જ્યારે ઉત્તર ગોળાર્ધમાં કડકડતી ઠંડી પડે છે અને બરફ વર્ષા થાય છે, ત્યારે હજારો માઇલ દૂરથી પાંખો ફેલાવીને લાખો પક્ષીઓ એક સુરક્ષિત આશ્રયસ્થાનની શોધમાં નીકળી પડે છે. આ પક્ષીઓ માટે ભારતનું ગુજરાત રાજ્ય એક મનપસંદ મુકામ છે. લાંબો દરિયાકિનારો, વિશાળ રણ અને અસંખ્ય જળાશયો ગુજરાતને પક્ષીદર્શન (Birdwatching) માટે વિશ્વભરમાં પ્રખ્યાત બનાવે છે.
ગુજરાત એ ‘સેન્ટ્રલ એશિયન ફ્લાયવે’ પર આવેલું છે, જેના કારણે સાઇબિરીયા, યુરોપ અને મધ્ય એશિયાના પક્ષીઓ અહીં શિયાળો ગાળવા આવતા હોય શિયાળુ પક્ષી દર્શન માટે ખાસ છે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના આકાશમાં આ મહેમાનોનો કલરવ ગુંજી ઉઠે છે.
પક્ષીદર્શનમાટેનાશ્રેષ્ઠસ્થળોની વાત કરીએ તો વેળાવદર, એલઆરકે, ખીજડીયા પક્ષી અભયારણ્ય, છારી ઢંઢ, પોરબંદર અને વઢવાણા જેવા નાના મોટા સ્થાન પર ખુબ મોટા પ્રમાણ અને વિવિઘતામા યાયાવર અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે.
અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ લિવ ધી બેસ્ટ… લર્ન ફ્રૉમ ટુ ધી બેસ્ટ અર્થાત્ સારું જીવન જીવવા દરેક સારી ચીજવસ્તુમાંથી કંઈ શીખો. મધમાખી બધાં ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરી લે છે તેમ આપણે પણ આપણા સંપર્કમાં આવતી વ્યક્તિ કે વસ્તુમાંથી પ્રેરણા લઈ શકીએ, એમની પાસેથી શીખી શકીએ. ગુરુ ક્યારે કયા સ્વરૂપમાં આવીને જ્ઞાન આપે એ કંઈ કહેવાય નહીં.
ચાહો તો ચાની પડીકી એટલે કે ટી-બૅગ જેવી નાનકડી વસ્તુ પાસેથી ગૂઢ સંદેશો મેળવી શકો. ગરમ પાણીમાં પાતળા દોરાથી પડીકી ઝબકોળીને તમે ચા બનાવો છો તે ટી બૅગ પહેલી શીખામણ એ આપે છે કે આપણી અંદર જે છે તેનું મૂલ્ય છે. બહારથી ચાની પડીકી સાધારણ દેખાય, પણ એની અંદરનું તત્ત્વ (ભૂકી) માણસને સ્વાદ-તાજગી આપે છે. કિંમત આ અંદરના તત્વની છે. જેગ્વાર કે આઉડી કે રૉલ્સ રૉયસ કાર હોય, પરંતુ તેમાં પેટ્રોલ જ ન હોય તો? ટેસ્લાની ઈવી હોય, પણ બેટરી ચાર્જ ન હોય તો? ખીસામાં આઈફોન 17 પ્રો હોય, પરંતુ બેટરી ઝીરો ટકા હોય તો?
ટી બૅગ આપણને સંદેશ નંબર બે એ આપે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં, પડકારો આવે તો તેનો સામનો કરી લેવો. કેમ કે ટી બેગને હૂંફાળા નહીં, પરંતુ ઊકળતા પાણીમાં નાખવામાં આવે ત્યારે જ ચા મજેદાર બને છે. એ જ રીતે કપરી પરિસ્થિતિમાં જ માણસની વિશેષતા ઊપસી આવે છે.
ત્રીજો સંદેશો ટી બૅગનો એ છે કે આપણું સારું અન્યને આપવું અને અન્યનું સારું આપણે ગ્રહણ કરવું. ટી બૅગમાં બારીક છિદ્રો હોય છે તેથી જ એની અંદર રહેલી ચાની ભૂકી-મસાલો ગરમ પાણી સાથે ભળીને ચા બને છે.
હવે આ જુઓઃ ફુગ્ગો આકાશમાં એના લાલ-લીલા-પીળા રંગની મદદથી નથી ઊડતો, પરંતુ તેની અંદર ભરેલા ગૅસથી ઊડે છે. એવી જ રીતે, જીવનમાં પ્રગતિ કરવી હોય તો આપણી અંદર શું છે એ વધારે અગત્યનું છે. આપણું જીવન શુભ વિચારોથી તરબતર હશે તો સુખ-શાંતિ પ્રાપ્ત થશે.
વાંસળી વગાડવી બધાને ગમે, પરંતુ તેને કેટલા સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે. મધુર સૂરો રેલાવતાં પહેલાં વાંસલડીને વીંધાવું પડે છે. હીરાને ઘસીએ ત્યા૨ પછી જ તે ઝગારા મારે છે. આપણે બધાએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે સંઘર્ષના સમયમાં જેટલા મજબૂત બનીશું તેટલા જ જીવનમાં આગળ નીકળી શકીશું, કારણ કે સંઘર્ષ માણસને પરિપકવ બનાવે છે. જેમ માટીના ઘડાને નિખારવા તપાવવામાં આવે છે તેમ સંઘર્ષની આગમાં તપી તપીને જ માણસ મજબૂત બને છે.
સ્વામી વિવેકાનંદ કહેતા, “તમે એક સારો વિચાર બીજાને આપશો તો તે પણ તમને એક સારો વિચાર આપશે અને તમારી પાસે બે સારા વિચાર થઈ જશે.” આપણે પણ પરિવારના સભ્યો સાથે કોઈ નવી વાત જાણી હોય તો શૅર કરીએ.
અમેરિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને અભ્યાસ કરવા કેટલો સંઘર્ષ કરવો પડતો? તેમની શાળા 20 કિમી. દૂર હતી. ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે ચાલીને શાળાએ જવું પડતું. એટલું જ નહીં, તેમની પાસે પુસ્તકો ખરીદવાના રૂપિયા પણ નહોતા તો લાઈબ્રેરીમાં વાંચીને પછી પરીક્ષા આપે તેમ છતાં તેઓ કહેતા કે, સંઘર્ષ મારા માટે રત્ન સમાન છે. હું તેને આવકારું છું.
જો દરેક ચીજમાં સારું જોવાનો પ્રયાસ કરીએ, એની પાસેથી કંઈ શીખીએ તો આપણે પણ સારપથી છલકાઈ ઊઠીએ. દરેકમાંથી સારું શોધવાની આદત તમને પણ સારા બનાવે છે. આપણે ટી બૅગમાંથી મળતો બોધપાઠ જાણ્યો. હવે જરા એ વિચારો કે સૂર્ય, ફૂલ, વૃક્ષ, ઘડિયાળ, વગેરે આપણને કેવા કેવા બોધપાઠ આપે છે?
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
કાળની ગતિ સતત છે. તેને કોઈ રોકી શકતું નથી. જન્મ અને મરણ વચ્ચેનો ગાળો એટલે આપણું જીવન. અલ્પ હોય કે દીર્ઘ, આપણી ઇચ્છાઓની યાદી પૂર્ણ થાય તે પહેલાં જ તે આપણા દ્વારે દસ્તક દઈ દે છે. આથી જ કબીરજી જીવનનું માપ થોડા કે વધારે હોવામાં નથી કરતા. મનસૂબાઓના ભાર હેઠળ માણસ ઇચ્છાપૂર્તિ માટે ઝઝૂમે છે. સફળતા પછી પણ કરવાનાં કામોની યાદીનો ક્યાં અંત આવે છે?
અંગ્રેજીમાં કહેવત છે કે, મૃત્યુ સૌને સમાનતા બક્ષે છે. કબીરજી પરલોકની ચિંતા કરનાર અવ્યવહારુ નથી. તેઓ કહે છે — “આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા.” વ્યક્તિ તવંગર હોય કે નિર્ધન, સત્તાધીશ હોય કે વંચિત — મૃત્યુ પામતાં સૌની સ્થિતિ સમાન બની જાય છે. કશું લઈને આવતા નથી અને કશું લઈને જતા નથી. આ માર્ગ પર સૌ પ્રતીક્ષા કરે છે.
સામાન્ય રીતે ભયજનક ચિંતા, દુઃખ અને અસંતોષની આગમાં શેકાતો જીવ શિવમાં શ્રદ્ધા રાખવાના બદલે ભાતભાતના ઉધામા કર્યા કરે છે. કબીરજી જીવનને નિરર્થક રીતે ગુમાવવાને બદલે તેને સાર્થક બનાવવા માટે જાગૃત રહેવાનો આગ્રહ કરે છે. સંસારની માયાનું આવરણ સાચી સમજણથી જ દૂર થાય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
બુધવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતા, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે તેણે દેશ વેચી દીધો છે. તેમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો વેપાર કરાર જથ્થાબંધ શરણાગતિ હતો. કોંગ્રેસના સાંસદે વેપાર કરાર પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે તે સમાન શરતો પર હસ્તાક્ષરિત નથી. રાહુલે દાવો કર્યો કે ભારત-અમેરિકા કરાર હેઠળ દેશના ખેડૂતોના હિતોને કચડી નાખવામાં આવ્યા છે, જે કોઈ વડા પ્રધાને પહેલાં કર્યું નથી અને ભવિષ્યમાં કરશે નહીં. તેમણે કહ્યું કે આ સરકારે ભારત માતાને વેચવા બદલ શરમ અનુભવવી જોઈએ.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વળતો પ્રહાર કરતા કહ્યું કે કોઈ પણ દેશને ખરીદવા કે વેચવાની ક્ષમતા સાથે જન્મ્યું નથી. પીએમ મોદી અત્યાર સુધીના સૌથી મજબૂત વડા પ્રધાન છે. આ દરમિયાન, બંને નેતાઓ ગૃહની અંદર મૌખિક યુદ્ધમાં પણ ઉતર્યા.
Delhi: Union Minister Kiren Rijiju says, "We will serve a notice to the Speaker, and after that Rahul Gandhi will have to authenticate it. All the parts of the speech in which he said incorrect things will be removed…" pic.twitter.com/1gxEB2D5VX
અગાઉ, રાહુલ ગાંધીએ અનેક સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા, જેનો સરકાર અને અધ્યક્ષ દ્વારા તાત્કાલિક જવાબ આપવામાં આવ્યો હતો. સભા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ હોબાળો મચાવ્યો. બાદમાં, રાહુલ ગાંધીએ કહ્યું, “મને નથી લાગતું કે સરકાર આવા કરાર પર હસ્તાક્ષર કરશે જ્યાં સુધી કોઈ પ્રકારનું દબાણ અથવા લાભ સંકળાયેલ ન હોય. આપણા ખેડૂતોને પોતાને બચાવવા માટે છોડી દેવામાં આવ્યા છે. કાપડ ક્ષેત્ર પડી ભાંગ્યું છે. આપણી ઉર્જા સુરક્ષા બીજાને સોંપવામાં આવી રહી છે.” રિજિજુએ ગાંધીને અટકાવતા કહ્યું, “તમે કોઈપણ પુરાવા વિના આરોપો લગાવી રહ્યા છો અને પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છો, જે અસ્વીકાર્ય છે.
અધ્યક્ષ જગદંબિકા પાલ સાથે પણ ટૂંકી ઝઘડો થયો હતો. તેમના ભાષણ દરમિયાન, રાહુલ ગાંધીએ એપસ્ટેઇન ફાઇલનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું ત્યારે અધ્યક્ષ જગદંબિકા પાલ સાથે હળવી ઝઘડો પણ થયો હતો. તેમણે અધ્યક્ષ જગદંબિકા પાલને કહ્યું, “તમે અમારા પક્ષના ભૂતપૂર્વ સભ્ય છો, તમે ખાસ રક્ષણની અપેક્ષા રાખો છો. અમે આક્રમક નહીં બનીએ.” જગદંબિકા પાલે જવાબ આપ્યો, આ અધ્યક્ષ પર આરોપ છે, શૈલજાજી તમારા પક્ષના છે. જો તમે અમારી સલાહ સાંભળી હોત, તો તમે સાચા માર્ગ પર હોત; તમે આજે ત્યાં ન હોત. આખો દેશ તમને જોઈ રહ્યો છે; બજેટ પર બોલો. આરોપો રેકોર્ડ કરવામાં આવશે નહીં.
રાહુલ ગાંધીએ પછી કહ્યું કે પીએમ મોદી સહિત કોઈપણ ભારતીય વડા પ્રધાન આ કરાર પર હસ્તાક્ષર ન કરે, સિવાય કે તેમનું ગળું દબાવવામાં આવે. અધ્યક્ષે તેમને ફરીથી અટકાવ્યા. રાહુલ ગાંધીએ જવાબ આપ્યો, મને નિષ્કર્ષ કાઢવા દો, નહીં તો બે કે ત્રણ કલાક લાગશે. રાહુલ ગાંધીએ કહ્યું, ભારતે ડેટા સોંપી દીધો છે. આપણા ખેડૂતો અમેરિકન કંપનીઓને શરણાગતિ સ્વીકારી છે. આમાં કોઈ તર્ક નથી, સાહેબ. જે બન્યું છે તે સંપૂર્ણ શરણાગતિ છે. તમે મને આજે થોડું વધારે બોલવાની મંજૂરી આપી. આ એક જથ્થાબંધ શરણાગતિ છે. આ ફક્ત વડા પ્રધાનનું શરણાગતિ નથી, તે દેશની 1.4 અબજ વસ્તીનું શરણાગતિ છે, અને ભાજપનું નાણાકીય માળખું તેની પાછળ છે.
ગિરનાર પર્વતની પવિત્ર તળેટીમાં આજથી ‘હર હર મહાદેવ’ના નાદ સાથે મિની કુંભ તરીકે ઓળખાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળો 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે.
Junagadh, Gujarat: The Maha Shivaratri Mini Kumbh Mela began at Bhavanath Temple, where sadhus, saints, officials, and dignitaries hoisted the flag on a 55 kg copper pole, officially marking the start of the celebrations pic.twitter.com/hefqQVjW65
ભવનાથ મહાદેવ મંદિર પર 55 કિલોના પિત્તળના નવનિર્મિત ધ્વજદંડ પર શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. આ ધ્વજારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. મંદિરના શિખર પર આ નવો ધ્વજ ફરફરતો જોવા મળી રહ્યો છે, જે ભક્તોમાં ભક્તિનો નવો ઉત્સાહ જગાવી રહ્યો છે.
આ વર્ષે મેળામાં ખાસ વાત એ છે કે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા આજે સાંજે 7 વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈને ભવનાથ મંદિર સુધી (લગભગ 400 મીટર) નીકળશે. સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરીને સંતોનું સ્વાગત કરશે. યાત્રાના સમાપન બાદ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ યાત્રામાં ભાગ લેશે.
આ વર્ષે મેળામાં વાહનો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી આગળ વાહનોના પ્રવેશ પર રોક લાગુ કરાઈ છે, જેથી ભક્તોને પગપાળા જવું પડશે. આનાથી ટ્રાફિક વ્યવસ્થા સરળ રહેશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. આ માટે ST નિગમ દ્વારા 195 વધારાની બસો અને હજારો ટ્રીપોની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોરબી: ગુજરાત સરકારના મોરબી વન વિભાગ હસ્તકના “રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય” ૧૫.૦૧ વર્ગ કિ.મી. માં ફેલાયેલું છે. તે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું છે. મોરબી શહેરથી ૫૦ કિ.મી. અને વાંકાનેરથી ૧૬ કિ.મી.ના અંતરે આવેલું છે.રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય વિષે મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલે જણાવ્યુ કે, “આ અભયારણ્યમાં ૧૦૦થી વધુ જાતના વન્યપ્રાણીઓ જોવા મળે છે. ૨૦થી વધુ જાતનાં સસ્તન વર્ગના પ્રાણીઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે. જેમાં દીપડા, ઝરખ, વરૂ (નાર), ચિંકારા, નીલગાય, જંગલીભૂંડ, શિયાળ, સસલાનો સમાવેશ થાય છે. અજગર, કોબ્રા (નાગ), વાઇપર, ધામણ જેવા સાપ ઉપરાંત ઘો અને કાચીડા મળીને ૧૫થી વધુ જાતનાં સરિસૃપો અહીં જોવા મળે છે. ૧૦થી વધુ જાતના કરોળિયા તથા રંગબેરંગી પતંગિયાં જૈવિક વૈવિધ્યમાં ઉમેરો કરે છે.”
આ વિસ્તારમાં ૧૫૦થી વધુ જાતનાં સ્થાનિક તથા યાયાવર પક્ષીઓ જોવા મળે છે. જેમાં મોર, ખેરખટ્ટો, બ્રાહ્મણીમેના, બુલબુલ, દરજીડો, કુત્કી, સસેતર, લાવરી, સુગરી, તેતર, ચકકરખોરા વગેરેનો સમાવેશ થાય છે. નાની સિસોટી, બતખ, દુધરાજ, ટીલાવાળી બતક માળા બનાવે છે. ચોમાસા દરમ્યાન ચાતક તથા નવરંગ (ઇન્ડીયન પીટ્ટા) મહેમાન બને છે. શીકરા, બાજ જેવા શિકારી પક્ષીઓ વૈવિધ્યમાં વધારો કરે છે. શિયાળા દરમ્યાન કુંજ, પેણ, અને વિવિધ જાતની બતખ પણ આવે છે.આ અભ્યારણ્યમાં એશિયાઈ સિંહોની “જીન-પૂલ વસ્તી” અને ચિત્તલ, સાંભર અને ચિંકારાના “બ્રિડીંગ સેન્ટર”ની મહત્વપૂર્ણ કામગીરી થાય છે. જેના વિશે ડૉ. બેરવાલ જણાવેલ છે કે, “રામપરા અભ્યારણ્યને વર્ષ ૨૦૦૮માં સિંહના “જીન-પૂલ વસ્તી” માટે પસંદ કરવામાં આવ્યુ અને હાલમાં પ્રોજેક્ટ હેઠળ ૧૨ સિંહ માટે ૬ મોટા એન્કલોઝર છે. ચિત્તલની બ્રિડીંગ માટે પણ તેમના એન્કલોઝરમાં છાંયડા અને ખોરાકની સુચારૂ વ્યવસ્થા છે. ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, એટેન્ડન્ટ, પશુઓના હેરફેર માટે વાહન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. દૈનિક ખોરાક તૈયાર કરવા માટે રૂમ બનાવવામાં આવ્યા છે અને દેખરેખ માટે વોચ ટાવર છે. વન્યપ્રાણીઓને તેમના નૈસર્ગિક રહેઠાણમાં બિનજરૂરી ખલેલ ન પહોંચે તેમજ તેમના કુદરતી અને કૃત્રિમ સંવર્ધન માટે આ અભ્યારણ્ય જાહેર જનતાની અવર-જવર માટે પ્રતિબંધિત છે.”અહીંના ધાસિયા વિસ્તારમાં ૪૦૦ જેટલી વનસ્પતિની જાતો જોવા મળે છે. જેમાં ભૂરી શંખાવલિ જેવી લુપ્ત થતી વનસ્પતિ, ગુગળ, ખરખોડી, કેરડા, લોદરી, ખાખરો, વિકળો, સલાય, ખજુરી જેવી આયુર્વેદિક ઔષધિઓ તથા તાડ, રોહિડો, કડાયો, દેશી બાવળ, ગોરડ, સીસમ જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ઉનાળુ આબોહવા ધરાવતા આ પરિસરની ચોમાસામાં લીલોતરીની સુંદરતા ચરમસીમાએ દ્રશ્યમાન થાય છે. જયારે શિયાળામાં પાનખર બેસતાં અને ઘાસ સુકાતાં સમગ્ર વિસ્તાર સોનેરી રંગોથી સોહામણો બની જાય છે.
રામપરા વન્ય અભ્યારણ્યના ઐતિહાસિક અને ખનિજ તત્વો વિશે વાત કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચે જણાવ્યું હતું કે, અગાઉ આ વિસ્તાર રામપરા વીડી (ભોજપરા વીડી) તરીકે ઓળખાતો અને વાંકાનેર રાજવી પરિવારની માલિકીનો હતો, જયાં તેમની શિકારની રમતો ગોઠવાતી હતી. સરકાર હસ્તક આવતા આ વીડીમાં સને-૧૯૮૮ સુધી ધાસ એકત્ર કરવામાં આવતું હતું. નાની-મોટી ટેકરીઓ તથા વોકળા ધરાવતા આ પરિસરનો મોટાભાગનો વિસ્તાર જુરાસિક સમયનો રેતાળ પથ્થરથી બનેલ છે. મુખ્યત્વે જમીન કાળી, રાતી તથા ઓછી ફળદ્રુપ છે.આ અભ્યારણ્ય પાંચાળના ઉબળ-ખાબડ રચના ધરાવતા ભૂપૃષ્ઠના મધ્યભાગમાં નાની મોટી ટેકરીઓ અને ખીણ ધરાવતા સુકા પાનખર ધાસના કાંટાળા જંગલ તરીકે પણ જાણીતું છે. શણિયાર, જીંજવો, ધરફ, કાગડું તથા રાતડ જેવી ખાવાલાયક ઘાસ અહીં વિપુલ પ્રમાણમાં થાય છે. વન વિભાગ દ્વારા ભૂમિ-ભેજ સંરક્ષણ તથા રહેઠાણ સુધારણાના કામો કરવામાં આવે છે. અહીં પંખીઓને ખોરાક મળી રહે એ માટે ફળો (જાંબુ, કરમદા, રાણ, ચીકુ) તેમજ છાયા આપે તેવા વડલા અને પીપળાના વૃક્ષો લગાવવામાં આવ્યા છે.વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીના પ્રાકૃતિક અને કૃત્રિમ સ્ત્રોતોની વ્યવસ્થા ઉભી કરાઈ છે. અવારનવાર વરસાદની ખેંચ તથા પથ્થરાળ પર્વતીય જમીનને કારણે દુષ્કાળના સમયમાં મોટાં વૃક્ષો સુકાવાનું પ્રમાણ વધી જાય છે. જેથી વન વિભાગે વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે એક તળાવ ૧૯૯૮માં બનાવ્યું હતું. તળાવની વચ્ચે પક્ષીઓ બેસી શકે તેવા માઉન્ડ બનાવાયા છે. જ્યાં અમુક પક્ષીઓ માળા બનાવીને રહે છે. જમીનમાં પાણીનો સંગ્રહ થતા જંગલ હરિયાણું રહે છે.અભયારણ્યના ફરતે ડિસેમ્બર ૨૦૧૭થી ૩૧.૦૮ વર્ગ કિ.મી.નો વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેથી નજીકના વિસ્તારમાં વન અને વન્યપ્રાણીઓના સંવર્ધનને ધ્યાને રાખી વિકાસની કામગીરીઓ થાય. જનજાગૃતિની પ્રવૃત્તિ હેઠળ શાળા-કોલેજના વિધાર્થીઓ માટે બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૭ શિબિરમાં ૮૬૦ વિધાર્થીઓ – શિક્ષકોએ ભાગ લીધો હતો, તેમજ સ્થાનિક ખેડૂતો માટે ખેડૂત શિબિર પણ યોજાઇ હતી.
અભિનેતા રાજપાલ યાદવ તિહાર જેલમાં છે. ફિલ્મોમાં પોતાની કૉમેડીથી બધાને પેટપકડીને હસાવનાર અભિનેતા રાજપાલ યાદવ હાલમાં કઠોર સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ મામલે દિલ્હી હાઈ કોર્ટથી રાહત ન મળ્યા બાદ અભિનેતાએ તિહાર જેલમાં સરેન્ડર કરવું પડ્યુ. સરેન્ડર કર્યા પહેલા રાજપાલ યાદવે લાગણીશીલ નિવેદન આપ્યુ, જે સાંભળ્યા બાદ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજનીતિ જગતમાંથી કેટલાક લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો છે.
કોણે-કોણે મદદ માટે હાથ લંબાવ્યો?
1. રાવ ઈંદરજીત સિંહે જેમ ટ્યુન્સ પરિવાર તરફથી 1.11 કરોડ રૂપિયાની લીગલ મદદ કરવાની જાહેરાત કરી છે.
2. જનશક્તિ જનતા દળ (JJD)ના ચીફ તેજ પ્રતાપ યાદવે જાહેરાત કરી છે કે તે રાજપાલ યાદવને 11 લાખ રૂપિયાની મદદ કરશે.
3. કેઆરકેએ પણ જાહેરાત કરી છે કે તે પણ રાજપાલ યાદવને 10 લાખ રૂપિયાની મદદ કરશે.
4. ગુરમીત ચૌધરી, સલમાન ખાન, વરુણ ધવન, અજય દેવગણ, ગુરુ રંધાવા અને સોનુ સૂદે પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. જોકે, તે લોકો કેટલી રકમની મદદ કરશે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.
અત્યાર સુધીમાં કેટલા કરોડની મદદ મળી?
રાજપાલ યાદવની મદદ માટે ઘણા સેલેબ્સ આગળ આવ્યા છે. કેટલાકે રકમનો ખુલાસો કર્યો છે તો કેટલાકે મદદ કરશે એવી જ જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં તેમને મળેલી મદદના રકમની વાત કરીએ તો એ રકમ 1.32 કરોડ રૂપિયાની છે.
જેલમાંથી બહાર ક્યારે આવશે અભિનેતા?
પહેલા રાવ ઈંદરજીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું કે તેમણે રાજપાલ યાદવના નાના ભાઈ સાથે વાત કરી છે. તેમણે એ પણ કહ્યું કે જો 14 ફેબ્રુઆરી સુધીમાં આવશ્યક રકમ એકત્ર નહીં થાય તો તે પોતે જ બાકીની રકમ કોર્ટમાં જમા કરી આપશે જેથી મહાશિવરાત્રી પહેલા રાજપાલ યાદવ જેલમાંથી મુક્ત થઈ શકે. તો બીજી બાજુ રાજપાલ યાદવના મેનેજરનું નિવેદન સામે આવ્યું છે કે આવતી કાલે એટલે કે 12 ફેબ્રુઆરીએ અભિનેતાના જામીન પર સુનાવણી થશે.
રાજપાલ યાદવ પર કેટલું દેવું છે?
PTIના અહેવાલ અનુસાર કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ઓક્ટોબર 2025માં રજિસ્ટ્રાર જનરલ પાસે 75 લાખ રૂપિયાના બે ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરવામાં આવ્યાં હતાં અને 9 કરોડ રૂપિયાની રકમ બાકી હતી. મતલબ કે હજી રામપાલ યાદવે 9 કરોડ રૂપિયા ચૂકવવાના છે.
શું છે સમગ્ર મામલો?
અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલી 2010માં શરૂ થઈ. તેમણે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતાં. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહીં. આવી સ્થિતિમાં તે ઉધારી ચૂક્વી શક્યા નહીં અને કેટલાક ચેક બાઉન્સ થયા. જેને કારણે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી થઈ.
વર્ષ 2018માં એક મેજિસ્ટ્રિયલ કોર્ટે એપ્રિલ મહિનામાં રાજપાલ યાદવ અને તેમની પત્નીને ચેક બાઉન્સના કેસમાં દોષી ઠેરવ્યા હતાં. અને બંનેને છ મહિનાની જેલની સજા પણ સંભળાવી હતી.
વર્ષ 2019માં સેશન કોર્ટે મેજિસ્ટ્રિયલ કોર્ટનો આદેશ યથાવત રાખ્યો. બાદમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધાએ સેશન કોર્ટના આદેશને પડકાર આપી દિલ્હી હાઈકોર્ટમાં રિવીજન પિટીશન ફાઈલ કરી હતી.
2024માં દિલ્હી હાઈકોર્ટે તેઓ મોટા ક્રિમિનલ નથી એવું કહીને અભિનેતા અને તેની પત્નીને મળેલી છ મહિનાની સજાને સસ્પેન્ડ કરી હતી. ત્યારથી સસ્પેન્શને સમયાંતરે વધારવામાં આવતું ગયું.
વર્ષ 2025, ડિસેમ્બરમાં રાજપાલ યાદવના વકીલે કોર્ટને ભરોસો અપાવ્યો કે 40 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યા છે અને બાકી 2.10 કરોડની રકમ 19 જાન્યુઆરી, 2026 સુધીમાં ચૂકવી દેવામાં આવશે.
4 ફ્રેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે જેલ સરેન્ડરના સસ્પેંશનને વધારે લંબાવવાનો ઈન્કાર કર્યો.રાજપાલ યાદવને લઈ કોર્ટે એ જ દિવસે આત્મસમર્પણનો આદેશ આપ્યો.
રાજપાલ યાદવની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના પુવૈયાના વતની છે. તેમણે લખનૌની ભારતેન્દુ નાટ્ય એકેડમી અને દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં અભિનયનો અભ્યાસ કર્યો છે. “ભૂલ ભુલૈયા,” “ફિર હેરા ફેરી,” “ચુપ ચૂપ કે,” અને “હંગામા” જેવી ફિલ્મોમાં તેમના યાદગાર પાત્રો માટે જાણીતા છે.
નવી દિલ્હીઃ થાઈલેન્ડમાં બંદૂકધારીઓનો આતંક જોવા મળ્યો છે. અહીં એક સ્કૂલમાં બંદૂકધારીએ શિક્ષકો અને બાળકોને બંધક બનાવી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ બંદૂકધારી સ્કૂલમાં ત્યારે ઘૂસ્યો હતો જ્યારે છૂટવાની હતી. સ્થાનિક મિડિયાના અહેવાલ મુજબ હુમલાખોરે કેટલાક શિક્ષકો અને બાળકોને બંધક બનાવ્યાં હતાં.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે દક્ષિણ થાઈલેન્ડના હાટ યાઈ જિલ્લાના એક સ્કૂલમાં ગોળીબારી કરનાર બંદૂકધારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બંધક બનાવાયેલા તમામ લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. પ્રશાસને સોશિયલ મિડિયા પર માહિતી આપી કે બુધવારે સવારે સોંગખલા પ્રાંતના હાટ યાઈમાં આવેલા પાતોંગપ્રથાનકિરિવાત સ્કૂલમાં 18 વર્ષનો યુવક બંદૂક લઈને ઘૂસ્યો હતો.
આ ઘટનાની માહિતી મળતાં જ સશસ્ત્ર પોલીસની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. સૈંકડો બાળકો સ્કૂલમાંથી ભાગી જવામાં સફળ રહ્યાં હતાં. ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ હજી પણ ઇમારતની અંદર ફસાયેલા હોવાનું જણાવાયું હતું. હાટ યાઈ જિલ્લાના અધિકારીઓએ કહ્યું કે તેઓ બંદૂકધારી સાથે વાતચીત કરીને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિક મિડિયા મુજબ હુમલાખોરથી બચીને ભાગેલા એક સુરક્ષા ગાર્ડે કહ્યું કે બંદૂકધારીએ સ્કૂલના હેડમાસ્ટરને ગોળી મારી હતી.