Home Blog Page 2451

વાત ઇન્દીવરના હ્રદયપ્રિય પ્રેમગીતોની

ગીતકાર ઇન્દીવરના અનેક ગીતો લોકપ્રિય થયા છે પણ એમાં કેટલાક ગીતો પાછળની વાતો રસપ્રદ છે. ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ (૧૯૭૦) માં મનોજકુમારને એક ગીત જોઈતું હતું. એમણે બહુ પહેલાં ઇન્દીવર પાસે ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે’ ગીત સાંભળ્યું હતું એની જરૂર લાગતી હતી. ઇન્દીવરે એ ગીત બીજા કોઈ નિર્માતાને વેચી દીધું હતું. મનોજકુમારે એમની પાસેથી એ ગીત મેળવીને સંગીતકાર કલ્યાણજી-આણંદજીને તૈયાર કરવા આપ્યું હતું. આ દર્દભર્યું ગીત મુકેશના સ્વરમાં રેકોર્ડ કરવાનું નક્કી થયું હતું. મુકેશ જ્યારે ગીત રેકોર્ડ કરવા આવ્યા ત્યારે એના બહુ રીટેક થયા હતા. કેમકે એ ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિયે’ માં છેલ્લે ‘પ્રિયે’ શબ્દનો ‘પરીયે’ ઉચ્ચાર કરી દેતા હતા.

કંટાળેલા મુકેશે ઇન્દીવરને કહ્યું હતું કે કેવું ગીત લખ્યું છે? આવા ગીત ક્યાં ચાલે છે? તેં ‘બડે અરમાન સે રખ્ખા હૈ કદમ’ જેવા સરસ ગીત લખ્યા છે. તને આવા હિન્દી શબ્દના પ્રયોગનું ક્યાંથી સૂઝયું? ત્યારે ઇન્દીવરે કહ્યું કે મનોજકુમારને આ ગીત બહુ પસંદ છે. મનોજકુમારે વળી આ ગીતમાં માત્ર ચાર વાજિંત્રનો જ ઉપયોગ કરવાની સૂચના કલ્યાણજી-આણંદજીને આપી ત્યારે એમને નવાઈ લાગી હતી. પણ ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે’ ગીત એવું સરસ બન્યું કે સૌને હ્રદયપ્રિય બની રહ્યું અને મુકેશના અમર ગીતોમાં સમાવેશ પામ્યું. એ પહેલાં કલ્યાણજી-આણંદજીને ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ (૧૯૬૮) માટે સંગીત તૈયાર કરવાનું કામ મળ્યું ત્યારે એમણે સંગીત તૈયાર કરતા પહેલાં ઇન્દીવરને ગીતો લખવા કહ્યું હતું. ત્યારે ‘છોડ દે સારી દુનિયા કિસી કે લિયે’ ગીત વખતે કલ્યાણજી-આણંદજી સાથે એક શબ્દ માટે ઈન્દીવરને મતભેદ થયો હતો.

આ ગીતમાં ‘યે મુનાસિબ નહીં આદમી કે લિયે’ માં ‘મુનાસિબ’ શબ્દ એમને યોગ્ય લાગતો ન હતો. એને બદલવા એમણે એક અઠવાડિયા સુધી ઈન્દીવર સાથે એનો કોઈ પર્યાયવાચી શબ્દ રાખવા મગજમારી કરી હતી. ઈન્દીવરનું કહેવું હતું કે ‘મુનાસિબ’ ના સ્થાને ‘યોગ્ય’ કે ‘ઉપયુક્ત’ જેવા બીજા કોઈ શબ્દ બંધબેસતા ન હોવાથી બદલવાની ના પાડી હતી. આખરે કલ્યાણજી-આણંદજીએ ‘મુનાસિબ’ શબ્દ સાથે જ લતા મંગેશકરના અવાજમાં ગીત રેકોર્ડ કર્યું હતું. એ ગીત પણ લોકોને બહુ પસંદ આવ્યું હતું. આ ગીત માટે ઇન્દીવરને અનેક પત્રો મળ્યા હતા. જેમાં લખ્યું હતું કે ગીતને કારણે એમને જીવનની પ્રેરણા મળી હતી. પ્રેમ નહોતો મળ્યો એટલે જીવનનો અર્થ નથી એમ સમજતા પોતાના જીવનનો અંત લાવવાનો વિચાર કરતા હતા પણ ગીતના ‘પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિએ’ શબ્દોને કારણે એને પડતો મૂક્યો હતો.

કોરાનાના 39 નવા કેસો, એક પણ જણનું મોત નહીં     

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,243 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,034 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,890 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 55 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 361 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 21,082 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,72,328 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 122 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ગુલકંદ – ૦૭ ઓક્ટોબર, ૨૦૨૩

ગુલકંદ – ૦૭ ઓક્ટોબર, ૨૦૨૩

૦૭ ઓક્ટોબર, ૨૦૨૩

૦૭ ઓક્ટોબર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 07/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર, દલાલી, કમીશન, પત્રકાર, લેખનકામ, કાનૂની, નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

પંચાંગ 07/10/2023

NSEને ક્રૂડ તેલ, નેચરલ ગૅસ વાયદામાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 9 ઓક્ટોબરથી શરૂ

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ જણાવ્યું છે કે તેને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ તેલ અને નેચરલ ગૅસ વાયદામાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરવા માટે નાણા બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની મંજૂરી મળી છે.

આ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરવાની તારીખ અગાઉ ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩ જાહેર કરવામાં આવી હતી, તે હવે બદલીને ૯ ઓક્ટોબર, ૨૦૨૩ કરવામાં આવી છે.

ભારતમાંની સંપત્તિ વેચવા અદાણી, મારન સાથે ડિઝનીની વાટાઘાટ?

મુંબઈઃ અમેરિકાની માસ મીડિયા કંપની વોલ્ટ ડિઝની કંપની (ડિઝની) ભારતમાં તેનો સ્ટ્રીમિંગ અને ટેલિવિઝન બિઝનેસ વેચવા માગતી હોવાનો બ્લૂમબર્ગનો અહેવાલ છે. તેની સંપત્તિના સંભવિત ખરીદદારોમાં અબજોપતિ ગૌતમ અદાણી અને કલાઈનીધિ મારનનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, ડિઝની આ બંને અબજોપતિઓ સાથે વાટાઘાટમાં છે.

ડિઝનીએ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે પણ વાટાઘાટ કરી છે. કંપની તેના સ્પોર્ટ્સ રાઈટ્સ અને સ્ટાર ઈન્ડિયા, ડિઝની પ્લસ હોટસ્ટાર સહિતની એસેટ્સ અથવા ભારતમાંના બિઝનેસનો અમુક ભાગ વેચવા માગે છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૬ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૬ ઓક્ટોબર, ૨૦૨૩

એશિયન ગેમ્સઃ ભારતે હોકીમાં નવ વર્ષ પછી જીત્યો ગોલ્ડ

હાંગઝોઉઃ ચીનના હાંગજાઉમાં રમાઈ રહેલા એશિયન ગેમ્સમાં 13મા દિવસે ભારતે ઇતિહાસ રચ્યો છે અને ભારતના 101 મેડલ નક્કી થઈ ગયા છે. હોકી ટીમે ગોલ્ડની સાથે ભારતના 95 મેડલ થયા છે. હોકીમાં ભારતે જાપાનને ફાઇનલમાં 5-1થી હરાવીને નવ વર્ષ બાદ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. અત્યાર સુધી કુલ આર્ચરીમાં ત્રણ, કબડ્ડીમાં બે, બેડમિન્ટનમાં એક, ક્રિકેટમાં એક મેડલ પાકો છે.

ભારત તરફથી મનપ્રીત સિંહે 25મી મિનિટે, હરમનપ્રીત સિંહે 32મી અને 59મી મિનિટે, અમિત રોહિદાસે 36મી મિનિટમાં અને અભિષેકે 48મી મિનિટે ગોલ કર્યા હતા. જાપાન તરફથી તનાકાએ ટીમ માટે એકમાત્ર ગોલ 51મી મિનિટે કર્યો હતો. આ જીત સાથે ભારત પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે.બીજી તરફ ટ્રાયલ વિના ભારત તરફથી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર કુસ્તીબાજ બજરંગ પુનિયા બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાનના યામાગુચી સામે એકતરફી મેચમાં 10-0થી હારી ગયો હતો.

ભારતે આજે એક ગોલ્ડ, બે સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ સહિત કુલ આઠ મેડલ જીત્યા છે. કુલ મેડલની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.  ભારતે એશિયન ગેમ્સમાં હોકીમાં આ ચોથો ગોલ્ડ પોતાને નામે કર્યો હતો. આ પહેલાં 1966, 1998, 2014માં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય હોકી ટીમે 1958, 1962, 1970,1974, 1978,1982,1990,1994 અને 2002માં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે 1986 અને 2018માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પહેલા ભારતીય મહિલા ટીમને સેમિફાઈનલમાં થાઈલેન્ડ સામે હારીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તીરંદાજી રિકર્વ મહિલા ટીમ પછી, એચએસ પ્રણયને બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મળ્યો.