નવી દિલ્હીઃ હરદીપ સિંહ પુરી અને અમેરિકન બિઝનેસમેન જેફ્રી એપસ્ટિન વચ્ચે બીજી ઓક્ટોબર, 2014એ મુલાકાત થઈ હતી. ત્યાર હરદીપ પુરીએ એપસ્ટિનના સહાયકને ભારતમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ઝડપથી વીઝા મળવામાં મદદ કરી હતી.
30 જાન્યુઆરીએ DoJએ દસ્તાવેજ જાહેર કર્યા
30 જાન્યુઆરીએ અમેરિકાના ન્યાય વિભાગે એપસ્ટિન કેસ સાથે જોડાયેલા કેટલાક નવા દસ્તાવેજ જાહેર કર્યા. તેમાંથી જાણવા મળે છે કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી (તે સમયે તાજેતરમાં નિવૃત્ત રાજદૂત અને ભાજપમાં જોડાયેલા) 2014–15 દરમિયાન જેફ્રી એપસ્ટિન સાથે ઈમેઇલ પર સંપર્કમાં હતા. આ ઈમેઇલોમાં પુરી મુખ્યત્વે ભારતની આર્થિક પ્રગતિ અને વિકાસ વિશે ચર્ચા કરતા હતા.
લોકસભામાં રાહુલ ગાંધીએ લીધું નામ
ભારતમાં બુધવારે રાહુલ ગાંધીએ લોકસભામાં એપસ્ટિન અને હરદીપ પુરીનું નામ લીધું હતું. તેના જવાબમાં હરદીપ સિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ આરોપોને ‘બિનઆધારિત’ ગણાવ્યા હતા. તેમણે રાહુલ ગાંધી પર સંસદીય જવાબદારી ન દર્શાવવાનો આરોપ મૂક્યો. પુરીએ કહ્યું હતું કે મે, 2009માં તેઓ ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત બન્યા અને 2017માં મંત્રી બન્યા. આ દરમિયાન તેઓ આઠ વર્ષ અમેરિકા રહ્યા હતા.

એપસ્ટિન મુદ્દે હરદીપ પુરીનો જવાબ
હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે આઠ વર્ષમાં કદાચ બે કે ત્રણ મુલાકાતનો ઉલ્લેખ છે. તે નોંધમાં મેં જણાવ્યું હતું કે UNમાં ભારતના રાજદૂત તરીકે નિવૃત્ત થયા પછી થોડા મહિના બાદ મને ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ (IPI)માં જોડાવા આમંત્રિત કરવામાં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે આ IPIમાં એક કમિશન બનાવાયું હતું, જેનો હેતુ હતો કે યુનાઇટેડ નેશન્સ તેની 75મી વર્ષગાંઠે પોતાના હેતુ માટે યોગ્ય છે કે નહીં તે જોવું. જેથી IPI અથવા ICMના ડેલિગેશનના ભાગરૂપે મારી એપસ્ટિન સાથે કેટલીક વખત — ત્રણ અથવા વધારેમાં વધારે ચાર વખત — મુલાકાત થઈ હતી.
હરદીપ સિંહ પુરીનો કાર્યકાળ
હરદીપ સિંહ પુરી ફેબ્રુઆરી, 2013માં IFSમાંથી નિવૃત્ત થયા બાદ જાન્યુઆરી, 2014માં ભાજપમાં જોડાયા હતા. સપ્ટેમ્બર, 2017માં તેમને મંત્રી બનાવવામાં આવ્યા. તેમને આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે જવાબદારી સોંપવામાં આવી. 2021માં તેમને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયનો પોર્ટફોલિયો મળ્યો હતો.



“એકા – ધી વન” પ્રદર્શનમાં 64 ઓરિજિનલ પેઇન્ટિંગ છે, જે આજના નારીવાદી અને આધ્યાત્મિક પ્રવચન માટે ભારતની પ્રાચીન યોગિની દેવીઓને નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરે છે. એક સામાન્ય પરંપરાગત કલા પ્રદર્શનને બદલે, એક ભાવનાત્મક, મંત્રમુગ્ધ કરી દેનારા અનુભવ તરીકે કલ્પના કરાયેલું, આ પ્રદર્શન યોગીનીઓને ધાર્મિક મૂર્તિઓ તરીકે નહીં, પરંતુ શક્તિની જીવંત ઊર્જા તરીકે રજૂ કરે છે. જે જ્ઞાન, ચેતના અને આંતરિક શક્તિના 64 પરિમાણ દર્શાવે છે.
આ પ્રોજેક્ટ બીના એસ. ઉન્નીકૃષ્ણનની દાયકા લાંબી કલાત્મક અને આધ્યાત્મિક યાત્રાનું રિઝલ્ટ છે, જે વર્ષ 2015માં શરૂ થઈ હતી. આટલા વર્ષો દરમિયાન, તેમણે ઓડિશાના હીરાપુર, ગ્વાલિયરના મુરેના, મધ્યપ્રદેશના ભેદાઘાટ અને ખજુરાહો જેવા મુખ્ય યોગિની મંદિર સ્થળોની લાંબી મુસાફરી કરી છે તેમજ મંદિરના ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને આ પવિત્ર સ્થાનો સાથે સંકળાયેલી સૂક્ષ્મ અનુભવાત્મક ઉર્જા, શક્તિઓનો અભ્યાસ કર્યો છે. આ પેઇન્ટિંગમાં મૂર્તિ/શિલ્પ સ્વરૂપોની નકલ કરવાને બદલે, દરેક યોગિનીના સાહજિક અને ધ્યાનાત્મક અનુવાદો બનાવ્યા છે અને આ રીતે તેમણે માનવ અને ભગવાન વચ્ચે મજબૂત જોડાણ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
4 ડિસેમ્બર, 2025ના રોજ નવી દિલ્હીમાં લોંચ થયેલું, “એકા – ધી વન” પ્રદર્શન અત્યાર સુધીમાં કોચી, કોઈમ્બતુર, બેંગલુરુ, મુંબઈ અને ભોપાલ સહિતના શહેરોમાં યોજાઈ ચુકયું છે. આ પ્રદર્શનને તેની કલા, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સુધાર સાથેની સુસંગતતા માટે ખુબજ પસંદ કરવામાં આવ્યું છે. અમદાવાદ આ યાત્રામાં એક મહત્વપૂર્ણ પડાવ છે, જે આ પ્રદર્શનને ગુજરાતના જીવંત સાંસ્કૃતિક વારસા અને પ્રેક્ષકો તથા આધ્યાત્મિક પરંપરાઓ સાથેના તેના લાંબા સમયથી સંકળાયેલા વાતાવરણ સાથે જોડે છે.
આ શો તમામ 64 કેનવાસને એક મંત્રમુગ્ધ કરનારા વાતાવરણ તરીકે રજૂ કરે છે, જેમાં યોગીનીઓને ધાર્મિક મૂર્તિઓ તરીકે નહીં, પરંતુ ભારતના સ્ત્રી વારસાને ફરીથી મેળવવા અને મર્દાની-સ્ત્રી ઊર્જાને ફરીથી સંતુલિત કરવા માટે સૌંદર્યલક્ષી, બૌદ્ધિક અને પોલિટિકલ ફ્રેમવર્ક સ્વરૂપે દર્શાવવામાં આવી છે. આ પ્રદર્શન બીના એસ ઉન્નીકૃષ્ણનનું પુસ્તક, “વ્હિસ્પર્સ ઓફ ધ અનસીન: ધ ક્વેસ્ટ ફોર 64 યોગીનીસ” સાથે જોડાયેલું છે, જે ચિત્રો પાછળની આંતરિક અને બાહ્ય યાત્રા દર્શાવે છે. તેમાં પૌરાણિક કથાઓ, મંદિર યાત્રાઓ અને વ્યક્તિગત અનુભવોનું એકસાથે વર્ણન કરવામાં આવ્યું છે. તેના ચિત્રો દ્વારા, કલાકાર લેખિકા 64 યોગીનીઓના સાંસ્કૃતિક મહત્વ, સમૃદ્ધિ અને પ્રતીકવાદની સમીક્ષા કરે છે.
અહીં વિઝીટર્સ, જૈન જોસેફ દ્વારા દિગ્દર્શિત 65 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ “Y64 – વ્હિસ્પર્સ ઓફ ધ અનસીન” નો પ્રિવ્યુ પણ અનુભવી શકે છે, જે કલાકારની યાત્રા અને સર્જનાત્મક પ્રક્રિયાનું વર્ણન કરે છે.અમદાવાદ પછી, “એકા – ધ વન” પ્રદર્શન જયપુર, દિલ્હી, ગ્વાલિયર સહિત વિવિધ શહેરોમાં યોજાશે. તેના આયોજનની 10,000 કિમીની સફર સતત ચાલુ રહેશે અને એપ્રિલમાં ચેન્નાઈમાં સમાપ્ત થશે. 64 યોગિનીઓની નવી કલ્પના સાથે નવું સ્વરૂપ: બીના એસ ઉન્નીક્રિષ્નનનું ‘એકા – ધી વન’ પ્રદર્શન અમદાવાદમાં શરૂ થયું. આ પેઈન્ટિંગ પ્રદર્શન યોગીનીઓને ધાર્મિક મૂર્તિઓ તરીકે નહીં, પરંતુ શક્તિની જીવંત ઊર્જા તરીકે રજૂ કરે છે, જે જ્ઞાન, ચેતના અને આંતરિક શક્તિના 64 પરિમાણ દર્શાવે છે.








પક્ષીઓ એક સુરક્ષિત આશ્રયસ્થાનની શોધમાં નીકળી પડે છે. આ પક્ષીઓ માટે ભારતનું ગુજરાત રાજ્ય એક મનપસંદ મુકામ છે. લાંબો દરિયાકિનારો, વિશાળ રણ અને અસંખ્ય જળાશયો ગુજરાતને પક્ષીદર્શન (Birdwatching) માટે વિશ્વભરમાં પ્રખ્યાત બનાવે છે.
ખરીદદારોને બદલે બિલ્ડરોની મદદ કરી રહી છે RERA: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવતાં જણાવ્યું છે કે સંસ્થા તેના મૂળ હેતુથી ભટકી ગઈ છે અને ઘર ખરીદદારોની જગ્યાએ બિલ્ડરોને મદદ કરતી જણાઈ રહી છે. કોર્ટે અહીં સુધી ટિપ્પણી કરી કે રાજ્યો હવે આ સંસ્થાને ચાલુ રાખવી કે બંધ કરવી તે બાબતે ગંભીર વિચાર કરે. આ ટિપ્પણી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે હિમાચલ પ્રદેશ સરકાર સામે નરેશ શર્મા કેસની સુનાવણી દરમિયાન કરી હતી.
CJI સૂર્યકાંતની કડક ટિપ્પણી
સુનાવણી દરમિયાન CJI સુર્યકાંતે કહ્યું કે તમામ રાજ્યોએ વિચારવું જોઈએ કે RERA કોના માટે બનાવવામાં આવી હતી. હાલની સ્થિતિ એવી છે કે તે ડિફોલ્ટ કરનાર બિલ્ડરોને રાહત આપવા માટે કામ કરતી જણાય છે. સામાન્ય ખરીદદારોને કોઈ ખાસ ફાયદો મળતો નથી. આવી સંસ્થા રાખવા કરતાં તેને બંધ કરવી વધુ સારી. દેશભરમાં RERA સામે લોકોની ફરિયાદો વધી રહી છે. ઘણા ખરીદદારોનું કહેવું છે કે RERA દ્વારા રાહત મળવાને બદલે તેઓ લાંબી કાનૂની પ્રક્રિયામાં ફસાઈ જાય છે.
મામલો હિમાચલ પ્રદેશ RERA ઓફિસ સાથે સંબંધિત
આ કેસ હિમાચલ પ્રદેશ સરકારે RERAનું મુખ્ય કાર્યાલય શિમલાથી ધર્મશાલા ખસેડવા અંગે બહાર પાડેલા નોટિફિકેશન સાથે જોડાયેલો છે. આ નિર્ણયને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે તેના પર રોક લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે વૈકલ્પિક કાર્યાલય નક્કી કર્યા વગર સ્થળાંતરનો નિર્ણય લેવાથી સંસ્થાનું કામકાજ અટકી શકે છે.