નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે દેશભરની એગ્રિકલ્ચર અને ગ્રામિણ વિકાસ બેન્કોની 1,851 ઓફિસો અને તમામ રાજ્યોના સહકારી રજિસ્ટ્રાર કાર્યાલયોનું કામકાજ કમ્પ્યુટરાઈઝ્ડ કરશે. સરકારે આ માટે રૂ. 225.9 કરોડના ખર્ચવાળી યોજના ઘડી છે.
(પ્રતીકાત્મક તસવીર)
હાલ સરકારે દેશભરમાં તમામ પ્રાઈમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટીઓનું કર્યું છે. હવે એ જ કાર્યને આગળ વધારીને કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના અંતર્ગત 1,851 એગ્રિકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ બેન્કોનું નેશનલ યૂનિફાઈડ સોફ્ટવેર મારફત કમ્પ્યુટરકરણ કરવામાં આવશે. સરકાર આ ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ્સના કાર્યાલયોનું કામકાજ પણ કમ્પ્યુટરાઈઝ્ડ કરશે. આનાથી દેશભરમાં ગ્રામિણ સ્તરે બેન્કિંગ અને સહકારી કામગીરીઓ ઝડપી અને સચોટપૂર્વકની બનશે. સહકારી સોસાયટીઓ વધારે મજબૂત બનશે.
બોલિવૂડની ક્વીન કંગના રનૌત સ્ટારર તેજસના ટીઝરમાં મોટા પડદા પર આવવા માટેના એક્શન અને રોમાંચની ઝલક જોવા મળી હતી. તેનાથી દેશભરના દર્શકોનો ઉત્સાહ વધ્યો. દર્શકોની રુચિને જોતા, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે તેઓ 8 ઓક્ટોબર, 2023 ના રોજ એરફોર્સ ડેના અવસર પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે. તે દિવસ આવી ગયો છે, નિર્માતાઓએ આખરે આજે મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મ તેજસના નિર્માતાઓએ આજે એરફોર્સ ડે પર ટ્રેલરનું અનાવરણ કર્યું છે, જેમાં કંગના રનૌત તીવ્ર, જુસ્સાદાર અને શક્તિશાળી એરફોર્સ પાઇલટ તેજસ ગિલની ભૂમિકામાં બતાવવામાં આવી છે. ટ્રેલરની શરૂઆત હાઈ-લેવલ એરિયલ સીન્સથી થઈ હતી અને દિલ જીતી લેનાર ડાયલોગ #BharatKoChhedogeToh ChhodengeNahi એ ટ્રેલરની શરૂઆતથી જ સનસનાટી મચાવી દીધી છે.
તેજસમાં સારી રીતે કંપોઝ કરેલ સાઉન્ડટ્રેક અને પ્રભાવશાળી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે, ટ્રેલર એ એક વિઝ્યુઅલ સ્પેક્ટેકલ છે જે શક્તિશાળી સંવાદો સાથે દેશભક્તિની ભાવના જગાડે છે. ટ્રેલરમાં, કંગના એક બહાદુર એરફોર્સ પાયલોટ તરીકે સ્ક્રીન પર રાજ કરતી જોવા મળે છે. કંગનાના ચહેરા પર દેખાતી ગંભીરતા અને અભિનેત્રીનો યુદ્ધ માટેનો ઉત્સાહ લોકોના દિલમાં દેશ પ્રત્યેનો જુસ્સો જગાવશે.
તેજસ રીલીઝ ડેટ
કંગના રનૌતની આ ફિલ્મ વર્ષ 2023માં 27મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ટ્રેલરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સેનાની શક્તિશાળી કાર્યવાહી બતાવવામાં આવી છે. ભારતીય વાયુસેનાના વિમાનોની ગર્જના આકાશને ચીરી રહી છે. કંગના રનૌતની ફિલ્મ તેજસનું નિર્માણ આરએસવીપી દ્વારા કરવામાં આવ્યું છે. સર્વેશ મેવાડા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત અને રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત, આ ફિલ્મ 27 ઓક્ટોબર, 2023 ના રોજ થિયેટરોમાં આવવાની છે.
તેલ અવીવઃ પડોશના ગાઝામાંથી હમાઝ આતંકવાદીઓએ કરેલા ભીષણ રોકેટ હુમલા અને એમાં 300 ઈઝરાયલીઓના મરણને કારણે સર્જાયેલી જટિલ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઈઝરાયલના નેતાઓ એમની વચ્ચેના રાજકીય મતભેદોને ભૂલી જઈને સંકટ સમયની એકતા સરકારની રચના કરવા અંગે વિચારણા કરી રહ્યા છે.
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂ અને વિપક્ષી નેતાઓ યાઈર લાપીડ અને બેન્ની ગાન્ટ્ઝે એકબીજા સાથે વાતચીત કરી હતી અને નેતન્યાહૂની સરકારમાં સામેલ થવા અંગે ચર્ચા કરી હતી. પોતાની સરકારમાં જોડાઈને સંગઠિત રીતે હમાસનો સામનો કરવાની નેતન્યાહૂએ બંને વિપક્ષી નેતાને ઓફર કરી હતી. બંને વિપક્ષી નેતાએ સરકારમાં જોડાવાની એમની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, પરંતુ લાપીડે એવી માગણી કરી હતી કે નેતન્યાહૂ એમના પ્રધાનમંડળમાંથી બે પ્રધાન – બેઝાલેલ સ્મોટ્રિક અને ઈતામાર બેન-ઘાવીરને દૂર કરે. જોકે ગાન્ટ્ઝે ઉક્ત બંને પ્રધાન સાથે મળીને પણ કામ કરવાની તૈયારી બતાવી છે. ગાન્ટ્ઝ ભૂતકાળમાં ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે.
મુંબઈઃ હમાસ આતંકવાદીઓના ભયાનક રોકેટ હુમલાઓને પગલે ઈઝરાયલ અને આતંકવાદીઓ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલમાં ફસાઈ ગયેલી બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા સુરક્ષિત રીતે આજે બપોરે બે વાગ્યે ભારત પહોંચી ગઈ છે.
મુંબઈમાં નુસરતની પ્રચારક ટીમની સદસ્ય સંચિતા ત્રિવેદીએ કહ્યું કે, નુસરત ઈઝરાયલમાં હાઈફા ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ગઈ હતી. શનિવારે બપોર પછી નુસરતનો સંપર્ક થઈ શક્યો નહોતો. આખરે દૂતાવાસની મદદથી અમે નુસરતનો સંપર્ક મેળવી શક્યા હતા. ઈઝરાયલમાંથી એને ભારતની ડાઈરેક્ટ ફ્લાઈટ મળી હતી. ભારતીય દૂતાવાસની મદદથી નુસરત સુરક્ષિત રીતે સ્વદેશ પાછી ફરી શકી છે.
અગાઉના અહેવાલમાં નુસરતની ટીમ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, નુસરત સાથે હાલ કોઈ સંપર્ક થઈ શક્યો નથી. છેલ્લે એની સાથે શનિવારે બપોરે 12.30 વાગ્યે સંપર્ક થયો હતો. ત્યારે એણે કહ્યું હતું કે એ કોઈક બેઝમેન્ટમાં સુરક્ષિત છે. એણે વધુ વિગતો જણાવી નહોતી. પરંતુ, એ પછી તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. અમે તેને સુરક્ષિત રીતે ભારત લાવવાના પ્રયાસોમાં છીએ અને આશા રાખીએ છીએ કે એ સુરક્ષિત રીતે દેશમાં પાછી આવી જાય.
ઉલ્લેખનીય છે કે, હમાસ આતંકવાદીઓએ પડોશના ગાઝા સ્ટ્રીપમાંથી ઈઝરાયલમાં 5,000થી વધારે રોકેટનો મારો ચલાવતાં 300 જેટલા ઈઝરાયલી નાગરિકો માર્યા ગયા છે. તેનાથી ભડકી ગયેલા ઈઝરાયલે ગાઝા પટ્ટાવિસ્તારમાં હમાસના અડ્ડાઓ પર વળતો હુમલો શરૂ કર્યો છે જેમાં 230 જેટલા પેલેસ્ટીનિયન માર્યા ગયા છે. ઈઝરાયલ સરકારે ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનવાસીઓને અપીલ સાથે ચેતવણી આપી દીધી છે કે તેઓ તાત્કાલિક ગાઝા છોડીને જતા રહે, કારણ કે અમે હમાસના અડ્ડાઓ પર જોરદાર કાર્યવાહી કરવાના છીએ. હમાસીઓ ગાઝામાં જ્યાં જ્યાં છુપાયા હશે તે ભાગોને અમે હવાઈ હુમલા કરીને નેસ્તનાબૂદ કરી દેવાના છીએ.
ગેંગટોકઃ સિક્કિમ રાજ્યના ઉત્તરીય ભાગના ચુંગથાંગમાં આવેલા ભયાનક પૂરમાં ફસાઈ ગયેલા 56 જણને ઉગારવામાં ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ જવાનોને આજે સફળતા મળી છે. આમાં ચાર મહિલાનો સમાવેશ થાય છે. અન્ય લાપતા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.
આઈટીબીપી રેસ્ક્યૂ ટીમના જવાનોએ રોપવેની મદદથી 56 જણને ઉગારી લીધાં છે. હજી બીજાં 81 જણ લાપતા છે. ગયા બુધવારની વહેલી સવારે વાદળ ફાટવાથી આવેલા ઓચિંતા પૂર બાદ 30 મૃતદેહ મળ્યા છે. હિમાલય પર્વતમાળા વચ્ચે આવેલા સિક્કિમ રાજ્યના ચાર જિલ્લામાં વસતાં 41,870 લોકોને આ પૂરની આફતથી માઠી અસર પહોંચી છે. સૌથી વધારે ખરાબ અસર માંગન જિલ્લામાં થઈ છે. અન્ય ત્રણ જિલ્લા છે, ગેંગટોક, પાકયોંગ અને નામચી. પાકયોંગમાં 19 જણનાં મરણ નોંધાયા છે જ્યારે ગેંગટોકમાં છ, માંગનમાં ચાર અને નામચીમાં એક જણના મરણનો અહેવાલ છે.
મુંબઈઃ ‘જો ઢોર ફરિયાદ કરે તો…’ આ શિર્ષક સાથે ગુજરાતી માધ્યમના દસમા ધોરણના પુસ્તકમાં લેખક-સાહિત્યકાર ડો. દિનકર જોષીનો એક પાઠ છે. તેના વિશે પોતાના વિચારો વ્યક્ત કરવા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-સંવાદ કરવા ડો. દિનકર જોષીને તાજેતરમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં આમંત્રણ અપાયું હતું. શાળાના વર્ગખંડમાં પોતાના વક્તવ્યની શર઼ુઆત કરતાં દિનકર જોષીએ પ્રથમ વાક્ય કહ્યું હતું કે, ‘હું આજે 75 વર્ષ નાનો થઈ ગયો.’ આ સાથે ભાવુક થયેલા વરિષ્ઠ લેખક દિનકરભાઈએ પોતાના શાળાકીય જીવનના દિવસોનું સ્મરણ કર્યું હતું. પોતે પણ આ જ શાળાના વિદ્યાર્થી હોવાનો ગર્વ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી માધ્યમના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં “જો ઢોર ફરિયાદ કરે તો…” પાઠના લેખક દિનકરભાઇએ પોતાને આ પાઠ લખવા પાછળની પ્રેરણા ક્યાંથી મળી તે વિશે એક ઘટના સાથે સંકળાયેલા વિચારો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા. દિનકરભાઇ એકવાર અને એમના મિત્ર સાથે અમદાવાદથી રોડ માર્ગે મુસાફરી કરતા હતા ત્યારે રસ્તામાં ઘણી બધી ગાયોને બેઠેલી જોઈ હતી. મિત્રએ પૂછ્યું હતું કે, ‘આ ગાયો કેમ રસ્તામાં વચ્ચે બેઠેલી જોવા મળે છે?’ એના જવાબમાં ત્યાંના એક સ્થાનિક મિત્રએ કહ્યું હતું કે, ‘અહીં આ ગાયોના ચરિયાણ હતા.’ તેના પરથી લેખક દિનકરભાઈને વિચાર સ્ફૂર્યો “જો ઢોર ફરિયાદ કરે તો…”. દિનકરભાઈને થયું, ‘આ ગાયો આપણી વચ્ચે નથી આવી, આપણે તેમની વચ્ચે આવ્યા છીએ.’
સૃષ્ટિમાં બધી વસ્તુઓ માત્ર માનવો માટે નથી
આજ પાઠમાં બીજા એક પ્રસંગમાં આંબા અને મ્હોરની વાત ટાંકતા દિનકરભાઈએ એક ખેડૂતના વિચારપ્રેરક શબ્દો કહ્યા હતા. તે ખેડૂતે એમ કહ્યું હતું કે, ‘સૃષ્ટિમાં જે કંઈપણ વસ્તુઓ છે એ માત્ર મનુષ્યો માટે નથી, પરંતુ પશુ, પક્ષી, ધરતી, અન્ય જીવો સહિત બધાને માટે છે.’ આમ દિનકરભાઈએ વિદ્યાર્થીઓને એક નવો વિચાર આપ્યો.
તેમણે વિદ્યાર્થીઓને વાંચવાની આદત વિકસાવવાની પણ સલાહ આપી હતી. એમ પણ કહ્યું કે, ‘તમારે વડીલોને માન આપવું જોઈએ’, ઘરમાં દાદા-દાદીનું હોવું કેટલું અગત્યનું છે એ પણ તેમણે સમજાવ્યું હતું. તે ઉપરાંત એમણે વિદ્યાથીઓને લખવા માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું.
દિનાન્શુ નામના એક એક વિદ્યાર્થીએ દિનકરભાઈનું ચિત્ર બનાવ્યું હતું, જે તેમને ભેટમાં આપવામાં આવ્યું હતું. દિનકરભાઈએ તે વિદ્યાર્થીને તેનો આ શોખ, આ કળાને ક્યારેય પણ ન છોડવાની સલાહ આપી હતી.
શાળાનાં ગુજરાતી ભાષાના શિક્ષિકા દિપ્તીબેન રાઠોડે આવકારના શબ્દો સાથે અને શાળાના આચાર્ય જોન સરે પુષ્પગુચ્છ આપી દિનકરભાઈનું સ્વાગત કર્યું હતું. શાળાની ધોરણ 10ની વિદ્યાર્થિની બીના ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષક કેતનભાઇ અને ભાવેશભાઈની મદદથી વિદ્યાર્થીઓએ એક જ કલાકમાં એમના ચિત્રની ફ્રેમ તૈયાર કરીને અર્પણ કરી હતી.
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવુ.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે.
આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.
આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.