Home Blog Page 2457

સ્વામિનારાયણ અક્ષરધામમાં ‘તડાગ ઉત્સર્ગ’ વિધિ યોજાઈ

તા 3 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં પ્રદાન વિષયક કાર્યક્રમ યોજાઇ ગયો.

આ કાર્યક્રમ તા,8 ઓક્ટોબર, 2023 ના રોજ અક્ષરધામ મહામંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે, 30 સપ્ટેમ્બરથી ઉજવાઇ રહેલાં વિશિષ્ટ કાર્યક્રમોની હારમાળાના એક ભાગ રૂપે યોજવામાં આવ્યો હતો.

સમાજમાં સંસ્કાર,સેવા અને સંસ્કૃતિ જાળવી રાખવામાં નારીશક્તિના અમૂલ્ય પ્રદાન અને તે માટે અક્ષરધામ કઈ રીતે પ્રેરણારૂપ બની રહ્યું છે, તે કેન્દ્રવર્તી વિચાર સાથે અનેકવિધ પ્રસ્તુતિઓ અને સ્વાનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.

વિવિધ વયની લગભગ 43 મહિલાઓ દ્વારા રજૂ  કરવામાં આવેલી સિમ્ફની સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, ત્યારબાદ 200 થી યુવતીઓ અને મહિલાઓ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં ભારતીય નૃત્યના ઉત્તમ સ્વરૂપ ભરતનાટ્યમનો પણ સમાવેશ થાય છે.

અક્ષરધામમાં સેવા કરનાર અનેકવિધ મહિલાઓએ સેવા દ્વારા દ્વારા સહાનુભૂતિ, નમ્રતા, સામાજિક ઉત્તરદાયિત્વ જેવી અનેક ઉદાત્ત ભાવનાઓના સિંચન સાથે જીવનઘડતરની સ્વાનુભૂતિ રજૂ કરી.

આ મહિલા દિન વિવિધ વય અને અનેકવિધ પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતી અનેકવિધ મહિલાઓ માટે એક ઉત્કૃષ્ટ મંચ બની રહ્યો હતો, જેના દ્વારા તેમણે કેવી રીતે મહિલાઓ એકબીજાને મદદ દ્વારા, પોતાના કુટુંબમાં અને સામાજિક જીવનમાં સંવાદિતા સાધીને પ્રગતિ કરી શકે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. મહિલાઓએ જણાવ્યું કે અક્ષરધામ દ્વારા  ભક્તિને રોજિંદા જીવનમાં વિવિધ આહનિક જેવા કે આરતી, ભજન, થાળ દ્વારા સમૃદ્ધ કરી, હિન્દુ ધર્મ અને ભારતીય વારસાને જાળવવાની પ્રેરણા મળી છે.

એલર્જી એન્ડ અસ્થમા એસોસિએટ્સના મેડિકલ ડિરેક્ટર ડૉ. પૂર્વી પરીખે તેઓના સંબોધનમાં જણાવ્યું,

“ગાંધીજીએ કહ્યું હતું કે આપણાં પૃથ્વી પરના અસ્તિત્વનું ઋણ આપણે સેવા દ્વારા ચૂકવવું જોઈએ. આજે અહીં  આવીને, આ અદભૂત સંકુલમાં સર્જનમાં સેવાકાર્ય કરનારી વ્યક્તિઓએ ગાંધીજીની આ ઉક્તિને આજે પુનઃ યાદ કરાવી છે.”

HoliCHIC by Meghaના સ્થાપક અને ડિઝાઇનર મેઘા રાવે જણાવ્યું,

“મેં અહીં 20 વર્ષની યુવાન છોકરીઓને જોઈ, જેઓ સેવા કરવા માટે અને આપણી આવનારી અનેક પેઢીઓને પ્રેરણારૂપ કાર્ય કરવા માટે, થોડા વર્ષો માટે કોલેજ છોડીને આવી છે! આપણી સંસ્કૃતિને જાળવવા માટે તેઓએ જે કાર્ય કર્યું છે તે ખરેખર નારીશક્તિનું શ્રેષ્ઠ સ્વરૂપ છે.”

રેકોર્ડેડ વિડિયો સંદેશ દ્વારા, BAPS સંસ્થાના સદ્ગુરુ સંત પૂજ્ય સ્વયંપ્રકાશદાસ (ડૉક્ટર) સ્વામીએ જણાવ્યું,

“એક સદ્ગુણી માતા દસ લાખ સારા શિક્ષકો જેટલી  અસર કરી શકે છે. “ તેમણે પ્રાચીન ઋષિઓના શાણપણ પર ભાર મૂકતાં જણાવ્યું કે ‘જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ મૂલ્યોનો પાયો શરૂ થાય છે.’

રેકોર્ડેડ વિડિયો સંદેશ દ્વારા, BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ જણાવ્યું કે ‘માતાપિતાની સૌથી મોટી સંપત્તિ બાળકો છે, અને બાળકોમાં ઉત્તમ મૂલ્યો પ્રસારિત કરવાનું ઉત્તરદાયિત્વ વાલીઓનું છે.’

આ  સમગ્ર મહિલા દિન કાર્યક્રમનો સંદેશ હતો  કે  અક્ષરધામ, માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને તેમના સાંસ્કૃતિક વારસા અને કાલાતીત મૂલ્યોને જાળવવા માટે પ્રેરણા આપવા માટેનું એક અદભૂત સ્થાન છે.

ન્યૂઝક્લિકનો કાશ્મીર,અરુણાચલને ભારતથી અલગ દેખાડવાનો એજન્ડા

નવી દિલ્હીઃ ન્યૂઝક્લિકના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થે કાશ્મીર અને અરુણાચલ પ્રદેશને વિવાદિત ક્ષેત્ર દર્શાવવાનું ષડયંત્ર રચ્યું હતું, એમ દિલ્હી પોલીસે દાવો કર્યો હતો. તેમની ચીન સમર્થિત પ્રચાર કરવા માટે અને ફંડ મેળવવા બદલના આરોપમાં આતંકવાદવિરોધી કાયદા હેઠળ કેસ નોંધી ધરપકડ કરવામાં આવી છે. પુરકાયસ્થ અને પોર્ટલના માનવ સંસાધન (HR) પ્રમુખ અમિત ચક્રવર્તીને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી.

પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીથી માલૂમ પડે છે કે પુરકાયસ્થ, નેવિલ રોય સિંઘમ અને સિંઘમની માલિકીની શાંઘાઇ સ્થિત કંપનીના કેટલાક અન્ય ચીની કર્મચારીઓ એકમેકને ઇમેલ મોકલે છે, જે કાશ્મીર અને અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો નહીં દેખાડવાના ઇરાદાને ઉજાગર કરે છે. દિલ્હી પોલીસની આતંકવાદી વિરોધી ટીમે રિમાન્ડની માગ કરતા એ પણ આરોપ લગાવ્યો હતો કે આરોપી વ્યક્તિઓએ વિદેશથી ફન્ડિંગની મદદથી ભારતમાં જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય અને સર્વિસિસમાં વિક્ષેપ કરવા અને ખેડૂત આંદોલનને લાંબું ખેંચવાની યોજના હતી.

સ્પેશિયલ સેલે રિમાન્ડ કોપીમાં કહ્યું હતું કે કોરોના રોગચાળાને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બદનામ કરવા માટે એક ફેક સ્ટોરીનો પ્રચાર કરવામાં આવ્યો હતો.

પોલીસ અરજી જણાવ્યા મુજબ ભારતવિરોધ પ્રોપેગેન્ડા ચલાવવા માટે આરોપીએ વિદેશી ફંડની આડમાં રૂ. 115 કરોડથી વધુ પ્રાપ્ત કર્યા હતા.

પોલીસે કહ્યું હતું કે FIRમાં ઉલ્લેખ કરવામાં આવેલા સંદિગ્ધો પર દિલ્હીમાં 88 સ્થળોએ અને અન્ય રાજ્યોમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ માટે 15 દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા છે. પોલીસે પોર્ટલની ઓફિસને સીલ કરી છે અને જરૂરી ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો ટાંચમાં લીધાં છે.

 

 

 

વિશ્વ કપનો આજથી પ્રારંભઃ 46 દિવસ, 48 મેચ, 10 ટીમો

અમદાવાદઃ ICC ક્રિકેટ વર્લ્ડ કપનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી મેચ ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચેમ્પિયન ઇન્ગલેન્ડ અને રનર અપ ન્યુ ઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. આ મેચ બપોરે બે કલાકે શરૂ થશે. વર્લ્ડ કપનું આયોજન પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બરેની વચ્ચે થશે. ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એવું થઈ રહ્યું છે કે સંપૂર્ણ ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં ભારત 1987, 1996 અને 2011નું વનડે ક્રિકેટ વર્લ્ડ કપનું સંયુક્ત યજમાન ભારત કરી ચૂક્યું છે.

ભારતીય ટીમની પહેલી મેચ આઠ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઇમાં રમાશે. આ કપની ફાઇનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.વર્લ્ડ કપ દરમ્યાન 10 ટીમો રાઉન્ડ રોબિન લીગમાં એકમેક સામે રમશે. એમાં કુલ 45 મેચો રમાશે. પ્રત્યેક ટીમ રાઉન્ડ રોબિનમાં અન્ય નવ ટીમો સામે રમશે. જેમાંથી ટોચની ચાર ટીમો નોકઆઉટ તબક્કા (સેમી ફાઇનલ) માટે ક્વોલિફાય કરશે. ત્યાર બાદ સેમી ફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અને બીજી સેમી ફાઇનલ 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. જો ભારત સેમી ફાઇનલમાં પહોંચશે તો એ મેચ મુંબઈમાં રમશે.

વર્લ્ડ કપ 2023ની બંને સેમી ફાઇનલ માટે એક રિઝર્વ ડે રહેશે. આ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે અને 20 નવેમ્બરે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ કપની બધી મેચો દેશના 10 સ્થળોએ રમાશે.

વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. ભારતમાં ટુર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળ્યો છે. જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બંગલાદેશ, ન્યુ ઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપની સુપર લીગ દ્વારા ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી છે. જોકે આ પહેલો વર્લ્ડ કપ છે, જેમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ નહીં રમી શકે.

 

 

 

 

કોરાનાના 43 નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,916 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,034 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,792 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 378 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 22,092 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,72,078 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 140 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

એશિયન ગેમ્સ-2023 બેડમિન્ટન સિંગલ્સ: સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં હારી

હાંગ્ઝોઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બે વખત ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર પી.વી. સિંધુ અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં સફળ થઈ શકી નથી. મહિલાઓની સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલ મેચમાં આજે એનો ચીનની હરીફ સામે પરાજય થયો છે. ચીનની બિંગજિયાઓ હે સામે સિંધુનો 0-2થી પરાજય થયો છે. બિંગજિયાઓએ આ મેચમાં સિંધુને 21-16, 21-12 સ્કોરથી પરાજય આપ્યો હતો.

2023ના આખા વર્ષમાં સિંધુનો દેખાવ નીરસ રહ્યો છે. તે સાત સ્પર્ધાઓમાં પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ છે. આ વર્ષમાં તેણે હજી સુધી એકેય વિજેતાપદ જીત્યું નથી.

બ્રિટનમાં યુવાલોકો માટે કાયમી ‘સિગારેટ પ્રતિબંધ’ લાવવા માગે છે સુનક સરકાર

લંડનઃ દેશમાં યુવા પેઢીનાં લોકોને સિગારેટ ખરીદવા પર કાયમી પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ વડા પ્રધાન રિશી સુનકની આગેવાની હેઠળની બ્રિટિશ સરકારે ગઈ કાલે રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં ધૂમ્રપાનને લગતા સૌથી કડક નિયમો બ્રિટનમાં છે. સરકારના આ નિર્ણયનો જો અમલ કરાશે તો તમાકુ ઉત્પાદક કંપનીઓના વેચાણને મોટો ફટકો પડશે. એટલે તમાકુ ઉત્પાદકોએ સરકારના આ સૂચનનો વિરોધ કર્યો છે.

જો આ કાયદો પાસ થઈ જશે તો બ્રિટનમાં દર વર્ષે ધૂમ્રપાન પ્રતિબંધની ઉંમરમાં દર વર્ષે એક વર્ષનો વધારો થતો રહેશે. આ રીતે, બ્રિટિશ સરકાર દેશમાં યુવા લોકોમાં ધૂમ્રપાનના વ્યસનને તબક્કાવાર સંપૂર્ણપણે નાબૂદ કરવા માગે છે. 2040ની સાલ સુધીમાં બ્રિટનમાં એક પણ યુવા વ્યક્તિ સિગારેટ પીતી જોવા નહીં મળે. સગીર વયનાં લોકોને ક્યારેય પણ કાયદેસર રીતે સિગારેટ વેચી નહીં શકાય, એમ વડા પ્રધાન સુનકે શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના એક સંમેલનમાં જણાવ્યું હતું. ત્યાં જ એમણે સિગારેટ પ્રતિબંધ વિશે સરકારની યોજનાની જાહેરાત કરી હતી.

ધૂમ્રપાનને કારણે બ્રિટનમાં આરોગ્ય સેવાઓ પર દર વર્ષે 17 અબજ પાઉન્ડ (આશરે 20.6 અબજ ડોલર)નો આર્થિક બોજો આવે છે.

એક્શન ઓન સ્મોકિંગ એન્ડ હેલ્થ નામના પ્રચાર જૂથે રિશી સુનકની યોજનાને આવકાર આપ્યો છે. જ્યારે તમાકુ ઉદ્યોગે પ્રસ્તાવની ટીકા કરી છે. તમાકુ ઉત્પાદનોના સંગઠને કહ્યું છે કે, આ નિર્ણય પુખ્ત વયનાં લોકોનાં અધિકારો પર હુમલા સમાન છે. એને કારણે કાળા બજારમાં વ્યાપાર વધી જશે.

સુવિચાર – ૦૫ ઓક્ટોબર, ૨૦૨૩

સુવિચાર – ૦૫ ઓક્ટોબર, ૨૦૨૩

૦૫ ઓક્ટોબર, ૨૦૨૩

૦૫ ઓક્ટોબર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 05/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

ગુજરાતના છુપાયેલા જળપ્લાવિત વિસ્તારો

ગ્રેટર ફલેમિંગો (સુરખાબ) એ ગુજરાતમાં પ્રવાસી પક્ષી તરીકે આવતુ અને રાજ્યનું સ્ટેટ બર્ડ (State Bird) છે. આ સીવાય પણ બહુ બધા યાયાવર પક્ષીઓ (migratory birds) ગુજરાતમાં આવે છે. સામાન્ય રીતે યાયાવર પક્ષીની વાત આવે એટલે ગુજરાતના નળ સરોવર, થોળ કે ખીજડીયા જેવા રક્ષિત જળપ્લાવિત વિસ્તારો વિશે તો બધાજ જાણે છે. પણ આવા અનેક જળપ્લાવિત વિસ્તારો ગુજરાતમાં છે જે સામાન્ય લોકોને ઓછા ધ્યાન પર આવેલ છે. સ્થાનિક અને યાયવર પક્ષીઓની બહુ વિધ પ્રજાતિઓ અહીં જોવા મળે છે. આવા જળપ્લાવિત વિસ્તારોને ખુબજ સંવેદનશીલ રીતે સાચવવાની જરૂર છે.

આવાજ કેટલાક ઓછા જાણીતા જળપ્લાવિત વિસ્તારોમાંના પરીએજ તથા વઢવાણા થોડા જાણીતા છે. પણ પોરબંદર શહેર આસપાસના જળપ્લાવિત વિસ્તારો, કોડીનાર તાલુકાનું કાજ, ભાવનગર પાસે કુંભારવાડાનો વિસ્તાર, રાજકોટ જીલ્લાનો આજીડેમ પાસેનો વિસ્તાર, દ્વારકા પાસે ચરખલાનો મીઠાના અગરનો વિસ્તાર, બન્નીના લુણાઢંઢ તથા કચ્છના ભીમાસર અને દેવીસર પાસેના જળપ્લાવિત વિસ્તારો જેવા અનેક  નાના મોટા જળપ્લાવિત વિસ્તારો છે જે વિવિધ સ્થાનિક અને યાયાવર (migratory) પક્ષીઓ માટે શ્રેષ્ઠ છે.

આપણે જ્યારે પણ જળપ્લાવિત વિસ્તારોની મુલાકાતે જઈએ ત્યારે અત્યંત સંવેદનશીલ રીતે, પક્ષી કે તેના (Habitat) રહેઠાણને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.