેજાના બોલને નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ હશમતુલ્લાહ શાહિદી તેનો લાભ લઈ શક્યો ન હતો. એ જ ઓવરમાં બોલ શાહિદીના બેટની કિનારી લઈને ચાર રનમાં વિકેટની પાછળ ગયો, જે 13મી ઓવર પછી ટીમનો પ્રથમ ચાર હતો.