ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી)ની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દુનિયાના ટોપ બે ટકા સાયન્ટિસ્ટ્સ-2023ની પ્રકાશિત કરવામાં આવેલી યાદીમાં યુનિવર્સિટીના પાંચ અધ્યાપકોના સમાવેશ કરવામાં આવ્યો છે. ચારુસેટ પરિવાર માટે આ ગૌરવપ્રદ ક્ષણ છે.
ચારુસેટ યુનિવર્સિટીના પાંચ અધ્યાપકોમાં ચારુસેટના સાયન્ટિફિક એડવાઇઝર ડો. દત્તા મદમવાર (PDPIAS), ડો. સી. કે. સુમેશ (PDPIAS), ડો. અર્પણ દેસાઇ (CSPIT), ડો. વી. પ્રકાશ (ARIP-ફિઝિયોથેરાપી) અને ડો. પ્રતીક પાટણિયા (PDPIAS)નો સમાવેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રે માતબર પ્રદાન કરવા બદલ અને સમગ્ર શૈક્ષણિક કારકિર્દીમાં તેમના દ્વારા કરવામાં આવેલા રિસર્ચને ધ્યાનમાં રાખીને તેમનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગૌરવ સમાન બાબત એ છે કે બાયોટેક્નોલોજી ક્ષેત્રમાં માતબર પ્રદાન કરવા બદલ ડો. દત્તા મદમવારનો અત્યાર સુધીમાં ચાર વાર આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડો. દત્તા મદમવારના અત્યાર સુધીમાં 280 રિસર્ચ પેપર્સ ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા છે. જ્યારે ડો. અર્પણ દેસાઈએ એન્ટેના ડિઝાઇન ક્ષેત્રમાં કરેલી નોંધપાત્ર કામગીરી બદલ સમાવેશ કરવામાં આવ્યો છે.
દર વર્ષે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિશ્વના અગ્રણી સાયન્ટિસ્ટ્સની યાદી સંકલિત કરવામાં આવે છે અને એલ્સેવિયર પબ્લfશર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જેમાં વિશ્વના ટોપ બે ટકા સાયન્ટિસ્ટ્સ હોય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત વિશ્વના ટોચના બે વૈજ્ઞાનિકો- 2023 યાદી, વૈશ્વિક શૈક્ષણિક સમુદાયમાં એક દીવાદાંડી તરીકે કામ કરે છે. પસંદગી પ્રક્રિયામાં પ્રકાશનો, સાઇટેશન, ઇન્ડેક્સ વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
હાલમાં જ ચીનના હાંગ્ઝોઉમાં રમાઈ ગયેલી એશિયન ગેમ્સ-2023ની હોકી રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય પુરુષ ટીમના ખેલાડીઓ 11 ઓક્ટોબર, બુધવારે અમૃતસર આવી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર એમના પરિવારજનો તથા પ્રશંસકોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું.
અમદાવાદઃ શહેરના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચોની શરૂઆત થઈ ચૂકી છે. આગામી મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શનિવારે રમાશે. જેની તમામ ક્રિકેટરસિયાઓ રાહ જોઈને બેઠા છે. આ રસપ્રદ, રસાકસીવાળા મુકાબલાને રૂબરૂ માણવા તૈયાર કેટલાક લોકોએ શરીર પર ટેટુ અને પેઇન્ટિંગ કરાવ્યાx છે. અમદાવાદના અતિ ઉત્સાહી અરુણ હરિયાણી અને અનિલે ભારત-પાકિસ્તાનના મુકાબલા પહેલાં બોડી પર ચિતરામણ કર્યું છે.
અરુણ હરિયાણી ચિત્રલેખા.કોમને કહે છે મને મારા રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે ખૂબ જ આદર છે. એ આદરને મેં શ્રીનગરના લાલ ચોકમાં સતત બે વખત જઈને પણ વ્યક્ત કર્યો છે. એ જ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું ત્યાર પછી તમામ મેચો કાર્યક્રમમાં ભારતની શાન તિરંગાના બોડી પેઇન્ટ સાથે જઈ મારી લાગણી વ્યક્ત કરું છું. મારા મિત્ર અનિલે પણ પાકિસ્તાનના ફ્લેગનું બોડી પર ચિતરામણ કરાવ્યું છે. જે સૌને આવકારવા ઉત્સાહ વધારવા છે બાકી એની તમામ લાગણીઓ ભારત જીતે એ માટેની છે.
અરુણ કહે છે, આ રીતે દેશપ્રેમ વ્યક્ત કરતાં સચિન તેંડુલકર પ્રેમી સુધીરને જોયા પછી મારા જીવનના ઉતાર-ચઢાવ દુઃખો ભૂલી ગયો. ક્રિકેટ અને કેટલાક કાર્યક્રમમાં દેશભક્તિ વ્યક્ત કરવાથી આનંદ મળવા લાગ્યો. મારા શરીર પર ભારતના ફ્લેગનું પર્મનેન્ટ ટેટુ પણ છે.
વર્લ્ડ કપને કારણે ક્રિકેટ ટુર્નામેન્ટ વેળાએ ક્રિકેટ, ક્રિકેટરોના ચાહકો મેદાનમાં અને બહાર અવનવી રીતે આકર્ષણનું કેન્દ્ર બનવા પ્રયાસ કરે છે.
ચૂંટણી પંચે રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ મતદાનની તારીખ 23મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 25મી નવેમ્બરે મતદાન થશે. તારીખ બદલવા માટે વિવિધ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી. કારણ કે દેવ ઉથની એકાદશી 23 તારીખે છે અને તેથી તે દિવસે મોટી સંખ્યામાં લગ્નો થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે સોમવારે રાજસ્થાનની સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મતદાન થવાનું છે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજસ્થાનમાં અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોએ 23 નવેમ્બર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 23મી નવેમ્બરે ઘણા લગ્ન છે, તેથી તેમને મતદાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, “વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને મીડિયા પ્લેટફોર્મ તરફથી મતદાનની તારીખમાં ફેરફાર અંગે માંગણીઓ કરવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે મતદાનના દિવસે મોટા પાયે લગ્ન થાય છે. આનાથી મોટી સંખ્યામાં લોકોને અસુવિધા થઈ શકે છે. લોજિસ્ટિક્સ પ્રભાવિત થઈ શકે છે. આનાથી મતદાન દરમિયાન મતદારોની ભાગીદારી ઘટી શકે છે.
અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમિટ 10થી 12 જાન્યુઆરી મહાત્મા મંદિરમાં યોજાવાની છે. એ આયોજન રોકાણકારોને ગુજરાત સાથે જોડાવા અને વિકાસ અને સમૃદ્ધિ માટે એક સોનેરી તક છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ નિમિત્તે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી.
આ સમિટમાં તેમણે L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન, ભારત અને દક્ષિણ એશિયા P&Gના એમડી એલ.વી. વૈદ્યનાથન, UPLના ચેરમેન અને ગ્રુપ CEO જય શ્રોફ, ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, કોટક મહિન્દ્રા બેંક MD અને CEO દીપક ગુપ્તા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી, કેમટ્રોલ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિ.ના ચેરમેન અને MD નંદકુમાર, આદિત્ય બિરલા ગ્રુપ ચેરમેન કુમારમંગલમ બિરલા, ITC લિમિટેડના ચેરમેન અને MD સંજીવ પુરી, બેન્ક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાતે સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. મુખ્ય મંત્રીશ્રી આ બધા ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ૨૦૨૪માં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કંપનીએ હઝીરામાં આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ આધારિત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કર્યું છે અને આ માટે રૂ. 1000 કરોડનું રોકાણ કર્યું છે તેની ભૂમિકા આપી હતી. કંપની રૂ. 7000 કરોડના મૂડીરોકાણથી વડોદરામાં IT અને IT- સક્ષમ સેવાઓ (ITeS) પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેની પણ વિગતો આપી હતી.
મુખ્ય મંત્રીએ P&Gના એમડી એલ.વી. વૈદ્યનાથન સાથે વન-ટુ-વન મુલાકાત બેઠક કરી હતી. કંપનીનો ૨૦૧૫થી અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે તેની પણ ચર્ચા તેમણે કરી હતી. મુખ્ય મંત્રીએ UPLના ચેરમેન જય શ્રોફ સાથે બેઠક યોજી હતી., તેમણે ગુજરાતમાં એક ગ્રાઉન્ડબ્રેકિંગ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પણ સ્થાપ્યો છે તેની પણ વિગતો આપી હતી.
મુખ્ય મંત્રીએ ટાટા એન્ડ સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. ટાટા ગ્રુપે સાણંદમાં રૂ.૧૩,૦૦૦ કરોડના ખર્ચે EV બેટરી પ્લાન્ટનું નિર્માણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મુખ્ય મંત્રીએ તાજેતરમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ નીતિ અંગે તેમને માહિતગાર કર્યાં હતા.
આગામી જાન્યુઆરી-2024 માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે આજે દેશની આર્થિક રાજધાની મુંબઈ ખાતે અયોજિત રોડ-શૉ પ્રસંગે રાજ્યના મંત્રીશ્રીઓની સાથે ઉપસ્થિત રહી ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે સંવાદ સાધ્યો.
મુખ્ય મંત્રીએ કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO દીપક ગુપ્તા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુપ્તાએ કોટક મહિન્દ્રા બેંકે ગિફ્ટ સિટીમાં શરૂ કરેલા તેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર સ્થાપના બેંકિંગ યુનિટ (IBU)ની વિગતો આપી હતી.
મુખ્ય મંત્રીએ વન-ટુ-વન બેઠક અંતર્ગત ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી સાથે બેઠક યોજી હતી. સ્વામીએ દહેજમાં એકમમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારાના રૂ. ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણ અંગે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્ય મંત્રીએ બેંક ઓફ અમેરિકાના કન્ટ્રી હેડ અને પ્રેસિડેન્ટ સુશ્રી કાકુ નખાતે કર્ટેન રેઇઝર ઇવેન્ટ પૂર્વે વન-ટુ-વન બેઠક યોજી હતી.
તેમને ગિફ્ટ સિટી ગાંધીનગરમાં બેંક ઓફ અમેરિકાનું ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર સફળતાપૂર્વક કાર્યરત છે તેની વિગતો આપવા સાથે રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ના સંદર્ભમાં ગિફ્ટ સિટીમાં ૧૦મી જાન્યુઆરીએ યોજાનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં અને વાયબ્રન્ટના મુખ્ય ઇવેન્ટ સાથે યોજાઈ રહેલી ટેકેડમાં પણ જોડાવા આમંત્રણ આપ્યું હતું. મુખ્ય મંત્રીએ બેંક ઓફ અમેરિકાને ગુજરાતમાં તેના આગામી રોકાણો અન્વયે ઓપરેશન્સમાં રાજ્ય સરકાર યોગ્ય મદદ રૂપ થશે તેમ પણ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને રિલાયન્સ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. તેમની સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા ઔદ્યોગિક મૂડીરોકાણ અંગે તેમ જ ગુજરાતમાં ફ્યુચર-રેડી મેગા પ્રોજેક્ટ્સમાં સહભાગિતાનું ફલક વ્યાપક બનાવવા અંગે ફળદાયી ચર્ચા કરી હતી.
મુંબઈ ખાતે @RIL_Updates ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણી સાથે વન-ટુ-વન બેઠક કરી. તેમની સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા ઔદ્યોગિક મૂડીરોકાણ અંગે તેમજ ગુજરાતમાં ફ્યુચર-રેડી મેગા પ્રોજેક્ટ્સમાં સહભાગિતાનું ફલક વ્યાપક બનાવવા અંગે ફળદાયી ચર્ચા કરી.… pic.twitter.com/DHURCR6Udz
મુખ્ય મંત્રીએ વન-ટુ-વન બેઠકોની શૃંખલામાં ITC લિમિટેડના ચેરમેન અને MD સંજીવ પુરીએ મુલાકાત બેઠક યોજી હતી. ગ્રુપ હોટેલ્સ, પેકેજિંગ, એગ્રી બિઝનેસ જેવાં ક્ષેત્રોમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારી રહ્યું છે તે અંગે પુરીએ તેમને માહિતગાર કર્યા હતા.
ભારતની પ્રાઈવેટ સેક્ટરની અગ્રણી કંપનીઓ પૈકીની એક @ITCCorpCom ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ પુરી સાથે મુંબઈ ખાતે બેઠક કરી. તેમની સાથે લાઈફ સાયન્સ, ફૂડ પ્રોસેસિંગ સહિતના ટેક્નોલોજી આધારિત ક્ષેત્રોમાં વિકાસના અવસરો અંગે ચર્ચા કરી તેમજ આત્મનિર્ભર યોજના હેઠળ ઉદ્યોગગૃહોને… pic.twitter.com/rA0Pc5PdZf
મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવો પંકજ જોશી, એસ. જે. હૈદર, જે. પી. ગુપ્તા અને ગિફ્ટના MD તપન રે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
તેલ અવીવઃ ઈઝરાયલના સંરક્ષણ દળોએ દેશની સરહદ પરના એક લશ્કરી થાણા પર હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન દ્વારા મિસાઈલ વડે કરાયેલા હુમલાનો વળતો જવાબ આપીને પડોશના લેબેનોનના દક્ષિણ ભાગમાં ડ્રોનની મદદથી તોપ વડે હુમલો કર્યો છે અને હિઝબુલ્લાહના અડ્ડાનો સફાયો કરી નાખ્યો છે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, ઈઝરાયલી સંરક્ષણ દળોએ કહ્યું કે હિઝબુલ્લાહએ કરેલા મિસાઈલ હુમલા સામે તેણે તોપમાંથી ગોળો છોડીને વળતો હુમલો કર્યો છે. ગયા સોમવારે બપોરે હિઝબુલ્લાહના મિસાઈલ હુમલા બાદ દક્ષિણી લેબેનોનમાંથી ઈઝરાયલની ભૂમિમાં ઘૂસી આવેલા આતંકવાદીઓ સાથેની લડાઈમાં ઈઝરાયલી સેનાના એક અધિકારી અને બે સૈનિકનું મરણ થયું હતું તેમજ બીજા પાંચ સૈનિકો ઘાયલ થયા હતા.
ઈઝરાયલી સેનાએ ગાઝા સ્ટ્રીપમાં ઈસ્લામિક યૂનિવર્સિટીને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. આ યૂનિવર્સિટી ગાઝા સ્ટ્રીપમાં હમાસ આતંકવાદી સંગઠનનું મહત્ત્વનું રાજકીય અને લશ્કરી કેન્દ્ર ગણાય છે. આ જ સ્થળે આતંકવાદીઓને શસ્ત્રોની તાલીમ આપવામાં આવે છે.ત
અક્ષય કુમાર આ દિવસોમાં તેની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ ‘મિશન રાણીગંજ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર અજાયબી કરવામાં બિનઅસરકારક લાગી રહી છે. આ એપિસોડમાં અભિનેતા ફરી એકવાર પાન મસાલાની એડને લઈને ટ્રોલર્સના નિશાના પર આવ્યો છે. જો કે આ બધાની વચ્ચે અક્ષય કુમારના ફિલ્મી કરિયરના ખાતામાં વધુ એક ફ્લોપનો ઉમેરો થવા જઈ રહ્યો છે. હવે ખિલાડી કુમારે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને ફિલ્મને શ્રેષ્ઠ ગણાવી છે. તેની તાજેતરની રિલીઝ ‘મિશન રાણીગંજ’ના બોક્સ ઓફિસના નબળા પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા અભિનેતા અક્ષય કુમાર સર્વાઇવલ થ્રિલરના બચાવમાં આવ્યા છે અને કહ્યું છે કે તે સામાન્ય કોમર્શિયલ ફિલ્મ નથી. આ ફિલ્મ અભિનેતાની કારકિર્દીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી મિશન રાણીગંજે માત્ર રૂ. 2.8 કરોડની નિરાશાજનક ઓપનિંગ લીધી હતી અને બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં રૂ. 15 કરોડની કમાણી કરી છે. ફિલ્મની કમાણી અંગે અક્ષય કુમારે જણાવ્યું હતું કે ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકતી નથી, પરંતુ તે તેની શ્રેષ્ઠ ફિલ્મોમાં તેની ગણતરી કરે છે.
અક્ષયે કહ્યું, ‘આ કોઈ કમર્શિયલ ફિલ્મ નથી. ફિલ્મે જોઈએ તેટલી કમાણી કરી નથી. હું અહીં એ જાણીને આવ્યો છું કે ફિલ્મ સારી રહી નથી. મેં અત્યાર સુધીમાં લગભગ 150 ફિલ્મો કરી છે અને હું વિશ્વાસપૂર્વક કહું છું કે આ મારી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ફિલ્મની વાર્તા ઘણી સારી છે અને મેં ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ મિશન રાનીગંજનું પ્રારંભિક કલેક્શન 2.8 કરોડ રહ્યું છે. શનિવારે તે 60 ટકાના વધારા સાથે માત્ર 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. આ ફિલ્મ 6 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમિટ 10થી 12 જાન્યુઆરી મહાત્મા મંદિરમાં યોજાવાની છે. એ નિમિત્તે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના મુંબઈમાં આયોજિત રોડ-શોમાં વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ સમક્ષ વાઇબ્રન્ટ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાની ગાથા પ્રસ્તુત કરી હતી.
દિલ્હીમાં યોજાયેલા કર્ટેન રેઇઝાર ઇવેન્ટની ભવ્ય સફળતા બાદ મુખ્ય મંત્રીએ મુંબઈની તાજ હોટેલમાં રોડ-શોનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ૩૫ જેટલા રાજદ્વારીઓ, અને ૩૫૦થી વધુ ઉદ્યોગ અને વેપારના અગ્રણીઓ સહભાગી થયા હતા. મુખ્ય મંત્રીએ આ રોડ-શો પૂર્વે ૧૩ જેટલા અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતની વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને ગુજરાત તેના પરિણામે વિકાસનું રોલ મોડેલ બન્યું છે એ અંગેની વિગતો આપી હતી.
Live: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મુંબઇ ખાતે રોડ-શોનું આયોજન. https://t.co/dVRTp6MBUs
તેમણે આ સંદર્ભે કહ્યું હતું કે વડા પ્રધાનના બ્રેઇન ચાઇલ્ડ કોન્સેપ્ટ સમાન વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગુજરાતનો જી.એસ.ડી.પી. ૨૦૦૩માં રૂપિયા ૧.૪૨ લાખ કરોડ હતો, તે વધીને આજે ૨૦૨૩માં રૂ. ૨૨.૬૧ લાખ કરોડ થઈ ગયો છે. એટલું જ નહીં, ગુજરાતનું અર્થતંત્ર દેશની સરેરાશ કરતાં ૧૫ ટકા કમ્યુલેટિવ એન્યુઅલ ગ્રોથ સાથે વિકાસ પામ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશને પાંચ ટ્રિલિયન યુ.એસ. ડોલર ઈકોનોમી બનાવવાના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનમાં ગુજરાત પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.
તેમણે ગુજરાતમાં દરેક ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓનો લાભ લેવા વેપાર, ઉદ્યોગ, ફાઇનાન્સ સેક્ટર્સના અગ્રણીઓને વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ઊદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, તથા જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી દિશા પટની આજે સવારે મુંબઈથી વિમાન દ્વારા કોઈક અજ્ઞાત સ્થળે રવાના થઈ છે. પરંતુ એરપોર્ટ પર એને અટકાવવામાં આવી હતી તે સમાચાર ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા પર ચમક્યા છે. દિશા જેવી એરપોર્ટની અંદર પ્રવેશવા ગઈ ત્યારે CISF ના એક અધિકારીએ એને ગેટ ઉપર જ અટકાવી હતી. દિશાએ અધિકારીને પોતાનાં મોબાઈલ ફોનમાંની ટિકિટ બતાવી હતી, પણ અધિકારીએ તેને એનું માન્ય ઓળખપત્ર – આધાર કાર્ડ બતાવવાનું કહ્યું હતું. દિશાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. દિશાની હેન્ડબેગ તેનાં કોઈક મદદનીશ પાસે હતી. મદદનીશ બાજુમાં જ ઊભો હતો અને દિશાએ હેન્ડબેગ ખોલીને પોતાનું આધાર કાર્ડ બહાર કાઢ્યું હતું અને અધિકારીને બતાવ્યું હતું. તે જોયા પછી જ અધિકારીએ દિશાને એરપોર્ટમાં પ્રવેશવા દીધી હતી.
તે ઘટનાનો વીડિયો કોઈક પેસેન્જરે પોતાના મોબાઈલ ફોન પર ઉતાર્યો હતો અને ઈન્ટરનેટ પર શેર કર્યો હતો. જે ઝડપથી વાઈરલ થયો હતો. ઘણા નેટયૂઝર્સે CISFના અધિકારીની તરફેણ કરી છે, તેના વખાણ કર્યા છે કે દિશા એક અભિનેત્રી છે, સેલિબ્રિટી વ્યક્તિ છે તે છતાં તે અધિકારીએ કોઈ નરમ વલણ બતાવ્યું નહોતું અને આધાર કાર્ડ બતાવે તો જ એન્ટ્રી આપવાનો આગ્રહ રાખ્યો હતો. આમ કરીને તે અધિકારીએ બતાવી આપ્યું કે નિયમ દરેક જણ માટે સમાન હોય છે.
એરપોર્ટની અંદર પ્રવેશતાં પહેલાં દિશાએ બહાર ઊભેલા પ્રેસ ફોટોગ્રાફરો (પાપારાઝી) સાથે વાત કરી હતી અને એમને પોઝ આપ્યાં હતાં.
દિશા ટૂંક સમયમાં નવી ફિલ્મ ‘કલ્કી 2898 AD’માં જોવા મળશે. તે ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. અમિતાભ બચ્ચને પણ એમાં એક ભૂમિકા ભજવી છે.
નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ શરૂ થતા વિશ્વ સામે બીજું સંકટ ઊભું થયું છે. એ સાથે ક્રૂડ ઓઇલની કિંમતોમાં એક સપ્તાહમાં બે ટકાથી વધુ તેજી થઈ છે. બ્રેન્ટનો ભાવ 88 ડોલરને પાર થયો છે, જ્યારે WTIમાં પણ 86 ડોલર ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર ક્રડ ઓઇલ રૂ. 7200ની આસપાસ છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલી તેજી ઇઝરાયેલ-હમાસ જંગ છે.
મધ્ય-પૂર્વના દેશોથી સપ્લાયમાં ઘટાડો થવાની આશંકાએ ક્રૂડ ઓઇલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે હવે વેનેઝુએલાથી ક્રૂડના સપ્લાયમાં વધારો થવાની અપેક્ષા છે.
ક્રૂડ 100 ડોલરને પાર થશે?
ગયા મહિને ક્રૂડ ઓઇલના ભાવ 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા હતા. જે પછી ગયા સપ્તાહે કિંમતોમાં આશરે નવ ટકાનો ઘટાડો થયો હતો.પાંચ ઓક્ટોબરની ઓપેકની બેઠકમાં ઉત્પાદનમાં કાપને યથાવત્ રાખવાના નિર્ણયે કિંમતોમાં ઘટાડો થયો હતો, પણ હવે વિશ્લેષકોને ડર છે કે ક્રૂડની ઓઇલની કિંમતો કેટલોક સમય ઊંચી રહે એવી શક્યતા છે. વળી ક્રૂડ ઓઇલની કિંમતો 100 ડોલરને પાર થાય એવી શક્યતા ઓછી છે.
દેશમાં હાલના સમયમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે અને લોકસભાની ચૂંટણી યોજાવાની છે, એ જોતાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થાય વી શક્યતા નહીંવત્ છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો છતાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાની શક્યકા ઓછી છે.